Doast Mane Maf Karis Ne - Part-18 in Gujarati Fiction Stories by Nilam Doshi books and stories PDF | Dost Mane Maf Karis Ne - 18

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

Dost Mane Maf Karis Ne - 18

દોસ્ત, મને માફ કરીશને ?

પ્રકરણ-૧૮

જન્મદિવસની ગીફટ...

નીલમ દોશી

Email : nilamhdoshi@gmail.com


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


૧૮. જન્મદિવસની ગીફટ..

“ ખંડના દીવાઓ તો ઠારીએ પ્રભાતે પણ

પાંપણોમાં અટવાતી રાત જાય ના આગળ..”

હમણાં અરૂપની સવાર રોજ વહેલી પડી જતી હતી. આખી રાત તેનું મન વિચારોના વમળમાં ચકરાવા લેતું રહેતું. અર્જુનને દેખાતી પક્ષીની એક આંખની માફક અરૂપને ઈતિ માટે શું થઈ શકે એ એક જ વાતનો વિચાર મનમાં સતત ઘૂમતો રહેતો. અને થાકેલી આંખો વહેલી સવારે અલપઝલપ બે ચાર ઝોંકા ખાઈ લેતી. બાકી તો ઉંઘ અરૂપથી કોસો દૂર જ રહેતી.

બાલ્કનીમાંથી બે કબૂતર પાંખમાં કૂમળા સૂર્યકિરણોને ભરીને આવ્યા અને અરૂપ ઉપર ઠાલવ્યા. છેક વહેલી સવારે મીંચાયેલી અરૂપની આંખો તુરત ખૂલી ગઈ. કબૂતરોએ તેને જોઈ ઘૂ ઘૂ કરતાં કશુંક કહ્યું. પરંતુ તેમના કલરવને સાંભળવાની આદત તો ઈતિને હતી. અને ઈતિ તો હમણાં પોતાની જાતથી પણ બેખબર હતી. ગુલમહોરના રાતા રંગની ઝાંય સાથે ઉષાએ પણ ધીમેથી અંદર ડોકિયું કર્યું. ઈતિને સૂતેલી જોઈ તેને મજા ન આવી. અરૂપ સાથે હજુ નાતો કયાં બંધાયો હતો ? ઈતિ વિના સ્વાગતની આશા રાખવી વ્યર્થ છે એ ખ્યાલ આવતાં તેણે રિસાઈને જલદી જલદી વિદાય લીધી.

અરૂપ તો ઈતિના વિચારોમાં ખોવાયેલ જ રહ્યો.

આજે ઈતિનો જન્મદિવસ હતો. જોકે ઈતિને તો હમણાંથી તારીખ, વારનું કોઈ ભાન કયાં રહ્યું હતું ?

અરૂપ બે દિવસથી વિચારતો હતો કે શું કરૂં ? શું કરૂં તો ઈતિ ખુશ થાય ? તે ખુશી અનુભવી શકે એવું શું કરી શકાય ? આટલા વરસ સુધી તો બધું કેવું સહેલું હતું ! ઈતિને એક સરસ મજાની ગીફ્ટ આપવાની. કયારેક હીરાની વીંટી.. કે બુટ્ટી, મોંઘી સાડી કે એવું કશું. સાંજે મોટી પાર્ટી રાખવાની. બધું પોતાની પસંદગીનું. ઈતિને ગમે તેવું તેમાં કશું જ નહોતું. એ અહેસાસ તો આજે અચાનક અરૂપને થયો. જોકે ઈતિએ તો “નથી ગમતું” એવું પણ કયારેય નહોતું કહ્યું. અરૂપની પસંદગીને પોતાની પસંદગી બનાવીને જ ઈતિ આટલા વરસો પોતામય થઈને જીવી હતી.. કોઈ ફરિયાદ વિના હસીને જીવી હતી. પોતે મૂરખ, કયારેય આ સમર્પણને સમજી ન શકયો. આ પ્રેમને લાયક તે કયાં હતો ? તે તો મનોમન હરખાતો હતો. કે પોતે ઈતિને અનિકેતથી અલગ પાડી શકયો છે. અનિકેતને ગમતું કશું નથી થતું.

