Shu tame kyarey vicharyu chhe in Gujarati Short Stories by Archana Bhatt Patel books and stories PDF | શું તમે ક્યારેય વિચાર્યું છે

Featured Books
Categories
Share

શું તમે ક્યારેય વિચાર્યું છે

શીર્ષક : નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ : Mobile : 9408478888

શીર્ષક : શું તમે ક્યારેય વિચાર્યું છે ?

શબ્દો : 1945
સજેસ્ટેડ શ્રેણી : વાર્તા

શું તમે ક્યારેય વિચાર્યું છે ?

આપણે શાળામાંભણતાં ત્યારે કંઈ કેટલાંય સુવાક્યો શીખ્યા હોઈશું કે આપણું આચરણ કેવું હોવું જોઈએ સાથે સાથે અનેક કહેવતો પણ શીખ્યા હોઈશું કે જેમાં આપણને માનવસંબંધોનું મૂલ્ય જાણવા મળે, કંઈક શીખવા મળે અહીં પણ આવાં જ કેટલાંક દ્રષ્ટાંતો આપની સમક્ષ મૂકું છું જેમાંઆપણી બાળપણની શીખેલી કહેવતો સાચી જ છે પણ શું ખરેખર આપણે એ બાજુ ક્યારેય કંઈ વિચાર્યુ છે ખરું ?

1.

બે મિત્રો વેકેશનમાં બહાર ફરવા માટે નિકળ્યા.બંનેને કુદરતનો ખોળો ખુંદવો વધુ ગમતો હતો એટલે એક હોડી લઇને સમંદરની સફર પર નીકળી ગયા.ખુબ આગળ ગયા પછી અચાનક આવેલા ચક્રાવાતે એની હોડીને તોડી નાંખી અને બંને મિત્રો હોડીના લાકડાના સહારે નજીકમાં આવેલા ટાપુ સુધી પહોંચી ગયા.

બંને બાજુ બાજુમાં આવેલા જુદા જુદા ટાપુ પર પહોંચ્યા બંને ટાપુ વચ્ચે થોડુ અંતર હતુ એટલે એકબીજા સુધી પહોંચી શકાય એમ ન હતું. એકલા એકલા સમય કાઢવો પણ મુશ્કેલ હતો. બંને જ્યારે સફર પર નિકળ્યા ત્યારે નક્કી કરેલુ કે કોઇ મુશ્કેલી આવે તો ભગવાનને પ્રાર્થના કરવી.

ટાપુ પર પહોંચ્યાને થોડીવાર પછી ખુબ તરસ લાગી. ટાપુ પર ક્યાંય મીઠું પાણી નહોતુ. એક મિત્રએ ભગવાનને પાણી માટે પ્રાર્થના કરી. પ્રાર્થના પુરી થઇને થોડી જ વારમાં એણે અમુક પક્ષીઓને એક ખાડામાંથી પાણી પીતા જોયા એ તુરંત જ એ ખાડા પાસે ગયો અને પાણી ચાખ્યુ તો મીઠું પાણી હતું. પેટ ભરીને પાણી પીધુ.

સાંજ પડવા આવી અને ખુબ જ ભુખ લાગી. ફરી ભગવાનને પ્રાર્થના કરી. થોડીવારમાં એક મોટી નાળેયેરી પરથી નાળીયેરની આખી લુમ નીચે પડી. લુમની બાજુમાં જ એક કુહાડો પણ હતો. નાળીયેરનું કોપરુ ખાઇને એણે પેટની આગ બુજાવી. બીજા દિવસથી એકલતા સતાવા લાગી. ભગવાનને પ્રાર્થના કરીકે કોઇ હોડી વાળો આ બાજુ આવે તો સારુ.

પ્રાર્થનાના થોડા સમય બાદ એક હોડીવાળો ટાપુ તરફ આવતો દેખાયો. એ રસ્તો ભુલવાથી ટાપુ પર આવી ગયો હતો તેની હોડીમાં બેસીને આ મિત્ર આગળ ચાલી નીકળ્યો. હોડીએ ટાપુ છોડ્યો કે તુંરત જ આકાશવાણી થઇ - તારા મિત્રને સાથે નથી લઇ જવો ? - આકાશવાણીના જવાબમાં આ મિત્રએ કહ્યુ , " અરે , ભગવાન માત્ર મારી પ્રાર્થના જ સાંભળે છે મારા પર ભગવાનને હેત છે આથી મારી બધી ઇચ્છા પુરી થઇ અને કદાચ ભગવાન જ ઇચ્છતા હશે કે એ એકલો ટાપુ પર રહે માટે એની કોઇ ઇચ્છાઓ પુરી નથી થતી. "

આકાશમાંથી ખડખડાટ હસવાનો અવાજ સંભળાયો અને પછી કહ્યુ , " પ્રભુએ તારી નહી એમની ઇચ્છાઓ પુરી કરી છે. એમણે ભગવાન પાસે વારંવાર એક જ પ્રાર્થના કરી હતી કે મારા મિત્રની ઇચ્છાઓ પુરી કરો. ભગવાને એની વાત સાંભળીને તારી ઇચ્છાઓ પુરી કરી છે."

મિત્રો , યાદ રાખજો આપણે જે કંઇ મેળવીએ છીએ એ માત્ર અને માત્ર આપણા પ્રયાસોથી જ નથી મળતું પણ આપણા માટે આપણને ચાહનાર કોઇ છુપીરીતે પ્રાર્થનાઓ કરતુ હોય છે અને આપણને એની ખબર પણ નથી હોતી.

2.

કોલેજમાં સાથે અભ્યાસ કરતા એક છોકરા અને છોકરી વચ્ચે સારી મૈત્રી હતી.કોલેજ
પછીનો ઘણો સમય બંને સાથે જ ગાળતા હતા. આ મૈત્રી ધીમે ધીમે પ્રેમમાં પરિવર્તિત થઇ. બંને એકબીજા વગર રહી શકતા ન હતા.

કોલેજ પુરી થયા બાદ બંને એ પોતપોતાના ઘરે આ બાબતમાં વાત કરી. શરુઆતમાં થોડી આનાકાની બાદ બંનેના પરિવાર લગ્ન માટે રાજી થયા. છોકરાને હજુ વધુ અભ્યાસ
માટે વિદેશ જવુ હતુ અને આ માટે સ્કોલરશીપ પણ મળી હતી. હાલ પુરતી બંનેની સગાઇ કરવાનું નક્કી થયુ.

સગાઇ થયા બાદ છોકરો વિદેશ ભણવા માટે જતો રહ્યો પણ રોજ રાત્રે થોડીવાર ફોન પર પોતાની ભાવી પત્નિ સાથે વાત કરી લે.

એકદિવસ છોકરીને એક અકસ્માત નડ્યો. એનો જીવ તો બચી ગયો પણ જીભ ચાલી ગઇ. ડોકટરે કહ્યુ , " આ છોકરી હવે એની જીંદગીમાં ક્યારેય નહી બોલી શકે." તે દિવસે રાત્રે પેલા છોકરાના અસંખ્ય કોલ આવ્યા પણ જવાબ કોણ આપે ? છોકરાએ જુદી જુદી રીતે સંપર્ક કરવાનો ખુબ પ્રયાસ કર્યો પણ કોઇ રીતે સંપર્ક થયો નહી.

છોકરીએ પોતાના પિતાને લખીને સમજાવ્યુ કે એ હવે છોકરાનું જીવન બરબાદ કરવા નથી માંગતી કારણકે છોકરો ખુબ બોલકો છે અને હું એની સાથે વાત કરી શકુ તેમ જ નથી તો જીવન કેમ પસાર થાય ?

છોકરીના કહેવાથી એના પિતાને શહેર પણ બદલી નાંખ્યુ અને એક બીજા શહેરમાં રહેવા માટે જતા રહ્યા. છોકરીએ પોતાની બહેનપણી દ્વારા ફોન કરાવીને છોકરાને કહેવડાવી દીધુ કે એ કોઇ બીજી છોકરી શોધી લે.

થોડા દિવસ છોકરાના ખુબ કોલ આવ્યા પણ પછી કોલ આવતા બંધ થઇ ગયા. છોકરીને લાગ્યુ કે એ હવે મને ભૂલી ગયો હશે. છોકરી એ છોકરાનેયાદ કરીને રોજ રડ્યા કરતી. એકાદ વર્ષ કરતા વધુ સમય થઇ ગયો.

એકદિવસ છોકરીની બહેનપણી એના ઘરે આવી અને કહ્યુ , " પેલો છોકરો લગ્ન કરી રહ્યો છે એના લગ્નની કંકોત્રી મને મળી છે. છોકરીની આંખમાં આંસુ આવી ગયા. મને
આવ ભૂલી ગયો એ હવે! એને એક પણ વખત મને મળવાનો વિચાર ન આવ્યો ? શું
પ્રેમ આવો હોય ? આવું વિચારતા વિચારતા એણે કંકોત્રી હાથમાં લીધી અને એ
છોકરાની સાથે પોતાનું નામ વાંચીને આશ્વર્યથી આંખો પહોળી થઇ ગઇ.

હજુ કંઇ બોલે એ પહેલા જ છોકરો એની નજર સામે પ્રગટ થયો અને છોકરીને બોલીને નહી પરંતું સાંકેતીક ભાષામાં કહ્યુ , " મેં લગ્ન માટે તને આપેલુ વચન મને યાદ છે. મને
માફ કરજે આ એક વર્ષ જેટલો લાંબો સમય લેવા બદલ કારણકે આ સમય દરમ્યાન હું સાંકેતિક ભાષા શીખી રહ્યો હતો. હવે હું તારો પતિ જ નહી તારો અવાજ પણ બનીશ."

મિત્રો , તમે જેને દિલથી ચાહો છો એના પર વિશ્વાસ પણ રાખજો. કેટલીકવાર પ્રિયજન
તરફથી કોઇ પ્રતિઉતર ન મળે ત્યારે તમે જેવું વિચારો છો એના કરતા વસ્તવિકતા કંઇક
જુદી પણ હોઇ શકે.....

3.

એક શાળામાં શિક્ષક પોતાના વિદ્યાર્થીઓને ભણાવી રહ્યા હતા. શિક્ષકે ગામમાં જ રહેતા એક વિદ્વાન માણસ વિષે વિદ્યાર્થીઓને વાત કરી. બધા વિદ્યાર્થીઓ પોતાના જ ગામમાં રહેતા આ જ્ઞાની માણસથી અપરિચિત હતા. શિક્ષકે વાત કરી ત્યારે જ આવા પંડીત પોતાના ગામમાં રહે છે એની વિદ્યાર્થીઓને ખબર પડી.

શાળા પુરી થયા બાદ એક વિદ્યાર્થી, શિક્ષકે જે જ્ઞાની માણસની વાત કરી હતી તેને મળવા માટે એમના ઘરે ગયો. પેલા વિદ્વાન માણસે વિદ્યાર્થીને આવકાર્યો. વિદ્યાર્થીએ વાત કરતા કહ્યુ , " આજે અમારી શાળામાં અમારા સાહેબે આપના વિષે વાત કરી. આપના જેવા જ્ઞાની આ ગામમાં રહે છે એ ગામનું સૌભાગ્ય ગણાય."

પેલા જ્ઞાની પુરુષે આ વિદ્યાર્થીને અટકાવીને કહ્યુ , " અરે ભાઇ , તમને સાવ ખોટી વાત કરવામાં આવી છે. હું કોઇ જ્ઞાની નથી. બેટા, સાચુ કહુ તો હું તો મોટામાં મોટો અજ્ઞાની છું."

બીજા દિવસે શાળામાં વિદ્યાર્થીએ શિક્ષકને પ્રશ્ન કર્યો , " સર, આપ અમને ખોટી વાત કેમ કરો છો ? ગઇકાલે તમે જે જ્ઞાની પુરુષની વાત કરી હતી હું તેને મળવા માટે ગયો હતો. એમણે તો મને કહ્યુ કે એ અજ્ઞાની છે."

શિક્ષકે હસતા હસતા કહ્યુ , " બેટા , જે જાણે છે કે એ અજ્ઞાની છે એટલે જ તો એ મોટામાં મોટા જ્ઞાની છે. પોતાના અજ્ઞાનનું જ્ઞાન હોવુ એ સૌથી મોટા જ્ઞાનીનું લક્ષણ છે."

મિત્રો , શું આપણને આપણા અજ્ઞાનનું જ્ઞાન છે ખરુ ? સૌથી પહેલા તો મને મારા અજ્ઞાનની ખબર પડવી જોઇએ તો જ હું એ અજ્ઞાનને દુર કરવાનો યથા યોગ્ય પ્રયાસ કરી શકું. જો તમારે પ્રગતિના પંથે આગળ વધીને સફળતાના શિખરો સર કરવા હોઇ તો તમે શું જાણો છો એના કરતા શું નથી જાણતા એ બાબત પર વધુ ભાર મુકજો.

4.

એક છોકરો બોર્ડ ની પરીક્ષા માં નાપાસ થયો, હતાશ થઇ ને આપઘાત કરવાના ઈરાદે એક તળાવ ના કિનારે ગયો..

એ છોકરાની બાજુમા ત્યાં મારા તમારા જેવો માણસ બેઠો હતો એ સમજી ગયો કે ગઇ કાલે બોર્ડ નુ પરિણામ હતું અને છોકરાની રોતી સુરત જોઈ ને સમજણ પડી ગઈ કે આ નાપાસ થયો છે એટલે મરવા આવ્યો છે..

છોકરાની જોડે જઈ ને હળવે થી કહ્યું કે નાપાસ થયો છે?? એટલે આપઘાત કરવા આવ્યો છે??

છોકરા એ હા પડી, અને કહ્યુ કે તમે મને નહી રોકો તો સારું...

પેલા માણસે કહ્યું કે હા નહી રોકું ખુશી થી આપઘાત કર પણ એ પહેલા
મારી એક વાત સાંભળી લે એમ સમજ કે તે આપઘાત કરી લીધો પછી શું થશે??

છોકરાએ કીધું કે નવો જન્મ મળશે..

પેલા માણસે કીધું કે બરાબર તને નવો જન્મ મળશે તું ફરીથી એકડ એક થી ભણવાનું શરુ કરીશ અને એમ કરતા ફરીથી બોર્ડ ની પરીક્ષા આપવાની આવશે અને એમ સમજ કે તું ફરીથી નાપાસ થયો તો તું શું કરીશ??

ફરીથી નવેસર થી ભણવું છે કે ખાલી ફરીથી એક વર્ષ મહેનત કરી ને પરીક્ષા આપવી છે નક્કી કર...

છોકરો હસતા હસતા કહ્યું કે ફરીથી નવેસરથી નથી ભણવું બોર્ડ ની પરીક્ષા ફરીથી આપીશ અને વધુ મહેનત કરી સારા માર્કે પાસ થઈશ..

મિત્રો, જે બાળકો નાપાસ થયા છે એમણે ધ્યાન રાખવું કે એમના વડીલો એ યાદ રાખવું કે તેઓ જીવન ની પરીક્ષા માં નાપાસ નથી થયા એટલે એવો વ્યવહાર ના કરતા ભૂલ સુધારી લેવા નો જોશ આપવો અને તેમની હતાશા વધારવી નહિ...

5.

એક જાહેર રસ્તા પર એક અંધ માણસ મદદ માંગવા માટે બેઠો હતો. આ રસ્તા પરથી અનેક લોકો પસાર થતા હતા આથી એ માણસને વધુ મદદ મળશે એવી અપેક્ષા હતી. એક સામાન્ય પાથરણું પાથરીને બાજુમાં એક ખાલી વાસણ રાખેલુ જેથી લોકો મદદ માટેની રકમ એ વાસણમાં મુકી શકે. મદદ માટે એમણે એક બોર્ડ લખીને બાજુમાં મુકેલુ. બોર્ડમાં લખ્યુ હતુ " હું અંધ છું. મને મદદ કરો. "

સવારથી સાંજ પડવા આવી પણ એમના વાસણમાં માંડ માંડ થોડા લોકોએ મદદ માટે રકમ નાંખી હતી. એક માણસે ત્યાં આવીને બોર્ડ વાંચ્યુ. એણે અંધ માણસને કહ્યુ , " ભાઇ બોર્ડમાં તે લખેલું લખાણ બરાબર નથી તારી મંજૂરી હોય તો હું એ સુધારી આપુ ? " અંધ માણસે આ માટે અનુમતિ આપતા જ પેલા સજ્જને બોર્ડનું લખાણ બદલાવીને એ બોર્ડ ફરીથી એ જગ્યા પર મુકી દીધુ અને થોડી રકમ વાસણમાં મુકીને જતા રહ્યા.

