Bajirao Peshwa Story in Gujarati Biography by Kunjal Pradip Chhaya books and stories PDF | પેશ્વાગાથા - બાજીરાવ પેશ્વાની ગાથા

Featured Books
Categories
Share

પેશ્વાગાથા - બાજીરાવ પેશ્વાની ગાથા

શૌર્યશાળી પેશ્વાગાથા

પ્રસ્તાવના

જે હયાત નથી તે ભૂતકાળ છે. જે ભૂતકાળ દંતકથાઓ સમા પાત્રોથી સભર છે તે ઈતિહાસ છે. ઈતિહાસ કાયમ સોનેરી જ હોય એવું નથી હોતું. નિષ્કલંકી શ્વેત કે પછી શોકાતૂર પ્રસંગોથી ભર્યો કાળો પણ હોય છે. યુધ્ધો અને વિપ્લવ સભર યુગનો સાક્ષી એવો લોહિયાળ રતુંબડો ઈતિહાસ પણ છે.

ભારતવર્ષનો ઈતિહાસ જોવા જઈએ તો સનાતન છે. ધાર્મિક માન્યતાઓ પણ અનેક સદીઓ પુરાણી છે એવું મનાય છે. પરંતુ ભારતીય ઈતિહાસ કે જે સોનાની ચીડિયા કહેવાતું એવું ખમતીધર કાયમ રહેત જો એનાં પર વિવિધ વિદેશી પ્રજાતિઓનું શાસન, હુકુમત અને યુધ્ધની પરિસ્થિતિ ન ખડી થઈ હોત.

આપણાં દેશનાં સૌથી પ્રખર રહેલ સાશકો કે પછી યોધ્ધાઓની સુ્ચી બનાવીએ તો મરાઠા પેશ્વાઓનું નામ એ હરોળમાં મોખરે રહેશે. એવા પેશ્વા શૈલીનાં અતિપ્રભાવશાળી, યશવંત અને શૂરવીર એવા ‘પેશ્વા’ વિશે પ્રાપ્ત સંદર્ભનું એક માવજત ભર્યું દસ્તાવેજીકરણ કરી સંકલન સ્વરુપ માતૃભારતી એપ્પ પર ઈબુક સ્વરુપે પ્રકાશિત કરવાની ચેષ્ટા કરું છું. બની શકે પ્રસંગોપાત કે પાત્રાલેખનમાં અંકિત કોઈ માહિતી ચૂક હોય તો ક્ષમા કરશો જી. ઐતિહાસિક પાત્રગાથા લખવું એજ એક સાહસ ભર્યું ભગિરથ છે. જેને જતનથી લખવાનો પ્રયત્ન આદર્યો છે.

  • કુંજલ પ્રદિપ છાયા
  • kunjkalrav@gmail.com


    મરાઠા હિન્દુ રાજ્ય પહેલાની સ્થિતિઃ

    ઇ.સ.પૂર્વે ૩૦૦ - ઇ.સ. ૨૩૦ સુધી મહારાષ્ટ્રમાં રાજ્ય હતું. ત્યાર પછી નાના - નાના ઘણાં રાજાઓએ ત્યાં રાજ્ય કર્યુ. આશરે ૧૦મી સદીમાં હાથમાં મહારાષ્ટ્રનું રાજ્ય આવ્યું.

    ઇ.સ. ૧૨૯૨માં યાદવોને હરાવ્યા પરંતુ યાદવોએ ૧૩૧૦ સુધી રાજ્ય કર્યુ. યાદવોની એક શાખા અને પ્રદેશમાં પણ રાજ્ય કરતા હતા. મરાઠા પાટનગર મુસલમાનોના હાથમાં આવ્યુ પરંતુ સ્થાનિક સત્તા તો ત્યારના રાજાઓ પાસે જ રહી.

    ૧૪૫૩માં રાજ્યનું પરનું આક્રમણ નિષ્ફળ રહ્યું. સમય જતા સલ્તનત, સ્થાનિક રાજાઓ અને યાદવો વચ્ચે એક સમજુતિ ઉભી થઇ અને યાદવો બાહમનીના ખંડિયા બન્યા. ૧૪૯૨માં બાહમની પાંચ શાહીઓમાં વહેંચાયું.

    ૧૫૬૫માં દક્ષિણની સલ્તનતોએ સાથે મળીને રાજ્યને હરાવ્યું. જ્યારે શિવાજી પોતાની સેના તૈયાર કરતા હતા ત્યારે સ્થાનિક સત્તા ત્રણ સલ્તનતમાં વહેંચાઇ ગઇ હતી. , અને . મોટાભાગના મરાઠાઓ સલ્તનતના સુબા બની રહેતા હતા. એકબીજી સલ્તનત વચ્ચે સત્તત મૈત્રી અને સંઘર્ષ ચાલ્યા કરતા.

    આ દરમિયાન સત્તા હાથમાં હતી.

    મરાઠા રાજ્યની ભૈગોલિક સ્થિતિઃ

    પશ્ચિમ ભારતમાં રાજકીય દ્રષ્ટિએ મહારાષ્ટ્રની ભૈગોલિક પરિસ્થિતિ ખૂબ જ મહત્વની હતી. ચોમેર પર્વતીય પ્રદેશ હતો. સાથે દરિયાઈ સરહદનો લાભ મળતો હતો. જેથી અરબ અને બીજા પડોશી રાષ્ટ્રો સાથે સંદેશાવ્યવહાર અને વેપાર વિસ્તાર વધારી શકાય એમ હતું. જેથી દેશની રાજધાની દિલ્હી સહિતના સાશકો મહારાષ્ટ્ર પર સાશન કરવા તત્પર રહેતા. જેને લીધે અનેક લડાઈનો સામનો કરવો પડ્યો હતો.

    પેશ્વા પ્રથા પરિચયઃ

    ભારતવર્ષનાં ઈતિહાસમાં સત્તરમી અને અઢારમી સદીનાં કાળમાં મુઘલ અને ઈરાની સાશકોનો હૂમલો થતાં દેશનાં અનેક છૂટાંછવાયા રાજારજવાડાં પરદેશી હૂકુમત હેઠળ તાબે થયા. દેશનાં રાજ્યોમાં દિલ્હીની ગાદીએ મુઘલ સામ્રાજ્ય સ્થપાયું કે જે મુસ્લીમ રાજાશાહી સાશન હતું.

    છત્રપતિ શિવાજીએ સત્તાવાર રીતે નાના રજવાડાઓને સમાન દરરજો આપીને રાજ્ય સાશક તરીકે મરાઠા રાજ્યની સ્થાપના કરી. ત્યાર બાદ સતત લડાતી લડાઈઓની ચડાઈઓને પહોંચી વળવા તથા ધરખમ રાજ્યોનાં વહિવટ અને વ્યવહારોને સંભાળવા માટે પ્રધાનમંડળ રચાયું એમાં મુખ્ય પ્રધાનની નિમણુકને પેશ્વા નામે ઓળખાયા.

    મરાઠા રાજ્યોમાં સાશક છત્રપતિ અને ચાલક પેશ્વા એ રીતનું સુમેળ સંયોજન સ્થપાયું.

    પેશ્વાનો દબદબો અતિભવ્યશાળી હતો. બાહોશ અને ઉદ્યમી સાશક અને લડાયક વ્રુત્તિ ધરાવતા હતા. ચિતપાવન બ્રાહ્મણની જ્ઞાતિનાં વંશજો પેશ્વા તરીકે ચૂંટાતા. વેદિક શાસ્ત્રો અને યુધ્ધ શસ્ત્રોનાં પ્રખર જાણકાર. અડગ નિર્ણાયક અને સચોટ રણનીતિ સ્વભાવમાં હતી. અઢારમી સદીથી પેઢીઓથી મરાઠા રાજ્યમાં પેશ્વા પદધારીઓને આગેવાની નિભાવી છે. એમનું મુખ્ય મથક મહારાષ્ટ્રનું પુરાતન શહેર પૂના હતું.

    પ્રથમ નામચીન પેશ્વા તરીકે, બાલાજી વિશ્વનાથ હતા. ત્યારબાદ બાજી રાવ પેશ્વા અને એમનાં નિધન બાદ નાનાજી પેશ્વાનું નામ ભારતીય ઈતિહાસમાં નોંધનીય છે.

    સશક્ત વહિવટ અને ઉત્કૃષ્ટ રાજનીતિ માટે જાણીતા પેશ્વા, ગુજરાતના ગાયકવાડ અને હૈદરાબાદના નિઝામની ગાદીને સમકક્ષ પેશ્વા પ્રખર રાજનેતા તરીકે વખણાતા. વફાદારી, બહાદુરી, રણનીતિ, યુધ્ધ વ્યુહરચના અને ન્યાયવૃત્તિની પરાકાષ્ટાએ પેશ્વા આગેવાનનો મુકાબલો કરી શકે એવું કોઈ એ સમયમાં નહોતું.