અને હવે ઈતિ પણ અનિકેતને ભૂલી ગઈ છે માનીને શાંતિ લેતો રહ્યો.

આજે એ જ અરૂપ વિચારતો થયો હતો કે સ્ત્રીના આંતરમનને પુરૂષ કયારે ઓળખી શકશે ? કયારે સાંભળી શકશે એના ન બોલાયેલ શબ્દોને ? એની આંખોની લિપિ કયારે ઉકેલી શકશે ? સાચા અર્થમાં એને કયારે પામી શકશે ? કયારેય ન આવેલ વિચારો આજે મનમાં છલકતા હતા જે અરૂપના બદલાયેલ સ્વરૂપની સાક્ષી પૂરાવતાં હતાં.

ઈતિ માટે શું કરવું તે વિચારતા આજે અરૂપના મનઃચક્ષુ સમક્ષ જૂની યાદો ઉભરાઈ આવી. પોતે ઈતિને કેટલો અન્યાય કર્યો હતો તે આજે દીવા જેવું સ્પષ્ટ દેખાતું હતું. ઈતિએ તો અરૂપની ઈચ્છામાં પોતાની જાત ઓગાળી નાખી હતી. પૂરા સ્નેહથી કોઈ ફરિયાદ સિવાય હસતા મોઢે અરૂપને ગમતું બધું કરતી રહી હતી. જયારે પોતે ? ઈતિને શું ગમે છે તે જાણવા છતાં કયારેય કશું કર્યું નહીં કે કરવા દીધું નહીં. કેમકે એ બધા સાથે એક કે બીજી રીતે અનિકેત સંકળાયેલ હતો. અને અનિકેતને ઈતિના જીવનમાંથી કેમ દૂર કરવો તે જ એકમાત્ર તેનું ધ્યેય બની ગયું હતું. અને એ ધ્યેયમાં તે સફળ પણ થયો હતો ! અનિકેતને હમેશ માટે ઈતિથી દૂર કરી દીધો. હવે ઈતિ અને અનિકેત કયારેય નહીં મળી શકે.. કયારેય નહીં.. તેણે તો ખુશ થવું જોઈએ.

કેવો મોટો ભ્રમ..! તે સફળ નહોતો થયો. આ તો તેના જીવનની સૌથી મોટી નિષ્ફળતા હતી આજે તેની ઈતિ વેદનાના ઓથાર હેઠળ છે..ફકત અને ફકત તેને લીધે. અરૂપને માથા પછાડવાનું મન થતું હતું. પરંતુ એમ કરીને યે તે અનિકેતને પાછો લાવી શકે તેમ કયાં હતો ? ઈતિની ચેતના પાછી લાવી શકે એમ કયાં હતો ? જીવનભર ઈતિને અન્યાય કરતો રહ્યો. આટલો ખરાબ હતો પોતે ? ઈતિના સમર્પણને પણ ન સમજી શકયો. અરૂપના મનને કયાંય જંપ નહોતો વળતો. ના, પોતે ગમે તેમ કરીને ઈતિને ખુશ કરશે. તેની ચેતના પાછી લાવશે. તેને ખૂબ હસાવશે..સાચા દિલથી હસાવશે. ઈતિ.. ઈતિ... એકવાર..બસ એકવાર...

અને અરૂપની આંખો ચૂઈ પડી. આંખોમાં જાણે લીકેજ થઈ ગયું હતું. હમણાં વારંવાર છલકી ઉઠતી હતી.

આજે શું કરે તે ? ઈતિને શું આપે તો ઈતિ ખુશ થાય ? એ વિચારમાં ન જાણે તે કેટલીવાર એમ જ બેસી રહ્યો.

