સ્વપ્નસૃષ્ટિ
[ દુનિયાદારીથી દિલની મંજિલ સુધીની કહાની ]
( પ્રકરણ – ૧૯ )
અર્પણ
દિલના અગાધ સાગરમાં હર પલ અને ભૂતકાળમાં વહેતી રહેલી એ ‘‘જીવન’’ ને એના સાથ બદલ... પ્રેમ અને વિશ્વાસ બદલ...
જેના કારણે મને લખવાની પ્રેરણા મળી તેમજ પ્રેમ... સુખ... દુઃખ... લાગણી... ભાવના... જીવન... મૃત્યુ... નફરત... ઈર્ષ્યા... અથવા એમ કહું કે જીવનની દરેકે પ્રકારની લાગણીઓને સમજી શકવાની અને દરેક વસ્તુને ઊંડાણ પૂર્વક નિરીક્ષણ કરવાની શક્તિ મળી.
તેમજ મારા દરેકે દરેક વાંચક મિત્રોને અર્પણ...
વિનંતી વિશેષ.....
મારા વિષે મેં મારા ગણાય લેખમાં કહ્યું જ છે બસ હવે કદાચ મારે કઈ કહેવાનું બાકી નથી. બસ એક વિનંતી કરીશ કે મારા લેખ વાંચ્યા પછી એના પર પોતાના સારા નરસા સુઝાવ જરૂર થી આપવા. અને એના માટે પણ તમારે કોઈ મુશ્કેલી ઉઠાવવાની નથી મારા બધાજ પ્રકારના કોન્ટેક્ટ ડીટેઈલ્સ હું નીચે આપી રહ્યો છું. તો જરૂરથી જણાવજો કદાચ મારા લેખનમાં થતી ભૂલો તમારા દોરેલા ધ્યાનથી હું સુધારી શકીશ એવી આશા રાખું છું કે તમે દરેક વાચક મિત્ર જેવું લાગે એવોજ પ્રતિભાવ જરૂર આપજો.
મારા માટે તમારા પ્રતિભાવ સોઉથી વધુ મહત્વ પૂર્ણ રહેશે. બને તો બૂક વાંચી અહીજ રીપ્લાય આપવો અન્ય લોકો પણ કદાચ એના માટે પ્રેરાય..
નામ ;- Sultan Singh
મોબાઈલ ;- +91 - 9904185007 [ whatsapp]
મેઈલ ;-
ફેસબુક ;- @imsultansingh
ટ્વિટર ;- @imsultansingh
લિન્ક્ડ ઇન ;- @imsultansingh
[ સરનામાની મને નથી લગતી કોઈને જરૂર જણાતી હોય અને એવું હોય તો મને મહેસાણા આવીને ફોન કરી શકો છો હું સમ્પૂર્ણ મેહસાણીઓ છું... ]
પ્રકરણ – ૧૯
વર્ષો બાદ એની ખોવાયેલી સોનલ એને મળી હતી પણ આજનો પ્રસંગ જાણે એને તડપાવી રહ્યો હતો. એ ફરી પાગલ બની રહ્યો હતો સોનલ વગર પોતાના અસ્તિત્વને જાણે એ ધિક્કારી રહ્યો હતો. એની આંખો સતત વરસી રહી હતી એના દિલમાં વેદનાના તોફાનો સુનામી સર્જી રહ્યા હતા દિલ આખું ટુકડે ટુકડે વિખેરાઈ ગયું હતું. જાણે હવે ખોવા માટે એની પાસે કઈજના વધ્યું હોય એવી એક અંધારપટ અને ગહન એકલતા એના અંતરમનમાં પીડા જન્માવી રહી હતી. એનું મન જાણે હવે કોઈજ વિચિત્ર દુઃખ અને દર્દની વેદના અનુભવી રહ્યો હતા જાણે હવે કોઈજ ખુશીની આશા પણ ના હોય એમજ એ અંદરથી રોઈ રહ્યો હતો.
