ઓહ જીંદગી!
~પિયુષ એમ. કાજાવદરા
Email Id: kajavadarapiyush786@gmail.com
એક દિવસ હું અને મારી જીદંગી ફરવા નીકળયા. હું એકલો જ નીકળેલાે પણ ખબર નહી કયાંથી અચાનક તે આવી ચડી અને મારી જ સાથે ખભા સાથે ખભો મિલાવી ચાલવા લાગી.
કેમ છે દોસ્ત? "મને પૂછયુ."
બસ જલ્સાે છે. "મેં કહયુું."
ઓહ્હ્હ સાચું? મને નથી લાગતું. "જીદંગી બોલી."
હા, સાચું. "મેં પણ હોશિંયારી મારતા કહયુું."
તો શું દરરોજ મને તું ધમકાવે છે? "જીદંગી બોલી."
હમ્મમ એ તો થઇ જાય કયારેક. "હું બોલ્યો."
હજુ હમણા જ જસ્ટ ૪ મિનિટ પહેલા તે મને ૩-૪ ગાળ એવડી મોટી આપી કે આજે એવું થઇ જ ગયું કે હું મળી જ આવું તને. "જીદંગી બોલી."
હા, તો હું પડયો કેવો તો અપાઇ ગઇ. "હું બોલ્યો."
બસ તને તારા એ પડવાની ચિંતા છે પણ કદાચ તને એ ખબર નહી હોય જયાં તું પડયો ત્યાં જ બાજુ ના પથ્થર નીચે વીંછી હતો અને મને ખબર હતી તું એ પથ્થરને પગ મારી ને ઉડાવી દેત અને વીંછી તારા પગ પર ચોંટી જાત. "જીદંગી બોલી."
હું થોડી વાર માટે સુન્ન થઇ ગયો. થોડો વિચાર માં ડુબ્યો. આ ખરેખર સાચું હશે.
મને ખબર છે તું શું વિચારે છે હું સાચું બોલુ છું કે નહી. તું ત્યાં જઇને ચેક કરી શકે છે અને તમારો પ્રોબલ્મ જ એ છે કે તમે સાચા ને ખોટા ને સાચા કરવા માં જ અડધી લાઇફ બગાડો છો અને બાકી ની અડધી વધે તેમાં વગર જોઇતા એક સરખા કામ કરીને.
હવે હું જાણું છું. તું તો મારા થી બિલકુલ ખુશ નથી. તને હું પસંદ જ નથી એમ કહું તો પણ ચાલે. તારો પડછાયો તારી જીદંગી છું ને પણ તે કયારેય મને કાઇ આપ્યુ છે? કે તું મારી આશા રાખી ને બેઠો છે?
ચાલ તું જ વિચાર મેં તને સારું ઘર આપ્યુ રહેવા માટે બદલા માં તે શું આપ્યુ? ગાળ! સાચું ને? તને ખબર છે તું જયાં રહે છે ને એવાં જ ઘર માં રહેવા ભારત ના લાખો લોકો સપના જુએ છે.
હા, મને ખબર છે પણ જયાં મારા સપના ની કોઇ કિંમત જ નથી ત્યાં હું રહુ કેમ? તો પછી આપી તને ગાળ ખોટું શું કરયું એમાં મેં? અને જોતા હશે લાખો લોકો એવાં સપના કે તેઓ મારા જેવા ઘર માં રહે. પણ કદાચ આજે તે મારી જગ્યાએ હોત તો તને પણ ગાળ જ આપેત. "હું થોડો ખુશ થતા બોલ્યો."
સાંભળી ને આનંદ થયો કે તને તારા સપના ની ફિકર તો છે. હવે તું વિચાર સ્ટીવ જોબ્સ, ધીરુભાઇ અંબાણી, સચીન ટેન્ડુલકર અને અમિતાબ બચ્ચન મેં બધાને એક સરખો જ સમય આપ્યો છે અને તને પણ એટલો જ સમય આપુ છું તો હવે એ કયા છેડા પર ઊભા છે અને તું કયા? તને તારા સપનાની ફિકર છે પણ બસ બહારથી કહેવા માટે અંદરથી તું એટલો જ શૂન્ય છે જેટલો તું જન્મયો ત્યારે હતો. તું તારા સપના માટે બસ વિચાર જ કરે છે કામ નહી. તો તારા પરિવાર સાથે લડવાની વાત તો બહુ દૂરની છે. બધાને સપના મેળવવા કાઇ તો ગુમાવવું જ પડે છે પણ તને એ મંજૂર નથી. એટલે તું હવે મને ગાળો ના આપ અને તારી અંદરની એ આળસને પહેલા ભગાડ પછી કામે વળગી જા બાકી તો એની એ જ જીંદગી રહેશે. બોરીંગ!
હવે તને થોડી મારી હકીકત બતાવુ એટલે જીંદગી ની હકીકત સમજાવુ.
