I AM SORRY PART 13 in Gujarati Love Stories by Ashwin Majithia books and stories PDF | I AM SORRY PART 13

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

I AM SORRY PART 13

આઈ એમ સોરી- [ભાગ ૧૩]

લેખક: અશ્વિન મજીઠિયા

ઈમેલ: ફોન: ૯૮૭૦૪૨૮૮૦૪

[પ્રકરણ ૧૩].

અમે બંને થોડી વાર સુધી ચુપચાપ ઉભા રહ્યા.
અને હું આગળ ચાલ્યો.. નિકી મારી પાછળ પાછળ આવવા લાગી.
બેમાંથી કોઈએ એમ કહેવાની જરુર ન પડી કે -ચલ અહીંથી જઈએ હવે..!
આમે ય હવે...બચ્યું ય શું હતું, તે પબમાં..?
ત્યાં મને જે મળ્યું હમણાં થોડી વાર પહેલાં -એક ઊંડો આઘાત.. એક જોરદાર ધક્કો
તો હવે મારી હિંમત નહોતી થતી, ત્યાં અંદર પાછાં જવાની..

અમે બંને કારમાં બેઠા.
અચકાતા અને મૂંઝાયેલા હાથે મેં ઇગ્નીશનમાં ચાવી ફેરવી.
મારા ભીના હાથ કાંપી રહ્યા હતા...ઠંડીથી કે પેલા ધક્કાને લીધે, કે જે નિકીએ મને હમણાં હમણાં આપ્યો.
હું હજી સુધી એ માનવા તૈયાર નહોતો, કે નિકીએ, ભલે પળવાર માટે...પણ મને ચીટ કર્યો છે.
કાર સ્ટાર્ટ થઇ..
પણ, હવે તો તેનાં ઈન્જીનનો અવાજે ય સહન નહોતો થતો. .
"
તું ઘરે આવે છે?" -વિન્ડસ્ક્રીન પર જોરથી ટકરાતાં અને ત્યાંથી નીચેની તરફ વહી જતાં વરસાદની તરફ જોતાં મેં હળવે'કથી પૂછ્યું..

આ વરસાદથી હું સાચે જ કંટાળી ગયો. ચોમાસું પૂરું થઇ ગયું, તોયે તે રોજે રોજ વરસતો હતો અને છેલ્લા અઠવાડિયાથી મારાં જીવનમાં ચાલી રહેલ મુશ્કેલ કાળને, આ વરસાદી વાતાવરણ વધુ જ બોરીંગ બનાવતું ગયું. લાગતું તો હતું કે મોસમનો આ છેલ્લો જ વરસાદ હશે કદાચ, પણ આજનો આ દિવસ હંમેશ માટે યાદ રહી જાય તેવી પીડા હું અનુભવી રહ્યો હતો.

એક અજબ પ્રકારની ચક્રીઓ મારા પેટમાં ઉઠી રહી હતી. અને મારી છાતીમાં એક અજાણ્યું દર્દ ઉપડી આવતું હતું, જયારે મને નિકીનાં એ શબ્દો યાદ આવતા હતાં, કે તેણે કોઈકની સાથે કિસિંગ અને સ્મુચિંગ કર્યું છે..

મારા હાથપગ ખુબ જ કમજોર પડતા જતાં હતાં, પણ તોયે..
મનમાં એવી એક ઈચ્છા થઇ આવતી હતી, કે હું જઈને તપાસ કરું તે શખ્સ..તે યુવાનની, અને તેનાં મોઢા પર એક જોરદાર થપ્પડ મારી દઉં.
નિકી કંઈ 'એ' પ્રકારની છોકરી નથી. તેને તો બેશક, ખુબ જ લોયલ અને વફાદાર ગણી શકાય. નો ડાઉટ ઇન ધેટ..! તો પછી તે નિકી સાથે આવું કરી જ કેમ શકે..? .

