prarthna no parcho in Gujarati Magazine by Rupali Shah books and stories PDF | prarthna no parcho

Featured Books
  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

  • आखेट महल - 7

    छ:शंभूसिंह के साथ गौरांबर उस दिन उसके गाँव में क्या आया, उसक...

  • Nafrat e Ishq - Part 7

    तीन दिन बीत चुके थे, लेकिन मनोज और आदित्य की चोटों की कसक अब...

Categories
Share

prarthna no parcho

રૂપાલી શાહ

dalalrupali@hotmail.com

701/b wing, samir bldg.

Opp. Children’s academy school,

Atmaram sawant marg,

Kandivali east,

Mumbai- 400101

Contact number- 9833056181

પ્રાર્થનાનો પરચો

એક બાળક ચર્ચમાં આંખ બંધ કરી ઇશ્વર સમક્ષ હાથ જોડી ઊભું હતું. ચારેક વર્ષના એ સુંદર મજાનાં નાનકડાં છોકરાને આંખ મીંચી હોઠ ફફડાવતા જોઇ ચર્ચના પાદરી વિચારમાં પડી ગયા. આટલો નાનો છોકરો ઇશ્વર સમક્ષ શું પ્રાર્થના કરતો હશે? પાદરીએ એને પાસે બોલાવીને પૂછ્યું, ‘બેટા, તું શું કરતો હતો?’ બાળકે તેની ગોળમટોળ ભાવવાહી આંખો પટપટાવતા જવાબ આપ્યો, ‘પ્રાર્થના! મારી મમ્મી દર રવિવારે અહીં ચર્ચમાં આવે છે અને પ્રાર્થના કરે છે, પણ આજે એ આવી ન શકી એટલે તેણે મને મોકલ્યો.’ પાદરીએ ફરી પૂછ્યું, ‘તો તે શું પ્રાર્થના કરી? બાળકે ફરી નિર્દોષ ભાવે કહ્યું, ‘મને પ્રાર્થના તો નથી આવડતી પણ ABCD આવડે છે, એટલે ચાર વાર આખી ABCD બોલી ગયો અને ઇશ્વરને કહ્યું કે આમાંથી જોઇતાં અક્ષર લઇ તારી મનગમતી પ્રાર્થના બનાવી લેજે!’

આ નાનકડાં પ્રસંગમાંથી શું ટપકે છે? નરી શ્રદ્ધા. પ્રાર્થના નિરાકાર છે. પ્રાર્થનાને ભાષા કે શબ્દો નથી હોતા. એ તો કેવળ અતૂટ શ્રદ્ધા જ હોય છે. વિશ્વાસનો અવિશ્વાસ થાય પણ શ્રદ્ધાની અશ્રદ્ધા ક્યારેય નથી થતી. ધાર્યું ધરણીધરનું થાય એવું બોલનારી અને માનનારી મારી દાદી ઘણીવાર એક ભજન ગાતી ‘હરિને ભજતાં હજુ કોઇની લાજ જતાં નથી જાણી રે....’ કુંવરબાઇના મામેરા વખતે નરસિંહ મહેતાની હૂંડી સ્વીકારીને ભગવાન ખુદ ગાડું હંકારીને આવી ઊભા હતા એ પ્રસંગથી પણ કોણ અજાણ છે? દ્રૌપદીની અંતરની આરત સાંભળી ચીર પૂરનાર કે ઉત્તરાના ગર્ભમાં અશ્વત્થામાએ મારેલું બાણ પાછું ઠેલનાર કૃષ્ણ હોય કે પછી પ્રહલાદને એના રાક્ષસી પિતા હિરણ્યકશિપુથી બચાવનાર વિષ્ણુ હોય, પાડાને શ્લોક બોલતો કરનાર જ્ઞાનદેવની વાત હોય કે પછી અકબરના દરબારમાં રાગ મલ્હાર રૂપે ગવાયેલી પ્રાર્થનાથી વરસેલો વરસાદ હોય. ઇતિહાસ સાક્ષી છે કે આ તમામ ઘટનાઓમાં હતી તો પ્રાર્થનાની જ અસર. પ્રાર્થનાનું પરિણામ અને શ્રદ્ધાની કસોટીમાંથી પાર પાડનારાં આવા તો અનેકો કિસ્સાઓ આપણે પૌરાણિક કાળથી વાંચતા આવ્યા છીએ. અને વળી આ પ્રાર્થનાની અસરને કોઇ સીમાડા કે સરહદ ક્યારેય નથી નડી. ભલે આપણે ઇશ્વરને જોઇ નથી શકતા, પણ પ્રાર્થનાની અસર ટ્રાન્સફરેબલ ચીજ છે. આજે ટેક્નોલોજીમાં વિજ્ઞાને હરણફાળ ભરી છે. અનેક પ્રગતિઓ થઇ છે છતાં પ્રાર્થના એક એવું તત્વ છે જેનો દરેક ધર્મએ હંમેશાં સ્વીકાર કર્યો જ છે. મધર ટેરેસા કહેતા પ્રાર્થના કરવા માટે કોઇ જ વિશેષ જ્ઞાન કે વાક્પટુતા જરૂરી નથી. એને માટે તો બસ નિર્મળ હૃદય અને અંતરમાંથી ઉદભવેલા શબ્દો જ જરૂરી છે.

