Sukhi lagnjivani chavi in Gujarati Short Stories by Naresh k Dodiya books and stories PDF | સુખી લગ્નજીવની ચાવી

Featured Books
Categories
Share

સુખી લગ્નજીવની ચાવી

વાર્તા - "સુખી લગ્નજીવની ચાવી" - નરેશ કે.ડૉડીયા

----------------------------------------------------------------------------

કાલિન્દી અને વ્યોમ,કોલેજમાં પહેલા વર્ષથી એકબીજાની ઓળખમાં આવ્યા પછી કોલેજનાં છેલ્લા વર્ષ સુધી આ બંનેની જોડી અતુટ રહી હતી.

કાલિન્દી ચંચળ,મસ્તીખોર અને હમેશાં હસતી રમતી અને બીજાની સતત હસાવતી રહેતી હતી.કાલિન્દીનાં આવા મીઠડા સ્વભાવનાં કારણે કોલેજનાં આધ્યાપકની પ્રિય હતી અને એના સખીવૃંદમાં પણ એ એટલી જ પ્રિય હતી.

જ્યારે વ્યોમ થોડૉ અતડો અને હમેશાં કોલેજનાં અભ્યાસમાં ગળાડુબ રહેતો હતો.કાલિન્દીનાં પિતા શહેરનાં ખ્યાતનામ ડૉકટર હતા અને એના પિતાની એકની એક દીકરી હતી.જ્યારે વ્યોમ શહેરનાં સામાન્ય સરકારી કારકુનનો બીજા નંબરનો દીકરો હતો.

છતાં પણ કાલિન્દીનાં વ્યોમ પ્રત્યેનાં અગાધ સ્નેહનાં કારણે એને કદી વ્યોમ અને એની દોસ્તીમાં આ વાત વચ્ચે લાવી ના હતી.કારણકે કાલિન્દીનાં હ્રદયમાં વ્યોમ માટે એક નાજુક લાગણી હતી.ભવિષ્યમાં પોતાનાં જીવનસાથી તરીકે એ વ્યોમનાં સપનાં સજાવીને બેઠી હતી.

કોલેજ પૂરી થતાં કાલિન્દીએ અભ્યાસ છોડી દીધો અને વ્યોમને આગળ ભણીને કૈક બનવાની ઇચ્છા હતી.કોલેજ છોડ્યા પછી પણ વ્યોમ અને કાલિન્દી વચ્ચેનો સંબંધ અકબંધ હતો.

બે વર્ષનો આગળનો અભ્યાસ અમદાવાદમાં જ પૂરો કરીને વ્યોમને આગળ ભણવા માટે ત્રણ વર્ષ માટે વિદેશ જવાનું થયુ.સમયની નજાકત જોઇને કાલિન્દીએ વ્યોમ સામે પોતાના પ્રેમનો એકરાર કર્યો.ઠરેલ અને સમજદાર વ્યોમે કાલિન્દીને કહ્યુ,"જો તું મારા માટે ત્રણ વર્ષ રાહ જોઇ શકે તો મારો અભ્યાસ પૂરો થયા પછી આપણે લગ્ન કરીશુ."

કાલિન્દીને વ્યોમ આ રીતે ત્રણ વર્ષ દૂર રહેશે ગમ્યુ નહી,પણ પ્રેમની પરિક્ષા તો ત્યારે જ થાય છે જ્યારે એક પાત્ર આખોથી જોજનો દૂર સાત સમંદર પાર રહેતું હોય.

એ દિવસે રાતે જ કાલિન્દીએ વ્યોમને પોતાના ઘરે બોલાવ્યો.કાલિન્દીનાં પિતાને કાલિન્દી માટે મુરતીયો ડોકટર હોય એવી ઇચ્છા હતી.જ્યારે વ્યોમનો અભ્યાસ એનાંથી સાવ જુદો હતો.વ્યોમ સામાજિક વિષયો ઉપર ડૉકટરેટ કરવાં માંગતો હતો અને ભવિષ્યમાં એ ક્ષેત્રમાં જ આગળ વધવાં માંગતો હતો.અંતે ધણી બધી મસલત પછી કાલિન્દીનાં પિતાં આ સંબંધ માટે રાજી થયા અને કાલિન્દી વ્યોમ માટે ત્રણ વર્ષ રાહ જોશે એવું નક્કી થયુ.

