Hu Gujarati : 50 in Gujarati Magazine by MB (Official) books and stories PDF | Hu Gujarati : 50

Featured Books
Categories
Share

Hu Gujarati : 50

હું ગુજરાતી - ૫૦

* ગોલ્ડન જ્યુબીલી વિશેષાંક *


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


અનુક્રમણિકા

૧.એડિટરની અટારીએથી - સિદ્ધાર્થ છાયા

૨.મોર પિંચ્છ - કાનજી મકવાણા

૩.કલશોર - ગોપાલી બુચ

૪.કાફે કોર્નર - કંદર્પ પટેલ

૫.મંથન - સાકેત દવે

૬.સંજય દ્રષ્ટિ - સંજય પીઠડીયા

૭.કૌતુક કથા - હર્ષ પંડયા

૮.સખૈયો - સ્નેહા પટેલ

૯.ઉપસંહાર - અજય ઉપાધ્યાય

૧૦.મિર્ચી ક્યારો - યશવંત ઠક્કર

૧૧.ફૂડ સફારી - આકાંક્ષા ઠાકોર

૧૨.માર્કેટિંગ મંચ - મુર્તઝા પટેલ

૧૩.પ્રાઈમ ટાઈમ - હેલી વોરા

૧૪.ટેક ટોક - યશ ઠક્કર

૧૫.બોલિસોફી - સિદ્ધાર્થ છાયા

૧૬.લઘરી વાતો - વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી

એડિટરની અટારીએથી...

• સિદ્ધાર્થ છાયા •

જૈઙ્ઘઙ્ઘરટ્ઠિંર.ષ્ઠરરટ્ઠઅટ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

પચાસે પહોંચ્યો આપણો પ્રેમ

બે વર્ષ પહેલાં લગભગ આ જ મહિના દરમ્યાન ‘હું ગુજરાતી’ ઈ-મેગેઝિન શરૂ કરવાનો વિચાર આવ્યો ત્યારે એક્ઝેક્ટલી શું કરવું છે તેનો મને કે માતૃભારતીના શ્રી મહેન્દ્ર શર્માને ખયાલ જ નહોતો. પરંતુ એક-બે મીટીંગ પછી આ વિચાર સ્પષ્ટ થતો ગયો અને હું ગુજરાતી તે વખતે ‘ગુજરાતી ઈ બુક’ નામની એપ પર આપણું આ મેગેઝિન શરૂ થયું હતું. અમારી આ સફરમાં તમે જોડાયા તે અગાઉ કેટલાક મિત્રો તો કેટલાક સાવ અજાણ્‌યા પરંતુ ભરપૂર લેખન ક્ષમતાવાળા મિત્રો મળ્યા અને એકપણ જાણિતા લેખક કે લેખિકાની હાજરી વગર આ મેગેઝિનની શરૂઆત કરી. એક બાબતે જો કે હું અને મહેન્દ્રભાઈ પહેલેથીજ સ્પષ્ટ હતા કે આપણા મેગેઝિનમાં ક્યારેય કોઈજ નેગેટીવ વિચાર કે આર્ટીકલ નહીં આવે. એક લેખ અથવાતો આખું મેગેઝિન વાંચ્યા પછી જ્યારે વાચકના મોઢાં પર સ્મીત આવે એ દિશામાં આપણે પગલાં માંડવા છે.

અમારા સદનસીબે શરૂઆતમાં જે લેખકો અને લેખિકાઓ અમારી સાથે જોડાયા તેમનામાંથી મોટાભાગના આજે પચાસમાં અંકમાં પણ પોતાનું પ્રદાન કરી શક્યા છે. આનો મતલબ એક જ છે કે દરેકને આ મેગેઝિનમાં પોતાપણું લાગે છે. જે મિત્રો અને સખીઓ અમારી સાથે થોડા સમયના અંતરે જોડાયા એમણે પણ તરતજ ‘હું ગુજરાતી’ ના ઉદ્દેશ સાથે સંપર્ક કેળવી લીધો. અમુક મિત્રોને તેમની ચિતપરિચિત લેખન સ્ટાઈલ પણ આપણા મેગેઝિન માટે બદલવી પડી, પરંતુ તેમણે પણ હસતા મોઢે તેને સ્વિકારીને પોતાની સ્ટાઈલ બદલી નાખી.

વાચકોની મદદતો ખરી જ ને? તમારા ડાઉનલોડસ અને પ્રતિક્રિયાઓ વગર અમે પચાસ તો શું પુરા પાંચ અંક સુધી પણ ન પહોંચી શક્યા હોત. કદાચ આપણી વચ્ચે આ એક પ્રકારે પ્રેમ જ છે જેણે આપણને બાંધી રાખ્યા છે. એટલેજ આપણા આ ખાસ અંકનો થીમ આપણે ‘પ્રેમ’ રાખ્યો છે.

આશા કરીએ છીએ કે આ પચાસમો વિશેષાંક ઉપરાંત આવનારા તમામ ‘હું ગુજરાતી’ અંકોને તમારો પ્રેમ મળતો રહેશે.

આભાર

૧૪. ૦૨. ૨૦૧૬, રવિવાર (વેલેન્ટાઇન્સ ડે)

અમદાવાદ.

• સિદ્ધાર્થ છાયા •

ર્સ્િીપીંછ

• કાનજી મકવાણા •

દ્બટ્ઠાુટ્ઠહટ્ઠોદ્બટ્ઠિ૩૪જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

ર્સ્િીપીંછ

* કાનજી મકવાણા *

કલશોર

• ગોપાલી બુચ •

ર્ખ્તટ્ઠઙ્મૈહ્વેષ્ઠરજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

પ્રેમ રતન ધન પાયો....

"પિયા તોરી લાગી રે લગન...."ની અનુભૂતિથી મળેલો દિવ્યભાવ એટલે "પ્રેમ".એને વળી કઈ વ્યાખ્યામા બાંધવો ?જે તત્વ બધાં બંધનોથી પર છે એને શબ્દોમા આલેખવું જરા દુષ્કર છે.

આંખોથી સીધા હ્ય્દયના ઊંડાણને એક સરખી તિવ્ર લાગણીનો અહેસાસ થાય એ પછી ધીરે ધીરે બે પાત્ર નજીક આવતા જાય.બન્ને એકમેકમા ઓગળતા જાય. સમગ્ર વિશ્વર્ંગીન લાગે. સતત એકબીજાના જ વિચારો. સતત સાથની ઝ્‌ંખના !એકબીજા માટેનો જૂરાપો !અને બન્ને પાત્રોને પોતે જ "ટોપ"પર હોવાનો ખ્યાલ.એ દિવસો ખરેખર તારા તોડી જ શકાય છે એવી ખુમારીના જ હોય છે.જગતના તમામ પ્રણય ગીતો જાણે આપણી જ પ્રણય કહાની છે એમ લાગેે. એકબીજાના શોખ, ગમા- અણગમા, જરૂરિયાત, સમય, સંજોગ અને વિશ્વાસની સંપૂર્ણ સમજદારીથી કેળવાયેલો પ્રેમ સંબંધમા અચાનક એવું તો શું થાય છે કે આકાશમાં ફાટી ગયેલા પતંગની જેમ ગોથુ ખાવા લાગે છે ?

અત્યાર સુધી પ્રેમ વિશે બધી જ હકારાત્મક વાતો કરી પણ,આજે સંબંધનો "સ્પાર્ક"જે ગતિથી ઘટવા લાગે છે એની પીડા આલેખવી છે.શું બને છે એવું કે "પ્રેમ" હોવા છતાં અજાણતાં જ આપણા જ પ્રિયજનને આપણે ન્યાય નથી કરી સકતાં?એને એવી રીતે ઘાવ આપી દઈએ છીએ જેનો અહેસાસ સુદ્ઘાં આપણને નથી હોતો.

કદાચ વધું પડતી અપેક્ષા, સમયનો અભાવ, અન્ય જવાબદારી, ધિરજનો અભાવ, સ્થાયી થઈ ચુકેલા સંબંધ તરફની ઉપેક્ષા, અન્ય સંબંધો તરફની દોટ,વિશ્વાસનો અભાવ, વિશ્વાસની જાળવણીનો અભાવ, અસંતોષ-કેટલાં કારણ ગણાવું ? પ્રેમ થવો સહેલો છે પણ નિભાવવો અઘરો છે.

રાધા ક્રિષ્ણના પ્રેમની વાતો ૧૦૦% સાચી,મીરાની દિવાનગી પણ આંખ માથા પર. પણ આજના સંદર્ભમા એ બધુ જ કલ્પનામા સારૂં લાગે.કદાચ એ કક્ષાએ પ્રેમ કરનારા પણ હશે જ. એની ના નહીં. પણ બહું જ ઓછા એ દિવ્યતાને પામી શકે છે. પ્લેટોનિક પ્રેમ અને ઈરોટિક પ્રેમ વચ્ચે તફાવત છે જ.પણ પ્લેટોનિકના સરનામે પહોચવા ઈરોટિકની ગલીમાથી તો પસાર થવું જ પડે. તો આપણે તો વાસ્તવિકતાને જ ધ્યાનમા રાખી આગળ વધીએ.

આપણે જ્યારે કોઈ એક સંબંધમા આગળ વધીએ છીએ ત્યારે આપણા પ્રિયજન વિશેની કેટલીક ચોક્કસ કલ્પનાઓ આપણા મનમા હોય છે.શરૂશરૂમા તો આપણને પ્રિય પાત્ર આપણી કલ્પના મુજબ જ દેખાય છે.(ન હોય તો પણ)જેમ સંબંધ આગળ વધતો જાય એમ પુરૂષ ધીરે ધીરે માનસિક રીતે સિક્યોર થવા લાગે છે કે હવે આ પાત્ર એનું જ છે, એટલે એ બીજી પ્રવૃત્તિ/જવાબદારી તરફ વ્યસ્ત થવા લાગે છે.પ્રિયતમાને પામવા માટે હવે એણે કોઈ પ્રયત્નો નથી કરવાના એ એને પાક્કી ખબર હોય છે.એટલે એ અજાણતા જ એના સંબંધની ઉપેક્ષા તરફ વળે છે.જ્યારે સ્ત્રી એક વાર સંબંધમા જોડાય એ પછી એ સંપૂર્ણ સમર્પિત થઈ જાય છે. એનું પ્રિયપાત્ર હંમેશાં એની પ્રાયોરિટી રહે છે અને એની એના પ્રિયજન પાસેથી અપેક્ષાઓ વધી જાય છે.હવે વિચારો કે એક તરફથી થતી અજાણતા ઉપેક્ષા અને બીજી બાજુથી થતી સાહજીક અપેક્ષા !શું થાય ?બન્ને અપાકર્ષણ અને આકર્ષણના બે ધ્રૂવ વચ્ચે અટવાય ત્યારે સંબંધોમા તણાવ સર્જાય છે.બસ,સમજદારીની જરૂર અહિયા ઉભી થાય છે.બન્ને પક્ષે આ સમ્જોગોમા જ એકબીજાને જસ્ટીફાય કર્યા વગર સાચવી લેવાનું શરૂ કરવાનું હોય છે.તો આક્ષેપો અને પ્રતિઆક્ષેપોથી બચી જવાય અને એક ધોધમાર વહેતો સંબંધ એક જ પ્રવાહમા અને એક જ લયમા વહેતો રહે.આપણી ભુલ ત્યા થાય છે કે આપણે આક્ષેપો અને ખુલાસા વચ્ચે અટવાઈ જઈએ છીએ.

ઘણી જગ્યા એ વાંચવા મળે છે કે "ખુલાસા કરવા પડે એ સંબંધ સાચા હોતા નથી,સંબંધો અપેક્ષાથી પર છે,સાચા સંબંધો સાચવવા પડતા નથી..."વિગેરે વિગેરે.પણ હ્ય્દય પર હાથ મુકી સ્પષ્ટ કહેજો કે શું આ બધું સાવ સાચુ છે ?શું ખરેખર તમારો પ્રેમ તમને ન સાચવે તો તમને ચાલશે ?એક ફરિયાદ નહી કરો ?દુખ નહી થાય ?શું રીલેશનશીપમા કમિટમેન્ટ નહી ઇચ્છો ?જો તમારો જવાબ ના હોય તો તમે ખરેખર મહાન છો.પણ,મોટાભાગની વ્યક્તિ આટલી મહાન હોતી નથી.મોટાભાગના લોકો આ તમામ પરિસ્થિતીમાથી પસાર થાય છે અને ત્યારે જો સમવાદ ન સાધી શકે તો વિસંવાદ સર્જાય છે.સાચવવાનું ત્યારે જ છે.ગૂંચ તો પડે જ પણ તમે કેટલી સહેલાઈથી ઉકેલો છો એ મહત્વનું છે.

પુરૂષ જો સ્ત્રીની અસલામતિને પારખી થોડુ સમજદારી ભર્યુ વળણ,થોડી કુમાશ દાખવે તો સ્ત્રી બહુ જ સાહજીકતાથી પરિસ્થિતી સંભાળી લેતી હોય છે.ઘણા સંબંધોને પાયામાથી હચમચાવવામા સોશિયલ નેટ વર્કિંગનો પણ મહત્વનો ફાળો છે.ઘણી વાર "બિઝી છું"કહેનાર વ્યક્તિ સોશિયલ સાઈટ પર "બિઝી"જોવા મળે ત્યારે પણ સંબંધોમા ગાંઠ પડતી હોય છે.(સ્ત્રીની અસલામતી ત્યારે વેગવાન બને છે) એના કરતા "થોડીવાર હુ સોશિયલ સાઈટ પર બિઝી છું"એવું કદાચ સ્વિકાર્ય હોઈ શકે.કારણ એમા કશું છુપાવવાની વાત નથી.પારદર્શકતા છે.સંબંધોમા જેટલી પારદર્શકતા રહેશે એટલા સંબંધ વધું મજબુત બને છે.કારણ પોતાના પ્રિયતમ/પ્રિયતમા સામે ખુલ્લી કિતાબ જેવું જીવન શંકાના ઉદ્‌ભવ સ્થાનોને ઉગ્યા પહેલાં જ ખતમ કરે છે.કહેવાય છે ને કે રોગ અને શત્રુ ઉગતા જ ડમવા સારા.શંકા સંબંધોને મૃત્યુ તરફ ધકેલનારૂં નકારાત્મક પરિબળ છે તો સામે એક વાત એમ પણ સ્પષ્ટ કહીશ કે ઉપેક્ષા એ શંકાનું જન્મસ્થાન છે. એ સમજણ બન્ને પક્ષે જરૂરી છે.નાની નાની વાતો ને ઈગ્નોર કરી શકાય પણ એ ત્યારે સંભવ થાય જ્યારે નાની નાની વાતો જળવાતી હોય.

થોડી તકેદારી,થોડૉ સમય્‌,થોડી વફાદારી,થોડો ભરોસો,થોડો ખાસ હોવાનો અહેસાસ,થૉડો રોમાન્સ -બસ બહુ થયુ આટલુ તો સમબંધને સમબંધ કરવામા.

પ્રેમનો ખાસ અહેસાસ કરાવવો જરૂરી છે અને છે જ.વાતચીતનુ પણ એક ટ્‌યુનિંગ હોવુ જોઈએ .હા,વ્યક્તિ આપણી જ છે પણ એટલે એનો અર્થ એ નહી કે એનુ માન ન જળવાય એ રીતે એને ટ્રીટ કરવી.હકીકતે તો એને સૌથી વધુ સાચવવી જોઇએ,કારણ એ એક એવી વ્યક્તિ છે જે જીવનની ધૂપમા તમારો છાંયડો છે.વિસામો છે.જેની હાજરી તમારી ક્ષણોને હરીભરી રાખે છે.જેનો પ્રેમભર્યો હુંફાળો સ્પર્શ તમને જીવંત હોવાનો અહેસાસ કરાવે છે.જો આવી વ્યક્તિ તમારા જીવનમા મળી છે તો એને જિવતરની આંટીઘૂંટી વચ્ચે ગુમાવતા નહી.થોડુ સમાધાન કરીને પણ એને જાળવી લેવુ જે આપણૉ પ્રેમ છે.

મારે એક બીજી વાત પણ કરવી છે કે પ્રેમ ભલે કર્યો પણ જે ક્ષણે એમ લાગે કે હવે આગળ સહજીવન શક્ય નથી .ત્યારે જરાપણ ગુંગળામણ વગર કે અપરાધભાવ વગર સામેની વ્યક્તિને જણાવી દેવુ કે અહી આપણુ રૂણાનુબંધન પુરૂ થાય છે.તો એ સંબંધમા પણ તાજગી રહેશે,મિઠાશ રહેશે.પણ બહાનાબાજી કરીને કે લડઈ જગડા કરીને જુદા થવાના નાટકો ન કરવા .કારણ ત્યારે આપણી જાતને એક વ્યક્તિ તરીકે મુલવવી વધુ મહત્વનું હોય છે.જેમણે "કૉકટેલ"ફિલ્મ જોઈ હશે તેમને આ વાતનો અંદાજ હશે કે ક્યારેક પ્રેમની રાહમા પણ ’રોંગનંબર’લાગી જતો હોય છે .તો શું ! એ કંઈ એવી ભુલ નથી કે ન સુધારી શકાય.આવા સંજોગોમા સામે વાળી વ્યક્તિ એ ધિરજ ન ખોવી.કારણ જે ઘડી એ વ્યક્તિને બીજે આકર્ષણ થયુ એ ઘડી એ આપણે જેને "પ્રેમ્"નામ આપ્યુ હતુ તે સંબંધ તો મૃતપાય થયો !તો પછી કારણ વગર એની લાશનો બોજ ખભે ઉપાડી જીવવાનો અર્થ નથી.એ પ્રેમ હતો જ નહી.પ્રેમ તો સ્વયં બંધન છે. એ હજારો,લાખો ચહેરાની વચ્ચે એક જ ચહેરો શોધે છે .જો એ તમે નથી તો ત્યાથી ખસી જવું જ હિતાવહ છે.શક્ય છે કોઇ ચહેરો આપણા ચહેરાની રાહમા જુરતો હોય !