પણ..
પણ મને કોઈ જ હક્ક નથી આ પ્રકારનું વિચારવાનો, કે આમ કંઈ કહેવાનો, કારણ..શરૂઆત તો મેં કરી છે તેને ચીટ કરવાની..અને તે પણ એકવાર નહીં.. કેટલીયે વાર..!
હું તેની સામે જોઈ પણ નહોતો શકતો.
રડી પડવાની જોરદાર લાગણીને ગળામાં અટકાવી દેવાને કારણે, હું ત્યાં..મારી ભીતરમાં ખુબ જ અસ્વસ્થતા અનુભવતો હતો..

નિકીની તરફથી મારા સવાલનો કોઈ જ જવાબ નહોતો મળતો કે તે ઘરે આવે છે, કે પાપાના ઘરે જવાની છે. તેમ છતાંય મેં વાઈપર ચાલુ કર્યા અને ડ્રાઈવિંગ સ્ટાર્ટ કરી દીધી. મારે કંઇક તો કરવાનું જ હતું. કોઈક એવી ક્રિયા.. કે જેનાથી મારું ધ્યાન બીજે ક્યાંક પરોવાય.
ઠંડા ભીના શર્ટનું ફેબ્રીક મારા શરીર સાથે ચોંટીને એક ડંખીલી સેન્સેશન ઉત્પન્ન કરી રહ્યું હતું. મને એક ગરમ શાવરની જરૂર હતી. શાવર...નિકીની સાથે..!.
"
નિકી..તું ઘરે આવે છે?" -આખરે મેં મારો સવાલ દોહરાવ્યો."
ઓકે.. યસ..!" -અચાનક જ નક્કી કર્યું હોય તેમ નિકીએ હવે જવાબ આપ્યો.
ઘરે આવવાની પોતાની મરજી જાહેર કરીને નિકી સીટની અંદર ઘૂસીને બેસી ગઈ અને બારીમાંથી બહાર જોવા લાગી. બેઉ ચુપચાપ જ રહ્યા. કારની સાથે-સાથે મારાં વિચારોની ગાડી પણ આગળ ચાલવા લાગી.
નિકી કોણ છે..? -મેં મારી જાતને પૂછ્યું "
મારી પ્રિયતમા..! -એક પળનાં ય વિલંબ વગર મારાં હૃદયે જવાબ આપ્યો.
ઉત્તમ..મહત્તમ..પ્રિયત્તમ..પ્રિયતમા
હા.. પ્રિયતમા એટલે આ જગતમાં સહુથી પ્રિય હોય તેને કહેવાય..પ્રિયતમ કે પ્રિયતમા..!
કેટલો સાચો..કેટલો પર્યાપ્ત શબ્દ છે આ, મારી નિકી માટે..!
કારણ આ દુનિયામાં તેનાથી વધુ પ્રિય તો મને કોઈ છે નહીં..! બલ્કે મારી દુનિયા જ આ નિકી છે. સામેનાં આરીસમાં તેની તરફ એક નજર નાખતાં મેં વિચાર્યું- કેટલી ખુબસુરત છે, મારી આ દુનિયા..!
મેં તેને જે ચીટ કરી તે બેશક મારી ભૂલ તો ન જ કહેવાય.
કહેવાય તો એક ગુનો જ કહેવાય.

પણ..પણ આટઆટલી વાર ગુનો કબુલ કરીયે, તો યે કંઇ જ રાહત ન મળે..?.

નિકી તો પોતે ક્રિશ્ચિયન છે, અને ખ્રિસ્તી ધર્મમાં એક પ્રણાલી છે, એક રસમ છે.. કન્ફેશન કરવાની.
તમે જયારે કોઈ ગુનો કે પાપ કરો, અને જો તમને તેનો પસ્તાવો થાય, તો ચર્ચમાંનાં કન્ફેશન-બોક્સમાં જઈને કન્ફેશન એટલે કે કબુલાત કરવાની, એ પ્રણાલી.
તમે કન્ફેશન-બોક્સમાં એકલા જ બેઠા હો, અને બાજુમાં દીવાલની પેલી બાજુએ એક પાદરી બેઠેલા હોય.
તમારી પર્સનલ પ્રાઈવસી જળવાઈ રહે તે હેતુથી પાદરી તમને જોઈ ન શકે તેવી વ્યવસ્થા હોય, પણ તમારી કબુલાત..તમારું કન્ફેશન બહુ સ્પષ્ટ સાંભળી શકે તેવી સ્થિતિમાં તે હોય છે.
કહેવાય છે કે, તમારી આ કબુલાત પાદરીના માધ્યમથી પરમેશ્વર સુધી પહોચે છે.
અને પ્રભુ આ સાચા હ્રદયની કબૂલાતની કદર કરીને તમને માફી બક્ષે છે. .

