અસ્તિત્વ
દર્શિતા બાબુભાઇ શાહ
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as Matrubharti.
Matrubharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.
ઉઠી થી એક આરજુ ઈસ જહાં સે
એક આરજુ લે કે ઉસ જહાં તક
ડ્ઢીઙ્ઘૈષ્ઠટ્ઠીંઙ્ઘ
ર્ં
ઁટ્ઠિીહંજ
શ્
હ્લટ્ઠદ્બૈઙ્મઅ
અસ્તિત્વ
ચિ. દર્શિતાના આરજૂ હિન્દી કાવ્યસંગ્રહના પ્રકાશન પછી આ તેનાં ઉત્તમ ગુજરાતી કાવ્ય સંગ્રહ અસ્તિત્વ પ્રકાશન થઈ રહ્યું છે. આરજૂની જેમ તેનું પણ હાર્દિક અભિવાદન. એણે મારી સમક્ષ હજાર કાવ્યો ધરી દીધાં. એમાંથી મને ગમ્યાં તે ‘ગુજરાતી ભાવિકો સમક્ષ પ્રસ્તુત કર્યા છે. દર્શિતાની કવિતા પ્રત્યક્ષ આત્મલક્ષી સૂરમાં આવે. એના અંતરમાં જે ભાવ, વિચાર અને કલ્પના જીવે છે. તેને મોટેભાગે આત્મલક્ષી રીતે જ વ્યક્ત કરે છે. એમની કવિતા એમના હૃદયની-આત્માની પ્રત્યક્ષ અભિવ્યક્તિ છે. એ તો મીરાંબાઈની જેમ જ પોતાના હૃદયના ભાવોને સીધે સીધા ગાય છે. દર્શિતાની કાવ્યસૃષ્ટિમાં વિહરવું એટલે પ્રેમ પારાવારમાં નાહવું. યુવાહૃદયની નાજુક લાગણીઓને વાચા આપી છે. એટલે જ મેં કહ્યું છે. કે દર્શિતા એટલે દગદર્શિતા. તેને મન કવિતા એ નિજાનંદની લીલા છે. અને વ્યાસપીઠ પર બેસીને ઉપદેશ કરવો નથી. ઉરમાં જ ઉદભવે તેને કાવ્યદેહ આપવો છે. તેની રંગદર્શી કવિતા આવકાર્ય છે. દર્શિતાને એમના પ્રથમ ગુજરાતી કાવ્ય સંગ્રહ અસ્તિત્વના પ્રકટ્ય-પ્રસંગે અભિનંદતા આનંદ અનુભવું છું. દર્શિતાથી ગુજરાતી કવયિત્રીઓમાં એક આવકાર્ય ઉમેરો થાય છે.
ડૉ. બ્હેચરભાઈ પટેલ
ર૬૯ર૧૮૪૯
લાજ કાઢી ને બેઠા છો ઝરુખા માં,
રૂપાળા મુખના દર્શન ને તરસે આંખો.
પાપણ ઝુકી, શરમની છે નિશાની,
સૌંદર્ય ને કેમ છુપાવી ને બેઠા છો.
લજામણી
લાજ કાઢી ને બેઠા છો ઝરૂખા માં,
રૂપાળા મુખના દર્શન ને તરસે આંખો,
પાંપણ ઝુકી, શરમની છે નિશાની,
સૌંદર્ય ને કેમ છુપાની ને બેઠા છો.
હવા મહેંકી ઉઠી, ચારે કોર,
મારી હાજરી આસપાસ કહી,
ઘુંઘટ ખોલસો સવાર થશે,
ઘુંઘટ ઓઢશો સાંજ ઢળી જશે,
ઠેસ લાગી હોય જો હૈયા ને,
તો ગુલાબ નો સહારો લેજો,
તારી ઉદાસી વિખેરી સકું,
તેટલી મારા માં જીગર નથી.
તારી સરખામણી માં કોણ આવે,
તુજ યાદ કરનાર, ને ભૂલી જનાર.
૯-૧૧-ર૦૦૩
અસ્તિત્વ
નથી દેવદાસ કે નથી ગાલિબ,
મયખાનામાં જીવન બરબાદ ન કર.
અસ્તિત્વ વ્યક્તિત્વ નજર માં રાખ,
મહેફિલો માં જીવન બરબાદ ન કર.
જિંદગી ના રસ ને પીઓ પ્રેમ થી,
જનાજા માં જીવન બરબાદ ન કર.
એક જ વાર મળે છે માણી લે,
શિકાયત માં જીવન બરબાદ ન કર.
કદર થશે દિલની દિલદારી ની,
વ્યાથા માં જીવન બરબાદ ન કર.
ગજા થી વધારે પી ગયો છે અહીં,
તમાશા માં જીવન બરબાદ ન કર.
ઉધાર ની ક્યાં સુધી પીતો રહીશ,
દેવા માં જીવન બરબાદ ન કર.
આગળ જવા દે જિંદગી રોક નહીં,
નિરાશા માં જીવન બરબાદ ન કર.
જીવન ને રમત સમજી રમી રહ્યો,
રમત માં જીવન બરબાદ ન કર.
મુહબ્બત માં એક જ ગમ તો નથી,
વેદના માં જીવન બરબાદ ન કર.
દિવસ-રાત ભૂલાઈ જાય છે ને,
બેભાની માં જીવન બરબાદ ન કર.
પીવું હોય તો ગમ પીતા સીખ,
પીવામાં જીવન બરબાદ ન કર.
૧૦-૧૦-ર૦૦પ
મકામ
પ્રેમ માં નથી હોતું બુદ્ધિનું કામ,
પ્રેમ ને જોયતો હોય છે મકામ.