પ્રેમ કદી મરતો નથી .સંજોગો એને વેન્ટિલેટર પર લઈ આવે છે.માટે જો "પ્રેમ્"ને જીવાડવો છે તો સંજોગોને જીતતા શીખવું પડશે.સમય પર સવાર થતાં શીખવું પડશે.એટલું આસાન નથી આ અદભુત રસાયણને પચાવવું.પણ અશક્ય પણ નથી.એક વાર જો પ્રેમ નામના આ પરમ તત્વને સાચા અર્થમા પામી ગયા તો જીવન ધન્ય છે.જીવન જીવંત છે.પછી ગાઈ ને નાચી ઊઠશો કે,"પ્રેમકી લત મોહે એસી લાગી,હો ગઈ મે દિવાની...."છેલ્લે ગુલઝાર સાહેબની એક લઐન યાદ આવે છે,"પનાહ મિલ જાયે રૂહ કો જીસ કા હાથ છૂકર,ઉસ હથેલી પે ઘર બનાલો"

• ગોપાલી બુચ •

કાફે કોર્નર

• કંદર્પ પટેલ •

ટ્ઠીંઙ્મ.ાટ્ઠહઙ્ઘટ્ઠિ૫૫૫જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

“વસંત એટલે વાતાવરણમાં વહેતો ‘પ્રેમ’નો વાસંતી વાયરો...!”

ઈશ્વર નામના કલાકારે પ્રકૃતિને જે સ્વરૂપ આપ્યું છે તેનો સમગ્ર બ્રહ્‌માંડમાં તોટો જડે તેમ નથી. વસંત ૠતુનું આગમન ગુલમહોર અલગ અંદાજમાં કરે છે. એ ખીલેલા સુકોમળ પુષ્પના પવનની સાથેના સ્પંદનો, વૃક્ષની ડાળી પણ ચોટેલું પર્ણ, નદીની ધારે ભીનો થતો અને સુકાતો પથ્થર, કલરવ પામતું વાતાવરણ, મઘમઘી ઉઠતી ધરતી, વેલાઓની લચીને પડેલી શાખાઓની નીચે ધીરે-ધીરે ચાલતી ગોકળગાય, લીલા પર્ણ પર રમતી લીલી ઈયળ, રેતીના સુક્ષ્મ કણો, ખડક સાથે અથડાઈને તેને આકારિત કરતી પાણીની થપાટો, મૂરજાયેલા પુષ્પની બીડાતી કળીઓ, શુષ્ક પીળા ચીમળાઈ ગયેલા પાનનો થતો ખડ-ખડ અવાજ, લાલિત્યપૂર્ણ કિરણો વડે સોનેરીથી માંડીને ઘેર લાલ રંગથી સમગ્ર પૃથ્વી પર ચેતન-અચેતનનો અહેસાસ કરાવતો સૂર્ય, શીતળતાની ચાદર નીચે ધરતીની ચોકીદારી કરતો ચંદ્ર....આ બધું જ સહજ લાગે. બેમતલબની ચીજ લાગે. પરંતુ, સેન્સિટીવલી માણીએ તો એના સૌન્દર્યનો અંદાજ આવે.

વસંત ૠતુનું વર્ણન થતું હોય ત્યાં મહાકવિ કાલીદાસને કેવી રીતે ભૂલાય? જ્યાં વસંત હોય ત્યાં સાક્ષાત કાલિદાસ હાજરાહજૂર હોય. “ૠતુસંહાર” માં કવિ કાલિદાસ એ ઉત્કૃષ્ટ અને અજોડ વર્ણન વસંતનું કર્યું છે. વસંતતિલકા, માલિની અને શાર્દુલવિક્રીડિત છંદોનો ઉપયોગ કરીને દરેક ૠતુઓને ગ્રીષ્મથી શરૂ કરીને વસંત ૠતુ પર અંત કર્યો છે. વસંત ૠતુનું વર્ણન કરતા કાલિદાસ કહે છે,

“કામોસક્ત પુરૂષ વિણાની ધ્વનિ સાંભળતો-સાંભળતો પોતાની પ્રિયતમા સાથે મદિરાપાન કરીને શયન કરે છે. તે રમણી ના નિતંબ, હારથી અલંકૃત અને ચંદનરસથી લિપ્ત સ્તનમંડળ તથા સુગંધિત કેસરનું સેવન કરીને પોતાનો સંતાપ દુર કરે છે. આ ૠતુમાં જયારે પ્રિયતમા મોતીની માળા ગાળામાં તથા પગમાં મણકાઓ પહેરીને મંદ ગતિમાં ચાલે છે ત્યારે કામરસથી પીડાતા પુરૂષનું મન વિચલિત થાય છે અને તેના સ્વરૂપને જોઇને તે આકષ્ર્િાત થાય છે. પ્રિયતમા પોતાના શરીરને અનેક વસ્ત્રોથી સજાવે છે અને પોતાના ‘કામ’સ્વરૂપ થી પ્રિયેને પોતાની તરફ બોલાવીને કામોસક્ત બને છે. ચંદનમિશ્રિત જળથી કામાયની શરીરના અંગે અંગમાં કામોદ્દીપન કરે છે ત્યારે ચંદ્ર જાણે પોતાના જ તેજથી લજ્જિત થઈને પીળો પડી જાય છે.”

જેમ પ્રાણ વિના શરીર જડ છે તેમ વસંત વિના ૠતુઓની શાન નથી. વસંત પ્રેમને જીવનની પળે પળને નવપલ્લવિત કરી દે છે.

ઉમર ખૈયામની એક રૂબાઈ કહે છે - “ જે હ્ય્દયમાં કોઈ પ્રકારની પણ પીડા ન હોય અને કોઈના પ્રેમ માટે પાગલપન ન હોય તેને ધિક્કાર છે. જેટલા પણ દિવસો તેં પ્રેમરહિત વીતાવ્યા એનાથી વ્યર્થ, નિરર્થક દિવસો બીજા કોઈ હોઈ ન શકે.” પ્રેમમાં વીતેલા દિવસો જ સાર્થક. પ્રેમ ભરેલું જીવન જ કૃતકૃત્ય. પ્રેમ વિનાનું હ્ય્દય એટલે કેવળ લુહારની ચામડાની મશક. જેમ લુહારની મશક હવાથી ફૂલે તેમ માણસનું હ્ય્દય ધબકે ખરૂં, પણ એમાં ભાવનાં સ્પંદનો ઊઠે નહીં. વસંત ૠતુમાં પ્રેમથી ભરેલું હ્ય્દય એટલે પ્રિયને પ્રાપ્ત કરવાની ચમક. પ્રિયતમાની વસ્તુમાં એના હૈયાની સુગંધ માણી પોતાના શ્વાસમાં સ્વર્ગનું સુખ પ્રગટાવતા પ્રેમીમાં આ પ્રેમામૃતનો પ્રભાવ વરતાય છે.

આદિલ મન્સૂરીના હ્ય્દયમાંથી નીકળેલી આ પંક્તિમાં એ દેખાય છે .

શ્વાસોમાં પાછાં સ્વર્ગનાં ફૂલો ખીલી ઊઠયાં,

છે કોના ઉરપ્રદેશની ખુશ્બૂ રૂમાલમાં ?

ૠતુઓનો રાજા એટલે વસંત. જેમ ઠંડીનું પ્રમાણ ઓછું થતું જાય અને યુવા ધડકનો આ શિયાળાની છેલ્લી ક્ષણોને ભરપુર માણી લેવા માંગતા હોય તે રીતે પ્રેમરસનું સિંચન એકબીજાના શરીરમાં કરીને એક આત્મામાં વિલીન પામે છે. વાસંતી પવન કઈ આવો જ પ્રેમનું પુષ્પ ખીલવીને આવે છે અને સમગ્ર સૃષ્ટિમાં ઓળઘોળ પામે છે, જાણે પ્રેમનો પવન જ હોય..! જે વ્યક્તિ વધુ વિચારે અથવા તો બેફિકરાઈથી કઈ જ ના વિચારે, અહેસાસ ના કરે, મહેસુસ ના કરે..એમના માટે હ્ય્દયસ્થ કવિ રમેશ પારેખ એ ખુબ સરસ કહેલું. “ગંદકી વીંટી આંખ ગમાણ સુધી પહોચાડે, ગોકુલ સુધી નહિ. એ માટે છાણ ચૂંથવાને બદલે મોરપીંછ પર હાથ ફેરવવો પડે.” આ ૠતુમાં સતત કોઈ પોતાનાને વધુ પોતીકા કરવાની અને પારકાને પોતાની વધુ નજીક લાવવાની ૠતુ છે. જ્યાં નિરાંતજીવે કશું સમજવાની, મૌનની ભાષા ઉકેલવાની કે અનુભવવાની આવડત નથી ત્યાં વસંત નથી.!

છાપરા રાતા થયા ગુલમહોર મ્હોર્યા એટલે..

માર્ગ મદમાતા થયા ગુલમહોર મ્હોર્યા એટલે..

આંખની વાત તો ના પૂછો કે શું થયું એને,

દ્રશ્ય સૌ ગાતા થયા ગુલમહોર મ્હોર્યા એટલે..

બાંધી ના બંધાઈ એની કંચુકીમાં પોટલી,

વૃક્ષ ચડિયાતા થયા ગુલમહોર મ્હોર્યા એટલે..

વાયુ અણિયાળો થયો તેની ય ના કરી પરવા,

મન ઉઝરડા થયા ગુલમહોર મ્હોર્યા એટલે..

આ ગલીમાં, ઓ ગલીમાં, આ ઘરે, ઓ ઘરે,

જીવ વહેરાતા થયા ગુલમહોર મ્હોર્યા એટલે..

કઈ તરફ રહેવું અમારે, કઈ તરફ વહેવું, રમેશ..

ભાન ડહોળાતા રહ્યા ગુલમહોર મ્હોર્યા એટલે..

- રમેશ પારેખ

-ઃ કૉફી ‘લવ’ :-

બધીયે અટકળોનો એવી રીતે અંત મળે,

કોઈ પરબીડિયામાં જે રીતે વસંત મળે.

- હિતેન આનંદપરા

• કંદર્પ પટેલ •

મંથન

• સાકેત દવે •

જટ્ઠાીંઙ્ઘટ્ઠદૃીજ્રઅટ્ઠર્રર્.ર્ષ્ઠદ્બ

પ્રેમ એટલે...

ફૂલ પરનું ઝાકળ થઈ જડોને જરા,

શબ્દ કર્યો છે આગળ, અડોને જરા.

“હું ગુજરાતી” ઈ-મેગેઝીનના તમામ વાચક-મિત્રોને શબ્દોના માધ્યમથી પ્રેમની આ સદાબહાર ૠતુની શુભેચ્છાઓ. હવે મુખ્ય પ્રશ્ન તો એ કે પ્રેમ કરવા માટે કોઈ ૠતુ હોવી જરૂરી છે ? બીજી રીતે કહીએ તો પ્રેમ ૠતુ કે સમય જોઈને થઈ શકે ક્યારેય ? પ્રેમ તો ડાળને સહજ રીતે ફૂટતી કૂંપળની જેમ અથવા તો અનાયાસ વરસી જતાં વાદળની જેમ થતો રહે, પાંગરતો રહે અને થોડાઘણા અંશે આથમતો પણ રહે. સહજતા એ પ્રેમની પૂર્વનિર્‌ધારિત શરત છે. મહત્વની વાત એ છે કે પ્રેમ ક્યારેય ટાઈમટેબલ સાચવતો નથી અને એ પ્રમાણે ઉપરોક્ત પંક્તિઓમાં વ્યક્ત થયેલો આયાસપૂર્ણ આગ્રહ જરા ખોટો પણ ખરો.

પ્રેમ અકારણ થઈ જાય છે, અને પછી તેને ટકાવવા વ્યક્તિને ઘણાં કારણો મળી રહે છે. પ્રેમ ક્યારેક એવી પથરાળી કેડી બને છે કે જેના પર સૌરભસભર પુષ્પો ખીલ્યા હોય છે, તો ક્યારેક પ્રેમ એ સૂકી આંખોમાં ઉમટે એવું માત્ર એક આંસુનું પુર પણ હોઈ શકે છે. પ્રેમ થાય ત્યારે શું થાય ? પ્રેમ થાય ત્યારે શ્વાસને વાચા ફૂટે, સૃષ્ટિ ગજબની રંગીન લાગે અને કવિતાઓ લખાય.

એકબીજાની આંખમાં જોવાઈ જઈએ,

ચાલ, આજ આપણે ખોવાઈ જઈએ.

આપણ બે સિવાય ન મળીએ કોઈને,

આડેહાથ એમ ક્યાંક મુકાઈ જઈએ.

કોલાહલ દુનિયાનો, એકતરફ રાખી,

બની કોઈ સન્નાટો, છવાઈ જઈએ.

‘છલોછલ’ શબ્દનો સાચો અર્થ અનુભવવો હોય તો પ્રેમ કરવો જોઈએ, ઝાકળના સ્પર્શની મૃદુતા માણવી હોય તો પ્રેમ કરવો જોઈએ, અન્ય વ્યક્તિના શ્વાસ પર સામ્રાજ્ય સ્થાપવું હોય તો પ્રેમ કરવો જોઈએ, એક તરફ દુનિયાને વામન કરી એક અસ્તિત્વ પૂરતી માર્યાદિત બનાવવી હોય ને બીજી તરફ અનંત અમાપ દરિયાની વિશાળતામહીં હલેસા વગરની નાવ લઇ વિહરવા નીકળી પડવું હોય તો પ્રેમ કરવો જોઈએ. શ્વેત આંખોમાં મેઘધનુના સર્પો સળવળતા જોવા હોય, ચાર હથેળીની હૂંફ વચ્ચે નાજુક સંબંધનો ઉછેર કરવો હોય, હ્ય્દયોના એકાત્મકતાની ક્ષિતિજો પાર કરવી હોય તો પ્રેમ કરવો જોઈએ.

આવી માદક સાંજે

તું મને

પ્રેમ વિષેનો કોઈ પ્રશ્ન ન પૂછીશ...

કારણ,

મારા ઉત્તરમાં પૂર્ણવિરામ હશે નહિ,

ને

અલ્પવિરામ હું મૂકીશ નહિ...

પ્રેમ થાય ત્યારે જીવનમાં વિરામચિહ્‌નોનો ઉપયોગ કઠિન બની જાય છે. પ્રેમમાં અલ્પવિરામ કે પૂર્ણવિરામને કોઈ સ્થાન હોતું નથી. પ્રેમને ઉંમર જેવા કોઈ આયામો કે મર્યાદાઓ હોતી નથી. પ્રેમ ઘરડો થતો નથી. માણસ તેની શારીરિક ઉંમરના જુદાજુદા પડાવો પર મનમાં પ્રેમના વિવિધ રેખાંકનો અનુભવે છે. બાળક જેટલો શુદ્ધ પ્રેમ અન્ય કોઈ ઉંમરમાં થવો મુશ્કેલ હોય છે. આ સમયે પ્રેમ કરવા માત્ર સંવેદનાસભર હ્ય્દયની આવશ્યકતા હોય છે, શારીરિક ખૂબસૂરતીનું ક્યાંય કોઈ મહત્વ હોતું નથી. સો માણસો વચ્ચે પોતાની પ્રિય વ્યક્તિને દોડીને વળગી પડવું કે તેના અભાવમાં મોટા અવાજે રડી શકવું તે બાળક માટે જ ઘણું સહજ બની રહેતું હોય છે.

યુવાની ઊગતા પ્રેમ અને ઉભરતી લાગણીઓનું એપીસેન્ટર કહેવાય છે. અનેક સંવેદનો વચ્ચે આ સમયે પ્રેમ એ બિનહરીફ ચૂંટાઈ આવતી સરમુખત્યાર લાગણી બને છે. આકાશ વધુ પાસે આવી ગયેલું લાગે છે અને વૃક્ષો વધુ ઘેરાં ગાલ ગુલાબી કુમાશથી તરબતર રહે છે અને ટેરવાં સ્પર્શના ગહન અભ્યાસી બને છે. ઘટનાઓ જોવાની દ્રષ્ટિ ઘણી સુંવાળી બની રહે છે. આવી ક્ષણોએ દરેક સવાર ધુમ્મસી ખુશનૂમા હોય છે, દરેક બપોર ગુલમહોરી લાગે છે અને દરેક સંધ્યાએ લાગણીના અનેક સૂર્યો ઉદય પામતા રહે છે.

એમ ના સમજશો કે મુક્ત છું, જીવનની એક ફ્રેમમાં છું,

વૃદ્ધ નહી થઇ શકું હું ક્યારેય, તારા સૌંદર્યના પ્રેમમાં છું.

વૃદ્ધત્વ એ પ્રેમનો પાકટ આયામ છે. યુવાની પ્રેમોત્સુક હોય છે જ્યારે બુઢાપા માટે પ્રેમ આવશ્યકતાનું સ્વરૂપ ધારણ કરે છે. જ્યારે આંખોની રોશની ઝાંખી થતી હોય, જ્યારે બારીમાનું આકાશ રોજ જરા જરા દૂર સરતું હોય, જ્યારે ટેલીફોનની ઘંટડીઓ લાંબા અંતરાલે વાગતી હોય ત્યારે... કોઈક એવી વ્યક્તિ જરૂરી બને છે જે ચહેરા પર ખીલેલી કરચલીઓને સમજી શકે, અસ્ત થતાં અસ્તિત્વને ચાહી શકે, ધ્રૂજતા હાથના કંપનને પોતાના હાથમાં લઇ સ્થિર કરી શકે. આ સમયે માત્ર જીવંત રહેવાની ઈચ્છા નથી હોતી, પ્રેમને જીવંત રાખવાની અજબ કોશિશ હોય છે. ઊંડી ઉતરી ગયેલી આંખોમાં ક્યારેક ભરાઈ આવતા દરિયાને ઝીલવા વિશાળ હ્ય્દયની ખેવના રહે છે.

