Kamsutra - 3 in Gujarati Classic Stories by Kandarp Patel books and stories PDF | કામસૂત્ર - ૩ (કન્યાસમ્પ્રયુક્તક)

Featured Books
Categories
Share

કામસૂત્ર - ૩ (કન્યાસમ્પ્રયુક્તક)

કંદર્પ પટેલ

+919687515557

Work @Navajivan Trust

વાત્સ્યાયનરચિત

કામસૂત્ર

અધિકરણ-૩

(કન્યાસમ્પ્રયુક્તક)


-: અનુક્રમણિકા :-

૧)લગ્ન

૨)સોહાગ રાત

૩)કન્યા સાથે પરિચય કેળવવાની યુક્તિ-પ્રયુક્તિઓ

૪)નાયકે કન્યા-પ્રાપ્તિ માટે કરવાના યોગ્ય પ્રયત્નો

૫)ગાંધર્વ વિવાહ

૧. લગ્ન

ચારેય વર્ણ : બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્રના યુવકોએ પોતાના વર્ણની યોગ્ય કન્યા સાથે શાસ્ત્રની વિધિ અનુસાર લગ્ન કરવાથી ધર્મ, અર્થ, સંતાન, સંબંધ, કૂલવૃદ્ધિ અને સુખ પ્રાપ્ત થાય છે.

બુદ્ધિમાન અને સમજુ પુરુષોએ આ પ્રકારની કન્યા સાથે લગ્ન કરવા જોઈએ.

૧. કુલીન વંશની હોય

૨. માતા-પિતા જીવિત હોય

૩. વયમાં પોતાનાથી ઓછામાં ઓછી ૩ વર્ષ નાની હોય

૪. પિતૃત્વ સુંદર, સદાચારી અને સંપન્ન હોય

૫. કન્યા પોતે સૌંદર્યવાન, સદાચારી અને શીલ ચરિત્ર ધરાવતી હોય

૬. જેના દાંત, નખ, કાન, વાળ, આંખ અને સ્તન બહુ નાના કે મોટા ન હોય

૭. નીરોગી હોય

૮. શરીરમાં પોતાનાથી ભારે ન હોય

લગ્ન બે પ્રકારે થાય છે : ૧. ભાગ્યથી ૨. ઉદ્યમથી

ભાગ્યથી જે કન્યાના લગ્ન થાય છે તે ઈશ્વરની ઈચ્છાને આધીન હોય છે. જે કન્યા મળે તે યુવક સ્વીકારી લે છે. તેમાં પસંદગીનો પ્રશ્ન હોતો નથી. ઉદ્યમથી પ્રાપ્ત થયેલી કન્યા એટલે જેનો નિર્ણય નાયક તેને પ્રેમ કરીને મેળવે છે.

  • લગ્ન ન કરવા યોગ્ય કન્યા :
  • ૧. વધુ મેદસ્વી

    ૨. વધુ આરામ કરે તેવી

    ૩. ઘરની બહાર વિના કારણ ભટકનારી

    આના સિવાય પણ આચાર્ય ઘણી બાબતો લગ્ન ન કરવા લાયક કન્યા વિષે જણાવે છે. પરંતુ, આ દરેક નિયમો આદર્શ પુરુષની સરખામણીમાં કરેલા છે.

    ખરાબ નામ ધરાવતી, ગુણદોષ છૂપા હોય તેવી, શરીર પર શ્વેત ચિહ્ન હોય તેવી, કદરૂપી હોય તેવી, વ્યભિચારિણી, મૂંગી, રજસ્વલા, બાલ્યાવસ્થામાં સાથે રમેલી હોય તેવી, અને યુવકથી વધુ પડતી નાની ઉંમર ધરાવતી હોય તેવી કન્યા જોડે લગ્ન કરવાની આચાર્યજી ના પાડે છે.

  • લગ્ન સમય નજીક આવે ત્યારે માતા – પિતાએ શું કરવું જોઈએ?
  • જયારે કન્યા યુવતી બને અને તેના માટે લગ્ન માટેનો સમય નજીક આવે ત્યારે માં-બાપે પોતાની પુત્રીને સારા વસ્ત્રો પહેરાવી અને શૃંગાર કરાવી બહાર ફરવા ઉદ્યાન, બજાર કે કોઈ મિત્ર અથવા સંબંધીને ત્યાં લઇ જવી. આમ કરવાથી લોકોના ધ્યાનમાં એ કન્યા આવે અને તેમને જાણ થાય કે આવા રૂપ-ગુણ ધરાવતી કન્યા હજુ અવિવાહિત છે.

