સ્ત્રીઓ જન્મજાત અભિનેત્રી હોય છે
હું અભિનયથી વધારે કૈ કરી શકતો નથી
ને એવું પણ નથી કે હું રડી શકતો નથી
-નરેશ કે.ડૉડીયા
સ્ત્રીઓ જન્મજાત અભિનેત્રી હોય છે.મોટે ભાગે પુરુષ પોતાનો પ્રેમ લાંબો સમય સુધી છુપાવી શકતો નથી.પુરુષ પોતાનો પ્રેમ દર્શાવવામાં મોટે ભાગે અધીરો હોય છે.સ્ત્રીની જેમ કોઇને મનોમન ચાહવું પુરુષ માટે શકય નથી.જાહેર જીવનમાં આવ્યા પછી મોટે ભાગે સ્ત્રીઓ અને પુરુષોને ક્યારેક તો જુઠનો આસરો લેવો પડે છે.ક્યારેક એવી પરિસ્થિતિમાં સ્ત્રી જે રીતે પોતાનાં જુઠ એટલી સિફતતાથી સામે મુકે છે ત્યારે મોટે ભાગે એ જુઠને સત્ય માનવાં મજબૂર થઇ જવું પડે છે...એ જ રીતે પુરુષ પોતાનું જુઠ સામે મુકી શકતો નથી અને મુકે તો એની ચહેરાનાં ભાષા હાવભાવ પરથી જુઠનો અંદેશો આવી જાય છે.જે રીતે પુરુષ સ્ત્રી સામે જુઠ બોલે છે ત્યારે મોટે ભાગે એ પકડાય જાય છે.પણ જ્યારે સિફતતાથી જુઠ બોલે છે ત્યારે પુરુષ મોટે ભાગે સ્ત્રીનું જુઠ પકડી પાડવા માટે સક્ષમ હોતો નથી..
ફેસબુક જેવી સોશિયલ પ્લેટફોર્મ આવતાં ઘણાં સ્ત્રી પુરુષો એક બીજાનાં મિત્રો બન્યાં હોય છે..મિત્રોમાંથી બંને વચ્ચે લાગણી જન્મતાં તેઓ ધણા નિકટ આવી જાય છે...જ્યાં સુધી દોસ્તીની વાત આવે ત્યારે એક દોસ્ત તરીકે સ્ત્રી એક ઉત્તમ મિત્ર છે...જ્યારે સ્ત્રી સાથે મિત્રતાં એના બાહ્ય દેખાવનાં પરત્વે એક બાજુ રાખીને ફકત મિત્રતાનાં સંબંધો ગાઢ બને છે ત્યારે એ સ્ત્રી એક મિત્ર તરીકે એક ઉત્તમ સાબિત થાય છે.એક સારા સલાહકારની ફરજ અદા કરે છે..
ધારો કે એ સ્ત્રી મિત્રતાંથી આગળ વધીને એની લગાવ કે પ્રેમસંબધ બંધાય છે ત્યારે એ સ્ત્રીમાં અચાનક બદલાવ આવી જાય છે...અને ત્યારે એનું સ્ત્રીત્વ ઝળકી ઉઠે છે..કારણકે સ્ત્રીની ખાસિયત છે,એને જ્યાં પુરેપુરું એટેન્સન મળે છે.એને ખાત્રી છે એ મારી દરેક મનમાની સહન કરી લેશે..મારી દરેક હરકત સારી કે ક્યારેક સામેનાં પાત્રને અણગમતી હોય એવી હરકત..એ મને પ્રેમ કરે છે એટલે હસતાં મોઢે સહન કરી લેશે.મોટે ભાગે લગ્નજીવનમાં પત્નીઓનું પ્રભુત્વ પતિ પર હોય એનું મુખ્ય કારણ જ આ છે.કારણકે એને જાણ છે કે મારી દરેક મરજી કે નામરજીને મને કે કમને સામેનું પાત્ર સ્વીકારી લેશે...અને આનું મુખ્ય કારણ એક જ છે પુરુષનો પ્રેમ...અને પુરુષનાં પ્રેમને પામવાં અને એની અનૂભૂતિ કરવાં કે પરિક્ષા લેવા એ રીઝી શકે છે અને ક્યારેક સાવ અલિપ્ત પણ થઇ શકે છે...તે છતાં આ સંબંધોમાં નિભાવતાં જાય છે..
