I AM SORRY -LAST PART in Gujarati Love Stories by Ashwin Majithia books and stories PDF | I AM SORRY -LAST PART

Featured Books
Categories
Share

I AM SORRY -LAST PART

આઈ એમ સોરી- [ભાગ ૧૫]

લેખક: અશ્વિન મજીઠિયા

ઈમેલ: ફોન: ૯૮૭૦૪૨૮૮૦૪

[તો આ છે આ વાર્તાનું સમાપન કરતો એપિસોડ...!
પાછલા પ્રકરણમાં મેં કોઈ કારણસર 'ક્રમશ:' લખી નાખ્યું હતું, બાકી આમ તો ત્યારે જ આ વાર્તા લગભગ પૂરી થઇ જ ગઈ હતી.
વાંચકોની જીજ્ઞાસા ખત્મ થઇ ચુકી હોય તેવા તબક્કે, આગળ લખવાથી કોઈ અર્થ ન સરે. પણ મને લાગ્યું કે જયારે આટલી સિસ્ટમેટીક રીતે આ સ્ટોરી લખાઈ ગઈ છે, તો તેવાં જ કોઈક શિરસ્તાપૂર્વક..એક ફોર્મલ સ્ટાઈલનો અંત આપીને જ તેને પૂરી કરવી જોઈએ.
પાછલો, ૧૪મો એપિસોડ પણ ઘણો લાંબો લચક થઇ ગયો હતો, તો આગલો આ ભાગ, [ભલે ૧૫-૨૦ લીટીનો પણ કેમ ન હોય] તો યે તે અલગ જ લખીને પણ, પોસ્ટ તો કરવો જ જોઈએ, તેવું મને લાગ્યું.
.
તો આમ... આ સ્ટોરીને એક સહી અંજામ દેવાનો નિર્ણય કરીને મેં આ ભાગ લખી નાખ્યો.
જો કે લખ્યા પછી હું પોતે જ તાજ્જુબ રહી ગયો, કે આ ભાગ પણ આટલો લાંબો કેમ કરતાં થઇ ગયો..!
ખયાલ આવતાં રહે, અને તેની સાથે તાલ મિલાવતી આંગળીઓ પણ કી-બોર્ડ પર નાચતી રહે.. આ જ ઉદાહરણ છે તે વાતનું..!
ખેર, ભલે થોડો લાંબો, પણ હવે જયારે લખી જ નાખ્યો છે, તો હવે પોસ્ટ પણ કરી જ નાખું છું.
.
તો ફ્રેન્ડસ..
આઈ નો,, કે હવે ભાગ્યે જ કોઈને આમાં કોઈ રસ બચ્યો હશે. તો બહુ બધી આશા રાખ્યા વિના જ જો વાંચવો હોય તો આપ આને વાંચી શકો છો. એન્ડ આયે'મ શ્યોર, કે તમે બધા એટલા તો બોર નહીં જ થાઓ, કે જેટલો તમને ડર છે..! ]
.

.

=પ્રકરણ ૧૫=
પોતાની આંગળીઓથી વાળમાં જેલ લગાડતી નિકીને હું ક્યારનો નીરખી રહ્યો.
"યાર..! પરફેક્ટ લાગે છે તું.. ચલને હવે, લેટ થાય છે ક્યારનું.." -મેં તેને પ્રેમથી ટોકતા કહ્યું.
.
"સોરી..!" -પોતાનાં જ વિચારોમાં ગૂંથાઈ રહેતાં નિકીએ જવાબ આપ્યો.
મારી તરફ વળીને, માથા પર પોતાનાં હાથ લઇ જતાં પહેલાં તે થોડી અટકી, અને પછી બોલી-"એક્ચ્યુલી મેં તારા માટે એક ગીફ્ટ લીધી છે."
અને એક નશીલું સ્મિત આપીને તે સાઈડ-ટેબલ તરફ ગઈ.
.
"હેય..! રીયલી..? શું લાવી છો ?" -મારી અંદરનું બાળક જાણે કે જાગી ઉઠ્યું, પણ બહાર કંઈ જ ન બતાવતા હું એમ જ ચુપચાપ ઉભો રહ્યો, અને નિકીને ટેબલના ડ્રોઅરમાંથી એક નાનું એવું બોક્ષ કાઢતાં જોઈ રહ્યો.
.
નિકી મારી તરફ આવી. પોતાની ચમકદાર આંખોથી મને તાકતા રહી, તેણે મારા હાથમાં ડાર્ક બ્લુ કલરનું એક બોક્ષ આપ્યું, કે જેનાં પર ગોલ્ડન કલરની એક પાતળી રીબીન બાંધેલી હતી.
મેં તેને એક સ્માઈલ આપ્યું. મારા હાવભાવમાં આવી રહેલ બદલાવને જોઇને પોતાનું હસવું રોકી ન શકતી નિકીએ પોતાનાં હોઠ ચાવવાનો પ્રયત્ન કર્યો.
કેટલી માસુમ કેટલી પ્રેમાળ લાગી રહી હતી તે આમ કરતાં..!
હળવે'કથી મેં રીબીન કાઢી, કે જેથી બોક્ષનું ઢાંકણ હું ખોલી શકું.
.
.
"આ..? આ..? નિકી...!" -હું ઉત્સાહથી ચહેકી ઉઠ્યો- "તેં ક્યારે આ..? થેંક યુ.. થેંક યુ સો મચ. ઈટ'સ પરફેક્ટ..!"
મારા દિલમાં ખુશીની એક લહેર દોડી ગઈ. યાર..આઈ કાન્ટ બિલીવ કે તેણે મારી માટે આ ખરીદી કરી છે.
લેપટોપ પર ઓન-લાઈન પરચેસ કરાવતી વેબ્સાઈટ પર આ ખુબસુરત વસ્તુને કેટલીયે વાર પ્રેમથી તાકતા નિકીએ મને જોઈ લીધો હશે અને પરફેક્ટલી યાદ પણ રાખી લીધું હશે.
.
તે બહેતરીન 'હુગો-બોસ'ની રિસ્ટ-વોચને મેં પલંગ પર રાખી, કે જેથી હું નિકીને મારી આગોશમાં લઇ શકું.
"થેંક યુ..! કેટલું થોટફૂલી તે આ પસંદ કરી." -તેને એક ટાઈટ હગ આપતાં હું તેનાં કાનમાં ગણગણ્યો.
.