    પ્રાચીન કાળમાં ચાર પ્રકારના લગ્નો પ્રચલિત હતા :

    ૧. બાહ્ય

    ૨. આય

    ૩. પ્રાજાપત્ય

    ૪. દેવ

  • લગ્ન સંબંધ કેવી કન્યા જોડે બાંધવો જોઈએ?
  • સંબંધ, રમત અને વિવાહ આ ત્રણ કાર્ય પોતાના સમાન કુળ અને સમાન વ્યક્તિ સાથે કરવા જોઈએ.

  • જે કન્યા સાથે લગ્ન કરી પુરુષની દશા સેવક જેવી થઇ જતી હોય અને ઉચ્ચ સંબંધ કહે છે. બુદ્ધિમાન પુરુષો આવો સંબંધ કરતા નથી.
  • જે કન્યા સાથે લગ્ન કરીને પુરુષ સ્વામી જેવા પૂજ્યભાવથી પૂજાય તેને હીન સંબંધ કહે છે. ભદ્ર સમાજના પુરુષો તેની નિંદા કરે છે.
  • જ્યાં બંને પક્ષને સમાન આનંદ અનુભવવાનો મળે, જેમાં એકબીજા મદદગાર અને અનેકને શોભારૂપ થઇ પડે. ત્યાં એકબીજાને હસવાનો, વિનોદ કરવાનો સંબંધ હોય.

  • ૨. સોહાગ રાત

    સ્ત્રીના સ્વભાવમાં કોમળતા અને મૃદુતા હોય છે. પુરુષે પ્રથમ સમાગમમાં તેના પર બળાત્કાર, રોષ આદિ ન કરવા જોઈએ. જો તેવું કરવામાં આવે તો સ્ત્રીના મનમાં વિરક્તિ આવી જાય છે. નવવધુને પતિમાં વિશ્વાસ નથી આવતો અને નિર્દયીપણું જણાય છે.

  • લગ્ન પછી ત્રણ રાત્રિનું કર્તવ્ય :
  • લગ્ન થઇ ગયા બાદ ત્રણ રાત સુધી વરવહુએ ભૂમિ પર શયન કરવું અને પૂર્ણ બ્રહ્મચર્ય જાળવવું. આ દિવસો દરમિયાન સાત્વિક અને મીઠા વગરનું ભોજન કરવું. એ પછી સાત દિવસો સુધી દંપતીએ મંગલ શબ્દો સાથે સ્નાન, શૃંગાર આદિ કરતા રહેવું. વાર-વહુ બંને સાથે ફરે, નાટક જુએ અને ફરે. નવપરિણીત યુગલ ગંધ, પુષ્પોથી સત્કારે અને તેમને વડીલો તેમને આશિષ આપે. ત્રણ રાત્રિ બાદ એકાંતના સમયે પતિએ મધુર આલાપ કોમલ અને મૃદુ ઉપચારોથી નવવધુને પ્રસન્ન રાખવા પ્રયત્ન કરવો જેથી એની લજ્જા ઓછી થવા માંડે.

    જો કે ત્રણ રાત્રિ પછી નાયક જડ વસ્તુના જેવો જ ચૂપ અને નિર્જીવ રહે, કન્યાને બોલાવે નહિ તેમ જ તેનો સત્કાર પણ ન કરે તો વધુને બહુ દુઃખ લાગે છે. પતિને નપુંસક સમજીને તેનો તિરસ્કાર કરવા લાગે છે.

    પ્રથમ સહવાસમાં પત્ની સાથે બહુ મૃદુ અને શિષ્ટ આચરણ કરવું જરૂરી છે. જે પ્રકારે નવવધૂના હૃદયમાં પતિને સ્થાન મળે અને એ અનુરાગ કરવા લાગે , તે પ્રકારે પ્રવૃત્તિ કરવી. અવસર પ્રાપ્ત થતા પતિ પત્નીને આલિંગન કરે. નાયક નાયિકાને આલિંગન કરે તો તે ઉપરના અંગ ઉપર જ કરે. બીજા અંગ સાથે છેડછાડ ન કરે. પૂર્ણ ગૌરવશાળી સ્ત્રી કે જે લજ્જાનો ત્યાગ થયેલો હોય તેની સાથે દીપકના પ્રકાશમાં આલિંગન કરવું જોઈએ. પરંતુ લજ્જાશીલ નવવધુ સાથે અંધકારમાં જ આલિંગન કરવું જોઈએ.

