Vansh Gujarati Kathakadi - 5 in Gujarati Fiction Stories by Shabdavkash books and stories PDF | વંશ - ગુજરાતી કથાકડી - 5

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

વંશ - ગુજરાતી કથાકડી - 5

કથા કડી : ૫


લેખકો માટે નિયમો :

૧. વાર્તાને અનુરૂપ પ્લોટ અને સરળ , શુદ્ધ ભાષાવાળી કડી પસંદ કરવામાં આવશે.
૨. વાર્તાને અનુરૂપ જરૂરી ફેરફાર ટીમ કરશે. પણ લેખકના નામે જ વાર્તા પ્રગટ થશે.
3. વાર્તા પસંદ કરવાનો સંપૂર્ણ અધિકાર ટીમનો રહેશે.
૪. વાર્તા ન પસંદ કરવાના કારણો આપવામાં નહી આવે.
૫. વાર્તા પસંદ ન થાય તો આગલી કડી લખી શકાય.
૬. પસંદ પામેલ લેખક એકથી વધુ વખત કડી લખી ન શકે
૭. દરેક કડી ૧૦૦૦ શબ્દની હોય એ અપેક્ષિત છે .
૮. પસંદગી અંગેના કોઈ સવાલનો જવાબ આપવામાં આવશે નહી.
૯ . વાર્તાની કડી વર્ડ ફોર્મેટમાં ટાઇપ કરી મોકલવાની રહેશે.
૧૦ . લેખકોએ પોતાની કડી kathakadi.online@gmail.com પર મોકલવી.
૧૧ .ટીમને પ્રાપ્ત પ્રથમ ૨૫ કડીઓમાંથી માન્ય ગણવામાં આવશે અને તેમાંથી જ સર્વ-શ્રેષ્ઠ કડીને વિજેતા જાહેર કરી વાર્તામાં કાયમી સ્થાન આપવામાં આવશે,
૧૨ .આ કડી સાથે આગલી કડીના મુદ્દાઓ આપ્યા છે તેને અનુસરીને જ પછીના અઠવાડિયાની કડી લખવાની રહેશે
૧3 .જેની કડી ટીમ દ્વારા પસંદ કરવામાં આવશે તે વિજેતા લેખકને માતૃભારતી ૫૦૦ રૂનો પુરસ્કાર આપશે .






