તેનાં સિલ્કી વાળ મારા ગાલ પર મસ્તીનાં રંગ ભરી રહ્યા હતા. મેં એક ઊંડો શ્વાસ લીધો, થોડા દિવસ પહેલાં જ મેં ગીફ્ટ કરેલ કોલન તેણે લગાવ્યું હતું. તેનાં કપાળ પર એક કિસ દઈને હું તેનાંથી અળગો થયો, અને પછી થોડો પાછળ હટીને તેને ઉપરથી નીચે સુધી નીરખવા લાગ્યો.
.
અફલાતુન ફીટીંગવાળા જીન્સ ઉપર તેણે રેડ એન્ડ વાઈટ કલરનું સ્લીવલેસ લેડીઝ ટોપ્સ પહેર્યું હતું, જેને તેણે પોતાનાં જીન્સમાં ઇન્સર્ટ કરી નાખ્યું હતું,
અને કમર પર એવો જ રેડ એડ વાઈટ શેડવાળો બેલ્ટ પહેર્યો હતો, કે જેની પહોળાઈ અધધધ કહી શકાય.
તે બેલ્ટનું બક્કલ ખાસ ધ્યાન ખેંચે તેવું હતું, કારણ સિલ્વર કલરના આ ચમકીલા મેટલ-બક્કલમાં એવી જ સિલ્વર કલરની સાવ જ પાતળી એવી, આઠ-દસ સાંકળ લટકતી હતી કે જેની લંબાઈ દોઢ-બે ઇંચ જેટલી હતી. નિકીની થોડી થોડી હિલચાલમાં ય તે બધીઓ સતત વિખરાતી અને સમેટાતી હતી.
કોણ જાણે તે આવા ડ્રેસ ક્યાંથી પસંદ કરી લાવે છે, પણ તેની ડ્રેસ-સેન્સ ગજબની છે. સાચે જ આ ડ્રેસ-પેરમાં તે જબરદસ્ત લાગી રહી હતી. એકદમ પરફેક્ટ...!
તેણે પોતાની હેર-સ્ટાઈલ પણ હવે ચેન્જ કરી નાખી છે. શોલ્ડર કટ વાળને તેણે ખુલ્લા જ રાખ્યા હતાં અને વાળની પાંથી વચ્ચે પાડવાને બદલે તેણે એક સાઈડ પર પાડી હતી, જેનાથી તેનો તાજો જ બ્લીચ કરેલો ચમકદાર ઘઉંવર્ણો ચહેરો થોડો બોયીશ લાગતો હતો, કે જે તેનાં આ ડ્રેસ સાથે જબરદસ્ત મેચ થતો હતો.
હમણાં હમણાં નિકીએ થોડું વેઇટ પણ ગેઇન કર્યું છે, તો આ જીન્સની પરફેક્ટ ફીટીંગ તેનાં સપ્રમાણ સાઈઝનાં હીપ્સને એક સેક્સી આકાર આપી રહી હતી. ઓ... માય નિકી...!
.
"યુ આર સો બ્યુટીફૂલ.. યુ નો..?" -હું તેને જોઇને બોલી પડ્યો, જો કે મનમાં તાજી-તાજી ઉત્પન્ન થઇ રહેલ ‘ઈચ્છાઓ’ને કારણે મારો અવાજ થોડો ઘોઘરો થતો ચાલ્યો. હળવા સ્મિતનાં મીઠા મીઠા મોતી વિખેરતી નિકીએ શરમાઈને નજર ફેરવી લીધી.
.
પલંગ પરથી તે રિસ્ટ-વોચ ઉઠાવીને મેં મારા કાંડા પર બાંધી લીધી. અને પછી મારો હાથ લંબાવીને તેને મારી આંખ સમક્ષ લઇ આવ્યો કે જેથી આ ખુબસુરત વસ્તુને મારા કાંડા પર વીંટળાયેલી હું જોઈ શકું.
.
"વાઆઆઉ..! થેંક યુ સો મચ.." -કોઈ ટીનેજર પોતાનાં ફેવરેટ ફિલ્મ-સ્ટાર કે ક્રિકેટરને રૂબરૂ જોઈને જેમ આહ ભરે, એવાં જ કોઈક ઉદગાર મારા મોઢામાંથી નીકળી પડ્યા.
.
"વેલ..! એક્ચ્યુલી મારે તારા માટે કંઇક લેવું જ હતું. આજે આપણી સિક્સ-મન્થ-એનીવર્સરી છે...!" -નિકીએ પોતાની આંખો નચાવીને આજની રાતનું મહત્વ બતાવતા કહ્યું.
.
મારી ચીટીંગની આદતને કારણે છુટા પડીને, છ મહિનાં પહેલાં આજની જ તારીખે અમે ફરી પાછા એક થયા હતાં.