એક તરફ તું બેઠો છે અને બીજી તરફ હું પણ બંને વચ્ચે અંતર ના હોવા છતા પણ બહુ અંતર છે. તારા સવાલો નો અંત નથી અને મારી પાસે તને દેવા માટે કોઇ જવાબ નથી. તારી પાસે સપના છે પણ પુરા કરવા માટે ગાંડપણ નથી અને મારી પાસે તને દેવા માટે વધુ સમય નથી કારણકે સપના પુરા કરતા ૬ મહીના,૬ વર્ષ કે પછી ૬૦ વર્ષ પણ લાગે પણ તારી પાસે એટલી રાહ જોવાનો સમય નથી. તને ઊતાવળ છે અને મારે શાંતી જોઇએ છે. જે સવાલો ના જવાબ એટલા જરુરી નથી એની પાછળ તું રાતો જાગે છે અને તારા સપનાને તું દિવસ જગાડે છે અને થોડા વર્ષો પછી તારા હાથ માં માત્ર અફસોસ જ આવે છે અને મને મારા પર એટલો જ ગુસ્સાે આવે છે. તારા જીંદગી તો જાય જ છે એળે પણ થોડા વર્ષો માં તારા નામને પણ બધા દફનાવી આવે છે. બસ હું એટલું જ કહેવા આવી હતી.
મારા મગજ માંથી એક જ સેકન્ડ માં એક મોટો જટકો પસાર થઇ ગયો જાણે હું કોમા માં જતો રહયો હોય એવો. સુન્ન! મગજ માંથી કોઇ જ જવાબ ના હતો આપવા માટે. હું બસ ધ્યાનમગ્ન થઇ ગયો. સવાલો હકીકતમાં બહુ હતા પણ હું તેના જવાબો માગવા નહોતો માગતો. બસ વિચારી જ રહયો હતો કારણકે એક પણ વાત ખોટી ના હતી. આજસુધી મેં મારા સપના માટે કાઇ કરયું જ નહોતું કારણકે ડર હતો કે સપના બન્યા પહેલા જ તુટી ના જાય એટલે હિંમત નહોતી આવતી. પણ હવે મારી પાસે એટલું બધુ વિચારવા નો સમય ના હતો બસ વિચારી લીધુ કાઇ કરવું છે, કાઇ બનવું છે એટલે બસ બનવું જ છે!
હવે તો હું શું કરું? ફરી થી થોડી િહંમત કરી અને "હું બોલ્યો."
બસ ફરી થી હતો ત્યાં ને ત્યાં આવી ગયો. શું તને તારા પર વિશ્વાસ નથી તે તું મને પૂછયા કરે છે? કોઇ દિવસ આકાશમાં ઊડતી ચકલી તને પૂછવા આવે છે હું ઊડુ કે નહી? તું સિંહ સામે ઊભાે રહે અને જો તે ભૂખ્યાે હોય તો તને પૂછે હું તને ખાવ કે નહી? ગાંડો માણસ પૂછે હું નખરા કરું કે નહી અને સૌથી મહત્વ નું તારુ આ દિલ તને કયારેય પૂછે છે કે ભાઇ હું ધબકારા લવ કે નહી? નથી પૂછતું ને? તો પછી તું બીજા ને શું કામ પૂછવા જાય છે. તારી જીંદગી તારા સપના અને તારી મહેનત વળગી જા કામ પર. માથા પર ટાલ પડી જાય ત્યાં સુધી કામ કર, આખુ શરીર ના પાડે કામ કરવાની તો પણ એને થોડું મનાવી તું તારુ કામ કરતો જા. તારું જ શરીર છે મનાવીશ એટલે ફટાકે માની જશે અને એ દિવસે જે ઊંઘ આવશે તે અત્યાર ની ઊંઘ કરતા વધુ જ મીઠી લાગશે. કારણકે દિલ થી કરેલી મહેનત પછી હંમેશાં ગાઢ નિદ્રા જ આવે છે અને એ ઊંઘ ૩-૪ કલાક ની હશે તો પણ તને આળસ નહી આવે. એકવાર જે સપના પાછળ દોટ મુકી દે છે ને તેને લગભગ કયારેય થાક નથી લાગતો.
હા, હવે બધુ નહી પણ થોડું સમજાયુ મને. જીંદગી જેવી છે મારી મસ્ત જ છે. ખરાબ તો હું જ બનાવી રહયો હતો હંમેશાં ખોટી સાઇડ થી વિચારીને. જેવું છે એમાં ખુશ રહો પણ જેટલું છે એમાં ખુશ ના રહો. હંમેશાં કાઇ વધુ સારું કરવાનો પહેલા આગ્રહ રાખો. સમજાય તો છે પણ મારા વાળ કેમ ભીના થાય છે? અર્્ર્રે મોઢા પર પણ પાણી આવ્યું. વરસાદ તો છે નઇ.
તું ઊંઘમાં છો દીકરા દરરોજની જેમ અને આજે પણ ૧૦ વાગી ગયા છે અને તારા ભાભી દરરોજની જેમ જ તારા મોઢા પર પાણી નાખી ને તને જગાડી રહયા છે. ચાલો હવે હું નીકળું અને આશા રાખું છું કે આ તારી છેલ્લી સવાર છે જયાં તું ૧૦ વાગ્યે ઊઠી રહયો છે આજ ની સવારથી તું તારા સપના પાછળ અવશ્ય કામ કરીશ કારણકે હવે હું તારી આ બોરીંગ લાઇફ સ્ટાઇલ થી થાકી ગઇ છું. આશા રહેશે તારી આ જીંદગી ને જીંદગી મળશે.
અચાનક બધુ ગાયબ અને સામે ભાભી પાણી નો ગ્લાસ ભરી ને ઊભા હતા. હકીકત માં આ તો એક સપનું જ હતું પણ બહુ અલગ હતું.
"ચાલ ઊભાે થા અને હવે તો વળગી પડ." મેં ખુદ ને જ કહ્યું.
~પિયુષ એમ. કાજાવદરા
Email Id: kajavadarapiyush786@gmail.com