દસ વરસમાં પહેલીવાર... ઈતિને શું ગમે છે તેનો વિચાર આવી રહ્યો હતો. અચાનક તેને એક વસ્તુ યાદ આવી. પેલી ઢીંગલી... યસ... ખોટું બોલીને પોતાને નામે તેણે ઈતિને આપી હતી. ઈતિએ તે સાચવીને રાખી હતી તેની તેને જાણ હતી જ. તક મળ્યે ઈતિના કબાટમાં ખાંખાખોળા તે જરૂર કરતો રહેતો. કયાંક અનિકેત કોઈ રીતે ઈતિના સંપર્કમાં તો નથીને ? આજે તેને પોતાની જાતની શરમ આવતી હતી. કેટલો નીચો ઉતરી ગયો હતો પોતે ? અને ઈતિ ? કદાચ મૌન સમર્પણની જીવતી જાગતી ગાથા ? એક ફળફળતો નિઃશ્વાસ સરી પડયો.

પરંતુ ના... અત્યારે તેને દુઃખી થવાનો કે આંસુ સારવાનો પણ હક્ક નથી. ઈતિ સાજી થાય, નોર્મલ બને એ જ એકમાત્ર તેના જીવનનું ધ્યેય.. ઈતિ કેમ ખુશ થાય એ જ હવે તેનું લક્ષ્ય.

મનને સમજાવી તેણે ઉપર જઇ ઈતિનો કબાટ ખોલ્યો. સૌથી નીચેના ખાનામાં ઢીંગલી અને એક ઘડિયાળ પડયા હતા. યસ... એ ઘડિયાળ અનિકેતે ઈતિના આરંગેત્રમને દિવસે તેને ભેટ આપી હતી.

એકાદ ક્ષણ અરૂપ બંને વસ્તુ સામે જોઈ રહ્યો. આંખ બંધ કરી મનોમન ઈતિ અને અનિકેતની માફી માગી. ધીમેથી કબાટ બંધ કર્યો. કેટલા જતનથી ઈતિએ અનિકેતની આ યાદગીરી સાચવી રાખી હતી. ઢીંગલી તો જોકે પોતે પોતાના નામથી ઈતિને આપી હતી. ઈતિએ તે માની લીધું હતું કે પછી ?

ઘડિયાળ વરસોથી બંધ પડી હતી. સમયને... અતીતની સ્મૃતિઓને પોતાની અંદર કેદ કરીને તે પણ મૌન બની ગઈ હતી. અરૂપે ઘડિયાળમાં સેલ નાખી તેને ચાલુ કરી. ઘડિયાળનો ટીક ટીક અવાજ તેના કાનમાં પડઘાઈ રહ્યો.

ઢીંગલી અને ઘડિયાળ બંને સરસ રેપરમાં પેક કરી તે નીચે આવ્યો. બસ આનાથી સારી ગીફટ આજે બીજી કોઈ હોઈ શકે નહીં. અને આજે પાર્ટી ઘેર નહીં... દરિયે રાખવી છે. આમ તો કોઈને બોલાવવાની ઈચ્છા નહોતી. પરંતુ નહીં બોલાવે તો પણ બધા આવવાના જ. કેમકે બધા મિત્રો વચ્ચે આ વણલખ્યો નિયમ હતો. પહેલા તો થયું કે ઈતિની તબિયત સારી નથી એમ સૌને કહી દઉં. પણ પછી કંઈક વિચાર આવતાં તેણે માંડી વાળ્યું. આજે બધા સાથે દરિયે જશું. થોડીવાર તે એમ જ આંખ બંધ કરી બેસી રહ્યો...

ઈતિ હજુ નીતાબહેન સાથે સૂતી હતી. નીતાબહેને ઈતિને પ્રેમથી ઉઠાડી. આજે પુત્રીનો જન્મદિવસ હતો. પરંતુ ઈતિને તો પોતાનો જન્મદિવસ આજે કયાં યાદ આવવાનો હતો ? એવા સાનભાન કયાં બચ્યા હતાં ? પુત્રીની હાલત એક માથી જોવાતી નહોતી. સદાની હસતી, રમતી, ચંચળ પુત્રી આ હદે નિર્જીવ થઈ ગઈ હતી ? માને કે પતિને સુધ્ધાં નથી ઓળખી શકતી. પોતે શું કરી શકે ? જમાઈએ કેવી આશાથી બોલાવ્યા હતા. પરંતુ કઈ રીતે જમાઈને મદદરૂપ બની શકે તે સમજાતું નહોતું. હવે તો કોઈ ચમત્કાર જ...