પણ મને આ બીજો મોકો દેવા બદલ, ત્યાર પછીના હર-એક દિવસે હું નિકીનો થેંકફૂલ રહ્યો છું.
.
"હા..! વેલ..યસ ! અને મારી પાસે પણ કંઇક છે તને દેવા માટે, પણ તે માટે તારે થોડી વાટ જોવી પડશે." -તેનાં ઉત્સાહને વધારતા મેં કહ્યું, અને જોયું કે તેની ચમકદાર આંખો વધુ ને વધુ ઘેરી અને નશીલી બનતી ચાલી, તેમાં ભરાતી મસ્તીને કારણે..!
"કમ ઓન..!" -તેનો હાથ મારા હાથમાં લેતાં હું બોલ્યો.
.
જેવો હું દરવાજાને લોક કરવામાં બીઝી થયો, કે નીકી મારાં 'પછવાડા' પર રમતિયાળ રીતે થપાટ મારીને ભાગવા લાગી.
હું હસતાં હસતાં તેની પાછળ દોડ્યો, તેને પકડીને છાતી સાથે જકડી લેવા માટે. પણ તે તો દોડીને કારમાં જઈને બેસી ગઈ.
મારી નજરમાં તેને માટે હેત વરસવા માંડ્યું. પણ ચહેરા પર બનાવટી ગુસ્સો અને નિખાલસ સ્મિત સાથે મેં અંદર ડોકિયું કરી, આંખ મારીને બોલ્યો- "ઠીક છે. બટ ટ્રસ્ટ મી..આનો બદલો હું ચોક્કસ રાતે લેવાનો જ..!"
.
"હરી અપ..! અંદર આવ જલ્દી. મને ભૂખ લાગી છે." -નિકીએ આંખો નચાવતાં કહ્યું- "એમ થાય છે ભાગીને જલ્દી રેસ્ટોરાંમાં જઈ, કાર્બોનારા અને ગાર્લિક-બ્રેડ પર તૂટી પડું."
.
પણ એટલામાં તો વરસાદ તૂટી પડ્યો. હેહેહેહે...!
ખેર.. તૂટી પડ્યો તેમ ન કહેવાય.. પણ ઝરમર ઝરમર વરસવો શરુ થઇ ગયો.
અને હું ઝડપથી કારની અંદર, નિકીની બાજુમાં બેસી ગયો.
હજી તો કાયદેસર ચોમાસું બેસવાને બે મહિનાં જેવી વાર હતી. પણ તોય, આજે તેને શું વરસવાનું સુજ્યું કંઈ સમજાયું નહીં.
આ વરસાદને જો મોસમનો પહેલો વરસાદ ગણીએ, તો મને ગઈ મોસમનો છેલ્લો વરસાદ એક ક્ષણ પુરતો યાદ આવી ગયો, કે જયારે અમે બંને નિકીની જીદને લીધે ‘વૂ-ડૂ’માં ગયેલા. અને પછી ઉદાસ ચિત્તે વરસતાં વરસાદમાં પાછા ફર્યા હતાં. હા, કેટલી ઉદાસ મોસમ હતી તે છેલ્લા વરસાદની..!
અને હવે આ પહેલાં વરસાદની મોસમ જાણે કે ફૂલ જક્કાસ.. એકદમ માદક લાગી રહી હતી.
કેટલો ફરક છે એ દિવસોમાં અને આ દિવસોમાં..!!
.
ત્યાં જ નિકીએ કાર-રેડીઓ ઓન કર્યો, અને મારાં મનની આ સ્થિતિને વાંચીને જ જાણે કે રેડીઓ એનાઉન્સરે એ ગીત વગાડ્યું.
"કભી રાત-દિન હમ દૂર થે.. દિન-રાત કા અબ સાથ હૈ,
કભી રાત-દિન હમ દૂર થે.. દિન-રાત કા અબ સાથ હૈ....."
.
મેં નિકી તરફ જોયું. માદક મોસમની સાથે તેની આંખો પણ મદહોશ બનતી ચાલી હતી.
તેની તરફ જોતો જોતો હું, રેડીઓ પર વાગતું એ ગીત કંઇક વધુ જ ઉંચા અવાજે ગણગણવા લાગ્યો-
" તેરી આંખમેં હૈ ખુમાર સા..તેરી ચાલમેં હૈ સુરૂર સા
યે બહાર કુછ હૈ પીયે હુએ..યે સમા નશેમેં હૈ ચૂર સા
યે સમા નશેમેં હૈ ચૂર સા...
કભી ઈન ફીઝાઓ મેં પ્યાસ થી..અબ મૌસમ-એ-બરસાત હૈ...!
કભી રાત-દિન હમ દૂર થે..દિન-રાત કા અબ સાથ હૈ..! "
.
.

