Prem n parvade in Gujarati Short Stories by Shraddha Vyas books and stories PDF | પ્રેમ ન પરવડે…

Featured Books
Categories
Share

પ્રેમ ન પરવડે…

પ્રેમ??....ન પરવડે!

Email id: vyasshraddha45@gmail.com

.3954

પ્રેમ?? ન પરવડે…

મૈથલી એ પોતાનો ફોન અત્યાર સુધીમાં દોઢસોમી વાર ચેક કરી ચુકી હતી, હવે તો ગ્રુપ મેસેજ પણ એ જોઈ જ લેતી પણ એને કોઈ જ મેસેજ માં રસ જ ના હતો, એ તો એક જ વ્યક્તિના મેસેજની રાહ જોઈ રહી હતી, ખબર નહિ કેમ પણ એ અજાણતા જ તેની ચિંતા કરવા લાગી હતી. 3 દિવસ થી whats app અને FB માં ન તો આદિત્ય નો કોઈ મેસેજ હતો ન તો એનું કોઈ સ્ટેટસ અપડેટ થયું હતું, તેનો લાસ્ટ સીન 3 દિવસ પહેલાનો હતો...મૈથલીથી હવે રહેવાતું ન હતું...આદિત્યને શું થયું હશે? એ ઠીક તો હશે ને?? વગેરે વગેરે જેવા ઘણા વિચારો મૈથલી ના મનમાં ફરતા હતા, જો કોઈ ક્લોઝ ફ્રેન્ડ હોત તો મૈથલી એ ક્યારનું ફોન કરી ને પૂછી લીધું હોત, પણ આદિત્ય ના કેસમાં તે શક્ય ન હતું, આદિત્ય અને મૈથલી બંને વાતો ચોક્કસ કરતા પણ આદિત્ય ઉપર મૈથલી નો કોઈ જ હક નથી એવું તે માનતી....હક હોઈ પણ ક્યાંથી હજુ 3 અઠવાડ્ડીયાથી જ તો બંને વાતો કરતા હતા....ના વાતો પણ નહિ ખાલી પંચાત ક્યારેક ગામની,ક્યારેક એક બીજાની....વળી વાતો વાતો માં બંને ઘણી વાર ખુબ મોટા બની જતા તો ક્યારેક બાળકો....કદાચ મૈથલીને આદિત્ય ની વાતો ગમતી.....

અચાનક જ મૈથલી શું થયું તેણે આદિત્ય સાથેની જૂની ચેટ વાંચવાનું ચાલુ કર્યું,પણ એને બધી વાતો માં રસ ન હતો, એને એજ જાણવું હતું કે આદિત્ય માં એવું શું છે? મૈથલી વિચારતી હતી અને ફરીથી જીવી રહી હતી એ વાતો ને બંને ની વાત ની શરૂઆત કૈક આ રીતે થઇ હતી

"તારી પોસ્ટ વાચી મેં FB પર...perfectly written, આદિત્ય "

"
મને લાગે છે કે આપણે કદાચ આજે જ ફ્રેન્ડ બન્યા"

"
હા આજે જ, તો શું થઇ ગયું...મને તારા વિચારો ગમ્યા એટલે જ મેં મેસેજ કર્યો, જો તને યોગ્ય ન લાગે તો..."

"
અરે એવું નથી મૈથલી પણ તું ખુબ જલ્દી જ મેચ થઇ ગઈ , મને થોડો ટાઇમ લાગે એટલે"

"
ઓહ્હ એવું, આપ્યો જા જીવી લે તારી ઝીંદગી"


"ઓહ!! આભાર મૈથલી "

બસ આમ જ દિવસો વિતતા હતા મૈથલીને આજકાલ આ દિવસો થોડા વધુ જ ગમતા હતા.....આજકાલ એને ક્યાય જ કંટાળો આવતો ન હતો, જયારે પણ એવું લાગે ત્યારે તે આદિત્ય ની વાતો ને જીવવાની કોશિશ કરતી,જેના થી તેના માં કોઈ એક નવી જ ઉર્જા નો સંચાર થતો....આદિત્ય એક લેખક હતો જે પોતાની વાતો FB પર પોસ્ટ કરતો, મૈથલી એ એની લગભગ બધી પોસ્ટ વાંચતી અને રોજ રાત્રે એના વિષે ચર્ચા કરતી, પણ હા બંને એ ક્યારેય એક બીજાની પર્સનલ વાતો જાણવાની કોશિશ ન કરી હતી....આમ છતાં કોઈ પોસ્ટ ની ચર્ચા કરતા કરતા બંને દુનિયાભરની વાતો કરતા....મૈથલી આદિત્ય ની વારેવારે મસ્તી કર્યા કરતી, પણ એક વાર આદિત્ય એ મૈથલી ને મસ્તી કરી લીધી હતી, એ યાદ આવતા મૈથલી હસી પડી, એ આખી ચેટ ને રિકોલ કરી રહી હતી જાણે.....