કડી : ૫


આજકાલ ઘેરી ઉદાસીમાં જીવતી હતી મીના, પોતાની કાબેલિયતથી સંપૂર્ણ પરિચિત હોવા છતાં સમાજની અપેક્ષાઓને પહોંચી નહીં વળવા બદલ પોતે ગુનેગાર હોય તેવું સ્વજનોનું વર્તન તેને અંદરથી કોરી ખાતું હતું. એક સાદી સરળ જીન્દગીના બદલે કેવા ઉતાર-ચઢાવ આવી ગયા? તેની અંદર ભીષણ દ્વંદ્વ યુધ્ધ ચાલી રહ્યું હતું,બધા સાથે બોલવાના સંબધો એણે કાપી નાખ્યા હતાં. ઉંડે ઉંડેથી કયાંક આશુતોષ માટે પણ નકારાત્મક લાગણીઓ ફુટી નીકળતી હતી,સામાન્ય પરિવારની એક સીધી સાદી છોકરીને દામદમામભરી જીન્દગી સ્વપ્ન બતાવી પોતાની નબળાઈઓને આબાદ છુપાવી છેતરપીંડીનો અહેસાસ ઝબકી જતો.કયારેક તો માબાપ પર પણ મન ટુંકું થઈ જતું કે કાશ એમણે પોતાનાથી આટલી મોટી ઉંમરવાળી વ્યક્તિ જોડે લગ્ન ન કરાવવાની મારી જીદ પુરી કરી હોત.
સવારે ઉઠે ત્યારથી જાત-જાતની વિચિત્ર દવાઓ અને જાત-જાતના મહેંણા-ટોણાનો સામનો કરવો પડતો,આમ બેઉ બાજુથી ભીંસાતી.
દવાઓની આડઅસર કહો કે કોઈ શારીરીક અવસ્થા પણ મીના કોઈના હુંફાળા સ્પર્શ માટે તરફડીયા મારતી હતી.ક્યારેક તો ઉંઘમાં સ્નાયુંઓની ભીંસ વધતા પોતાના હાથ પોતાના અવયવો પર ફરી વળતાં હતાં.આવી વિચિત્ર પરિસ્થિતિનો સામનો કરવા રુમ બંધ કરીને પ્રભુભજનમાં મન વાળવાનો વ્યર્થ પ્રયત્ન કરતી. બિચારી મીના...કૃષ્ણને ભજવાની કોશિશ કરતી ત્યારે અનાયસે એનું મન પોતના વસ્ત્રો સાથે છેડછાડ કરે તેવા પ્રેમીના દિવાસ્વપ્નોમાં લાગી જતું, અને જો એ રામભક્તિમાં લીન થવાની કોશિશ કરે ત્યારે કોઈના પ્રેમભર્યા આલિંગન માટે દીલ તરફરડીયા મારતું અને ભગવાનની મુર્તિ સામે રડતી,ભગવાનને ફરિયાદ કરતી કે જો તેના પતિના અંડકોષમાં શુક્રાણુઓની ખામી જ આપવી હતી.... જો તેના પતિને એ આઠઈંચ એક્સ્ટ્રા આપવાનું એ ભુલ્યો હતો તો શા માટે મને એ બધાં શારિરિક સુખ માટે તડપ આપી?? શા માટે મને પળેપળે મનને મારીને જીવવું પડે એવી જીન્દગી આપી??
આશુતોષે મીનાને હકીકત જણાવી દીધા પછી મીનાની ડામાડોળ માનસિક હાલત તેના ધ્યાન બહાર નહોતી,સમય જોઈને એણે હમણાં ચુંટણી નજીક આવે છે,બહુ કામ રહે છે, મીનાની તબિયત સારી રહેતી નથી.આ સંજોગોમાં એ મીના પર ધ્યાન આપી શકાશે નહીં એવા વાહિયાત બહાનાનો સહારો લઈ મીનાને તેના પિયેર મુકી આવવાનું નક્કી કરી લીધું .
સફેદ રંગની પ્રાઈવેટ વૅન ગામડાંઓના ઉબડ-ખાબડ તુટેલી સડકો પરથી ધૂળની ડમરીઓ ઉડાડતી આગળ વધી રહી હતી.વચ્ચે વચ્ચે નાનાં નાનાં ગામડાંઓનાં પાટીયાં આવતાં જે મીનાના દિમાગની સપાટી પર આવીને જતાં રહેવા લાગ્યાં.મીનાનાં મનમાં ઉદ્વેગના પરપોટા ઉપસી રહ્યાં હતાં. આયાનના અસ્તિત્વ વિષે કોઈ જ માહિતિ ન હોવાં છતાં ધુળની ડામરીઓમાં એને આયાનનો ચહેરો ડોકીયાં કરતો હોય તેવું લાગતાં જોરથી આંખો બંધ કરી દીધી,પણ આ શું?? બંધ આંખોના પટલ પરથીય એ ચહેરો હટવાનું નામ લેતો ન હતો.
જેમ જેમ ગામ નજીક આવતું ગયું એમ એમ મીનાનાં ધબકારાં વધી રહ્યા હતાં, તેનાથી રડાઈ જવાતું હતું.ગામ છોડ્યું ત્યારે એ વીસ વર્ષની કુમળી યુવતી હતી,અઢી વર્ષે એ પાછી ફરી ત્યારે એનો આત્મા લોહીલુહાણ થઈ ચુક્યો હતો.નપુંસક આશુતોષ સાથે રહી ચુકેલ શરીર તેની ઓળખ ગુમાવી ચુકયું હતું પણ આત્મા હજુય એનો એ જ હતો.એટલે જ સ્તો,મા-બાપનો શુષ્ક આવકાર એને હચમચાવી ગયો.એમના જમાઈ'સાને સંતાનસુખ ન આપવાના મારા ગુનાને મારા માંબાપ પણ માફ નહોતા કરી શક્તાં.