અને એકાએક મને શું સુઝ્યું, કે હું દરવાજો ખોલીને બહાર નીકળી આવ્યો. મારા બંને હાથ ઉંચા અને પહોળા કરી, આકાશ તરફ જોઇ, ને વરસતાં વરસાદમાં ભીંજાવા લાગ્યો.
નિકી મારું પાગલપણ જોઇને હસવા લાગી, અને હું તેને હસતી જોઇને ખુશ થવા લાગ્યો.
કારનો દરવાજો ખોલીને મેં તેને ડ્રાઈવિંગ સીટ પરથી બહાર ખેંચી.
વગર કોઈ અનાકાનીએ તે બહાર આવી ગઈ અને મારી સાથે ભીંજાવા લાગી.
તેણે પોતાની નજરો ઢાળી દીધી.
.

તે કંઈ બોલતી નહોતી પણ છતાં યે...

મને કોણ જાણે કેમ એવું લાગતું હતું કે તે પણ મારી સાથે સાથે રેડીઓ પર વાગતા ગીતમાં સુર પુરાવી રહી હતી. હા યસ.. તેનું હૈયું મારાં હૈયાને ચોક્કસ કહી રહ્યું હતું-
" મુઝે તુમને કૈસે બદલ દિયા..હૈરાં હૂં મૈં ઈસ બાત પર
મેરા દિલ ધડકતા હૈ આજકાલ, તેરી શોખ નઝરોં સે પૂછ કર
તેરી શોખ નઝરોં સે પૂછ કર....
મેરી જાં કભી મેરે બસ મેં થી..અબ ઝીંદગી તેરે હાથ હૈ...!
કભી રાત-દિન હમ દૂર થે..દિન-રાત કા અબ સાથ હૈ..!"
.
વરસતાં વરસાદમાં કારને અઢેલીને ઉભેલા અમે બે પ્રેમીઓ, દુનિયાની પરવા કર્યા વિના, આંખોમાં આંખો ગૂંથીને એકમેકની સામે નેહ-નીતરની નજરે જોતાં રહ્યા..કેટલીયે મીનીટો સુધી..! ચાર હોઠ જાણે કે વાચા ખોઈ બેઠાં, તો બે હૈયાં જાણે કે બોલકા થઇ ગયા.
" યૂં હી આજ તક રહે હમ જુદા..તુમ્હે ક્યા મિલા હમે ક્યા મિલા.
કભી તુમ ખફા, કભી હમ ખફા..કભી યે ગીલા, કભી વો ગીલા..
કભી વો ગીલા....
કિતને બુરે થે વો દિન સનમ..કિતની હસીન યે રાત હૈ.
કભી રાત-દિન હમ દૂર થે..દિન-રાત કા અબ સાથ હૈ..!"
.
.
વરસાદ જેવો થંભી ગયો, કે અમે પાછા હોશમાં આવ્યા અને નિકીને પોતાની ભૂખ સાંભરી- "હેય.. યુ હેવ ગોન ક્રેઝી, પણ મને શું ભૂખે મારવી છે..? ચલ, ક્યારની કહું છું ‘ફ્રેન્કી’ રેસ્ટોરાંનાં કાર્બોનારા અને ગાર્લિક બ્રેડ કયારનાં મારી વાટ જુએ છે."
.
હું હસી પડ્યો. કારણ, તેણે કંઈ જ નવું નહોતું કહ્યું.
કેટલાય અરસાથી હું જાણું છું કે એગ, ચીઝ અને સ્ફ્ગેટ્ટીથી બનતી આ ઇટાલિયન ડીશ 'કાર્બોનારા' હમેશાં નિકીની ફેવરીટ રહી છે. તેની સાથે લસણવાળા બ્રેડ તેને પરફેક્ટ મેચ લાગે છે.
એટલે આ વાક્ય બોલતી વખતે તેની નાચી ઉઠેલી આંખોને જોઈ, મને તો મોજ પડી ગઈ.
રીયલી, હું આ..આટલી ભોળી નિખાલસ છોકરીને ચીટ કરી જ કેવી રીતે શક્યો..? આ તો મને કેટલી ખુશી આપે છે..!
.
.
'ફ્રેન્કી' રેસ્ટોરાંમાં એક યુવાન વેઈટરે અમને એક ખાલી ટેબલ તરફ દોર્યા.
"કેન આઈ ગેટ યુ સમ ડ્રીન્કસ..?" -પોતાનાં થાકેલા ચહેરાં પર એક હળવું સ્મિત સજાવીને તે વેઈટરે અમને પૂછ્યું.
"અમ્મ્મ..આઈ'લ હેવ અ કિંગફિશર બીયર સ્ટ્રોંગ.. નિકી તારું મન છે ડ્રીન્કસનું ? કે સીધું ખાઈ જ લેવું છે..?"
"યસ. મારાં માટે પણ એ જ મંગાવી લે. એટલી વારમાં હું મેનુ જોઈ લઉં.." -અને મેનુ-કાર્ડ હાથમાં લઈને તે તેને સ્ટડી કરવા લાગી.