છેવટે ત્રણેક કલાક વીતવા આવ્યા સુનીલના કહ્યા મુજબ મામા મામી ઘરે જઈ ચુક્યા હતા. સુનીલ હજુ સુધી એરપોર્ટના બાંકડા જેવાજ સોફા પર બેસીને આંસુઓ સારી રહ્યો હતો. નવ વાગી રહ્યા હતા પણ સુનીલનું મન ના જાણે કયા ખોવાયેલું અને કેટલાય વિચારોમાં ઘમરોળાઇ રહ્યું હતું. એના મનના અંતર પટ પર હજુય ફક્ત સોનલજ છવાયેલી હતી એનો ચહેરો એની આંખો, એની સાથે વિતાવેલી પળો હજુય એને જાણે સામેજ એ વારંવાર એનાજ ખ્યાલોમાં ખોવાયેલો હતો. કદાચ વિમાનમાંથી ઉતરતી વખતે જેમ કેટલાય લોકો હોવા છતાય સોનલ એને લપાઈને એની છાતીમાં પોતાનું માથું નાખી રડતી હતી એના પાછળનું જાણે રહસ્ય એને સમજાતું હતું. એ પોતાના બરછટ હોઠો પર આંગળીઓ ફેરવતો હતો આ એજ હોઠ હતા જેને કદાચ પાંચેક કલાક પહેલાજ સોનલ પોતાના પ્રેમ રસથી તરબોળ કરી દીધા હતા, પોતાની રસીલી ભીનાશથી એમને ભીંજવી દીધા હતા. એને હજુય એ આખરી સ્પર્શ જાણે અનુભવાઈ રહ્યો હતો.
સોનલનાજ વિચારો હજીયે ઘેરાયેલા હતા અચાનકજ બધું જાણે એક હાથના સ્પર્શથી સપનાની જેમ ઓગળી ગયું. ફરી જાણેકે પોતાની બનાવેલી “સ્વપ્નસૃષ્ટિમાં” પોતે જીવતો હોય એમ અહેસાસ એના મનમાં ઉભરાઈ આવ્યો પણ એને કઇજ સમાજમાં ના આવ્યું એ અચાનક ઉભો થયો રાત્રીના દશેક વાગી ચુક્યા હતા. એણે કઈક યાદ આવ્યું હોય એમ ગાંડાની જેમ એ દોડ્યો એના પગમાં ગજબની સ્ફૂર્તિ એનામાં આવી ચુકી હતી થોડીકજ પળમાં એ એરપોર્ટના બહાર પહોચી ગયો. એણે એક અંધારામાં અજાણી દિશામાં દોટ મૂકી રસ્તામાં કદાચ કોઈજ ઓટો પણ ના મળી રહી હતી એના મનમાં કેટલાય સવાલો ઉઠતા હતા અને પાછા ધરબાઈ જતા હશે. એ હજુય દોડ્યે જતો હતો એનો શ્વાસ હવે ઝડપભેર દોડી રહ્યો હતો એનું દિલ ઝડપભેર ધડકતું હતું. એનું મન એક દમ કોરા કાગળ જેવું હતું એના પર બસ એકજ આછો ચહેરો જગમગ થતો હતો અને પાછો એમજ ઓલવાઈ જતો હતો અને એ ચહેરો બસ એની સોનલનો હતો, એ પણ જયારે એને પ્રથમ વખત જોયેલી એજ હાસ્ય એના મુખ પર રેલાતું અને એના એ હસતા વખતે પડતા બંને ખંજન દેખાઈ આવતા.
