Nani nani Vartao - 1 in Gujarati Short Stories by Archana Bhatt Patel books and stories PDF | નાની નાની વાર્તાઓ - 1

Featured Books
Categories
Share

નાની નાની વાર્તાઓ - 1

શીર્ષક : નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ : Mobile : 9408478888

શીર્ષક : નાની નાની વાર્તાઓ - 1

શબ્દો : 1750

સજેસ્ટેડ શ્રેણી : વાર્તા

ઘણીવાર આપણાં મનમાં અનેક પ્રકારનાં પ્રશ્નો ઉદ્દભવતા હોય છે, વિચારવા બેસીએ તો સાચા પણ લાગે અને તેમ છતાંય એવી કંઈ કેટલીય નાની નાની વાતો આપણે ભૂલી જતાં હોઈએ છીએ, પરંતુ શું નથી લાગતું કે આ બધુંય પણ વિચારવા જેવું તો ખરું ? નાની નાની પણ એવી વાર્તાઓ કે જેમાંથી આપણને કંઈક સત્ય હાથ લાગે,

  • ભગવાન શા માટે આપણને દુખ દર્દ આપે છે?


    હમણા વાળ કપાવા હજામની દુકાને જવાનું થયું. ત્યા ઍક ગ્રાહક અને હજામ વચ્ચે થયેલ ચર્ચા પરથી જીવનની ઘણી મોટી વાત શીખવામળી ગઈ.

    થયુ ઍવુ કે વાળ કાપતી વખતે હજામ અને પેલો ગ્રાહક ઘણા વિષયોપર ચર્ચા કરી રહ્યા હતા.

    અચાનક ઍમા ભગવાનનો વિષય નીકળીઆવ્યો અને હજામ બોલ્યો કે ભગવાન જેવું આ દુનિયામાં છે જ નહીંઅને હું નથી માનતો કે ભગવાન અહીં હાજર હોય.

    ગ્રાહકે અધવચ્ચેપૂછ્યું કે કેમ તમે આવું બોલો છો?
    હજામે જવાબ આપ્યો કે જાવ આશેરીમાં ફરતા આવો અને જુઓ કે ક્યાય ભગવાન હાજર હોય તેવુંલાગે છે!

    જો તેનુ અસ્તિત્વ હોત તો અહીં કોઈ માંદા માણસો ના હોત, ત્યજી દીધેલા અનાથ બાળકો ના હોત,
    આટલા બધાગરીબ અને દુખી માણસો ના હોત.....
    હું માની નથી શકતો કે જો ભગવાન ખરેખર પ્રેમાળ હોય તો લોકોને તે આટલા બધાદુખ અને દર્દ શા માટે આપે છે?

    ગ્રાહકે ક્ષણભર વિચાર્યુ પણ તેણે કોઈ પ્રત્યુત્તર ના આપ્યો કારણકે
    તે હજામ સાથે વાદ-વિવાદ કરવા ન્હોતો ઈચ્છતો. હજામેતેનુ કામ પૂરુ કરતા પેલો ગ્રાહક પૈસા
    આપીને નીકળી ગયો.

    જેવો તે દુકાનની બહાર જાય છે તો તે શેરીમાં ઍક ભિખારી જેવા લાગતા ખૂબ ગંદા માણસને જોવે છે કે જેના માથાના અને દાઢીના વાળ ખૂબ વધેલા અને ગંદા છે. અચાનક તે પાછો ફરે છે અને દુકાનમાં આવીને હજામને કહે છે :
    હજામ જેવું આદુનિયામાં કાંઇ છે જ નહીં અને હું નથી માનતો કે અહીં કોઈ હજામનું અસ્તિત્વ હોય !

    હજામ આશ્ચર્ય સાથે પુછે છે કેવી રીતે તમે આવું કહી શકો? હું અહીં હાજર છું
    અને હજુ થોડી વાર પહેલા તો મે તમારા વાળકાપ્યા છે!
    "
    ના!", ગ્રાહક હજામને સમજાવે છે : જો અહીં હજામ જેવું કોઇ હોત તો આ તારી દુકાનની બહાર જે માણસ બેઠેલો છે, તેનામાથાના અને દાઢીના વાળ આટલા ગંદા અને વધેલા ના હોત!