આંખ ને દેખાય છે તે જ સાચું,
એવું તો નથી હોતું કાયમ.
કાન જે સાંભળે તે જ સાચું,
એવું પણ હોય છે કાયમ.
આંખ માં દૃશ્ય તરવરે છે,
એવું તો નથી હોતું કાયમ.
કાન મૌન ને ઝંખ્યા કરે છે,
એવું પણ હોય છે કાયમ.
અસ્તિત્વ પૂર્ણ થઈ જાય છે,
જો મળી જાય ક્યાંક મકાન.
૧૬-૧૦-ર૦૦પ
જાગૃતિ
સ્વપ્ન અને જાગૃતિ વચ્ચે ઝોલખ ખાતી ઉંઘ,
કારણ - અકારણી વચ્ચે ઝોલખ ખાતી ઉંઘ.
આપમેળે છવાઈ જાય નેત્રપટલ પર ઉંઘ,
ઉત્કટ સમાધિ ને વચ્ચે ઝોલખ ખાતી ઉંઘ.
અસ્તિત્વ પળવાર તો ભૂલાઈ જાતી ઉંઘ,
મધરાતે આભ માં વચ્ચે ઝોલખ ખાતી ઉંઘ.
બધું સ્થિર થઈ જાતું ચેતન મન જાગે,
ધીમી ધીમી ગતિ વચ્ચે ઝોલખ ખાતી ઉંઘ.
બગાશા પીછો ન છોડે રાતભર હવે,
પાંપણ હીચકાય વચ્ચે ઝોલખ ખાતી ઉંઘ.
શરદ પૂનમ શીતળ ચાંદની માં ચમકે,
આંખ માં ધૂમતી વચ્ચે ઝોલખ ખાતી ઉંઘ.
૧૭-૧૦-ર૦૦પ
મજબૂરી
હતાં જેટલા પાસે તે દૂર થયાં,
કમને મજબૂરી માં તે દૂર થયાં.
દિલ ને દિલાસા ને શબ્દ નથી,
હોઠ થી શબ્દ તે દૂર થયાં.
લથડતો જાઉં શ્વાસ ચાલે છે,
જે નિષ્ઠુર પળ તે દૂર થયાં.
શબનમ ને આંસુ માં ફેરવ્યાં,
કાયમી દર્દ દઈને તે દૂર થયાં.
સંબંધો તોડતા વાર ન લાગી,
નજર ચૂરાવી તે દૂર થયાં.
દિલ ની પુકાર ન સાંભળી,
અધવચ્ચે છોડી તે દૂર થયાં.
સખી લાગણી ભડકે બળે,
અસ્તિત્વ મિટાવી તે દૂર થયાં.
૩૦-૧૧-ર૦૦પ
સંબંધ
સંબંધ ની સરેરાશ કાઠી શૂન્યતા છવાઈ,
શૂન્ય નીતરે નયનો માં શૂન્યતા છવાઈ.
પરિચય ન હોય તેમ વર્તવા લાગ્યા પાછા,
ભરેલા વાતાવરણ માં શૂન્યતા છવાઈ.
દઈ દીધા દિલ ના સહારા આમ જ,
રહી ગયો ખાલીમો ને શૂન્યતા છવાઈ.
પથ્થર પર પાણી ફરી વળ્યું છે,
દિવસો ની સ્મૃતિ માં શૂન્યતા છવાઈ.
લાગણી ની ફૂક માં દાઝી ગયો છું,
હવા ના સ્પર્શ માં શૂન્યતા છવાઈ.
સ્વપ્ન માં પણ ચમકી જાય હૈયા,
વ્યક્તિત્વ-અસ્તિત્વ શૂન્યતા છવાઈ.
ર-૧ર-ર૦૦પ
શૃંખલા
વિચારો ની શૃંખલા અટકી પડી,
સંબંધો ના તાંતણા તૂટી પડ્યાં.
નથી કવિ કે નથી શાયર,
કવિતા માં શબ્દો સરી પડ્યાં.
મિલન નથી રસ્તો વિરાન હવે,
હમસફર વિખુટા આજે પડ્યાં.
અસ્તિત્વ મીટાવી સ્વ ભૂલાવ્યું,
જીવન ના પાસાં ઉલ્ટા પડ્યાં.
શિકાયત નો ટોપલો ઢોળવો ક્યાં ?
ભેદ દિલ ના ખુલ્લા કેમ પડ્યાં ?
સખી સ્વાર્થ ના સંબંધો છે સૌ,
સ્વ થી સ્વજન વિખૂટા પડ્યાં.
૩૦-૧ર-ર૦૦પ
કાગળ
લખતા લખતા કાગળ ખૂટી ગયો,
લખતા લખતા કાગળ ફાટી ગયો.
બાવરો બની ગયો તે શબ્દો થી,
લખતા લખતા કાગળ ડૂબી ગયો.
મરોડદાર અક્ષર શોભતો ખૂબ,
લખતા લખતા કાગળ સજી ગયો.
સુગંધ કંઈ ઔર હતી ભાષા ની,
લખતા લખતા કાગળ મ્હેકી ગયો.
ભરતી આવી તેમાં લાગણી ની,
લખતા લખતા કાગળ છલકી ગયો.
સખી અસ્તિત્વ તેનું દીપી ઉઠ્યું,
લખતા લખતા કાગળ ઝબકી ગયો.
ર૧-૧-ર૦૦૬
નિઃશબ્દ
નિઃશબ્દ કંઈ કહી ગયા,
દિલ માં સોસરવા ઉતરી ગયા.