સૂફી કવિઓની નજરમાં ઈશ્વરને પામવા માટેનું એકમાત્ર સાધન એટલે પ્રેમ, એમની પરિભાષામાં ‘ઈશ્ક’. ‘ઈશ્કે મિજાજી’થી ‘ઈશ્કે હકીકી’ સુધીની એમની સાધના પ્રેમનું અલૌકિક સ્વરૂપ પ્રગટ કરે છે. મધ્યકાલીન સંત કવિ કબીર પાંડિત્યની તુલનામાં સહજ પ્રેમને વધુ મૂલ્યવાન માને છેઃ

પોથી પઢપઢ જગ મું, પંડિત ભાયા ન કોઈ,

ધાઈ અક્ષર પ્રેમકા, પઢે સો પંડિત હોઈ.

પણ પ્રેમની પૂર્વશરત છે અહમનુ વિગલન. પ્રેમમાં દ્‌વિત્વ ન ચાલી શકે. પ્રેમગલીમાં બે જણનો સમાવેશ શક્ય નથી, ત્યાં તો બંને એ એક બનીને વિચરવાનું છે. પ્રેમના બે પક્ષ છે : સંયોગ અને વિયોગ. સાચા પ્રેમી માટે વિયોગ વધુ ગ્રાહ્ય છે. વિરહની ઉત્કટતા ક્યારેક જીવતર સુધી જળવાઈ રહે છે. લયલા-મજનૂ, સોહિની-મહિવાલ, હીર-રાંઝા કે સલીમ-અનારકલી જેવાં પ્રેમીઓએ આત્મબલિદાન દ્વારા જ પ્રેમની શ્રેષ્ઠતા વ્યક્ત કરી છે.

પ્રેમ વિષે લખવા બેસો તો થોથાં ભરાય ને પ્રેમ એક ટપકાંમાંય પરિપૂર્ણ લાગે. પ્રેમ આરોગવા રાજભોગ ન જોઈએ, એ તો બે વ્યક્તિઓ વચ્ચે પાણીપુરીની એક પ્લેટને ય પરિપૂર્ણ બનાવે. સૌ વ્હાલા વાચક-મિત્રોને પ્રેમમય જીવનની શુભેચ્છાઓ...

• સાકેત દવે •

સંજય દ્રષ્ટિ

• સંજય પીઠડિયા •

જટ્ઠહદ્ઘટ્ઠઅિૈંરટ્ઠઙ્ઘૈટ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

સોળમે વર્ષે એન્ટ્રી અને વાગી ગઈ ઘંટી...ટીંગ ટીંગ ટીંગ

દેશમાંથી સાઢુભાઈ આવે તેમ વેલેન્ટાઈન્સ ડે આવ્યો અને ગયો. કેટલાય નવા જોડા (ચપ્પ્લ નહીં, કપલ) બનાવતો ગયો અને કેટલાય જૂના જોડા તોડતો ગયો. ખેર, આજે મારે થોડો ટાઈમપાસ કરવો છે. થોડાં મહિનાઓ પહેલાં, એક મરાઠી ફિલ્મ ખૂબ ગાજેલી. ફિલ્મનું નામ ‘ટાઈમપાસ’ પણ સ્ક્રીનપ્લે ટાઈમપાસ નહોતો. ફિલ્મની શરૂઆતની અને છેવટની એમ બંને ફ્રેમમાં એક-એક ક્વોટ લખેલા હતા. શરૂનું ક્વોટ હતું - ્‌રીિી ૈજ ર્હ ર્ઙ્મદૃી ઙ્મૈાી ંરી કૈજિં (પહેલા પ્રેમ જેવો એક પણ પ્રેમ નથી) અને છેવટનું ક્વોટ હતું - ્‌રી દ્બીર્દ્બિઅર્ ક ર્એિ કૈજિં ર્ઙ્મદૃી હીદૃીિ કટ્ઠઙ્ઘીજ ટ્ઠુટ્ઠઅ (પહેલા પ્રેમની યાદ ક્યારેય ક્ષીણ થતી નથી). ફિલ્મની સ્ટોરી એકદમ સિમ્પલ. ઉત્તરધ્રૂવ અને દક્ષિણધ્રૂવ સમાન બે પાત્રો. છોકરાનું નામ ‘દગડુ પરબ’. જીવનમાં ફક્ત બે ને માને - એક સાઈબાબા અને એક એના આઈબાબા (એટલે મા-બાપ). ભણવામાં ઢબૂનો ઢ. સવારે ઘરે-ઘરે છાપા નાખવા જાય, બાકી આખો દિવસ આળાટોળા ને આશિર્વાદ. છોકરી સભ્ય કુટુંબની દીકરી. નામ એનું ‘પ્રાજક્તા લેલે’. દેખાવે સાદી, પંજાબી ડરેસ પહેરે, બે ચોટલા વાળે, એક ચોટલા પર ફૂલ લગાડે. હળવેથી બોલે, શાંત રહે, મા-બાપની બધી વાત માને, નાચવાનું મન થાય તોયે ઈચ્છાઓને દબાવીને રાખે - આ બધાનું એક જ કારણ, પ્રાજક્તાના પપ્પા માધવરાવ લેલે. જૂનવાણી, ખડૂસ, સિદ્ઘાંતવાદી ફાધર. બોલવાની ભાષા અને પહેરવાની ભૂષા તદ્દ્‌ન સ્વચ્છ, પણ પ્રેમ નામના શબ્દથી ચીડ. પ્રાજક્તાને પહેલી વાર જોઈ અને દગડુના મનમાં ફણગા ફૂટ્‌યા. પહેલા પહેલા પ્રાજક્તાએ ભાવ ન આપ્યો પણ જેમ છાશવારે બંને મળતા થયા તેમ એકબીજા પ્રત્યે આકર્ષણ જામતું ગયું. પ્રાજક્તા ભણેલી હતી એટલે એનો પ્રેમનો એકરાર કંઈક આવો હતોઃ “કાંઈ સમજાતું નથી. કાંઈક ખોવાયું હોય એવી ફિલીંગ આવે છે, મનના ખૂણેખૂણામાં શોધ્યું પણ એ જડતું નથી. મનમાં વમળો સર્જાયા કરે છે. હ્ય્દયના ધબકારા વધી ગયા છે. ગીતો ગાતી વખતે સૂર એકદમ પરફેક્ટ લાગે છે અને આંખ બંધ કરૂં તો બધે તું જ દેખાય છે.” દગડુને આમાં કાંઈ સમજાતું નથી. એ ફક્ત પૂછે છે કે “આઈ લવ યુ” છે કે નથી. એમ કરતાં કરતાં તાજા ચોખ્ખા ઘીમાં ઝબોળેલી પૂરણપોળી પ્રાજક્તાને ડેરિંગબાજ દગડુ જેવા બોંબિલ-ફ્રાયનો રંગ ચઢી જાય છે. પછી વધુ મળવાનો, સાથે ફરવા જવાનો, લવ-લેટર લખવાનો સિલસિલો ચાલુ થાય છે અને પછી વિલન પપ્પાને ખબર પડે એટલે બંને છૂટ્ટા પડી જાય છે. (આ ફક્ત પહેલા ભાગની વાર્તા છે. ‘ટાઈમપાસ-ટુ’ નામનો બીજો ભાગ પણ રિલીઝ થયો અને સુપરહીટ ગયો).

સામાન્યતઃ ૩વર્ષે પ્લેહાઉસ, ૫ વર્ષે પહેલું ધોરણ એમ ગણો તો પંદર વર્ષે એસ.એસ.સી. અને સોળમે વર્ષે કૉલેજ પ્રવેશ થાય. સોળ વર્ષની ઉંમર એવી હોય કે એમાં ફટાકથી પ્રેમ થઈ પણ જાય અને પાછો તરત વરાળની જેમ ઊડી પણ જાય. સોળ વર્ષે પહેલો પ્રેમ થાય એ પ્રેમ છે કે ક્રશ એ જ ક્લીયર ન હોય પણ એ ફિલિંગ અવર્ણનીય હોય છે. શરીરના કોષોમાં પતંગિયા પાંખો ફફડાવવા માંડે, લોહીના એક-એક કણમાં અળસિયા હલનચલન કરવાં માંડે, કૅડબરી સિલ્ક જેવી સુંવાળી સુંવાળી ફિલીંગ્સ આવે. અંધારી રાતમાં મેઘધનુષના સાતેય રંગ દેખાવા માંડે. હાસ્યકલાકાર શાહબુદ્દીન રાઠોડ એવું કહેતાં કેઃ

સમંદરના તરંગો ચાંદનીમાં લીન લાગે છે, પવનની લ્હેર પણ ઝળકી ઉઠેલી બીમ લાગે છે,

એ કુદરત હોય કે માનવ એક સરખો છે અનુભવ આ, પ્રેમમાં હો ત્યારે બધું રંગીન લાગે છે.

છોકરાને ખબર પડે કે છોકરી ક્યાં રહે છે, એના ઘરમાં કોણ કોણ છે ત્યાર પછી એના ઘરની આજુબાજુ આંટાફેરા ચાલુ થઈ જાય. ઘરનાંવને ઈમ્પ્રેસ કરવાના બહાના શોધવા માંડે. ‘મુજસે મહોબ્બત કા ઈઝહાર કરતી, કાશ કોઈ લડકી મુઝે પ્યાર કરતી’ જેવા ગીતો ગાઈને પોતે પણ બોર થાય અને બીજાને પણ કરે. સિનેમાના ડાયલૉગ્સ તો હનુમાન ચાલીસા બોલતા હોય એમ બોલી નાખે. જો કદાચ ‘એકસો તેતાલીસ’નો અર્થ ખબર ન હોય તોયે ‘૧૪૩’ લખીને છોકરી સાથે એના અર્થને અનર્થ કરવા (અંગ્રેજીમાં અનર્થ એટલે શોધી કાઢવું) તૈયાર થઈ જાય. પેલીને મળવા માટે બેચેની વધતી જાય તો ભગવાનને પ્રાર્થના કરે કે, ‘હે ભગવાન, એક વાર એવું કંઈક કરો કે પેલી એક વાર મારી સામે જુએ’. ભગવાન પણ આવા નવા પ્રેમીઓનો સાથ આપે અને ચમત્કાર કરે કે બંને જણ કોઈક કારણસર આમને-સામને આવી જ જાય. એક વાર જો છોકરી છોકરા પર ઇમ્પ્રેસ થઈ ગઈ પછી તો ન પૂછો વાત....પછી તો છોકરો જ્યાં જાય ત્યાં તીર ઘૂસેલા દિલ દોરવા માંડે. પેલીને ગમે એવા ટીશર્ટ અને જૅકેટ પહેરવા લાગે. એને એમ થાય કે સાઈકલ પર ડબલ સીટ બેસાડીને ‘સોનેકી સાઈકલ, ચાંદીકી સીટ, આઓ ચલે ડાર્લિંગ, ચલે ડબલ-સીટ’ જેવા ગીતો ગાઈએ. એના દુપટ્ટાનો સ્પર્શ થાય ત્યાં તો પેલી ટૂથપેસ્ટની જાહેરાતમાં દેખાડે એવી ઝનઝનાટી કરતાંય જોરદાર ઝનઝનાટી આખા શરીરમાં થવા માંડે. એને એમ પણ થવા માંડે કે આ ફૂલ, કળી, નદી, આકાશ, બાગ-બગીચા બધાને કહી દો કે મને પ્રેમનું ગાંડપણ લાગ્યું છે. સ્વપ્નમાં લગ્ન થઈ જાય, પછી તો ‘હું, તું અને બીજું કોઈ નહીં’ એવી મોટી મોટી વાતો થાય. એકબીજા પર મરી-મિટવાની કસમો ખાઈ બેસે. બગીચામાં ફૂલ ગમે એ વાત તો સમજ્યા પણ રસ્તામાં પડેલી ફૂલની પાંખડીઓ પણ ગમવા માંડે. મુકુલ ચોક્સી સાહેબે તાજેતરમાં જ એક કવિતા પોતાના ફેસબુક વોલ પર મૂકેલી. એકદમ સચોટ અને સાચૂકલી લાગે એવી કવિતાના શબ્દો જુઓઃ

એક યુવાન લવારા કરતો આવ્યો. મેં એને તપાસ્યો.

હ્ય્દયની ધોરી નસમાં ગુલાબની તાજી પાંખડીઓ ભેરવાઈ ગઈ હતી

શ્વાસનળીમાં પારેવડાનો ટહુકો ફસાયો હતો

આંસુ ગુલાબી થઈ ગયા હતાં

હોજરીમાં ચાંદનીના ચાંદા પડયા હતાં

સ્વરપેટી પર કોઈના કામણગારા નામના સોજા હતાં

સગા પૂછે, “સાહેબ એને શું થયું છે?”

મેં કહ્યુંઃ “કંઈ ખાસ નથી, જરા ઝેરી વેલેન્ટાઈનની અસર જેવું છે.”

સગા પૂછેઃ “સાહેબ, શું કરીએ?”

મેં કહ્યુંઃ “એને ઉજાગરા કરવા દો, ખાવાનું અનિયમિત બનાવી દો, દાઢી વધારવા દો, મીકા તથા હની સિંઘ સંભળાવો અને કાનમાં, જોરથી ‘શાકીરા શાકીરા’ બોલો, એટલે સારો થઈ જશે.”

પછી તો લવલેટર લખવાના મંડાણ થાય. આજે તો આ નેટવૂડમાં ફેસબુક, એસ.એમ.એસ., વૉટ્‌સ-ઍપ, ટ્‌વીટરથી પ્રેમીઓ કનેક્ટ થઈ જાય છે પણ લવ-લેટરની મજા જ કંઈક ઓર છે! ‘પ્યાર કે કાગઝ પે, દિલકી કલમ સે, મૈંને પહેલી બાર સલામ લિખા, મૈંને ખત મહેબૂબ કે નામ લિખા’ અને ‘મેરા પ્રેમપત્ર પઢકર, કે તુમ નારાજ ના હોના...’ ગીતોની જેમ પ્રેમપત્રો લખાય. બે-ત્રણ પાણીના ટીપાં પાડીને આંસુ પડયા હોય એવું જણાવાય.

દિલ ના લાગે તો હું શું કરૂં? એક માગું ને બે મળે તો હું શું કરૂં?

તું કહે તો તારે માટે ચાંદ સિતારે તોડી લાવું પણ તું બપોરે માંગે તો હું શું કરૂં...

આવી શાયરીઓને પ્રેમપત્રોમાં એવી રીતે સમાવાય જેમ કે ગરમ દાળમાં કોથમીરનો ભભરો થયો હોય. સામે પક્ષે પણ હાલત આવી જ હોય. રાત્રે છૂપી-છૂપીને બૅટરી લઈને ચાદરની અંદર પ્રેમપત્રો વંચાય. ‘ફોરગેટ મી નૉટ’વાળું કવર હોય, ઉપર ફૂલ ચોંટાડેલું હોય, અત્તરની સુગંધ આવતી હોય. આવી અદ્‌ભૂત ભાવનાઓમાં ક્યારેક ભરતી હોય તો ક્યારેક ઓટ. કદાચ કંઈક અણબનાવ બને અથવા તો ઘરનાંવને ખબર પડી જાય અને આ નવા-સવા પ્રેમી-પંખીડાઓને સંબંધ કાપી નાખવો પડે ત્યારે જોવા જેવી થાય છે. દુઃખની વીજળી એવી પડે કે એમના દિલમાં બનાવેલા મહેલો પણ બળીને રાખ થઈ જાય. એમના સપનાના વાવેતરનું તહેસ-નહેસ થઈ જાય.

ખરી રીતે તો આવી મુગ્ધ ઉંમરે દિલનું કંટ્રોલ હોર્મોન્સ દ્વારા થાય છે. એટલે બિચારા પ્રેમીઓ પણ શું કરે? ઉંમરના આ રેશમી વળાંકો પર ડરીમી ડરીમી થવું સ્વાભાવિક છે. માટે આવી ટીનએજમાં ભણતી વખતે કોઈ ઈમોશનલ અપેક્ષા વિના ફક્ત એન્જોય કરવા માટે રીલેશન્સ રાખીએ તો ઓછા હેરાન થવું પડશે! સમય જતાં સંબધ મજબૂત બને તો બહુ સરસ અને ન બને તો વીતાવેલી ક્ષણોને લાઈફટાઈમ મેમરીમાં રાખીને આગળ વધવું હિતકારી છે.

પડઘો :

મનુષ્યોનો વેલેન્ટાઈન્સ ડે તો ઉજવાય છે પણ જો પ્રાણીઓનો પણ વેલેન્ટાઈન્સ ડે ઉજવાય તો? યુ.એસ.એ.માં રહેતા યુવા લેખક અને મારા ફેસબુક મિત્ર ‘સાક્ષર ઠક્કર’ની એક હાસ્યકવિતાની મજા લઈએઃ

ડાઘીયો કુતરો અરીસાના ટુકડામાં જોઈ ખાતરી કરે છે કે પાંથી ફાઈન છે;

કાશીમાની પાછળ શરમાઈને બેસેલી કુતરી ડાઘીયાની વેલેન્ટાઇન છે.

ડેટ પર પહેલા કાગડો કાગડીને થોડી સતાવશે,

પછી કુંજામાંથી પાણી પીધાની પોતાની ટ્રીક બતાવશે.

એક બાજુ કાગડો બીજી બાજુ કાગડી ને કુંજામાં રેડ વાઈન છે.