તો..
મેં તો કેટકેટલી વાર મારાં ગુનાહોની કબુલાત..તેનો પશ્ચાતાપ કર્યો છે...
અને એ પણ કોઈ પાદરીને માધ્યમ રાખીને નહીં, પણ સાક્ષાત મારી દેવી સમક્ષ..મારી પ્રેમ-દેવી સમક્ષ..!
મને યાદ પણ નથી એટલી અગણિતવાર મેં 'સોરી', 'આઈ'મ સોરી', 'આઈ લવ યુ સો મચ' કહ્યું હશે.
તો કેમ મારા આ નિખાલસ સાદનો પડઘો નિકીનાં હૃદય પર નહીં પડતો હોય...?
તે આટલી પત્થર દિલની તો છે નહીં.. ક'દી હતી પણ નહીં.. તો આમ કેમ થાય છે..?
મેં કેટલું કલ્પાંત કર્યું છે તેની સામે..મારી બાઈક..મારો ફોન..બધું જ તેને હવાલે કરી દેવાની મેં ઓફર મૂકી હતી તેની સામે, કે જેથી હું ફરી પાછો તેનો પ્રેમ, તેનો વિશ્વાસ પાછો મેળવી શકું..
તો...
તો હું ક્યાં ઓછો પડ્યો.. ?
હું ક્યાં પાછો પડ્યો કે નિકીનાં મનમાં આ વેરનો અગ્નિ પ્રગટ થતો હું રોકી ન શક્યો?
આ..આ હમણાં જે નિકીએ કર્યું, તે બેશક વેર અને બદલાની ભાવનાથી જ કર્યું છે. તેણે જે કર્યું તેમાં ચોક્કસ તેની કોઈ જ મરજી..કોઈ જ ઈચ્છા નહીં હોય તેની મને સો ટકા ખાતરી છે..! તેનાં મારી તરફના ગુસ્સાએ જ આ તેની પાસે આવું પગલું ભરાવ્યું છે. તેનાં આ દુષ્કૃત્યથી તેની મારી તરફની વફાદારી એક ટકો પણ ઓછી નથી થઇ, તે હું ચોક્કસપણે જાણું છું. .

તો હજી મારે શું કરવાનું બાકી છે..?
ઈશુ ખ્રિસ્તને જયારે ક્રોસ પર ચડાવવામાં આવ્યા, તે પહેલાં તે ક્રોસ તેમણે પોતે જાતે જ પોતાનાં ખભ્ભા પર ઊંચકીને વધ-સ્થળ સુધી લઇ જવો પડ્યો હતો.
ત્યારથી એમ કહેવાય છે કે, -યુ હેવ ટુ કેરી યોર ઓઉન ક્રોસ..!
મતલબ કે તમારી પીડા, તમારી તકલીફ, તમારી સજા.. તમારે પોતે જ વેંઢારવી પડે છે, ઉચકવી પડે છે, ભોગવવી પડે છે.
તો પછી આ..મારો આ ક્રોસ હવે મારે જ ઉચકીને ફરવાનું છે,
પણ..પણ જિંદગીભર..?
હા..કદાચ જિંદગીભર..!
આમ, સામેની સડકને જોતો જોતો હું કોણ જાણે શું યે વિચારતો રહ્યો. .

ને ત્યારે મેં જોયું, કે નિકીએ પોતાની બંને મુઠ્ઠીઓને વાળીને પોતાની હડપચીની નીચે લાવી દીધી હતી અને પોતાનાં વળેલાં હાથ પોતાની છાતી સાથે ભીડી દીધાં હતા.
આ જોઇને મારા ચહેરા પર, ન ઈચ્છવા છતાં ય એક સ્માઈલ આવી ગયું.
મને જો એમ ન ખબર હોત કે તે ઠંડીને કારણે આમ કરી રહી છે, તો ચોક્કસ હું તેને આમ કોઈ નાદાન ટીનેજર જેવું વર્તન કરવા બદ્દલ ટોકત. તે ઉપરાંત અત્યારનાં સંજોગો અને બંનેની માનસિક સ્થિતિને જોતાં, આ બાબતમાં કંઈ જ ન કહેવું મને યોગ્ય લાગ્યું.
હું તેની સાથળ પર મારો હાથ રાખવા ઈચ્છતો હતો. પણ મેં મારી જાતને રોકી લીધી, એવું વિચારીને કે આવી હરકત ક્યાંક તેનાં મન પર ઉંધી અસર ન કરી દે..

જેમ જેમ હું ડ્રાઈવ કરતો ગયો તેમ તેમ મારી છાતી વધુ ને વધુ ભારે થતી ગઈ. મારું હૃદય ફરી પાછું બેસતું ગયું. મેં બસ એવી અને એટલી જ આશા રાખી, કે આજે કંઇક નિવેડો આવે. અમે ક્યાંક પહોંચી શકીએ..આ વખતે..!!.

જેવી મેં કાર પાર્ક કરી કે તે સીધી ટટ્ટાર થઇને બેસી ગઈ. તેની નજર મને પાર કરતી અમારા ઘરને તાકી રહી. તેની ભ્રમરો ઉંચે ચડીને તેનાં કપાળની કરચલીઓ વધારતી રહી. તેની આંગળીઓ પોતમેળે નાચવા લાગી અને ભારે ઊંડા શ્વાસને કારણે તેની છાતી જોર જોરથી ઉપર નીચે ઉછાળવા લાગી હતી. .
"
વોટ'સ રોંગ ?" -મેં ચિંતાગ્રસ્ત સ્વરે પૂછ્યું."
નથીંગ..મને લાગે છે કે રાત રોકવા માટે હું હજી રેડી નથી. થોડીવાર પછી તું મને પાપાનાં ઘરે લઇ જઈ શકીશ..?" -નિકીએ ધીમા અવાજે અને ભીની આંખો સાથે કહ્યું..
"
જો હું તારું હૃદય બદલી ન શક્યો હોઉં, તો ઠીક છે. શ્યોર, હું તને પાછી લઇ જઈશ." -નિરાશાથી મેં એક કમજોર સ્માઈલ આપતા કહ્યું..

ઘરની અંદર પેસતાં જ અમે બંને એકબીજાને તાકવા લાગ્યા. તે ઠંડીને કારણે કંપી રહી હતી...
"
તારે...તારે શાવર લેવો છે?" -તેનાં ભીના બદન પર ચોટેલા તેનાં શર્ટ પર નજર નાખતાં હું બોલ્યો.
મારા શરીરમાં હલચલ પેદા થઇ રહી હતી. કોઈ અજબનું નિમંત્રણ દેતું હોય તેમ તેનું ભીનું યૌવન ખુબ જ મોહક લાગી રહ્યું હતું, . .

મારી નજીક સરકતા તેણે હા પાડી. મારી ધડકનો થંભી ગઈ જાણે. એ ખ્યાલમાત્રથી..જે કદાચ હવે થવા જઈ રહ્યું હતું. મને તારા આશ્લેષમાં લઇ લે. મને કિસ કર, મને ફરી તારો પોતાનો બનાવી લે, નિકી....!.
"
આઈ'મ સોરી અગેઇન ફોર વોટ આઈ ડીડ..." -કહેતા કહેતા નિકીનો નીચલો હોઠ કંપી ઉઠ્યો અને તેનો અવાજ તુટવા લાગ્યો- "આઈ ફિલ સો ગિલ્ટી, નિખીલ..!"
.
મેં જલ્દીથી તેણે મારી આગોશમાં લઇ લીધી. તેનું બર્ફીલું ભીનું શરીર મારા શરીરમાં વીજળીઓ પેદા કરી રહ્યું હતું. તેણે પોતાનો ચહેરો મારી ગરદનમાં છુપાવી દીધો, ત્યારે મને લાગ્યું કે આંસુઓની ચીકાશે તેનાં ચહેરાને ચીકણો બનાવી દીધો છે. અમારી આ સમીપતાએ આસપાસના વાતાવરણનું જાણે કે વિદ્યુતીકરણ કરી નાખ્યું હતું..
"
આઈ લવ યુ નિકી..તેં જે કંઈ કર્યું તેનાં માટે હવે તારી જાતને વધુ સજા ન આપ. મેં તને ફરગીવ કરી દીધી છે, ઓકે..? કસમથી..આઈ સ્વીયેર..!" -મેં મુશ્કેલીથી એક શ્વાસ નીચે ઉતરતા કહ્યું.

