Trushna : Part-13 in Gujarati Fiction Stories by Bhavisha R. Gokani books and stories PDF | તૃષ્ણા , ભાગ-૧૩

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

તૃષ્ણા , ભાગ-૧૩

નામ – ગોકાણી ભાવીષાબેન રૂપેશકુમાર

Email -

તૃષ્ણાપ્રકરણ – ૧૩

રાજેશ્વરીની અમદાવાદ થી દ્વારકા તરફની સફર

“વાઉ,પુરી,ઉંધીયુ,દાલફ્રાય,જીરારાઇસ,મસાલાપાપડ,રાયતુ, છાસ,અંગુર રબડી.,,,બહુ મજા આવી જશે આજે તો જમવાની.આન્ટી આજે તો તમે કમાલ કરી દીધી.ભાર્ગવ ઉત્તાવળે બોલી ગયો.અને બધાએ સાથે જમવાનું શરૂ કર્યુ.” જમતા જમતા શ્રીમતી પટેલ બોલ્યા , “ભાર્ગવ,મારા હાથનો કમાલ નથી.તારા મામીના હાથનો બધો કમાલ છે.બહુ ઝડપી છે રસોઇ બનાવવામાં રાજેશ્વરી બહેન.અને સાથે સાથે આજે તું અને સચિન આટલા લાંબા સમય બાદ મમ્મી પપ્પા સાથે જમવા બેઠા છો એ સોનામાં સુગંધ ભળી છે.

બધાએ આરામથી લન્ચ લીધુ ત્યાર બાદ જરા ફોર્મલ વાતચીત કરી વિકાસ નિકિતા પ્રશાંત સચિન ભાર્ગવ અને રાજેશ્વરી બધા પોતાના ઘરે જવા પરત નીકળ્યા.

નીકળતા નીકળતા નિકિતાએ ફરી ડૉ.પટેલ અને શ્રીમતી પટેલનો આભાર માન્યો અને પોતાના ઘરે આવવાનું વચન લઇ બધા નીકળ્યા. રસ્તામાં બધા બહુ ખુશખુશાલ હતા.નિકિતાને તો જાણે દુનિયાની તમામ ખુશીઓ ભગવાને એક જ વખતમાં આપી દીધી હોય તેમ લાગતુ હતુ. રસ્તામાં ભાર્ગવે કોમેન્ટ કરતા કહ્યુ , “પાપા,મને એવુ કેમ લાગે છે કે તમને મારા જેવુ ડ્રાઇવીંગ ફાવતુ નથી , એક કામ કરો ને , મને ડ્રાઇવીંગ કરવા દો ને.તમને બધાને બહુ મજા આવશે.” નિકિતા ભાર્ગવને ટપલી મારતા બોલી , “કાંઇ જરૂર નથી ડ્રાઇવીંગ કરવાની હો...બેસી જા છાનામુનો.બહુ આવ્યો છે ડ્રાઇવીંગ વાળો તે મને ખબર છે.” “અરે મમ્મી,જસ્ટ ચીલ.હું તો મજાક કરુ છું બસ.તમે તો એકદમ ગંભીર બની ગયા.” ભાર્ગવ હસતા હસતા બોલ્યો. “બેટા મા છું તારી,એક સંતાન જ્યારે માતા-પિતાથી દૂર જાય છે ત્યારે મા-બાપની હાલત શું થાય છે તે જ્યારે તું પિતા બનશે ત્યારે ખબર પડશે તને.તારા અને સચિન વિના મે અને તારા પપ્પાએ કેમ દિવસો વિતાવ્યા છે તે મને અને તારા પપ્પાને જ ખબર છે.બહુ અઘરૂ છે બેટા સંતાનોની જુદાઇને સહન કરવી.” નિકિતા જરા ભાવુક થઇ બોલી.