    ઓરંગઝેબની રાજનીતિને પરિણામે તેની સામે નવાં પરિબળો ખડાં થયા. તેમાં મરાઠા રાજ્યોની ગણના થતી. મહારાષ્ટ્ર એટલે મરાઠાઓનું વતન. બહમની સુલતાનોની નોકરી કરતા કેટલાક સરદારો જાગીર ભોગવતા હતા. તેથી સ્વતંત્ર રાજ્યની સ્થાપના કરવા હેતુ એક સશક્ત નેતાની તાતી જરુરીયાત હતી કે જે શિવાજીની આગેવાની હેઠળ પૂરી થાય એમ હતી. એવા સમર્થ રાષ્ટ્રનેતા શિવાજીની રિયાસત સ્થપાયા બાદ મરાઠા રાજ્યમાં પેશ્વા પધ્ધતિ છત્રપતિ શિવાજીનાં સમયથી શરુ થઈ.


    છત્રપતિ શિવાજીઃ

    રંગો બાપુજી ધાડફળે (સારદેશપાંડે)ને પુણેના વહીવટદાર તરીકે નિયુક્ત કર્યા હતા. તેઓ પુના શહેરના સૌ પ્રથમ વિકાસકાર પૈકી એક હતા જેમણે કસ્બા, સોમવાર, રવિવાર અને શનિવાર નિર્માણ કામનું નિરીક્ષણ કર્યું હતું. ૧૬૩૦માં અને ત્યાર બાદ ૧૬૩૬થી ૧૬૪૭ સુધી વિજાપુરના સુલ્તાન દ્વારા શહેર પર આક્રમણ વખતે શહેર નષ્ટ કરવાની ઘટના બાદ લશ્કરી અને વહીવટી અધિકારી આ વિસ્તારમાં વિકાસ અને બાંધકામ પ્રવૃત્તિ કરાવી હતી. તેમણે પુણે અને ૧૨ મવાળની મહેસુલી વ્યવસ્થા સ્થિર બનાવી એટલું જ નહીં, વિવાદ ઉકેલવા અને કાનૂન અને વ્યવસ્થા જાળવવા માટે અસરકારક પદ્ધતિઓ પણ વિકસાવી હતી.

    અને નિઝામશાહી વચ્ચેની લડાઇમાં સૂબેદાર રહીને ભોંસલે પરિવાર પૈસાદાર, શક્તિશાળી શઅને વગદાર પણ બન્યો હતો. શિવાજીના પિતા શહાજી તેમના પિતા માઓજીના યુદ્ધ દરમિયાન યુવાનીમાં મૃત્યુ પછી તેમના કાકાને ત્યાં મોટા થયા હતા. લખુજી જાધવની પુત્રી સાથે શહાજીના લગ્ન થયા હતા.

    ભોંસલે પરિવારનાં શાહજીના પુત્ર શિવાજીનો જન્મ ઈ.સ.૧૬૩૦માં શિવનેરી કિલ્લામાં થયો હતો. તેમનાં માતાનું નામ જીજાબાઈ હતું. તેમનો ઉછેર એમની માતા અને ગુરુ દાદાજી કોંડકદેવની દેખરેખ હેઠળ થયો હતો. પૂનાની નાની એવી જાગીરમાં શિવાજીએ સ્વરાજ્યનાં સપનાં સેવ્યાં. સ્વાભિમાન અને નીડરતા તેમને માતાની કૂખેથી જ શીખ્યા હતા. તેઓ એક તેજસ્વી વ્યક્તિત્વ ધરાવતા હતા. રાજનીતિના અને યુધ્ધ રણનીતિના પાઠ દાદાજી પાસેથી ભણ્યાં.

    તાનાજી જેવા વફાદાર મિત્રોની સોબતે એમને સૈન્ય સંગઠન સાંપડ્યું. ધીમે ધીમે સૈન્યશક્તિ જમાવી. સોળ વર્ષની ઉંમરે કિલ્લાઓ મેળવવાની શરુઆત કરી. તોરણા, ચાણક, સિંહગઢ, પુરંદર વગેરે જેવા કિલ્લાઓ એમણે જીતી લીધા.

    શિવાજી શિસ્તબધ્ધ લશ્કરી સૌન્ય અને માળખાબધ્ધ વહિવટી તંત્રને સ્થાપવામાં સફળ રહ્યા હતા. એમણે એક સુવ્યવસ્થિત પ્રગતિશીલ પ્રજાતંત્રની ગોઠવણ કરી હતી. તેમણે અંગ્રેજ તથા મુઘલ સાશકો પાસેથી પ્રદેશો જીતીને પરંપરાગત પ્રાચિન હિન્દુ રાજકીય તંત્રને બેઠું કર્યું. ફારસીને બદલે સંસ્કૃત અને મરાઠી ભાષાને પ્રાધાન્ય આપીને બોલી તરીકે વપરાશ કરવા હેતુ પ્રોત્સાહન આપ્યું હતું. શિવાજી વિશેની ચર્ચા ઈતિહાસમાં એમનાં શ્રેષ્ટતમ યુધ્ધ પ્રસંગો અને ઉત્કૃષ્ટ રાજનીતિજ્ઞ સમજ પ્રત્યેની મહાન સાશકની ભૂમિકાની છાપ ઉભી કરે છે.

    શિવાજીના જન્મ સમયે ઘણા મરાઠા સુબેદાર સલ્તનતના તાબામાં કામ કરતા હતા. શહાજીએ પણ નિઝામશાહીની હાર પછી રાજ્ય સ્થાપવા પ્રયત્ન કરેલો પરંતુ શાહજહાં અને આદિલશાહે તેને ૧૬૩૬માં હરાવ્યા હતા. ન છુટકે તેમણે ત્યાગ કરવો પડ્યો હતો અને આદિલશાહે તેમને પુણે પાસે નાની જાગીર આપી હતી.

    બીજાપુર તેમજ મુઘલો સામેની અનેક લડાઈઓ બાદ ઈ.સ.૧૬૭૪માં એમનો રાયગઢમાં રાજ્યાભિષેક થયો. શિવાજીએ પોતાના રાજ્યમાં સુશાસન સ્થાપવા અનેક પ્રયત્નો કર્યા હતા. રાજ્ય કારભાર સુવ્યવસ્થિત રીતે ચલાવા માટે એમણે આઠ પ્રધાનોનું મંડળ બનાવ્યું હતું.

    એમનાં પ્રધાન મંડળનાં મુખ્ય પ્રધાન એટલે પેશ્વા.

    ઇ.સ.૧૬૭૭-૭૮માં શિવાજીનું ધ્યાન કર્ણાટક તરફ ગયું. મુંબઇના દક્ષિણમાં કોંકણ, તુડભદ્રા નદીના પશ્ચિમમાં બેલગામ તથા ધારવાડનો વિસ્તાર, મૈસૂર, વૈલારી, ત્રિચુર તથા જિંજી પર કબજો મેળવ્યા બાદ ૪ એપ્રિલ, ૧૬૮૦માં શિવાજીનું દેહાંત થયું. છત્રપતિ શિવજીને ચાર પત્ની હતી. સાઈબાઈ, સોયરાબાઈ, પુતળબાઈ, કાશીબાઈ નામ હતાં. જેમનાં થકી એમને પાંચ બાળકો જન્મ્યાં. બે પુત્રો અને ત્રણ પુત્રીઓ. પટ્ટરાણી સાઈબાઈ થકી એમના પુત્ર સાંભાજીએ એમના મૃત્યુ પછી છત્રપતિની ગાદી સંભાળી.

    પેશ્વા વારસદારોઃ

    છત્રપતિ શિવાજીના સાશન હેઠળ પ્રથમ પેશ્વાની નિમણૂક થઈ. મરાઠા સામ્રાજ્યના અષ્ટ મંત્રી મંડળ પૈકીને મુખ્ય પ્રધાનની અલાયદી કચેરી સ્થાપવામાં આવી હતી. પ્રથમ પેશ્વાનું નામ મોરોપંત ત્રયંબક પિંગળે હતું.

    જેમણે પ્રારંભિક રીતે છત્રપતિ સાશનની સેવાકીય કાર્યવાહીઓનું સંચાલન કરવાનું હતું. ત્યાર બાદ મંત્રી મંડળાનું સંઘઠન થતાં મરાઠા સંઘને નિયંત્રિત કરવાની જવાબદારી આવી. વખત જતાં ચિત્તપાવન બ્રાહ્મણ જાતિનાં સ્વભાવે ક્ષત્રિય વારસદારો પેશ્વા ગાદીનાં હકદાર તરીકે વારસાગત વહિવટદાર બન્યા.

    પ્રથમ પેશ્વાનાં નિધન બાદ તેમના વારસદાર પુત્ર પેશ્વા નિલોપંત પિંગળેએ ઈ.સ.૧૬૮૩માં પેશ્વાની ગાદી સંભાળી. તેમનો જન્મ ૧૬૫૦માં થયો અને મૃત્યુ ૧૭૭૪માં થયો. એમની હોદ્દેદારી હેઠળ ચાર છત્રપતિ સાશકો રહ્યા. સાંભાજી, રાજારામ, શિવાજી બીજા, સાંભાજી બીજા. તેઓ એ છત્રપતિ રાજ્યનાં નાણાંમંત્રી તરીકે પણ આજીવન ફરજ બજાવી હતી.

    તેઓ ‘અમાત્યા’ એટલે કે નાણાં પ્રધાન તરીકે જાણીતા હતા. છત્રપતિ શિવાજીના સાશન સમયમાં ઘણાં વહિવટોમાં એમની મુખ્ય ભૂમિકા રહી હતી.