ખુદાની બંદગી નમાજ પઢીને કરો કે આંખ બંધ કરી મંદિરમાં બે હાથ જોડો. ચર્ચમાં મીણબત્તી પ્રગટાવીને ઇશ્વર સાથે મૂક સંવાદ કરો કે પછી શબ્દોની અભિવ્યક્તિ દ્વારા કોઈ રજૂઆત કરો. પ્રાર્થના કોઇ પણ રૂપે થઇ શકે. ધર્મ પ્રમાણે રીતો ભલે જુદી હશે, પણ પ્રાર્થનાનું ગણિત સાવ સીધું છે. સત્વ અને સાર એક જ છે. જોકે, પ્રાર્થના કંઇ મટીરિયલ બેનિફિટ્સ અચીવ કરવા માટે નથી હોતી. હઝરત અલીએ એકવાર કહ્યું હતું કે અલ્લાહ, હું તને નરકના ડરથી બચવા કે સ્વર્ગમાં વાસ મળશે એવી લાલચે નથી પ્રાર્થતો, હું તો સાદાઇથી પ્રાર્થું છું કારણકે તું સમર્થ અને પૂજનીય છે. પ્રાર્થના કરતી વખતે આપણે આપણી જાતને સર્જક- આરાધ્યા દેવ સમક્ષ રજૂ કરતાં હોઇએ છીએ. સ્વામી રામતીર્થના કહેતા કે પ્રાર્થના એટલે પરમાત્મા સાથે ગોઠડી. પરમાત્માનું ચિંતન અને એની સાથેનો નિજી અનુભવ. પ્રાર્થના વિશે આમ તો અનેકગણું લખાયું અને વંચાયું છે. પણ આ તો થઇ બધી પૌરાણિક કાળની વાતો. પણ આજનો નવો વિજ્ઞાન યુગ શું માને છે આ પ્રાર્થના વિશે? આમ તો સાયન્સ પ્રાર્થનાની અસરની તરફેણ પણ કરે છે અને વિરોધ પણ કરે છે. છતાં એવા ઘણાં કિસ્સા છે જેને વિજ્ઞાને પણ ચમત્કારનું નામ આપી એનો સ્વીકાર કરવો પડ્યો છે. ડો. લેરી ડોસીએ ‘ધ પાવર ઓફ પ્રેયર એન્ડ ધ પ્રેક્ટિસ ઓફ મેડિસિન’ નામનું પુસ્તક બહાર પાડ્યું છે. નવા યુગના જગ વિખ્યાત પોઝિટિવ લાઇફ વિશેષજ્ઞ ડો. પ્રવીણ ચોપડા કહે છે કે હકીકતમાં તો તમારા વિચારો અને પ્રાર્થના જ વાસ્તવિકતામાં પરિણમતા હોય છે.