પોતે કશું કરી શકતા નથી એ વિચારે નીતાબહેન અફસોસ કરી રહ્યા.

ઈતિનું બધું કામ કરવાની જવાબદારી તો અરૂપે પોતે જ રાખી હતી. એ કામ તે કોઈને સોંપી શકે તેમ નહોતો. સોંપવા માગતો જ નહોતો. ઓફિસે જવાનું પણ તેણે બંધ કરી દીધું હતું. કયારેક ફોનથી ખપ પૂરતી વાત કરી લેતો. બાકી કોઈ રસ તેને રહ્યો નહોતો. ઈતિ સિવાય કોઈ પ્રાયોરીટી તેના જીવનમાં રહી નહોતી.

નીતાબહેન જમાઈનો પુત્રી પ્રત્યેનો પ્રેમ જોઈ હરખાઈ રહેતા. કેટલી સાચવે છે મારી દીકરીને.! કોઈ પુરૂષ દોસ્તના અવસાનના સમાચારે પુત્રી આ હદે ભાંગી પડે અને છતાં પુરૂષ, એક પતિ આટલા સ્નેહથી પત્નીને સાચવે... સંભાળે... તેમને માટે આ બહું મૉટી વાત હતી.

સવારે ઈતિને ચા પીવડાવી અરૂપે તેને સરસ પેક કરેલ ગીફટબોક્ષ આપ્યું.

’ ઈતિ, આજે તારો બર્થ ડે છે ભૂલી ગઈ ? મારી ઈતિરાણીનો આજે હેપી બથડે છે. મમ્મી, તમને યાદ છે કે તમે યે ભૂલી ગયા ? ઈતિ, મેની મેની હેપી રીટર્નસ ઓફ ધ ડે.. કહી અરૂપે ઈતિનો હાથ પકડયો. અને કહ્યું,’

ઈતિ, લે, આ તારી ગીફ્ટ...’

કહી ઈતિના હાથમાં બોક્ષ પકડાવ્યું. ઈતિ ઘડીકમાં અરૂપ સામે ને ઘડીકમાં બોક્ષ સામે જોઈ રહી.

’ ઈતિ, જો તો ખરી..બોક્ષમાં શું છે ? જમાઈરાજે શું આપ્યું છે એ મને યે ખબર તો પડે.’ નીતાબહેને હસતા હસતાં કહ્યું.

’ ઈતિ, આપણે બોક્ષ ખોલીશું ? તારી મનપસંદ વસ્તુ છે હોં. એકવાર બોક્ષ ખોલીને જોઈશ ? મને વિશ્વાસ છે તને ગીફટ ગમશે જ. ઈતિની આંખોમાં કોઈ ચમક ઉભરી નહીં. એ જ નિસ્પ્રુહતા.

નીતાબહેનને થયું કયાંક જમાઈને ખોટું લાગી જશે.

‘ઈતિ બેટા, અરૂપ આટલા પ્રેમથી તારે માટે કશુંક લાવ્યો છે. જરા ખોલીને જો તો ખરી.’

ઈતિ મૌન.

ત્યાં નીતાબહેનને યાદ આવ્યું. પોતે ઈતિ માટે ગીફટ લાવેલા તે તો ઉપર જ રહી ગઈ હતી.

‘એક મિનિટ...હું આવું હોં. ‘ કહેતા તે ઈતિની વસ્તુ લેવા ઉપર ગયા.

ઈતિ હાથમાં રહેલ બોક્ષ સામે જોઈ રહી હતી. આ બધું શું છે તે સમજાતું નહોતું.

’ઈતિ, બોક્ષ તું ખોલીશ કે હું જ ખોલીને મારી ઈતિને બતાવું ? ઓકે... ઓકે... આજે જાતે ખોલવાની મહેનત થોડી કરાય? આજે તો ઈતિરાણી રાજાપાઠમાં હોય. બરાબરને? લાવ, હું જ ખોલીને બતાવું.‘

ઈતિના હાથમાંથી બોક્ષ લઈ અરૂપે ખોલ્યું. અંદરથી દુલ્હન બનેલી ઢીંગલી અને અનિકેતે આપેલી ઘડિયાળ...ઈતિ એકીટશે નીરખી રહી. કંઈક ઓળખવા જાણે મથી રહી. કશુંક ઉઘડતું હતું ? પણ શું ? એ સમજાતું નહોતું. કોઈ ધૂંધળી, ઝાંખી યાદ...? ત્રાટક કરતી હોય તેમ ઈતિ બંને વસ્તુ તરફ વારાફરતી જોઈ રહી.

’ ઈતિ, આ ઢીંગલી અનિકેતે તારા માટે મોકલેલી. યાદ છે ? અને મેં કેવી બનાવટ કરેલી ? મારા નામે તને આપીને ?હું બહું ખરાબ છું નહીં ? ઈતિ, તારો અરૂપ બહું ખરાબ છે ખરૂંને ?

’અને ઈતિ, આ ઘડિયાળ.. તને યાદ છે ? અનિકેતે તારૂં આરંગેત્રમ પૂરૂં થયું ત્યારે તને આપેલીને ? મને અનિકેતે વાત કરેલી. આજે તારા કબાટમાંથી કેવી શોધી કાઢી. ઈતિ, કેવી સરસ લાગે છે ? અરૂપે ધીમેથી ઘડિયાળ ઈતિના કાંડામાં પહેરાવતા કહ્યું.’ વાહ! ઘડિયાળ શોભે છે કે મારી ઈતિરાણી ? ‘

એ સંગીતમય ઘડિયાળની ટીકટીકનો અવાજ ઈતિના કાનમાં પડઘાઈ શકયો કે શું? કશુંક ઉછળી ઉછળીને બહાર આવવા મથી રહ્યું હતું. ખબર નહીં પરંતુ ઈતિનો હાથ અનાયાસે ધીમેધીમે ઘડિયાળ પર ફરી રહ્યો હતો. કયો સ્પર્શ હતો આ ?તેની નજર ઘડીક ઘડિયાલ પર, ઘડીક ઢીંગલી પર અને ઘડીક અરૂપ પર ફરી રહી. આ બધું શું ભેળસેળ થઈ રહ્યું હતું ? અતીત કે વર્તમાન...? આ કયા ગૂંચવાડા હતા ?

અરૂપે તેના હાથમાં ઢીંગલી મૂકી. ઈતિ એકીટશે ઢીંગલી સામે નીરખી રહી. તેની આંખો ભીની બની હતી કે અરૂપને એવો ભ્રમ થયો હતો ?

ત્યાં નીતાબહેન ઈતિની ગીફટ લઈને નીચે આવ્યા.

‘ ઈતિ, જો તો આમા શું છે ? ‘ અરૂપે આગળ આવી નીતાબહેનના હાથમાંથી પેકેટ લીધું.

’ મમ્મી, ઈતિને બદલે હું ખોલું ?

નીતાબહેને મૌન રહી ધીમેથી માથુ હલાવ્યું.

અરૂપે પેકેટ ખોલ્યું. અંદરથી ઈતિનું આખું શૈશવ સજીવ થઈ ઉઠયું.

ઈતિના શૈશવના અનેક ફોટાઓ સુન્દર આલ્બમમાં ક્રમવાર ગોઠવી તે દરેકની નીચે નીતાબહેને કશુંક લખ્યું હતું.

અને ઈતિના શૈશવમાં અનિકેતની હાજરી સ્વાભાવિકપણે હોય જ ને ?

અરૂપ એક પછી એક પાનુ ફેરવતો ગયો. ઈતિને બતાવતો ગયો. નીચે લખેલ લખાણ મોટેથી વાંચતો ગયો. અને આંસુથી છલકતો રહ્યો. આ નિર્વ્યાજ સ્નેહને સમજયા..જાણ્‌યા સિવાય જ તેણે...