વ્યોમનાં અભ્યાસનાં ત્રણ વર્ષ દરમિયાન બંને વચ્ચે સંપર્ક ચાલુ રહ્યો.અંતે વ્યોમનો અભ્યાસ પૂરો થતાં વ્યોમ વિદેશથી આવ્યો એ પછીનાં એક મહિનામાં લગ્ન લેવાઇ ગયા.

વિદેશ જઇને આવેલા વ્યોમનાં સ્વભાવમાં ઘણું પરિવર્તન આવી ગયુ હતુ.અત્યાર સુધી અતડૉ રહેતો વ્યોમ હવે કાલિન્દી જેમ મળતાવડૉ બની ગયો હતો.કાલિન્દીએ જોયું કે જેટલો અભ્યાસમાં ગંભીર થઇને ગળાડુબ રહેતો વ્યોમ હવે એકદમ રોમેન્ટીક બની ગયો હતો.

વ્યોમ ત્રણ વર્ષ અભ્યાસ માટે વિદેશ હતો એ દરમિયાન કાલિન્દી પોતાનો અસલ સ્વસ્વભાવ ભૂલીને થોડી પાકટ બની ગઇ હતી.મુળ તો એનાં દાદીમાં એને રોજ રોજ ટૉકીને કહેતાં કે હવે આવા નખરા સારા લાગે.તારે હવે પારકા ધરમાં વહું બનીને જવાનું છે.પરિણામે ચંચળ અને મસ્તીખોર કાલિન્દી ધીરે ધીરે સમજદાર અને પાકટ એવી ગંભીર બનતી ગઇ.

લગ્નજીવનનાં શરૂ શરૂમાં કાલિન્દી અને વ્યોમને કોઇ તકલીફ ના પડી.આ બાજુ વ્યોમની પ્રેકટીશ ધમધોકાર ચાલવાં લાગી.વિદેશ જઇને વાચાળ બની ગયેલા વ્યોમે પોતાના સામાજીક વિષયો પર પુસ્તકો લખવાનું શરૂ કર્યુ.

સામાજીક વિષયો પર વ્યોમની અદભૂત પકડનાં કારણે વ્યોમે લખેલા પાંચે પાચ પુસ્તકો બેસ્ટ સેલર સાબિત થયા..પ્રેમ,સુખી લગ્નજીવનની ચાવી,બાળકોનાં ઉછેર જેવા જુદા વિષયો પર લખેલા પુસ્તકો અંગ્રેજીમાંથી ભારતની અન્ય ભાષામાં ભાષાંતર થવા લાગ્યા.

સામાજીક મેળાવડા કારણે નવા નવા લોકોને રોજ બરોજ મળવાનું થતું હોવાથી વ્યોમમાં ખાસ્સો બદલાવ આવ્યો હતો.જેટલો ગંભીર અને અતડૉ હતો એટલો જ હવે મુકત વિચાર ધરાવતો,બોલકો અને રોમેન્ટીક બની ગયો હતો.

કાલિન્દીને અંદરખાને વ્યોમનો આ રોમેન્ટીક સ્વભાવ બહું જ ગમતો હતો.વ્યોમ કાલિન્દીને ખૂબ જ પ્રેમ કરતો હતો.ક્યારેક વ્યોમનો વધુ પડતો રોમેન્ટીક સ્વભાવ કાલિન્દીને મુંઝવણમાં મૂકી દેતો હતો.

