આકર્ષણ અને પ્રેમ : એકમયતાનું ગણિત
લેખક :: મયૂર સુથાર
કંગનકી ખનખન મે વો હૈ,
ચૂડીકી ખનખન મે વો હૈ..!!!
સંબંધને પાંખો હોય છે અને એને ગમતીલું આકાશ પણ હોય છે. જ્યારે જ્યારે ગમતું આકાશ મળી જાય છે ત્યારે તે એમાં વિહરવા જ લાગે છે. આવું આકાશ પહેલા તો આકર્ષણ રૂપે જન્મે છે અને પછી તેનો ક્રમિક વિકાસ થાય છે. એક જાણ બહુ ગમતું હોય એવો આદર્શ મન માં છવાઈ જાય છે એનું નામ જ વસંત. એટ્રેકશન એક એવી ઘટના છે જે આબાલવૃદ્ધ સૌને ગમતી હોય છે. ટૂંક માં કહીએ તો દરેક સજીવ ઘટકો માટે તે સામાન્ય છે. એક વ્યક્તિ જ્યારે બીજી વ્યક્તિને જુએ છે ત્યારે સ્વાભાવિક આકર્ષાય છે અને પછી જ બીજી ઘટનાઓ જન્મ લે છે. આકર્ષણની વ્યાખ્યા કરીએ તો એક એવી નજર જેમાં દુનિયાનું બધુજ સર્વસ્વ સમાઈ જતું હોય, એવી રજૂઆત કે જેમાં કોઈ સુધારો આવશ્યક ના હોય..!!! આકર્ષણ પછી બંને વચ્ચે જે એક એકમયતાનું વાતાવરણ ઊભું કરાય છે તે અદ્ભૂત છે, અને પછી કહેવાઈ જાય છે કે, ‘હા તે મને બહુ ગમે છે.’ આ સમાજની એક નગ્ન વાસ્તવિક્તા એ પણ છે કે તે કોઈને સ્વતંત્રતા આપતો જ નથી..!!! પ્રેમ આકર્ષણના બીજ માથી ઊગતો ફણગો છે. આકર્ષણ અને પ્રેમ વચ્ચેનો સમયગાળો બહુ રોમેન્ટીક છે. આ ગાળામાં લોકોને ઘેલું લાગતું જણાય છે કદાચ આ ગાળામાં જ આપણો પ્લેટીનિયમ પિરિયડ જણાતો હોય છે. વ્યક્તિ આકર્ષાય એમાં ઘણા બધા દ્રષ્ટિકોણ હોય છે. કોઈ વ્યક્તિને ફેશથી તો વળી કોઈને જ્ઞાનથી તો વળી કોઈને આંખોથી..!!! સૌથી વધુ આંખોનું આકર્ષણ ટકાઉ હોય છે. એક તબીબે કહેલું કે, ‘‘જે વ્યક્તિ કોઇની આંખોથી પ્રેમમાં પડે છે તે તેને છોડીને બીજા માં જલ્દી નહીં પ્રવેશી શકે.!!!’’
માટે જ્યારે આંખોથી પ્રેમ થાય ત્યારે સમજજો કે આપનો પ્રેમ કાયમી છે, ટેમ્પરરી નથી.!!!
લગ્ન અને પ્રેમ સિક્કાની બે બાજુ જેવા છે..એટ્લે જ કદાચ આ સાલ ૧૪ ફેબ્રુઆરીએ વેલેન્ટાઇન ડે તો આવે જ છે સાથે સાથે લગ્ન દિવસ એટ્લે મેરેજ ડે પણ છે..!!! કદાચ સ્ત્રીએ પ્રેમને જો ગેઇમ સમજતી હોય તો પુરુષ હરવા હમમેશ તત્પર હોય. આકર્ષણ પછી જે વાર્તાલાપ ઉર્ફે પ્રેમાલાપ હોય છે તેમાં ભારોભાર અમિતા ભરેલી હોય છે. બહુ કઠિન લગતી જિંદગી આ તબક્કે ખૂબ જ આસાન અને ફૂલસમ લાગી જાય છે. આ તબક્કો દરેકને સ્પર્શી જાય છે અને લાગણીશીલ બનાવતો હોય છે. એક સ્ત્રીનો ચહેરો જોયા પછી પુરુષમાં જે પ્રેમમંથન ચાલે તે અવર્ણનીય અને અકલ્પનીય હોય છે. પ્રેમ જ્યારે નજરોમાં કેદ થઈ જાય ત્યારે સમજવું કે આપણે એકસૂત્રમાં બંધાઈ ગયેલાં બે મણકા જેવા છીએ॰ સ્ત્રી પ્રેમના અસ્તિત્વની સાબિતી છે અને પુરુષ પ્રેમનો પ્લેયર છે. એકમયતાના ગણીતનુ સ્ત્રી અને પુરુષ કારક છે તો આકર્ષણ તેની વિધિ જ છે એમાં કોઈ બે મત નથી. અંતે એક સ્ત્રી માટે આ જગતમાં તેના પુરુષના સ્મિતાળ મુખ સમું કોઈ ઉત્તમ તીર્થ નથી. મારી બે પંક્તિઓ....