    હજામ બોલ્યો : હું અહીંજ હોઉં છું પણ લોકો મારી પાસે ના આવે તો હું શું કરું, તેમા મારો શું વાંક !
    "
    ઍક્દમ સાચુ બોલ્યા તમે" ગ્રાહકે હજામને કહ્યું. ઍજ રીતે ઍમા
    ભગવાનનો શું વાંક ! તમારા જેવી માન્યતા વાળા લોકો શુંભગવાન પાસે નિસ્વાર્થ ભાવનાથી મદદ મેળવવા જાય છે?
    શું ભગવાન પાસે આપણે દુખ દર્દ સહન કરવા શક્તિઆપવાની પ્રાર્થના કરીઍ છીઍ? ઍટલેજ તો આ સંસારમાં લોકો દુખી છે જ્યારે તેઓ ભગવાન પાસે જતા નથી કે નથી તેનાઅસ્તિત્વને માનતા.
  • 2

    આપણને માતા-પિતાનો પ્રેમ ત્યા સુધી ખ્યાલ ના આવે જ્યા સુધી આપણે ખુદ માતા-પિતા ના બનિયે.

    ઘણા વર્ષો પહેલાની વાત છે, ઍક વિશાળ સફરજનનુ વૃક્ષ હતુ, ત્યા રોજ એક નાનો છોકરો આવતો અને રમતો, તેને ત્યા રમવુ ખૂબ જ ગમતુ હતુ, તે વૃક્ષ ઉપર ચડતો, સફરજન ખાતો અને ઘણી વાર તો એ થાકીને ત્યા થોડી વાર સૂઈ પણ જતો, તેને તે વૃક્ષ ખૂબજ ગમતુ હતુ અને વૃક્ષને તેની સાથે રમવુ. સમય વિતવા લાગ્યો, તે છોકરો મોટો થઈ ગયો હવે તે રોજ વૃક્ષની આજુબાજુ રમવા નહોતો આવતો, અચાનક એક દિવસ તે છોકરો વૃક્ષ પાસે આવ્યો, તે બહુ ઉદાસ હતો.”ચાલ આપણે રમિયે” વૃક્ષએ કહ્યુ..

    છોકરા એ જવાબ આપ્યો:” હૂ કાઇ હવે નાનો નથી કે હૂ વૃક્ષની આજુબાજુ રમુ.”.”મારે રમકડા જોઈએ છે પણ તેની માટે મારે પૈસા જોઈયે”.વૃક્ષ એ જવાબ આપ્યો:”મને માફ કરજે મારી પાસે પૈસાતો નથી પણ તૂ આ સફરજન લઈને વહેચી દેજે તને પૈસા મળી જશે.” છોકરો ઉત્સાહિત થઈ ગયો, તેણે વૃક્ષના બધાજ સફરજન લઈ લીધા અને ઉમળકાભર ત્યાથી ચાલ્યો ગયો.

    ઘણો સમય વીતી ગયો છોકરો સફરજન લીધા પછી પાછોના આવ્યો, વૃક્ષ ઉદાસ થઈ ગયુ. ઍક દિવસ તે છોકરો કે હવે જે યુવાન છે તે ફરીથી આવ્યો, વૃક્ષે ઉત્સાહથી કહ્યુ:”ચાલ આપણે રમી ઍ”. “મારી પાસે રમવા માટે સમય નથી, મારે મારા કુટુંબ માટે કામ કરવાનુ છે, અમારે આશ્રય માટે ઘર જોઇઍ છે, શુ તું મને મદદ કરી શકે?” તે યુવાન બોલ્યો…

    વૃક્ષે કહ્યુ: “મને માફ કરજે મારી પાસે કોઈ ઘર નથી, પણ તૂ આ મારી શાખા કાપીને તારૂ ઘર બનાવી શકે છે”. અને તે યુવાન વૃક્ષની બધીજ શાખા કાપી ત્યાથી ખુશી ખુશી જતો રહ્યો. વૃક્ષને યુવાનની ખુશીથી સંતોષ થયો પણ તે તેના પછી પાછો ના આવ્યો, વૃક્ષ ફરીથી ઉદાસ અને ઍકલુ થઈ ગયુ.