જયારે પણ તે કોઈ ચીજ પર ધ્યાન કેન્દ્રિત કરીને જુવે છે, ત્યારે તેની જીભ તેનાં હોઠ વચ્ચેથી બહાર આવી જાય છે. અને આ મુદ્રામાં તે એટલી ક્યુટ લાગે છે, કે એમ જ થાય કે તેની સામે જોતો જ રહું.
મને ખબર હતી, કે તેને શું જોઈએ છે, અને એમાં ય કોઈ શક નહોતો કે તે ગમે તેટલું પેલા મેનુ-કાર્ડને સ્ટડી કરે, પણ આખરે તો તે કાર્બોનારા અને ગાર્લિક બ્રેડ જ મંગાવવાની છે.
.
.
"હિયર આર યોર બીયર્સ સર..!" -વેઈટરે બીયર-બોટલ લાવીને બે મોટા મગમાં અમારી સામે ભર્યા- "યુ રેડી ટુ ઓર્ડર ફૂડ? ઓર આફ્ટર સમ ટાઈમ..?" -તેણે પૂછ્યું.
"એક કાર્બોનારા વિથ ગાર્લિક બ્રેડ. એક વેજ-કોલ્હાપુરી, સ્ટફડ પરોઠાં. એન્ડ ફિગર ચિપ્સ." -મેં અમારા બંને માટેનો ઓર્ડર આપ્યો.
"ઓકે સર..!" -કહીને વેઈટરે નિકીની સામેથી મેનુ-કાર્ડ હળવે'કથી સરકાવી લીધું.
.
નિકીનું મ્હોં ખુલ્લું જ રહી ગયું.
"અરે..! તને કેમ ખબર પડી કે હું બીજું કંઈ નથી મંગાવવાની..?" -અચંબિત થઇ તે આછેરું હસી પડી- "હું કદાચ પિઝ્ઝા પણ મંગાવત..!"
.
"ના, કારણ કે તું હમેશાં કાર્બોનારા જ મંગાવે છે." -મેં તેને ટોકતા કહ્યું.
.
"યસ સર..! વાય ટુ ચેન્જ અ હેબીટ ઓફ લાઈફ-ટાઈમ..?" -વેઈટર મને સપોર્ટ આપતાં બોલ્યો, અને ત્યાંથી ચાલ્યો ગયો.
.
અમે બંને તેને જતો જોઈ રહ્યા, અને પછી એકમેકની સામે જોવા લાગ્યા.
અજાણતા જ ભલે, પણ તે કેવી એક સોલીડ વાત કહી ગયો..!!!
અમને બંનેને એકબીજાની આદત પડી ગઈ હતી..છેલ્લા કેટલાં મહિનાં, કેટલાં વર્ષોથી. તો પછી મારે એને બદલવાની કોશિષ પણ શું કામ કરવી જોઈતી હતી..?
યસ, હી ઈઝ સો રાઈટ..!
.
મને અવાચક બનેલો જોઇને નિકીએ ટેબલ નીચે ધીમેથી મને પગ માર્યો.
હું જાણે કે હોશમાં આવી ગયો. અને અમે બંને, જમણ આવે ત્યાં સુધી અમારા પીણાંઓને ન્યાય આપવા લાગ્યા.
પણ જેમ હમેશાં બને છે તેમ, એક ગ્લાસ પૂરો થતાં જ મને નેચર'સ કૉલ આવ્યો.
.
"એક્સક્યુઝ મી. હું આવું હમણાં..!" મેં ટચલી આંગળી ઉંચી કરીને નિકીને કહ્યું.
.
"ઓ યસ..! ના થોડી પડાશે..? જઈ આવ જા. પણ તારી આ બીમારીનો ઈલાજ કરાવ. એક ગ્લાસ બીયર પણ તું પેટમાં સ્ટોર નથી કરી શકતો. હાહાહાહા..!" -નિકી મારી મજાક ઉડાવતાં બોલી.
.
"ઠીક છે ઠીક છે..! તારા જેવી મોટી ટાંકી નથી મારી. બેવડી ક્યાંની..!" -કહેતા જ હું હસતાં હસતાં ઉભો થયો.
.
"અચ્છા..? તો ગુજરાતીઓ કંઈ ઓછા બેવડા હોય છે..? અને એમાં ય, તું તો પાછો મુંબઈનો..!" -નિકીનો જવાબ હાજર હતો, પણ હું દલીલ કરવા રોકાયો નહીં, અને તેને આંખ મારતો હું વોશરૂમ તરફ ગયો.
.
અંદરે ય નિકી સાથેનાં આ સંવાદો યાદ આવતાં મારાં મોઢા પર સતત સ્મિત રેલાયા કર્યું, પણ બહાર આવતાંની સાથે જ, તે સ્મિત અચાનક ગાયબ થઇ ગયું..
ગાયબ થઇ ગયું, કારણ વોશ-બેસીન પાસે શિફા ઉભી હતી. !
.