તમન્ના હેત લહેર ઝૂમવાની,
શ્વાસ બેવફાઈ કરી ગયા.
ઝળહળ અંતર વેદના ને,
અસ્તિત્વ હચમચાવી ગયા.
ઝંખના ના સાગર ઉંડા,
ઓટ ના મોજા તાણી ગયા.
હકીકત નો સામનો અઘરો,
તલાશ ઊડી કરી ગયા.
સખી ઈન્તજાર માં દિવસો,
ભમરા ને બાવરો કરી ગયા.
ફૂલ
ચૂંટી ફૂલ ગુથ્યું વેણી માં,
કમને ફૂલ ગુથાયું વેણી માં.
ઝંખતું રહ્યું જે કેશ કાયમ,
ન શોભ્યું તેની વેણી માં.
જુદું થયું જે ડાળી થી તે,
મમતા-દુલાર ક્યાં વેણી માં ?
ગુલશન પર રાજ કરતું,
બની બેઠું ગુલામ વેણી માં.
પળ બે પળ ની શોભા માટે,
શીદ ને ગુથાયું વેણી માં.
ઘાત-આઘાત સહેતું રહેતું,
મુરઝાઈ કરમાયું વેણી માં.
ખીલ ખીલાટ હસતું રહેતું,
આટીઘૂંટી ભીંસાય વેણી માં.
છેલ્લા શ્વાસ સુધી મહેકતું,
દિન-રાત તડપ્યું વેણી માં.
માળીએ દીધી જુદાઈ કેવી ?
સ્વપ્નો રુધાયાં વેણી માં.
સખી અસ્તિત્વ નાશ પામ્યું,
લટકતી આશાો વેણી માં.
ર-૧૧-ર૦૦પ
ઝખ્મ
હસતા ઝખ્મો ને ફરી ન છંછેડશો,
આંસુ ના તોરણ ને ન છંછેડશો.
જિંદગીના દર્દ દાસ્તાન સાંભળી,
હૃદય વલોવાશે તેને ન છંછેડશો.
કેમ વિતાવ્યા હશે એ દિવસો,
મીઠી વેદના ને ન છંછેડશો.
રડશે આ અસીમ આકાશ,
નયન જામ ને ન છંછેડશો.
જીવન યાદી બની રહી ગયું,
પ્રેમ ની વાત ને ન છંછેડશો.
મૌન ભાષા નયન ની લાજ,
અંતિમ મિલન ને ન છંછેડશો.
સખી યાદો છોડી નથી શકતો,
અસ્તિત્વ ને ન છંછેડશો.
૯-૧૧-ર૦૦પ
વર્ષા
એક વાદળી આવી વરસી ને ચાલી ગઈ,
એક વીજળી ઝબુકી ગરજી ને ચાલી ગઈ,
એક વાદળી...
ઘનઘોર ઘટા છાઈ મોર નાચે કળા કરી,
ઝરમર ઝરમર વર્ષા પૂરબહાર આવી ગઈ,
એક વાદળી...
ગરજ બરજ રુમઝુમ કરતી વર્ષા આઈ,
નાચે છમછમ છમછમ કરતી પૂરવાઈ આવી ગઈ,
એક વાદળી...
૧પ-૧૦-ર૦૦૪
રણ
રણ દોડે છે હથેળી માં રેતી,
પછી હાથમાંથી સરી જાય રેતી.
બળબળતા બપોરે બાળે છે રેતી.
ધકધમતા તાપમાં મારે છે રેતી.
ધરતીના સૌંદર્ય નું દર્પણ રેતી,
ધરતીના સાજ શણગાર રેતી.
રણમાં ફૂલોની ઓઢણી રેતી,
રણમાં ઘૂંટાતી ભીનાશ રેતી.
વૈશાખના બપોરે ધકે તે રેતી,
શિયાળામાં રાત્રે ઠારે તે રેતી.
મુસાફરોની સાથી જેવી રેતી,
મૃગજળની છાયા જેવી રેતી.
દૂર દૂર ક્ષિતિજ ફેલાતી રેતી,
રણની મોહક શોભા જેવી રેતી.
૩૦-૩-ર૦૦પ
ગવાહી
ગવાહી આપી રહ્યું છે આ મારું જાગરણ,
તું મારા માટે હકીકત છે સ્વપ્ન નથી.
ન ડગાવી શકે તું મને મારા ઈરાદા થી,
કે કડવા અનુભવ તારા કાંઈ શરાબ નથી.
ઉપેક્ષા કેવી થશે જીન્દગીની ખુદા જાણે ?
આ જગત માં મારો કશો હિસાબ નથી.
નથી ગુમાન આ પ્રેમ નું, કાંઈ દર્દ નું,
કે ઝાકળ પડ્યું છે એ મારા અશ્રુ નથી.
પતઝડ આ આજ કાલ ની મહેમાન છે,
મારું સ્વપ્ન કાંઈ મુરઝાયેલું ગુલાબ નથી.
૧૧-પ-ર૦૦પ
જામ
કોઈ ની આંખોથી પીતા તા જામ,
આજે છે કેમ હાથો માં જામ.
હતી શરમ ની એક નિશાની,
આજે છે કેમ આંખો માં જામ.
કોના થી નારાજ થઈ બેહાલ,
આજે છે કેમ વાતો માં જામ.
હતી કસમ કદી ન પીશું જામ,
આજે છે કેમ સુરા માં જામ.
કોની યાદો માં થઈ ગયા ગુમ ?
આજે છે કેમ યાદ માં જામ.
