Dadaji ni Vato in Gujarati Children Stories by Zaverchand Meghani books and stories PDF | દોસ્ત, હાલો

Featured Books
  • શ્રાપિત પ્રેમ - 18

    વિભા એ એક બાળકને જન્મ આપ્યો છે અને તેનો જન્મ ઓપરેશનથી થયો છે...

  • ખજાનો - 84

    જોનીની હિંમત અને બહાદુરીની દાદ આપતા સૌ કોઈ તેને થંબ બતાવી વે...

  • લવ યુ યાર - ભાગ 69

    સાંવરીએ મનોમન નક્કી કરી લીધું કે, હું મારા મીતને એકલો નહીં પ...

  • નિતુ - પ્રકરણ 51

    નિતુ : ૫૧ (ધ ગેમ ઇજ ઓન) નિતુ અને કરુણા બીજા દિવસથી જાણે કશું...

  • હું અને મારા અહસાસ - 108

    બ્રહ્માંડના હૃદયમાંથી નફરતને નાબૂદ કરતા રહો. ચાલો પ્રેમની જ્...

Categories
Share

દોસ્ત, હાલો

દોસ્ત, હાલો !

ઝવેરચંદ મેઘાણી

ભાગ-૧


© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


દોસ્ત, હાલો !

હાં રે દોસ્ત, હાલો દાદાજીના દેશમાં.

એ... પ્રેમસાગર પ્રભુજીના દેશમાં

હાં રે દોસ્ત, હાલો દાદાજીના દેશમાં.

મધુર મધુર પવન વાય,

નદી ગીતો કૈં ગાય,

હસી હોડી વહી જાય,

મારા માલિક રાજાજીના દેશમાં. - હાં રે દોસ્ત.

સાગર સાગર વીંધીને વહાણ હાલશે,

નાગકન્યાનાં મ્હેલ રૂડા આવશે,

એની આંખોમાં મોતી ઝરતાં હશે,

હાંં રે દોસ્ત, હાલો મોતીડાંના દેશમાં. - હાં રે દોસ્ત.

સાત વાદળ વીંધીને વહાણ લૈ જશું,

ત્રીસ કોટિ તારાની સાથ ખેલશું,

ચંદ્ર સૂરજ ખીસામાં ચાર મેલશું,

હાં રે દોસ્ત, હાલો ચાંદરડાંના દેશમાં. - હાં રે દોસ્ત.

સમી સાંજે દાદાને દેશ પ્હોંચશું,

એના પાંખાળા ઘોડા ખેલાવશું,

પછી પરીઓને ખોળે પોઢી જશું,

હાં રે દોસ્ત, હાલો પરીઓના એ દેશમાં - હાં રે દોસ્ત.

ભલે હોય ઘણું તાણ,

ભલે ઊઠે તોફાન,

આજ બનશું બેભાન,

થવા દાખલ દાદાજીના દેશમાં. - હાં રે દોસ્ત.

(આ લેખકના બાલગીતસંગ્રહ ‘વીણેલાંનાં ફૂલ’માંથી)