"પણ આદિત્ય તું કેટલું વિચારતો હોઈશ ને આ પોસ્ટ માટે??"

"
ના,હું તો જે હાથ માં આવે એ જ લખી કાઢું"

"
હા, પણ હાથ માં તો જ આવે ને જો મગજ માં હોઈ"


"સહી પકડે હૈ!"


"ભાભીજી ઘર પ હૈ ક્યાં?"

"
ના નથી... પણ એનો મતલબ આવો નહિ કે તારો કોઈ સ્કોપ છે"


"પણ નથી તો તને શું વાંધો છે?"

"
એ નથી એ જ વાંધો છે,....ગમે ત્યારે આવી જાય તો?"

"
હાહાહા....બસ બસ"


અજનબી જોડે Flirting?"

“તે ચાલુ કર્યું, મેં તો ખાલી સીરીઅલનું નામ લીધું હતું આદિત્ય”

મૈથિલી વિચારી રહી હતી, આદિત્ય કેટલો સીધો અને સરળતો ન હતો પણ એની વાતો માં કંઈક નશો હતો ...વળી બંને માં ઘણી બાબતોનું સામ્ય હતું, મૈથલી ને ધીમે ધીમે આદિત્ય ના વિચારો ગમવા લાગ્યા..ઘણા બધા મિત્રો હતા મૈથલીના પણ છતાં પણ આદિત્ય સાથે કોઈ જોડાણ હતું...અરે હતું નહિ બની ગયું હતું.... બાકી બંને રૂબરૂ તો ક્યારેય મળ્યા જ ના હતા...આથી જ ક્યારેક આદિત્ય મસ્તી માં મૈથલી ને પૂછતો,

"મૈથલી આ તારું ફેક આઈડી તો નથી ને?"

"
હા છે જ, મારે તને જાણવો છે, સમજવો છે એટલે"


"સાચે?"

"
હા"

"
હૈ ભગવાન, તું આ છોકરી ને સદબુદ્ધિ આપ, એ જાતે જ તોફાન ને પોતાના જીવન માં આમંત્રણ આપે છે"

"
તું તોફાન છે, તો હું આંધી"

"
ના રે આંધી હું તો મહાત્મા ગાંધી"

"
ઉમ્મ હું ...સરોજીની નાયડુ"

"
અહ્હા કોકિલ કંઠી"

"
કદાચ"

"
કદાચ તો સરોજીની નાયડુ કેન્સલ, કંગના રૌનત રાખ"


"પણ એ તો તારી ફેવરીટ છે ને?"

"
ના મારી ફેવરીટ તો પ્રીટી છે, એ હસે ત્યારે એના ગાલ માં ખાડા પડે અને એ ખાડા માં ઢફ્ફ કરતો હું પડું"

"
ખુબ જુનું છે આ"

"
ત્યારે નવું હતું"

ધીમે ધીમે એક આદત પડી ગઈ હતી કલાકો સુધી ગપ્પા મારવા ની....આખો દિવસ તો બંને ફ્રી ન રહેતા છતાં પણ અકારણ જ whats app કે FB જોઈ જ લેતી મૈથલી. એકવાર આદિત્ય અને મૈથલી વાત કરતા હતા મૈથલી એ કીધેલું કે હું અરેન્જ મેરેજ કરીશ..આથી જ આદિત્ય એ પૂછેલું,

"અને તને કોઈ જોડે પ્રેમ થઇ ગયો તો?"

"
ખબર નહિ,વિચાર્યું નહિ ક્યારેય, કોઈ મળ્યું નહિ ને એટલે જ"

"
so you are eligible to love,વિચારવામાં શું જાય "

"
પણ તું આવી રીતે પ્રેમ માં પડીશ આદિત્ય?"


"પ્રેમ પડવાની રીતો હોઈ મૈથલી?"