ઉંટના અઢારેય વળાંકો પર આજે ઉંટડી પુરેપુરી ફિદા છે,

એકલુ ફરવા જતું’તું રીંછ આજે એના હાલ પણ જુદા છે;

મધપુડાના વન સુધી આંટો મારવા માટે રીંછણોની લાઈન છે.

પાસે ચરતી હતી એ ગાય પર બળદ મોહી બેઠો;

સાડી પહેરેલી બિલાડી જોઈને મગર દિલ ખોઈ બેઠો,

કોઈ શિકાર નથી થયો આજે, સિંહની ગુફાની બહાર ‘ડુ નૉટ ડિસ્ટર્બ’ની સાઈન છે.

• સંજય પીઠડિયા •

કૌતુક કથા

• હર્ષ કે. પંડયા •

દ્બટ્ઠહૐછઇ૮૭જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

કૌતુક કથા

મેરે દિલ મેં જગહ ખુદા કી ખાલી થી,

દેખા વહાં પે આજ તેરા ચેહરા હૈં...

કભી કભી, કભી કભી ઐસે દીયો સે લગ હૈં જાતી આગ ભી,

ધુલે ધુલે સે આંચલો મે લગ હૈં જાતે દાગ ભી...

મેરા નહીં,મેરા નહીં હૈં વો દીયા જો, જલ રહા હૈં મેરે લિયે...

વાસંતી વાયરાઓમાં વેલેન્ટાઇન ઉજવાશે. આપણી મહાન સંસ્કૃતિના બુઘ્ધિના બુડથલ અને/અથવા લઠઠ ઠેકેદારો એકાદ બે જગ્યાએ કાર્ડશોપમાં તોડફોડ કરીને પશ્ચિમી સભ્યતાના આક્રમણ સામે દેશ આખાને બચાવી લીધાનો સંતોષ લઈને છાપે ય ચમકી લેશે ખીખીખી. વાત આપણે પ્રેમની કરવી છે. જગતભરના મહાન પ્રેમીઓની કહાની અધૂરી જ રહી હોય છે. શું એટલે એમનો પ્રેમ અમર થઈ ગયો હશે? આજે વાત કરીએ સોરઠની ધરતીની એક પ્રેમકથાની. યૌવનની પુનમો જેને આંટા લઈ ગઈ છે એવી ચારણકન્યા શેણી અને રમતા જોગી જેવા વિજાણંદની.

ગીરના ડુંગરામાં ભેંસો ચારતા અને આથડતા રહેતા અનાથ વિજાણંદની સારસંભાળ લે એવું કોઈ નહોતું. નાનપણ ઝડપથી વહેતું જતું હતું. એવામાં ક્યાંકથી એણે તુંબડાના વેલા ઉપરથી બે સારા તુંબડા ઉતાર્યા. પવનમાં ફરફરતા અને ગેબી અવાજ કરતાં વાંસને એમાં પરોવ્યો. એના પર તાર અને તાંત્યો બાંધીને કોઈ ઝાડવાના ઝરતાં રસને તાર પર ચોપડી દીધો અને એમ જ એ તાર પર આંગળીઓ ફેરવી. એની એકલતામાં સાહેદી પૂરતા હોય એમ સૂરના અજવાળા થયા. વિજાણંદને અંદર કાંઈક થયું. થોડા દિવસ એમ જ ‘પ્રેક્ટિસ’ કરી. અને વૈશ્વિક ચૈતન્યએ એના ટેરવાં વાટે જાતે બનાવેલા જંતર(વાજિંત્ર)માં પ્રવેશ કર્યો અને છત્રીસ રાગ-રાગિણીઓ એની સામે હાથ જોડીને ઊભા રહ્યા.

ગીરથી ઢૂંકડે(નજીક) ગોરવિયાળી નામનું ગામ આવેલું છે. વિજાણંદ ક્યારેક પોતાની ભેંસોને ઘોળીને ત્યાં આવતો. પહેલી વાર જ્યારે એ ગામને પાદરે કૂવાકાંઠે જઈને એણે પનિયારીઓને કહ્યું, “પાણી પાશો?” બેમાંથી એક હજુ કુમારિકા હતી. એણે આની સામે જોયું. જોતાં જ ઘડો સિંચીને કાઢ્‌યો હતો તે પણ ઢોળી નાંખ્યો, જરાક મોં મચકોડયું અને એની સાથે હતી એને કહ્યું, ‘બીન, ઇને પાણી તું જ પાજે. મું તો એનું વહરૂ (બિહામણું) રૂપ જોઈને જ ફાટી મરાં (બી ગઈ) !’ એમ કહીને એ તો ઉતાવળા પગે ચાલી નીકળી. પણ એક કાગડાએ એની ગાગર બોટી. એ જોઈને એની સાથે હતી એ કહે, ‘તોળી ગાગર કાળમખો કાગડો બોટતો સે !’ આ સાંભળીને ઉભેલા વિજાણંદે કહ્યું, ‘માણસ કરતાં કાગડાનું રૂપ વધારે હશે એટલે એ આખું બેડું બોટી જાય પણ મને ખોબો પાણી પાતા ઇનો જીવ ય નો હાલ્યો? હશે.’

તરસ્યો છોકરો પાણી પીને ગામમાં ગયો. ગામમાં વેદો ગોરવિયાળો નામે મોટો માલધારી પરજિયો ચારણ રહે. વેદા ચારણ પર ઉપરવાળાના ચાર હાથ એટલે ત્રણસો દૂઝણી ભેંસો હતી. વિજાણંદે વેદા ગોરવિયાળાની ડેલીએ જઈને પોતાનું જંતર ટિંગાડી દીધું. વેદાએ બાળકને આવકાર્યો. રાતે વાળું કરવા બેઠા તો એરંડિયા તેલના દીવાને ઝાંખે ઝાંખે અજવાળે પીરસનાર કન્યાને ઓળખી પાડી. આ જ એ, જેણે ખોબો પાણી ય ધર્યું નહોતું. અને ભાઈ પછે ઉનાળાની રાતમાં એ આભલા ભરેલા ચંદરવા જેવા આકાશની નીચે, શીતળ વહેતા મંદ પવનના સથવારે વિજાણંદે જંતર વગાડવાનું શરૂ કર્યું. જાણે

જંતર વાયુ જે, આંગણિયે આવીને,

કાળજ કરવતીએ, વાઢી ગિયો વિજાણંદો.

પછી તો વિજાણંદને વારંવાર ત્યાં આવવાના નોતરા મળવા લાગ્યા. સાથે સાથે ભીંતની આડશે બેઠેલી કન્યા શેણીના જીવતરની નૌકાના સઢ ચિરાતા ગયા. ગામમાં સ્ત્રી-પુરૂષો શેણીને જોગમાયાનો અવતાર ગણતા. શેણી આઈએ અખંડ કુમારિકા રહેવાનો નિર્ધાર કર્યો છે એવી સહુને ખબર હતી. શેણીનું મન આ રેલાતા સંગીતના સ્વરૂપ સાથે મળી ગયું. હવે આની સાથે જ જીવતર, બાકી બધા ભાઈ-બાપ. એવી એક રાતના ચોથા પહોરે મોજમાં આવીને વેદાએ ખુશ થઈને વિજાણંદને માંગવાનુ કહ્યું. વિજાણંદે નજર નીચી કરીને શેણીનો હાથ માંગ્યો. મોજમાં આવેલું વેદાનું મન સંકોચાયું, “મારી સાત ખોટ્‌યની દીકરી તારા જેવા ભટકતાં ભિખારીને મળે તો મારૂં મોત બગડે. નથી તારે માવતર, નથી કૂબો. ” વિજાણંદે ગરીબડે મોઢે “કાંઇ નહીં મામા, મારી ભૂલ થઈ.” કહીને ત્યાંથી ચાલતી પકડી. દાયરાએ વેદા ચારણને ઠપકો આપ્યો કે પાળી ન શકીએ એ વચન કાં દીધું? લઈ આવો પાછો વિજાણંદને. એને પાછો બોલાવ્યો. પણ વેદા ચારણે શરત કરી, “ભણે ભરવાડા, મારી શેણીનું કાંડું જોતું હોય તો જા, એકસો ને એક નવચંદરી* ભેંસું લઈ આવ. આજની તિથી થી એક વરહની અવધ્ય(અવધિ) આપી. એક દી નું ય મોડુ થયું તો શેણીને આ જન્મારે ભૂલી જજે.”

શરત કબુલ રાખીને વિજાણંદ ઉપડયો. ગલીએ ગલીએ જ્યાં જ્યાં નેસડાં ભળ્યા ત્યાં ત્યાં નવચંદરી ભેંસનું પૂછતો. એમ કાંઇ મળે? આમને આમ વર્ષ વીતી ગયું. શેણીએ એ તિથીએ એની રાહ જોઈ. એનો મનનો માણીગર ન આવ્યો. કાળજું કપટુ જતું હતું. ઓળો આવશે? નહીં આવે? એ રાતે શેણીએ પિતા પાસે હેમાળો ગળવા(હિમાલય જઈને દેહત્યાગ કરવો) જવા માટે રજા માંગી. ત્યારે બાપને ખ્યાલ આવ્યો કે દીકરી તો વિજાણંદના નામની જ માળા ફેરવે છે. બહુ સમજાવી, એ એકની બે ન થઈ. અંતે, અઢાર વર્ષની ઉંમરે શેણી હિમાલય તરફ રવાના થઈ. રસ્તામાં પાગલોની જેમ રઘવાઈ રઘવાઈ થઈને મળનાર દરેકને પૂછે છે. ‘અહીંથી કોઈ જંતર ખભે નાંખીને જતાં જુવાનને જોયો?’ પણ બધેથી આછા-પાતળા જ વાવડ મળે છે. હિમાલય આવ્યો. પલાંઠી મારીને ગળાવા બેસે છે તોય શરીર ગળતું નથી. શેણી હિમાલયને પૂછે છે, “બાપ, હું કેમ ગળતી નથી?” ને જાણે હિમાલય હોંકારો દે છે, “મનમાં જેણે ઘર કર્યું છે એને લઈને આવ ગળવા.” એને તો ક્યાંથી લાવવો? જેમ રામજીએ સીતાજીની મુર્તિ યજ્જ્ઞ સમયે મૂકીને યજ્જ્ઞકાર્ય પૂરૂં કરેલું એમ વિજાણંદનું દર્ભનું પૂતળું બનાવીને હિમશિખરના ફરતા ચાર ફેરા ફર્યા. પૂતળું ખોળામાં મૂકીને ગળાવા બેઠી. શરીર ઓગળવા લાગ્યું. ગોઠણ ઓગળ્યા ત્યાં દૂરથી ‘શેણી !! શેણી !!’ ના પોકાર સંભળાયા. ભણકારા વાગે છે એમ લાગ્યું. પણ એ અવાજો નજીક આવવા લાગ્યા. વિજાણંદ ખરેખર આવી પહોંચ્યો હતો.

“એક દી નું જ મોડું થયું. હાલ્ય શેણી !! ઓઝતનાં કાંઠે ખોરડા કરશું. ” હાંફતા હાંફતા વિજાણંદ બોલ્યો.

“હવે વૈતરણીનાં કાંઠે ખોરડા કરશું ચારણ.” ઉપરની ભેખડ પરથી દૂબળો અવાજ આવ્યો. “છેલ્લી ઇચ્છા રહી ગઈ છે. એક વાર બીન બજાવી દે.”

થાકી ગયેલા વિજાણંદે બીન પરથી હૈયા સોંસરવા નીકળી જાય એવા વિરહના સૂરો કાઢ્‌યા. રામનામનો જાપ શરૂ થયો. ધીમે ધીમે જાપ ધીમો પડતો ગયો, સૂર મંદ થતો ગયો. શેણીએ પ્રાણ કાઢ્‌યા, વિજાણંદે હોશ ગુમાવ્યા. વિજાણંદ એકલો પાછો ફર્યો. પણ હવે એની પાસે સંગીત નહોતું, જંતર નહોતું.

નવચંદરી = ચાર ચાર પગ ધોયેલાં, પૂંછડાને છેડે ધોળા વાળ, અક્કેક આંચળ ધોળો, લલાટમાં ધોળું ટીલું, મોં ધોળું, અક્કેક આંખ ઢોળી, એવા નવ નવ શ્વેતરંગી ચંદ્ર-ચિહ્‌નોવાળી ભેંસોને નવચંદરી ભેંસ કહેવાય.

કથા સૌજન્યઃ સૌરાષ્ટ્રની રસધાર, ઝવેરચંદ મેઘાણી

(પંક્તિઓઃ શિર્ષક- ફિલ્મ ‘બ્રધર્સ’, અન્યઃ ફિલ્મ ‘પ્રેમ રતન ધન પાયો’)

• હર્ષ કે. પંડયા •

સખૈયો

• સ્નેહા પટેલ •

જહીરટ્ઠરીંજ્રઅટ્ઠર્રર્.ર્ષ્ઠ.ૈહ

અહેસાસ રૂહ સે મહેસુસ કરો

આ હોઠ પર કંઇક સળવળ..સળવળ થાય છે...શું છે ..? આખો દિવસ હેરાન કર્યા જ કરે છે. કોઇ પણ કામ કરતાં હો તો પણ હોઠ પરનો સળવળાટ ભરપૂર અકબંધ..! દિમાગમાં કોઇ વાત ‘ક્લીક’ થાય, ભૂતકાળનો કોઇ પ્રસંગ તાદ્રશ્ય થાય..અને દિલમાં એક હલકી - મધુરી ભીનાશ વ્યાપી જાય..ધીમે ધીમે એ ભેજ મુખ તરફ પ્રયાણ કરે, અને હોઠ પર આવીને હળ્વેથી ધીમા સ્મિતમાં ફેરવાઈ જાય - રેલાઈ જાય. રોજ રોજ આ દિમાગથી હોઠ સુધીની સફર અવિરતપણે ચાલ્યા જ કરે છે...કોઇ થાકોડો નથી નડતો એને.!! શું બધા સાથે આવું થતું હશે..? ના..આમ એકલાં એકલાં મરકવાનું...હસ્યા કરવાનું..આ તો પાગલપણની નિશાનીઓ કહેવાય...પણ માણસ પાગલ ના હોય અને એના આ આપોઆપ ફૂટી નીકળતા હાસ્યના ઝરા પર પોતાનો કંટ્રોલ ના રહે તો..? આ તો સાવ બે છેડાંની વિરોધાભાસી વાતો જ લાગે છે ને..પણ હું આ દોરમાંથી જ પસાર થઈ રહી છું..મારા મોઢા પર જ્યારે ને ત્યારે તારી લાગણીની છાપ છોડી જાય છે..આ મારા પ્રેમની ચાડી ખાઈ જતું બોલકું હાસ્ય મને કોઇક દિવસ મરાવી કાઢશે.

હા તો વાત એમ છે..મારા ‘બુદ્ધુરામ’ જેવા તમે..હાસ્તો આમ ‘સ્માર્ટ’ પણ આમ નાની નાની વાતોની પણ સમજ ના પડે એટલે હું તો તને ‘બુદ્ઘુરામ’ જ કહીશ ..તો તું જ્યારે પણ મને યાદ આવે છે ત્યારે આપોઆપ હોઠ મારી જાણ બહાર જ મરકી ઊઠે છે. હાથમાં ચોપડી પકડીને બેઠી હોઉ, આંખો એમાંના કાળા કાળા અક્ષરો પર ફરતી હોય.. પણ મગજ તારી સાથે વિતાવેલ મેધધનુષી યાદોની ગલીઓમાં ફરવા લાગે ..બધું રંગીન રંગીન.. આંગળીના ટેરવાં પાના ફેરવતા હોય, શું વાંચ્યુ શું નહી..કેટલું મગજ સુધી પહોચ્યું એ વિચારવાની પણ કોને પડી હોય છે . તારા અડપલા, તારી શેતાની, તારી પ્રેમસભર નજર, અને તારા હેતાળ શબ્દો વારંવાર કાનના પડદે અથડાય..

‘તારા ગાલના ખાડામાં ડૂબી જઉ

તો આખેઆખો ભવસાગર તરી ગયો એવું લાગે છે...

તારી ગુલાબી-ગુલાબી

ધૂળની ડમરીઓ ઊડાડતી પાની-

બે મુઠઠીમાં સમાઇ જતી અદભુત વળાંકોવાળી કમરને

મદમસ્ત બનાવતી તારી ગર્વીલી ચાલ..

હૈયામાં અકથ્ય સંવેગોના ઝરા ફૂટી નીકળે છે !

તારા કાળા ભમ્મર

સુવ્યવસ્થિત રીતે કપાયેલા કેશ..

એ કેશસાગરની થોડી લહેરો કાન આગળ ઝૂલે છે..

બીજી એનાથી પા વેંત નીચે તારી નાજુક ગ્રીવાની

ભૂરી ભૂરી નસને ચૂમે છે.

બાકીની કેશરાશિ એનાથી પણ નીચે...

મારૂં દિલ જયાં ચોરીને તેં ગોપવી રાખ્યું છે..

ત્યાં..સાવ જ નફફટપણે નશેડી બનીને ઝૂમે છે.

હોશ કેમ જાળવું..?

કેટલીયે ઇરછાઓ અંગડાઇ લે છે

પ્રીતનો સાગર હિલ્લોળા લે છે..

એ બધી લહેરોને હથેળીના હેતથી

લીંપી દેવાનું મન થઈ જાય છે..

અને જબરદ્‌સ્ત ઊભરો

ખડકો જોડે અથડાઇને ફીણ ફીણ થઈને પાછો ફેંકાય છે.’

ક્યાં સુધી આ મર્યાદાના પોટલામાં પ્રેમને બાંધવાનો..? તને ખબર છે કે આ બાંધી રાખેલી લાગણીઓ બહુ ખરાબ હોય છે. એને જેટલા વળ ચડાવો એ એનાથી બમણા જોરથી છૂટી પડે છે..વેરાઈને ઢગલો થઈ જાય છે .ધીરે ધીરે એ ઢગલાના ખડકલા માથાસમાણા થઈ જાય છે અને મારો બધોય કાબૂ ભાંગીને ભૂક્કા ! દિલમાં કંઇક તીખો તીખો ચચરાટ થાય છે..આવું કેમ ?મારૂં પોતાનું, મારૂં નજીકનુ પણ મારૂં કેમ ના થાય...