"શિફા...!" -મારાં મોઢામાંથી ઉદગાર સારી પડ્યો.
"નિખિલ..? શું ચાલે છે આજ-કાલ..?" -શિફાએ મારી નજીક આવીને પૂછ્યું.
"તું સાલી..અહિયાં શું કરે છે..? અરે, આ તો ફેમીલી રેસ્ટોરાં છે." -હું થોડો પાછળ ખસતા બોલ્યો.
"યાર, આજે તો કંઈક વધુ જ હેન્ડસમ લાગે છે ને..! શું વાત છે..?" -મારા સવાલને ગણકાર્યા વગર તેણે પોતાનો લવારો ચાલુ રાખ્યો.
"આઈ કાન્ટ ટોક..! મારે નિકી પાસે જવું છે." -બેબાકળો બનીને બોલતા મેં આસપાસ જોયું.
બહાર રેસ્ટોરાંમાં ગર્દી સાવ જ ઓછી હતી. અને..આ વોશ-રૂમને તો દરવાજો પણ નહોતો. બસ એક પડદો જ હતો, કે જે મને અને શિફાને નિકીથી છુપાવી રાખતો હતો.
.
તે મારી તરફ વધુ ઝુકી. પોતાની આંખો થોડી ઝીણી કરીને તેને માદક બનાવવનો તેણે પ્રયાસ કર્યો.
"જાનુ, આપણી પેલી મુલાકાતો હું બહુ મીસ કરું છું. પેલી 'નાની બચ્ચી' સાથે તારું કેવું'ક ચાલે છે આજકાલ..? પાછો બોર થઇ ગયો કે નહીં, તેનાથી..?"
"બહુ મસ્ત ચાલે છે. ઇન ફેકટ, અમે લોકો હવે તો હજુ યે વધુ કોલ્ઝ થઇ ગયા છીએ." -મારી જાતને મેં સંભાળી લીધી, એટલે મારો અવાજ પણ કડક થઇ ગયો.
પણ તોય એક મદહોશ મુસ્કાન પોતાનાં ચહેરા પર સજાવતા તે બોલી- "અફ કોર્સ તમે લોકો ક્લોઝ હશો. સો..? સો વોટ..?"
.
મારું ગળું સુકાવા લાગ્યું. હું નહોતો ઈચ્છતો કે નિકી આ બલાને અહીંયા જુવે. આ રીતે તો આ આખી અમારી સાંજનો સત્યાનાશ થઇ જશે.

.
"વોટએવર શિફા..!" -મારી મુઠ્ઠીઓ જોરથી વાળતા હું બહાર નીકળવા લાગ્યો.
પણ તેણે એક આંગળી નાખીને મારાં પેન્ટનાં બેલ્ટનું હુક પકડી લીધું અને બોલી- "કમ ઓન નિખીલ..! તને યાદ છે ને તને શું ગમે છે..? પેલા પબનું ટોઇલેટ અને..."
.
અને મને યાદ આવી ગયો વૂ-ડૂનો પેલો ટોઇલેટ સાઈઝનો ડાર્ક-રૂમ, જેમાં મેં આની સાથે...
એક પળ તો હું થંભી ગયો. શરીરના નીચલા હિસ્સામાં જાણે કે ઝીણી ઝીણી હલચલ મચવા લાગી.
પણ પેટમાં પેદા થયેલ પેલા અજાણ્યા સન્નાટાએ મને તરતજ સાવધ કરી દીધો.
મારું મન, મારું શરીર..ફક્ત અને ફક્ત નિકી માટે જ છે.
યસ, ઓન્લી ફોર હર..!
.
ટોઇલેટ-સેક્સમાં બેશક મજા આવી શકે, પણ જે સૅટીસફેક્સન નિકી આપી શકે છે, તેની સરખામણીમાં તો કંઈ જ ન આવી શકે. [કાશ...આવું મેં પહેલાં વિચાર્યું હોત, નિકીને ચીટ કર્યા પહેલાં..]
.
"નો..શિફા..નોટ એ ચાન્સ..! નેવર..! હવે તો આ બિલકુલ નહીં થાય. ગેટ લોસ્ટ..!" -કોણીથી તેને હળવો ધક્કો મારીને, પડદો હટાવી હું બહાર આવી ગયો.
.
અમારા ટેબલ પર જઈને હું બેઠો, કે મારો ચહેરો જોઇને નિકીની આંખો પહોળી થઇ ગઈ.
"વોટ'સ રોંગ..? કેમ આવો બેબાકળો લાગે છે..? યુ ઓકે..?" -મૂંઝવણ અને ફીકરભર્યા અવાજે તે બોલી પડી.