  • પુરુષે સ્ત્રીને મનાવવા શું કરવું જોઈએ?
  • જયારે નવવધુ પ્રથમ આલિંગન સહી લે ત્યારે પુરુષ પોતાના મુખમાં પાન રાખીને સ્ત્રીના મુખમાં આપે. જો સ્ત્રી સ્વીકાર ન કરે, તો કોમળ વચનોથી, મધુર શબ્દોથી સોગંદ આપીને પણ તેનો સ્વીઅર કરાવવો જોઈએ. જયારે નાયિકા નાયકના મુખમાં રહેલું પણ પોતાના મુખમાં ગ્રહણ કરી લે ત્યારે નાયક સુકુમારતાથી જરા પણ અવાજ કાર્ય વિના એક મૃદુ ચુંબન લઇ લે.

    નાયક પોતાને અનુકુળ બંને પક્ષની વિશ્વાસપાત્ર સ્ત્રીઓને મધ્યસ્થી બનાવી વાતચીતનો આરંભ કરવો. નાયિકા લજ્જાને કારણે નીચું મુખ રાખીને વાર્તાલાપ સાંભળશે અને હસ્યા કરશે. નાયિકાને જો એ વાર્તાલાપથી વધુ લજ્જિત થવું પડે તો તે ક્રોધિત બને છે અને પોતાની સખી સાથે લડે છે. આ પ્રકારના વાર્તાલાપ અને મીઠા ઝઘડાથી દંપતીનો પ્રેમ વધે છે.

    પતિએ પોતાની પત્નીના સ્તનપ્રદેશ પર કોમળ સ્પર્શ કરવો. સ્ત્રીને આલિંગન કરવું અને પોતાનો હાથ નભી સુધી લંબાવવો. ત્યારબાદ નવોઢાને પોતાની ગોદમાં લઈને અધિક પ્રેમ કરવો. જો તે શરમથી લજ્જિત થઈને સંકોચ અનુભવે તો પુરુષે ડર બતાવવો.

    આ પ્રકારે ત્રણ રાત્રિ સુધી અનુરાગની વૃદ્ધિ કરાવવી અને કામ જાગ્રત થાય તે અવસરે તેના કૌમાર્યને ભંગ કરવું. તેને દુઃખ ન થાય તે રીતે સંપ્રયોગ કરતા રહેવું. નવવધુને વિશ્વાસમાં લેવાની આ વિધિ છે.

    ૩. કન્યા સાથે પરિચય કેળવવાની યુક્તિ-પ્રયુક્તિઓ

    જે પુરુષ ગુણી હોય છતાં પણ ધનહીન, શ્રીમંત હોવા છતાં અકુલીન, ધનિક હોવા છતાં પાડોશી સાથે વસનારો, સ્વભાવથી બાળમાનસ હોય તેના યુવાનોને કુલીન કુળની કન્યા સ્વયં પસંદ કરતી નથી. આવા યુવકો બાળપણથી જ અલગ-અલગ યુવતીઓ સાથે સંબંધ બાંધવાના અભરખા જોતા હોય છે અને તેને પામવા માટે ચેષ્ટાઓ કરતા રહે છે.

    આચાર્ય વાત્સ્યાયનજી કહે છે કે, વર બે પ્રકારના હોય છે.

    ૧. બાળક અને ૨. યુવાન

    કન્યાની સાથે પુષ્પો તોડવા, માટીના નાના – મોટા ઘર બનાવવા, રમતો રમવી. આ દરેક બાબતો કન્યા સાથે પોતાનો સંબંધ ગાઢ બનાવવા માટે હોય છે. કન્યાની વિશ્વાસુ સખીઓ પણ સાથે હોય અને તેની સાથે બલકે એવા પ્રકારની રમતો રમતી રાખવી અને કન્યા સાથે પોતાની ઘનિષ્ઠતા વધારવી.

    યુવક જે યુવતીને પ્રેમ કરતો હોય તેણે એ કન્યાની વિશ્વાસપાત્ર સખી સાથે પ્રીતિ રાખવી જરૂરી છે. આ સિવાય છોકરી સાથે પણ યુવાને પોતાનો પરિચય વધારવો અને તેને પોતાના પક્ષમાં લેવી. જો એ પ્રસન્ન થઇ જાય તો પુરુષની કન્યા પ્રતિ પ્રેમની ઈચ્છા સમજીને તેમની મુલાકાત ગોઠવી આપે છે.

    મુલાકાત સમયે સ્ત્રી જે વસ્તુની ઈચ્છા રાખે એ દરેક ઇચ્છાઓ પૂરી કરી આપવી જોઈએ. નાયિકા ઈચ્છે તે ચીજો લાવીને નાયકે પોતાની સામર્થ્ય શક્તિ દર્શાવવી જોઈએ. આમ કરવાથી નાયિકા પુરુષ પ્રત્યે આકર્ષાય છે અને તેનો અનુરાગ વધે છે. આમ કરીને જ નાયક પોતાની ઇચ્છિત ધારણાઓ પાર પાડી શકે છે. નાયકે સુંદર વસ્ત્રો પહેરીને યુવતીની નજીક જવું જોઈએ. તેનો વેશ કદી પણ અસંસ્કારી કે કુત્સિત ન હોવો જોઈએ.

  • સ્ત્રીના આંતરિક અને બાહ્ય ભાવોનું વર્ણન :
  • યુવતી કન્યા સામે બેઠેલા પોતાના ઇષ્ટ પુરુષની તરફ જોતી નથી. જો પુરુષ તેની તરફ દ્રષ્ટિ કરે તો તે પોતે શરમાઈને મુખ નીચે કરી દે છે. યુવતી પોતાના પ્રેમીને એકલ અવસ્થામાં અથવા દૂર ચાલી ગયા પછી તેને વારંવાર જોયા કરે છે. યુવક પાસેથી કંઈ ખુલાસો માંગે તો યુવતી મંદ મંદ હસીને અસ્પષ્ટ શબ્દો બોલે છે અને પોતાનું મુખ નીચું કરી દે છે.

    નાયક જ્યાર પોતાની નાયિકાને જોઈ રહે છે ત્યારે તે પોતાની ગોદમાં રમતા બચ્ચાને આલિંગન કરે છે, સખીના મસ્તક પર તિલક આદિ કરી તેમને પરાણે રોકી રાખે છે. આવી અનેક પ્રકારની મન લુભાવન ચેષ્ઠાઓ નાયિકા કરે છે. આ યુવતી પોતાના પ્રિયને જોઇને હોઠ ફરકાવે છે. આંખો ઘુમાવે છે. વિખરાયેલા વાળને વારંવાર બાંધે છે. કંચુકી નીચે છુપાયેલા સ્તનને બહાર પ્રકટ કરે છે.

    ઉપરાંત, પ્રેમીના મિત્રો સાથે મિત્રભાવ રાખે છે. તેમની સાથે વાર્તાલાપ કરે છે અને રમતો પણ રમે છે.

    ૪. નાયકે કન્યા-પ્રાપ્તિ માટે કરવા યોગ્ય પ્રયત્નો

    બે પ્રકારના પ્રયત્નો દ્વારા કન્યાની પ્રીતિ જીતી શકાય છે.

    ૧. બાહ્ય

    ૨. આંતરિક

    યુવક અને કન્યા સાથે ચોપાટ, શતરંજ કે અન્ય જુગાર રમવા બેઠા હોય ત્યારે નાયકે કન્યાનો હાથ પકડી લેવો. ત્યાબાદ કન્યાની સંમતિ લઇ તેની મરજી હોય તો આલિંગન આપવું. વૃક્ષના પાન પર મનના ભાવો લખીને મોકલવા. મેળામાં, નાટકમાં કે અન્ય સ્થળે પોતાના કુટુંબીજનોની બેઠકમાં કન્યા સમીપ યુવાન બેસે અને કોઈ પણ બહાને સ્પર્શ કરે. કન્યાના પગ દબાવે અને આંગળીને સ્પર્શે. નાયક પોતાના અંગૂઠાથી કન્યાના અગ્રભાગને દબાવે. ત્યારબાદ નાયક પગ, જાંઘ અને કમરને સ્પર્શ કરે. નાયક પાણી પાઈ રહેલ નાયિકા પર પાણીની છાલક મારીને હેરાન કરે. એકાંત કે અંધકારમાં બેસીને સ્પર્શ અને વાર્તાલાપ કરે. નાયક પોતાને ઘેર આવેલી નાયિકાને પોતાનું મસ્તક દબાવવા વિનંતી કરે. જો કન્યા તેને ચાહતી હશે તો તેના વચનને તરત જ ઉઠાવી લેશે અને મસ્તક દબાવવા લાગશે.

    સંધ્યા સમયે કે પછી અંધારી રાત્રીમાં સ્ત્રીઓની લજ્જા દૂર થાય છે અને આ સમયે જ તેમને કામ અગ્નિ પ્રદીપ્ત થાય છે. આ સમયે સ્ત્રીઓ પુરુષ સાથે સંભોગ કરતા પોતાને રોકી શકતી નથી. એ સમયે પુરુષે સ્ત્રી સાથે સમાગમ કરવું જોઈએ.

    ૫. ગાંધર્વ વિવાહ

    નાયક કન્યામાં પોતાના પ્રતિ અનુરાગ ઉત્પન્ન કરી સ્વયંવર અથવા ગંધર્વ રીતિ મુજબ તેની સાથે વિવાહ કરે. જયારે નાયક કન્યા પ્રત્યક્ષ દર્શન ન કરી શકે ત્યારે તેને પોતાનો પ્રેમ – સંદેશ મોકલવા એક યુવતી પાસે જાય છે. આ યુવતી એ કન્યાની સખી હોઈ શકે છે.

  • પ્રેમ-સંદેશો લઇ જતી યુવતીનું કર્તવ્ય :
  • આ યુવતી એ કન્યા પાસે જઈને યુવકનું વર્ણન કરવું અને ખુબ સુંદરતાથી કરવું. જે સાંભળીને નાયિકા નાયકને ચાહવા લાગે અને તેમાં જ પોતાનું સર્વસ્વ જુએ. નાયકના જે ગુણો કન્યાને વધુ પસંદ હોય તે ગુણ નું તે વારંવાર વર્ણન કરે. નાયકના માતા – પિતાનું પણ ખૂબ સરળ અને સુંદર ભાષા અને લઢણથી વર્ણન કરે.

    “જો તું પોતે તેનો સ્વીકાર નહિ કરે તો નાયક બળપૂર્વક તે પકડીને લઇ જશે અને તારી સાથે આનંદપૂર્વક લગ્ન કરી લેશે.” આ પ્રકારનો મીઠો પ્રેમ દર્શાવતો ભય પણ યુવતી એ કન્યા આગળ બતાવવો જોઈએ. વાત સ્વીકારીને કન્યા વિવાહ કરવા સહમત થાય પછી એકાંત સ્થાનમાં તેને લઇ આવે. નાયક વેદશાસ્ત્ર સંપન્ન બ્રાહ્મણના ઘરમાંથી અગ્નિ મંગાવે. હવન-હોમ કરીને ત્રણ વાર અગ્નિ પરિક્રમા કરે.

    ત્યારબાદ બંને સાથે મળીને મદિરાપાન કરે. નાયિકા નાયકને પ્રસન્ન કરવાની ચેષ્ટા કરે. નાયક મદિરાથી બેહોશ બનેલી એ આજ્ઞાયુક્તિ કન્યાની સાથે સંપ્રયોગ કરીને તેનું આચરણ કરે. ત્યારબાદ નાયક પોતાની નાયિકા જોડે સમાગમ કરે. પોતાના અને કન્યાના સંબંધીઓની આ વાત પ્રગટ કરી દે.

    ત્યારબાદ આ લગ્નની વાત પોતાના કુટુંબીજનોમાં ફેલાવે.

    જયારે કન્યાના માતા – પિતા આ લગ્નને સ્વીકારે ત્યારે નાયકે તેમના તરફ પૂજ્યભાવ દર્શાવવો. નવવધૂના ભાઈ-બહેનોને ઉપહાર, ભેટ વગેરે આપીને પ્રસન્ન કરવા.

    મધુરભાષી સ્ત્રી, વિવેકી અને ગુણવાન પુત્ર, આવશ્યક ધનસંપત્તિ, સ્વપત્નીમાં પ્રીતિ, સજ્જનની મિત્રતા – આ બધું જેમની પાસે છે તેમનો ગૃહસ્થાશ્રમ ભવ્ય જાણવો.

    અધિકરણ ૩ – (કન્યાસમ્પ્રયુક્તક) પૂર્ણ

    *****

    અધિકરણ ૪ – (ભાર્યાધિકારિક) માં પતિવ્રતા ગૃહિણીનું કર્તવ્ય, પ્રવાસ સમયે તેનું કર્તવ્ય, પતિના જયેષ્ઠ બંધુઓના પત્ની સમક્ષ તેનું કર્તવ્ય, અંત:પુર તરફનું કર્તવ્ય, પુરુષનું અન્ય પત્નીઓ તરફનું કર્તવ્ય વગેરે વિષે જોઈશું.

    +91 9687515557