એક અધિકારની ભાવનાનો ઊછાળા મારતો સાગર લઈને તું મારી નજીક આવ્યો હતો..બે પળ તો મારૂં દિલ ધક્ક રહી ગયું..આ વેગને તો હવે કેમનો ખાળવો. ? આ તો જુવાનીનો વેગ..એમાં પાછો પ્રેમનો લેપ..! આંધી વંટોળો તો મારા દિલને પણ પજવતા હતા..પણ સાવ આમ મર્યાદા ત્યજીને બેશરમ તો કેમનું થવાય..વળી હું રહી સ્ત્રીની જાત..નાનપણથી જ લોહીમાં વણાયેલા સંસ્કારો કેમના ભૂલાય..?

તારો હેતનો ઊભરો મને દઝાડતો હતો..

દિલમાંથી ‘હા..હા’ ની મહોરવાળી સંમતિ સરકું સરકું થતી હતી.

ઇચ્છાઓની મયુરપંખી નાવ તારા પ્રેમ-સરોવરમાં તરતી હતી...!

ત્યાં જ મગજને એક ઝાટકો લાગ્યો...શું આપણો પ્રેમ ફક્ર્‌ત તન સુધીને જ મર્યાદીત..મનની ક્ષિતિત્જો સુધી અનંતમાં પ્રસરેલી આ તીવ્રત્તમ લાગણીઓના આકર્ષણ ઉપર આ તનનું આકર્ષણ હાવી કેમ થતું જાય છે..આધુનિક કહેવડાવવાની લાલચ છે કે તનની ભૂખ કે આપણા મનના પવિત્ર પ્રેમની હાર..આ બધું શું છે..? જે પણ હોય આ યોગ્ય તો નથી જ..પ્રેમ કર્યો છે..કોઇ ગુનો કે ચોરી નહી. તો તનની ભૂખ એને ચોરી જેવી લાગણીએ લઈ જવા જેવી તીવ્રત્તમ કેમ બનાવે છે...!!

કોઇ પણ લાગણી કાબૂ બહાર જાય એટલે નકરી અરાજકતા જ ફેલાય છે..ઇતિહાસ આવા કેટલા પ્રસંગોનો સાક્ષી છે..અને મન મક્ક્મ કરીને મેં તને તરત જ રોક્યો...

’ના..’

આ એક લક્ષ્મણરેખા આપણા પ્રેમની પાવનતાનું ચિહન છે..આની મર્યાદા ના તૂટે એ જ આપણા હિતમાં છે. એ જો તૂટી તો જે પ્રેમ તારા નામની સાથે મને મહેંકાવી દે છે એનાથી કાલે હું કદાચ ગંધાઈ જઈશ.. ચીમળાઈ જઈશ..આ મર્યાદાભંગ એ આપણા નજીકનાનો વિશ્વાસભંગ પણ છે ..પ્રેમ કર્યો છે તો ખુમારીભેર આવ ઘરે અને મારા માતા પિતા પાસે મારો હાથ માંગી લે..ના માને તો બગાવત કરીને મને એમની સામેથી ઉપાડી જા તો પણ વાધો નથી..એ પછી આપણે લગ્ન કરી લઈશુ..અને પછી તને કોઇ વાતે નહી રોકું...નહીં ટોકું.. પણ આધુનિકતાના નામે, થોડી કાબૂ બહારની લાગણીના નામે મારી મર્યાદા ત્યજવા માટે મજબૂર ના કર..જે તારૂ છે એને સમયથી પહેલાં પામવાની આવી હઠીલી જીદ ના કર..દિલ કળીએ કળીએ કપાય છે..તને દુઃખી કરીને દિલ લોહીના આંસુડા સારે છે..મારી લાચારી પર તારી સમજદારીનો, સંયમનો છાંયો કર એમાં જ આપણા પ્રેમની અસ્મિતા છુપાયેલી છે. તારો ઘણો ઉપકાર થશે..

અને તું અવાચક થઈને મને સાંભળી રહેલો..એકદમ જ મારો ચહેરો તારી હથેળીમાં ભરી લીધો અને આંસુભીની આંખે બોલી ઊઠયો,

‘સુગંધી, મને માફ કર..મારો ઇરાદો તારો દિલ દુખાવવાનો સહેજ પણ નહતો..વળી તારી ઇજ્જત અને માન મર્યાદા તો મારે આખી જીંદગી સાચવવાના છે..અત્યારથી જ એમાં નબળો પડું એ તો કેમનું ચાલે..ના.આપણા પવિત્ર પ્રેમને હું આમ થૉડા સમયની અવશતાને લઈને આંચ નહી જ આવવા દઉં.મને માફ કર..’

અને તારી બે ભુજાઓમાં સમાઈને તારી છાતી પર મારૂં નિસ્ચિંત માથું મૂકીને મારી પસંદગીની સમજદારી પર પોરસાઈ રહી હતી અને તારા દિલની ધડકનમાં અવિરતપણે ધબકતું મારૂં નામ સાંભળી રહી.ક્યાંક દૂર મારૂં મનપસંદ ગીત વાગી રહ્યું હતું,

‘હમને દેખી હૈ ઇન આંખો મેં મહેંકતી ખુશ્બુ

હાથ સે છૂકે ઇસે રિશ્તો કા ઇલ્જામ ન દો

સિર્ફ અહેસાસ હૈ યે, રૂહ સે મહેસુસ કરો’

આ બધુંય એક ચલચિત્રની જેમ મારી આંખો સામેથી વારંવાર પસાર થતું હતું..તારી બેચેની મને પણ બહુ ગમી હતી..એવા જ તીવ્ર આવેગો મને પણ પજવતા હતા..અત્યારે તો મારી બધી ય તરસ, બેચેની હું ભેગી કરૂં છું અને યોગ્ય ૠતુ આવે ત્યારે વરસવાની રાહ જોવું છુ..તું પણ તૈયાર રહેજે..

કારણ : ‘હું રહી હેલીની - ભરપૂર ચોમાસાની વ્યક્તિ..મને માવઠું બનીને વરસવાનું નહી ફાવે’

• સ્નેહા પટેલ •

ઉપસંહાર

• અજય ઉપાધ્યાય •

ટ્ઠોદ્ઘિંજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

પ્રેમ : વર્ઝન ૨.૦...!!!

પ્રેમ ....પ્રેમ નામ હૈ મેરા ...!!! હ્‌હ્‌હ ચોપડાભાઈનો ડાયલોગ નથી ચીપ્કાવ્યો પણ આ તો શુ છે કે જરા પ્રેમભાઈનો ઈંટ્રો કરાવ્યો ...!!! વાસંતી વાયરા વ્હાયા છે ને અધૂરામાં પૂરૂં ઈંગ્લીશ મી. વેલેન્ટાઇન પણ પધારી ચુક્યા છે તો આ પ્રેમ-ફેસ્ટીવલની પુર્ણાહુતીની લાસ્ટ પ્રસ્તુતિ એવી આ એવરગ્રીન ફિલ્મ ચાલુ થાય ને નંબરીયા પડે ને એવું જ કઈક ...!! ઓકે હેંડો લવ-ઓલ ઈસ્ટાર્ટ ..!!! પહેલો પ્રશ્ન ફરજીયાત - “ પ્રેમ એટલે ?” ....” સલમાનખાન “ ...બે કોણ બોલ્યું આ ? આ કોઈ “ પ્રેમ ને રતન બેનને ધન પાયોની વાત નથી . સીરીયસ થાવ અને આપો જવાબ ....લ્યો રીપીટ ટેલીકાસ્ટ કરૂં - “ પ્રેમ એટલે ?” .. .... એન્ડ હિયર આર સમ આન્સર્સ ...!! પ્રેમ એટલે - ચાલુ કલાસે વારેવારે ખાલી પડેલી એ બેંચ તરફ જોવાઈ જવાય એ ..... પ્રેમ એટલે - અર્ધી રાત્રે પણ હમણાં ટીડીગ થશે એવી નક્કામી આશામાં પણ વોટ્‌સઅપ પર કોઈ ગમતો પ્રોફાઈલ જોયા કરવો એ .... પ્રેમ એટલે - આખીયે ખાલી ટોકીઝમાં કોર્નરની બે સીટોમાં જ બેસવું એ ... પ્રેમ એટલે -એક એવું હસીન પાંજરૂં જેમાં ફસાવું ઈનફેક્ટ ફસાઈ રહેવું ગમે એ .... પ્રેમ એટલે - ગમતી સીનીયોરીટાની રાહમાં બસસ્ટેન્ડે સાત-આઠ બસ જવા દેવી એ .... પ્રેમ એટલે - ઢાઈ અક્ષર વાંચીને પંડિત થઇ જાવાની ઘેલછા .... પ્રેમ એટલે -.... પ્રેમ એટલે -..... પ્રેમ એટલે -...!!!!

સાલ્લુ પહેલો પેરા વાંચીને તમને એમ થયું હશે કે પ્રેમ એટલે તો ખાલી કોલેજીયનો કે પછી યુવાનો ..!! જુવાની માં થાય એ જ પ્રેમ ? ને બાકી બધા વહેમ ?? ના રે ના ..એવું હોતું હશે ભૂરા .....પ્રેમ એટલે પ્રેમ !!! એને કોઈ ઉમર - સ્થળ - કાળ કે બીજા બંધનો નોટ નડીંગ..!!! પંછી - નદિયા યે પવન કે ઝોંકે , કોઈ સરહદ નાં ઇસે રોકે ...!! ના સમજે ??? ઓકે લેટ મી એક્ષ્પ્લેણ ઇન ડીપ..!!! બપોરે ટીફીનના ખાનામાંથી નીકળેલી રોટલીમાં અનુભવાતી મીઠાસ એ પણ પ્રેમ ......સાંજે થાક્યા પાક્યા ઘરે પહોચો ને ડોકે વીટળાઈ વળતા નાનકડા કોમલ કોમળ હાથોમાં અનુભવાઈ એ પણ પ્રેમ .....સમીસાંજે આંગણે રાહ જોઇને ઉભેલી ઘરડી આંખોમાં તમને જોઇને ફૂટી નીકળતી પ્રવાહી ટશર એ પણ પ્રેમ ......પાનના ગલ્લે કે શેરીના નાકે ગાળ સાથે બોલાતું વાક્ય “ ચલ ચા પીવરાઈ “ એ પણ પ્રેમ ......પાડોશીની ત્યાંથી આવેલી પાણી-પુરીની ડીશ એ પણ પ્રેમ ......’ કેટલા દિવસ થયા તને જોયો નથી /જોઈ નથી આમાં ડોકાતી ચિંતા એ પણ પ્રેમ ......લાખ મતભેદ છતાં મનભેદ નાં થવો દેવો એ પણ પ્રેમ .....મુશ્કેલ પરીશ્થીતી કે પ્રસંગ વખતે પીઠ પર હળવેથી થપથપાવાતો જાણીતો કે અજાણ્‌યો હાથ એ પણ પ્રેમ .....કોઈ ટેડીબેર - ચોકલેટ -ગીફ્ટ વગર અનાયાસે બોલાતું ‘ તુ મને ગમે છે “ એ પણ પ્રેમ .... સુખડના હાર પાછળની છબીમાં સ્થિર થઇ ગયેલા ચહેરા સાથે રોજ મનમાં ને મનમાં થતી વાતો એ પણ પ્રેમ ......!!!!! ધ્રૂજતા હાથોને હુંફ થી પકડીને મંદિરની સીડીઓ ચડાવવી એ પણ પ્રેમ .. !!! ભાંગી પડયાની વેળાએ કોઈ મૌન આંખોમાં ડોકાતો ભાવ કે ‘ મૈ હું ના ‘એ પણ પ્રેમ ....!!!!

ઓકે ...ચાલો હવે પ્રેમ એટલે શુ ? ના વર્ઝન ૨.૦ ના થોડા ટેકનીકલ પાસા પણ તપાસી લઈએ ...!!! “ પ્રેમ એટલે કે, સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો. સ્વપ્નમાં પળાય એવો કાયદો.....પ્રેમ એટલે કે, તારા ગાલોના ખાડામાં ડૂબી જતા મારા ચોર્યાસી લાખ વહાણૉનો કાફલો...” મુકુલ્ભાય ચોકસીની આ એવરગ્રીન પંક્તિઓમાં છુપાયો છે ‘ પ્રેમ એટલે શુ ?’ ના અઘરા સવાલનો સાવ સાદો સરળ જવાબ !!! હા એક અલગ વાત છે કે આ ચોર્યાસી લાખ વહાણોની જગ્યાએ ચોર્યાસી લાખ ઇમેલ કે મેસેજીસ જેટલો ફેરબદલ કરવો પડે ..!! એની વે જોક્સ અપાર્ટ પ્રેમ એટલે વાયદો ....વચન ....અને વાયદો કે વચન એટલે વિશ્વાસ ...ટ્રસ્ટ....!!! એક્ચ્યુલી ‘ આઈ લવ યુ ‘ ની અંદર જ એક સાથે એક ફ્રી ની સ્કીમની જેમ આવે છે “ આઈ ટ્રસ્ટ યુ “ ...વિશ્વાશે વહાણ ચાલે કે નાં ચાલે પણ જો ‘ આઈ લવ યુ “ ના જવાબમાં “ મી ટુ ‘ આવે તો એક વસ્તુ તો મસ્ટ રહેવાની જ અને એ છે “ આઈ ટ્રસ્ટ યુ “ ....” હું તને ચાહું છું “ નો સીધો ને સરળ તરજુમો એટલે ‘ મને તારામાં વિશ્વાસ છે ...” ...” ભરોસો છે ..” !!!!! તકલીફ જ ત્યાં થાય છે જયારે ખાલી ‘ આઈ લવ યુ ‘ ને જ પ્રેમ ગણી લઈએ છીએ ને ‘ આઈ ટ્રસ્ટ યુ ‘ વાળું તો સાવ ભૂલી જ જવાય છે ... પછી ‘ આઈ હેટ યુ ‘ થી શરૂ થઈને ફેસબુક પર લાઈકની જગ્યા એ ડીસ્લાઈક -અનફોલો ને અનફ્રેન્ડ !!! ગઈ ભેસ પાણી મેં ...!!!

“ હોઠ પર તાળાં હશે તો ચાલશે આંખમાં તોફાન હોવું જોઈએ...તું અઢી અક્ષરમાં બાંધી રાખ મા ‘પ્રેમ’નું સન્માન હોવું જોઈએ’ ( જીગર જોશી ) એક્જેટલી ...પ્રેમ એટલે સન્માન ...આદર..!! પછી ચાહે એ પ્રેમી-પ્રેમિકા વચ્ચે હોય કે પછી પતિ-પત્ની વચ્ચે , બોસ-નોકર વચ્ચે હોય કે માં-દીકરા વચ્ચે , ભાઈ-બહેન વચ્ચે હોય કે આડોશી-પાડોશી વચ્ચે ...આ સન્માન અને આદર હશે તો એ ચોક્કસ પ્રેમ છે . એવું થોડું છે કે ખાલી પેમલા-પેમલીવાળો જ પ્રેમ ગણવાનો ? ચંદ્રકાંત બક્ષીના શબ્દોમાં હ્ર પ્રેમ માણસને હું કેદમાથી મુક્તિ આપે છે. જે સંબંધમાં બીજો આપણા માટે કે આપણા જેટલો જ અથવા આપણાથે વિશેષ મહત્વ્નો બની જાય એને પ્રેમ કહેતા હશે .” વાત પણ સાચી છે ને ? તમારાથી તમે વછુટો એનું નામ પ્રેમ .દિલ જોડવાથી તૂટવા સુધીની કે પછી તૂટવાથી જોડાવા સુધીની સફર એટલે પ્રેમ . પ્રેમ એટલે અવ્યાખ્યાયિત પદ .....પ્રેમ એટલે એક એવો દાખલો જેના અનેકો જવાબ છતાયે ગણતરી ચાલુ જ .....પ્રેમ એટલે જીવન સંગીતનો એક એવો સુર જે ફેલાતો જાય ...વિસ્તરતો જાય ...ઇમ્પ્રુવાઇઝ થતો જાય ......!!!!

‘ ક્યા યહી પ્યાર હૈ ...?? “ આવું કોઈ પૂછે કે ગણગણે તો બિન્દાસ કહી દેવું કે ‘ ના બકા ના ...આ તો તને વહેમ છે “ !!! સીધી વાત છે ને પ્રેમ તે કાઈ ‘ આકળ વ્યાકુળ કાન ને વરસાદ ભીંજવે ‘ જેવી ઘટના થોડી છે ? એ તો અનુભવવાની ચીજ છે ... ઇટ્‌સ ઓલ એબાઉટ ફીલિંગ બ્રો/સીસ ‘ પ્યાર જિંદગી હૈ ...પ્યાર બંદગી હૈ ...’ આ વાત હાવ હાચી છે ...પ્યાર / પ્રેમ / મુહોબ્બત એ જ તો છે જિંદગી ...મતલબ કે ‘ પ્રેમ એટલે શુ ?’ ના દાખલાનો ટેમ્પરેરી જવાબ મળી ગયો - પ્રેમ એ જિંદગી છે / જિંદગીનો હિસ્સો છે / પાર્ટ ઓફ લાઈફ છે કે જેના લીધે જિંદગી વધુ હસીન છે ....જીવેબલ છે ....લાઈકેબલ છે .....!!!!! બસ આટલેથી જ અટકવું સારૂં કેમકે આ લવ-સવ વાળો ટોપિક જ એવો છે ને કે ....... જવા દ્યો ને ....આપણે આમ રાખો પ્રેમઃ વર્ઝન ૨.૦...ર્ં હ્વી ર્ષ્ઠહં.....

• અજય ઉપાધ્યાય •

મિર્ચી ક્યારો

• યશવંત ઠક્કર •

ટ્ઠજટ્ઠિઅષ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

પ્રેમ વિષે લખવું છે!

પ્રેમ વિષે લખવું છે અને તાત્કાલિક લખવું છે તો શું કરાય? દિમાગનું દહીં ન કરાય. પ્રેમ વિષે લખનારાઓએ ઘણું ઘણું લખ્યું છે. લખનારાઓ આજની તારીખે પણ લખતાં રહે છે. એકનું એક પણ લખતાં રહે છે. થોડાઘણા ફેરફાર સાથે પણ લખતાં રહે છે. એ બધું કોના માટે? કોઈને ખપ લાગે એટલા માટે જ ને? તો આપણે એને ખપમાં લઈ લેવાનું. એમાંથી જ લખી નખાયને? કોઈની મહેનત એળે ઓછી જવા દેવાય?

‘લે વળી! એવું તે કરાતું હોય?’ એવો સવાલ ઘણાને થઈ શકે છે. પરંતુ જાણનારા જાણે જ છે કે મોટાભાગે આવું જ ચાલે છે. એ વગર રોજ રોજ છાપાઓનાં પાનાં કેવી રીતે ભરાય? સામયિકોમાં લેખો કેવી રીતે લખાય? આ તો એવું છે ને કે એક જગ્યાએથી માલ લઈને બીજી જગ્યાએ ઠલવાય છે. કોઈ એવો ને એવો જ ઠાલવે છે તો કોઈ વળી થોડો રંગરોગાન કરીને ઠાલવે છે. કોઈ વળી જુદી જુદી જગ્યાએથી જરૂરી સામગ્રી થોડી થોડી લઈને અસેમ્બ્લ કરે છે અને બજારમાં મૂકે છે.

ભેળ બનાવવાવાળો શું કરે છે? બાફેલા બટાકાનો માવો, વિવિધ ફરસાણ, પૂરી, ચટણી, ચણા, ડુંગળી, ગોળ ને આંબલીનું પાણી વગેરે તૈયાર સામગ્રી ભેગી કરીને પીરસી દે છેને? લોકો મજાનાં ખાય છેને? કોઈ એને સવાલો કરે છે કે : ‘આ બટાકાં કોણે બાફ્યાં? તેં બાફ્યાં કે બીજા કોઈએ? આ ફરસાણ ક્યાંથી લાવ્યો? એમાં તાજું કેટલું હતું ને વાસી કેટલું હતું? આ ગોળની ગુણવત્તા કેવી હતી?’ પણ હા, એ બધું યોગ્ય પ્રમાણમાં ભેળવવું પોતાના તરફથી કશું ઉમેરવું એ જ એની કળા!

પ્રેમ વિષેના લખાણની શરૂઆત પ્રેમની વ્યાખ્યા આપીને થતી હોય છે. મોટાભાગે ‘પ્રેમને કોઈ વ્યાખ્યામાં બાંધી શકાતો નથી. પ્રેમ કરવામાં આવતો નથી પણ થઈ જાય છે. પ્રેમ અનુભવવાની ચીજ છે.’ એવું એવું લખીને પ્રેમ વિષે કશું ચોક્કસ લખવાની જવાબદારીમાંથી હાથ અદ્ઘર કરી દેવાતા હોય છે.

ત્યારબાદ પ્રેમ કોને કહેવાય અને કોને ન કહેવાય, પ્રેમ કેવો હોય... એ બધી જાણકારી વિદ્વાનોનાં લખાણોમાંથી, શાકભાજીવાળાને ત્યાંથી કોઈ મહિલા વીણી વીણીને શાક લેતી હોય છે એમ વિના સંકોચે લઈ લેવાતી હોય છે. ‘પરિણામે જે વાક્યો પ્રાપ્ત થાય છે એ ઘણું કરીને આવાં હોય છેઃ પ્રેમ એક નશો છે. પ્રેમ એક સમાધિ છે. પ્રેમ એક પૂજા છે. પ્રેમ આગનો દરિયો છે.’ હવે જો પોતાની કલ્પનાના ઘોડા બહુ હણહણતાં હોય તો આમાં પોતાના તરફથી પણ કશું નવું ચાંપલું ચાંપલું ઉમેરી શકાય. જેવું કે : ‘પ્રેમ એટલે ઉબડખાબડ રસ્તે દોડાવવાની ગાડી. જેમાં પંક્ચર પણ પડે અને વખત આવ્યે ટાયરટ્‌યૂબ પણ બદલાવવાં પડે!’ અથવા તો ‘પ્રેમ એટલે મીઠી પીડાનું પડીકું.’ અથવા તો ‘પ્રેમ એટલે જિંદગી રૂપી મોબાઇલનું રિચાર્જ કૂપન.’

આગળ વધારે લખવા માટે વિવિધ કવિઓનો પણ લાભ લેવાતો હોય છે. કવિઓએ ઊંધા પડી પડીને પ્રેમ વિષે જે કવિતાઓ લખી હોય એમાંથી જરૂર મુજબની પંક્તિઓ લઈ લેવાતી હોય છે. જેવી કે :

-ક્યાં સુધી આ દોડ લંબાતી જશે, ઝાંઝવાની જાતનો આ પ્રેમ છે.

આંખ દ્વારા ક્યાય જોવા ના મળે, પ્રેમ એતો માત્ર મનનો વહેમ છે.

-રાતનો વિસ્તાર બારેમાસ છે, જાગરણનો ભાર બારેમાસ છે.

ના કદી પંચાગમાં જોવું પડે, પ્રેમનો તહેવાર બારેમાસ છે.

આ ઉપરાંત ફિલ્મી ગીતોના ખજાનામાંથી પણ તૈયાર લગડી જેવી પંક્તિઓ લઈ લેવાતી હોય છે. એ ગીતોમાં પ્રેમ માટે પ્યાર, મહોબ્બત, ઇશ્ક જેવ સમાનાર્થી શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો હોય છે. જેને લીધે લખાણ સ્વાદિષ્ટ બને છે.

પ્રેમ વિષેનું લખાણ લાંબુ કરવા માટે પ્રેમીઓના દાખલા અપાતા હોય છે. લયલા-મજનું, હીર- રાંઝા, શેણી-વિજાણંદ જેવા ડબલ ધમાકાથી પ્રેમનો ઇતિહાસ ભરેલો છે. એ સિવાય રાધા-કૃષ્ણ તો બારે માસ ચલણમાં હોય જ છે. દાખલા માટે કોઈ નવલકથા કે કોઈ ફિલ્મનાં પાત્રોને પણ આમંત્રણ આપવામાં આવતું હોય છે.

પ્રેમનું ઉત્પાદન ખરેખર કઈ જગ્યાએ થાય છે એ માટે પણ ઘણા મતભેદો છે. લેખકો મોટાભાગે ‘પ્રેમ દિલથી થાય છે, દિમગથી નહીં.’ એવું જણાવતા હોય છે. પરંતુ કેટલાક લોકોએ આડા ફાટીને એવું શોધી કાઢ્‌યું છે કે : ‘દિલ અને દિમાગ એક જ છે. દિમાગમાં અમુક પ્રકારના રસ ઝરે છે જેના પરિણામે માણસ પ્રેમનો અનુભવ કરે છે.’ આ લોકોના મતે ‘પ્રેમ એ દિમાગમાં થતી એક રાસાયણિક પ્રકિયા છે. જેમ ખાવાના સોડા અને લીંબુના ફૂલના ઉપયોગથી બેસનમાં તાત્કાલિક આથો લાવીને નાયલોન ખમણ બનાવી શકાય છે એમ જ ભવિષ્યમાં અમુક રસાયણોના ઉપયોગથી પ્રેમભગ્ન માણસના દિમાગમાં ફરીથી પ્રેમનું ઉત્પાદન કરી શકાશે.’ ભવિષ્યમાં જો આવું શક્ય બનશે તો પ્રેમ વિષેનાં હાલનાં લખાણોનો કોઈ લેવલ નહીં હોય!

ખેર! ભવિષ્યની વાત ભવિષ્યમાં! પરંતુ ભવિષ્યમાં પણ કામ લાગે એવી વાત કબીરજી કહી ગયા છે એ કેમ ભુલાય?

પોથી પઢ પઢ કર જગ મુઆ, પંડિત ભયો ના કોઈ

ઢાઈ અક્ષર પ્રેમ કે, જો પઢે સો પંડિત હોઈ.

• યશવંત ઠક્કર •

ફૂડ સફારી

• આકાંક્ષા ઠાકોર •

ઙ્ઘીજટ્ઠૈ.ટ્ઠટ્ઠાટ્ઠહાજરટ્ઠ૮૭જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

બી માય વેલેન્ટાઇનઃ

ફરી પાછો ફેબ્રૂઆરી મહિનો આવ્યો અને જોડે વેલેન્ટાઇન ડે લાવ્યો! દર વખતની જેમ ખિસ્સા અને મગજ પર ભાર લાવ્યો. ખિસ્સા પર એટલે કે એ દિવસે ખર્ચો થયા વગર રહે નહિ (આજના જમાનામાં છોકરીઓના ખિસ્સા પર પણ ભાર રહે છે!) અને મગજ પર એટલે કે એ દિવસે શું કરવું અને કઈ રીતે સેલીબ્રેટ કરવું એ સમજ ના પડતી હોય, કેમકે વિચારમાં આવતો દરેક પ્લાન ગયે વર્ષે કે એને આગલે વર્ષે કે ભૂતકાળમાં ક્યારેક વાપરી નાખેલો જ હોય છે (આપણે એવું ધારી લઈએ કે તમે છેલ્લા પાંચ વર્ષથી એક જ વ્યક્તિને કમિટેડ છો)

પણ આ વખતનો આઈડિયા કદાચ તમારી પત્ની કે પ્રેમિકાને ખૂબ જ ખુશ કરશે. આ વખતે ફૂલ નહિ તો ફૂલની પાંખડીની જેમ, આખું ડીનર કે લંચ નહિ તો ડીઝાર્ત કે કૈક મીઠું બનાવીને ગીફ્ટ કરી શકો કે સરપ્રાઈઝ આપી શકો. હા, તમારા ખિસ્સાનો ભાર બહુ હળવો નહિ થાય પણ મગજનો ભાર થોડો ઘણો હળવો થઇ જશે એની ગેરેન્ટી.

આજની બે રેસીપી ચોકોલેટ બોલ્સ અને બનોફી પાઈ ઝડપથી બની જતી અને ઓછી માથાકૂટ વાળી છે. ચોકોલેટ બોલ્સ સાવ બેઝીક રેસીપી છે, જયારે બનોફી પાઈમાં થોડું ઘણું ઘડિયાળ અને કૂકર સામે ધ્યાન રાખવાનું થાય એવું બને.

ચોકોલેટ બોલ્સઃ

સામગ્રીઃ

એક પેકેટ મેરી બિસ્કીટ

૨ ટેબલસ્પૂન ડરીન્કીંગ ચોકોલેટ

ઓરેન્જ જ્યુસ, જરૂર મુજબ

સજાવટ માટે આઈસીંગ સુગર (શોધવા ના જવું હોય તો બુરૂં ખાંડ ઘર માં જ હશે)

રીતઃ

મેરી બિસ્કીટનું પેકેટ ગ્રાઈન્ડરમાં નાખી, એનો બારીક ભૂકો કરો.

તેમાં ડરીન્કીંગ ચોકોલેટ ઉમેરી બરાબર મિક્સ કરો.

હવે તેમાં ધીરે ધીરે ઓરેન્જ જ્યુસ ઉમેરતા જાઓ અને મિક્સ કરતા જાઓ, જ્યાં સુધી મિક્સ કરતા મિશ્રણને દબાવતા એના ગોળા ના વળી શકે. (ગોળા બની શકે એટલે જ્યુસ નાખવાનું બંધ કરવાનું)

મિશ્રણમાંથી થોડો થોડો ભાગ લઇ એના બોલ્સ બનાવો.

ઉપરથી આઈસીંગ સુગર નાખી, બોલ્સને એમ જ અથવા ગીફ્ટ પેક માં મૂકીને ગીફ્ટ કરો.

બનોફી પાઈઃ

સામગ્રીઃ

બેઝ માટેઃ

૧૦૦ ગ્રામ પીગળેલું માખણ

૧ પેકેટ મેરી બિસ્કીટ, ભૂકો કરેલા

કેરેમલ માટેઃ

૧૦૦ ગ્રામ પીગળેલું માખણ

એક કાન કન્ડેન્સ્ડ મિલ્ક

ટોપ માટેઃ

૨ કેળાં, સ્લાઈસ કરેલા

ક્રીમ

ડરીન્કીંગ ચોકોલેટ

રીતઃ

બેઝ માટેઃ મેરી બિસ્કીટના ભૂકામાં માખણ ઉમેરી બરાબર ભેળવો. આ મિશ્રણને સર્વિંગ બાઉલમાં બરાબર દબાવીને ભરી લો, લગભગ અડધે સુધી ભરો.

કેરેમલ માટેઃ એક પેનમાં પીગળેલું માખણ અને કન્ડેન્સ્ડ મિલ્ક લઇ ઘટ્ટ ના થાય ત્યાંસુધી ધીમા તાપે હલાવતા રહો.

કેરેમલને બેઝ ઉપર પાથરીને લગભગ ૧ કલાક સુધી ફ્રીજમાં ઠંડુ થવા દો.

પીરસતી વખતે કેરેમલની ઉપર કેળાની સ્લાઈસ ગોઠવો, તેના પર ક્રીમ પાથરો અને ડરીન્કીંગ ચોકોલેટ ભભરાવી એકદમ ઠંડુ સર્વ કરો.

• આકાંક્ષા ઠાકોર •

માર્કેટિંગ મંચ

• મુર્તઝા પટેલ •

હીંદૃીટ્ઠટ્ઠજ્રિખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

માર્કેટિંગ મંચ

તમારા વ્હાલા ‘વેલેન્ટાઇન’ને પૂછવા જેવો

એક ‘વેલ ઇન ટાઈમ’ સવાલ...

“બોલ, તારી આખરી ઈચ્છા શું છે?”

અપરાધ કર્યો ન હોવા છતાં કોઈ આવીને તમને આવું પૂછે તો પહેલી નજરે કાં તો તમે એને જેલનો જલ્લાદ માનો અથવા બહારવટિયો. પણ જે હોય તે. બે ઘડી આપણને થાય કે ઈચ્છા પુરી થાય કે ન થાય પણ આવી સ્થિતિમાં હમણાં જ જાન નીકળી જશે યા પછી બાર વાગી જશે એવું લખલખું પસાર થઇ જાય, ખરૂને?

પણ દોસ્તો, આવા જલ્લાદ કે બહારવટિયાઓથી દૂર એક એવી સંસ્થા વિશે વાત કરવી છે. જે ખરેખર અંતિમ ઈચ્છાઓ પુરી કરવામાં મદદ કરે છે. જે એવા લોકોની ઝિંદગીમાં જીન બનીને ચિરાગ જલાવી દે છે જેમનું ભાવી કાં તો અંધકારમય હોય છે કે કાં તો મોતને બિછાને હોય.

વાત કરવી છે. મેક અ વિશ ફાઉન્ડેશનની (સ્ટ્ઠાી ટ્ઠ ઉૈજર ર્હ્લેહઙ્ઘટ્ઠર્ૈંહ)

એ લોકો અઢી વર્ષના બાળકથી લઇ ૧૭ વર્ષ સુધીના બાળકોને માત્ર એટલો જ સવાલ કરે છે કે...ઃ “બોલ બેટા તારી ઈચ્છા શું છે?”

બાળકની ઈચ્છા કેવી પણ હોય !!!...

જસ્ટિન બિબર, બચ્ચન સાહેબ, મેડોના, લેડી ગા-ગા, સાથે લાઈવ પરફોર્મન્સમાં કરવું હોય કે

ચીનની આખી દિવાલની કે આખી પૃથ્વી ફરતે ચકરાવો લઇ હવાઈ સફર કરવી હોય...

પેરિસના એફીલ ટાવરની ટોચે ૫૦ મિનિટ પીપૂડી ફૂંકવી હોય કે

ફિલ્મોમાં આવેલા કાલ્પનિક પાત્રો સાથે દિવસો વિતાવવા હોય...

અમેરિકાના પ્રેસિડેન્ટ સાથે દાંડિયા રમવા હોય કે

બૃનાઈના સુલતાન સાથે કટિંગ ચાહ મારવી હોય...

આંગળા થકવી નાખે તેવી સુપર વિડીયો ગેમ્સ રમવી હોય...કે

દુનિયાની બેસ્ટ હોટેલમાં જઈ ઢોકળાં ખાવા હોય યા પછી..

ચલતે ચલતે...કોઈકને અમૂલ્ય સિક્રેટ ભેંટ આપી વિદાય થઇ જવું હોય...

ઓહ્‌ફફફફ......એવી તો કાંઈક કેટલીયે ૨૦-૨૫ હજાર ઈચ્છાઓ-સ્વપ્નાઓને સાચું કરવાનું કામ આ ‘મેક અ વિશ’ સંસ્થાએ કર્યું છે. આ એવા બાળકોની ઈચ્છાઓ છે...

જેમને માટે પૃથ્વી-પ્લેનેટ પર રહેવાની બહુ ઓછાં સમયની વિઝા મળી છે.

જેમને અનિચ્છિત એવા રોગના ભોગ બનવું પડયું છે, જે હાલમાં અસાધ્ય છે.

જેમને માટે ડોક્ટરોએ હાથ ધોઈ નાખ્યા છે...

એવા ‘જસ્ટ જન્મેલા’ છોકરાંવને આ દુનિયાથી ‘દસવિદાનિયા’ કહેતા પહેલા આવી ઈચ્છાઓને પૂરી કરવાનું કામ આ સંસ્થામાં સંતાયેલા ઘણાં સંત લોકો કરી રહ્યા છે.

ુુુ.ુૈજરર્.ખ્તિ ની સાઈટ પર આ સંસ્થાની વિશે માહિતીઓ તો મળી જશે. એમાં જોવાલાયક અને પછી આચરવાલાયક એવી અઢળક ઈચ્છાઓનું લિસ્ટ પણ છે. જો એની પર માત્ર એક નજર પણ ફેરવવામાં આવે તો બંધુઓ !...દિલથી કહી દઉં છું કે “વોહ આપકે દિલ કો છુ જાયેગી.”

દોસ્તો, દુનિયાને માણવા માટે બાળક બનીએ તો જ કાંઈક મેળવી શકાય નહિતર કોઈક વચ્ચે આવી ગાંઠ મારી દે ત્યારે છેડો તો શું કછોડી વાળવી મુશ્કેલ બની જાય છે.

શું કેન્સર થાય તો જ ઈચ્છાઓ પૂરી કરવી એવું કોણે કહ્યું? પણ..ઈચ્છાઓ થાય ત્યારે એનું કેન્સર ન થઇ જાય એવું તો વર્ષોથી સંત-લોકો કહેતા આવ્યા છે. માનવું ન માનવું માનવીના ‘હાર્ટ’ની વાત છે.

આવો વેલેન્ટાઈન વેપાર તો જાત સાથે વારંવાર કરવા જેવો છે. ઓહ! કેટલું કામ બાકી છે?

“ખુદ માટે સ્વપ્ન સેવવું બહુ મોટી વાત તો છે જ. પણ સાથેસાથે બીજાના સેવેલાં સ્વપ્નાઓની સેવા...એનાથી એ ઘણી મોટી છે.”

- મુર્તઝાચાર્‌ય.

• મુર્તઝા પટેલ •

પ્રાઈમ ટાઈમ

• હેલી વોરા •

ર્દૃટ્ઠિરીઙ્મૈ૧૯૮૨જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

પાછો આવ્યો વેલેન્ટાઇન ડે

પાછો આવ્યો વેલેન્ટાઈન ડે...... હવે કોઈ મસ્ત નવા સવા કપલ્સ જે જે કાગ ડોળે રાહ જોઇને બેઠા છે કે ક્યારે વેલેન્ટાઈન ડે આવે ને ક્યારે હું સરપ્રાઈઝ ગીફ્ટ આપું? ને સામે લઉં પણ ખરી? ક્યારે મસ્ત રોમાન્ટિક ડેટ પર જઈએ? ક્યારે મારી બાઈક ની બેક સીટ પર બેસાડી ને પેલી ને દુર દુર ફરવા લઇ જાઉં? વાળાઓ મને પથરા મારવા દોડશે. વેલ વેન્તાઈન્સ ડે ની આગળ વળી કે પાછો આવ્યો લગાવવા વાળા હશે મારા જેવા વર્ષોથી એક જ વેલેન્ટાઇન ની સાથે વેલેન્ટાઇન ડે મનાવવા વાળાઓ.

એક ને એક વ્યક્તિ સાથે વર્ષો સેલીબ્રેટ કરવાથી શું થાય? વોટ્‌સેપ પર ફરતા મેસેજીસ મુજબ તો એક બીજાથી ફુલ કંટાળ્યા હોઈએ અને બસ ચીડ ચીડ કરતા હોઈએ, પતિઓ ની આઝાદી છીનવાઈ ગઈ હોય અને પત્નીઓ રસોડામય અને ચિડેલી, ડોમિનેટિંગ અને તદન અનાકર્ષક હોય અને પતિઓ બોરિંગ અને પોતાની પત્નીથી ભાગવા વાળા, બેજવાબદાર અને અનરોમાન્ટિક થઇ ગયા હોય એટલે ૧૪ ફેબ્રૂઆરી બીજા કોઈ દિવસ જેવો જ દિવસ હોય...... એમ હું નથી કહેતી લોકો વિચારે છે.

વેલ હું શું કહું છું? હું એક પ્રશ્ન પૂછું, પોતાના હાથે થી પોતાના પગમાં ગલગલીયા થાય? નહિ. કેમ? કારણકે એમાં કોઈ સરપ્રાઈઝ નું તત્વ નથી હોતું. બસ બહુ વર્ષો એક બીજા સાથે વિતાવ્યા પછી એ સરપ્રાઈઝ નું તત્વ ફેડ થઇ જાય છે. અને એ વસ્તુ ઓબવિયસ છે. એક બીજા ની સતત સાથે રહીને એક બીજા માટે એકદમ પ્રેદીક્તેબલ થઇ જઈએ. એ શું કહેશે, કેમ વિચારશે, ગુસ્સો કરશે કે ખુશ થશે, એ બધી વસ્તુઓ લગભગ પહેલા થીજ ખબર હોય એટલે વેલેન્ટાઈનસ ડે ના જે ‘ કેમ રોમાન્સ કરશું અને પેલો શું ગીફ્ટ લાવશે અને ઓલી શું પહેરીને આવશે?’ વાળો ચાર્મ સમયાંતરે ઝાંખો પડી ગયો હોય.... એ ચાર્મ બાળકો ની સ્કુલ બસ પાછળ દોડવામાં, વડીલો ની બત્રીસી અને ચશ્માં રીપેર કરાવવા માં, ઓફીસ માં બોસ ના વડકા ખાવામા, શેર બજાર ની તેજી મંદીમાં, ગરમ રોટલી ના ફૂલકા કે રાશન કાર્ડ ની લાઈન માં ખોવાઈ જાય છે. ‘હબી’ ની કપડા ફેંકવાની ‘સ્ટાઈલ’ ધીરે ધીરે ઇરીટેટ કરવા લાગે કારણકે એ ફેકેલા કપડા ઉપાડવા પત્ની ને પડે અને પત્ની ની કચકચ સંભાળવા કરતાં ચા ની દુકાને બેસી જવું પતિઓને વધુ વ્યાજબી લાગે.તો વેલેન્ટાઇન ડે નું શું? ગેમ ઓવર?

નહિ સાહેબ... પિક્ચર અભી બાકી હૈ મેરે દોસ્ત.... પ્રેમ સમાપ્ત નથી થયો, રોજીંદો બની ગયો છે. એના પર સામાજિક, આર્થિક, પારિવારિક, ધાર્મિક , જરૂરી અને બિનજરૂરી બધીજ જવાબદારીઓ અડડો જમાવી ને મસ્ત ગોઠવાઈ ગઈ છે. પણ જે વિવાહ પહેલા ચાર કિલો શાક ન ઉપાડતા એ આવડી જવાબદારીઓ ઉપાડે છે કેવી રીતે? ત્યા જ છે પ્રેમ. સવારે કડક ચા નહિ મળે તો એમનું માથું ચડશે એટલે બીમાર હોય તોય ઉભા થઇ ને પત્ની ચા બનાવી આપે અને ઘર માં બે દિવસ થી ગેસ્ટ છે એટલે પત્ની ના પગ દુખતા હશે એટલે રાત્રે તે બેડરૂમ માં આવે તે પહેલા જ ઓશિકા નીચે પતિ બામ રાખી દે એટલે એ થયું “આઈ કેર ફોર યુ”. ૧૫ દિવસ પિયર ગયેલી પત્ની ૧૨ દિવસ માં પાછી આવે અને મિત્રો સાથે પાર્ટી માં ગયેલો પતિ પાર્ટી અધુરી છોડી ને ઘેર આવી જાય એ થયું “આઈ મિસ યુ”. બજાર માં લટકતો લાલ ડરેસ જોઇને મારી પત્ની આમાં કેવી લાગશે એમ પતિ વિચારે એટલે એ થયું “યુ આર બ્યુટીફૂલ” જો કે પત્નીઓ માટે આ કેસ થોડો જુદો છે એ લોકો પોતે કેવા દેખાશે એમ વિચારે...હે હે હે. વર્ષો જતા એક બીજાથી એટલી હદે તેઓ ટેવાતા જાય કે એમના શબ્દો, હાવભાવ, ચોઈસ, રીતભાત એ બધામાં સમાનતા આવતી જાય. કોઈ શબ્દ કે ખુલાસા વગર સામે જોઇને વાયડાઈ કે સહેજ હોઠ વન્કાવી ને નાક ચડાવીને મસ્તી થઇ જાય... બસ વર્ષો થી ડમશેલાસ એક ટીમ માં રમતા પાર્ટનરસ જેવી કેમિસ્ટ્રી થઇ જાય. પણ એ રૂટીન માંથી ક્યારેક એક અદ્‌ભુત પ્રવાસ ક્યાંક કોઈક ક્ષણે શરૂ થાય. ગતિ માંથી પ્રગતિ ઉદભવે. એમ જ ઘાણીના બળદ જેમ આંખે પતા બાંધી ગોળ ફરવાને બદલે કોઈક દિશા દેખાય અને તે તરફ ચાલવાનું શરૂ થાય, સમય પસાર કરવાને બદલે માણવાનો શરૂ થાય અને તે પણ સજોડે. એક બીજાનો હાથ પકડી ને ચાલવું એ કેવો ગજબ નો ટેકો છે એ સમજાતું ન હોય તો હાથ મૂકી ને થોડું ચાલી જોઈએ તો ખબર પડે.

• હેલી વોરા •

ટેક ટોક

• યશ ઠક્કર •

અટ્ઠજરષ્ઠ૮જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

ફ્રીડમ ૨૫૧ શું છે ?

આજે આપણે તાજેતરમાં જ લોન્ચ થયેલા તથા વિવાદનું કેન્દ્ર બનેલા ફ્રીડમ ૨૫૧ મોબાઈલ વિષે વાતો કરશું. આ ફોન ની ખાસિયત શું છે તથા શું સસ્તી કિંમત ની સામે કંપનીએ પ્રોડક્ટ મટીરીયલ સાથે કોઈ ચેડા કર્યા છે કે નહિ તે તમામ બાબતો વિષે આપણે આજે અહી વાતો કરશું.

સૌથી પહેલા તો મારે એક કન્ફયુઝન દુર કરવી છે. જ્યાર થી આ ફ્રીડમ ૨૫૧ વિષે ચર્ચાઓ શરૂ થઇ છે ત્યારથી તેને સતત ભારત સરકાર સાથે એ રીતે જોડવામાં આવે છે જે રીતે ફ્રીડમ ૨૫૧એ ભારત સરકાર ની કોઈ સ્કીમ કે પ્રોડક્ટ હોય, ફ્રીડમ ૨૫૧ ચોક્કસપણે મેઇક ઇન ઇન્ડિયા હેઠળ આવે છે અને આ સ્કીમ હેઠળ આવતા તમામ સ્ટાર્ટ અપસ તથા બીઝ્‌નેસીસને ભારત સરકાર પ્રોત્સાહન જરૂર આપે છે પણ તેના થી ભારત સરકાર તે બાબતે જવાબ આપવા બંધાઈ નથી જતી. ચોક્કસપણે સાવ ફેંકી દેવા જેવી કિંમતે જો આજના જમાનામાં કોઈ સ્માર્ટફોન આપે તો આપણને ફ્રોડ કે ૪૨૦ નો ડર લાગે જ પણ હવે તમારે ડર પણ રાખવો છે અને સસ્તી કિંમત માં સ્માર્ટફોન પણ જોઈએ છે તો એ બંને એક સાથે થવું થોડું અઘરૂં છે. એક રસ્તો એ પણ છે કે જયારે એક્ચ્યુલી ફોનની ડીલેવરી થાય અને લોકોનો પ્રતિભાવ મળે તે પછી તમે ખરીદો તો તમારો ડર દુર થઇ શકે છે. "જો આ મામલે કોઈ ફ્રોડ કે ૪૨૦ નો ગુન્હો બનતો હોય તો તેના પર એક્શન લેવા માટે ભારત સરકાર ની મદદ ચોક્કસપણે લઇ શકાય છે.

ફ્રીડમ ૨૫૧ એ રીન્ગીંગ બેલ્સ નામની નોઇડા માં રજીસ્ટર થયેલી કંપનીની પ્રોડક્ટ છે. આ ફોન ખરીદવા માટે તમારે તેમને અધિકારીક વેબસાઈટ નો સંપર્ક કરવો પડશે અને ત્યાં થી જ તમે આ ફોન ખરીદી શકો છો. ફોનની કીમત વિષે વાત કરીએ તો ૨૫૧ રૂપિયા નો ફોન તથા ૪૦ રૂપિયા શીપીંગ અને હેન્ડલિંગ ચાર્જીસના નામે થઇ ટોટલ ૨૯૧ રૂપિયામાં આ ફોન તમને મળી શકે છે, જોકે ફેઝ ૧ માં મળેલા અદ્‌બભુત પ્રતિસાદને પગલે હમણાં પુરતું આ ફોનનું બુકિંગ બંધ કરવામાં આવ્યું છે. જે જે લોકો એ બુકિંગ કરાવી અને પૈસા ભર્યા છે તે લોકોને આવનારા ૪ મહિનામાં આ ફોનની ડીલેવરી મળશે તથા જે લોકોને ડીલેવરી નહિ મળી શકે તેમને તેમના પૈસા પરત આપવામાં આવશે.

ફોનના મુખ્ય સ્પેસીફીકેશન વિષે વાત કરીએ તો પહેલી નજરે ચોક્કસપણે તમને આ આઈફોન ૩ય્જી જેવો લુક લાગશે પણ આઈફોન નું એક અલગ જ લેવલ તથા તેના વપરાશકર્તાઓ નો એક અલગ જ ક્લાસ છે એટલે આ કિંમતમાં તમને કદાચ તેના જેવા લુક વાળો ફોન મળે પણ એ કમ્ફર્ટ મળવી ખુબ મુશ્કેલ છે. ૪ ઇંચની ૂૐડ્ઢ ૈંઁજી ડિસ્પ્લે તથા ૧.૨ ગીગા હર્ટઝનું ક્વોડકોર પ્રોસેસર આ ફોનને મુખ્ય બળ આપે છે. જોકે ૪ ઇંચ ની સ્ક્રીન સાથેના ફોન હવે લગભગ આઉટડેટેડ જ ગણાય છે પણ સસ્તા બજેટમાં મોટી સ્ક્રીન આપવી એ પણ શક્ય નથી. ૧ ય્મ્ ઇછસ્ ને લીધે તમે એક સાથે ઢગલો બધી એપ્સ ખોલી નહિ શકો એટલે વારંવાર ફોન હેંગ થવાની તકલીફ પણ ચોક્કસપણે રહેશે. ઇનબિલ્ટ સ્ટોરેજ માત્ર ૮ જીબીનો જ આપવામાં આવ્યો છે અને તેમાં પણ એન્ડરોઇડ વર્ઝન ૫.૦ એટલે કે લોલીપોપ તો પહેલી થી જ ઇન્સ્ટોલ કરેલું હશે એટલે ૪ જીબી જેટલી જગ્યા તો ત્યાં જ રોકાઈ જશે અને એ સિવાય હ્લટ્ઠદ્બિીજિ, હ્લૈજરીદ્બિટ્ઠહ, સ્ીઙ્ઘૈષ્ઠટ્ઠઙ્મ, સ્ટ્ઠાી ૈંહ ૈંહઙ્ઘૈટ્ઠ, ઉરટ્ઠંજટ્ઠ, હ્લટ્ઠષ્ઠીર્હ્વર અને ર્રૂે્‌ેહ્વી જેવી એપ્લીકેશન તો પહેલે થી જ ઇન્સ્ટોલ કરેલી આવશે એટલે ટોટલ ૮ જીબી માંથી કદાચ ૧ જીબી જેટલી સ્પેસ તમને વાપરવા મળશે. તમે ૩૨ જીબી સુધીની ક્ષમતા વાળું મેમરી કાર્ડ પણ યુઝ કરી શકો છો, કેટલી એપ્સ મેમરી કાર્ડમાં ટ્રાન્સફર થશે કે કેમ એ તો આવનારો સમય જ જણાવી શકશે. કેમેરા વિષે વાત કરૂં તો મુખ્ય કેમેરા ૩.૨ મેગાપિક્ષલ વિથ ઓટો ફોકસ નો છે જયારે ફ્રન્ટ કેમેરા માત્ર ૩ મેગાપિક્ષલ નો જ છે. કેમેરા ની ક્વોલીટી ચોક્કસપણે જોઈએ તેટલી સારી નહિ હોય તે વાત સાવ નક્કી જેવી જ છે. ફોનમાં બેટરી પણ ૧૪૫૦ દ્બર ની આવશે જેથી તેનો બેટરી બેકઅપ પણ ચોક્કસપણે નિરાશ કરનાર હશે.

ઉપર આપણે વાત કરી ફોનના મુખ્ય સ્પેસીફીકેશ વિષે હવે વાત આ ફોનને લઇને થઇ રહેલા તથા ભવિષ્યમાં થઇ શકે તેવા વિવાદો વિષે. વિવાદની શરૂઆત ફોનની ડીઝાઇન તથા વેબસાઈટ પર મુકેલા ફોટો ને લીધે થઇ છે. ફોન ની ડીઝાઇન એડકોમ કંપનીના આઇકોન ૪ જેવી છે જયારે ડિસ્પ્લે પર રહેલા આઇકોન્સ એપલ માંથી સીધા ઉઠાવાયા હોય તેવું લાગે છે. આ અંગે જયારે કંપનીના પ્રેસિડેન્ટે અધિકારીક સ્ટેટમેન્ટ આપ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે આ એક્ચુલી ફોનની ઓરીજીનલ ડીઝાઇન નથી અને ફોન લોન્ચ થયે ડીઝાઇનમાં ચોક્કસપણે ફેરફાર આવશે, પરંતુ વેબસાઈટ પર લખાયેલ સ્પેસીફીકેશન મામલે કંપની કોઈ બાંધછોડ નહિ કરે તે નક્કી છે. આ સિવાય બીજો જે વિવાદ જન્મ્યો છે તેમાં એવું કહેવાય કે છે ઇન્ડસ્ટ્રી પંડિતોના કહેવા મુજબ જો સાવ સામાન્ય ક્વોલીટીનું મટીરીયલ પણ વપરાય તો ઉપરોક્ત સ્પેસીફીકેશન વાળો સ્માર્ટફોન ૨૭૦૦ રૂપિયાની કિંમતમાં તૈયાર થાય અને એ સિવાય ગવર્મેન્ટ ટેક્ષ તથા ડયુટી અને ચાર્જીસ જોડવામાં આવે તો ફોન ૪૨૦૦ રૂપિયાની કિંમત માં પડે છે. હવે આ મામલે કંપની પ્રેસિડેન્ટ નું કહેવું છે. કે અમે અમારી કંપની તથા મોબાઈલ ફોન અને મેન્યુફેક્ચરીંગ યુનિટ ઇન્ડિયા માં જ રાખશું જેથી અમને સ્ટ્ઠાી ૈંહ ૈંહઙ્ઘૈટ્ઠ અને જીંટ્ઠિં ેં ૈંહઙ્ઘૈટ્ઠ હેઠળ ભારે છુટ મળી શકે અને અમારી પ્રોડક્શન કોસ્ટ નીચી આવે આ સિવાય અમે માત્ર ઈન્ટરનેટ પર જ ફોન નું વેંચાણ કરશું જેથી અમારે મોટા ડીસટ્રીબ્યુશન નેટવર્કનો ખર્ચ ના કરવો પડે.

છેલ્લા ૩-૪ દિવસ થી જે માહોલ બન્યો છે તથા રીન્ગીંગ બેલ્સના પ્રેસિડેન્ટે જે રીતે પ્રેસને જવાબ આપ્યા છે તે જોતા ચોક્કસપણે દાળ માં કંઇક કાળું હોવાની ભીતિ સાચી પડે તેની શક્યતા છે. તેમ છતાં આ મામલે જો કોઈ વધુ માહિતી મળશે તો હું તે બાબતે આપને ચોક્કસપણે જણાવીશ.

ફાયનલ કનક્લુઝન : આમ જુઓ તો જે લોકોએ બુકિંગ કરાવી અને પેય્‌મેન્ટ કરી દીધું છે તેમના પાસે હવે રાહ જોવા સિવાય કોઈ છુટકો નથી બાકીના લોકોએ ચોક્કસપણે ફોન લોન્ચ થાય તથા ફોન વિષેના સાચા રીવ્યુ જાણ્‌યા પછી જ આ ફોન ખરીદવો કે નહિ તે વિષે નિર્ણય લેવો જોઈએ.

• યશ ઠક્કર •

બોલિસોફી

• સિદ્ધાર્થ છાયા •

જૈઙ્ઘઙ્ઘરટ્ઠિંર.ષ્ઠરરટ્ઠઅટ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

મૈને પ્યાર કિયા - એકદમ નિર્દોષ પ્રેમકથા

ભારતની ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં બડજાત્યા ફેમિલીનું નામ બહુ માન-સન્માન સાથે લેવામાં આવે છે. આનું કારણ એમ છે કે તેમના બેનર રાજશ્રી હેઠળ બનતી ફિલ્મો એકદમ સ્વચ્છ અને સામાજીક મેસેજ ફેલાવતી હોય છે. ૧૯૯૦ના દાયકામાં બડજાત્યા કુટુંબનો સૌથી યુવા ચહેરો આ બેનરનો નેતા બન્યો અને તેણે પોતાના ડાયરેક્શનમાં પહેલી ફિલ્મ બનાવી ‘મૈને પ્યાર કિયા’. નવી જનરેશનનો વ્યક્તિ નવા વિચાર લઈને આવે એવો એક સ્વાભાવિક ખયાલ આપણે બધા ધરાવીએ છીએ. કદાચ બડજાત્યા ફેમીલીના વડીલોએ પણ આવુંજ ધાર્યું હશે અને વિચાર્યું પણ હશે કે મોડર્ન વિચાર ધરાવતો તેમનો આ પુત્ર કે પુત્ર કે ભત્રીજો ક્યાંક રાજશ્રીની ટ્રેડીશનને ઉલટાવી ન નાખે.

પણ એવું ન બન્યું. ‘મૈને પ્યાર કિયા’ માં નવા ચહેરાઓ સલમાન ખાન અને ભાગ્યશ્રી ઉપરાંત સહકલાકારોના લિસ્ટમાં પણ એટલા જાણિતા કલાકારો પણ ન હતા. પણ ફિલ્મનો વિચાર જબરદસ્ત હતો. પ્રેમ એટલે શું અને દોસ્તી એટલે શું? આ તમામ બાબતોને એકદમ સ્પષ્ટરીતે ‘મૈને પ્યાર કિયા’માં જણાવી દીધું હતું. પ્રેમ કરવો એટલે મસ્તી મજાક ખરી પરંતુ જરાય ઉછાંછળાપણું નહીં. ઉલટું પોતાને પ્રેમ કરનાર અને પ્રેમનો વિરોધ કરનાર વડીલોને એકસરખું સન્માન આપવું એવી ભાવના વ્યક્ત કરવામાં આવી હતી. કદાચ પ્રેમનો મર્મ પણ આ જ છે. પ્રેમમાં વ્યક્તિ પાગલ જરૂર થઇ જાય પણ એના માટે જેને એ પ્રેમ કરે છે નહીં કે સમાજ કે દુનિયા સમક્ષ ઘેલાં કાઢે બરોબરને?

ભાગ્યેજ કોઈ એવી પ્રેમકથા હશે જે સીધી અને સરળ તેના ગંતવ્ય સુધી પહોંચી હોય. એટલે પ્રેમમાં તકલીફોતો આવવાની જ પરંતુ આ તકલીફોનો હિંમતથી અને પ્રેમથી સામનો કરીને તમામના દિલ જીતીને પોતાનો પ્રેમ પામવો એ કદાચ પ્રેમનો સૌથી મોટો વિજય કહી શકાય. આ ફિલ્મમાં આ જ જણાવવામાં આવ્યું છે. પ્રેમ અને લસ્ટ ભલે તમે માનો કે ન માનો ભેગીભેગી જ જતી હોય છે. મૈને પ્યાર કિયામાં આ બાબતને પણ ખુબ સુંદરતાથી વણી લીધી છે. જો તમે મૈને પ્યાર કિયાનું “મેરે રંગમેં રંગને વાલી..” ગીત ધ્યાનથી જોયું હશે તો તમને સુરજ બડજાત્યાની ઝીણવટભરી કારીગરીનો ખ્યાલ આવી જશે. આ ગીત પહેલાના સલમાન અને ભાગ્યશ્રી વચ્ચેની એક ‘ખાસ પ્રકારના’ ડરેસ અંગેની ચર્ચા અને ત્યારબાદ એ ડરેસને પહેરીને ભાગ્યશ્રી માત્ર શાલ ઓઢેલી દેખાડવામાં આવે છે ત્યારે ખ્યાલ આવી જાય છે કે લવ અને લસ્ટ બંને વચ્ચે ની ભેદરેખા પારખવી અને તેનું સન્માન કરવું અઘરૂં તો છે પણ મુશ્કેલ તો નથી જ.

આપણા સમાજમાં એવા ઘણા કિસ્સાઓ જોવા મળતા હોય છે જેમાં પોતાનો પ્રેમ પામવા માટે પ્રેમીઓ હિંસાનો આશરો લેતા હોય છે. પરંતુ ‘મૈને પ્યાર કિયા’ માં માતા-પિતાનું દિલ જીતીને પોતાનો પ્રેમ હાંસલ કરવાની અનોખી રીત બતાવવામાં આવી છે. પોતાની પુત્રીને સાચવવા માટે મહિનાની અમુક રકમ બાપકમાઈથી નહીં પરંતુ આપકમાઈથી મેળવવાની ચેલેન્જ જ્યારે પ્રેમ બનતો સલમાન સ્વિકારે છે ત્યારેજ આ અનોખા પ્રકારનો પ્રેમ છે તે દેખાઈ આવે છે. પ્રેમમાં બળવો પોકારવાની જગ્યાએ આ પ્રકારની ચેલેન્જ સ્વીકારી અને તેને પૂરી કરી બતાવીને પ્રેમ જીતવામાં જે સંતોષ મળે છે એ લોકોના દિલ દુભાવીને કે પછી તેમને નુકશાન પહોંચાડીને તો નથી જ મળતો.

આ તમામ મેસેજ ઉપરાંત એક મહત્ત્વનો મેસેજ આ ફિલ્મ દ્વારા લોકો સુધી પહોંચાડવામાં આવ્યો છે એ છે કે એક છોકરો અને છોકરી માત્ર દોસ્ત બની શકે કે રહી શકે? આ સવાલનો જવાબ મેળવવો ખુબ અઘરો છે, પરંતુ જો તમે તમારા એ સંબંધ સાથે પ્રમાણિક રહ્યા હશો તો આ જવાબ મેળવવો જરાય અઘરો નથી. બે પુરૂષો વચ્ચેની દોસ્તી કદાચ સરખા વિચારોને લીધે મળે એ શક્ય છે, પરંતુ એક સ્ત્રી અને પુરૂષ વચ્ચેની દોસ્તીમાં વિજાતીય આકર્ષણ ન હોય એવું બને જ નહીં. એટલે પહેલાતો પ્રમાણિકતાથી આ હકીકત સ્વીકારી લેવી પડે. ઘણીવાર આ આકર્ષણ એક તરફ ખૂબ તીવ્ર હોય છે તો બીજી તરફ ખુબ ઓછું અથવાતો સાવ નહીવત, આથી આ દોસ્તી પ્રેમમાં પલટાઈ શકતી નથી. અથવાતો આ દોસ્તી ત્યારે થાય છે જ્યારે બંને પક્ષ તેમના જીવનસાથીઓ સાથે કમિટેડ હોય છે. પણ તેમછતાં દોસ્તી થાય છે અને ધમધોકાર થાય છે. એટલે ભલે અમુક કહેવાતી કે વણકહેવાતી મજબુરીઓ હોય પણ સ્ત્રી પુરૂષ વચ્ચે માત્રને માત્ર પ્રેમસંબંધજ હોય અથવાતો તેઓ વચ્ચે જાતિય સંબંધજ હોય એવું માની લેવાની જરાય જરૂર નથી.

આમ પ્રેમના વિવિધ કોણને ખુબ આસાનીથી સમજાવી દેતી ફિલ્મ ‘મૈને પ્યાર કિયા’ બોલિવુડમાં પ્રેમ ના સબ્જેક્ટ પર બનેલી કદાચ એકમાત્ર સંપૂર્ણ ફિલ્મ છે.

૧૪.૦૨.૨૦૧૬, રવિવાર (વેલેન્ટાઇન્સ ડે)

અમદાવાદ

• સિદ્ધાર્થ છાયા •

લઘરી વાતો

• વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી •

હ્વરૈજરદ્બટ્ઠાટ્ઠહઙ્ઘૈંજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

હું તું અને પ્રેમ

મોટા ભાગે પ્રેમ દિવસ અથવા તો પ્રેમ ને લાગતા વળગતા જેટલા પણ દિવસો છે એની યાદ અપાવામાં આવે તો એ બધા અપરણિત નો જ વિચાર આવે છે કોઈ પરણિત લોકો આવા દિવસો ઉજવતા હશે એવું વિચારી પણ નથી શકતું. દરેક જણ સમજી શકે છે કે પરણયા પછી પ્રેમ ની શું પરિસ્થિતિ થાય છે? પ્રેમ તો હોય છે પણ પરણ્‌યા પછી એ પ્રેમ ને ખોટી અભિવ્યક્તિ કે આવા કોઈ દિવસો ની જરૂર પડતી નથી પ્રેમ હોય જ છે પણ હવે એ જીંદગી નો ભાગ બની ગયો હોય છે .

વેલેન્ટાઇન જેવા દિવસો નાં મોહપાશ માં આવીને ઉતાવળે છોકરી કે છોકરો સિલેક્ટ કરી લેવો નહીં. એમાં જો તમે છોકરા તરીકે સવારે વહેલી ‘’ચા’’ પીવાની આદત વાળા હો તો ખાસ ધ્યાન રાખવું કેમકે જો છોકરી વહેલી ચા નહી પીતી હોય તો મોટા ભાગે તમારે જ વહેલા ઉઠીને ચા બનાવી પડશે અને ધીરે ધીરે તમે પ્રેમ નાં માર્યા ‘’ચા’’ ક્ષેત્રે સન્યાસ લેવાનો વારો આવશે. આવા તો જીવનમાં અનેક કોમ્પ્રમાઈઝ કરવાના આવે ત્યારે પ્રેમ ટકે છે . દેશની સર્વોચ્ચ અદાલત પણ કહે છે કે પરણેલા પુરૂષે સ્વતંત્રતા ના શોધવી જોઈએ .

ખરેખર આ વેલેન્ટાઇન ડે દિવસ ની આગળ આવતા ખર્ચાળ દિવસો કોઈ ગુજરાતી દુકાનદારે જ શોધેલા હશે બાકી આવું ‘’ટેડી’’ ગુલાબ આવું બધું કોણ રોજ ખરીદવાનું હતું? આ તો હોલસેલમાં એક જ દિવસમાં વેચાય અને એ પણ ગમે તે ભાવે વેચી શકાય અને બિચારા પુરૂષો કાઈ બોલી પણ નાં શકે એવો ફૂલપ્રૂફ ખર્ચો કરવાનો કોન્સેપ્ટ ડેવલોપ કરવામાં આવેલો છે. આવા ખર્ચા ખરેખર તો સમાજમાં એક બીજાને દેખાડો કરવામાટે થતા હોય છે પણ તમે પરણેલા હો તો આવા ખર્ચમાંથી બચી શકતા નથી એક રસ્તો થઇ શકે કે પત્ની ને જે ગમતું હોય એ બધું ઓનલાઈન સિલેક્ટ કરીને કેશ ઓન ડિલીવરી નો ઓપ્શન સિલેક્ટ કરીને તમારા સાસરિયા નું સરનામું આપી દો તો બધી વસ્તુ આવી જાય તમારે ખર્ચો નહીં અને પત્ની ને કહી શકો બધી વસ્તુ તારા સરનામે મંગાવી છે થોડા દિવસ ઘરે રહી આવ અને વસ્તુઓ પણ લઇ આવજે! આમ થોડા દિવસ સુધી તમારે શાંતિ. પણ એક વાત યાદ રાખજો જો તમારા સાસરિયા આવો જ પ્રયોગ તમારા ઘરનાં સરનામે કરે તો તમને મોઘું પડી શકે છે .

જ્યારે આ પ્રેમ દિવસ (વેલેન્ટાઇન) આવે ત્યારે આપણને એવું લાગે આના કરતા તો ૧૫ મી ઓગસ્ટ સારી આપણે ભલે આઝાદી ના માણી શકીએ પણ એ દિવસે દેશ તો આઝાદ થયો હતો . વેલેન્ટાઇન દિવસ પર ગુલાબ નાં ભાવ પણ વધારે હોય છે તો એ માટે મહિના અગાઉ એક ગુલાબ નો છોડ ખરીદી ને વાવી શકાય છોડ પર જો બે-ત્રણ ગુલાબ આવે તો સારૂં પણ લાગે કે જો આટલી મોઘવારી માં પણ પત્નીને બે-ત્રણ ગુલાબ આપી શકે છે સમાજમાં પણ તમારૂં સારૂં લાગે . બીજો ઓપ્શન એવો કે લાલ ગુલાબ ની જગ્યાએ જો તમે આગામી વર્ષમાં જીવનમાં શાંતિ જોઈતી હોય તો લાલ ગુલાબ ની જગ્યાએ સફેદ ગુલાબ પણ આપી શકાય સફેદ ગુલાબ એ શાંતિ નું પ્રતિક ગણાય છે .

આવા દિવસે સ્ત્રીઓ ને ક્યારેય જમવાનું બનાવાનું નાં કેહવાય કેમકે જો તમારા ઘરે પણ કામવાળા તરીકે કોઈ સ્ત્રી આવતી હશે તો એણે આ દિવસે રજા રાખી હશે. આવા દિવસે બહાર જવાનું વચન આપતા પેહલા એક વાર પોતાના વોલેટ ને પૂછી લેવું જોઈએ કે બહાર જઈ શકાશે ને તો જ વચન આપવું. જો તમારૂં વોલેટ આવા વચન આપવાની નાં પાડતું હોય તો સામેથી જ બહાર તને ફલાણા ની પાણીપુરી બહુ ભાવે છે ને એ ખાઈ આવીએ એવા સસ્તા અને પરવડે એવા ઓપ્શન આપવા. એના ઘણા ફાયદા છે સ્ત્રી ને એવું પણ થાય કે જોયું તમે એની પસંદગી નું કેટલું ધ્યાન રાખો છો અને તમને પણ સસ્તું મળે. કોઈ દિવસ આવા પ્રેમદિવસો માં શોપીગ કરવા નાં જવું કેમકે ઘણી વાર તમે પુરૂષ તરીકે ભાવ કરાવામાં અને વસ્તુ સિલેક્ટ કરવામાં કાચા પડો અને વેપારીનો પક્ષ લઈ બેસો છો અને વસ્તુ ખરીદવાની વાત સાઈડ પર રાખીને અંદરો અંદર ઝઘડી બેસો છો જેથી આવા ગતકડાં ટ્રાય નાં કરવા . તો રોજે રોજ પ્રેમ દિવસ જ છે જો તમે એક બીજા ને સમજી શકો અને એક બીજાને નાની નાની ખુશીઓ આપી શકો .

• વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી •