vytha in Gujarati Short Stories by Bansi Dave books and stories PDF | vytha

Featured Books
Categories
Share

vytha

વ્યથા

“વ્યથા” બધાના જીવન માં જ્યરે વ્યથા શબ્દ સંભળાય ત્યારે આંખ માં થોડી નમી જોવા મળે છે, બધાના જીવન માં એક સમય કે એક એવો ભૂતકાળ હશે કે જેમાં વ્યથા ભરેલી હશે, વ્યથાના અલગ અલગ સ્વરૂપ હોય છે, કોઈને પ્રેમ ની વ્યથા હોય છે તો કોઈ ને પોતાના લક્ષ્ય ને ના પામી શકવાની વ્યથા હશે તો કોઈ ને પોતાના થી દુર થવાની વ્યથા હશે આવા ઘણા જીવન ના તેવા સમય હશે કે તેને વ્યથાનું નામ આપી શકાય, પણ એ વ્યથા મનમાં એટલી હદે વસી ગય હોય છે કે આંખ નો ખૂણો ભીંજવી જાય છે,

આવીજ એક વ્યથા ની કહાની કહેવા માગું છું, જીવન માં ક્યારે અને શું પરિવર્તન આવે તે આપદા હાથમાં નથી હોતું પરંતુ તે અત્યંત પીડા દાયક હોય છે, પણ હા જીવન નું એ પરિવર્તન જીવન માં ઘનુજ શીખવી જાય છે, અને એ પરિવર્તન માં જે દુખ સુખ ની લાગણી હોય છે તે વ્યથા માં રૂપાંતરિત થાય છે, આપણી ગુજરાતી માં એક કેહવત છે, “ સળગતી તલવાર ને પકડાય પણ નહિ અને છોડાય પણ નહિ” આ જે લાગણી હોય છે તે એક વ્યથા સમજાવે છે, કે મન ની એક એવી લાગણી જે અંતર માં ખુબજ પીડા આપે છે અને બહાર જતાવી પણ નથી શકાતી, અને એ પીડા થી મુક્ત પણ નથી થવાતું કારણ કે એ જીવન નો શ્વાસ બની ચુક્યો હોય છે, અને જો શ્વાસ થી મુક્તિ મળે તો જીવન થી મુક્તિ મળે છે. આવી ઘણી વ્યથા થી ભરેલી એક સુંદર પ્રેમિકા ની જેનું નામ શ્રુષ્ટિ છે.

શ્રુષ્ટિ ખુબજ પ્રેમાળ હતી તેને તેના જીવન ખુબજ શાંતિ હતી અને તે તેના ઘરના સભ્યો સાથે પણ ખુબજ ખુશ હતી, ત્યાર બાદ તેના જીવન માં એક વણાંક આવ્યો, તે વણાંક ખુબજ વ્યથા જનક હતો બધા ના જીવન માં તેની જુવાની નો સમય ખુબજ ઉતર ચડાવ વાળો હોય છે તેમજ સૃષ્ટિ ના જીવન માં એક પ્રેમ આવ્યો તે તેના જીવન નો વણાંક હતો, શ્રુષ્ટિ ના જીવન માં એક નમન નામ નો છોકરો આવ્યો, તે બને એક બીજા ના સારા મિત્ર બનીચુક્યતા પરંતુ નમન ના જીવન માં કોઈ બીજી વ્યક્તિ હતી, તે શ્રુષ્ટિ ને ખ્યાલ ના હતો ધીરે ધીરે શ્રુષ્ટિ પણ નમન ને પ્રેમ કરવા લાગીતી અને નમન ના મનમાં થોડી લાગણી હતી શ્રુષ્ટિ માટે તેથી તે બને રોજ મળતા અને રોજ સાથે જમતા પરંતુ એક દિવસ એવો આવ્યો કે નમન ના જીવન માં જે વ્યક્તિ હતી તેને અને સૃષ્ટિ બંને ને ખ્યાલ આવ્યો કે હકીકત શું છે, નમન આ બંને વચે કન્ફ્યુસ હતો તેને અંતે એના જીવન નું ડીસીઝન લઈને શ્રુષ્ટિ સાથે રેહવાનું નકી કર્યું, ખાસ કરીને તે વાત સૃષ્ટિ ના જીવન નો ખુબજ મોટો વણાંક હતો, નમન અને શ્રુષ્ટિ એક બીજાના જીવનમાં ઓળઘોળ થાય ગયા અને ત્રીજા પત્ર એ લગ્ન કરી લીધા પરંતુ નમન ભૂલી શકતો ના હતો તેથી તે ત્રીજા પાત્ર ના લગ્ન પછી પણ તે બને નું મળવાનું ચાલુ રહ્યું, અને શ્રુષ્ટિ નમન ને દુનિયા ભુલાવીને પ્રેમ કરતી હતી હતી, પરંતુ તેના મોડો ખ્યાલ પડ્યો કે નમન હજી તેના પ્રેમ ને ભૂલ્યો ના હતો, તે ધીરે ધીરે શ્રુષ્ટિ ને ખ્યાલ આવી ગયો હતો, તેથી શ્રુષ્ટિ એક એક વાત માં નમન ને ખુબજ સાચવતી હતી કે નમન ને તેનો પ્રેમ યાદ ના આવે પરંતુ તે તેમાં નાકામ રહી અને નમન ધીરે ધીરે તેના મિત્રો અને તેના કામ માં પડતો રહ્યો અને શ્રુષ્ટિ રાત દિવસ તેની રાહ જોતી રહી કે નમન આવશે તેની જોડે વાત કરશે તેને સમજશે પણ ના એવું કીજ ના થયું ધીરે ધીરે તે બને પણ દુર થવા લાગ્યા પરંતુ શ્રુષ્ટિ ને તે વિશ્વાસ હતો કે નમન તેની પાસ જરૂર આવશે કારણ કે શ્રુષ્ટિ નો પ્રેમ સાચો હતો બસ આજ રાહ માં તે રાત દિવસ જાગતી રહી હાલમાં નમન પણ દુખી થાય છે પણ તે ના મન ની વ્યથા કોને કહે તે પણ હકીકત છે તેથી ધીરે ધીરે શ્રુષ્ટિ ના લગ્ન થાય ચુક્યા અને તે બને અલગ થાય ગયા શ્રુષ્ટિ તેના પતિ સાથે ખુબજ ખુબજ ખુશ હતી પરંતુ તેના મનમાં થી નમન ની વ્યથા જતી ના હતી

બસ આજ છે વ્યથા અને આજ છે અફસોસ