હા દુનિયા ની અમુક રીતો છે પ્રેમ માં પડવા માટે ની"

"
અરે પણ એ તો ઢફ્ફ કરી ને પડી જવાય જેમ કેળા ની છાલ પર પગ આવે ને પડી જાય એ જ રીતે"


“કેળા ની છાલ ના લીધે પડીએ તો એમાં સરળતાથી ઉભા થઇ જવાય આ પ્રેમ નો રસ્તો અને એ ડામર ના રસ્તા માં ઘણા બધા તફાવતો છે, આમ પણ તે મને જોઈ પણ નથી અને આપણે ક્યારેય એકબીજા ને મળ્યા પણ નથી અને હજુ એકબીજા ને સરખી રીતે ઓળખતા પણ નથી, "

"
હહાહા, મારે તને પ્રેમ માં નથી પાડવી એ પણ મારા પ્રેમ માં તો બિલકુલ નહિ"

પ્રેમ ની વાત સાંભળતા જ મૈથલી ના હાથ પગ નરમ પડી જતા, ડર રહેતો એક વાત નો, ના વાત નો નહિ એક શબ્દ નો, ના શબ્દ પણ નહિ એક અહેસાસ નો, એ અહેસાસ જેના થી મૈથલી એ આજ દિવસ સુધી પોતાને બચાવી હતી, પણ આદિત્ય એ પોતાને બચાવ્યો ન હતો. એ કહેતી કે પ્રેમ માં પડવું એને ન પરવડે છતાં પણ આદિત્ય વાતો કરવા માં મૈથલી ને ઘણી પાછળ રાખી દેતો એ કહેતો કે


"મૈથલી અમે કઈ ટાટા, બિરલા કે અંબાણી નથી બની ગયા પ્રેમ માં પડી ને, પ્રેમ માં તો પડી જવાય યાર"


"તું કેટલાના પ્રેમ માં પડ્યો?"

"
એક જ "

"
ઓહ્હ કોન્ગો"


" કોન્ગો, કેમ?”

"
પ્રેમ માં પાડવા માટે, સૌથી મોટું યુદ્ધ છે",


"હા સાચું, પણ પ્યાર કિયા તો ડરના ક્યાં?"

આજે 3 દિવસ થઇ ગયા હતા, આદિત્ય ના કોઈ જ સમાચાર ન હતા, હવે એને કૈક અજીબ લાગી રહ્યું હતું, જે કદાચ એને ખુબ ગમતું હતું પણ એ જાણતી હતી કે આ વાત એની દુનિયા માં કોઈ જ નહિ સ્વીકારે મૈથલી એ એનો ફોન બાજુમાં રાખ્યો અને વિચારી રહી હતી કે ક્યાંક પોતે આદિત્ય ના પ્રેમ માં તો નથી ને?,કેમકે આટલો ફર્ક એને કોઈની પણ વાતો થી પડતો નહિ,આમ તો મોટા ભાગે સોશિઅલ મીડિયા ફક્ત કામ પુરતું જ વાપરતી.... હવે ખરેખર એને ડર લાગી રહ્યો હતો......એને એક મક્કમતાથી પોતાનો ફોન ઉઠાવ્યો અને પોતાનું whats app ખોલ્યું...થોડા કંટાળા સાથે એ બધા મેસેજ આવી જાય એની રાહ જોતી હતી.....બધા મેસેજ તો આવ્યા પણ એના આશ્ચર્ય વચ્ચે એમાં એક આદિત્ય નો પણ મેસેજ હતો....

"હેલ્લો મૈથલી"


મૈથલી એ મેસેજ વાચ્યો અને આદિત્ય નું ડીપી અને સ્ટેટસ એક વિચિત્ર અહેસાસ સાથે જોયું, કદચ આ વિચિત્ર અહેસાસ ને જ દુનિયા, હું અને તમે પ્રેમ કહેતા હોઈશું, પણ મૈથલી ના હાથ માં હાથકડી પહરેલી હતી...એની પાંખો ક્યાંક પિજરામાં કેદ હતી.....એને કદાચ પ્રેમ કરવાની સ્વતંત્રતા ન હતી....બસ આ અહેસાસ ને જાણે કે એ છેલ્લી વાર મહેસુસ કરવા માંગતી હોઈ એમ મન ભરીને જોઈ રહી આદિત્ય ના ડીપી ને....અને પછી....થોડી વાર રહી ને એની મોબાઈલ સ્ક્રીન પર block aadity? blocked contacts will no longer able to call you or send you messages આ મેસેજ માં મૈથલી એ ખુબ મક્કમતા થી OK પર ટચ કરી દીધું..કેમકે મૈથલી ને પ્રેમ કરવો પરવડે એમ ન હતો

Email id: vyasshraddha45@gmail.com

.3954