    એક ઉનાળાના દિવસે તે ફરી પાછો આવ્યો વૃક્ષ રાજી થઈ ગયુ, વૃક્ષે કહ્યુ: “ચાલ મારી સાથે રમ”. “હવે વૃદ્ધ થઈ રહ્યો છુ, હવે મારે મારી જાતને આરામ આપવા બોટમા જવુ છે, શુ તું મને બોટ આપી શકે?” તેણે કહ્યુ…

    તું મારા થડનો ઉપયોગ તારી બોટ બનાવા માટે કરી શકે છે, અને આરામ અને આનંદથી જ્યા જવુ હાય ત્યા જાઇ શકે છે.” તે વૃક્ષનુ થડ કાપીને લઈ ગયો, અને બોટ બનાવી ફરવા નીકળી પડ્યો અને લાંબા સમય સુધી પાછો ના આવ્યો….

    છેલ્લે ઘણા વર્ષો પછી તે ફરીથી પાછો આવ્યો, “મને માફ કરજે, હવે મારી પાસે તને દેવા માટે કાઇ જ નથી, તારા માટે કોઈ સફરજન પણ નથી, “વૃક્ષે કહ્યુ, “કઈ વાંધો નઈ મારી પાસે પણ દાત નથી.”તેણે જવાબ આપ્યો. વૃક્ષ:” મારી પાસે તારા ચડવા માટે હવે થડ અને શાખાઑ પણ નથી” “હૂ હવે ઘણો વૃદ્ધ થઈ ગયો છુ તે બધુ હૂ નહી કરી શકુ.” વૃક્ષે ઉમેરતા કહ્યુ, “હવે મારી પાસે કશુ જ નથી આ નિર્જીવ થતા મૂળ સિવાય”

    તેણે કહ્યુ, “હવે મારે કાઇ નથી જોઈતું, બસ આરામ કરવા માટે એક જગ્યા જોઈએ છે, આટલા વર્ષો કામ કર્યા પછી હૂ થાકી ગયો છુ. “અરે વાહ, સરસ, જૂના વૃક્ષના મૂળ એ ઉત્તમ સ્થાન છે આરામ કરવા માટે, આવ મારી સાથે બેસ અને મારી સાથે આરામ પણ કર”. તે વૃદ્ધ તેની પાસે બેઠો અને વૃક્ષને ખૂબ આનંદ થયો, તેની આંખમાથી ખુશીના અશ્રુ વહી ગયા.

    મિત્રો, આ વાર્તા આપણા બધાની જ છે. વૃક્ષ એ આપણા માતા-પિતા છે, જ્યારે આપણે નાના હોઈયે ત્યારે તેમની સાથે રમવુ ખૂબ જ ગમે છે, પણ જેવા આપણે મોટા થઈઍ ત્યારે તેમને છોડી ને જતા રહીએ અને ત્યારે જ આવીએ જ્યારે કોઈ મુશ્કેલી હોય કે પછી કઈ ક જોઇતું હોય.

    કોઈ પણ બાબત હોય માતા-પિતા હમેશા સાથ આપે છે, વૃક્ષની જેમ આપણી ખુશી માટે તેઓ પોતાનુ બધુ જ દઈ દે છે. તમને લાગ્યુ હશે કે તે છોકરો વૃક્ષની સાથે ક્રુર હતો. તમે ક્યારેય વિચાર્યું કે હું મારા માતા-પિતા સાથે આવુ જ વર્તન નથી કરતો ને ? સમાજનું નગ્ન સત્ય તો એ જ છે કે આપણને તેમની કદર નથી થતી જ્યા સુધી તેઓ આપણી સાથે હોય છે !

    દોસ્તો, માતા-પિતાની પ્રેમપૂર્વક કાળજી લો. આપણને માતા-પિતાના પ્રેમનો ત્યા સુધી ખ્યાલ ના આવે જ્યા સુધી આપણે માતા-પિતા ના બનીયે.