ઈતિને ચક્કર આવતા હોય તેમ ત્યાં જ બેસી પડી. પોતે આ શું જોતી હતી ? સાવ જ પરિચિત પાત્રો..આજે અપરિચિત બની બેઠાં હતા. કશુંક બહાર આવવા ઉછાળા મારી રહ્યું હતું.

ઈતિની હાલત જોઈ નીતાબહેન ગભરાઈ ગયા. તેમને હતું કે કદાચ આ બધું જોઈ ઈતિની યાદદાસ્ત પાછી આવી જશે. તેમને તો એમ જ હતું કે આઘાતને લીધે ઈતિ પોતાની યાદશક્તિ ખોઈ બેઠી છે. તે અરૂપ સામે જોઈ રહ્યા. અરૂપે આલ્બમ બાજુ પર મૂકી તેમને ચિંતા ન કરવા કહ્યું. અને ઈતિને પાણી પીવડાવી શાંત કરી.

થોડીવારે ઈતિ જરા સ્વસ્થ થઈ.

ઈતિ, એક વસ્તુ બતાવું ? આજે અરૂપ ઉપર એક ભૂત સવાર થયું હતું કે શું ?

ઈતિનો હાથ પકડી અરૂપ તેને ઉપર લઈ ગયો. અરૂપે પૂજારૂમમાં અનિકેતનો ફોટો થોડા દિવસ પહેલાં જ લગાડયો હતો.

ઈતિ, જો અનિકેતને તેની આ ઘડિયાળ અને ઢીંગલી બતાવીશું ? આજે અનિકેત જયાં પણ હશે તને અચૂક યાદ કરતો હશે. અનિકેતના ફૉટા પાસે દીપ પ્રગટાવી, અગરબત્તી કરી, હાથ જોડતાં અરૂપ ગળગળો બની ગયો. દોસ્તની માફી માગવા સિવાય તે શું કરી શકે ? અને ઈતિ..? ઈતિ અનિકેતના ફોટા સામે એકીટશે જોઈ રહી. તેની આંખ જાણે મટકુ મારવાનું પણ ભૂલી ગઈ હતી. ઈતિના અંતરમાં કોઈ ઉથલપાથલ મચી શકી કે નહીં એ અરૂપને સમજાયું નહીં. કયાંય સુધી ઈતિ એમ જ બેઠી રહી. ઘડીકમાં અનિકેતના ફોટા સામે તો ઘડીકમાં અરૂપ સામે તેની કીકીઓ ચકળવકળ ફરતી રહી. હવે અરૂપને ડર લાગ્યો. તેણે ધીમેથી ઈતિને ઊંભી કરી.અને નીચે લઈ આવ્યો. ઈતિની નજર એકાદ બે વાર આપમેળે પાછળ ફરી ખરી. તેની પાંપણે ખારા પાણીનું એકાદ બુંદ બાઝયું હતું કે એ પણ પોતાનો વહેમ માત્ર ? ઘડીયાળની ટીકટીકનો અવાજ વાતાવરણની નિસ્તબ્ધતામાં ખલેલ પહોંચાડી રહ્યો હતો.

તે રાત્રે દરિયા કિનારે મિત્રો સાથે પાર્ટી ચાલી. ઈતિની તબિયત હમણાં સારી નથી એવું અરૂપે બધાને સમજાવી દીધેલ. આજે હમેશની જેમ મ્યુઝીકલ ચેર કે એવું કશું નહીં.. પરંતુ અંતાક્ષરીની રમઝટ જામી હતી.અને સૌથી નવાઈની વાત એ હતી કે કયારેય ન ગાનાર અરૂપ આજે ઈતિનો હાથ પકડીને મૉટેમૉટેથી લલકારી રહ્યો હતો.ઈતિની તબિયત હમણાં સારી નથી તેથી ઈતિને બદલે પણ પોતે જ ગાશે એમ કહી અરૂપ જિંદગીમાં પહેલીવાર અંતાક્ષરીમાં ભાગ લઈ રહ્યો હતો અને ઈતિના પ્રિય ગીત ગાઈ રહ્યો હતો. કદાચ કોઈ ગીત,કોઈ કડી, કોઈ શબ્દો ઈતિના અંતરના આગળા ઉઘાડી જાય એ શ્રદ્ધા અને આશાથી અરૂપ ઉઘડી રહ્યો હતો..છલકી રહ્યો હતો.