ઉદાસી માં હતી વિતાવી રાત,
આજે છે કેમ હેમ પર જામ.
હટાવી દો આ વાદળો યાદના,
આજે છે કેમ વર્ષા માં જામ.
ર૧-૦પ-ર૦૦પ
કાચ
હતો આપણો સંબંધ કાચ જેમ,
પળવાર માં તૂટી ગયો કાચ જેમ.
કેટ કેટલા જતન કર્યા અમે,
પણ ન સાચવી શક્યા કાચ જેમ.
હતી કોને ખબર અંતે તો આમ,
દિલ માં ચૂભતો રહેશે કાચ જેમ.
કેમ ય કરીને ન સાધી શક્યા,
ઠેર ઠેર વિખરાયા કાચ જેમ.
નાની સરખી તિરાડ ન સાખી,
અમે તમે તો તૂટ્યા કાચ જેમ.
કાંઈ કેટકાય આકાર માં ઢળ્યા,
યાદગીરી માં સચવાયા કાચ જેમ.
રપ-૦પ-ર૦૦પ
યાદ
રહીએ ન રહીએ ન પીશો જામ,
કસમ છે તમને ન પીશો જામ.
દીવો લઈ શોધતાં ન મળી એ,
જલાવી યાદો ન પીશો જામ.
કાંઈ ઘણા હજી સફર બાકી છે,
પામવા મંઝિલ ન પીશો જામ.
આજ નહીં તો કાલ મળી શું,
છોડવવા આશ ન પીશો જામ.
પળ પળ મરતા ન જીવશો,
જીવવા ખાતર ન પીશો જામ.
ખુદા ને વાસ્તે ન પીશો જામ,
ખુદ ને ખાતર ન પીશો જામ.
અનુભવ કરશો મહેસૂસ કરશો,
ભટકવા ખાતે ન પીશો જામ.
સદા આંખો તાકતી રહેશે આમ,
અમારા થી છૂપાવા ન પીશો જામ.
દૂર દૂર ક્ષિતિજ નજર કરશો,
નજર ચૂરાવી ન પીશો જામ.
સુરાલય માં જ નથી હોતુ ચૈન,
પામવા કરાર ન પીશો જામ.
તડપ દિલ ની વધી જાય તો,
પંપાળવા દિલ ન પીશો જામ.
મળી ગયા છે જ્યાં દિલ તો,
તરસ મીટાવા ન પીશો જામ.
ન ઈલાજ દર્દો ગમ નો પણ,
બનાવવા ખુદ ને ન પીશો જામ.
કોણ રાખશે આ સંભાળ દિલ ની,
સંભાળવા દિલને ન પીશો જામ.
યાદો માં આંસુ ન વહાવશો,
વહાવી યાદ ને ન પીશો જામ.
જનમ જનમ નો સાથ આપણો,
નિભાવવા સાથ ન પીશો જામ.
રાખજો હામ વાયદો નિભાવશું,
પાળવાં વચન ન પીશો જામ.
નવી કોઈ ખુશી આવે જીવનમાં,
કરવાને સિતમ ન પીશો જામ.
લત કોઈ પણ હોય સારી નથી,
ઠગવા ખુદને ન પીશો જામ.
ભાન માં રહેવું જરૂરી છે ક્યારેક,
ગુમાવવા હોશ ન પીશો જામ.
વરસે એક દિવસ આ વાદળો,
છીપાવા તરસ ને પીશો જામ.
મૃગજળ ની જેમ દીસે અગર,
જોવા નજર ન પીશો જામ.
ન શોધશો પ્યાર ને ક્યાંય
શોધવા પ્યાર ન પીશો જામ.
આપવું હોય તો સદા ને ચૈન,
અમારે ખાતર ન પીશો જામ.
ર૯-૦પ-ર૦૦પ
પ્રથા
મહોબ્બત માં કયા રહી સ્વતંત્રતા હવે,
તને જે ગમે તે કરવું તે પ્રથા મારી.
તુજ કારણ જાણે છે દુનિયા મને,
તને જે ગમે તે કરવું તે ઈચ્છા મારી.
તારા થી કાંઈ વધારે નથી રસ મને,
તને જે ગમે તે સહવું તે સજા મારી.
હશે જન્મોજન્મ ના લેણદેણ આ તો,
તને જે ગમે તે બંદગી તે દુઆ મારી.
નથી રહી પરવા લોક લાજ ની પણ,
તને જે ગમે તે બોલવું તે હા મારી.
દુનિયા ને ભલે ખટકે આ સંબંધ,
તને જે ગમે તે જીવવું તે કલા મારી,
તુજ પાસ આશ છે વફા ની અમને,
તને જે ગમે તે કરવું તે વફા મારી.
ર-૦૬-ર૦૦પ
પ્રેમ
આગમન તારું બતાવે છે પ્રેમની ગવાહી,
આચરણ તારું બતાવે છે પ્રેમની નિશાની.
હંમેશા સારી વસ્તુ સારા હાથ માં શોભે,
અર્પણ તારું બતાવે છે પ્રેમ ની કહાની.
મહોબ્બત માં ન હતો વિશ્વાસ ક્યારેય,
અવલંબન તારું બતાવે છે પ્રેમની કટારી.
તુજ પાસ આશ રાખી છે વફાદારી ની,
અંતર તારું બતાવે છે પ્રેમ ની આરસી.
મહોબ્બત અને વ્યવહાર માં તફાવત છે,
સ્વપ્ન તારું બતાવે છે પ્રેમ ની લાચારી.
મૌન તારું અકળાવી રહ્યું છે દિલ ને,
ગાંભીર્ય તારું બતાવે છે પ્રેમની જીન્દગી.
ર૮-૦પ-ર૦૦પ
મદીરા
કહેવું સહેલુ છે છોડી દો મદીરા,
એટલી મુશ્કેલ છે છોડાવી મદીરા.
કહે છે યાદો ને મીટાવે તે મદીરા,
પરંતુ આગ ભડકાવે તે મદીરા.
ચૈન મળ્યું છે પીવાથી મદીરા ?
બેચેન કાંઈ કેટલા કર્યા મદીરા.
હોશ ગુમાવતી નથી મદીરા,
ભાન ભૂલાવી દે છે મદીરા.
ન જશો સુરાલય પીવા મદીરા,
કોઈની આંખો માં છલકે મદીરા.
હૃદય ને ઠારતી નથી મદીરા,
હૃદય ને બાળી દે છે મદીરા.
ન માનશો ગરજ સારે મદીરા,
કાંઈ કેટલા જુદા કર્યા મદીરા.
વ્હોરી પાયમાલી પીને મદીરા,
કોણ જન્નત પામ્યું પીને મદીરા ?
સખી તુજ કારણ પીધી મદીરા,
અર્શ માંથી જાણે વરસે મદીરા.
૬-૬-ર૦૦પ
સંજોગ
શિકાયત કોને કરવી જ્યાં સજા નથી મળતી,
કિફાયત કોને કરવી જ્યાં દાદ નથી મળતી.
સજા કરવા ને બદલે સજાગ કરી દીધા.
ક્યાંથી હવે કોઈ ફરિયાદ નથી મળતી.
ક્યાં સુધી નિભાવવા રહીશું ચુપચાપ,
હવે ક્યારેય પણ વાહવાહ નથી મળતી.
નથી કોઈ ઈચ્છા રહી દુનિયા પાસે,
ક્યાંય કશેથી નિરાંત નથી મળતી.
સખી તુ પણ સામેલ છે સિતમગારો માં,
હવે રોજ ની રોજનીશી નથી મળતી.
ર-૦૬-ર૦૦પ
તારીફ
તારીફ ન કરશો કે ગુમાન થઈ જાય,
બંદગી ન કરશો કે મહેરબાન થઈ જાય.
મુશ્કેલ છે શોધવો પ્રેમ દુનિયા માં,
દોસ્તી ન કરશો કે દુશ્મની થઈ જાય.
જાન થી વ્હાલું ન ગણશો કોઈ ને,
વફા ન કરશો કે બેવફા થઈ જાય.
ભરોશો ખુદ નો તને તારશે જગ માં,
વિશ્વાસ ન કરશો કે અવિશ્વાસ થઈ જાય.
દિલ નું દર્દ એ જીવન નો ક્રમ છે,
દર્દ ન કરશો કે દવા થઈ જાય.
દાસ્તાન સહુ ની સરખી છે અહીં,
દુઆ ન કરશો કે કબુલ થઈ જાય.
ફના થઈ જવાની મઝા ઔર છે,
સિતમ ન કરશો કે ચર્ચા થઈ જાય.
સખી રસ્તા ઘણા મંઝિલ તરફના છે,
ઈશારો ન કરશો કે સફર થઈ જાય.
૮-૦૬-ર૦૦પ
રાઝ
શું છુપાવી રાખ્યું છે દિલ માં ?
એક પ્રશ્ન થાય છે દિલ માં ?
કાંઈ કેટલી વેદના છે દિલ માં ?
કાંઈ કેટલા ભેદ છે દિલ માં ?
રાઝ છુપાવી બેઠા છે દિલ માં ?
દર્દ ગુગળાવી બેઠા છે દિલ માં ?
રાખશો ન કશી વાત દિલ માં ?
અમારાથી ન છુપાવશો દિલ માં ?
હોય જો કોઈ ગૂંચ દિલ માં ?
બની ને શૂળ ઉઠશે દિલ માં ?
રાઝ દફનાવતા નહી દિલ માં ?
અંદર ને અંદર ઘૂંટાય દિલ માં ?
કાંટા બની ખૂચશે દિલ માં ?
ફુલો નહી ઉગી શકે દિલ માં ?
ક્યાં જગ્યા રહી છે દિલ માં ?
ઠારી ને બરફ બેઠા છે દિલ માં ?
અરમાન તો ઘણા છે દિલ માં ?
બની ગયા છે આંસુ દિલ માં ?
કોની યાદો શણગારી દિલ માં ?
કોનું નામ કોતરાયું છે દિલ માં ?
પડદા તો પડી ગયા છે દિલ માં ?
કોણ આવશે હવે થી દિલ માં ?
વધાવી લો ખુશીને દિલ માં ?
કંડારી લો પ્રેમ ને દિલ માં ?
૪-૦૬-ર૦૦પ
સમય
જાલિમ ન કહેશો વખોનો માર્યો છે,
બેવફા ન કહેશો હાલાતનો માર્યો છે.
શૂન્યમાં થી સર્જન કયું છે જેને,
હારેલો ન કહેશો સંજોગોનો માર્યો છે.
સૂર્યોદય થી સૂર્યાસ્ત નું અંતર છે,
ડુબતો ન કહેશો સમય નો માર્યો છે.
નિરાશા આશા માં પરિણમી છે,
ગમગીન ન કહેશો જીન્દગીનો માર્યો છે.
કરતો રહ્યો વફો જે જીવનભર,
ખુદા ન કહેશો બન્દગી નો માર્યો છે.
ઘૂંટી દર્દ, જામ ઉઠાવી લીધા છે,
શરાબી ન કહેશો જામ નો માર્યો છે.
વિસરાતી જાય છે યાદો ની તસવીર
ભૂલ્યો ન કહેશો કિસ્મતનો માર્યો છે.
૧૪-૦૬-ર૦૦પ
નજર
એક દિદાર માટે તરસી નજર,
એક ખુશી માટે તરસી નજર.
સાથ વિતાવ્યા જે પળ અહી,
ફરી વાર શોધે તરસી નજર.
જેના ખુલવાથી સવાર થતી,
તે સૂરજ ને પૂજે તરસી નજર.
જેના ઢળવાથી રાત થાતી,
ગાઢ નિંદ્રામાં તરસી નજર.
મનાવ્યા છતાં માનતું નથી,
વિનવે દિલ ને તરસી નજર.
આગમન ની વેળા ગઈ આવી,
ચારેકોર ફરે છે તરસી નજર.
સખી કોની લાગી તને નજર,
તરસતી રહી છે તરસી નજર.
૭-૦૬-ર૦૦પ
સ્નેહ
લાગણી ના તાણાવાણા માં ઘૂંટાતું આ અંતર,
લાગણી ના આંટીઘૂંટી માં ચૂથાતું આ અંતર.
કાલ સુધી રાહત હતી અંદર અને બહાર,
લાગણી ની વમળો માં વલોવાતું આ અંતર.
આંખો માં આવી વસી ગયા છે સ્વપ્નાં,
લાગણી ની સ્વપ્ન માં ખોવાતું આ અંતર.
સ્નેહ પાગલ કરી ગયો સમંદર આજે,
લાગણી ની પ્રવાહ માં ખેચાતું આ અંતર.
નિકટતા વધતી ગઈ ચૈન ખોતા ગયા,
લાગણી ની લહેરો માં તણાતું આ અંતર.
કશિશ એવી હતી એના પ્રેમ માં,
લાગણી ની હીચકા માં હીચાયું આ અંતર.
કોશિશ તો કરી ન તણાતા જઈ એ,
લાગણી ની આનંદ માં ઝુલ્યું આ અંતર.
સખી આ તો છે અજબ ની દિલદારી,
લાગણી ની ખેંચાણ માં ગુમ થયું આ અંતર.
૧૭-૦૬-ર૦૦પ
ઈજારત
જૈ ધારણા હતી તે જીન્દગી ન મળી,
દુનિયા માં ક્યાંય વફા તો ન મળી.
યાદ નથી હવે સિતમ, નથી શિકાયત,
નિરાત મળે તેવી કોઈ જગ્યા ન મળી.
વિનંતી કરી થાક્યા, ઈજારત કરી,
કૃપા ભરી એક નજર પણ ન મળી.
ઉઠી તો ભલે ગયા મહેફિલ માં થી,
આજ પ્યારભરી સંગત ન મળી.
નથી મજા પીવાની જામ એકલા,
સુરાલય માં તો સુરા ન મળી.
કેટલુંય ઉડાન કર્યું દૂર ગગન માં,
રહેવા ને ખાસ જગ્યા ન મળી.
સખી ફના થવા માં જે મઝા છે,
ખુદા ને પણ તે મઝા ન મળી.
૯-૦૬-ર૦૦પ
સાંજ
સાંજ થવા આવી ચાલ
હવે ઘર ભેગા થઈએ,
સૂરજ ઠળી ગયો ચાલ
હવે ઘર ભેગા થઈએ.
આથમતા સૂરજ હવે
અજવાળા લાવશે નહી,
જલ્દી પગ ઉપાડ
હવે ઘર ભેગા થઈએ.
લાજ શરમ બાજુ પર
મૂકી સૌ બેશરમ અહીં,
હૃદય પુકારતું ચાલ
હવે ઘર ભેગા થઈએ.
મુઠી તો બંધ રાખી
શ્વાસ ના પોટલા ની,
જંજાળ છૂટી ચાલ
હવે ઘર ભેગા થઈએ.
મેલ તંતુ વાત નો
જીવી લે બેફીકર થી,
તૂટી આશ ચાલ
હવે ઘર ભેગા થઈએ.
આમ જુદા પડી
ન જીવાય એકમેક થી,
સમજી વિચારી ચાલ
હવે ઘર ભેગા થઈએ.
રપ-૦૬-ર૦૦પ
દર્શિતા
તમને જોયા વિના ચૈન પડતું નથી,
તમને મળ્યા વિના ચૈન પડતું નથી.
ઉંઘ ને વિદાય આપી છે આંખો એ,
તમને દેખ્યા વિના ચૈન પડતું નથી.
સુધ બુધ વિસરાઈ ગઈ છે આજે,
તમને પામ્યા વિના ચૈન પડતું નથી.
ભૂખ મારી નાખી છે યાદો એ,
તમને ઝીલ્યા વિના ચૈન પડતું નથી.
ખૂલી આંખે સ્વપ્ન જોતા થયા,
તમને જોયા વિના ચૈન પડતું નથી.
દિલ ની સાચી વાત કીધી છે,
તમને જોયા વિના ચૈન પડતું નથી.
સ્નેહ નિતરતા નયનો ના સમ,
તમને જોયા વિના ચૈન પડતું નથી.
સખી કમાલ ની ખેંચાખેંચ છે,
તમને જોયા વિના ચૈન પડતું નથી.
૧૭-૦૬-ર૦૦પ
શિખર
પગ ચાલતા રહે એ જ બસ છે,
હૃદય ધબકતું રહે એ જ બસ છે.
અંત ની હવે મને કાંઈ પડી નથી,
કિનારાની ચાહત એ જ બસ છે.
શિખર પાર કરવા હૈયું થનગને,
ધીમે ચઢતા રહે એ જ બસ છે.
હોઠો પર સ્મિત સદા રમતું રહેતું,
હૈયા માં હામ રહે એ જ બસ છે.
જિગર માં ભલે શૂળ ભોકાતું અહી,
મસ્તી માં મસ્ત રહે એ જ બસ છે.
જિંદગી તો ખુદા ની બક્ષિસ છે,
હસતી રમતી રહે એ જ બસ છે.
સખી ચિંતા છોડ ઉપરવાળો છે,
કામ કરતા રહે એ જ બસ છે.
૩-૦૭-ર૦૦પ
પહેરો
કેવી રીતે ખૂલે આ આંખ,
જ્યાં સપનાનો છે પહેરો.
બની બેઠા છે પહેરેગીર,
આવ્યા આજ યાદો ના પૂર.
શમણાં સંકોચી છે લીધા,
ઉંઘ ને આમંત્રણ છે આજ.
કહી દો બાવરા મન ને,
સંકેલી લે વલોપાત ને.
ફૂલોનો થયો છે વરસાદ,
યાદો પણ ગઈ છલકાઈ.
ઈલાજ ન હોય કોઈ તો,
પંપાળો ને આજ ભીતર.
સખી આંખો ખોલી ને જો,
આવ્યા મનગમતા મહેમાન.
રપ-૦૬-ર૦૦પ
રાત
ઉજાગરો ચાડી ખાય છે યાદ માં વીતાવી રાત,
બગાસા ચાડી ખાય છે યાદ માં વીતાવી રાત.
કેમેય કરી નથી ખૂટતી વહેતી ક્ષણો ની ધારા,
ઓશીકું ચાડી ખાય છે યાદ માં વીતાવી રાત.
ચાંદ પણ હસે છે દશા આ જોઈ વિરહ ની રાત,
ચાંદની ચાડી ખાય છે યાદ માં વીતાવી રાત.
તારાઓની ગણતરી પણ ખૂટતી નથી આજે,
તારો ચાડી ખાય છે યાદ માં વીતાવી રાત.
ખૂલી આંખ માં સપનાં દેખાય તે શીદ ને,
સપનાં ચાડી ખાય છે યાદ માં વીતાવી રાત.
ઉંઘતા ભાળી ને પાછા ન વળી જાય શમણાં,
પાંપણ ચાડી ખાય છે યાદ માં વીતાવી રાત.
પોપચા ને પણ ખડે પગે રહેવાનું છે આજે,
પોપચા ચાડી ખાય છે યાદ માં વીતાવી રાત.
સખી ખવડાવશે દ્વાર નયન માં આવી ને,
નજર ચાડી ખાય છે યાદ માં વીતાવી રાત.
૦૯-૦૭-ર૦૦પ
આવરણ
આંખ માં આંસુઓનું છે આવરણ,
દિલ માં તો યાદો નું છે આવરણ.
દર્દો મળ્યા જેનો કોઈ અંત નથી,
પ્રેમ માં તો વેદના નું છે જાગરણ.
સમય ની ગતિ તો ચાલ્યા કરે,
હાથ માં તો તકદીર નું છે ભારણ.
કોઈ ઈલાજ નથી દર્દો ગમ નો,
હવે તો ક્યાં રહ્યું છે નિરાકરણ ?
જ્યાં ને ત્યાં જુઓ ખેંચાખેચ,
હવે તો પ્રેમ માં છે રાજકારણ.
કોને દોષ દેવો આ દુનિયા માં ?
ઘડી માં છૂટા પડ્યા વિનાકારણ,
સખી હામ રાખજે હૃદયમાં એટલી,
હાર માં તો જીત નું છે આવરણ.
ર૯-૦૬-ર૦૦પ
જળ
ઝાંઝવા ને પામવાને દોટ મૂકી,
મૃગજળ ને પામવાને દોટ મૂકી.
હેત ના વાવેતર કર્યા દિલ માં,
વરસાદ ને પામવાને દોટ મૂકી.
દર્દ દિલ માં જ ઘૂંટાઈ ને રહ્યું,
સનમ ને પામવાને દોટ મૂકી.
પ્રેમ ની કોઈ ભાષા હોતી નથી,
સમજણ ને પામવાને દોટ મૂકી.
જિંદગી વિતાવી ફૂલો ની સાથે,
વસંત ને પામવાને દોટ મૂકી.
હરપળ લાગણી માટે જ ઝુર્યા,
લાગણી ને પામવાને દોટ મૂકી.
તરસ્યાં નયને જ માઝા મૂકી,
નજર ને પામવાને દોટ મૂકી.
સ્પર્શ થતાં જ બીડાઈ જતું,
સ્પર્શ ને પામવાને દોટ મૂકી.
દિલ માં અનુરાગ જન્મ્યાં છે,
પ્રેમ ને પામવાને દોટ મૂકી.
સખી પ્રેમ માં જ પ્રેરણા મળી,
જીવન ને પામવાને દોટ મૂકી.
૧ર-૦૭-ર૦૦પ
છાયડો
શબ્દ વિના ની ભાષા હોઈ શકે ?
વેદના વગર નો પ્રેમ હોઈ શકે ?
યાદ ઘૂંટાતી અંતર ના કોક ખૂણે,
ભૂલ્યા વગર ની યાદ હોઈ શકે ?
દૂર થી લાગે રણ રળિયામણાં,
રેતી વગર નું રણ હોઈ શકે ?
ખારાશ માં જળપંખીઓ રહે છે,
ખારાશ વગર નો દરિયો હોઈ શકે ?
સહેતો બળતો તાપ દેતો છાંય,
છાયડા વગર નો વડ હોઈ શકે ?
શેકાતી ભડભડ બાળતો નિત,
સૂરજ વગર નો દિવસ હોઈ શકે ?
મૌન માં પણ ઉભરાય છે પ્રેમ,
લાગણી વગર નું દિલ હોઈ શકે ?
ક્ષિતિજ ની પેલે પાર છે મંજિલ,
કારવાં વગર સફર તે હોઈ શકે ?
બેશક છુપાવી દેજો તસવીર ને,
આંસુ વગર ની આંખ હોઈ શકે ?
સખી જુદા થવાની વાતો થાય,
વિરહ વગર નો પ્રેમ હોઈ શકે ?
૬-૦૭-ર૦૦પ
દોરો
ફૂંકી શકે તો ફૂંકી નાખ સંબંધ ને,
તોડી શકે તો તોડી નાખ સંબંધ ને.
સૂતર નો દોરો નથી કે તૂટી જાય,
હિંમત હોય તો તોડી નાખ સંબંધ ને.
જનમો જનમ ના આ બંધન આ તો,
જીવ તે જીવ તોડી નાખ સંબંધ ને.
દુનિયા થી શું કામ ડરે છે તું હવે,
ડર હોય તો તોડી નાખ સંબંધ ને.
પથ્થર જેવું હૃદય બની જાય ફૂલ,
શીશા વડે તો તોડી નાખ સંબંધ ને.
સખી ખુદા તો તારી સાથે જ છે,
બંદગી માં મારી તોડી નાખ સંબંધ ને.
૬-૦૮-ર૦૦પ
જતન
ભરેલું છતાં ખાલી લાગે આ દિલ,
મારું છતાં તારું તે લાગે આ દિલ.
આટલા વખતથી જતન કર્યું ને,
પળવાર માં મારું થયું આ દિલ.
ખોટ તો નહોતી રાખી માવજત માં,
શાને કાજે તને જ ઝંખે આ દિલ ?
આંખો એ કેવી કામણ કીધો કે,
નિસ્વાર્થ પ્રેમ માં લુટ્યું આ દિલ.
અચાનક આમ ખોઈ દઈશું ને,
નહિતર તાળા માં રાખત આ દિલ.
વેદના ઉછેરવાનો તો શોખ નથી,
ભૂલ થી નાદાન થયું આ દિલ.
સખી હજી પણ મોડું નથી થયું,
સમ આપી માગી લે આ દિલ.
૧૦-૦૭-ર૦૦પ
ભૂખ
ઈશ્વર થવું સહેલું છે,
માનવ બની જીવી તો જો.
મંદિર માં રહેવું સહેલું છે,
ગર્ભ માં રહી તો જો.
નીત પૂજાવું સહેલ છે,
એકવાર પૂજા કરી તો જો.
ભક્તિ પામવી સહેલ છે,
તું ભક્તિ કરી તો જો.
છપ્પન ભોગ આરગતો,
એકવાર ભૂખ સહી તો જો.
માખણ મીસરી ચોરતો,
પ્રેમ ના આંસુ પી તો જો.
હિંડોળા માં ઝુલતો રહેતો,
જીવન હિંચકે ચડી તો જો.
સદા ભગાવતો રહેતો,
પ્રેમ ની પાછળ ભાગી તો જો.
રાધા મીરા પ્રેમ માં રાચતો,
પળભર પ્રેમ કરી તો જો.
રાસ રચાવતો વૃન્દાવન માં,
નચાવનાર નાચી તો જો.
નાના મોટા સહુ શીશ ઝુકાવતા,
પગે પડી ઝુકી તો જો.
ખુદ ના ગુણગાન સાંભળતો,
બીજા માટે ગાઈ તો જો.
જુગાર રમવા તો સહેલાં છે,
કશું જુગાર માં હારી તો જો.
વિદાય લઈ રહ્યા દુનિયાથી,
એક ક્ષણ વિરહ સહી તો જો.
સહુ કોઈ કરગતા જગ માં,
કોઈ ને ક્યારેક કરગરી તો જો.
માનવજીવન કેરા દુઃખો નો,
એકવાર અનુભવ કરી તો જો.
માનવ સાથ કદમ થી કદમ,
મીલાવી માનવ બની તો જો.
વરસો પસાર ન કરીશ ધરતી,
પર એકવાર શ્વાસી તો જો.
મોહક મંદિર માં થી બહાર,
આવી ને ઘરમાં રહી તો જો.
૧૩-૦૮-ર૦૦પ
ભીજાયાં
અનરાધાર હેલી ચડી છે આભ માં,
અનરાધાર હેલી ચડી છે હૈયા માં.
ઠરવા ચહે છે આંખો હૃદય માં,
અનરાધાર હેલી ચડી છે આંખ માં.
ભીનો ભીનો પવન લહેરાય ને,
અનરાધાર હેલી ચડી છે વાયરા માં.
ચારે તરફ થી ઘેરાયેલું આભ ને,
અનરાધાર હેલી ચડી છે વાદળ માં.
આકાશ ધરતી બધે છે જળબંબાધાર,
અનરાધાર હેલી ચડી છે વિશ્વ માં.
વીજ ચમકે કાળજે લીસોટા કોરતા,
અનરાધાર હેલી ચડી છે યૌવન માં.
સખી ભીંજાયા મન ભીંજાયા તન,
અનરાધાર હેલી ચડી છે અંતર માં.
૩૦-૦૭-ર૦૦પ