    3

    દિલ્હીમાં રહેતો એક કોલેજીયન એકવાર વેકેશનમાં ગામડે એમના દાદા-દાદીને મળવા માટે આવ્યો. થોડા દિવસ ગામડે વિતાવ્યા બાદ એમણે દાદાને દિલ્લી આવવા માટે વિનંતી કરી.પૌત્રનો પ્રેમ જોઇને દાદા બહુ રાજી થયા અને દિલ્લી જવા તૈયાર થયા.

    દિલ્હીમાં આવ્યા બાદ પૌત્ર દાદાને પોતાની સાથે લઇને દિલ્હી બતાવવા નીકળી પડ્યો. દાદાને દિલ્હી કરતા પણ પૌત્રનો પ્રેમ જોવામાં વધુ આનંદ આવતો હતો. પૌત્ર દાદાને એક રેલ્વે સ્ટેશન પર લઇ ગયો અને કહ્યુ , " દાદા , હવે હું તમને સાવ નવો જ અનુભવ કરાવીશ. ભારતની સૌથી ઝડપી ટ્રેનમાં બેસવાનો અનુભવ. આ સ્ટેશનથી ટ્રેઇન ઉપડશે અને જે સ્ટેશન પર ઉભી રહેશે એ બંને વચ્ચે 30 કીમીનું અંતર છે પણ આ અંતર કાપતા ટ્રેઇનને માત્ર 5 મીનીટનો સમય લાગશે."

    ટ્રેઇન આવતા જ પૌત્ર અને દાદા એ સુપરફાસ્ટ ટ્રેઇનમાં બેઠા. ટ્રેઇન ઉપડી અને થોડી સેકન્ડમાં જ કલ્પનાતિત ઝપડથી ટ્રેઇન પોતાની આખરી મંઝીલ તરફ આગળ વધી. ટ્રેઇની ઝડપને કારણે અવાજ પણ એટલો મોટો હતો કે કોઇ વાત થઇ શકતી નહોતી એટલે દાદા અને પૌત્ર એકબીજાની સામે જોઇને મુંગા જ બેસી રહ્યા. થોડા સમયમાં સ્ટેશન આવ્યુ એટલે બધા ઉતરી ગયા.

    ટ્રેઇનમાંથી બહાર આવતા જ પૌત્રએ દાદાનો આ અનોખા અનુભવનો પ્રતિભાવ જાણવા પુછ્યુ , " દાદા કેવી મજા આવી તમને આ ટ્રેઇનમાં મુસાફરી કરવાની ? "

    દાદાએ કહ્યુ , " બેટા સાચુ કહુ તો મને તો બીલકુલ મજા ન આવી. તારી આ ફાસ્ટ ટ્રેઇન એટલી તો ફાસ્ટ હતી જે ચાલુ ટ્રેઇને મેં બારીમાંથી બહાર જોવાનો પ્રયાસ કર્યો તો કંઇ દેખાતું ન નહોતું. બધુ જ મારી નજર સામેથી એટલી ઝડપથી પસાર થઇ રહ્યુ હતુ કે હું એને બરોબર જોઇ પણ નહોતો શકતો. બેટા હું માનું છું કે સમયની સાથે બદલાવ બહું જરુરી છે પણ એ બદલાવ એવો પણ ન હોવો જોઇએ કે જે તમારી જીવવાની મજા જ છીનવી લે. " પૌત્ર તો એક ધ્યાનથી દાદાને સાંભળી રહ્યો હતો.

    દાદાએ વાત આગળ વધારતા કહ્યુ , " બેટા , હું તારા જેવડો હતો ત્યારે અમારે આવી ટ્રેઇન નહી ગાડાઓ હતા. અમે ગાડામાં બેસીને એકગામથી બીજે ગામ જતા. ગાડાની ગતી એટલી ધીમી હોય કે રસ્તામાં આવતી એક એક વસ્તુને અમે મન ભરીને માણી શકતા. પક્ષીઓના અવાજો સાંભળી શકતા. ફુલ પર બેઠેલા પતંગીયાઓને જોઇ શકતા. ગાડામાં બેઠા બેઠા અમે ગીતો પણ ગાતા અને ખાટી મીઠી વાતો પણ કરતા. તારી આ ટ્રેઇનમાં આ શક્ય જ નથી."