“હા મમ્મી સાચી વાત છે.અમને ડૉ.પટેલના ઘરે તમામ સુખ સુવિધા આપવામાં આવતી હતી છતા પણ આપણું ઘર તે આપણુ ઘર.તારા અને પપ્પા વિના અમને પણ ગમતુ ન હતુ.” આગળ બેઠેલા સચિને કહ્યુ. “હવે તમે મા-દિકરાઓ જુની વાતો ભૂલી જાઓ.આપણા જીવનમાં એક ભયાનક સ્વપ્ન આવ્યુ હતુ એમ સમજી આ અકસ્માત અને તેને લગત તમામ વાતને મગજમાંથી દૂર કરી દો અને એ વિચારો કે તમે બન્ને પાછા આવી ગયા છો તો તેનુ સેલીબ્રેશન કઇ રીતે કરવુ?” વિકાસે ડ્રાઇવ કરતા કરતા કહ્યુ. “હા સેલીબ્રેશન તો કરશું જ અને એ પણ ભવ્ય રીતે.મારા બન્ને સાવજ જેવા પૂત્રો પાછા આવ્યા છે તો તેનુ સેલીબ્રેશન તો કરવું જ પડે ને...??” નિકિતા અત્યંત ઉત્સાહમાં બોલી ઉઠી. “મમ્મી અમે ગયા હતા જ ક્યાં તે પાછા આવ્યા.અમે તો અહી જ હતા બસ તમારી નજરથી દૂર થયા હતા થોડો સમય.” સચિન બોલ્યો. વાત માં ને વાતમાં ક્યારે અમદાવાદ પહોંચી ગયા તેનો કોઇને ખ્યાલ ન રહ્યો.ઘરે પહોચી ભગવાનને પ્રાર્થના કરી સચિન અને ભાર્ગવ નિકિતા વિકાસ અને રાજી બધા આરામ કરવા પોતપોતાના રૂમમાં ગયા.

રાત્રે બધા ડીનર માટે એકઠા થયા ત્યારે પણ નિકિતાએ ખાસ સર્વન્ટને કહી સચિન અને ભાર્ગવની તમામ મનપસંદ વાનગીઓ બનાવડાવી હતી.જમતા જમતા રાજેશ્વરી એ કહ્યુ. “બહેન આ જીંદગીનો કાંઇ ભરોસો નથી કયારે શુ બની જાય કોઇને ખબર પડતી નથી માટે હવે હું બને તેટલુ વહેલુ દ્વારકા જવાનું વિચારુ છું અને દેવાંશ અને મારી અધુરી તૃષ્ણાને પૂરી કરવા તરફ એક કદમ આગળ વધવા માંગુ છુ.વળી જો બહુ રાહ જોઉ અને ક્યાંક ભગવાનના તેડા આવી જશે તો મનની મનમાં રહી જશે.” “અરે બહેન આવું ન બોલ પ્લીઝ.તારા જેવા સારા કર્મો કરનાર લોકોની અહી ખુબ જરૂર છે.અને તારી જે ઇચ્છા છે તે બાબતે તુ બિલકુલ બિન્દાસ થઇ જા.અમે પણ તારી સાથે દ્વારકા આવીશું.ભગવાનના દર્શન કરીશું અને તને તારા કામમાં હેલ્પ પણ કરીશું.પણ એક શરતે..” નિકિતા બોલી. રાજેશ્વરીએ કુતુહલવશ પૂછ્યુ, “શું શરત નિકિતા?”

નિકિતા , “શરત એ છે કે સચિન અને ભાર્ગવ પરત આવી ગયા છે તેની એક શાનદાર પાર્ટીનું આયોજન કરવાનો મારો વિચાર છે તો એ પાર્ટીમાં તારી હાજરી અનિવાર્ય છે,તુ એ પાર્ટી સુધી અહી રોકાઇ જા પછી હુ પણ હવે ફ્રી જ છુ તો હું પણ તારી સાથે આવીશ જ.” રાજેશ્વરી , “ઓ.કે. તુ કહે છે તો બીજા થોડા દિવસ હું અહી રોકાઇ જઉ છું પણ પાર્ટી બાદ મને રોકવા માટે બીજુ બહાનુ ન કરજે પ્લીઝ.”

નિકિતા , “અરે ચોક્ક્સ બહેન,આ તે કોઇ બહાનુ નથી પણ ખુશી વ્યક્ત કરવા માટે જસ્ટ પાર્ટીનું આયોજન કરવાનો મારો વિચાર છે.અને મને સાચા અને સારા રસ્તે લાવનાર જ તું છે તો આ પાર્ટીમાં તારે રહેવુ તો અનિવાર્ય છે” વિકાસ તું નજીકના દિવસોમાં જ એક શાનદાર પાર્ટીનું આયોજન કરવાનુ વિચારી લે ત્યાર બાદ હુ અને રાજેશ્વરી બન્ને દ્વારકા જઇશું” નિકિતાએ વિકાસને કહ્યુ.

“આન્ટી તમે અને મામી જ શું કામ?હુ પણ તમારી સાથે આવીશ.આમ પણ મારો અભ્યાસ તો પુર્ણ થઇ ગયો છે તો તમારી સાથે આવવાના બહાને દ્વારકાધીશ પ્રભુના દર્શનનો મોકો મળશે.” પ્રશાંતે કહ્યુ. “તો પછી અમારુ પણ શું કામ છે અહી અમદાવાદમાં?અમે બન્ને ભાઇ પણ ફ્રી જ છીએ તો હુ અને ભાર્ગવ પણ તમને કંપની આપવા માટે દ્વારકા આવીશું.કેમ ભાર્ગવ બરોબરને?” સચિન બોલ્યો. “હા ભાઇ,રાઇટ.આપણે પણ જશું જ.” ભાર્ગવે હામી ભરતા કહ્યુ. “તો હવે અહી અમદાવાદમાં હુ એકલો વધ્યો.એક કામ કરું હુ પણ તમારી સાથે આવીશ.” વિકાસે કહ્યુ. “અરે ના ભાઇ,તમે નાહક ચિંતા ન કરો મારી.તમે અહી બીઝનેશ સંભાળો.ઘરના નિર્વાહ માટે આવકનો સ્ત્રોત તો જોઇશે ને?અને આટલો મોટો બીઝનેશ છે તેમા આપણે તો સતત ધ્યાન આપવું જ જોઇએ.” “હવે ઘણુ કમાઇ લીધુ બહેન.પૈસા તો બહુ કમાયો છું જીંદગીમાં હવે થોડુ પુણ્ય પણ કમાઇ લઉ તો જીવન સાર્થક બની જશે મારુ.સારા કાર્ય કરવાની તક મળી છે તો મુર્ખામી કરી આ તકને તો જવા દેવી જ નથી.” “ના ભાઇ અમે આટલા જઇશુ તમારે ખોટા હેરાન થવાની જરૂર નથી” રાજેશ્વરી એ વિકાસને સમજાવતા કહ્યુ. “હા વિકાસ રાજેશ્વરી સાચુ જ કહે છે.ઘર માટે નહી તો સારા કાર્ય માટે બીઝનેશ ચાલુ રાખો.ઘર ખર્ચમાંથી બચે તે પૈસા અમને મોકલી આપજો.” નિકિતાએ કહ્યુ. “ઓ.કે.તમે બધા આગ્રહ કરો છો તો હુ અહી રોકાઇ જઇશ.કાંઇ પણ જરૂરિયાત પડે તો તાત્કાલિક કહેજો.હું તાત્કાલીક ત્યાં આવી જઇશ.” વિકાસે આખરે માની જવુ પડયુ.રાજેશ્વરીએ મેઇલ ચેક કરીને અતુલભાઇના “બગીચા ગૃપ”ના એડ્રેસ તથા ફોન નંબર લઇ લીધા.તેઓની મદદની અત્યારે જરૂર ન હતી તેથી તેઓમાંથી શશાંકભાઇને ફોન કરી આભારસહ વાતચીત કરી લીધી.

એક્ વીક બાદ એક શાનદાર પાર્ટીનું આયોજન તેમના ઘરે રાખવામાં આવ્યુ, જેમા નજીકના સગા-સબંધીઓ,મિત્રો અને ખાસ ડો. પટેલ અને તેના પરિવારને આમંત્રિત કરવામા આવ્યા હતા.નિકિતાની ખુશીનો પાર ન હતો.નિકિતાએ મહેમાનો માટે જે વાનગીઓ બનાવડાવી હતી, તે જ વાનગીઓ ગરીબોને પણ જમાડી.ગરીબોને ખાસ તેમના બગિચામાં જમણવારની વ્યવસ્થા ગોઠવી હતી અને કહ્યુ હતુ કે તે બધાને ભરપેટ ભોજન આપે.જમ્યા બાદ તમામ ગરીબોને પહેરવા-ઓઢવા માટે વસ્ત્રો અને બીજી વસ્તુઓ ભેટમાં આપવામાં આવી.સાથે સાથે તમામ આમંત્રિતોની સાથે મળી બધાએ પાર્ટી ખુબ એન્જોય કરી. પાર્ટી પુર્ણ થયા બાદ બધા સાથે હતા ત્યારે રાજેશ્વરીએ નિકિતાને કહ્યુ , “નિક્કી આજે બહુ મજા આવી પાર્ટીમા.ખાસ તો એ આનંદ આવ્યો કે તે તારી ખુશીમાં બધાની સાથે સાથે ગરીબોને પણ આમંત્રિત કર્યા અને તેમને ભરપેટ આગ્રહ કરીને જમાડ્યા.આ ગરીબોની દુઆઓ તને જરૂર મળશે.અને બીજી વાત કે તારા કહ્યા મુજબ પાર્ટી સુધી હુ રોકાઇ ગઇ હવે તો મને રજા આપીશને દ્વારકા જવાની?