આવી બાબતમાં ક્યારેક અતિરેક થાય છે..ત્યારે પુરુષગત સ્વભાવ સ્ત્રી સામે આકરો થઇ જાય છે..અને સ્ત્રીને સરખી રીતે ધમકાવે છે અથવાં પોતાનો ગુસ્સો ઠાલવે છે...ત્યારે સ્ત્રીની અંદરની અભિનેત્રી કામ કરવાનું શરૂં કરે છે...ગમે તેવો ગુસ્સા હોય અને ગમે તેટલો નારાજ થયેલો પુરુષ સ્ત્રીની આ અદાકારી સામે ઝુકી જાય છે...અને થોડા પ્રેમાળ શબ્દોમાં અને થોડી પળૉમાં પુરુષ તેનો તમામ ગુસ્સો અને રીસ ભૂલી જઇને સ્ત્રીની સામે એનાં મુળ પ્રેમિનાં સ્વરૂપમાં આવી જાય છે..કારણકે લડવું,ઝઘડવું,રીસાઇ જવું,મનાવવું એક પ્રેમનો એક ભાગ છે..અને ત્યારે જ સાચી જાણ થાય કે સંબંધની મજબૂતાય કેટલી છે.
ઘણી વાર એવું પણ બને કે પુરુષ અમુક બાબત જાણતો હોય તે છતાં અજાણ હોવાનો ડોળ કરે છે અથવાં સ્ત્રી અમુક બાબત જાણતી હોય છતાં અજાણ હોવાનો દેખાવ કરે છે.અને અમુક બાબતો આંખ આડા કાન કરે છે..કારણકે આમાની અમુક બાબતો એવી હોય છે જેનો ઉલ્લેખ કરવાથી સંબંધોની ગાડી આડે પાટે ચડી જવાનો પૂરોપૂરો ભય હોય છે..અને આ સમય એવો હોય છે જ્યારે બંને જાણતાં હોય છે બંનેને એક બીજાની જરૂરત છે..
અને સ્ત્રીની એક મજબૂત પાસું છે.એની અમુક ખાનગી વિગતો જેને એ પ્રેમ કરતી હોય એની સામે જ જાહેર કરી શકે છે...એનો ગમે તેવો ગાઢ મિત્ર હોય એ અમુક ખાનગી વિગત જેને એ ફકત મિત્ર માનતી હોય એની સામે હરગીજ જાહેર નહી કરે.મોટે ભાગે સંબંધોમાં સ્ત્રીઓને છેતરવી માનો છો એટલી સહેલી નથી.હા!પણ જો એની લાગણીઓને જીતી હોય ત્યારે એને લાગણીમાં ગુચવીને તમે સહેલાયથી છેતરી શકો છો.અને જાણે અજાણ્યે આવાં સંબંધોમાં સ્ત્રી છેતરાવાં મજબૂર થઇ જાય છે.આ બાબતમાં પ્રેમ સંબંધ હોવો જરૂરી નથી.સ્ત્રીનાં નિકટનો મિત્ર હોય ત્યારે પણ સ્ત્રી ક્યારેક લાગણીમાં ગુચવાયને છેતરાય જાય છે.
મોટે ભાગે સંબંધોમાં પુરુષો એની લાગણી દર્શાવવાની બાબતમાં એક ધારા હોય છે.એની લાગણીમાં ક્યારેય ઉતાર ચડાવ આવતો નથી.પોતાની આંતરિક બાબત અમુક એવી હોય છે જે એના મુડ અને હાલાત પર અસર કરતી હોય છે..ત્યારે પુરુષ આ બધી બાબતોને એક બાજુ મૂકીને હમેશાંની જેમ એની લાગણી દર્શાવતો રહે છે...સંબંધોમાં પુરુષ પઝેસિવ બની શકે છે પણ સ્ત્રી પર આધિપત્ય જમાવી શકતો નથી...એનું એક કારણ છે.સ્ત્રી જયારે પ્રેમમાં પડે અથવાં શરૂઆતી પ્રેમ પોતાની જાતને પુરુષને અહેસાસ જતાવતી રહે છે કે મહદ અંશે એનાંથી પ્રભાવિત છું.પણ જેમ જેમ આ સંબંધ આગળ વધે છે એમ સ્ત્રીનું વર્ચસ્વ સંબંધ ઉપર વઘતું જાય છે અને આ વર્ચસ્વ એટલી હદે વધી જાય છે,પુરુષ એનાં દરેક પાસાને સ્વીકારી લે છે.આ બાબતનું એક મુખ્ય કારણ છે પુરુષનો પ્રેમ.જે સ્ત્રીની દરેક મનમાનીને હસતાં મુખે સ્વીકારી લે છે.કારણકે પ્રેમ અને લાગણી એવી વસ્તું છે જે બે માણસને દરેક પરિસ્થિતિમાં જોડી રાખે છે.
