I AM SORRY PART 14 in Gujarati Love Stories by Ashwin Majithia books and stories PDF | I AM SORRY PART 14

Featured Books
Categories
Share

I AM SORRY PART 14

આઈ એમ સોરી- [ભાગ ૧૪]

લેખક: અશ્વિન મજીઠિયા

ઈમેલ: ફોન: ૯૮૭૦૪૨૮૮૦૪

[પ્રકરણ ૧૪]
નિકીની સાથે રાત આખી ભરપુર પ્રેમ કર્યા પછી સવારે જયારે અમે રિલેક્ષ મૂડમાં પલંગમાં આડા પડ્યા હતા ત્યારે..તેણે ફરી પાછી તે જ વાત ઉપાડી કે મેં તેની સાથે ચીટ કર્યું, તો તેનું કોઈ ને કોઈ તો કારણ તો ચોક્કસ હશે જ. .

શી ઈઝ રાઈટ..કોઈ કારણ તો છે જ ને.. !.

અમે બંનેએ પોતપોતાને ખેંચીને એકમેકથી દુર કર્યા અને પાછળ દીવાલને પીઠ ટેકવી, ટટ્ટાર બેસીને હું ઉપર છત તરફ તાકવા લાગ્યો.
યસ.. મારે નિકી સાથે હવે નિર્દયતાની હદ સુધી ઓનેસ્ટ થવું પડશે.
તેની સાથે વાત કરવી પડશે. અને તે પણ પૂરી ઈમાનદારી..કઠોર ઈમાનદારીની સાથે.
સત્ય ભલે કેટલું ય કડવું હોય પણ એક દવાની જેમ તેની સામે મુકવું જ રહ્યું...તેને ગળે ઉતરવું જ રહ્યું.
આળપંપાળ અને વેવલા વખાણથી અમારી આ પ્રેમ-લતા કરમાવા લાગી છે.
અમારા આ સંબંધની વેલને જો ફરીથી નવપલ્લવિત બનાવી ફૂલવા-ફળવા દેવી હોય, તો ભલે થોડું આકરું લાગતું પણ એમાં જ ભલું છે અમારું.. અમારા દામ્પત્યનું.. અમારા ભવિષ્યનું..!
અમયની વાત સો ટકા સાચી છે. મારે તેમ કરવું જ રહ્યું.
પીડા તો ખેર, મને ય થતી હતી આમ કરવામાં. પણ તોયે...
.

દર્દથી વિચલિત, એવું મારું ગળું મને બોલવાની મંજુરી આપે, તે પહેલાં મેં મારી આંખો મીંચી દીધી..કે જેથી મારું મનોબળ મજબુત બને..અવાજમાં મક્કમતા આવે.
અને મેં શરુ કર્યું...
"
હું... હું કેટલું હું ઈચ્છુ છું કે તું વિકીના પડછાયામાંથી નીકળીને આગળ વધે.." -મેં એટલી ઝડપથી આ વાત કહી દીધી જાણે કે તેનાં હૃદય પરથી બેન્ડ-એડની કોઈ પટ્ટી ઉખાડી રહ્યો હોઉં- "આઈ વિશ કે તારામાં વધુ કોન્ફિડન્સ હોય. એન્ડ આઈ વિશ કે તું આટલી પરફેક્ટ ન હોત...".

મેં એક ઊંડો શ્વાસ લીધો અને આંખો ઉઘાડી તેની સામે જોયું. તે ઉપર છતની તરફ તાકતી રહી. તેની આંખોમાં ભીનાશ છવાવા લાગી."
એન્ડ આઈ વિશ, કે આપણે ફરી પાછા ભૂતકાળમાં જઈ શકીએ, અને ફરીથી તે મોજ-મજા માણી શકીએ, જે આપણે પહેલાં માણતા હતાં, વિકી મરણ પામી તે પહેલાં..!"
.
હા, નિકીને મારી વાતો ચોટદાર લાગી રહી હશે.. તેને ચોટ લાગતી જ હશે..ડેફીનેટલી...!
કારણ મારી વાત સાંભળતા જ તેણે પોતાની આંખો મીંચી લીધી, જેને કારણે મારી છાતી હજુ વધુ વજનદાર બનતી ચાલી.
મારા ગાળામાં અટકેલો પેલો ડચૂરો હજુયે વધુ મોટો થતો ચાલ્યો, જેને હું બહાર કાઢી ફેંકવા ઈચ્છતો હતો.
નિકીને હજુયે વધુ હર્ટ કરતાં કેટલું ગંદુ ફીલ કરતો હતો, હું..!.
"
યુ આર રાઈટ.." -નિકી આખરે બોલી- "હું આ બધું છોડી શકતી નથી તેવું મનેય લાગે જ છે. મને ખબર છે, નિખીલ. આઈ નો..કે હું તને દુર હડસેલતી રહી છું. જાણે કે અજાણે... ! પણ વિકીએ આવું કેમ કર્યું તે જાણવા માટે હું કંઈ પણ ખોવા કે ત્યાગવા તૈયાર છું. તે કેમ મને છોડી ગઈ...?"

ગળામાં બાઝેલ ડૂમાને કારણે તેનો અવાજ ત્રુટક રીતે બહાર આવી રહ્યો હતો. તેનો નીચલો હોઠ કાંપવા લાગ્યો હતો..
"
આઈ વિશ આઈ કુડ હેલ્પ યુ.." -હવે મારો અવાજ તુટવા લાગ્યો, પણ મેં ચાલુ જ રાખ્યું- "અને મેં તને હેલ્પ કરવાની ટ્રાઈ પણ કરી જ છે.".

મેં એક નિશ્વાસ મુક્યો. નિકીને દિલાસો આપવાનાં મેં કેટકેટલાં પ્રયત્નો કર્યા હતાં તે બધું મારાં મગજમાં ફરી પાછું ઉભરવા લાગ્યું-

"નિકી, હું ચીટ કરું છું, કારણ મને ઉત્તેજનાની..થ્રીલની..એક્સાઈટમેન્ટની જરૂર પડે છે. રોમાંચિત થવું મને ખુબ ગમે છે. અને મારાં માટે જરૂરી પણ છે..આપણા બંને માટે તે જરૂરી છે કે બેડરૂમમાં આપણે બંને સરખી માત્રામાં ઉત્તેજિત-અવસ્થા પ્રાપ્ત કરીએ. મને ખબર છે આ બધું તને અજુગતું લાગતું હશે. પણ નિકી, આપણું દામ્પત્યજીવન સાવ ખાડે ગયું છે. તને ખબર છે? યુ નો? જેને કમ્ફર્ટ આપી જ ન શકાય તેવી વ્યક્તિને કમ્ફર્ટ આપવો, ઈટ'સ સો હાર્ટ-બ્રેકીંગ... ઈટ'સ સો એક્ઝોસ્ટીંગ..! યાર નિકી.. હું થાકી જાઉં છું તને પંપાળી પંપાળીને. અને પછી આવી સ્થિતિમાં પરફોર્મ કરવું..! કાશ, કે તું કોઈક પુરુષ હોત, તો આ બધું સહેલાઇથી સમજી શકતે..! " .
"
આઈ'મ સોરી.." -મારો હાથ જોરથી પકડીને નિકી મોકળા મને રડી પડી. .
"
આ બધું કહેતા હું કેટલું ગિલ્ટી ફીલ કરું છું, " -મેં ધીમેથી કહ્યું- "કારણ મને ખબર છે કે યુ આર અમેઝિંગ. અદભૂત છો તું..! મને ખબર છે કે આમાં તારો વાંક નથી. તું સાવ તૂટી ગઈ છો. ભાંગી પડી છો. તારામાં કોન્ફીડંસનો અભાવ છે. પણ,..પણ હું પહેલાંની નિકીને મિસ કરું છું, નિકી..! પ્લીઝ, મને નિકી જોઈએ છે. ખરી નિકી..મારી અસ્સલ નિકી..".
"
હું મારાથી બનતી કોશિષ કરું છું તને સહકાર આપવાની.. કરું છું કે નહીં..?" -નિકીએ નીચે જોતાં રહી જવાબ આપ્યો.

"યસ, હું કબુલ કરું છું અને કદર પણ કરું છું તારા પ્રયત્નોની. પણ હાફ-હાર્ટેડ પ્રેમ ક્યારેય આપણને ચરમ-સીમાની મંઝીલ ન દેખાડી શકે.. એ ચડાણ ચડવા તન અને મન બંનેમાં ભરપુર જોશ હોવું જોઈએ." -આવું કહીને મેં જાણે કે તેનાં તે બધાં પ્રયત્નોને સાવ રીજેક્ટ કરી નાખ્યા હોય તેવી લાગણી મને થઇ આવી.

કદાચ નિકીને પણ મારાં આ રીજેકશનની એવી કોઈ ફીલિંગ થઇ આવી હોય તેમ તે વિચારોમાં ખોવાઈ ગઈ.
આગળ શું બોલવું, તે મને કે તેને કંઈ જ સમજાતું નહોતું. બે પળની ચુપકીદીએ વાતાવરણને ભારેખમ બનાવી દીધું..
.
"
વિકી મૃત્યુ પામી તે પહેલાં તે મને ક્યારેય ચીટ કરી હતી..?" -પોતાનાં જ વિચારોમાં ખોવાયેલી નિકી પૂછી બેઠી..

મારું આખું શરીર જાણે કે અક્કડ થઇ ગયું.. એટલા માટે નહીં કે હું ગિલ્ટી ફીલ કરી રહ્યો હતો. પણ એટલા માટે, કારણ કે મને ત્યારે વિકી સાથેની વાતચીત યાદ આવી ગઈ. અને મને યાદ આવી ગઈ તેની તે કોશિષ..

મારી સાથે પ્રેમ લડાવવાની કોશિષ, મને કિસ કરવાની કોશિષ..!.

શું આને તે બધું ય કહેવું જ પડશે..? મારું ગળું અને મારું મોઢું સુકાવા લાગ્યા. વાત કરવા માટે જીભ ચલાવવામાં મને તકલીફ પાડવા લાગી. .
"
યસ.. થ્રી ટાઈમ્સ.." -મેં એટલા ધીમેથી કહ્યું, કે તે સાંભળી પણ ન શકે. અને મેં નિકીનું તે ડૂસકું સાંભળ્યું, જેનાં અવાજે જાણે મારા હૃદયમાં ખંજર ભોંકી દીધું. .
"
વાય..? બટ વાય..?" -તે રડી પડી..!"
યાદ છે તું બીયર-બારવાળી રેસ્ટોરાંમાં જોબ કરતી'તી..?" -હવે મારા પણ આંસુ વહેવા લાગ્યા- "અને તને ત્યાં તે ખુબ જ ટફ પડતું હતું..? તું કેટલી હતોત્સાહ..કેટલી ડાઉન રહેતી હતી..! કોઈક ટાઈમે તો એકદમ ડીપ્રેસ્ડ પણ...! તું મને આંગળી પણ લગાડવા નહોતી દેતી. મને ખબર છે, ત્યાંના કેટલાક વિકૃત અજાણ્યા કસ્ટમરોનાં ઝુંડ દ્વારા સતામણી થવી..તારા માટે આ બધું બહુ મુશ્કેલ જતું હતું. જો કે મેં તને કહ્યું હતું, કે ત્યાં ફરી પાછી જોબ કરવા જવાની જરૂર નથી. મેં તને કહ્યું હતું, પણ તેં..તે જોબ છોડી નહીં. કારણ, થોડી એક્ષટ્રા ઇન્કમ ઘરમાં લઇ આવવા તું મક્કમ હતી. પણ આ બધાએ તને સાવ બદલી નાખી હતી. ખબર છે તને આ બધું..?".
"
હમમમ...અને એટલે તેં મને ચીટ કર્યું..!" -તેનું આ બયાન જાણે કે તેનાં તારણ જેવું લાગતું હતું. .
"
હું પ્રાઉડ નથી નિકી. મને કોઈ ગર્વ નથી મેં જે કંઈ કર્યું તેનાં માટે.." -મેં એકદમ નમ્ર સ્વરમાં કહ્યું- "મને ખબર છે આ સદંતર ખોટું હતું. બધી સમસ્યાનો મેં એકદમ એક નાદાનની જેમ ઉકેલ કાઢવા ચાહ્યો. મારે તારી સાથે વાત કરવી જોઈતી હતી. અને નહીં કે, બીજી છોકરીઓ પાસે એક્સાઈટમેન્ટ મેળવવા દોડી જવું. અને આ બધાં પછી પણ, તારી પાસેથી બીજી બધીયે અપેક્ષાઓ રાખવી.".
"
તો...? તો આપણે ફરી પાછા એક કેવી રીતે થઇ શકીશું.." -નિકીના ડુસકાઓ વધવા લાગ્યા- "કારણ, જેટલી વાર હું ડીપ્રેસ્ડ અને ડાઉન રહીશ, એટલીવાર તું દોડી જઈશ મને ચીટ કરવા માટે, બરાબર ને..? એમ આઈ રોંગ..? જેટલી વાર મુશ્કેલીઓ આવશે, તું બીજે ભાગી જઈશ..!".

મેં એક ઝટકા સાથે તેની તરફ પડખું ફેરવ્યું. એક હાથથી તેનાં ગાલ પકડ્યા અને તેને મારી તરફ જોવા મજબુર કરી. તેની ખુબસુરત આંખોમાં દર્દ ભર્યું હતું. એટલું દર્દ કે જે મારી સહનશક્તિની હદ કરતાં ક્યાય વધું કહેવાય..
"
આઈ સ્વિઅર નિકી, હું તને ફરી ક્યારેય ચીટ નહીં કરું. પરિસ્થિતિ જો કથળશે, તો આપણે તેની ઉપર મહેનત કરશું. વી'લ વર્ક ઓન ઈટ. પણ હું ક્યારે ય બીજે નહીં ભટકું. બીલીવ મી નિકી, પ્લીઝ, આઈ લવ યુ સો મચ..!" -મારા આંસુઓ મારા અવાજને બહાર નહોતા આવવા દેતાં, પણ તોય હું કહેતો ગયો..

મારું હૃદય મને ભારે અને હળવું..બંને એકી સાથે લાગવા લાગ્યું..કે જયારે નિકીએ અચાનક પોતાની બાંહ મારી આસપાસ પ્રસરાવી દીધી. મારી ગરદનમાં પોતાનો ચહેરો ખોસીને ધીમા ધીમા ડુસકાં ભરતી તે મને ટાઈટ-હગ કરવા લાગી.
મેં પણ તેને એટલી મજબુતીથી જકડી લીધી, જાણે મારી જીંદગી તેની પર જ નિર્ભર હોય, અને તેનાં વાળને મારા ચુંબનોથી નવડાવવા લાગ્યો.
મારું નાક અને મારી આંખ બંને એકી સાથે વહેવા લાગ્યા હતાં, પણ મને એની કોઈ જ પરવા નહોતી..
"
નિકી, આપણે આમાંથી પાર પડી શકીશું. વી કેન ડુ ઈટ નિકી, માઈ લવ..પ્લીઝ.." -હું જાણે કે આક્રંદ જ કરવા લાગ્યો. હું ઈચ્છતો હતો કે તે મને એક મોકો આપે. હું તેને કોઈ પણ કીંમત પર ખોવા નહોતો માંગતો..
"
હું પણ એ જ ચાહું છું, નિખીલ. હું પણ ચાહું છું કે હું તારી વાતો પર ભરોસો કરું..!" -ભરેલા અને ભારે અવાજે તે બોલી. .

હું તેનાથી થોડો દુર ખસી ગયો કે જેથી હું તેને જોઈ શકું."
તને ચીટ કરી, મારા જીવનની તે સહુથી મોટી ભૂલ હતી. તને હર્ટ કરવા માટે, તારી સાથે દગો રમવા માટે હું મારી જાતને ક્યારેય માફ નહીં કરું. પણ, હું તને તારી પાસેથી પાછી તો ત્યાં સુધી ન જ માંગી શકું, કે જ્યાં સુધી હું મારી જાતને તારી સામે એકદમ પ્રમાણિક રીતે ન મુકું." -મેં હિંમત એકઠી કરતાં કહ્યું..

નિકીએ ચોંકીને મારી સામે જોયું. તેની આંખો પહોળી થતી ચાલી જાણે પોતાની જાતને તૈયાર કરી રહી હોય..તે સાંભળવા, કે જેનો તેને થોડો એવો અંદેશો આવી ગયો હતો. .
"
નિકી, હું...વિકી..""
તું વિકી સાથે સુતો હતો..?" -થોડું બરાડીને તે મારાથી અળગી થઇ ગઈ.
પણ મેં તેણે ફરીથી પકડીને મારા અંગ સાથે જકડી લીધી.
."
નો નિકી, ઓફ કોર્સ નોટ.." -મેં શાંત અવાજે કહ્યું- "તેણે ફક્ત મારી ઉપર ટ્રાઈ કરી હતી.. અમે બસ એક કિસ કરી હતી.." -મેં મારું થુંક ગળે ઉતારતા કહ્યું- "હું પીધેલો હતો ત્યારે, નહીં તો આ પણ ન થયું હોત. કસમથી...!" .

મારાથી મોઢું ફેરવીને નિકી બીજી તરફ જોવા લાગી. તેણે પોતાનો ચહેરો ઢાંકી લીધો અને તેનાં આંસુ ફરી પાછા જોરથી વહેવા લાગ્યા..

મારા હૃદયમાં એક તેઝ તર્રાર એવું દર્દ ઉપડી આવ્યું. હું માની જ નહોતો શકતો કે હું કેટલી બધી વાર તેને હર્ટ કરતો આવ્યો છું, કેટકેટલી વાર મેં તેને રડાવી છે. "
આઈ'મ સોરી..આઈ'મ સો સોરી.." -તેનું બાવડું પકડતા હું બોલ્યો..
.
"
મને..મને એમ કે તે ખોટું બોલી રહી હતી. મને એમ જ હતું કે તે અમસ્તી જ કોઈક સ્ટોરી બનાવી રહી છે.." -નિકી પોતાનાં ધ્રુસકાઓ વચ્ચે બોલી..

હું થંભી ગયો.

મારો શ્વાસ જાણે અટકી ગયો."
વોટ..?" -હું જાણે કે હક્લાઈને બોલી પડ્યો..
"
એકવાર અમે બંને પીધેલી અવસ્થામાં હતાં ત્યારે તેણે મને કહ્યું હતું, કે તેણે તારા ઉપર ટ્રાઈ કરી હતી. કે તેણે તને પલંગમાં ઘસડી જવાની કોશિષ કરી હતી, પણ તેં તેને ગણકારી નહોતી. તેણે મને કહ્યું હતું કે જયારે તેણે તને કિસ કરવાની ટ્રાઈ કરી'તી તો ત્યારે તેં તેને હડસેલી મૂકી હતી, અને તેને એમ કહ્યું હતું કે તું મને પ્રેમ કરે છે." -મુશ્કેલીથી નીકળતા અવાજમાં નિકીએ પોતાનું વાક્ય પૂરું કર્યું, અને આગળ બોલી- "મને ત્યારે લાગ્યું કે તે બસ મને અપસેટ કરવા માટે જ આવું બોલી રહી હતી, કારણ ડાઈનીંગ ટેબલ પરની એક બોલાચાલી દરમ્યાન તે આ બધું મને બોલી હતી. મેં ક્યારેય આ વાતને સાચી માની જ નહોતી. મને..મને ભાગ્યે જ એવો કોઈ અંદાજો હતો, કે તેને તારી પર કોઈ ક્રશ હતો.".

હવે મારી આંખોની સાથે સાથે મારું ગળું યે સુકાવા લાગ્યું. નિકીની વાત હજમ નહીં થવાને કારણે મારું મ્હો ખુલ્લું ને ખુલ્લું જ રહી ગયું..
"
આર યુ સીરીયસ..? આ બધો સમય શું તને ખબર હતી..? શું આ બધું તને જાણમાં હતું ?" -અણીદાર સ્વરમાં મેં મારું વાક્ય પૂરું કર્યું. ક્રોધની એક લહેર મારી અંદર વહેવા લાગી. મેં હવે થોડા જોરથી નિકીનું કાંડું પકડી લીધું હતું.

આટલો સમય હું એક ગુનાહિત લાગણી મહેસુસ કરતો આવ્યો..મારી જાતને નફરત કરતો આવ્યો, કે મેં નિકીથી વિકીની આ વાત છુપાવી રાખી છે. પણ..
પણ તે તો આ વાત ઓલરેડી જાણતી જ હતી. તે તો જાણે જ છે, આ વાત..!.

.
હું પલંગ પરથી કુદીને નીચે આવ્યો અને જલ્દીથી મારું પેન્ટ પહેરવા લાગ્યો. "
વોટ'સ રોંગ? મારી પર આટલો ગુસ્સે કેમ થઇ ગયો?" -નિકીએ હળવા સવારે પૂછ્યું. તેનાં ડુસકા હવે બંધ થતાં ગયા. ઝીપ ઉપર જરૂરત કરતાંય વધુ જોર આપીને મારું પેન્ટ પહેરતાં મેં તેની સામે જોવાનું ટાળ્યું..
"
તને નિકી, કોઈ જ અંદાજો નથી કે આ વાત મને વર્ષોથી કેટલી ખાઈ જઈ રહી છે," -મેં આવેગમાં આવીને કહ્યું- "મને ડર હતો કે આનાથી તમારો..બંને બહેનો વચ્ચેનો સંબધ ખરાબ ન થાય. અને તેનાં મરણ પછી હરદમ હું ડર્યા કર્યો કે તારા મનમાં તેની જે સ્વચ્છ છબી છે, તે આનાંથી મેલી ન થઇ જાય. પણ, હાહાહહા... તને તો બધી જ ખબર હતી. અને કોઈ પરવા પણ નહોતી, તને તો. ને હું તો યાર..નાહકનો જ, મુરખની જેમ મારી જાત પર ન જોઈતા જુલમ કરતો રહ્યો, અત્યાર સુધી. વાહ...!".
"
ઓ કે. મેં વાત ન કરી. તો તેં પણ તો વાત છુપાવી જ ને..!" -નિકીએ પણ થોડા ઊંચા સ્વરે જવાબ આપ્યો.
તે પણ પલંગ પરથી ઉભી થઈને પોતાનાં કપડાં પહેરવા લાગી- "મેં તને ન પૂછ્યું, કારણ કે ત્યારે મને તારી પર..મારા નિખિલ પર ભરોસો હતો. કેટલી બેવકૂફ છું હું પણ.. એહ..!".
.

નિકીની તરફ પીઠ કરીને હું દીવાલ તરફ તાકતો.. હું અટકી ગયો.

થંભી ગયો હું.
મારા ભીંસાતા ફેફસાઓમાંથી એક નિશ્વાસ નીકળી ગયો. મારે નિકી પર ગુસ્સે નહોતું થવું જોઈતું. નિકીએ જો એક સિક્રેટ રાખ્યું, તો મેં પણ તો રાખ્યું હતું. એક કરતાં અનેક સીક્રેટ્સ મેં તો રાખ્યા હતા..

જો કે વિકીનાં મોત બાદ બહુ જ પીડાદાયક હતું આ વાતને સહન કરવી, કે હું એવી કોઈક વાત જાણું છું જે નિકી નથી જાણતી. અને પછી એ વિચારવું, કે જો આ વાત સામે આવી ગઈ તો આનાથી નિકીનાં મનમાં જે વિકીની મધુર સ્મૃતિઓ છે, તે બધીને ઘણું નુકસાન થઇ જશે..
"
સોરી.." -મારો અવાજ ધીમો પડી ગયો- "મને ખબર છે કે મને કોઈ જ હક નથી તારા ઉપર ગુસ્સે થવાનો. પણ જે દિવસે તે મૃત્યુ પામી તે દિવસથી આ વાત મને અંદર-અંદર ચીરતી રહી છે. મને આ વાત તને કહેતા ડર લાગતો હતો. તું તેને કેટલાં અહોભાવથી જોતી આવી છે. અને તારી એ મીઠી-મધુર યાદોને મારે બિલકુલ જ હાની નહોતી પહોચાડવી.".
"
પણ તેનાં મોત પહેલાંનું શું..? તે જીવતી હતી ત્યારે તેં કેમ આ વાત મને ન કહી?".
.

નિકીનો ઉલટતપાસ કરવાનો એટીટ્યુડ મારા ચહેરા પર મુસ્કાન લાવવાની કોશિષ કરવા લાગ્યો. આવો એટીટ્યુડ દેખાડતી વખતે નિકી ખુબ જ ક્યુટ લાગે છે.
પાછળ ફરીને એક નજર તેને જોઈ લેવાની મને એક ઈચ્છા થઇ આવી, પણ હું તેમ જ મોઢું ફેરવીને ઉભો રહ્યો-"
કારણ, ત્યારે પણ તું તેને એટલો જ પ્રેમ કરતી હતી. તું તેને એટલાં માનભરી નજરે જોતી હતી, કે મારે તને આ વાત કરીને કોઈ પીડા નહોતી આપવી. તમારાં બંને વચ્ચે જે બોન્ડ હતો, તેને મારે કોઈ પણ રીતે કમજોર નહોતો કરવો." .
"
તો.. તો તારા આ ધુત્કારને કારણે જ તે ડીપ્રેશનમાં ચાલી ગઈ હશે. યસ, આ જ કારણ હશે. આઈ કેન નાઉ ફીલ હર પેઈન..! વિકી.. મારી વિકી.." -તેનો અવાજ ઢીલો પડવા લાગ્યો- "નિખિલ, આઈ કેન ઓલ્સો ફીલ, કે તેનાં મોત માટે જવાબદાર તારું તે વર્તન જ હતું, કે જે કારણે..".
"
તો શું કરત હું..? શું કરવું જોઈતું હતું મારે..? તેની સાથે સુઈ જવું જોઈતું હતું..? બટ વાય..? હું તને પ્રેમ કરતો'તો, તો શા માટે મારે બીજે નજર નાખવી પડે..?".
"
રિયલી..? નિખિલ તું ભૂલી ગયો લાગે છે, કે જે બધું તેં હમણાં જ કબુલ કર્યું છે.".
"
યસ.. અને હજી પણ તે વાતથી મને કોઈ જ ઇન્કાર નથી. પણ એ બધું ચીટીંગ તો બહુ સમય બાદ થયું, કે જયારે મારી ફીઝીકલ ડીમાંડને હું હેલ્પલેસલી વશ થઈ ગયો હતો. પરંતુ ત્યારે..તે સાંજે એવું કંઈ હતું જ નહીં, યુ નો ધેટ. આપણો સાવ નવો-નવો અને તાઝો પ્રેમ. તું કેટલી ઉત્સાહથી છલોછલ. અને તે ઉપરાંત, આપણને જોઈએ ત્યારે અને જોઈએ એટલી મળતી પ્રાઈવસી, કારણ ત્યારે હું મારાં જૂનાં ફ્લેટમાં એકલો જ રહેતો હતો. તો તેવા ગોલ્ડન સમયગાળામાં વિકીને એન્ટરટેન શા માટે કરું..? ટેલ મી..".
"
તો એટલે ધુત્કારીને તેને મોતનાં મુખમાં ધકેલી દેવાની..?" -નિકીનો પોતાની બહેન તરફનો પ્રેમ, ફરિયાદ કરી ઉઠ્યો, કે જેની સામે હું પળભર સ્તબ્ધ થઇને ચુપ રહી ગયો.
અને મારી તે ચુપકીદીએ જાણે કે મારી ગુનેગારી સાબિત કરી દીધી હોય, તેમ નિકી બરાડી ઉઠી- "તું ક્યારેય ઇન્કાર ન કરી શકે નિખીલ, કે વિકીનાં મોત માટે તું જવાબદાર નથી. ઓ વિકી.. માઈ પુઅર સિસ્ટર.." -તેનો અવાજ તુટવા લાગ્યો. .

તેની તરફ જોઇને તેને સાંત્વના દેવાનું મને મન થઇ આવ્યું.
પણ મેં તેમ ન કર્યું. કારણ, મારો એવો કોઈ પણ પ્રયત્ન તેનાં આરોપને સાબિત કરવાવાળો જ પુરવાર થાય, કદાચ.
એટલે હું ઉંધો ફરેલો રહીને દીવાલ તરફ જ તાકતો રહ્યો.
પણ આખરે ન રહેવાતાં હું બોલી પડ્યો- "હા, કબુલ છે. જવાબદાર છું. પણ હું એકલો નહીં..આપણે બંને જવાબદાર છીએ..".

“બંને..?” -નિકી એક ડૂસકું ચુકી ગઈ- "બંને કેવી રીતે..?”.
"
કારણ, તે સાંજે સહુથી પહેલાં તું ઉપર ગઈ હતી. પણ તારા પોતાનાં ઓરડાની બદલે વિકીનાં ઓરડામાં જઈને ત્યાં સુઈ ગઈ. થોડીવાર પછી વિકી ઉપર આવી, તો તને ત્યાં સુતેલી જોઈ તે તારી રૂમમાં જઈને સુઈ ગઈ. અને આટલો પીધેલો હોવા છતાં, હું તેની રૂમમાં ભૂલથી પણ ન ગયો. પણ સીધો તારી જ રૂમમાં આવ્યો હતો, કે જ્યાં મેં તેને સુતેલી જોઈ. અને પળવાર માટે હું બહેકી ગયો. જો તું તારી જ રૂમમાં જઈને સુઈ ગઈ હોત, તો કદાચ.."
."
પણ..પણ મને થોડી જ ખબર હતી, કે આ બધું થવાનું છે..? નહીં તો હું ક્યારેય..""
એકઝેટલી...! તો મને પણ થોડી જ ખબર હતી કે મારા તે પેલા હળવા ધુત્કારથી તે એટલી બધી હર્ટ થશે કે..ડીપ્રેશનમાં ચાલી જશે..? જો મને ખબર હોત તો હું પણ કોઈ વચલો જ રસ્તો વિચારત, નિકી. તું સમજે છે મારી પોઝીશન..?".

હવે થોડીવાર માટે ચુપ થવાનો વારો નિકીનો હતો. એટલા માટે નહીં કે તે મારી દલીલથી અવાચક થઇ ગઈ હતી, પણ એટલા માટે કે તેને હવે મારી મજબૂરી..મારી તે વખતની મન:સ્થિતિ ટોટલી સમજાઈ ચુકી હતી. .

કદાચ એકાદ બે પળ લાગી હશે તેને મારી વાત ગળે ઉતરતા. અને હું પણ ચુપચાપ જ ઉભો રહ્યો ઉંધો ફરીને, તેની કોઈ નવી દલીલ..નવા આરોપની વાટ જોતો.
પણ ત્યારે જ મને લાગ્યું કે તે મારી પાછળ આવીને..સાવ લગોલગ ઉભી રહી ગઈ છે.
અને બસ, એક કે બે સેકન્ડ ખમીને..કદાચ થોડું અચકાઈને..નિકીએ પાછળથી પોતાનાં હાથ ફેલાવી મને પોતાની પાશમાં જકડી લીધો.
તેનાં આગોશમાં જતાં પહેલાં હું પણ થોડો ખચકાયો.
તેણે મારા ખભ્ભા પર પોતાનો ગાલ ટેકવી દીધો. મેં પણ મારું માથું પાછળ ઢાળી દીધું, થોડી સમીપતા મેળવવાના હેતુથી. .
"
વેલ..આ તો ફક્ત એક જ વારની વાત હતી, કે જયારે વિકી પોતે પણ પુરા હોશમાં નહોતી" -નિકી અમારા બંનેની તે ભૂલને માફ કરતાં બોલી."
હા, અને પછી સોબર થયા પછી તેણે તો મારી માફી પણ માંગી લીધી હતી..!" -મેં તેનું વાક્ય પૂરું કર્યું. .
.
.

આ પ્રકરણ પૂરું થયાનો અહેસાસ થતાં અમે બંનેએ એક આહ ભરી. હવે એવી કોઈ જ વાત..એવો કોઈ જ ગુનો મને યાદ નહોતો આવતો, કે જેની મારે કબુલાત કરવી બાકી રહી હતી.

અને આ કારણે ફૂલ જેવી હળવાશ અનુભવતો હું મારી આંખ મીચેલી રાખીને જ ઉભો રહ્યો..સાવ જ સ્થિર..!

મારા ઉઘાડા પેટ પર નિકીએ રાખેલા હાથ પર મેં મારા હાથ મૂકી દીધા.
સાચે જ, તેનાં હાથ કેટલાં નરમ..અને ગરમ આંચથી ભરપુર હતા..
"
મારે ફરી એક ટ્રાઈ આપવી છે, નિખિલ. પણ મને એક વચન જોઈએ છે તારી પાસેથી, કે તું મારાથી કોઈ જ વાત છુપાવશે નહીં. હું જો કોઈ રીતે તને દુર રાખું કે કોઈ પ્રકારની અવગણના કરું, તો પ્લીઝ ટેલ મી. પ્લીઝ...પ્લીઝ મને વાત કરજે, નીખીલ..!" -પોતાનાં હોઠ મારી પીઠ પર દબાવતા પહેલાં નિકીએ ધીમેથી કહ્યું. .

તેનાં આ શબ્દોનાં તાલ પર મારું હૈયું તો જાણે અફલાતુન નાચ કરવા લાગ્યું. તેની તે કિસથી મારાં પેટમાં જાણે કે પતંગિયાની લહેર ઉત્પન્ન કરી દીધી..

"મેરી જાન કી કસમ..મેરી જાન...!" -રંગમાં આવીને એક શાયરના અંદાઝમાં મેં જવાબ આપ્યો. .

એકએક ટીપું આંસુનું, ત્યારે ય મારી બંને આંખોમાંથી ટપકી પડ્યું.

પણ આ વખતે કોઈ પીડા કે દર્દ નહોતું તેમાં. કારણ આ વખતે તો આ બંને ટીપાં નવજીવનનો, એક નવપ્રભાતનો સંદેશ લઈને બહાર આવ્યાં હતા..! [ક્રમશ:]

.

અશ્વિન મજીઠિયા..