આજના આ ડિઝાઇનર આધ્યાત્મના જમાનામાં યોગ, રેકી, કુંડલિની જાગરણ, ગીતા પ્રવચન, ધ્યાન જેવા પ્રાર્થનાના અનેક પ્રકાર નીખર્યા છે. લગભગ ૧૯૯૯ની સાલમાં ‘બોમ્બે ટાઇમ્સ’ અખબારમાં કનેક્ટ ટિકિટ નામની એક કોલમ આવતી હતી. એ કોલમમાં વ્યક્તિના સ્વાસ્થ્ય, સંબંધોને લગતી સમસ્યાઓ છપાતી. આ કોલમ લખનાર ‘ટાઇમ્સ ઓફ ઇન્ડિયા’ની સપ્લીમેન્ટના નેશનલ એડિટર તથા મુંબઇ મિરરના ઓનલાઇન એડિટર આર. શ્રીધર ખુદ આવી સમસ્યાઓથી હેરાન થનારી વ્યક્તિ માટે વાચકોને પ્રાર્થના કરવાની અપીલ કરતા. એક ઇન્ડિવિડ્યુજલ વ્યક્તિ માટે એકસાથે ઘણાં લોકો પ્રાર્થના કરતાં. એ વખતે તેઓએ કાશ્મીર માટે પણ ખૂબ પ્રાર્થના કરી હતી. ધીમે ધીમે આ લોકોનું એક ગ્રુપ બન્યું. જેમાં તેઓ મહિનામાં એકવાર ભેગા મળી વૈશ્વિક સમસ્યા અને શાંતિ ઉદ્દેશ અર્થે તથા બીજાની સમસ્યાઓના ઉકેલ માટે પ્રાર્થના કરે છે. તેમણે ઇ ગ્રુપ નામનું જૂથ બનાવ્યું. આખી દુનિયામાંથી લગભગ ચારસોથી પાંચસો જુદી જુદી નેશનાલિટીના લોકો આ ગ્રુપમાં સામેલ થયા. લોકોની પ્રેયર રિકવેસ્ટ આવતાં જ ઓન લાઇન ઇમેઇલ આઇડી સાથે તેઓ એ લોકો માટે પ્રાર્થના કરતાં. જોકે, પ્રાર્થના માટેના તેઓનો કોઇ ફિક્સ ટાઇમ કે ફિક્સ રીત નહોતી. કોઇ ફરજિયાત બંધન પણ નહીં. બસ તમારી ઇચ્છાથી તમારે જેટલો સમય આપવો હોય એટલો સમય બીજાના દુખ દૂર કરવા માટે આપો. તેમનું માનવું છે કે આ રીતે કરેલી પ્રાર્થનાની અસર તમારામાં પણ કલ્ટિવેટ થવાની જ છે. તમે ટાઇમ ડોનેટ કરો છો એ ઉપરાંત કોન્સિઅસલી તમારી એનર્જી પોઝિટિવ દિશામાં વાપરો છો તો પ્રાર્થનાની અસર બીજા પર પણ ભલે પડે અને તેમની સમસ્યા પણ દૂર થાય પણ તમારા પર એની ચોક્કસ અસર થાય છે અને એની ચમક તમારા ચહેરા પર પણ દેખાય છે. એ આખી પ્રાર્થનાનો એક હિસ્સો તમને પણ મળે છે એટલે તમારો ‘ઓરા’ ચેન્જ થવાનો જ છે. શ્રી ધર વધુ ઉમેરતાં કહે છે કે સાયન્સ એટલે પ્રિન્સિપલ્સ ઓફ રિયાલિટી. અને આ વિજ્ઞાન કહે છે એ ઉપરાંત પણ એક ગ્રે એરિયા છે જ્યાં હજુ સુધી પહોંચી શકાયું નથી. બિયોન્ડ ફિઝિક્સ એક તત્વ છે જે મેટાફિઝિક્સ કહેવાય છે. સમૂહ પ્રાર્થના પણ ખૂબ અસર કરે છે. સમૂહ પ્રાર્થના કેવી અસર કરે છે એ બાબતે સમજાવતાં કોઈ એક જૂથના બહેને કહ્યું હતું કે દાખલા તરીકે તમે નવમા માળે ઊભા છો અને નીચે રસ્તા પર ચાલતી કોઇ વ્યક્તિને બૂમ પાડો છો. શક્ય છે કે ટ્રાફિકને કારણે તમારો અવાજ એના સુધી ન પહોંચે પણ વન ટુ થ્રી એમ બોલી તમે તમારા પતિ અને બીજા બે ત્રણ જણ સાથે એ વ્યક્તિને બૂમ પાડશો તો એને સાંભળવાનું જ છે.