કાલિન્દી મોટે ભાગે ધરમાં સાડી પહેરવાનું પંસંદ કરતી હતી.એ વ્યોમને ગમતું નહોતુ.વ્યોમ હમેશાં કાલિન્દીને સાડી સિવાઇનાં અન્ય ડ્રેસ પહેરે એવો આગ્રહ રાખતો હતો.વ્યોમનાં આગ્રહને વશ થઇને વ્યોમને જે પંસંદ હોય એવા જ કપડા પહેરીને વ્યોમ સાથે બહાર જતી હતી.

વ્યોમને પર્પલ કલર બહું ગમતો હતો,તેથી કાલિન્દી માટે પર્પલ કલરની સાડીથી અન્ય ડ્રેસ પર્પલ કલર લઇ આવતો હતો.કાલિન્દી કહેતી કે મારી પાસે કમસેકમ પર્પલ કલરની વીસથી વધું સાડી છે.હવે મહેરબાની કરીને આ કલરની સાડી લઇ નહી આવતા.

વ્યોમ ક્યારેક પોતાના સેમિનાર કે વ્યકત્વ માટે બહારગામ ગયો હોય ત્યારે રાતે કાલિન્દી સાથે અચુક વાત કરતો.કાલિન્દી જ્યારે પણ પુછે છે કે,"કેમ છો વ્યોમ તમે?"ત્યારે વ્યોમ હમેશાં રોમેન્ટીક મુડમાં જ જવાબ આપતો અને કહેતો કે,"તારા ગાલ જેવો ગુલાબી ગુલાબી છું."

ક્યારેક કાલિન્દી રસોડામાં કામ કરતી હોય અને કોઇનું ધ્યાન ના હોય તો વ્યોમ ધીરેથી કાલિન્દી પાછળથી જકડીને આંલિંગનમાં ભીંસી નાખતો.ડાઇનીંગ ટેબલ ઉપર જમતાં હોય ત્યારે વ્યોમ કાલિન્દીનાં પગ સાથે પોતાનાં પગ અથડાવતો.કાલિન્દી ક્યારેક ખોટો ગુસ્સો કરીને કહેતી કે"વ્યોમ....,આટલું બધું રોમેન્ટીક થવું સારું નહી,તમે બહારગામ જાઓ છો ત્યારે તમારી કાલિન્દી નહી હોય ત્યારે શું કરશો,બોલો...બોલો?"ત્યારે વ્યોમ એનાં રોમેન્ટીક અંદાજમાં પોતાના ખીસ્સામાં વોલેટ કાઢીને કાલિન્દીને એનો ફોટો બતાવીને કહેતો મેરી એક ગર્લફ્રેન્ડ હમેશાં મેરે વોલેટમે સાથ રહેતી હૈ."

ક્યારેક કાલિન્દી કોઇ કામમાં મશગુલ હોય અને કોઇનું ધ્યાન ના હોય તો વ્યોમ કાલિન્દીની ખુલ્લી પીઠ પર હળવું ચુંબંન આપી દેતો.વ્યોમની આવી હરકતથી કાલિન્દી ખૂશ થતી અને સાથે સાથે શરમાઇ જતી અને કહેતી કે,"વ્યોમ,આ ધરમાં આપણે બે એકલા જ નથી રહેતા,આપણી સાથે મમ્મી અને પપ્પા પણ રહે છે."તો વ્યોમ નફીકરા અંદાજમાં જવાબ આપતો અને કહેતો,"કાલિન્દી ડાર્લિંગ,જબ તુમ સામને હોતી હો,મે અપને આપ કો ભૂલ જાતા હુ..ફીર આજુબાજું કોન હૈ મુજે કૈસે પતાં ચલેગા."

આમને આમ લગ્નને છ વર્ષ વિતિ ગયા.આ છ વર્ષમાં કાલિન્દીને સંતાન થવાંથી વ્યોમ સહિત એનાં માતા પિતાને ચિંતા થવાં લાગી.અંતે કાલિન્દીને ડૉકટર પાસે નિદાન માટે લઇ ગયા અને નિદાનમાં એવું જાણમાં આવ્યું કે કાલિન્દી કદી માતા બની શકે એમ નથી.