ઈતિની પાંપણે કયારેક ચમકી ઉઠતા મોતી સમા બે બુંદ અરૂપના હૈયામાં આશાનો દીપ પ્રગટાવતા રહ્યા હતા.

રાત્રિના અંધકારમાં ગીતોના શબ્દો પડઘાતા હતા.

“ આયના મુઝસે મેરી પહેલી સી તસ્વીર માગે..

મેરે અપને મેરે હોનેકી નિશાની માગે...”

દરિયાના ઉછળતા મોજાઓ પણ તેમાં સાદ પૂરાવતા રહ્યા. અરૂપને પણ પહેલાની ઈતિની તલાશ હતી. પોતે પામી શકશે ફરી એક્વાર એ ઈતિને ?

અચાનક અરૂપની નજર દૂર દેખાતા... એક ચમકતા તારા પર પડી. અરૂપ જોઈ જ રહ્યો. તે તારામાં તેને અનિકેતનનો ચહેરો કેમ દેખાતો હતો ?

‘અનિ, અનિ, તું સાંભળે છે દોસ્ત ? મને માફ કરી શકીશ દોસ્ત ? હું તારો ગુનેગાર છું. તારો ગુનેગાર. ઈતિ તારી જ હતી, તારી જ છે. હું તો વચ્ચે આવી ગયો હતો. હું પાપી છું અનિકેત, પાપી છું. પરંતુ મારા કર્મની સજા ઈતિને શા માટે ? તને ઈતિ દેખાય છે ? દોસ્ત, મને માફ કરીશને ? ઈતિ સારી થઈ જશે ને ? ‘

અરૂપ એ તારા સામે જોઈ અનિકેતની માફી માગતો શું નુ શું બબડતો રહ્યો.

અરૂપ આજે મનજીવો કે મરજીવો બન્યો હતો.અને પોતાના મનમાં જ ખૂબ ઉંડે ડૂબકી મારનારને હમેશા પ્રતીતિ થાય છે કે પોતાની અંદર એક ઘૂઘવતો દરિયો પણ છે અને અવકાશની અખિલાઈ પણ છે. પોતાની અંદરના એક પરમ તત્વની પહેચાન અરૂપ પામ્યો હતો.

ભીની આંખે તે આજે સાચા દિલથી અનિકેતને સ્મરી રહ્યો હતો.

આ ક્ષણે અનિકેત તારામાંથી બહાર આવે તો હસતા હસતાં ઈતિ તેને સોંપી દે. અને પોતે તેની જિંદગીથી દૂર ચાલ્યો જાય. કાશ ! પોતાની ભૂલનું પ્રાયશ્વિત કરવાનો એક મોકો ઈશ્વર તેને આપે. પણ..તે મોડો હતો બહુ મોડો...

અરૂપ વિચારમાં લીન હતો. ત્યાં કોઈએ ગીત શરૂ કર્યું

“ મેરે દોસ્ત, તુઝે તેરા મીત મુબારક,

યે સાલ નયા, નયા ગીત મુબારક..”

ગીતના શબ્દો દૂર દૂર ગૂંજતા રહ્યા. કોઈ શબ્દો અનિકેત સુધી પહોંચ્યા હશે ? કોઈ શબ્દો ઈતિના હૈયાને ઢંઢોળી શક્યા હશે ?

આખરે કયાં સુધી ? કયાં સુધી ? આનો કોઈ ઉપાય નહીં મળે ? ઈતિ હમેશ માટે આમ જ લાશ બનીને જ જીવશે ?

અરૂપના અનુતર પ્રશ્નોનો ઉતર કોણ આપે ? સમય આપી શકે કદાચ. પરંતુ જવાબ ન આપવો પડે માટે તે પણ મૌન રહીને ધીમે પગલે ચૂપચાપ ત્યાંથી ચૂપચાપ સરકી ગયો.