    બૈરાઓજી પિંગળે, એઓ ત્રીજા પેશ્વા હતા. જેઓ મોરોપંત પિંગળેનાં નાના સુપુત્ર હતા અને શાહુજી પહેલાનાં રાજ્ય સાશન વખતનાં પેશ્વા હતા. ૧૭૧૧માં સતારામાં કાહનોજી આન્ગ્રે એ હુમલો કર્યો અને એમને બંધી બનાવી લીધા હતા. એ કટોકટીનાં સમયે સાહુજી પહેલા એ તેમને વાટાઘાટો કરવા નિમ્યા હતા.

    પરશુરામ ત્રિયંબક કુલકર્ણી, એઓ રાણી તારાબાઈનાં સાશન વખતના જાગીરદાર હતા. તેમણે પોતાની વફાદારી બે વખત નોંધાવી. ૧૭૧૦ અને ૧૭૧૪ માં તેઓ કાનુની અદાવને લીધે બ્રિટીશ સરકારની જેલમાં ગયા. એમના પુત્ર ક્રિષ્નાજી સાંભાજી બીજાનાં દળમાં જોડાયા હતા. પરશુરામ ત્રિયંબક કુલકર્ણી મૂર્ત્યુ પર્યાત પોતાનું પ્રાંત ઉપર પ્રતિનિધિત્વ જાળવી રાખ્યું હતું.

    બાલાજી વિશ્વનાથ ભટ્ટ કે જેઓ ‘પેશ્વા બાલાજી વિશ્વનાથ’ તરીકે વધારે જાણીતા હતા. જન્મ ઈ.સ. ૧૬૬૨ અને મૃત્યુ ૧૭૨૦. તેઓ મરાઠી ચિતપાવન ભટ્ટ કુળનાં પ્રથમ આગેવાન વહિટદાર હતા કે જેમણે પેશ્વા તરીકે ખૂબ જ નામના મેળવી હતી. અઢારમી સદી દરમિયાન એમણે મરાઠા રાજ્ય પર પોતાની સારી વગ ખડી કરવામાં સફળ રહ્યા હતા. તેમણે મરાઠા સામ્રાજ્ય પર આવેલ અનેક પ્રજાકીય યુધ્ધો લડીને જીત્યા અને અંગ્રેજો અને મુઘલો પાસેથી વહિવટીય નિયંત્રણ લીધુ હતું.

    કોંકણનાં દરિયા કિનારાનાં જંજીરાના શ્રીવર્ધન કુળનાં સિદ્દી હેઠળના વંશજ હતા. તેમનું ખરેખર તો નામ બલાલ હતું જેમાંથી બાલાજી નામ પ્રચલિત થયું. તેમની પ્રથમ નોકરી તેમના મોટા ભાઈ તનૈજી દેશમુખના વારસદાર તરીકે શ્રીવર્ધન સાશકનાં મીઠું અને બીજા મહેસૂલની વસૂલીની કારકૂની કરવાની હતી. સિદ્દી માલિકો દ્વારા કરવામાં આવતા અત્યાચારોને લીધે રોજગારીની શોધમાં પશ્ચિમ ઘાટના ઉપર વિસ્તારોમાં વિવિધ મરાઠા સેનાપતિઓ હેઠળ ભાડૂતી ઘોડેસવાર પોલીસ તરીકે કામ કર્યું હતું.

    બાલાજી વિશ્વનાથ છત્રપતિ સાશક સાંભાજી કે તેના ભાઈ રાજારામના સાશન દરમિયાન મરાઠા વહીવટ દાખલ થયો હતો. મરાઠા વહીવટ તેમના નોકરી એક રામચંદ્ર પંત અમાત્યા હેઠળ આવક સત્તાવાર અથવા લેખક તરીકે હતી. બાદમાં તેમણે જંજીરાના પર મરાઠા જનરલ ધનજી જાધવ માટે વહીખાતા મૂનીમ તરીકે સેવા આપી હતી. ઈ.સ.૧૬૯૯ અને ૧૭૦૨ની વચ્ચે તેમણે પુણે ખાતે સાર-સુબેદાર અથવા મુખ્ય સંચાલક તરીકે સેવા આપી હતી અને ૧૭૦૪થી દૌલતબાદના સારદુબેદાર તરીકે ૧૭૦૭ સુધી કાર્ય કાળ રહ્યો. ત્યારે ધનજી જાધવ મૃત્યુ પામ્યા હતા. આ સમય સુધીમાં બાલાજી એક પ્રમાણિક અને સક્ષમ અધિકારી તરીકે સાબિત થયો હતો. નવા આવેલ મરાઠા શાસક છત્રપતિ શાહુએ તેની ક્ષમતાઓ નોંધ લીધી અને પોતાના મદદનીશ તરીકે બાલાજીની નિમણૂક કરી.

    બાલાજી વિશ્વનાથ પેશ્વનાં પત્ની રાધાબાઈ હતા. તેમનાંથી ત્રણ પુત્રો અને બે પુત્રીઓ અવતરી હતી. પુત્રોમાં બાજીરાવ પહેલા, ચિમનાજી અને બાલારાવ તથા પુત્રીઓમાં ભીલાબાઈ કે જેઓ અબાજી જોષીને પરણ્યાં અને બીજાં નાના અનુબાઈ હતા. જેમના લગ્ન ઈચાલકરનજીના વિનાયકરાવ ગોરપડે સાથે થયા. તેમનાં વંશજોએ ઈચાલકરનજી રાજ્યમાં ઈ.સ.૧૯૪૭ સુધી સાશન કર્યું.

    બાલાજીના કાર્યકાળમાં સામ્રાજ્યમાં આર્થિક વહિવટ વધારે સુયોજિત થયો હતો. નાણાંધિરાણ સરળ બન્યું અને કાનૂની વ્યવસ્થા પણ ઘણે અંશે સુધરી હતી. ઈ.સ.૧૭૧૩થી ૧૭૬૦ સુધીમાં એમણે પોતાનાં જન્મસ્થળ કોંકણનાં ઘણાં વિસ્તારોને સિદ્દી સાશકો પાસેથી જીતી લીધા હતા. એ સમયે તેમનું સ્મારક પુતળું મહારાષ્ટ્રનાં દરિયાઈ કિનારાનાં વિસ્તારમાં આવેલ રાયગઢ એમનાં પૌરાણીક ગામ પાસે આવેલ છે.

    બાલાજીનાં પહેલા વારસદાર બાજીરાવ બલાલ હતા. જેઓ ભારતીય યોધ્ધા અને સાશક તરીકે જગપ્રખ્યાત થયા હતા. તેમનાં પુત્ર નાનાસાહેબ પેશ્વા એ પણ પેશ્વા વંશજની ગાદી સંભાળી હતી. ત્યારબાદ માધવરાવ બલ્લાલ, નારાયણરાવ, રઘુનાથરાવ, સવાયી માધવરાવ અને બાજીરાવ બીજા એમ ઈ.સ૧૮૧૮ પછીનાં એમનાં વારસદારો ઓગણીસમી સદી દરમિયાન દેશની આઝાદી પછી રાજારજવાડાનાં સંગઠીત વારસદારો તરીકે ઓળખાયા.

    બાજીરાવ પેશ્વા પહેલોઃ

    પેશ્વા પ્રણાલીમાં સૌથી વધુ ખ્યાતનામ યોધ્ધા અને સાશકનાં રુપે પ્રસિધ્ધિ મેળવી હોય એવું નામ હોય તો પેશ્વા બાજીરાવ પહેલા.

    સશક્ત પેશ્વા તરીકે નામ કંડાર્યું હોય એવા બાલાજી પેશ્વાનાં પ્રથમ સુપુત્ર હતા. કોંકણનાં દરિયાકિનારાનાં વતની એવા ચિતપાવન ભટ્ટ પરિવારનાં બ્રાહ્મણ કુળનાં વારસદાર તરીકે તેઓ એ પોતાનાં પિતાનાં મૃત્યુ પછી પેશ્વા આગેવાની નોંધાવી હતી. જેમાંથી એમને કઠોર પરિક્ષણમાંથી પસાર થવું પડ્યું હતું. બ્રાહ્મણનું કુળ હોવાથી વેદોની ઋચાઓ એમને કંઠસ્થ હતી. સ્વભાવે ક્ષત્રિયતાનું શ્રેષ્ઠ ઉદાહર્ણ તરીકે એમણે પોતાનું પદ પંકાવ્યું હતું. પ્રથમ મરાઠા સામ્રાજ્યના પ્રથમ પેશ્વા બન્યા હતા જેનું શાસન છત્રપતિ સંભાળ્યું હતું.

    બાજીરાવ પેશ્વાને છત્રપતિ શિવાજી માહારાજ પછી ૧૮મી સદી દરમિયાન મરાઠા સામ્રાજ્યનાં સૌથી વધુ લોકપ્રિયતા પ્રાપ્ત કરનાર મહત્વની હસ્તી તરીકે ગણવામાં આવે છે. તેમનું વ્યક્તિત્વ પ્રબળ હતું. સમગ્ર ઉપખંડમાં એમનાં નામનો રુક્કો પ્રસ્થાપિત હતો. તેમનું સામ્રાજ્યનો વિસ્તાર વીસ વર્ષનાં સમયગાળા દરમિયાન બેરારથી લઈને નવી દિલ્લી સુધી અને બીજી તરફ શ્રીરંગપટનમ અને ગુજરાત તથા મારવાડ સુધીનું તેમની દુરંદેશી નીતિ થકી દેશવ્યાપી અંતર ઝડપથી કાપ્યું હતું.

