સ્વપ્નસૃષ્ટિ
[ દુનિયાદારીથી દિલની મંજિલ સુધીની કહાની ]
( પ્રકરણ – ૨૨ )
અર્પણ
દિલના અગાધ સાગરમાં હર પલ અને ભૂતકાળમાં વહેતી રહેલી એ ‘‘જીવન’’ ને એના સાથ બદલ... પ્રેમ અને વિશ્વાસ બદલ...
જેના કારણે મને લખવાની પ્રેરણા મળી તેમજ પ્રેમ... સુખ... દુઃખ... લાગણી... ભાવના... જીવન... મૃત્યુ... નફરત... ઈર્ષ્યા... અથવા એમ કહું કે જીવનની દરેકે પ્રકારની લાગણીઓને સમજી શકવાની અને દરેક વસ્તુને ઊંડાણ પૂર્વક નિરીક્ષણ કરવાની શક્તિ મળી.
તેમજ મારા દરેકે દરેક વાંચક મિત્રોને અર્પણ...
વિનંતી વિશેષ.....
મારા વિષે મેં મારા ગણાય લેખમાં કહ્યું જ છે બસ હવે કદાચ મારે કઈ કહેવાનું બાકી નથી. બસ એક વિનંતી કરીશ કે મારા લેખ વાંચ્યા પછી એના પર પોતાના સારા નરસા સુઝાવ જરૂર થી આપવા. અને એના માટે પણ તમારે કોઈ મુશ્કેલી ઉઠાવવાની નથી મારા બધાજ પ્રકારના કોન્ટેક્ટ ડીટેઈલ્સ હું નીચે આપી રહ્યો છું. તો જરૂરથી જણાવજો કદાચ મારા લેખનમાં થતી ભૂલો તમારા દોરેલા ધ્યાનથી હું સુધારી શકીશ એવી આશા રાખું છું કે તમે દરેક વાચક મિત્ર જેવું લાગે એવોજ પ્રતિભાવ જરૂર આપજો.
મારા માટે તમારા પ્રતિભાવ સોઉથી વધુ મહત્વ પૂર્ણ રહેશે. બને તો બૂક વાંચી અહીજ રીપ્લાય આપવો અન્ય લોકો પણ કદાચ એના માટે પ્રેરાય..
નામ ;- Sultan Singh
મોબાઈલ ;- +91 - 9904185007 [ whatsapp]
મેઈલ ;-
ફેસબુક ;- @imsultansingh
ટ્વિટર ;- @imsultansingh
લિન્ક્ડ ઇન ;- @imsultansingh
[ સરનામાની મને નથી લગતી કોઈને જરૂર જણાતી હોય અને એવું હોય તો મને મહેસાણા આવીને ફોન કરી શકો છો હું સમ્પૂર્ણ મેહસાણીઓ છું... ]
પ્રકરણ – ૨૨
૨૫ નવેમ્બર, ૨૦૦૭
આજે પણ એજ આખા દિવસનો થાક હતો કાલે રાત્રે ઠીકથી ઊંઘ પણ આવી ના હતી મન હતું કે સુઈજ જવું પણ ઘરના કામ વધુ જરૂરી હોવાથી કામમાં લાગી ગયેલી. આજે પણ વિજય ઘરે આવેલા એમના કપડા આજે ખરાબ હતા અને તબિયત પણ ઠીક ના હતી એ આજે આખો દિવસ ઘેર હતો. વારંવાર ફોન વાગતો હતો કદાચ એનું ઓફિસનું કામ હજુય એમજ ચાલુ હતું એણે શારીરિક રઝા લીધી હતી પણ માનશીક કર્યો સતત એ કરતો હતો. ડોક્ટર સાહેબ આવ્યા હમેશની જેમજ અમારા ફેમેલી ડોક્ટર રાજેશ પટેલ આવ્યા અને થોડુક ચેક કરીને કહ્યું કે ચિંતાની વાત નથી અને ગોળી લખી આપું એ લાવી દેઝો. એટલું કહી ડોક્ટર સાહેબ બહાર નીકળી ગયા હતા પણ એમના ચહેરા પરના ભાવ અલગ હતા સમજી શકવા મુશ્કેલ હતા મને થોડુક વિચિત્ર લાગ્યું. હું તરતજ એમની પાછળ ઉઠીને ગઈ હતી એમને જે કહ્યું એ સંભાળીને મારી તો મનની શક્તીજ હણાઈ ગઈ હતી “ કદાચ એમને ઠીક થવું મુશ્કેલ છે એ વિચિત્ર બીમારીથી પીડાય છે... એમનું ચેકપ કરવું પડશે હું એમના લોઈના સેમ્પલ લઇ લઉં છું તમે એમને કહેજો રીપોર્ટ લઈ જશે આવતા જતા.