અચાનક એક ઓટો રીક્ષા દેખાતાજજ એની આંખો માં એક ચમક આવી ગઈ એના પગની ગતિ વધી એ તરતજ ઓટો ઓટો બુમ મારતા એની નઝીક પહોચ્યો. ઓટો વાળાએ કદાચ એનો ધ્રુઝ્તો અવાઝ સાંભળ્યો અને એ ત્યાજ રોકાયો થોડી વારમાં દોડી આવેલા સુનીલને હાંફતો જોઈ ને “ ક્યાં જશો...?” આટલા શબ્દો બોલી ફરી એ હાંફતા ચહેરાને જોઈ રહ્યો. ઓટોની પાછળની સીટ પર બેઠો હતો અને હજુય એનો આખા નીતરતા ચહેરા સાથે એ હાંફતો હતો દોડવાના કારણે એના હાલ ચાલ જાણે વિખેરાઈ ગયા હતા. એ થોડો શાંત પડ્યો ઓટો વાળાને શીવાજીનગરનું સરનામું આપી અને ઓટોમાં ગોઠવાયો ઓટો સ્ટાર્ટ થઇ. અંધારપટને ચીરતી ઓટો આગળ વધી રહી હતી આજે હાઇવે પર વાહનોની અવર જવર ખુબજ ઓછી હતી. ઓટોનો આછો પ્રકાશ રસ્તામાં અંધકારને ચીરતો આગળ વધી રહ્યો હતો.
ચંદ્ર જાણે ડોકીયું નમાવી રીક્ષામાં બેઠેલા સુનીલના ચહેરાને નિહાળી રહ્યો હતો. કદાચ એ પણ સુનીલની આવી હાલતથી પરેશાન હતો અને સાદ કરી રહ્યો હતો એનો અવાઝ પવનની લહેરકીઓ ખેંચી લાવતી હતી. જાણે એ સુનીલને કઈક કહેવા માટે એને બનવાનું હતું જેના કારણે આટલી વિહિત્ર ચિંતા એ સુનીલને જોઈને અનુભવતો હશે ? એના ચહેરા પર પણ જાણે એક વિચિત્ર સુન્નતા હતી ચંદ્ર પણ આજે ઝાંખો પડી જતો હતો કદાચ સુનીલ સાથે ઘટનારી ઘટના એ જાણતો હતો. પણ એવું તો શું હતું, પરસેવાના કારણે એ વહેતી હવા સુનીલને ઠંડકનો અહેસાસ આપી રહી હતી. એના મનમાં કેટલાય વિચારોના વંટોળ જામેલા હતા એની યાદો આમ તેમ ફંગોળાઈ રહી હતી સોનલ એ ઉમડતા વંટોળના વચ્ચે ઉભેલી દેખાતી જયાંથી એને બચાવવી જાણે અશક્ય હતી. સોનલનો ચહેરો એના મનસપટ પર સતત દેખાતો હતો એ એક ગાંડાની જેમ એના ચહેરાને જોઇને રાજી થઇ જતો હતો. થોડુક હસ્તાની સાથેજ એ ચહેરો જાણે ફરી વંટોળના વાયરામાં ફંટાઈને અદ્રશ્ય થઇ જતું હતું.
રીક્ષા જાણે વર્ષોથી ચાલતી હોય એમ સુનીલ જાણે હડબડાઈ રહ્યો હતો પળ પળ એને વર્ષો સમાન લાગી રહી હતી. આખરે રાહનો અંત આવ્યો રીક્ષા કાચી સડક પર ઉતરી થોડીજ વારમાં એક સોસાયટી નજીક ઓટો રોકાઈ ગઈ. સુનીલ ઝડપભેર ઉતર્યો અને દોડવામાઝ જતો હતો ત્યાં પેલા ઓટો વાળાએ ભાડાની માંગણી કરી. “ ઓહ... સોરી... વો... મેં... જરા... જલ્દી મેં ” હડબડાહટ તુટક શબ્દો ઉચ્ચારતા પોતાના પર્શ માંથી ૫૦૦ ની નોટ કાઢીને રીક્ષાવાળાના હાથમાં આપીને બાકીના પૈસા લેવા પણના ઉભો હતો. દોડતા દોડ્તાએ સોનલના ઘરના દરવાઝે જઈ ખખડાવા લાગ્યો રાત્રીના બારેક વાગ્યાનો સમય હતો લગભગ ચારેકોર અંધકાર છવાયેલો હતો ચંદ્ર હવે વાદળોમાં સંતાઈ રહ્યો હતો. અંધકાર વધી રહ્યો હતો, દુર દુરથી કુતરાઓના ભસવાના અને રડવાના અવાઝો અને તમરાનો કર્કશ અવાઝ વાતાવરણમાં ગુંજી રહ્યો હતો. અચાનક દરવાઝો ખુલવાની અધીરાઈથી રાહ જોતા સુનીલના ખભે હાથ અડક્યો અને ડ્રાઈવરે ૪૦૦ રૂપિયા પાછા આપતા એને શાંત થવા કહીને પોતાની રીક્ષા તરફ વધી ગયો.