    તેમની ગજબની કોઠાસૂઝ, તેઓ એક શ્રેષ્ઠ યોધ્ધા હોવાની સાક્ષી પૂરાવતી હતી. વિરોધીઓની શક્તિ અને નબળાઈ પારખીને લડાઈની વ્યુહરચના ઘડવાની એમને કુદરતી રીતે મળેલ ખાસીયત હતી. જેને લીધે તેઓ દુશ્મનોને પોતાની જાળમાં ફસાવીને હરાવી શક્તા. બાજીરાવની યોધ્ધા તરીકેની છાપ એટલી હદે પ્રખ્યાત હતી કે એમને હરાવીને લશ્કર જીતવાનું દરેક સામ્રાજ્યનાં વડાનું સ્વપ્ન સમું બની રહ્યું હતું!

    ભારતીય ઈતિહાસ સનાતન ધર્મ સાથે જોડાયેલો છે. સદીઓ જુના લાંબા ઈતિહાસમાં અનેક વીરવીરાંગનાઓનાં નામ સંન્નમાનપૂર્વક લખાયેલાં છે. જેમાં બાજીરવનું પેશ્વાનું નામ પણ મોખરે છે. તેઓ ફ્ક્ત લડાયક યોધ્ધા જ નહીં બલ્કે ધર્મ સંરક્ષક અને સારા સાશક તરીકે પણ નોંધપાત્ર નામના મેળવી હતી. શિવાજીની આગેવાની બાદ હિન્દુ રાજ્યને તથા પ્રચિન ધર્મ સંસ્કૃતિને ટકાવી રાખવા અસંખ્ય હૂમલાઓ સામે ટકી રહ્યા અને અનેક યુધ્ધો જીત્યા પણ છે.

    આવા યુગપુરુષ યોધ્ધાની અંગત જીવનની ગાથા પણ અતિશય રસપ્રદ છે.

    જન્મ, બાળપણ અને ઉછેરઃ

    અઢારમી સદી દરમિયાન પેશ્વા પ્રથાએ વફાદારી, બહાદૂરી અને યુધ્ધનીતિનો પડઘમ વગાડ્યો હતો. એ સમયે બાલાજી પેશ્વાનાં પ્રથમ પુત્ર તરીકે એમને ખૂબ લાડથી વધાવી લીધેલ હતા. એ પેશ્વાઈનો સૂવર્ણ યુગ હતો અને બાજીરાવનો ઉછેર ચાંદીની ચમચીએ થયો હતો.

    પેશ્વા બાલાજી વિશ્વનાથ રાવના સૌથી મોટા પુત્ર તરીકે, ઓગસ્ટ 18, 1700નાં રોજ જન્મ થયો હતો. કોંકણનાં નામાંકિત, પરંપરાગત ચિત્ત-પવન બ્રાહ્મણ કુટુંબ સાથે તેમનાં વંશજો સંકળાયેલ છે.

    બાજીરાવની એક યોધ્ધા તરીકેની તાલીમ નાનપણથી જ શરુ થઈ ગઈ હતી. મરાઠા અશ્વદળનાં સેનાપતિઓ દ્વારા તાલીમ આપવામાં આવી હતી. યુવાનનાં અમયમાં બાજીરાવ તેની માતાની ગેરહાજરીમાં તેમના પિતા સાથે વધુ ગાઢ સંબંધ બંધાયા હતા. રાજકારણ અંગેની તજવીજ હાંસલ કરવા પિતાનું સાનિધ્ય એમનાં માટે એક હરતીફરતી જ્ઞાનપીઠ સમાન હતું.

    બાજીરાવ ખૂબ જ યુવાન હતા ત્યારેથી ભાગ્યે જ તેના પિતાનાં લશ્કરી અભિયાનો ચૂક્યા હતા. આ પ્રાયોગિક લશ્કરી વિજ્ઞાન, બાજીરાવ માટે પરિપક્વતા લાવવામાં કારગર સાબિત થયું હતું. બાજીરાવનાં જીવનમાં પિતા બાલાજી પેશ્વાની ભૂમિકા છત્રપતિ શિવાજી જીવનમાં તેમનાં માતા જીજાબાઈ દ્વારા ભજવી છે જેવી જ હતી. તેમને ‘રાવ’ એવા હૂલામણાં નામથી પણ સંબોધવામાં આવતા હતા.


    બાજીરાવ પેશ્વાનું યોધ્ધા તરીકેનું ઘડતરઃ

    ઇ.સ.૧૭૧૬માં મહારાજા શાહુ લશ્કરના વડા ડાભાજી થારોટ થકી વિશ્વાસઘાત થતાં સફળ અને અગ્રણીય પેશ્વા તરીકે સ્થાપિત થયેલ પેશ્વા બાલાજીની ધરપકડ કરાઈ હતી. રાજકીય કચેરીમાં એમનાં પર અદાવતીય ચૂકાદો આવે તે દરમિયાન બે વર્ષ એમને નજર કેદમાં રહેવું પડ્યું હતું. આ સમયગાળા દરમિયાન બાજીરાવ તેમને મળતા હતા. બાજીરાવનાં પિતા તેમના એ કેદ દરમિયાન તેમના પર ગુજારવામાં આવતા ત્રાસનું વર્ણન કરતા. આ અનુભવ તેમને તેમના વિસ્વાસઘાત સાથે સામનો કરવામાં કામ આવ્યા હતા. બાલાજી વિશ્વનાથ કેદમાંથી આઝાદ થયા બાદ તેમની પેશ્વા તરીકેની કારકિર્દી મરાઠા - મુગલ સંબંધ ઇતિહાસમાં એક નવા પરિમાણે પહોંચી. બાજીરાવની જુવાન આંખો બધા આ વિકાસની સાક્ષી હતી.

    ઈ.સ.૧૭૧૮માં તેઓ તેમના પિતા સાથે દિલ્હી જતા રહ્યા હતા. રાજધાનીમાં તેમણે અકલ્પનીય ષડયંત્ર સાક્ષી બન્યા. રાજકીય ગુપ્ત યોજનાઓ કાવતરાં ઘડવાં કે યુધ્ધની વ્યુહરચનાઓ શીખવાનું કૌશલ્ય પોતાની બાહોશ ઊર્જા, દિર્ધદ્રષ્ટિ થકી ગ્રહણ કર્યું. યેનકેન પ્રકારેણ કેટલાય અનુભવો સાથે વિવિધ સંજોગોનો સામનો કરવા માટેનું સામર્થ્ય ઝડપથી શીખી લીધું. પેશ્વા વારસદારનાં પદની દાવેદારી માટે તેને તૈયાર થયા. તેમણે મરાઠા પરિપત્ર ‘દાનપટ્ટા’ તલવાર ચલાવાનું હુન્નર હસ્તગત કર્યું, જેની મદદથી ગમે તેવા આક્રમક યુધ્ધોમાં એવો ઘોડસવારી કરતે કરતે બંન્ને હાથોથી લડત કરી શકવાની પોતાની કુશળતા કેળવી હતી. તેમની આ લડાયકવૃત્તિ સેનાની ટુકડીઓને હંમેશાં પ્રેરણાદાયી ઉદાહરણ બની રહેતી. પેશ્વા બાજીરાવ આંતર સ્ફુર્ણાને અનુસરતા નેતા હતા. સ્વભાવમાં આગેવાની એમને કુદરતી રીતે જ હાંસલ થયેલ હતી.

    બાજીરાવની પેશ્વા નિયુક્તિઃ

    ૨ એપ્રિલ, ૧૭૧૯ નાં રોજ, પેશ્વા બાલાજી વિશ્વનાથે તેમના છેલ્લા શ્વાસ લીધા હતા. આ સમયે પેશ્વાગદીના સીધા વારસદાર તરીકે દાવેદાર ફકત બાજીરાવ જ હતા. પરંતુ એ સમયે એમની ઉંમર ફકત ઓગણીસ વર્ષની હતી. માત્ર ૧૯ વર્ષનાં અનુભવ વંચિત મૃત પેશ્વા પુત્ર પર આટલી મોટી જવાબદારી અભર ગાદી કેમ સોંપાય? એ વિચારે સતારા રાજકીય કચેરીમાં વિવિધ મરાઠા શક્તિ સમૂહોમાં ટીકા સાથે વિરોધ નોંધાયો. સફળ અને માનનીય પેશ્વા બાલાજી વિશ્વનાથનાં મૃત્યુ બાદ માહારાજા છત્રપતિ શાહુનીની ઉચ્ચ અદાલતમાં આ મુદ્દો ગરમાયો હતો.

    મહાન મહારાજા શાહુએ એક એક ઝવેરીની માફક માનવ ગુણોનાં પરિક્ષણ કર્યા પછી આ પ્રશ્નનો જવાબ શોધવા કોઈ વિલંબ ન કરતા, તેમણે તરત જ નવા પેશ્વા બાજીરાવ તરીકે નિમણૂક જાહેરાત કરી હતી. આ જાહેરાત ટૂંક સમયમાં શાહી કાર્યાલયોમાં અનુવાદિત કરવામાં આવી. બાજીરાવની બાદશાહી ઔપચારિકતાઓ સાથે વિધિવત તાજપોસી કરાઈ હતી ત્યારે ૧૭ એપ્રિલ, ૧૭૧૯ હતી.

    છત્રપતિ શાહુએ બાજીરાવની અનેક રીતે પરિક્ષા લીધી હતી. જેમાં એમનાં રાજકીય ડહાપણ, પ્રજાકીય સંરક્ષણનો સૂઝકો અને માનસિક અવસ્થા, શારીરિક બંધારણ વગેરે ચકાસીને એનું કુલ નિષ્કર્ષનાં અંતમાં પેશ્વા દ્વારા પ્રસ્તુત મહાન સેવા, પરંપરાગત, વારસાગત કે પુરસ્કારરુપ ગાદીએ વધુ ઊંચા હોદ્દાભેર બાજીરાવને ગાદીનાં દાવેદાર તરીકે જવાબદારી સોંપવામાં આવી હતી.

    તેમ છતાં એ સમયનાં રાજ્ય ધનિકોને અને અન્ય પ્રધાનોને બાજીરાવ પહેલા પ્રત્યે ઈર્ષ્યા છુપાવવા માટે અસમર્થ હતા. બાજીરાવે એક સફળ રાજા તરીકે ભાગ્યે જ કોઈ એવા નિર્ણય લીધા હશે જેથી સર્મથન ન આપવાની કોઇ તક બચી. એ રીતે ચપળતાપૂર્વક તેમના અદેખા હરીફોનું મોં બંધ કર્યું હતું.

    પેશ્વા બાજીરાવની આગેવાની હેઠળ રાજ્ય વિસ્તરણઃ

    ખૂબ જ ટૂંકાગાળાના સમયમાં બાજીરાવ પેશ્વાએ એમનાં રાજાશાહી દળો અને કેન્દ્રત્યાગી દળો તરફની રાજા સમક્ષની સન્માન વૃત્તિ પ્રત્યે જરૂરી તફાવતો સમજી ગયા હતા. હિન્દુ રાષ્ટ્રનાં વિસ્તણ હેતુ લડનાર એઓ એકલા પદશાહી રાજા તરીકે પંકાયા. બાજીરાવની વાસ્તવિક સમજ અસાધારણ હતી. તેમના આસપાસના વિરોધીથી તદ્દન પરિચિત હતા. નિઝામ, મુઘલ સુલ્તાન, કષ્ટદાયક જંજીરાના આતંકવાદી સિદ્દી અને આંતરિક હરીફ કે પછી ત્રાસદાયી ઉપદ્રવી પોર્ટુગીઝ રાજ્યપાલ કે જેના પર સમગ્ર હિન્દુ પદશાહીનાં વિસ્તરણનું કદ આધારિત હતું.

    ઉત્તર વિનધ્યાચલ તરફ હિન્દુ રાજ્ય સ્થાપીને હિન્દુપદશાહીનો દબદબો ઉભો કરવો એ છત્રપતિ શિવાજી મહારાજનું સ્વપ્ન હતું. જેને પેશ્વા બાજીરાવે પ્રાપ્ત કર્યુ હતું. સતારા અને કોલ્હાપૂર મરાઠા રાજ્યનાં બે સક્ષમ જુથ માનવામાં આવતાં હતા. બાજીરાવ પેશ્વાને આ ભિન્ન જુથ પસંદ નહોતાં. એમણે અસ્વીકાર્ય કરતાં સમજાવ્યું કે ‘હિન્દુપદશાહી પરિપત્ર સ્વરાજ સ્વપનને પરિપૂર્ણ કરવા હિન્દુરાજ્ય એકઠ્ઠું કરી રાખવાનાં હેતુ હાંસલ કરવા માટે એક થવાનો નિર્ણય કરવો અગત્યનો છે.’ છેવટે એમણે છત્રપતિ શાહુના દરબારમાં આ અંગે ઝડપથી કામ કર્યું હતું.

    નવા નીમાયેલા યુવાન પેશ્વા બાજીરાવે છત્રપતિ શાહુ મહારાજની રાજકીય કચેરીમાં ઊંચા સ્થાને સ્થાયી થઈને વિશ્વાસ સાથે કર્જના કરી હતી કે ‘અમને મધ્ય ભારત અને દખ્ખણનાં ઉજ્જડ વિસ્તારો પાર કરવાની અનુમતિ આપો અમે એ નબળા, ઉધ્ધત, અફીણ વ્યસની અને બૈરાંવટું કરનારા મુઘલોનાં સામ્રાજ્ય જીતી લાવશું.’

    ઉત્તરાખંડનાં ભૂગર્ભીગૃહ કે વજ્રકોષ્ઠમાં સદીઓથી સંચિત સંપત્તિઓ આપણી છે અને આપણાં હસ્તગત થઈ શકે છે. ભારતવર્ષની પવિત્ર જમીન પર બહારની પ્રજાઓનો આપણો પર ઘણાં સમય સુધી ઢસરડો કર્યો, હવે એઓ જ્યાંથી આવ્યા છે ત્યાં હિમાલયનાં રસ્તેથી પરત મોકલવાનો સમય પાકી ગયો છે. એવું જનૂન પેશ્વા બાજીરાવનાં મનમાં ઠસી ગયું હતું.

    એઓ પોતાની પ્રજા અને સેનાને સંબોધીને કહેતા કે, ‘હિન્દુસ્તાન આપણો દેશ છે. એની પર કેસરી ધ્વજ ફરકવો જોઈએ કે જે ભગવાન શ્રીકૃષ્ણની નીશાની છે.’

    કચેરીના પ્રતિનિધિ સભ્યોએ આ વિચારનો વિરોધ કર્યો હતો અને તેઓ પ્રથમ દખ્ખણમાં રાજ્ય એકત્રીત થવું જોઈએ એવું સૂચન કર્યું. પરંતુ બાજીરાવ તેમની મૂળ યોજના પર ભાર આપ્યો. તેમણે શાહુ મહારાજ પર ત્રાટતાં સ્વરે જણાંવ્યું કે આપણી શાખાઓ પર પ્રહાર થઈ શકશે અને એ પડી ભાંગશે એ પહેલાં આપણે આપણાં કિલ્લાઓની દિવાલો મજબૂત કરીએ અને દુશ્મન પર સામેથી આક્રણમ કરીએ. અને વિજય ધ્વજનાં પતાકા ફરકાવીએ.

    છત્રપતિ શાહુ ઉત્સાહી પેશ્વા બાજીરાવના પ્રકારના આક્રમક વલણથી ખુબ પ્રભાવિત થયા હતા. અને કહ્યું, "હિમાલય તરફ કૂચ કરો અને હિન્દુ રાષ્ટ્રનો ધ્વજ ફરકાવો. લશ્કરની આગેવાની લઈને તેમને આગળ દોરી જાઓ. વીર યોધ્ધા પેશ્વા બાજીરાવને છત્રપતિ શાહુજીએ લડતની પરવાનગી આપી હતી.

    આ એક દંતકથા સમો બનાવ યુવાન માણસ બાજીરાવ અને શાહુ મહારાજ વિશ્વાસની દ્રષ્ટિ સૂચવે છે. હકીકતમાં શાહુ મહારાજનાં સાશન દરમિયાન ઈ.સ.૧૭૦૭નાં સામયમાં તેમનું મુખ્ય મથક અને મહાન સાશન સલ્તનનાં ચુકાદાઓ જોખમમાં આવી ગયા હતા. જે બાજીરાવ પેશ્વાનાં નેતૃત્વ હેઠળ ફરી મોઘલ-મરાઠાનાં સંઘર્ષનો અંત આવ્યો અને વિજયી સાશનની આશાસ્પદ પ્રતિભા ઉભરીને આવી હતી. જેથી સૈન્ય અને પ્રજાનું મનોબળ વધ્યું હતું. કારણ કે કુમળી વયે એક પેશ્વા તરીકે તેમને નિમણૂક થયેલ બાજીરાવે તેના અનુભવી સૈનિકોનો વિશ્વાસ હાંસલ કર્યો હતો. આમ તેની જીત ભારતના ઘણાંખરા પેટા ખંડમાં મરાઠા સૈન્યો તરફ આતંકની લાગણી પર પણ અંત લાવવામાં આવ્યો હતો.

    ત્યાર બાદ તેમણે દિલ્હી અને મુઘલ લુપ્ત થતા સામ્રાજ્ય તરફ શરુઆતનાં વી વર્ષે અખંડ ઉત્તર ભારતમાં હડતાલના અભિયાન પર ગયા હતા. તે મુઘલ સમ્રાટોએ પણ તેમની ગેરહાજરી નોંધી હતી. ભયના માર્યા મોઘલ સાશકોએ બાજીરાવ સાથે બેઠક કરવાનિ ઇનકાર કર્યો હતો. ભાજીરાવે આવા જુદાજુદા હિન્દુ સાશન વિનાનાં પવિત્ર યાત્રાધામો જેવા કે સોમનાથ બનારસ માટે મથુરાના હિન્દુઓ પ્રત્યે આતંક ન કરવા જણાવ્યું હતું. પેશ્વાની જહેમતથી આવા ધાર્મિક સ્થળોને મોઘલ સાશકોથી કનડગત મુક્ત કરવામાં આવ્યા હતા.

    સત્તાકીય વિજય મેળવવાની પ્રથમ શરુઆત પેશ્વા બાજીરાવે ઉત્તર-પશ્ચિમમાં ગુજરાત તથા માલવાનાં વિસ્તારોથી ઈ.સ.૧૭૨૩માં કરી હતી. બાજીરાવે ગુજરાત જીતી લીધું અને મધ્ય ભારતના સૌથી વધુ સશક્ત શાહી સલ્તન્ત દિલ્હી પર હુમલો કરીને મુઘલ સામ્રાજ્યના પાયા હચમચાવી દીધા હતા. તે ખરેખર આગળ ગયા અને દેશની જમણી તરફ તેના નેજા હેઠળનાં ઘણા મોગલ પ્રાંતો કબજો મેળવ્યો. બાજીરાવનું રાજકીય ડહાપણ અને તેમની રાજપુતનીતિની તેમનાં શ્રેષ્ઠ સાશકનાં રુપમાં અધભૂત દેખાવ હતો. તેઓ રાજપૂત ઘરાનાઓ અને મોગલ શાસન વચ્ચેના ઘર્ષણપૂર્ણ મુકાબલાઓ ટાળવા માટે માંગ કરનાર ભૂતપૂર્વ ટેકેદાર હતા. સાથે મરાઠા અને રાજપૂતો વચ્ચે મૈત્રીપૂર્ણ સંબંધો સ્થપાવનાર એક નવા યુગની શરૂઆત પણ એમનાં કાળમાં થઈ હતી. ભારતદેશની રાજધાની દિલ્હી પર ખતરનાક મુઘલ સાશકોનું સામ્રજ્ય હતું જે તરફ અન્ય રાજ્યોને એક પ્રકારનો છૂપો ભય સતાવતો હતો. બૂંદી, આમેર, દૂગરાગ્રહ, ઉદયપુર, જયપુર, જોધપુર, વગેરે શહેરી વિસ્તારોનાં નામે, એક વાર પરાજિત સુલતાન નિઝામનાં સાશન હેઠળ હતા જેમને હિન્દુ રાષ્ટ્ર તરીકે ફરી પ્રસ્થાપિત કરવામાં બાજીરાવ પેશ્વને જે તે રાજ્યનાં રજપૂત રાજાઓનાં મદદ માટે કહેણ આવતા હતા. બાજીરાવે ફરીથી એ જમીન પર પોતે ઊભા રહીને સેનાની આગેવાની કરી અને જીત મેળવી હતી. જેની દિલ્હીના મુઘલ દરબાર પર બાજીરાવની વિજયગાથાએ નોંધપાત્ર પ્રભાવ પડ્યો હતો.

    તેઓને તેમના વડાની પરવાનગી સાથે ઈ.સ.૧૭૨૮માં મરાઠા સામ્રાજ્યના વહીવટી રાજધાની પુણેના નવા શહેર સતારા ખસેડવામાં આવ્યા.

    તેમને બુંદેલખંડ વૃધ્ધ હિન્દૂ રાજા છત્રશાલ પર મુઘલ સાશક મુહમ્મદ બંગેશે ગુંડાગીરી સાથે ધમકી ભર્યો હૂમલો કર્યો. ત્યારે મુઘલ લશ્કરનેના આગેવાન સુબેદાત તરીકે ગણવામાં આવતા હતા એ મહોબા નજીક બંગેશ ખાન હરાવ્યા. બાજીરાવ દ્વારા પૂરી પાડવામાં આવેલ લશ્કરી સહાયને લીધે આ સંકટમાંથી રાજા છત્રશાલને કાયમ માટે મુક્તિ મળી. જેથી પેશ્વા બાજીરાવના જુસ્સા અને સાહસનાં ઋણી થઈ ગયા. બાજીરાવ પેશ્વાની અંતિમ સફળતા કહી શકાય. તે છત્રશાલ રાજા મોહમ્મદ બંગેશ ખાન સામે રક્ષણાત્મક પર જણાવ્યું હતું, બાજીરાવ અમારા પક્ષમાં છે એવો એક સંદેશ મોકલ્યો હતો જે નીચે મુજબનાં દોહાનાં રુપમાં હતો:

    “જો ગતિ ભયી ગજેન્દ્ર કી, વહી ગતિ હમારી આજ;બાજી જાત બુંદેલ કી, બાજી રખીયો લાજ!”

    તેમને આ દોહારુપી સંદેશ પ્રાપ્ત થયો ત્યાર પછી તેણે બપોરના પોતાની ટૂકડીનાં અમુક પુરુષોને લઇ ઝડપથી ઘોડા પર સવાર થઈને તાત્કાલીક જવાબ મોકલ્યો. આ સમયે રાજાઓ તેમની પત્ની સાથે ભોજન લેતા હોય એવા સમયે સંદેશો મોક્લ્યો.

    "ઇતિહાસ યેહી કહેગા કી બાજીરાવ ખાના ખા રહા થા ઈસલીયે દેર હો ગઈ. ઈસી દેરી કે
    કારણ સભી સે છત્રશાલ હાર ગયે.."

    પેશ્વાએ વળતો જવાબ મળ્યા બાદ શક્ય તેટલી ઝડપી લશ્કર મને અનુસરવું જ જોઈશે એવી કે સૂચનાઓ આપી હતી. બંગેશને હરાવ્યા બાદ પેશ્વા બાજીરાવની યુધ્ધ કૂનેહ પર ઓવારી જઈને રાજા છત્રશાલે ઈનામમાં બક્ષીસ રુપે તરત જ તેમની ત્રીજા ભાગની સંપત્તી આપી હતી. બાજીરાવને એમણે ઝાંસી, સાગર અને કાલ્પીની જાગીર સાથે ૩૩લાખ સોનાના સિક્કા અને એક હીરાની ખાણ સાથે એમની પર્શિયન મુસ્લિમ પત્ની વડે થયેલી મસ્તાની નામની દીકરી સાથે લગ્ન પણ કરાવી આપેલા.

    સંપત્તી સંચયઃ

    મુઘલ સામ્રાજ્ય વિઘટીટ અને પાયમાલી તરફ જતી જણાંતી હતી એ સમયે હિન્દુ રાજ્યનાં સાશકો દ્વારા નાણાંકીય સંપત્તીનો સંચય કરવા પેશ્વા બાજીરાવે તજવીજ શરુ કરી હતી. જેમાં વિવિશ રાજોયોનાં રાજાઓ પોતાનાં રાજ્યોનાં સૂત્રધાર હતા જેમ કે ઇન્દોર, ગાયકવાડનાં પીલાજી બેન્ક ઓફ બરોડા, અને પવારનાં ઉદાજી ગ્વાલિયર, હોલ્કરનાં મલ્હાર રાવના રાણાજી શિંદે વગેરે સંયુક્ત મરાઠા સંઘના બાજીરાવ દ્વારા રચેલ નાણાકીય જાગીરદાર તરીકે નીમાયેલા હતા.

    સામ્રાજ્યનાં મહાન યોદ્ધાઓએ મુઘલ, પઠાણ અને મધ્ય એશિયાના એકધારી રણનીતિ થકી બાજીરાવ દ્વારા હરાવ્યા હતા. નિઝામ ઉલ મુલ્ક, ખાન દૌરન પહેલો, મુહમ્મદ ખાન વગેરે મુઘલ નામો એમાં સામેલ છે. પરંતુ મરાઠા રાજ્યનાં જે યોદ્ધાઓ પહેલાં નિષ્ફળ રહ્યા એનાં થોડાં નામોની યાદીમાં ભોપાલની પાલખેડની લડાઇ, પશ્ચિમી ભારતમાં પોર્ટુગીઝ આક્રમણકારો પર જીત તેમના મહાન સિદ્ધિનો સમાવેશ થાય છે.

    બાજીરાવે ૪૧ યુદ્ધો લડ્યાં અને એક કદાચ એક હાર્યું મનાય છે. ક્યારેય યુધ્ધ ન હારનાર એવા વિશ્વના ઇતિહાસમાં ત્રણ સેનાપતિઓ છે એમાનાં એક છે. તેમને ઘણીવાર મહાન ઇતિહાસકારો દ્વારા સિકંદર અને નેપોલિયન બોનાપાર્ટ સાથે સરખાવવામાં આવે છે. તેમનું પ્રથમ યુધ્ધ પલખેડ યુદ્ધ તેમની નવીન યુદ્ધ વ્યૂહરચનાનું સારું ઉદાહરણ બેસાડ્યું હતું. આ યુધ્ધ બાદ તેમની ખૂબ પ્રશંસા થઈ હતી. ભોપાલ ખાતે નિઝામ સાથે તેમના યુદ્ધ રાજકીય દ્રષ્ટી વ્યૂહાત્મક યુદ્ધ વ્યૂહરચના અને પરિપક્વતાનું એક શ્રેષ્ઠ કૃતિ તરીકે ઓળખાય છે. એક તેજસ્વી લશ્કરી કાર્યકુશળ, એક જન્મ નેતા અને એક બહાદુર સૈનિક; દરેક શક્ય અર્થમાં તેમણે છત્રપતિ શિવાજી મહારાજના સ્વપ્નદ્રષ્ટા તરીકે સાચા મશાલચી હતા.