મેં ફક્ત મારું માથું અહીંતહીં હલાવ્યું. હું કંઈ જ બોલી ન શક્યો.
"નિખિલ, ટેલ મી..!" -નિકીએ ડીમાંડ કરી. તેનાં અવાજમાં હવે થોડો ડર પણ શામેલ થઇ ગયો.
.
"સોરી, પણ અંદર..અંદર શિફા ભટકાઈ ગઈ, મને.." -મારી હાંફને કાબુમાં કરતાં હું બોલ્યો.
અને તરત જ નિકીનાં ચહેરાનો રંગ ઉડી ગયો. તેની આંખો ભીની થતી ચાલી.
.
"કંઈ થયું નથી નિકી. મેં તેને કહી દીધું, કે મને કોઈ જ ઇન્ટરેસ્ટ નથી હવે તેનામાં, કે તેનાં જેવી કોઈમાં પણ..! આઈ સ્વેઅર..! બસ, તેણે પોતાનાં રીએક્શનથી મને થોડો ગુસ્સો અપાવી દીધો એટલું જ. બાકી એવરીથિંગ ઈસ ફાઈન.. આઈ પ્રોમિસ..!" -મારાં જવાબમાં આજીજી ભળી ગઈ.
.
પોતાનાં હોઠ ચાવતી નિકી નીચે ટેબલ તરફ જોવા લાગી.
હું ઉભો થયો. તેનાં બાવડાં પકડીને મેં તેને ઉભી કરી. પણ તે મારી તરફ જોવાનો ઇનકાર કરતી રહી.
હું તેને ખેંચીને બહાર લઇ જવા માંડ્યો, કે જેથી અમને થોડી પ્રાઈવસી મળી રહે.
બહાર નીકળીને એક ખૂણામાં જતાં જ તેનો ચહેરો પકડીને મેં મારી તરફ ફેરવ્યો. પણ હજી ય તે મારી તરફ જોવા રાજી નહોતી. એવું લાગતું હતું કે જાણે હમણાં તે ભાંગી પડશે.
"નિકી..! આમ જો, નિકી..! મા-કસમ, કંઈ જ નથી થયું અંદર. પ્લીઝ.. પ્લીઝ.. બીલીવ મી..!" -મેં અરજ કરી.
.
આખરે તેણે મારી તરફ જોયું. મને તેની આંખોમાં ફરી એ જ જુનું દર્દ દેખાવા લાગ્યું, કે જે છ મહિનાં પહેલાં મેં બહુ બધી વાર સહ્યું હતું. પણ તોય..

એટલી ધરપત થઇ, કે તેની આંખોમાં આંસુ નહોતા.
.
પણ ત્યાં જ..
"આઈ બીલીવ યુ નિખિલ..! સો સોરી માય બેબી, કે મેં આવી રીતે રીએક્ટ કર્યું." -પોતાનાં ખભ્ભા ઉછાળી થોડું શરમાતા તે બોલી- "પણ શું કરું.. મને જલન થઇ આવી. તરત જ હું જલેસ થઇ ગઈ. તે ચુડેલ તને ફરી પાછો બહેકાવી લેશે એ વિચારવું જ મને આગભર્યું લાગે છે. તે વેશ્યા સાલી..! એવું વિચારી જ કેમ શકે, કે તને તે મારાથી છીનવી શકશે..!"
.
"અરે તે તો શું, કોઈ જ નહીં, નિકી..! મને તારાથી હવે કોઈ જ દુર નહીં કરી શકે. યુ નો..? તને હર્ટ થાય તેવું હું હવે કોઈ દિવસ કંઈ કરીશ જ નહીં. આઈ પ્રોમીસ..!" -તેને ભરોસો આપતું એક સ્મિત મેં તેને ઓફર કર્યું, અને તેનાં ચહેરા પર મારા અંગુઠા ફેરવતાં મેં મારી નજર તેની આંખમાં ખોસી દીધી.
.
"આઈ નો..!" -નિકીએ માથું ધુણાવીને હામી ભરી- "એન્ડ થેન્ક્સ, કે તેં મને શિફાની આ મુલાકાતની વાત કરી. બટ આઈ'મ શ્યોર, કે તું આ વાત મને કહેતાં ડરતો હતો. બોલ, લાગી શરત..?" -પોતાનું સુમધુર સ્મિત વિખેરીને તે સાંજને વધુ રળિયામણી બનાવતા તે બોલી.