પિયરમાં મા-બાપના ઠંડા વર્તન અને એકલતાથી કંટાળેલી મીના એકદિવસ વહેલી સવારે એ લીલવાળા કૂવાની પાળે બેસવા પહોચીં ગઈ,જ્યાં લગ્ન પહેલાં રોજેરોજ જતી હતી . કૂવાની પાળે આંખો બંધ કરીને બેસવું તેને અજબ શાંતિ આપી રહ્યું હતું. અચાનક કોઈએ આવીને એના માથે હાથ મુક્યો અને બોલ્યું,
'જાગો બ્યુટીફુલ...આપ મારા દેશમાં પધારી ચુક્યા છો..!!'
દિલમાં ઉંડે ધરબી રાખેલ ઈચ્છાની આયાનને કેવી રીતે ખબર પડી ગઈ હશે કે આમ આવી ગયો,એને જોઈને મીના ચમકી ગઈ.કાળી મોટી આંખો અને લાંબી લાંબી પાંપણો આયાન તરફ સ્થિર થઈ ગઈ.
આયન પણ એની નજરને માણી રહ્યો ને પુછ્યું,
'આ એજ જગ્યા છે ને?'
'હા...એ જ જગ્યા... અને છે તો એ જેલ જ..!' મીનાના મ્હોંમાંથી સરી પડ્યું.
અને દરવખતની જેમ જ આજે પણ આયાન મીનાનાં ના બોલાયેલાં બધાં શબ્દો સાંભળી ગયો,આયાન પામી ગયો કે મીના કોઈ મુશ્કેલીમાં છે. જોકે મીનાને પુછવાનો કોઈ મતલબ નહોતો એ સારી રીતે જાણતો હતો કે પુછીશ તો મીના નહીં કહેવા મક્કમ બની જશે એ એને સારી રીતે જાણતો હતો.એને કશું જ પુછ્યાં વગર બહેલાવવાની કોશિશ કરતા રહુ, એનો એકતરફી પ્રેમી આટલું તો કરી જ શકે. આ તરફ મીના વિચારી રહી હતી કાલથી આ માણસ મને મળવો ના જોઈએ, મારે ફરી ક્યારેય આને મળવું નથી, હું આશુતોષની પત્ની છું, કોઈના ઘરની આબરુ.
કેટલુંય મન મક્કમ કર્યું છતાં દરરોજ એ કૂવાની પાળ એને પોતાના તરફ ખેંચી જતી, ઉંમરના એક એવા પડાવ પર હતી કે જ્યાં વિજાતીય આકર્ષણનું દમન શક્ય જ નહોતું.આયાનની બે આંખો તેના મક્કમ કરેલા મનના ધજ્જા ઉડાવા પુરતી હતી.માંડ માંડ સજાવી રાખેલા પત્તાનો મહેલ આયાનની એક ફુંકથી ધસી પડવાની તૈયારીમાં હતો. હજુ આજેય આયાનની આંખોમા એજ પ્રેમ હતો અને ચહેરા પર એજ સવાલ...'ડુ યુ લવ મી મીના?? તું અહીંથી નીકળીને મારી સાથે રહીશ??
આ એક પુરુષ એવો મળ્યો હતો મીનાને ,જેણે એના હ્રદયને પોતાના કાબુમાં લઈ લીધેલું. ગમે તેટલો પ્રયત્ન કરતી પણ આયાનનો વિચાર એનાં મનમાંથી નીકળતો ન હતો. એની સાથે વીતી રહેલા બધા જ કલાક-બધા જ દિવસ સતત આયાન તેના પર હાવી થઈ જતો.કેટલીયવાર પોતાની જાતને સમજાવવાની કોશિશ કરી લીધી હતી કે આ ખોટું થઈ છે...આ એની અધુરી રહેલી ઝંખનાનું પરિણામ છે,આશુતોષને નથી પામી શકી એટલે એ અધુરપનો સ્વાદ જીભ પર સળવળ્યા કર્યા છે,જેમ જેમ એ આયાનથી દુર રહેવાનો વિચાર કરતી એટલા જ વેગથી એ એની નસેનસમાં વધુ પ્રસરી જતો હતો.
આ તરફ આયાન પણ એટલુમ સમજી ચુક્યો હતો કે મીના એના પ્રેમના પ્રવાહમાં વહેવા લાગી છે. છેલ્લા કેટલાંક દિવસોમા આયાન અને મીના વચ્ચે કેટલીક અંગત પળો આવી પણ ખરી,પણ એ પળોને પુરેપુરી માણી શકે એ પહેલાં મીના ઉંડા ડરમાં ગરકાવ થઈ જતી હોવાનું મહેસુસ કર્યું.આયાન ક્યારેક ગુસ્સાથી તો ક્યારેક પ્રેમથી તો ક્યારેક ફ્લર્ટીંગ કરી એને ઉશકેરતો,અને એને વળતો જવાબ આપવાની એકપણ તક મીના જતી કરતી નહોતી.આયાન પણ અવઢવમાં હતો કે પતિ આશુતોષ સિવાય બીજા કોઈ માટે વિચાર સુધ્ધાં કરે એવી મોર્ડન સ્ત્રી તો મીના હતી જ નહી, તો એવી કઈ વાત છુપાવે છે જેથી મારી હાજરી મીનાને એક શરીરમાંથી ધબકતાં દિલવાળી સ્ત્રી બનાવી દે છે?