[ફરગીવ કરી દીધી..? બટ યાર, હજી તો એ વાત મારા ગળે પણ નથી ઉતરી..!].

એક ડૂસકું ભરતા તેણે પોતાનાં હાથ મારી કમરની આસપાસ ફેલાવી દીધા. મેં તેને મારી ભીંસમાં લેતાં મારા ભીંસાતા ફેફસામાંથી એક લાંબો શ્વાસ છોડ્યો.
મને લાગે છે કે અમે આમાંથી બહાર નીકળી શકીશું..અમારે નીકળવું જ પડશે. આ બધામાંથી બહાર નીકળવું જ રહ્યું, આમ ને આમ અમે બંને કેમ કરીને જીવી શકીશું..!!.

નિકીએ જાતને મારાથી અળગી કરતાં પોતાનાં શરીરને મારાથી દુર ખેંચી લીધું, અને પોતાની ચમકીલી આંખોથી મને નીરખવા લાગી."
આઈ નીડ અસ ટુ બી ઓકે, નિખીલ. હું એકી સમયે તને પ્રેમ પણ કરું છું અને ધિક્કારું પણ છું. પણ તો ય મારે તને ખોવો નથી. તને કોઈ જ આઈડિયા નથી નિખિલ કે હું કેટલી હર્ટ થઇ રહી છું, પણ તારા વગર જીવવાનો ખયાલ માત્ર મારાથી સહન નથી થઇ શકતો.”.
"
તને આનંદમાં રાખવા, તારો વિશ્વાસ ફરી પાછો જીતવા મારાથી બને એટલા બધાં જ પ્રયત્નો હું કરી છૂટીશ, નિકી. કસમથી કહું છું કે આ બધાની ભરપાઈ કરવા માટે મારી જીંદગી આખી હું ગુજારી નાખીશ. આઈ નીડ યુ નિકી, આઈ લવ યુ, એન્ડ ધેર ઈઝ નો વે.. આઈ કેન લુઝ યુ." -મારા આંસુઓને ઉભરાઈ આવતા રોકવા માટે મારો નીચલો હોંઠ મારા દાંત તળે એટલા જોરથી દબાવવો પડ્યો કે લોહીની ટશર ફૂટી નીકળી. .

લોહીને ફૂટી નીકળેલું જોઇને જાણે મારા પ્રયત્નની તીવ્રતાનો ખ્યાલ આવ્યો હોય તેમ નિકીએ ફરીથી મને ભીંસી લીધો અને એક આવેગભર્યું ચુંબન મારા હોઠ પર ચોડી દીધું.
તેનાં હુંફાળા હોંઠે મારી નસ-નસને જગાડી દીધી.
મારા લોહીના તે ટીપાંઓની અમે અંદરો-અંદર આપ-લે કરી, અને બંનેના મોઢામાંથી આવતી બિયરની સુવાસે અમને મદહોશ કરી દીધા. તેણે મને ભીંસેલો રાખીને જ પાછળની તરફ હળવો ધકેલ્યો, અને દીવાલ સરસો ચાંપી દીધો. .
"
ઓહ.. નિકી...!" -ઈચ્છેલું છતાંયે અણધાર્યું અચાનક બનતું જોઇને મારા મ્હોમાંથી ઉદગાર નીકળી ગયો.

"આઈ વોન્ટ યુ ટુ મેક લવ ટુ મી..ઇન આવર બેડ...!" -તે ધીમાં પણ મદહોશ સ્વરે બોલી..
.
.
.
.