રીક્ષા ચાલુ થવાનો અવાઝ સંભળાયો સુનીલે એ તરફ નઝર નાખી રીક્ષાવાળો ફરી પાકી સડક તરફ ચાલી નીકળ્યો હતો. એક ઘોર અંધકાર વર્તાઈ રહ્યો હતો અને ચારેકોર એક પણ અજવાળાનો સ્ત્રોત દેખાતો ના હતો. દુર સુધી ચાલી જતી એ ઓટોનો અવાઝ હજુય જાણે સુનીલના કને અથડાઈ રહ્યો હતો એક સુન્ન રાત્રીમાં અવાઝો સ્પષ્ટ સંભળાતા હતા. તારાઓ ટમ ટમી રહ્યા હતા ચંદ્રમાં વાદળની પાછળ છુપાઈને સુનીલને જાણે જોઈ રહ્યો હતો. અચાનક કીચુદુક અવાઝ સાથેઝ દરવાઝો ખુલ્યો કિશનભાઈ સામેજ હતા. એ બુઢો ચહેરો થોડોક મલકાઈ રહ્યો હતો એ કરચલીઓમાં એક વિચિત્ર પ્રકાશ અનુભવાતો હતો. એમના ચહેરા પરના ભાવ સાથે એમનો હાથ સુનીલના ચહેરા પર સરક્યો “ તું આવ્યો દીકરા... સુનીલ... આવ અંદર આવ...” અવાઝ અટક્યો એક ઉધરસ અને સુકી ખાંસી આવી એક ગળફો બહાર તરફ દરવાજામાંથી ગરદન બહાર કાઠીને થૂંક્યો. હવે આછા પ્રકાશના કારણે ચમકતી સફેદ દાઢીના કારણે તેઓ ઉમર લાયક અને ડોસા દેખાતા હતા લગભગ ચારેક મહિના બાદ જોયા પછી પણ સુનીલ એમને પગે લાગ્યો. સુનીલ કઈક શોધતો હતો કદાચ એની તલપ કિશનભાઈ સમજી ચુક્યા હતા તેમણે તરતજ ઉપરના રૂમ તરફ ઈશારો કર્યો.
સુનીલ કઈ પણ વિચાર્યા વગર ઉપર તરફ દોડ્યો અને સીડીઓ ચડી ઉપરના રૂમમાં પ્રવેશ્યો. સોનલ ત્યાં નીચું મોઢું કરીને એ બિસ્તર પર મોં ટેકવી બેઠી હતી સુનીલને જોતાજ એને ડાયરી તરફ ઈશારો કર્યો. સુનીલે કબાટ તરફ જઈને ડાયરી ઉપાડી મોટા અક્ષરે ડાયરીના પૂંઠા પર “ કિતાબ “ લખેલું હતું અને કઈક સવાલ થયો પણ જેવો પૂછવા એ સોનલ તરફ ફર્યો. પણ ત્યાં કોઈજના હતું સુનીલનું મન અચાનક ગભરાયું એને તુરંત પલંગ પર પછડાઈ પડ્યો. એના પગ પાસેજ જમીન પર પછડાઈ પડ્યો અને એના પગ પર સ્થિર થઇ ગયા એની આંખો ચોટી ગઈ એનું દિલ જાણે ધડકન ચુકી ગયું. પગમાં જાણે એકાએક કરંટ લાગ્યો હોય એમ એમની શક્તિ ક્ષીણ થઇ ચુકી હતી એના હાથ પણ જકડાઈ ગયા હતા, ગાળામાં ડૂમો ભરાઈ ગઈ હતી બસ એક જીવતી લાશના જેમ પડ્યો કદાચ બધું એને સમજાઈ ગયું ? એની આંખોમાંથી ગંગા જમુનાના નીર વહેવા લાગ્યા.