    મિત્રો , આપણે પણ જીંદગીની આ ઝડપી ટ્રેઇનમાં બેસી ગયા છીએ. જીવનની ઘટનાઓને નીરખીને જોવાનો સમય જ ક્યાં છે ? દિવસે દિવસે ઝડપ એવી વધતી જાય છે કે નથી ગીતો ગાઇ શકાતા કે નથી વાતો થઇ શકતી બસ એમ જ સમય પસાર થતો રહે છે. યાદ રાખજો મિત્રો , મજા ' થ્રીલ ' ની નહી સાચી મજા ' ફીલ ' ની હોય છે.

    4

    એક શહેરના મધ્યભાગમાં બેકરીની એક દુકાન હતી બેકરીની અમુક વસ્તુઓ બનાવવા માટે એને માખણની જરુર પડતી હતી.આ માખણ બાજુમાં આવેલા ગામડામાંથી એક ભરવાડ પાસેથી ખરીદવામાં આવતું હતુ.

    એક દિવસ બેકરીના માલિકને એવુ લાગ્યુ કે માખણ જેટલુ મંગાવ્યુ એના કરતા થોડું ઓછુ છે. એણે નોકરને બોલાવીને માખણનું વજન કરવાની સુચના આપી નોકર માખણનું વજન કરીને લાવ્યો માખણનું વજન 900 ગ્રામ હતું. એકકીલો માખણ ખરીદવામાં આવેલું પણ તેના બદલે 100 ગ્રામ ઓછુ માખણ મળતા વેપારીને બહુ ગુસ્સો આવ્યો.

    વેપારીએ નક્કી કર્યુ કે આવુ કેટલા દિવસ ચાલે છે તે જોવુ છે એણે ભરવાડને માખણ ઓછુ હોવા વિષે કોઇ વાત ન કરી. રોજ માખણ ઓછુ જ આવતુ હતું. થોડા દિવસ સુધી આ જોયા બાદ વેપારીએ ભરવાડની સામે કોર્ટમાં છેતરપીંડીની ફરીયાદ કરી.
    કોર્ટ દ્વારા કેઇસની સુનાવણી હાથ ધરવામાં આવી ત્યારે ન્યાયધીશે ભરવાડને પુછ્યુ , "તારી સામે જે આરોપ મુકવામાં આવ્યા છે તેના બચાવમાં તારે કોઇ રજુઆત કરવી છે કે કોઇ વકીલ રોકવા છે??

    ભરવાડે હાથ જોડીને કહ્યુ, "જજ સાહેબ, હું તો ગામડામાં રહેતો સાવ અભણ માણસ છું. માખણનું વજન કરવા માટે મારા ઘરમાં વજનીયા નથી. અમે ગામડાના માણસો નાના પથ્થરના વજનીયા બનાવીને જ વસ્તુ આપીએ. પણ અમારા આ પથ્થરના વજનીયા વેપારીના વજનીયા કરતા વધુ વજનદાર હોય બસ એટલી મને ખબર છે.

    જજે સામે પ્રશ્ન પુછ્યો, "તો પછી રોજ 100 ગ્રામ માખણ ઓછુ કેમ આવે છે??

    ભરવાડ કહે, "સાહેબ, એનો જવાબ તો આ વેપારી જ આપી શકશે. કારણ કે હું રોજ એમને ત્યાંથી એક કીલો બ્રેડ ખરીદુ છું અને એમની પાસેથી ખરીદેલી બ્રેડને જ વજનીયા તરીકે ઉપયોગ કરીને એમને એક કીલો માખણ આપુ છું.

    મિત્રો, જીવનમાં બીજા કરતા ઓછું મળે ત્યારે રાડારાડી કરવાને બદલે જરા વિચાર કરવાની જરુર છે કે મેં બીજાને શું આપ્યુ છે?? આપણે જે બીજાને આપીએ એ જ અન્ય દ્વારા આપણા તરફ પરત આવતું હોય છે.

    શીર્ષક : નામ : અર્ચના ભટ્ટ, પટેલ
    ઈમેઈલ : Mobile : 9408478888