પ્રાર્થના કરતી વખતે મન એકાગ્ર થાય છે અને હૃદય શાંત થતું હોય છે. ઉહદના યુદ્ધમાં યોદ્ધો હજરત અલી અને પ્રોફેટ મહમદનો બ્રધર ઇન લો ઇજા પામ્યો હતો. એના પગમાં બાણ ઘૂસી ગયું. યુદ્ધ પતી ગયા પછી એના કમ્પેનિયનોએ એના પગમાંથી બાણ ખેંચી નાખવા ખૂબ પ્રયત્ન કર્યો. પણ અલી વેદનાથી કણસી ઉઠતો. આખરે તેમણે પ્રયત્નો છોડી દીધા અને તેઓ પ્રોફેટ મહમદ પાસે ગયા જેથી અલીને વેદનામાં રાહત થાય એવો કોઇ ઉકેલ મળે.

પ્રોફેટે કહ્યું કે અલી જ્યારે નમાઝ પઢતો હોય ત્યારે એ એરો કાઢી નાખો. બંદગીમાં મગ્ન હોય ત્યારે તેને વેદના નહીં થાય. એ લોકોએ એ પ્રમાણે કર્યું. જ્યારે અલી ઊંડી પ્રાર્થનામાં મગ્ન હતો ત્યારે એરો ખેંચી કઢાયું. અલીને જાણ સુદ્ધાં ન થઇ. આ એક સચોટ દાખલો હતો વોટ શુડ બી અ મેન્સ કોન્સનટ્રેશન વ્હાઇલ પ્રેયિંગ ટુ ધ ઓલમાઇટી.

આપણા બધાનો લાડીલો ‘બીગ બી’ જ્યારે ફિલ્મ ‘કુલી’ના શૂટિંગ પર વાગી ગયું ત્યારે હોસ્પિટલમાં જીવન- મરણના ઝોલાં ખાતો હતા ત્યારે લાખો લોકોની દૂઆ અને પ્રાર્થના જ હતી જે તેને બચાવી શકી. સાનિયા મિર્ઝા જેવી યુવાન ટેનિસ ખેલાડી પણ કહે છે, હું દુનિયાના કોઇ પણ ખૂણે હોઉં પણ દિવસમાં પાંચ વાર નમાજ પઢવાનું નથી ભૂલતી. મેચ રમતી વખતે પણ. પ્રાર્થના મનને શાંત રાખે છે અને મુશ્કેલીઓનો સામનો કરવા સજ્જ કટિબદ્ધ કરે છે. પ્રાર્થના હંમેશાં ઊંડી એકાગ્રતા અને સંપૂર્ણ તાદાત્મ્યતાનો અનુભવ કરાવે છે.

શ્રદ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરૂર

કુરાનમાં તો ક્યાંય પયગમ્બરની સહી નથી.

xxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxxx