Fantastic - February in Gujarati Love Stories by Piyush Kajavadara books and stories PDF | fantastic-ફેબ્રુવારી

Featured Books
Categories
Share

fantastic-ફેબ્રુવારી

Fantastic-ફેબ્રુવારી

Piyush Kajavadara

Kajavadarapiyush786@gmail.com


ઈન્ડેક્સ:

1) મોનીકા અને અવિનાશ

2) નિકીતા અને જીગર

3) વરસાદ ની યાદ

1)

સવાર ના ૬ વાગી ચૂકયા હતા. ખબર નહી આજે મોનીકા ઊઠવામાં એટલુ લેટ કેમ કરી રહી હતી. તે સમયની બહુ પાક્કી હતી પણ આજે તેને ઊઠવામાં આળસ આવી રહી હતી તેની પાછળ પણ એક કારણ હતું આજે તેની ૧પ મી મેરેજ એનીવર્સરી હતી પણ હજુ સુધી અવિનાશે તેને વિશ નહોતી કરી એટલે જ રાતે સુવા માં મોડુ થઇ ગયું અને સવારે ઊઠવામાં લેટ થઇ રહયું હતું. તે આખી રાત લગભગ વિચારો માં જ ખોવાયેલી હતી અને અવિનાશ મસ્ત સુતો હતો.
તે અવિનાશ ના સ્વભાવને બહુ સારી રીતે જાણતી હતી. અવિનાશ મોનીકા ને પ્રેમ તો બહુ કરતી હતી પણ બસ અવિનાશને દેખાડો કરતા નહોતું આવડતુ એટલે જ થોડો કાચો હતો તે પ્રેમ કરવામાં.
મોનીકા ઊઠીને તૈયાર થઇ અને આજે ડ્રેસની જગ્યાએ સાડી પહેરી. અવિનાશ પણ ઊઠીને તૈયાર થયો.
મોનીકાને સાડી માં જોઇને થોડાે રોમેન્ટિક બન્યાે પણ મોનીકાને તો રાત નો જ ગુસ્સાે હતો એટલે થોડું બોલી ગઇ.
અવિનાશને તે નાક પર જ ગુસ્સાે રહેતો.
તું દર વખતે આવું જ કેમ કરે હું તારી નજીક આવું ત્યાં તને ગુસ્સાે આવે જા હવે મારે નાસ્તો પણ નથી કરવો અને હું જાવ છું ઓફીસે તું એકલી જ ખાઇ લે જે બાય. કહીને અવિનાશ નીકળી ગયો.
મોનીકા રડી રહી હતી આજે એની ૧પ મી એનીવર્સરી એ એને એમ થઇ રહયું હતું કે તેને અવિનાશ સાથે લગ્ન જ શું કામ કરયા? તે આખો દિવસ રડી ના જમી કે ના કાઇ બીજું કામ કરયું. ત્યાં અવિનાશનો ફોન આવ્યો તેને લાગ્યુ અવિનાશને હવે યાદ આવ્યુ હશે આજે લગ્ન એનીવર્સરી છે એ હંમેશાંની જેમ મોડુ.

ફોન રીસીવ કરયો.
સામેથી અવાજ આવ્યો આજે મારા ફ્રેન્ડ ના ઘરે પાર્ટી છે રેડી રહેજે હું વહેલા આવીશ તને લેવા માટે.

ઓ.કે કહી ફોન કટ થયો.
સાંજે અવિનાશ મોનીકા ને લેવા આવ્યો અને બંને નીકળયા અને પાર્ટીહોલ પર પહોંચ્યા.
અહીં કેમ તમે તો તમારા ફ્રેન્ડના ઘરે જમવાનું છે એમ કહેતા હતા. મોનીકા બોલી.
હા, અહીં જ છે એ. એમ બોલી અવિનાશ મોનીકાને અંદર લઇ ગયો.
અંઘકાર, ઘોર અંધકાર
સામે એક પ્રોજેક્ટર ચાલુ થયુ અને મોનીકા અભિભુત થઇ ગયુ તે વિચારી પછી રહી હતી અને જોઇ પહેલા રહી હતી.
સગાઈ થી લઇને સાથે વિતાવેલી બધી યાદગાર ક્ષણ ધીમે ધીમે આગળ ચાલી રહી હતી. મોનીકા આખો દિવસ જે રડેલી તે બધુ ભૂલી ગઇ અને બસ અવિનાશ અને પ્રોજેક્ટર તરફ જ મૌં ફેરવી રહી હતી.
અત્યારે પણ મોનીકા ની આંખમાં આંસુ તો હતા જ પણ ખુશીના.
અવિનાશે ફરી વાર ગોઠણ પર બેસીને મોનીકાને પ્રપોઝ કરયુ.
મોનીકાએ ના પાડી ચોખ્ખી.
કેમ? અવિનાશ બોલ્યો.
બસ તમે મને બહુ રડાવો છો. બહુ ગુસ્સાે કરો છો મારા પર. મોનીકા બોલી.
હમ્મમ.
તમે ગુસ્સાે રાખો નહીતર મને. બે માંથી એક મળશે તમને. મોનીકા બોલી.
સોરી મને માફ કરી દે અને હું પ્રોમિસ કરુ છું આગળ થી વગર જોઇતો ગુસ્સાે નહી કરુ પણ તું જાણે છે? તારા વગર એક પળ જીવવું પણ મારા માટે મુશ્કેલ છે. કદાચ તારા પર ગુસ્સાે કરુ એ પણ મારો પ્રેમ જ છે અને તને નહી ખબર હોય તારા પર ગુસ્સાે કરયા પછી બહુ જીવ બળે મારો પણ અંદરથી નીકળી ગયેલા શબ્દોને પાછા લઇ તો શકાતા નથી પણ હવે આગળથી આમ નહી થાય બસ ૧પ મી એનીવર્સરી નું આ જ ગીફટ છે તારું. આજે સવાર માં વિશ કરવાનો હતો પણ વિચારયુ સરપ્રાઇજને સરપ્રાઇજ જ રાખું અને ગુસ્સાે કરીને નીકળી ગયો. અવિનાશ બોલ્યો.
સાચું? મોનીકા અવિનાશ ના ગળે વળગી પડી
મને ખબર છે તું આખો દિવસ ભુખી જ રહી હશે પણ હા, હું પણ કાઇ જમ્યો નથી મારી પ્રિન્સેસ ના જમી હોય તો મારા ગળા નીચે પણ કોળીયાે ના ઊતરે.
ચાલ ફટાફટ હવે ડીનર કરીએ.
અને બંને એ મસ્ત હગ કરી કેન્ડલ લાઇટ ડીનર ની રોમેન્ટિક મજા માણી.


2)

નિકીતા અને જીગર ના લગ્નને ૧૧ વર્ષ થયા. બધાને ખબર જ હોય છે જયાં ઘર હોય ત્યાં નાના મોટા ઝઘડા તો થતા જ હોય છે એ પછી લવ મેરેજ હોય કે અરેન્જમેરેજ. એકબીજાને સમજવા માં થોડો તો મતભેદ હોય જ છે. અહીં પણ અેવું જ કાઇ જોવા મળે છે. બંને ના લગ્નજીવન થી માંડીને ૧૦ વર્ષ સુધી નાના મોટા ઝઘડા ચાલતા હતા પણ પછી નાના ઝઘડાઓ એ વિકરાળ રુપ ધારણ કરયું અને બંને અલગ રહે છે. નિકીતા પોતાના પિયર ચાલી ગઇ અને જીગર એકલો રહી ગયો.
સવાર માં ઊઠીને નિકીતા તૈયાર થઇ.
લગભગ ૮.૩૦ ના ટકોરે નિકીતાનો ફોન વાગ્યો.
હેલો.
નિકીતા બોલે છે?
હા, તમે કોણ?
હું સીવીલ હોસ્પિટલ માંથી વાત કરું છું અને અહીં જીગરભાઇ કરીને કોઇનું ભયંકર એક્સિડેન્ટ થયું છે અને તેમને નજીક ના રીલેટીવ નું પૂછવામાં આવ્યું તો તમારું નામ આપ્યુ એટલે તેમના ફોન માંથી તમને ફોન કરયો. તમે શું લાગો છો એમના?
આ બાજુ નિકીતા સુન્ન થઇ ગઇ હતી, એકદમ શુન્ય.
હેલો? આર યુ ધેર?
હા, હું એમની પત્ની છું અને બસ ૧૦ મીનીટ માં જ પહોંચી ત્યાં.
જલ્દી કરજો, હાલત બહુ નાજુક છે એમની.
આ બાજુ નિકીતા ફટાફટ ઘર માં કોઇને પણ જણાવ્યા વગર નીકળી પડી હોસ્પિટલ જવા.
સીવીલ હોસ્પિટલ નિકીતા ના ઘર થી ૧પ મિનિટ થાય એટલી જ દૂર હતી.
પણ આજે નિકીતા ને એ ૧પ મિનિટ પણ ૧પ વર્ષ જેટલી લાગતી હતી. તેના મગજ માં બસ નેગેટીવ વિચારો જ આવી રહયા હતા. તે વિચારી રહી હતી તેણે જીગર ને એકલો શું કામ ને મૂકી દીધો. આજે તેને જીગર ના હગ ની સૌથી વધુ જરુરીયાત હતી.
તે હોસ્પિટલ પહોંચી અને ડોકટર ની ના હોવા છતા જીગર પાસે દોડી ને પહોંચી ગઇ.

તને કેટલી વાર ના પાડી છે ફાસ્ટ બાઇક ચલાવવાનું? તો પણ તમને કાઇ ખબર નથી પડતી? તમને કાઇ થઇ જાત તો મારું શું થાત એ કોઇ દિવસ વિચારયું છે તમે? બસ ફાસ્ટ બાઇક ચલાવતા જ આવડે છે. કેટલુ વાગ્યુ છે એ તો જો તું.
જીગર બસ નિકીતા ને એક નજરે જોઇ જ રહયો હતો. નિકીતા ની આંખ માં આંસુ હતા. તે રડી રહી હતી અને આંસુ નું એક ટીપુ જઇને જીગર ના હાથ પર પડયુ.
અરે ગાંડી તને મારા એક્સિડેન્ટ ની ચિંતા છે? મને તો આપણા મિલન ની ખુશી છે. જે કામ મેં તને આટલી સમજાવી, મનાવી એ ના કરી શક્યુ એટલું કામ આ એક્સિડેન્ટ એ કરી દીધુ. અને જો તું મારા એક્સિડેન્ટ થી આમ ફટાકે માની જાતી હોય તો આવા એક શું હજારો એક્સિડેન્ટ કરવા હું તૈયાર છું. જીગર હસતા હસતા બોલ્યો અને નિકીતા જીગર ના ગળે વળગી પડી.

3)

હું વરસાદ માં પળલી રહી હતી અને વરસાદ પણ એટલો જ ફાસ્ટ અને મોટા છાંટા વાળો હતો જે કોઇ પણ ને ૨ મિનિટ માં ભીના કરી દે એવો પણ અચાનક જ વરસાદ બંધ થઇ ગયો પણ મેં જયારે આકાશ તરફ નજર ઊઠાવી તો ઉપર છત્રી હતી અને સામે એક વ્યકિત. જે ખુદ પળલી રહ્યાે હતો અને એક ભીની વ્યકિત ને વરસાદ થી બચાવી રહ્યાે હતો.
કદાચ હું એને જાણતી હતી તે મારી જ ઓફીસ માં કામ કરતો હતો.
વરસાદ નો જોર થી ભીનો અને સુંગધી પવન આવ્યો અને છત્રી ઉડાવી ગયો.
હવે અમે બંને એક સુનસાન રસ્તા પર એકલા હતા જંયા અંધારુ હતું અને રસ્તા પર ની સરકારી લાઇટ પણ લબુક જબુક થઇ રહી હતી જેમાં અમે એક બીજા ના ફેસ પણ સરખા જોઇ નહોતા શકતા તેમાં તેને એ ભીના રોડ પર એક ગોઠણ રસ્તા પર બેસાડી મને પ્રપોઝ કરયું અને એક ગુલાબ નું ફૂલ આપ્યું. હું સરપ્રાઇજ હતી. ટોટલી સરપ્રાઇજ!
મને ખબર નહોતી પડતી મારે શું કરવું પણ મેં પછી જવાબ આપીશ તેમ કહ ત્યાંથી ચાલી નીકળી.
આજે એ જ ઘટના ને ૧૮ વર્ષ થયા અને અમે બંને દર વરસાદ ના મૌંસમ માં સાથે રોમેન્ટિક વોક પર નીકળીએ છીએ અને એ દર વખતે મારી માટે એક ગુલાબ નું ફૂલ લાવી એ જ રસ્તા પર મને પ્રપોઝ કરે છે.
સમય હજુ ત્યાં જ અટકયો હોય એવું લાગી આવે છે ત્યારે બસ બદલાયુ છે તો થોડા રસ્તા અને થોડી દુકાનો.
પણ મારા માટે તો હજુ એનો એ જ એનો પ્રેમ, એ લબુક જબુક થતી લાઇટો અને મસ્ત રોમેન્ટિક વરસાદ માં કોઇ નું સુંદર પ્રપોજલ.
હા અને હજુ એક વસ્તુ બદલાય છે મારો જવાબ!