    યુધ્ધ સામગ્રીઃ

    શૂરવીરોની ગાથા ચર્ચાતી હોય ત્યારે એમણે યુધ્ધ સમયે વાપરેલ હથીયારો અને યુધ્ધ સામગ્રીની વિસ્તૃત ચર્ચા કરવી જ રહી. યોધ્ધા એમની કાર્ય કૂશળતા એનાં શત્રો દ્વારા દેખાડતા હોય છે જેથી શસ્ત્રોનું મહત્વ વધી જતું હોય છે. પ્રાચિનકાળથી યોધ્ધાઓ પોતાનાં સંરક્ષણ માટે હસ્તકલાનાં ચામડા અને લોખંડનાં ભાલા અને અણીયાળા તીર યુધ્ધ સમયે બહોળા પ્રમાણમાં ઉપયોગમાં લેતા થયા હતા. ધનુષ્ય અને તીર, તલવારો, ભાલા, ખંજર અને સીમાની, સામાન્ય રીતે યોધ્ધાઓ દ્વારા ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ સાથે અગ્ની તીરકામઠાં અને દારુગોળાવાળી તોપ, તથા વિવિધ પ્રકારની મૂઠ અને આકારવાળી તલવારો સૈન્ય આગેવાનો, ઘોડસવારો અને અગ્રણીય સમ્રાટોને યુદ્ધમાં ઘણા વૈવિધ્યસભર હથિયારો દ્વારા ઉપયોગ કરવામાં આવ્યો હતો. જેમાં ટૂંકી મૂઠ અને નાનાં ખંજરો સાથે સમશીર, ખાંનડાં, પુલવર, કીલીજ, સબર વગેરે વિવિધ આકાર ધરાવતી સખત ધારવાળી એક ઘા અને બે કટકા કરી નાખે એવી તલવારો વાપરતા હતા. પેશ્વા બાજીરાવને મોખરે પટાબાજી વાળી શકે એવો પટો તલવાર વાપરતા. આ તલવાત સામાન્ય તલવાર કરતાં બહુ લાંબો હોય છે. બીજું એની પત્રીની ધાર તદ્દન વળી જાય તેવી સહેજે વળી જાય એવી લવચીક હોય છે. એની મૂઠ તલવાર કરતા અલગ હોય છે પણ લાંબા પટાની અણી એની મૂઠને વાળીને અડાડી દ્યો તોય બટકે નહિ. તલવારબાજી કરતાં પટાબાજી કરવામાં બહુ વધારે કાબેલિયત જોઈએ. આવડત નો હોય તો પટો પોતાને જ કાપી નાખે એવી જીવલેણ હોય છે. આ તલવારનો પટો બહુ લાંબો હોવાથી દુશ્મન ખાસો દૂર હોય તો પણ એને ચીરી શકાય છે.

    બ્રિટિશ સાશકોનાં ભારતમાં આગમન બાદ નાળકાં કે બંધૂકોનું પણ હથિયારનાં રુપમાં ઉમેરો થયો.

    બાજીરાવની જીવનસાથીઃ

    ઐતિહાસીક વીરયોધ્ધાની જીવની વિશેની વાત હોય તો તેની જીવન સંગિનીની પણ બેશક વાત નીકળે જ! પ્રખ્યાત પેશ્વા બાજીરાવ બલ્લાલને બે પત્ની હતી કાશીબાઈ અને મસ્તાની.

    કાશીબાઈઃ

    ચોથા છત્રપતિ વારસદાર શાહૂના સમયનાં એક નાણાકીય વહીવટીય પરિવારો પૈકીને એક એવા મહદજી ક્રિશ્ના જોષી અને શીહુબાઈનાં પુત્રી હતા. તેમનાં પિતા પેશ્વા બાલાજી વિશ્વનાથની હાજરીમાં ધામધૂમથી ૧૧ માર્ચ ૧૭૨૦માં લગ્ન કરાવાયા હતાં. આ સમયે બાજીરાવ પેશ્વા તરીકે સફળતાનાં શિખરો ચડતા હતા. કાશીબાઈ થકી ૧૭૨૧માં નાના સાહેબ ઉર્ફે બાલાજી બાજીરાવ પ્રથમ પુત્રનો જન્મ થયો કે જેઓ આગળ જતા બાજીરાવ પેશ્વાનાં મૃત્યુ બાદ ગાદીપતિ બન્યા. તેમને બીજા ત્રણ પુત્રો પણ થયા. એક રામચંદ્ર કે જેનું અકાળે મૃત્યુ નિપજ્યું અને ત્યારબાદ રઘુનાથરાવનો જન્મ થયો કે ઈ.સ. ૧૭૭૩-૭૪ દરમિયાન યોધ્ધા તરીકે યોગદાન આપ્યું હતું. જનાર્દન નામક ચોથો પુત્રનું પણ બાળપણમાં મૃત્યુ થયું.

    કહેવાય છે કે કાશીબાઈ સામાજિક દ્રષ્ટિએ ખૂબ જ સહિષ્ણુ અને વ્યવહાર કુશળ સ્વભાવનાં સ્ત્રી હતાં. એમનાં પતિ એક બાહોશ યોધ્ધા અને સાશક હતા. જેઓ સતત રણભૂમિ પર રહેતા હતા ત્યારે રાજધાનીનો બધો કાર્યભાર તેમનાં સાસુ રાધાબાઈની સલાહને અનુસરીને દેખરેખ રાખતા હતા.

    મસ્તાનીઃ

    નામચિન પેશ્વા બાજીરાવ સાથે એમનાં પ્રેયસી અને બીજા પત્ની મસ્તાની સાથેની પ્રેમલગાથા ઘણી રોચક મનાય છે. જે અનેક દંતકથાઓને જન્માવે છે.

    ઈ.સ. ૧૭૨૭માં અલ્હાબાદના સૂબાએ બુન્દેલખંડ પર હૂમલો કર્યો હતો. મહારાજ છત્રસાલે એ માટે પોતાનું રાજપાટ બચાવવા પેશ્વા રાજવી બાજીરાવ પાસે મદદ માંગી હતી. સંદેશ મળતાં બાજીરાવ પોતાના સૈન્ય સાથે મદદે પહોંચ્યા અને હૂમલાને નિષ્ફળ બનાવ્યો. બંને રાજવી વચ્ચે એક નવો સંબંધ બંધાયો. બુન્દેલખંડના રાજવીએ પોતાની દીકરી મસ્તાની બાજીરાવ સાથે પરણાવી એટલું જ નહીં પણ બાજીરાવને ઝાંસી, પન્નાની ખાણ અને ઘણા ગામ સહિત પોતાના રાજ્યનો 1/3 હિસ્સો પણ ને 33 લાખ સોનાના સિક્કાઓ કરિયાવર તરીકે આપ્યા.

    ઇતિહાસકારો વિજય અને વિજેતાઓની જ નોંધ લે છે એવા અન્યાયી આલોચન મુજબ મસ્તાની બાજીરાવની કાયદાકીયરુપે પત્ની હોવાના કોઈ જ દસ્તાવેજી પૂરાવા ઈતિહાસ નથી આપતું. એનાં અનેક કારણ હોઈ શકે.

    બુંદેલખંડ યુધ્ધ વખતે કહેવાય છે કે વૃધ્ધ રાજા છત્રશાલની અણમાનીતી પત્ની રુહાનીબાઈની પુત્રી મસ્તાનીએ પણ ઘોડસવારી અને તલવારબાજી સાથે લડાઈ કરી હતી. જો એ સમયે મુઘલ સાશકોની સામે હાર થાય તો હિન્દુ સ્ત્રીઓ પોતાને અગ્નીદાહ આપીને જીવતી જ બળી જવાની તૈયારી કરી રહી હતી. જેને ‘સતી’ થવું કે ‘જોહર’ કરવુ કહેવાય છે. સ્ત્રી સન્નમાન અને પિતાનાં રાજ્યને બચાવવા મસ્તાની આમરણ લડત આદરી હતી. આમ, યુધ્ધ સમયે વીરયોધ્ધા બાજીરાવ અને મસ્તાની વચ્ચે આકર્ષણ સર્જાયું હતું.

    યુધ્ધ બાદ પ્રેમનાં કોલને સ્વીકારવાને બદલે બાજીરાવ અન્ય પ્રદેશો જીતવાના જૂનુન સાથે બુંદેલખડથી આગળ વધ્યો પરંતુ મસ્તાનીને પોતાનાં પ્રેમ સંબંધની ગરિમા જાળવીને સ્વશ્રુરગૃહે જવાની હઠ કરી. બાજીરાવ જાણતા હતા કે એમનો પરિવાર આ વિવાહને સ્વીકારશે નહીં. જેથી મસ્તાનીને તેમની પેશ્વા રાજધાની પૂનાનાં મહેલ શનીવાડાથી દૂર રાખવનાં પ્રયત્નો કરાતા એમનાં માટે છત્તરપુર નજીક આવેલ ધુબેલા પાસે મસ્તાની મહેલ બાંધી આપ્યો હતો.

    સમકાલીન જુનવાણી રૂઢીચૂત માન્યતા મુજબ મહારાષ્ટ્રનાં ચિત્તપાવન બ્રાહ્મણ પરિવારનાં પિંગળે કૂળમાં એક મુસલમાની સ્ત્રીનો પત્ની કે પુત્રવધુ તરીકે સ્વીકાર કરી શકાય એમ નહોતું. મસ્તાની ભલેને મધ્યપ્રદેશનાં છત્તરપુરનાં હિન્દુ રાજપૂત રાજા છત્રશાલની પુત્રી હોવા છતાં એમનાંમાં પર્શિયન મુસ્લીમ રુહાનીબાઈની પણ પુત્રી હતી. રુહાનીબાઈ એક સમયે હૈદરાબાદનાં નિઝામના દરબારમાં નર્તકી હતાં જેથી મસ્તાનીને પણ નર્તકી કહીને અવહેલના કરાઈ હતી.

    મસ્તાની એક રજપુત સ્ત્રીને શોભે એવા દરેક શોખ ધરાવતી હતી. તે બાહોશ ધોડસવાર અને તલવરબાજીમાં પણ માહિર હતી. આ સાથે તે સંગીત અને નૃત્યમાં પણ પારંગત હતી. તેને ભરત ગૂંથણની કળામાં પણ સારી હથરોટી હતી. મસ્તાની માતા અને પિતા બંન્નેનાં ધર્મનો એક સાથે પાલન કરતી હતી. તે નિયમિત નમાઝી હતી અને સાથોસાથ ભગવાન કૃષ્ણની પણ ભક્તિ કરતી હતી.

    સ્વમાની હોવા છતાં પ્રેમાધિન મસ્તાનીએ બાજીરાવની પત્ની હોવાને લીધે અનેક આક્ષેપો અને ધૃણાંનો સામનો કર્યો હતો. તમનાં પર સગા દિયેર ચિમનાજીના ઈશારાથી જીવલેણ પ્રહાર પણ થયા હતા. આ સમગાળા દરમિયાન મસ્તાનીને પેશ્વા બાજીરાવ થકી પુત્રનો જન્મ થયો. પરિવાર તફરથી સતત થતી ખફગીને તાબે થઈને મસ્તાની ઈસ્લામીક ધર્મ તરફ વધુ ઝુકાવ કર્યો હતો. બાજીરાવે પોતાનાં મસ્તાની થકી થયેલ બાળકનું નામ સમશેર બહાદૂર રાખ્યું હતું. કહેવાય છે કે મસ્તાનીનાં મૃત્યુ બાદ આ બાળકને કાશીબાઈએ ઉછેર્યો હતો. મોટો થઈને ઈ.સ. ૧૭૬૧ દરમિયાન પાનીપથની લડાઈમાં શહિદી વહોરી. પરંતુ મરાઠા સાશકોને એ સમયનાં મુસ્લીમ યોધ્ધાઓએ ભાઈચારા હેઠળ હંમેશા સાથ નિભાવ્યો હોવાનું મનાય છે.

    પ્રણાલીથી વિરુધ્ધ જઈને પણ બાજીરાવ અને મસ્તાનીનો અખૂટ પ્રેમ અતૂટ રહ્યો. એક વીરયોધ્ધા રણમેદાનમાં તલવાર વિંઝતી વિરાંગના પર ફિદા ન થાય તો એ યોધ્ધો નહીં! સામે પણે મસ્તાનીને પણ બાજીરાવ પરત્વે ફક્ત આક્રર્ષણ નહોતું. એ એને સમર્પિત ભાવે વરી ચૂકી હતી. આવા અજરઅમર પ્રેમને સમાજ એનાં ઘડેલા નીતિનિયમોની સાંકળમાં ઝકડી ન શક્યા. તમામ રૂઢીને ફગાવીને સાહસવૃત્તિ થકી પેશ્વા સાશકનાં રુપમાં પણ બાજીરાવે એની ભૂમિકા બખૂબી નિભાવી.

    બાજીરાવનો અંતિમ તબ્બકોઃ

    ઈતિહાસકારો મુજબ પેશ્વાઈ પરંપરા માટે આ સમય કટોકટીનો હતો. એ સમયે એક યોધ્ધાને શોભે એવું બાહોશ વર્તનને વિસરી જઈને બાજીરાવ નશામાં દિવસો વ્યતિત કરતા હતા. બ્રાહ્મણ સમાજે એમનાં હોદ્દાનો બહિષ્કાર કરવાની વારંવાર ચિમકી આપી હતી. એ સમયે જેષ્ઠ પુત્ર નાનાહેબ પણ છત્રપતિની દેખરેખ હેઠળ પોતાની તાલીમ હાંસલ કરીને પરત ફર્યા હતા. સાથે બાજીરાવ પેશ્વાનાં નાના ભાઈ ચિમનાજીની પણ વહિવટમાં દખલગીરી વધી હતી જેથી બાજીરાવ પેશ્વાની રાજકીય પરિસ્થિતિ કથળી હતી.

    બાજીરાવનું એકમાત્ર લક્ષ્ય હતું દિલ્હીની ગાદી પર હિન્દુ સાશકનો વહિવટ. દેશની રાજધાની દિલ્હી પર ભગવા રંગનો ધ્વજ ફરકાવવાની હઠ એમણે મૂકી નહોતી. એ પ્રથમ છત્રપતિ શિવાજીનું અધૂરું સ્વપ્ન સાકાર કરવા ઈચ્છતા હતા. જેથી મહારાષ્ટ્રથી મધ્ય પ્રદેશ અને ઉત્તર પ્રદેશ તરફ કૂચ કરવાનું સૈન્ય ટૂકડીઓને હૂકમ કરાયો હતો. ૧૦,૦૦૦ સૈન્ય ટૂકડીઓ ઈંન્દોર નજીકનાં ખરોગન જીલ્લામાં લશ્કરી મુકામ કર્યું હતું. નર્મદા નદીને કિનારે આવેલ રાવલખેડી પાસે રોકાણ કર્યું હતું એ સમયે સતત કરાતા યુધ્ધો અને પારિવારિક ક્લેશની હલાકીનો મારાને લીધે બાજીરાવ લૂ લાગવાથી તાવમાં સબડાયી ગયા.

    આ સમયે રાજધાની પૂનાથી તેમનાં મહેલ શનીવાર વાડામાં સંદેશો મોકલાવાયો કે બાજીરાવ બિમાર છે અને પરિવારને યાદ કરે છે. ત્યારે માતા રાધાબાઈ અને પત્ની કાશીબાઈ મળવા ગયાં હતાં પરંતુ મસ્તાનીને આ સંદેશો નાનાસાહેબ કે ચિમનાજી દ્વારા અપાયા નહોતા.

    ૨૮ એપ્રિલ, ૧૭૪૦ના રોજ એમની તમામ જાગિરનું નિરિક્ષણ કરાવા નિકળેલ પેશ્વા બાજીરાવનું ફક્ત ઓગનચાલીસ વર્ષે નિધન થયું.

    આ સમાચારનો ધ્રાસ્કો મસ્તાની સહન ન કરી શકી અને થોડા જ સમય બાદ એ પણ મૃત્યુ પામી. પાછળથી હિરો ચૂસીને કે એક યા બીજીરીતે જીવ આપીને સાથે જીવવા મરવાના વાયદા પૂરા કર્યા હોવાનું મનાય છે. બાહોશ આજાનબાહૂ એવા બાજીરાવ પેશ્વાની ગાથા એક વીરયોધ્ધા તરીકે જાણીતી થઈ એમ જ એમની મસ્તાની સાથેની રસઝરતી પ્રેમકહાની પણ વખત જતાં એટલી જ માનીતી થઈ હતી.

    પેશ્વા સમયમાં વિકાસઃ

    જીજાબાઇએ મંદિરનું બાધકામ જાતે શરૂ કરાવ્યું હોવાનું માનવામાં આવે છે. આ મંદિર પર બેસાડવામાં આવેલી મૂર્તિ શહેરના મુખ્ય દેવતા () સમાન ગણવામાં આવે છે. શિવાજીનો સન. તરીકે રાજ્યાભિષેક થયો હતો. તેમણે પુણેનો વધુ વિકાસ નિહાળ્યો જેમાં ગુરુવાર, સોમવાર, ગણેશ અને ઘોરપડે પીઠનો સમાવેશ થતો હતો.

    ઈ.સ.૧૭૩૦ સુધીમાં મહેલ મુથા નદીના કિનારે બાંધવામાં આવ્યો હતો જેનાથી શહેર પર પેશ્વાના આધિપત્યની શરૂઆત થઇ હતી. પેશ્વાની દેખરેખ હેઠળ શહેરમાં ઘણા મંદિરો અને પૂલોનું નિર્માણ થયું હતું જેમાં લકડીપૂલ, પાર્વતી મંદિર અને સદાશિવ, નારાયણ રસ્તા અને નાના પીઠનો સમાવેશ થાય છે. નવી પીઠ, ગંજ પીઠ અને મહાત્મા ફુલે પીઠ બ્રિટીશ રાજ વખતે પુણેમાં બની હોવાનું માનવામાં આવે છે.

    પેશ્વા અંતિમ લડત યુધ્ધોઃ

    ઈ.સ. પરાજય મળ્યા બાદ પેશ્વાઓના પતનની શરૂઆત થઇ હતી. ઈ.સ. દ્વારા પેશ્વાઓ પાસેથી પુણે છીનવી લેવાયું હતું. જેના કારણે તુરંત ૧૮૦૩ – ૦૫માં થયું હતું.