આમજ કલાક નીકળી ગયો સામેની દીવાલ પર લટકતી ઘડિયાળમાં પાંચ વાગ્યા હતા કદાચ એ ઘડિયાળ બંધ હતી. પણ પાસેના મેજપરની ઘડિયાળમાં નઝર નાખી ૧૨;૧૦ થઇ રહી હતી. વાતાવરણ શાંત હતું કદાચ સુનીલ હવે હલન ચલન કરવા સક્ષમ થઈ ચુક્યો હતો. એણે એ ડાયરીના પુષ્ઠ્ના ઉપર લખેલું ફરી વાંચ્યું “ ખુલી કિતાબ “ જેમાં નાના અક્ષરે ખુલી અને મોટા અક્ષરોમાં કિતાબ લખેલું હતું. મુખોપુષ્ઠના નીચેના કિનારે “ સુનીલ માટે ” કરીને પાછળ ડોટ્સની લાઈન બનાવેલી હતી કદાચ કહાની ચાલુ છે એનો મતલબ એવોજ હોઈ શકે.
= = = = =
પ્રથમ પેજ ખુલ્યું અને એનો એક રંગીન ફોટોગ્રાફ ચોટાડેલું પેજ ખુલ્યું. આંખોમાં માસુમિયત, હોઠો પર મુસ્કાન, ચમકતો ચહેરો અને આગળ તરફ રાખેલો ચોટલો પોપટી સાડી માં ઉત્તમ અને આકર્ષક તસ્વીર ચોટાડેલી હતી. એના નીચે એનું નામ લખેલું હતું એના હસ્તાક્ષર પણ હતા જન્મ તારીખ અને નીચે થોડાક શબ્દો લખેલા હતા.
“ કાશ તુજે બતા પાતિ બાત ક્યાં હે...
દુનિયા નહિ સમજતી દિલકા રાઝ ક્યાં હે...
ચાહતતો ઇસ દિલમે ભી ઇતની હી થી...
કેસે બતાઉ સુનીલ ચાહતકી બાત ક્યાં હે...”
સોનલ , S
પાછળના બીજા પેજમાં એક મોરપંખ હતું અને એક વળેલા કાગળ જેમાં લાલ પેનથી લીટા કરેલા હતા. કઈક લખ્યું હોય એવું લાગતું હતું સુનીલે તરતજ એ પરચી ખોલી અને જોતાજ રહી ગયો. એ તરતજ પોતેજ લખેલા પત્રને ખોલ્યો જે એને આખરી વખત લખ્યો હતો.
[સોનલ,
કદાચ તે મારી ડાયરી અત્યાર સુધી વાંચી હશે એટલેજ તને આ પત્રની જાણ થઇ હશે. કદાચ હવે બઉ મોડું થઇ ગયું છે પણ મારે બસ તને એક જ વાત કહેવી છે કે મારા દિલમાં જે પણ લાગણીઓ હતી બધીજ મેં તને કહી સંભળાવી પણ બસ એક વિનંતી કરીશ કે તારા મનમાં પણ કઈ હોય તો જીવનના અંત પહેલા મને જરૂર જણાવજે. અને કદાચ તારા મનમાં અજી પણ કઈ ઝંખના હોયતો મને માફ કરજે.