“હા રાજેશ્વરી,ચોક્કસ રજા આપીશ તને દ્વારકા જવા માટે પણ આપણે જે નક્કી થયુ હતુ તે મુજબ અમે પણ આવશું તારી સાથે.” નિકિતા એ કહ્યુ. “ઓ.કે.આવજો તમે પણ.મને પણ તમારો સાથ મળી રહેશે તો હિમ્મત આવશે કામમાં” રાજેશ્વરી એ કહ્યુ. “ઓ.કે. ડન તો કાલે આપણે બધા દ્વારકા જવા નીકળીએ.” સચિને પોતાનો સુર પૂરાવતા કહ્યુ. “હા, ચોક્કસ બેટા જાઓ તમે બધા દ્વારકા અને હું પણ બીઝનેશમાંથી જ્યારે ફ્રી ટાઇમ મળી રહેશે ત્યારે ત્યાં આવતો જતો રહીશ.” વિકાસે કહ્યુ.

બીજે દિવસે રાજેશ્વરી ટ્રેન મારફત દ્વારકા જવા નીકળી અને પ્રશાંત સચિન ભાર્ગવ અને નિકિતા પોતાની કારમા દ્વારકા આવવા નીકળ્યા.નિકિતાએ તો રાજેશ્વરીને બહુ સમજાવી કે તે પણ તેઓની સાથે કારમાં આવે પણ રાજેશ્વરી ન માની અને ટ્રેન મારફત જ દ્વારકા જવા નીકળી.રાજેશ્વરીને મનમાં એ જ આશા હતી કે ક્યાંક તેને રેલ્વે સ્ટેશનની આસપાસ તેના ભાઇ બહેન કે કોઇ સગુ વહાલુ મળે તો તેને મળી લે એ આશાએ પોતે ટ્રેન મારફત દ્વારકા આવવા નીકળી.

ટ્રેનની એ મુસાફરી તેને એ.સી. કારની આરામદાયક મુસાફરી કરતા પણ વધારે આનંદદાયક લાગી.જુની વાતો અને તેના બાળપણના સંસ્મરણોને વાગોળતી વાગોળતી તે દ્વારકા આવી પહોંચી.દ્વારકા સ્ટેશન પર ઉતરતા જ તેણે જોયુ કે પોતે નાની હતી ત્યારે અને આજના દ્વારકા નગરમાં પણ ધરખમ ફેરફારો થઇ ગયા હતા. સ્ટેશન બહાર નીકળતા જ તે સીધી તેના ઘર(ઝુંપડા) હતા તે બાજુ ગઇ પણ ત્યાં તો ઝુંપડા જેવુ કંઇ હતુ જ નહી.બધુ સાફ થઇ ગયુ હતુ.રાજેશ્વરી થોડી નિરાશ થઇ ગઇ.તેની તેના માતા-પિતા અને તેના કુટુંબને જોવાની મળવાની ઇચ્છા અધુરી રહેતી જણાઇ.બાજુમા જ આવેલી એક નાની દુકાનમાં બેઠેલા કાકાને તેણે ત્યાં રહેલા ઝ્ંપડા અને તેમા રહેતા લોકો વિષે પુછપરછ કરી પણ તેને પણ કંઇ ખબર ન હતી કે એ ઝુંપડા અને તેમા રહેતા લોકો ક્યાં ગયા.આમ હજુ વધુ પુછ્પરછ કરવા જતી હતી ત્યાં નિકિતા અને તેના સંતાનો અને પશાંત ગાડીમાં આવી પહોચ્યા.