ઉત્તેજિત થઈને મેં પણ તેને એક કીસ ચોડી દીધી. તેણે કોઈ જ વિરોધ ન કર્યો. બલ્કે તેનાં હાથ મારા શર્ટને મજબૂતીથી પકડી રહ્યા.
અમે જાણતા હતાં કે આ સેમી-પબ્લિક એરિયા છે. પણ અમને કોઈ જ પરવા નહોતી. ઘરે જઈને તેને આવેગભર્યો પ્રેમ કરવા હું ઉતાવળો બની ગયો.
અમારા હૃદયનાં સ્પંદનોની ગતિ વધી જતાં જ અમે બંને અલગ થઇ ગયા, અને મેં તેની તરફ એક એવું દિલફેંક સ્માઈલ ફેક્યું, કે તે તો શરમાઈ જ ગઈ.
.
મેં મારાં ખીસામાં હાથ નાખ્યો અને એક નાનું એવું બોક્સ કાઢ્યું, કે જે હું નિકી માટે લઇ આવ્યો હતો.
"મારે તને ઘરે જઈને જ આપવું હતું, પણ મને લાગે છે કે આ જ રાઈટ ટાઈમ છે, હવે.."
.
નિકીની આંખોમાં તો જાણે હજારો દીપ પ્રગટી ઉઠ્યા.
જે ઇન્તઝારીપૂર્વક તે પેલું બોક્સ ખોલી રહી હતી, તે જોઇને મને ખુબ જ મોજ પડવા લાગી.
તેણે બોક્સની અંદર નજર નાખી તો એકચ્યુલી મેં તેને પોતાનો એક શ્વાસ ગળાની નીચે ઉતારતાં સાંભળી, અને મારું દિલ પણ એક શ્વાસ ચુકી ગયું જાણે.
.
તેણે બોક્સમાંથી પેલી બેન્ડ-રીંગ કાઢી કે જેની ઉપર મેં ખાસ ઓર્ડર આપીને એકદમ બારીક અક્ષરોમાં કંઇક કોતરાવ્યું હતું.
મેં આશા રાખી હતી કે આટલું બારીક તે વાંચી શકે. અને મારી આશા ફળી.
તેણે તે સેન્ટેન્સ વાંચ્યું. રીંગને આખી ગોળ ફેરવતા ફેરવતાં તેની ચોતરફ ફેલાયેલ અક્ષરો તેણે વાંચ્યા- "niki, i'll luv u 4evr, n b urs 4evr"
.
તેનાં પ્રતિભાવો જોવા હું મારો શ્વાસ રોકીને ઉભો હતો.
તેણે ઉપર મારી તરફ જોયું. તેની આંખો બેશક ભીની થઇ ગઈ હતી, પણ તેનો ચહેરો એક ખુસુરત ફૂલની જેમ ખીલી ઉઠ્યો હતો.
.
"આઈ લવ યુ સો મચ, નિખિલ..! મોર ધેન માઈસેલ્ફ. આઈ લવ યુ સો મચ..!" -તેણે મારી કમર ફરતો હાથ ફેરવીને મને હગ કર્યો, તો મને લાગ્યું કે જાણે હું કોઈ પીંછાથી યે હલકો થઇ ગયો હોઉં.
.
"આઈ લવ યુ ટૂ.." -તેનાં કપાળ પર એક ચુંબન ચોડતા હું બોલ્યો- "અને જિંદગીભર હું આ બાબત સાબીત કરતો રહીશ.,નિકી..!" -તેની આંખો પર આવી ચડેલી એક લટને હટાવતા હું બોલ્યો- "હવે ચલ અંદર..આપણું પેલું ડીનર આપણી વાટ જોઈતું હશે.."
અને અમે અંદર રેસ્ટોરાંમાં જવા લાગ્યા. જોકે મને વધુ ફિકર તે ડીનરની નહીં, પણ અમારી વાટ જોઈ રહેલાં અમારા બેડરૂમની હતી..! [સમાપ્ત]

.

[તો આમ, આ બંને પ્રેમી-પંખીડાની વાર્તા અહીં પૂરી કરું છું. આશા રાખું છું કે આપને આ પસંદ આવી હશે. અહીં અંત સુધી આપ મારી સાથે રહ્યા, તે બદલ આપ સહુનો આભાર. દરેક એપિસોડ બાદ આપના અભિપ્રાયો મારો ઉત્સાહ વધારતા જ રહ્યા છે, અને સાવ જ પાતળી એવી એક સ્ટોરી-લાઈન પર આટલા બધા..૧૫ પ્રકરણો લખવાની ધગશ દેતા આવ્યા છે.

તો આ અંતિમ પડાવે પણ, મારા આ પ્રયત્નની કદર સ્વરૂપે તમારા વિચારો અત્રે મુકીને મારા ઉત્સાહમાં સ્નેહ-પૂર્તિ કરશો જ, તેવી આશા..!

.

___અશ્વિન..]