ડૉકટરનાં આ નિદાનથી વ્યોમ સહિત એના માતા પિતા બધાં દૂખી હતા.પોતે સંતાનનો પિતા બની શકે એમ નથી એનાં માટે કાલિન્દી જવાબદાર છે,એમ માનીને વ્યોમ ધીરે ધીરે કાલિન્દીથી દૂર થવા લાગ્યો.પહેલા જે રીતે કાલિન્દી સાથે રોમેન્ટીક થઇને વર્તતો હતો એને બદલે એ કાલિન્દીથી અતડૉ રહેવાં લાગ્યો.સમજદાર કાલિન્દી પોતાની રીતે વ્યોમને મનાવવાની ઘણી કોશિશ કરતી હતી.

અંતે વ્યોમને કાલિન્દીએ કોઇ બાળકને દત્તક લેવાનું સુચન કર્યુ.તો વ્યોમે વધારે પડતો કાલિન્દી ઉપર ઉકળી પડયો અને કાલિન્દીએ ના કહેવાનાં શબ્દો કહી દીધા.જ્યારે કોઇ સ્ત્રીને પોતાનાં સ્ત્રીત્વને ઉતારી પાડતાં શબ્દોનો સામનો કરવો પડે ત્યારે એને બહું આધાત લાગે છે.

અંતે કાલિન્દીનાં પિતાએ વ્યોમને એક દિવસ પોતાનાં ઘરે બોલાવીને સરોગેટ મધર માટે સુચન કર્યુ.આ સુચન સાંભળીને વ્યોમ જરા ઢીલો પડ્યો અને ભાડુતી કુખ માટે કાલિન્દીનાં પિતાએ શોધ શરૂં કરી.

એ દરમિયાન કાલિન્દીનાં પિતાના એક ઓળખીતા ડૉકટરનાં ફર્ટીલિટી સેન્ટરમાં વ્યોમની શારિરીક જાંચ કરી અને સાથે લોહીનાં સેમ્પલ અને શુક્રાણુંનાં સેમ્પલ આપ્યા.પણ નશીબની બલિહારી જુઓ કે વ્યોમનાં શુક્રાણુની તપાસમાં માલુમ પડયું કે વ્યોમ ખુદ પિતા બનવાં માટે સક્ષમ નથી.

આ વાતની વ્યોમને જાણ થઇ ત્યારે વ્યોમ ભાંગી પડયો અને હતાશામાં ડુબી ગયો.સૌથી વધું વ્યોમને એ વાતનું લાગી આવ્યું કે જે સુખી લગ્ન જીવનની ચાવી અને બાળ કેળવણી ઉપર બસ્સોથી વધું વાર એ જુદી જુદી સંસ્થાઓમાં,કોલેજોમાં,સામાજીક મેળાવડાઓમાં વ્યક્ત્વ આપ્યા છે એ બંને વિષયો જ પોતાનાં જીવનથી અલિપ્ત રહ્યા છે એવું લાગ્યુ.

અત્યાર સુધી વ્યોમ કાલિન્દી સાથે જે રીતે વર્તતો હતો.હવે જ્યારે કાલિન્દી સામે હોય ત્યારે પોતાની જાત માટે કાલિન્દી સામે શરમિંદગી અનૂભવતો હતો.છતાં પણ કાલિન્દીએ વ્યોમને બધી રીતે સહારો અને સાંત્વન આપવાની કોશિશ કરતી રહી.

વ્યોમ હવે અંદરથી ઘુંધવાતો હતો અને પોતાની જાત માટે થોડી હિણપત અનૂભવતો હોવાથી સ્વભાવનો થોડો ચિડીયો બની ગયો હતો.ધીરે ધીરે આ પરિસ્થિતિમાથી બહાર આવવા વ્યોમ પોતાનાં કામ પ્રત્યે વધું ધ્યાન આપવા લાગ્યો.હવે વધુંને વધુંને પોતાનાં વ્યકત્વ માટે બહારનાં રાજયોમાં જવાં લાગ્યો.