“રાજેશ્વરી , અહી કોની રાહ જોવે છે તુ?અમે તો તને ક્યારના રેલ્વે સ્ટેશન પાસે શોધતા હતા.” નિકિતાએ પૂછ્યુ. “નિકિતા તું કેમ ભૂલી ગઇ આ જગ્યાને?અરે આ એ જ જગ્યા છે જ્યાંથી મારી રાજી માંથી રાજેશ્વરી બનવાની સફર ચાલુ થઇ હતી.અહી જ તું અને દેવ આવ્યા હતા અને મને અમદાવાદ લઇ જવાનો પ્રસ્તાવ મૂક્યો હતો.આજે આટલા વર્ષો બાદ આવી તો જુની યાદો તાજી થઇ ગઇ.મારી મા,પપ્પા,ભાઇ બહેનો એ બધા ક્યાં હશે ???” આટલુ બોલતા રાજેશ્વરીના આંખનો ખુણો ભીનો થઇ આવ્યો. “અરે બેન , સાચી વાત કરી તે,આ યાદોને તો આપણે ક્યારેય ભૂલી ન શકીએ.માતા-પિતા અને પરિવાર એ આપણા હ્રદય સમાન છે અને તેને ભુલવા શક્ય જ નથી.તુ ચિંતા ન કર બહેન,હવે આપણે અહી દ્વારકા જ રહેવાના છીએ તો તારા પરિવારનો પણ સંપર્ક કોઇ પણ રીતે કરી લઇશું.દ્વારકાનાથ પર ભરોસો રાખ બહેન.” નિકિતાએ રાજેશ્વરીને આશ્વાસન આપતા કહ્યુ.

“હા,આઇ હોપ સો નિકિતા.ચલો આપણે હોટેલમાં ચેક ઇન કરી થોડા ફ્રેશ થઇ જઇએ તેમ નક્કી કરી બધા હોટેલ તરફ જવા નીકળ્યા.અગાઉથી જ બૂક કરાવેલી હોટેલ આશિયાનામાં તેઓ ઉતર્યા.ત્યાં નો ચોકીદાર નેપાળી હતો.બધાને જોઇને તેણે સ્મિત સાથે સ્વાગત કર્યું અને તેઓને આદરસહ અંદર લઇ ગયો. એક રૂમમાં રાજેશ્વરી અને નિકિતા રોકાયા હતા અને બીજા રૂમમાં ત્રણેય ભાઇઓ ઉતર્યા હતા.બધા ફ્રેશ થઇ થોડો આરામ કર્યા બાદ ડીનર માટે ગયા.ડીનર બાદ ત્રણેય ભાઇઓના આગ્રહવશ બધા દરિયાકિનારે ફરવા ગયા.ત્યાંનુ વાતાવરણ એકદમ ખુશનુમા અને આહલાદક હતુ.ત્રણેય ભાઇઓને ત્યાં ખુબ આનંદ આવી રહ્યો હતો.તેઓ તો પોતાની મસ્તીમાં દરિયાકિનારે મોજ કરી રહ્યા હતા. રાજેશ્વરી અને નિકિતા બન્ને કિનારે બેઠા હતા.રાજી બોલી , “નિકિતા કેટલુ ખુશનુમા વાતાવરણ છે નહી?એકદમ શાંતિ અને દરિયાના મોજાનો ઘુઘવાટ મને ખુબ આનંદ આપે છે.આજે હુ ખુબ જ ખુશ છું.નાનકડી હતી ત્યારે અહી કચરો વીણવા આવતી અને આ દરિયાના મોજાનો આનંદ લેતી.તે દિવસો અને આજના દિવસોમાં કેટલો ફર્ક છે?ક્યા એ કચરો વીણતી રાજી અને ક્યાં આજે દેશ-વિદેશમાં ખ્યાતનામ લેખિકા રાજેશ્વરી!!!આ બધુ દેવના પ્યાર અને તેના સાથને કારણે જ શક્ય બન્યુ, નહી તો આજે પણ આ દરિયાકિનારે કચરો જ વીણતી હોત, આજે દેવની ઇચ્છા મુજબ કામ કરવા તરફ એક કદમ હું આગળ વધી છું તેનો હરખ છે સાથે સાથે દેવ આપણી સાથે નથી તેનો અફસોસ પણ મને ભારોભાર થાય છે.એવા તે મારા શું પાપ હતા કે દેવનો સાથ હું જીવનભર ન પામી શકી?દરેક સ્ત્રીનું એક જ સ્વપ્ન હોય છે કે તે પોતાના પતિની સુહાગન બની આ દુનિયા છોડે પણ મારા જેવી બદનસિબના ભાગ્યમાં એ પણ ન હતુ.” આટલુ બોલતા બોલતા રાજી પોંક મૂકી રડી પડી. નિકિતાએ રાજેશ્વરીને શાંત રાખતા કહ્યુ , “બેન તુ જ કહે છે ને કે ભગવાન પાસે આપણું કાંઇ ન ચાલે તો પછી તુ જ કેમ રડે છે અને આપણા રડવાથી કે દુઃખી થવાથી હવે દેવને દુઃખ થશે.એ જ્યાં હશે ત્યાંથી આપણે જોતો હશે અને જો હવે આપણે દુઃખી થશુ તો તેને નહી ગમે માટે બેટર છે કે આંસુ પોંછી નાખ અને નિશ્ચિત ધ્યેય તરફ આગળ વધ.તુ જ કમજોર થઇ જશે તો અમને હિંમત કોણ આપશે?” હજુ બન્નેની વાતચીતનો દોર ચાલુ હતો ત્યાં ત્રણેય ભાઇઓ આવી પહોચ્યા અને બધા હોટેલ તરફ જવા નીકળ્યા.હોટેલ જઇ બધા થાકીને લોથપોથ થયા હતા તો ક્યારે સ્વપ્નમાં સરી પડ્યા તેનો ખ્યાલ જ ન રહ્યો.છતા પણ આવી ખુશનુમા રાત્રે બે લવ-બર્ડસ જાગતા હતા , સચિન અને સ્નેહા. “ડીઅર , આઇ એમ મીસીંગ યુ સો મચ.” સ્નેહા સચિન સાથે ફોનમાં વાત કરતા બોલી.