હા, મીના પણ પોતાની જાત પર અકળાયેલી રહેતી હતી કે શા માટે એનાથી સ્ત્રીસહજ મર્યાદાઓનું ઉલ્લંઘન થઈ જાય છે, શા માટે એવા લપસણા માર્ગ તરફ આગળ નીકળવા જાય છે જયાંથી માત્ર ઝેરના કટોરા મળશે.આ બધું લાંબુ ટકશે નહી,એ વાતનો અહેસાસ હોવા છતાં અહીંથી પાછા ફરવાની તમામ તાકાત હણાઈ ગઈ હોય તેવું મહેસુસ થતું હતું,એ પોતાના દિલને ઠાલો દિલાસો આપતી,
'માણી લે જીન્દગી,કોને ખબર પડવાની છે?? જીવી લે તું તારાં સ્વપ્નાની જીન્દગી.સાસરે પાછી જઈશ ત્યારે એજ કડવી સચ્ચાઈની દુનિયા ગળે લગાવીને જીવવું પડશે.લગ્ન પછીના આટલાં લાંબા ગાળામાં ક્યાં આશુતોષ તને આવી રીતે સ્પર્શ્યો છે?? ફુલ પર જામેલા ઝાકળની જેમ કોઈ નજાકતથી અડે ત્યારે ગરમ થતાં લોહીની અનુભુતિ કેટલી બધી અલ્હાદક હોય છે,અને આવા સ્પર્શની અનુભુતિને નકારવાની મારા સ્ત્રીત્વમાં તાકાત જ નથી.
આ તરફ આશુતોષ મીનાના ગયા પછી પોતાને ચુંટણીના કામમાં ગરક રાખતો.ચુંટણી હવે માંડ બે અઠવાડીયા દુર હતી,પણ ઓપોઝીશન પાર્ટીની મહિલા પાંખની પ્રેસિડેન્ટ કલ્પના પટેલે આશુતોષની પત્નીને બાળકો નથી થતાં માટે એને પિયર ધકેલી દેવામાં આવી છે એ મુદ્દાને ચુંટણીના પ્રચારનો મહત્વનો મુદ્દો બનાવી દીધો હતો. ઠેર ઠેર પત્નીના સ્ત્રીહક્ક માટેના પોસ્ટર લાગી ચુક્યા હતાં.આશુતોષ માટે મીનાને પરત લઈ આવવા સિવાય કોઈ ઉકેલ હતો નહીં.
આટલો લાંબો સમય આશુતોષ અને એના ઘરથી દુર રહેલી મીનામાં પણ એક નવી તાકાતે જન્મ લઈ લીધો હતો, એણે પાછા ફરવાની એક શરતે હા પાડી,કે
એને બાળક જોઈએ, દત્તક લઈને નહીં. બાપ બની શકવાની ખામી તમારામાં છે ,પણ હું માં બનવાની સંપુર્ણ કાબેલિયત ધરાવું છું, મેડીકલ સાયન્સનો સપોર્ટ લઈ મારા પેટે બાળક જન્મે એવી તૈયારી હોય તો જ હું પરત આવું.મીનાની મા બનવાની તડપ આશુતોષને ધ્રુજાવી ગઈ,આ કઈ રીતે શક્ય બનશે? થોડીક વાર માટે તેના જુનવાણી વારસાગત સંસ્કારોએ માથું ઉચક્યું. પત્ની માટે કોઈ અજાણ્યાના સ્પર્મ લેવા એ પત્નીને કોઈની સાથે સુવા દેવા બરાબર જ છે, આવું કેવી રીતે કરાય? પણ કોણ જાણે ક્યાંથી મીનામાં એટલી તાકાત આવી ગઈ હતી કે તે પોતાની વાતને મક્કમતાથી વળગી રહી, તમારું નહીં અને મારુંય નહીં એવા કોઈ બાળકની મા બનવાનું એને નહી ફાવે, અને મા બની ના શકે તો એ પરત નહીં આવે.
મીનાને સાસરે પાછી લઈ આવ્યા પછી બીજે જ દિવસે મીના-આશુતોષ અમદાવાદમાં આવેલ "શાશ્વત આઈ.વી.એફ. સેન્ટર" પહોંચી ગયા. ડો.શિતલ પંજાબી અને ડો.રાજેશ પંજાબી આગળ આશુતોષે કબુલી લીધું કે પોતે મરદ છે પણ મરદમાં નથી, આ જાણવા છતાં કોઈક નિર્દોષ સાથે લગ્ન કર્યા છે અને હવે એ મારી ર્નિર્દોષ-પત્નીને મા બનાવવામાં મારી મદદ કરો.

-- રીટા ઠક્કર















કડી ૬ માટેના મુદ્દા :


૧...ડોકટર પંજાબીની સલાહ- સ્પર્મ ડોનર
૨...આશુતોષની જીદ- પોતાનું જ કૂળ જોઇએ
૩ ...આશુતોષના પિતા અથવા હાલ ભણીને આવેલા નાનાભાઈ વિષે ચર્ચા
૪...અયાન- મસ્તીખોર- મીના ફરી પ્રેમમાં પડી ...પિયર આવનજાવન શરુ .
૫...આશુતોષનાં દમન સામે ઝૂકીને હામી ભરે છે
૬...અયાનને ચોરી છુપે મળતા મળતાં મનોમન એક વિચિત્ર અને મકકમ નિર્ધાર કરે છે....