હવે એ કાલિન્દી સાથે બહું જ ખપ પૂરતી વાત કરતો હતો,અને બને એટલો સમય પોતાના ધરથી દૂર રહેતો હતો.કાલિન્દી માટે વ્યોમનું આ વર્તન અસહ્ય બની ગયું હતુ.એક તો સંતાનહીન માતા અને પતિનું એનાંથી ધીરે ધીરે દૂર થતું જવું કાલિન્દી માટે દિવસે દિવસે આધાતજનક બનતું જતું હતુ.

એક દિવસ કાલિન્દીને એનાં પિતાને બધી વાત વિસ્તાર પૂર્વક કહી.એક દિવસ વ્યોમ અને કાલિન્દીને પોતાનાં ઘરે બોલાવ્યા અને બંને સમજાવવાની કોશિશ કરી.ઘણી સમજાવટ કરી છતાં કાલિન્દી અને વ્યોમ વચ્ચે સહમતી સંધાઇ નહી.અમુક મુદા કાલિન્દીને માફક ના આવ્યા તો અમુક મુદા વ્યોમને માફક ના આવ્યા..

અંતે આ ધટનાં પછી બંને એક બીજાથી રાજીખૂશીથી છુટા થવાનું નક્કી કર્યુ.
લગ્ન થયાનાં સાત વર્ષ પછી કોલેજકાળનાં પ્રેમીઓ પરણીને છુટા પડ્યા.છુટાછેડાની કાર્યવાહી પૂરી થતા,કાલિન્દી એનાં પિતાને ઘરે ચાલી ગઇ.

યોગાનુયોગ છુટાછેડાનાં દિવસે જ વ્યોમનો "સુખી લગ્નજીવનની ચાવી" ઉપરનું એકસો છપ્પનમું વ્યકત્વ હતુ.

કાલિન્દી સાથે છુટાછેડા લીધા પછી વ્યોમ અમદાવાદ છોડીને મુંબઇ ચાલ્યો ગયો અને કાલિન્દીએ બે વર્ષ પછી અમેરિકાનાં બે બાળકનાં પિતા એવા એક વિધુર સાથે લગ્ન કરીને અમેરિકા ચાલી ગઇ.

વ્યોમ તો મુંબંઇમાં પોતાનાં કામમાં એવો ડુબી ગયો કે કાલિન્દીથી છુટા પડયાને ચૌદ વર્ષ કયાં વિતિ ગયા એ પણ ખબર ના પડી.કાલિન્દીથી છુટા પડ્યા પછી વ્યોમને એકલું રહેવું ગમવાં લાગ્યું એનાં માતા પિતાએ બીજા લગ્ન માટે ધણૉ સમજાવ્યો છતા પણ એને લગ્ન ના કરવાનું પસંદ કર્યુ.એ મનોમન એ જ વિચારતો હું સંતાન પેદા કરવાં સક્ષમ નથી તો શા માટે લગ્ન કરૂ અને જે કાંઇ હું કમાંઉ છું એનો કોઇ વારસદાર તો મળવાનો નથી.કારણકે જે ધટનાં ભૂતકાળમાં બની વ્યોમ સાથે એ એક પુરુષનાં પુરુષાતનને ચોટ આપનારી હતી.

આ બાજું કાલિન્દી વિધુર પતિનાં બે સંતાનોનાં ઉછેરમાં એવી જ વ્યસ્ત થઇ ગઇ કે વ્યોમથી છુટા પડ્યાનાં ચૌદ વર્ષ કયાં વિતિ ગયા એને પણ ખબર ના પડી.

બરાબર ચૌદ વર્ષ પછી વ્યોમને એનાં સેમિનાર અને વ્યકત્વ માટે અમેરિકા ન્યુજર્સી જવાનું થયુ.કાલિન્દીથી છુટા પડ્યા પછી વ્યોમને એ પણ જાણ નહોતી કે કાલિન્દી અમેરિકાનાં ક્યાં સ્ટેટમાં વસે છે.