અને અમે બંનેએ પ્રેમ કર્યો. સેકસથી ખચોખચ પ્રેમ..એક બીજાની સાથે..!
હું જાણું છું કે અમારા આ લવ-સેશનમાં, આની પહેલાનાં અમારા સેશન્સ જેટલી તીવ્રતા નહોતી. પણ આ વખતની મારી માનસિક પરિસ્થિતિઓને ધ્યાનમાં રાખવામાં આવે, તો મેં બહુ સરસ જ પરફોર્મ કર્યું કહેવાય.
એ દરમ્યાન મેં તેને એ આપ્યું, કે જેની તે હક્કદાર છે.

ફક્ત તેનો જ હક્ક છે જેની પર..એ સઘળો પ્રેમ મેં તેનાં પર વરસાવી દીધો.
અમારી શારીરિક સમીપતા દ્વારા મેં અમારા દિલ વચ્ચેની દૂરીને ખતમ કરવાનાં પુરા પ્રયત્નો કર્યા.
તેનાં તન અને મનને મેં પૂર્ણ સંતોષથી ભરી દીધા..
અને તે સંતોષ તેની આંખોમાં છલકાતો, હવે ચોખ્ખો નજર આવી રહ્યો હતો. .
.
.

************
બીજા દિવસે સવારે જાગતાની સાથે જ..

"તને કોઈ જ આઈડિયા નથી નિખીલ, કે કાલે રાતે તેં મને પ્રેમ-પામ્યાની લાગણીઓથી કેટલી તરબોળ કરી દીધી હતી...!" -નિકીએ મારી આંખોમાં આંખ પરોવતા કહ્યું..
"
થેંક યુ" -અચાનક ફરી પાછી મારી આંખોમાં ભીનાશ છવાવા લાગી, અને મેં એક રડમસ સ્માઈલ વિખેરતા કહ્યું- "યુ આર માઈ વર્લ્ડ..!" .
.

અમે બંને ફરી એકબીજાની નજીક સરકી આવ્યા, અને ચાર હોઠ ફરી પાછા એકમેકમાં ગૂંથાઈ ગયા. વાસનાની વેલ ફરી મારા તનબદન ફરતી વીંટળાવા લાગી. પણ નિકીનો રિસ્પોન્સ નબળો જણાતા મેં મારી અર્જન્સી બતાવી-

"નિકી, ચાલને ફરી પાછા.." .
"
વી નીડ ટુ ટોક, નિખીલ.." -મારી વાતને કાપતા તે બોલી- “કારણ તું ભલે કંઈ પણ કહે, પણ ચીટીંગ કરવા પ્રેરે તેવું કોઈ ને કોઈ તો કારણ ચોક્કસ હોય જ..!"
નિકીનો અવાજ અચાનક આશ્ચર્યજનક રીતે કઠોર થઇ ગયો..
"
હમમમ.." -મેં એક કમજોર હામી ભરી.
શી ઈઝ રાઈટ..તે સાચી છે. તો તેને જાણવું છે, મારાં ચીટીંગનું અસલી કારણ.
"ઓ કે..." -હું ગણગણ્યો.

અમે બંનેએ પોતપોતાને ખેંચીને એકમેકથી દુર કર્યા, અને પાછળ દીવાલને પીઠ ટેકવી, ટટ્ટાર બેસીને હું ઉપર છત તરફ તાકવા લાગ્યો. .

યસ...મારે ઓનેસ્ટ થવું પડશે. નિર્દયતાની હદ સુધી મારે હવે નિકી સાથે ઓનેસ્ટ થવું પડશે..!
અમારા આ સગપણને..આ સંબંધને જો નવપલ્લવિત બનાવવો હોય, તો હવે મારે પૂરી વાત કરવી પડશે. કઠોર ઈમાનદારીની સાથે તેની સાથે વાત કરવી પડશે.
દર્દથી વિચલિત મારું ગળું મને બોલવાની મંજુરી આપે, તે પહેલાં મેં મારી આંખો મીંચી દીધી..
અને મેં શરુ કર્યું.. [ક્રમશ:]

.

અશ્વિન મજીઠિયા..