લી. સુનીલ ]
સુનીલ આખોય પત્ર વાંચી ગયો પણ નીચે લખેલા લાલ પેનના શબ્દો એ કદાચ ના વાંચી શક્યો. પેજ થોડુક ફાટી ચુક્યું હતું એનો કટકો એણે જોડ્યો હવે કદાચ તે વાંચી શકતે પણ હવાના જોકાએ બધુજ ઉડાળી નાખ્યું એણે મહામહેનતી ઉડીને આમ તેમ ફંગોળાતો ટુકડો લાવ્યો અને ફરી પત્ર સાથે જોડ્યો એક મોટું દિલ જેવું કઈક હતું અને કઈક એમાં લખેલું હતું કદાચ મારી પાસે તારા પત્રનો જવાબ નથી પણ ડાયરી વાંચજે કદાચ તને મળતો... જવાબ તું શોધી શકીશ...
પણ સોનલ ? ક્યાં ? સુનીલના મનમાં ફરી આજ વિચાર તળવળ્યો એણે આખા રૂમમાં આમ તેમ જોયું પણ સોનલના મળી ડાયરી એના હાથમાં હતી એ ફરી વાર ત્યાજ સોફા પર ફસડાયો એને હવે કદાચ સોનલની ડાયરી વાંચવા સિવાયનો કોઈજ ઓપ્સન ના દેખાયો. અને હવે ફરી કોઈ રસ્તો ના બચ્યો હોઈ ફરી ડાયરી પોતાના સામેના ટેબલ પર મૂકી અને વાંચવા માટે વિચારી ત્રીજું પેજ ખોલ્યું એમાં એક લાંબુ વાક્ય લખેલું જોયું “ કાશ એ જિંદગી ભી કિતાબ સી હોતી મેં ખુદ લીખ પાતિ...”
સુનીલ ફરી મુંઝાવા લાગ્યો એના શબ્દો કદાચ એને વિચારવા પર મઝબુર કરતા હતા બધુજ સમજ બહારનું હતું એનું મન ઢીલું પડી રહ્યું હતું. એની ધડકનોનો અવાઝ હવે એના અંદરના ઉઠેલા તોફાનોમાં છુપાઈ ચુક્યો હતો. એની આંખોમાં આંશુઓ ઝળહળી રહ્યા હતા એના દિલમાં ઉભરાતું દર્દ સાફ દેખાઈ રહ્યું હતું. કિશનભાઈ એક ચાનો કપ મૂકી ગયા હતા પણ સુનીલે એમને કઈ પૂછવું ઉચીતના લાગ્યું એને કદાચ શું પૂછવું ? એજ પણ નઈ સમજાયું હોય. એને ફરી સ્વસ્થ બનવાની કોશિશ કરી ચાનો કપ હાથમાં લીધો ટેબલ તરફ નઝર નાખી એક વાગીને પાંચ મિનીટ થઇ રહી હતી. કદાચ દોડી દોડીને કાંટો પણ હવે થાકી ચુક્યો હતો અન્ય કાંટા પણ જાણે હવે હાંફી રહ્યા હતા અને વાદળો આકાશના ખુલા મેદાનમાં જાણે દોડ લગાવી રહ્યા હતા એવુજ બારી બહાર સ્પષ્ટ જોઈ શકાતું હતું. ચંદ્ર હજુય જાણે એકી ટસે સુનીલને ઘૂરી રહ્યો હતો પણ એનાય શબ્દો જાણે નીકળતાજ ના હતા.