ન્યુજર્સીમાં વ્યોમનો સેમિનાર પૂરો થયો પછી બધા પ્રશસંકો ધેરી વળ્યા હતા,ખાસ તો એને જે પુસ્તકો લખ્યા હતા એનાં કારણે એનો એક મોટો ચાહકવર્ગ હતો.ધીરે ધીરે બધા ચાહકોની ભીડ ઓછી થતા વ્યોમ ઘડિયાળમાં સમય જોતો કોઇકની રાહ જોતો હતો.ત્યારે વ્યોમને અચાનક સામેથી કાલિન્દી આવતી દેખાણી.

અમેરીકાની મુલાકાત દરમિયાન આમ અચાનક કાલિંદીનું મળી જવું વ્યોમને સ્વપ્ને પણ ખ્યાલ નહોતો.આમે પણ છુટાછેડા પામેલું પાત્રને જોતા મન ભૂતકાળના હાસિંયામાં ધકેલાય જાય છે.

વ્યોમ સામે એ જ રીતે હસતી હસતી આવતી હતી જ્યારે સાંજે એ ઘરે આવે ત્યારે સામે જે રીતે હસતી હસતી આવતી હતી.કાલિન્દી એકદમ ફ્રેશ લાગતી હતી,ડીયોથી મઘમઘતી,પર્પલ કલરની સાડીમાં હજું પણ ગમે એવી લાગતી હતી,

"હા…પર્પલ કલર! મારો ફેવરીટ કલર છે..કાલિન્દીને ખબર છે."વ્યોમ મનોમન બોલી ઉઠયો.

“કેમ છો તમે”..કાલિંદીએ એકદમ નજીક આવીને પુછ્યું
"એકદમ મસ્ત મસ્ત ગુલાબી ગુલાબી…".યું નો કાલિન્દી,એકલો રહેતો માણસ કદી બીમાર પડતો નથી,કારણકે કોઇ એની સાર સંભાળ લેનાર હોતું નથી..

કાલિંદીએ કહ્યું-કેમ ના બોલ્યા તમે “તારા ગાલ જેવો ગુલાબી”
નીચું મોઢું રાખીને વ્યોમે જવાબ આપ્યો-“હવે એ ગાલ તારા એકલીના છે.એ ગાલ પર મારો હક્ક નથી."
તીણી આંખ કરીને કાલિન્દીએ વ્યોમનેપુછયું“તમને યાદ છે?આપણે કંઇ તારીખે અલગ થયા હતા?એ દિવસ યાદ છે…”

વ્યોમે કહ્યું,”ના,મને તારીખ યાદ નથી….હવે ઓગણપચાશ થયા મને,હવે મારી યાદ શકિત પણ ધટતી જાય છે..”

કાલિંદી હસતા હસતા જવાબ આપ્યો,”હા...પણ મને હજુ યાદ છે..આજથી બરાબર ચૌદ વર્ષ પહેલા ૨૪ જુનનાં રોજ આપણે છુટા પડ્યા હતાં.તે દીવસે તમને કદાચ યાદ હોય તો....?"

અચાનક વ્યોમ વચ્ચે બોલી ઉઠયો,"શું ...બોલ શું યાદ હોય તો કાલિન્દી?"
“તમારો એકદમ પોપ્યુલર સેમિનાર એકસો છપ્પમી વખત યોજાયો હતો”

વ્યોમે બસ એમ જ જવાબ આપ્યો”હા યાદ છે..”
કાલિંદી ફરી હસતા હસતા પુછ્યું”
"એ સેમિનારનું નામ શું હતું એ યાદ છે કે એ પણ ભૂલી ગયા..”
હા યાદ છે…”સુખી લગ્નજીવનની ચાવી.”

જતા જતા કાલિંદી કહી ગઇ,"હું સુખી છું,કારણકે મારાથી મારો નવો હંબ્બી મારાથી એકદમ ખૂશ છે.કારણકે એ સુખી લગ્નજીવની ચાવી અહી અમેરિકા સાથે લઇને આવી છું."

-નરેશ કે.ડૉડીયા

Feelings 1-15 january 2016