સચિન , “મી ટુ , ડીઅર. આ તો રાજેશ્વરી મામીના કાર્યને આગળ વધારવાનુ છે તે માટે તેને હેલ્પ માટે અમે લોકો દ્વારકા આવ્યા છીએ.એક કામ કર તુ પણ અહી આવી જા તો સત્કાર્યના આ કામમાં સોનામાં સુગંધ ભળી જાય.” સ્નેહા , “વાઉ જાનુ , ફેન્ટાસ્ટીક આઇડિયા.કાલે જ પપ્પા સાથે વાત કરી તેની રજા લઇ હું તને મળવા અને મામીના કામમાં હેલ્પ કરાવવા આવી જાઉ.બહુ મજા આવશે.ચલ જાનુ હવે તુ ટ્રાવેલીંગ કરી થાક્યો હશે તો આરામ કરી લે અને તારી હેલ્થનુ ધ્યાન રાખજે.” “ઓ.કે બાય જાનુ , ગુડ્ નાઇટ, લવ યુ માય લવ.” સચિને આમ કહ્યુ તો સ્નેહાએ શરમાઇ જતા ફૉન કટ કરી દીધો અને સચિન પણ સ્નેહાની યાદોને વાગોળતો સુઇ ગયો. વહેલી પરોઢે પાંચ વાગ્યે રાજેશ્વરી જાગી ગઇ.રૂટીન દિનચર્યા પુર્ણ કરી દર્શન જવા માટે તૈયાર થઇ ગઇ.સવારે છ વાગ્યે બધા રેડી થઇ અને દ્વારકાધીશના મંદિરે દર્શન માટે ગયા.દર્શન બાદ બધા થોડી વાર મંદિરના ભકિતસભર વાતાવરણમાં રહ્યા બાદ થોડો હળવો નાસ્તો કરવા નીકળ્યા.નાસ્તો કર્યા બાદ બધા હોટેલ પરત ફર્યા.ત્રણેય ભાઇઓ તો આજે પહેલો દિવસ હતો કાંઇ કામ ન હ્તુ તો દ્વારકા શહેર જોવા નીકળી પડ્યા.રાજેશ્વરી અને નિકિતા બન્ને હોટેલમાં આરામ કરવા ગયા.રાત્રે ડીનર બાદ બધા લોકો રાજેશ્વરીના રૂમમાં જરૂરી ચર્ચા માટે એકઠા થયા.

વધુ આવતા અંકે..................