પાંપણ બિછાવેલી તારી આંખોમાંથી,
સપનું ખરશે મારી એક સવાર લઈને.
*************************
ફૂલડાં ફૂલડાં બનીને મહેંકી જાશું,
પગલાં પાડી દે તું મારા ચમનમાં..!!!
ફેબ્રુઆરીનો બીજો રવિવાર લગ્ન દિવસ તરીકે ઉજવાય છે. આ વખતે વેલેન્ટાઇન અને લગ્ન દિવસ એકસાથે એ આનંદની વાત છે. લગ્ન એ પ્રેમનું પરિવર્તિત સ્વરૂપ છે. પ્રેમ કરવો એ શુભ ભાગ્યની વાત છે. એક ગુરુવર્ય એ કહેલું કે, ‘પૈસાની વાતમાં પ્રેમ ક્યારેય હવામાં ઉડીને છુ થઈ જાય છે તેની ખબર પણ પડતી નથી. પ્રેમમાં શરતો ના હોવી જોઈએ, જો શરતો હોય તો એ પ્રેમ પ્રેમ ના કહેવાય પરંતુ કાયદાની ભાષામાં કરાર-સોદો કે કોન્ટ્રાક્ટ થયો એમ કહેવાય એટ્લે હમમેશ બિનશરતી અને ફર્સ્ટ ‘સાઇટ લવ’ જ સાચો અને સફળ કહેવાય.! આજકાલ પ્રેમ કરવો ‘હોબી’ બનતો જાય છે પણ ‘નેચરલ’ હોય તે વધુ આવશ્યક છે. પ્રેમ એ સહજ રીતે થતું એક સાંવેગિક કાર્ય છે. પ્રેમમાં દૃશ્યોની રંગીતા બહુ જોવ મળતી જણાય છે જે પ્રાકૃત્તિક છે, પરંતુ ક્યારેક એ રંગો હકીકતમાં ‘બ્લેક એન્ડ વ્હાઇટ’ હોય છે. એક છોકરી જ્યારે કોલેજના પ્રથમ વર્ષમાં પગરવ કરે છે ત્યારે તેની ડાયરીમાં લખાયેલી ટૂંકી દૈનિક નોંધો કૈંક વધુ રોમેન્ટીક અને મસ્તીભરી હોય છે. સમય સારી જતાં એજ ડાયરીના ત્રણ વર્ષ પછીના પેજ ઊથલાવતા ક્યાક ‘તૃપ્તિ’ તો ક્યાક ‘ખાલીપો’ કે ‘વિરહ’ વાંચવા મળે છે. કહેવાય છે એક પ્રેમને સીમાડા હોતા નથી પણ તેને લક્ષ્મણ રેખા જરૂર હોય છે. બે જાણ દિલથી મળે ત્યારે ખૂબ ખુશી થાય છે. પ્રેમ એ સમયે સમયે બદલાતો નથી હોતો, દશમાં ધોરણમાં અંગ્રેજીમાં આવતા પાઠ ‘TEST OF TRUE LOVE’ થી કોલેજોમાં કરતાં યુવાનોના ‘ટેસ્ટ’ ઘણા ભિન્ન હોય છે. પ્રેમ એ ઇરેઝરથી ભૂંસાઈ જતું કોઈ સોગંધનામું નથી પણ અંતરનો ભીનો ધબકતો કાગળ છે. પ્રેમ દિવસે દિવસે દ્રઢ થતી લાગણી છે. સ્વપ્નિલ રાત્રિઓમાં જે વધુ વખત આપણને ‘હાઈલાઇટ’ કરે છે તે પ્રેમ છે. કોફીબારમાં ‘કેરેમલ કોફી’ના મગમાં અચાનક કઈક ‘દિલ’ જેવુ રચાય છે તેને પ્રેમ જ કહેવાય, કેમકે પ્રેમમાં આવું ઘણું થતું હોય છે. ઓગળતા આઈસક્રીમ અને કોલ્ડ કોફી કોઇની સામે બેસીને પીવામાં આનંદ આવે તે જ સાચે પ્રેમ કહેવાય છે.! પહેલી વારની મૂલાકાતમાં અચાનક આંખોમાં ચમક સાથે લજ્જાસહ કહેલું કે, ‘તું ખૂબ સુંદર છે અને તારી ‘આઇઝ’ તો એથીય વિશેષ ...’ આ વાક્યમાં પૂર્ણવિરામ ક્યારેય જીંદગીભર નહીં આવે એમાં બે મત નથી. આપણને અતિજ્ઞાન ક્યાર્ક ‘ચાણક્યના પાડોશી’ બનાવી દેતું હોય છે પરંતુ જ્ઞાન અને પ્રેમ એ ગમવું અને પામવું જેવી બે ભિન્ન ઘટના જેવી રીતિઓ છે. સોફ્ટટોયઝના સ્ટોર પરથી અચાનક ‘પર્પલ ટેડી’ પર ઊતરતી પસંદગી હકીકતે પ્રેમની પસંદ હોતી જણાય છે. વાતે વાતે પ્રોમિસ-યા-વાઉ-સૂપબ્બ-ઓયેહોય જેવા આધુનિક શબ્દો પ્રેમની પ્રતીતિ આપે છે. ઊંઘતા પહેલા પ્રેમ જ સ્વપ્નનો ઈન્પુટ મન ને આપતો હોય છે. જીંદગીનો રિયાઝ જ્યારે પ્રેમથી કરવા લાગો ત્યારે સમજજો કે આપણે સ્નેહબંધનમાં ક્યાક બંધાઈ ગયા છીએ, ચાહે એ વ્યક્તિ કોઈ પણ કેમ ના હોય..! એક તબક્કે કવિ સાકેત દવે સુંદર મજાની પંક્તિ અહી ટપકાવું તો....
હાથ લાગણીનો, જરા ખભે મૂકવા દેજે,
જિંદગીનું ચઢાણ છે અને હું ઢાળ્યા કરું છું.
સતત આડાઅવળા ચઢાણ ધરાવતી આ જીંદગીની સીડી પર એકલા ચાલતા કંટાળો આવે તેમ સમજી કદાચ લગ્ન સંસ્થા નું નિર્માણ થયું હશે. બે સુંદર આકૃતિઓ જોડે જોડે હશે ત્યારે ખૂબ અદભૂત લાગે છે. ‘બ્રેકઅપ’ના કિસ્સાઓ હમણાં બહુ ચર્ચાતાં હોય છે ત્યારે કવિ શૈલેષ ગજજા ‘નિખાલસ’ની એક પંક્તિ સાંભરી આવે કે....
મને તોડતા પહેલા જોડીને જજે,
અથવા સહેજ વધારે તોડીને જજે.
ઘણા બધા ભાવો જ્યારે અભાવ જન્માવે ત્યારે પ્રેમની ઉણપ વર્તાય છે એમ સાબિત થાય છે. પછી સહજતાથી કહેવાઈ જાય કે મને સહેજે ઇજા પહોંચાડ્યા વિના પ્રેમ કરવાની તને છૂટ છે.! પૂજ્ય મોરારી બાપુએ એક કથામાં યુવાનોને કહેલું કે, ‘બે મોઢાળા માણહ ને જીવનની ક્યારેય લગામ ના સોંપતા ..!!!’ પ્રેમ કેવો હોય તો કવિ ભાવિન ગોપાણીનો એક શેર માનો...
‘ખૂલે છે એક બારી, ને ઝૂકે છે ડાળખીનું મન,
ગલીના એક ઘરમાં કેદ છે આખી ગલીનું મન.’
તો વળી મિલિન્દ ગઢવી કહે કે ...
‘બે ફળિયાઓએ પ્રેમ કર્યો’તો,
વંડીમાંથી ડેલી થઈ ગઈ.’
પ્રેમ મેળવવા માટે ચિંતા નહીં પણ ચિંતન કરો એજ.. સહ સૌને હેપી વેલેન્ટાઇન ડે અને મેરેજ ડે ની શુભકામનાઓ..