એનો મતલબ એવો પણ નથી કે એક વાર સંબધો મજબૂત બની ગયાં પછી સ્ત્રીનુ જ ચાલે છે.કારણકે સ્ત્રી પણ એની લાગણી દર્શાવવાનો મોકો ચુકતી નથી.પણ એ મોકો સંબધ સ્થિર થયા પછી સ્ત્રીનાં મુડ અને સમય પર આધારિત રહે છે...જ્યારે પુરુષ સ્ત્રીને પ્રેમ કરે છે ત્યારે તેનાં પર મુડ અને સમયની અસર થતી નથી..આ સત્ય જોવું હોય તો પુરુષ કવિઓની સંખ્યા કરતાં સ્ત્રી કવિત્રીઓની સંખ્યા દસમાં ભાગ જેટલી છે.
કારણકે સ્ત્રીનાં મુડને માત્ર બાહ્ય પરિસ્થિતિ જ અસર નથી કરતી.એને ટાઇમ પિરિયડથી લઇને જે તે સ્થળે રહેતી હોય એના વાતાવરણથી લઇને એની આજુબાજુનાં માણસોનાં એની સાથેનાં વર્તન સુધ્ધાની અસર એનાં મુડ ઉપર પડે છે..થંડા પ્રદેશમાં જ્યારે કાતિલ શીયાળાનો સમય હોય ત્યારે લાંબો સમય સુધી બરફની ચાદર પથરાયેલી હોય.લાંબા સમય સુધી જ્યાં વરસાદ પડતો હોય ત્યારે આવા બાહ્ય વાતાવરણી અસર સ્ત્રીનાં મુડ ઉપર તુંરત અસર કરે છે.આ પ્રકારની પરિસ્થિતિની અસર એકલી રહેતી સ્ત્રીઓ પર વધારે પડેે છે.આ સમયે સ્ત્રી એકલતા અને થોડો અંશે ડીપ્રેશનનો ભોગ બની શકે છે.આવી પરિસ્થિતિમાં સ્ત્રીને કોઇ સાથે સંવાદ સાધવાની જરૂર પડે છે..આવી પરિસ્થિતિમાં એ હમેશાં એની સૌથી નજીકની વ્યકિતની એને જરૂર પડે છે...
પ્રેમ અને લાગણીનાં સંબંધોમાં સૌથી મોટો વિરોધાભાસ એ છે કે હમેશાં સામાન્ય લાગતી પરિસ્થિતિમાં પ્રેમની અનૂભુતિ મેળવતાં હોય ત્યારે સાવ અચાનક અથવાં અણધારી રીતે આપણ સાથીદાર પ્રત્યે ભાવનાત્મક અને માનસિક અંતર વધતું જાય છે..ત્યારે મોટે ભાગે આવી પરિસ્થિતિમાં સ્ત્રી પ્રેમહિન પ્રતિભાવ આપવાનું શરૂ કરે છે અને પુરુષ એનાં તરફથી ફરિયાદનો મારો શરૂં કરે છે.મોટે ભાગે આ પરિસ્થિતિ ઉતપન્ન થવાનું ખાસ કારણ હોય છે સ્ત્રીનાં મુડમાં આવતો કુદરતી ઉતાર ચડાવ.કારણકે મોટા ભાગનાં કિસ્સામાં પુરુષનાં મુડને બાહય પરિબળની અસર ભાગ્યેજ થાય છે.
હવે જ્યારે આવી પરિસ્થિતિ ઉભી થાય છે.થોડી તુંતું મેમે શરૂ થાય છે.ત્યારે પુરુષ પાસે દલિલનું એક જ શસ્ત્ર હોય છે.એ સ્ત્રીને કહેવા લાગે છે કે તું હવે પહેલા જેવી રહી નથી.ત્યારે મોટે ભાગે સ્ત્રી આ પરિસ્થિતિમાં એનાં સાથીનાં આક્ષેપનાં જવાબ આપવાને બદલે ખામોશ રહે છે અને મૌનનું હથિયાર અજમાવે છે...ખરેખર આ પરિસ્થિતિમાં ક્યારેક સ્ત્રીનું મૌન પુરુષને અકળાવે છે..
અને મોટે ભાગે સંબંધોમાં તીરાડ આવી પરિસ્થિતિમાં થવાની સૌથી વધું શક્યતાં છે.આવી પરિસ્થિતિમાં પુરુષ જો એનો મુળભુત સ્વભાવ પ્રમાણે વર્તે નહી અને સ્ત્રીને માફ કરવાની ભાવનાં ના કેળવી શકે એટલે આવા સંબંધોમાં તીરાડ પડે છે...ખરેખર જોઇએ તો સ્ત્રી જ્યારે સંબંધ બાંધે છે ત્યારે એક જ સંબંધને વળગી રહેવાનું પંસદ કરે છે.
આ બાબતે મારૂં ચોક્કસ પણે માનવું છે પુરુષોએ એ દલિલબાજી કે આક્ષેપ કરવાને બદલે સ્ત્રીને આ પરિસ્થિતિમાંથી નીકળવાનો પુરતો સમય આપવો જોઇએ.અને જરૂર પડયે અમુક સમય એની સાથે સંવાદો બહું જ ઓછા કરવા જોઇએ.
કારણકે સ્ત્રીને આ પરિસ્થિતિમાં થોડૉ સમય જોઇએ છે.અને બહું ઓછા સંવાદો સાથેની લાગણી સભર ઉષ્માથી છલોછલ માવજત જોઇએ છે...અને દરેક સ્ત્રીને વધતે ઓછે અંશે એના સાથી દ્રારા પેમ્પરીંગ થાય એ ગમતું હોય છે...કારણકે સ્ત્રીને જેનાં પર હક્ક જમાવવો ગમે છે એની પાસે જે કામ એ કરી શકતી હોય એ જ કામ એનાં સાથી એના માટે કરે એ ગમે છે...
સ્ત્રી પુરુષનાં સંબંધમાં મોટે ભાગે પુરુષ પાસેથી સ્ત્રી ફકત પ્રેમીની જ અપેક્ષા નથી રાખતી,ના કે એ સતત પ્રેમ જતાવવો રહે.સ્ત્રી એક જ પુરુષ પાસેથી એક મિત્રથી લઇને પિતા જેવી હુંફની અપેક્ષા રાખે છે..જ્યારે પુરુષ હમેશાં એ જ સ્ત્રી પાસે માત્ર પ્રેમિકાની અપેક્ષા રાખે છે.અને જ્યારે સ્ત્રી પ્રેમ જતાવવાની બાબત પર એનાં મુડની અસર પડે છે ત્યારે પુરુષ વિચલિત થઇ જાય છે ત્યારે એનાં મગજમાં અવનવા વિચારો કરવાં મજબૂર કરવાં પ્રેરે છે..જ્યારે સ્ત્રીનું આ બાબતે ઉલ્ટું છે એને ખબર છે કે જેને હું પ્રેમ કરૂં છું એ ગમે તેવી પરિસ્થિતિમાં મને સંભાળી લેશે.
સંબંધો પ્રેમનાં હોય કે સ્ત્રી પુરુષ વચ્ચેની દોસ્તીનાં હોય.દરેક દિવસ એક સરખો હોતો નથી.આગલે દિવસે જે સ્ત્રી તમારા પર લળી લળીને પ્રેમની ઝડી વરસાવતી હોય એ જ સ્ત્રી બીજે દિવસે જાણે આગલા દિવસનું કશું યાદ ના હોય એવું વર્તન કરી શકે છે.કારણકે સ્ત્રીનો મુડ એનાં મનમાં ઉદભવતાં વિચારો પણ બદલાવી શકે છે.
સંબંધોમાં ક્યારેક એક બીજાને અનુકુળ થવા કરતાં સામે વાળીની અનુકુળતાં પ્રમાણે વર્તવું પડે છે કદાચ સાચા,ટકાઉ અને મજબૂત સંબંધોનું અતૂટ રહસ્ય હશે.માનવિય જીવનમાં પ્રેમ અને દોસ્તી બે હિસ્સા છે...અને આ હિસ્સા હમેશાં મજબૂત રહે એ સંબંધોમાં આવતી બંને વ્યકિતની સંયુકત જવાબદારી છે.
અસ્તું
એક નારી પામવા આદમ જગત-ભરમા ફરે છે
એક નારી સાથ આપે તો જગ આંખું સર કરે છે
-નરેશ કે.ડૉડીયા