એની આંખો હવે જાણે ભારે થઈને મીંચાઈ રહી હતી કદાચ વધુ પડતી દોડ ધામના કારણે એ થાકી ચુક્યો હતો. એ સોફા પર બેઠો અને જાણે ખુલી આંખેજ સોનલના સપનાઓમાં ખોવાઈ ગયો એના દિલમાં એક ચહેરો અને અંધકારમય વર્તાય એવી એ સુરત ચમકતી હતી. ચા નો કપ કદાચ હવે ખાલી થઇ ચુક્યો હતો ચા ક્યારે પીવાઈ ગઈ એ પણ એને ખબર નઈ પડી હોય એટલો એ ખોવાયેલો હતો. એને પોતાના હાથમાં રહેલો ખાલી કપ ટેબલ પર મુક્યો અને પોતાની ભારે પલકો ને ઢાળી દીધી. એક અજીબ લહેર દોડી અને વાતાવરણમાં જાણે ટાઢક પ્રસરી રહી હતી અચાનક સુનીલને ગરમાશ અનુભવાઈ અને એના બરછટ હોઠો પર ભીનો સ્પર્શ અનુભવાયો એના હોઠોને કોઈ ચૂમી રહ્યું હોય એવુજ લાગ્યું. આંખો ખુલી સામે સોનલનો ઝાંખો ચહેરો દેખાયો અને સુનીલ કઈક બોલે કે પૂછે એ પહેલા ડાયરી સામે ઈશારો કરી એની ઝાંખી આકૃતિ વાતાવરણમાં ભળીને અદ્રશ્ય થઇ ગઈ.
સુનીલ જાણે સહસા જાગ્યો એક વાગીને સત્યાવીશ મિનીટ ઘડિયાળ બતાવી રહી હતી. સુનીલે ફરી એક વાર ડાયરી ઉપાડી પ્રથમ પેજ પરના સોનલના ચહેરાને જોઈ હળવું સ્મિત રેલાયું અને ત્રણેક પત્તા ફેરવાઈ ગયા. હવે કદાચ સોનલ નું લખાણ સામે હતું....
૨૩ સપ્ટેમ્બર, ૨૦૦૭
આગળના બધાજ પત્તા મેં કદાચ આજે ડાયરી માંથીજ નઈ પણ મારા જીવન માંથીજ ફાડી નાખ્યા છે કારણ તો સમજાતું નથી પણ કદાચ મારી સાચી જીવનની આનંદદિતતા અને ઉદ્દેશ્ય મને આજેજ અનુભવાઈ રહી હતી. મારા બચપણથી જોયેલા દરેક સ્ત્રીના જેમ મારા ઘોડી પરના સપનાનો રાજકુમાર એ જાણે વિજયમાં ભલે ના દેખાયો પણ આજેજ આવેલા સુનીલમાં દેખાઓ હતો. એની આંખોમાં એક ગજબની આકર્ષણ શક્તિ હતી એના મુખની પ્રતિભા પણ એક અલગજ ભાવનાઓ જગાવનારી હતી. પ્રથમજ મારી દ્રષ્ટિ પડતાઝ દિલ જાણે ઘડી ચુક્યું હતું પણ શું ? એ વિજયનો મિત્ર હતો ? અને હું કોઈકની પત્ની ? ના કઈ સમજી શકાય કે ના કઈ વિચારી શકાય એવું છે... કારણકે મારા અને વિજયના લગ્ન બસ બે શરીરના સબંધ હતા એમાં પ્રેમના હતો. એક સમજોતો જે કદાચ વાલજીભાઈ મારા પિતા અને કિશનભાઈ મારા સસરા વચ્ચે થયો હતો પણ સુનીલ... સમજાતું નથી મને પ્રથમ વખતજ કોઈ અજાણ્યા વ્યક્તિ તરફ આટલું આકર્ષણ અનુભવાયું છે પણ... એ છે કોણ... અને હું કેમ એના વિષે વિચારું છે... સમજાતુજ નથી કઈક પણ દિલમાં એના વિચારો કેમ આજે વારંવાર આવી રહ્યા છે...
[ વધુ આવતા અંકે ... ]
લેખક ;- સુલતાન સિંહ
સુચન આવકાર્ય ;- ૯૯૦૪૧૮૫૦૦૭ [ whatsapp ]