પોતે લખેલા લખાણની કેવી અસર છે એ જોવા માટે થોડા સમય પછી પેલા સજ્જન પાછા આવ્યા. સવારથી જે વાસણમાં માત્ર થોડી રકમ ભેગી થયેલી એ વાસણ આખે આખુ ભરાઇ ગયુ હતુ. અંધ માણસ પણ બોર્ડ બદલાવનાર સજ્જનના પગનો અવાજ ઓળખી ગયો. એમણે પેલા સજ્જનને પુછ્યુ , " તમે એવું તે શું લખાણ લખ્યુ કે લોકો આટલી બધી મદદ કરવા લાગ્યા ? "

બોર્ડ બદલનાર સજ્જને કહ્યુ , " ભાઇ , મેં તો જે સત્ય હતુ તે જ કહ્યુ છે. બોર્ડમાં તે જે લખેલુ હતુ મેં પણ એ જ લખેલુ હતુ બસ જરા લખવાની રીત બદલી હતી. મેં તારા લખાણને છેકીને ત્યાં નવુ લખાણ લખ્યુ ' આજે કેટલો સરસ દિવસ છે પણ હું આપની જેમ એ જોઇ શકતો નથી.' તારા અને મારા લખાણની અસરો બદલાઇ ગઇ "

મિત્રો , વાત એક જ હોય પણ જો કહેવાની રીત બદલાઇ તો એનો અર્થ પણ બદલાઇ જાય અને અસર પણ બદલાઇ જાય ! શિવખેરા કહે છે , " વિજેતાઓ કોઇ જુદુ કામ નથી કરતા, એ કામને જુદી રીતે કરે છે. "

6.

એક માણસ જંગાલમાંથી પસાર થઇ રહ્યો હતો. સામેથી વાઘ આવી રહ્યો હતો. વાઘથી પોતાની જાતને બચાવવા માટે એ ફટાફટ એક ઝાડ પર ચઢી ગયો. ઝાડ પર ચઢ્યા પછી એને સમજાયુ કે એ ઉતાવળમાં બહું મોટી ભુલ કરી બેઠો છે કારણકે ઝાડ પર એક જંગલી વાંદરો બેઠેલો હતો. માણસને બંને બાજુ મોત દેખાવા લાગ્યુ. નીચે વાઘ અને ઉપર આ જંગલી વાંદરો.

ડરી રહેલા માણસને જોઇને વાંદરાએ કહ્યુ , " અરે ભાઇ , ડર નહી. હું તને હેરાન નહી કરુ. ગમે તેમ તો પણ તું મારો વંશજ છે માટે મારાથી તને કોઇ નુકસાન નહી થાય એની ખાત્રી આપુ છું." વાઘ નીચેથી ખસવાનું નામ નહોતો લેતો અને એમને એમ રાત પણ પડી ગઇ. વાંદરા અને માણસ બંને એ વારાફરતી સુઇને રાત પસાર કરવાનું નક્કી કર્યુ.

માણસ સુતો હતો અને વાંદરાનો જાગવાનો વારો હતો.

નીચે બેઠેલા વાઘે વાંદરાને કહ્યુ , " યાર , આપણે બંને તો પ્રાણીઓ છીએ માટે નાત ભાઇ કહેવાઇએ આ માણસ તો આપણી નાત બહારનો છે એને નીચે ધક્કો માર એટલે મારુ કામ પતે. " વાંદરાએ કહ્યુ , " અરે વાઘભાઇ એ મારા વિશ્વાસે ઘસઘસાટ ઉંઘી રહ્યો છે. મારા પર મુકેલા વિશ્વાસનો હું ઘાત ન કરી શકુ."

થોડા સમય પછી વાંદરાનો સુવાનો અને માણસનો જાગવાનો વારો આવ્યો. વાઘે હવે માણસને લાલચ આપતા કહ્યુ , " તું આ વાંદરાને ધક્કો મારીને નીચે પાડ તો હું તને જીવતો જવા દઉ." માણસે તો કોઇ વિચાર કર્યા વગર જ વાંદરાને ધક્કો માર્યો. વાંદરો તો ટેવાયેલો હોવાથી નીચે પડતાની સાથે જ છલાંગ લગાવી ઉપર આવી ગયો. પછી માણસની સામે જોઇને એટલુ જ કહ્યુ , " હવે ક્યારેય કોઇને એમ ન કહેતો કે અમે વાનરોના વંશજ છીએ. "

મિત્રો , બીજા પર વિશ્વાસ મુકતા પહેલા સો વાર વિચાર કરવો અને કોઇ આપણા પર વિશ્વાસ રાખીને કોઇ સુતુ હોય તો એને ધક્કો મારવાનું કામ ન કરવુ.

શીર્ષક : નામ : અર્ચના ભટ્ટ, પટેલ
ઈમેઈલ : Mobile : 9408478888