મારા મનમાં એક વિચિત્ર હલચલ મચી ગઈ હતી એવું તો શું થયું હશે કે ડોક્ટર સાહેબ રીપોર્ટ કઢાવાનું કહે છે. એક તરફ એનું વર્તન.. સુનીલ તરફ ઝુકાવ... વિચિત્ર બીમારી... શું કરવું અને શું નઈ ? જીવન માટે હવે કઈ રાહ પર ચાલવું અને કઈ રાહને છોડાવી સમજાતુજ ના હતું. આજની રાત પણ હમેશની જેમ સુની હતી આંખોમાં અન્ય વ્યક્તિની છબી ઉપસતી હતી પ્રેમ અને ઝુકાવ પણ હવે અલગ દિશામાં લઇ જઈ રહ્યા હતા સમજશક્તિ બહારનું બધુજ થઇ રહ્યું હતું.
૨૭ નવેમ્બર, ૨૦૦૭
છેલ્લા ત્રણેક દીવસથી મન ઉદાસ છે પણ કારણ સમજાતું નથી, આજે અચાનક સુનીલના મોબાઈલના કારણે વિજય સાથે થયેલો ઝઘડો મારા શરીર પર નિશાન છોડી ગયો હતો. કદાચ હવે મારી વર્ષોથી જીવાયેલી દુનીયાદારી હવે મારી દુશ્મન બની બેઠી હતી પણ આજની એ વાત કદાચ અલગ હતી દોઢ વર્ષ સુધી મારાથી દુર રહેવા છતાય વિજયને મારી લાગણીઓની પરવા ના હતી. આજ મન બેચેન હતું ઘાવ છુપાવવાની કોશિશો કરતી હતી ચારેક દિવસ શાંતિ છવાઈ જવાની હતી કારણ વિજય આજે દિલ્લી જતો રહેવાનો હતો. અજેય હમેશની જેમ નઝરો કઈક શોધી રહી હતી સુનીલ ? સવારથી બહાર જતો રહ્યો છે... બાર વાગવા આવ્યા છે... જમવાનું પણ તૈયાર છે... મન બેચેન છે... આંખો દરવાઝા તરફ વારંવાર પડઘાય છે. કામમાં જીવ ચોટતો નથી મોં માંથી એક કોળીયો પણ ઉતરતોના હતો ત્રણેક વાર પપ્પાને ચા પણ આપી ચુકી હતી પણ એક કપની જાણે જરૂરિયાત અને કમી વર્તાઈ રહી હતી. દિલમાં કોઈકની કમી ખાલતી હતી બપોર પડીને સાંઝ થઇ રહી હતી. સુરજ હવે થાકી ચુક્યો હતો થોડી ઠંડક પ્રસરી રહી હતી.
અચાનક બહાર કોઈ કાર પ્રવેશવાનો અવાઝ સંભળાયો એક આશ્ચર્ય સાથે ધ્યાન એ તરફ ખેચાઈ ગયું. અત્યારે સુનીલના રૂમની સાફ સફાઈ કરી રહી હતી અચાનક સુનીલ મીઠાઈના ખોખા સાથે અંદર ઊછળકૂદ કરતા આવ્યો પપ્પાને એણે મીઠાઈ ખવડાવી એની આંખો કઈક શોધતી હતી હું પણ ત્યાજ ઉપર ઉભી હતી અને બધું ત્યાંથી જોઈ રહી હતી. કદાચ મનેજ શોધતો હશે મારા માટેની આટલી આતુરતા આજ પ્રથમ વખતજ મને દેખાઈ રહી હતી મેં મારા દિલને મનાવી કામમાં ધ્યાન આપ્યું હાથમાં વાઘેલા ઘાવ છુપાવ્યા. દિલમાં એક ગઝબની ખુશી હતી આટલો સમય જોયેલો જાણે ઇંતજાર ફળ્યો હતો. જેની વાટ આંખો સવારથી જોઈ રહી હતી એજ સુનીલ અત્યારે આંખોની સામે હતો પણ મન અને દિલ દુનિયાદારી અને સમાજની બેડીઓમાં તર્ક વિતર્કમાં અટવાયું હતું. સીડીઓમાં આવાજ વધ્યો કોઈક ઉપર તરફ આવતું હતું, એ સુનીલ હતો. મેં સાવરણી લગાવવાનો ડોળ ચાલુ કર્યો એણે મને જોઈ અને જાણે ક્યાંક ખવાઈ ગયો કઈજ બોલી પણના શક્યો. એ આંખો કદાચ મને ગણું બધું કહેવા આતુર હતી મારું મન બધુજ વિસ્તારથી સાંભળવા તડપતુ હતું પણ આ લાજ શરમના બંધનો અટકાવતા હતા. મારા પુછવા છતાય એને કોઈ જવાબના આપ્યો અને એ તરતજ પોતાના રૂમમાં ચાલ્યો ગયો એની આંખો આજ કઈક અલગજ અગ્નિ સળગાવતી હતી કદાચ એ પ્રેમ હતો.
સંધ્યા ઢળી ચુકી હતી કદાચ એના જન્મદિવસની તૈયારીઓ વિશેની એને ખબરના હતી અચાનક સરપ્રાઈઝ આપવા હું અને પપ્પા ઉપર કેક સાથે પ્રવેશ્યા અને જન્મદિનની બધાઈઓ પાઠવી. એ કઈક શોધવા લાગ્યો એક ગજબની ચિંતા હતી એના હાવભાવમાં છેવટે મારી પાસે સવારે ભૂલેલો મોબાઈલ મેં આપ્યો. મારા કહેવાથી એને જલ્દી કેક કાપી પપ્પા થોડો વખત બાદ નીચે ચાલ્યા ગયા એ કઈક જોઈ રહ્યો હતો સીડીમાં આવતો અવાજ બંધ થતાજ એના મુખ પરના ભાવ બદલાઈ ગયા એનો પ્રભાવ જળક્યો.
એણે તરતજ મારો હાથ પકડ્યો મારું મન જાણે એક દમ આશ્ચર્ય પામ્યું. અને એક વિચિત્ર લાગણીના પૂરમાં તણાઈને ક્યાય ખોવાઈ ગયું જાણે મારી ઈચ્છા પૂરી થઇ ગઈ એક કરંટ મને વશ કરી ગયો પણ અચાનક મારી વાસ્તવિકતા અને સમાજનો વિચાર ફરક્યો. મેં ફરી અંતર બનાવી લીધું મન તડપતુ હતું પણ સુનીલને કઈક શોધતા જોઈ બધું જાણે ભુલાઈ ગયું. એણે ફરી મારો હાથ પકડ્યો એનો સ્પર્શ મને તડપાવતો હતો એણે ડ્રેસિંગ પતાવ્યું હું હજુય જાણે ક્યાય ખોવાયેલી હતી પણ ફરી વાસ્તવિકતામાં લાવી મારી “સ્વપ્નસૃષ્ટિ” ફરી જાણે એક વાળ ઓગળી ગઈ.
હું ઝડપભેર એનાથી દુર થવાનું વિચારી ઉભી થઇ ને સીડીઓ તરફ વધી ગઈ હોત કદાચ એને ના બોલાવી હોત પણ એણે મારા પાછળના ભાગ પરનો ઝખમનો ભાગ દેખાઈ ગયો હશે. એનો એના પરનો સ્પર્શ પણ જાણે મને પીડા આપતો ના હતો અને ઉલટાનો જાણે આનંદ અનુભવતો હતો મારી બંધનની ડોર જાણે તૂટી જવાની અણી પર હતી તરતજ મેં સીડીઓ ઉતરવાનું યોગ્ય સમજ્યું અને આવીને મારા રૂમમાં ફસડાઈ ગઈ.
મારું મન મને સમાજના બંધનોમાં જકડતું હતું પણ મારા દિલની અવાઝ મને સતત સુનીલની તરફ ખેંચતી હતી. મારું મન વિચારોના સાગરમાં છલાંગ લગાવી ચુક્યું હતું દિલની વેદના કેટલાય સવાલો છતાં કરતી હતી અને એના જવાબો ફક્ત સુનીલની બાહોમાં સમાઈ જઈનેજ પુરા થતા હતા. સમાજના, દુનિયાદરીના બંધનો સાથે દિલની વેદના, તડપ, આકર્ષણ, પ્રેમ, લાગણી, ભાવના, બધુજ જાણે પીસાઈ રહ્યું હતું. દિલના ગહેરા ભવનમાં એક મહાભયંકર સંગ્રામ ખેલાઈ રહ્યો હતો છેવટે પ્રેમ અને લાગણીનું પલડું દિલના અવાજની શક્તિથી જીત મેળવી રહ્યું હતું. મન હવે મક્કમ થઇ રહ્યું હતું બસ હવે વધુ સમાધાન કરવા દિલ રાજીના હતું મારે સુનીલને તડપાવવો ના જોઈએ એમ વિચારી હું થાળી લઈને એના રૂમ તરફ વધી ગઈ એક અનોખો આનંદ મનમાં ઉછળતો.
મારું મન એક પળ માટે જાણે ધબકાર ચુકી ગયું હતું જયારે મેં એને મલમ લઈને મારી વાટ જોતા બેઠેલો જોયો. મનમાં કેટલાય સવાલો ઘુમળાયા આખર એને બધું ખબર કેમ પડે કે હું આવીશ ? કદાચ આ લાગણીઓનેજ પ્રેમ કહી શકાતો હશે ? હું એની તરફ વધતી જઈ રહી હતી મનમાં એક વિચિત્ર લાગણીઓની ધારા વહી રહી હતી મારું દિલ તડપતુ હતું સુનીલ મારી સામે હતો પણ... હજુય જાણે મારામાં સમાજની વિચારધારાઓ ક્યાંક ને ક્યાંક ઉભરાઈ જતીજ હતી. એણે મને જતાજ બેસાડી મારા પીઠ પરના ભાગે જ્યાં એને પેલો જખમ જોયેલો એના પર મલમ લગાવ્યો મારું મન તો જાણે એના સ્પર્શ માત્રથી રોમાચિંત થઈને ઝૂમી ઉઠતું હતું મારા દિલમાં એક લાગણીની લહેર પ્રસરીને વહી જતી હતી. છેવટે એણેજ મને ફરી વર્તમાન સ્થિતિમાં લાવી દીધી, કદાચ એના હાથ મારી પીઠથી લઈને કમર સુધી સરકતા હું અનુભવી શકી હતી પણ અચાનક એના કમરથી ઉપર મારા ઉભારો તરફ વધતા અને સરકતો સ્પર્શ મારી એક હળવી સિસ્કારી સાથે અટકી ગયો કદાચ એ હળવો અવાઝ સુનીલને આગળ વધતા અટકાવી ગયો હશે. એણે મને ઝંઝોળી નાખી હતી જાણે હું એના સાથે હોઉં એટલે પાગલ બની જતી હતી પણ શું કરું છેવટે મારે ભાનમાં આવીને તો મારી મર્યાદાઓની રેખાઓનેજ લઈને બેસી જવું પડતું ને ? ઘણી વખત હું મારી મર્યાદામાં રહેવાની કોશિશો કરતી પણ મારી “સ્વપ્નસૃષ્ટિ” મને મારી તડપતી વાસનામાં ડુબાડી દેતી હું જાણે એને કેમેય કરીને રોકીજ ના શકતી હતી એ વિચિત્ર પળો બસ મારી એજ બનાવેલી “સ્વપ્નસૃષ્ટિ” માં જીવી લેતી હતી. અચાનક મારી ભૂતકાળની ઘડીઓ તૂટી વર્તમાન સામે હાજર જણાતો હતો અને સુનીલ પણ ત્યાજ દેખાયો.
એને મારી ચિંતા હતી, મારી ખુશીની, મારા દર્દની, મારી હસતા રહેવાની, મારી એક એક પળની, કદાચ એ મને ચાહતો હતો અને કદાચ હું પણ એને એટલીજ ચાહવા લાગી હતી. એ જાણે મને વારંવાર પોતાના પ્રેમનો ઈઝહાર કરતો હતો અને મારી પાસે પણ એને સ્વીકારવા સિવાય કોઈ વિકલ્પ હતોજ નઈ તેમ છતાય દુનિયાના રીત રીવાઝ અને સમાજની મર્યાદા કદાચ મને દરેક વાર રોકી લેતી હતી. ત્યાંથી નીકળી જવામાંજ મેં પોતાની સમજદારી બતાવી પણ મારું દિલ અને મન મને નીચે આવ્યા બાદ પણ સતત ધિક્કારતું હતું. મારામાં એક પ્રેમિને તાડપાવવાનો પાપ ભાવ હવે સ્વસ્થ બનતો જઈ રહ્યો હતો હવે વધુ મર્યાદા જાળવવાની મારામાં ક્ષમતા વધીજ ના હતી. મેં છેવટે મારા એ પ્રેમ સાગરને પોતાનામાં સમાવીને દુનિયાદારી અને મર્યાદાને જુકાવી દીધી પણ બધુજ ડાયરીમાં લખું છું ત્યારે મારા રૂમમાં લગભગ હાલ ત્રણ વાગી રહ્યા છે આજે હું ભલે હારી પણ કાલેતો હું એને જરૂર સ્વીકારી જ લઈશ એવો એક મક્કમ વિચાર સ્થિર થઇ ચુક્યો છે. જીવનમાં પ્રથમ વખતજ આટલી હિમ્મત એકઠી કરી શકાઈ છે કદાચ આ તાકાત મારી નથી પણ સુનીલના પ્રેમ અને ચાહતની છે. પણ, હવે બસ કાલે પ્રથમ ચા સાથેજ બધું કઈ દઈશ હવે મારામાં એને વધુ તડપાવવાની તાકાત નથી રહી.
----
ડાયરીના પન્ના ત્યાજ અટક્યા...
ફડફડાટ છવાઈ ગયો...
સુનીલની આંખો ચોટી ગઈ એના મનના સાગરો જાણે ત્યાજ રોકાયા એક વિચિત્ર સુન્નતા છવાઈ ગઈ. આ શું ? એનું મન એને કોસવા લાગ્યું... મતલબ એક ત્રણ કલાકનો મેં ઈંતઝાર કર્યો હોત તો આટલા દિવસો માટે પણ મેં સોનલને ખોઈ ના હોત પણ... હવે શું... બસ આંખો વરસી રહી હતી. ચહેરા સામે સોનલ હતી દુનિયા હતી એજ દિવસે બાહોમાં વીંટળાયેલી સોનલ એનો એ ઘાવ અજેય આંખો સામે જીવંત હતો પણ મલમ લગાવવા માટે સોનલ ના હતી... સોનલ.... સોનલ ક્યાં ગઈ હશે...? સવાલ આટલા વાંચન બાદ પણ અકબંધ હતો અને જવાબ એટલોજ અકથ્ય અને અધુરો હતો.
ડાયરી હજુય થોડાક પત્તા ભરેલી લાગતી હતી ક્યાં સુધી આ ડાયરી એણે લખી હશે અને ક્યાં સુધી મારે એને વાંચવી પડશે આખર મારી સોનલ ક્યાં...? સુનીલની આંખો હવે ઝાંખી પડી રહી હતી કદાચ સવાર પડવામાં હશે અને આખો એની રાહમાં હતી. ઘડિયાળમાં ચાર વાગી રહ્યા હતા અને ચારે તરફ એક વિચિત્ર શાંતિ છવાયેલી હતી આજનું આ ઘર પાછળના ભૂતકાળ કરતા તદ્દન અલગ લાગતું હતું. એક નાનકડી સામેના છેડેની બારી માંથી આછો પડેલો ચંદ્રમાં જાણે રડી રહ્યો હતો ધ્રુસકે ધ્રુસકે એની ભાવના વહેતી હતી કદાચ, આજ વેદના પ્લેનમાં બેસીને ઇન્ડિયા આવતા સુનીલને જોઇને ચંદ્ર અનુભવતો હતો. જયારે એ અહી આવતો હતો અને ગુમસુમ બેઠેલો, ત્યારે પવન પણ જાણે એને થોડા થોડાક અંતરાલના સમયમાં સાંત્વના આપતો હતો. એક ઝાંખો પ્રકાશ અને એમાં અસ્પષ્ટ દેખાતી સોનલ ફરી જાણે એને ડાયરી તરફ ઈશારો કરતી હતી કદાચ ઝાંખો ચહરો પણ આવાઝ દિલમાં સ્પષ્ટ પડઘાતો હતો. સુનીલની આંખો ફરી વરસી રહી હતી એના વિચારોમાં ફક્ત સોનલજ હતી વારંવાર એને એજ દેખાતી હતી અને જાણે ભૂતકાળની યાદોની જેમ વર્તમાનમાં ઓગળી જતી હતી
= = = = =
[ અમેરિકામાં સુનીલની વર્તમાનની દુનિયાની હલચલ ]
અચાનક ઓફિસમાં આવેલા કાર્યના કારણે આરતીને સુનીલ પાસેથી કોઈક પેપર સાઈન કરવાના હતા જેના માટે એની જરૂર પડી. આરતી ઓફિસનું લગભગ બધુજ કામકાજ સંભાળી લેતી હતી પણ સુનીલની સહી એ કદી પણ જાતે કરવાની કોશિશ ના કરતી. ખરેખરતો સહી પણ એના માટે સુનીલને મળવાનું એક બહાનુજ હતું એણે તરતજ ઓફીસના ફોનથી સુનીલને કોલ કરવાનો ટ્રાય કર્યો એનો મોબાઈલ સ્વીચ ઓફ બતાવ્યો. એની પાસે બધાજ નંબર હતા એણે તરત સુનીલના ઘર પર કોલ કર્યો, ત્યાં પણ કદાચ બધા વ્યસ્ત હોવાથી કોલ રીસીવ ના થયો. છેવટે પાંચેક પ્રયત્નો બાદ કોલ સુનીલના ઘરના નોકર એવા ફેડ્સ બર્નાર્ડે રીસીવ કર્યો અને સુનીલ સર ઘેર ના હોવાની સ્પષ્ટતા પણ કરી. એને વાત કાર્યા મુજબ પાછલા કેટલાક દિવસોથી સુનીલ વિચિત્ર વ્યવહાર કરતો હોવાનો પણ એને વિચાર જળક્યો અને આરતીએ તરત કાર કાઢી અને સુનીલના અમેરિકા સ્થિત ઘર તરફ ઝડપભેર હંકારી મૂકી. એની કારની ગતિની સાથો સાથ એના મનમાં કેટલાય વિચારો પણ જાણે દોડી રહ્યા હતા અને એક વિચિત્ર પ્રકારની ભાવનાઓ પણ એને બધું વિચારવા માટે મઝબુર કરી રહી હતી.
કાર દરવાઝા પાસે આવી રોકાઈ તરતજ અંદર જવા માટે દરવાઝો ખુલ્યો. આરતી એક માત્ર એવી વ્યક્તિ હતી જેને ગમે ત્યારે અને ગમે તે સમયે સુનીલના ઘરમાં આવવા જવાનો જાણે અધિકાર મળ્યો હતો. એ બિઝનેસના કામથી હમેશા આવજાવ કરતી એને ઘરના ચોકીદારથી લઈને નોકર ચાકર બધાજ સારી પેઠે ઓળખતા હતા એનો સ્વભાવ પણ એટલો હસમુખો હતો કે એ બધાના દિલમાં ઉતરી જતી. લગબગ પાંચ નોકર ચાકર સુનીલના ઘરમાં કામ કરતા જેમાં બસ મહેન્દ્ર કાકા જે બસ એક માત્ર ભારતીય હતા જેમને આરતી હમેશા મનુકાકા જ કહેતી.
કાર બહારના રસ્તા, સિક્યોરીટી, બગીચો અને બધુજ ચીરતી ઘરના દરવાઝા પાસે રોકાઈ અને દરવાઝો ખુલ્યો. દરવાઝા પર ઉભેલા ફેડ્સ બર્નાર્ડે દરવાઝા સામે ઉભા રહીને કારના દરવાજા માંથી ઉતરીને પોતાની તરફ આવતા આરતી પરીખનું સ્વાગત કરી આવકાર આપ્યો. મનુકાકા પણ આરતીને આવેલી જોઇને ઘરમાંના કામ પડતા મૂકી બહાર દોડી આવ્યા અને આવતા વેતજ સુનીલ સાહેબ ઘેર ના હોવાનું પણ જણાવી દીધું.
“ આઓ બિટિયા...” મનુકાકા સોનલ તરફ વળ્યા એમના ચહેરા પર સ્વાગત કરતી સ્મિતની રેખાઓ સ્પષ્ટ હતી. નાનું કદ, લાંબી ઉપર તરફ વીંટળાતી મૂછો, થોડી માપ સર કાપેલી એ ધાર, ગોળ મુખ અને સતત હાસ્ય રેલાવતો હશમુખ ચહેરો, ગાળામાં લપેટેલો લાલ રૂમાલ જેના વડે હાથ લૂછતાં લુછ્તાજ એમણે આરતીને આવકારી હતી.
[ વધુ આવતા અંકે ... ]
લેખક ;- સુલતાન સિંહ
સુચન આવકાર્ય ;- ૯૯૦૪૧૮૫૦૦૭ [ whatsapp ]