નો-વેલ
ધ સ્ટોરી ઓફ કન્ફ્યુઝ્ડ યુથ...
(પ્રકરણ - ૨૦)
દર્શન નસીત
darshannasit@gmail.com
‘રાકેશને આવો શોખ કેમ જાગ્યો?’ પ્રિયંકના આવેલા ફોનમાં ન તો કોઈ ખુશ સમાચાર પૂછવામાં આવ્યા કે ના બીજી કોઈ વાત થઇ.
‘શેનો શોખ?’ ચુંટણીના ત્રણ મહિના પછી પણ બંને ભાઈઓના સંબંધમાં કોઈ ફેરફાર જોવા નહોતો મળ્યો. બંને વચ્ચે રહેલી તિરાડ દિવસેને દિવસે વધતી જતી હતી.
‘તે મુંબઈ આવ્યો હતો. કોઈ મૂવીના પ્રોડ્યુસર તરીકે ડીરેક્ટર અને સ્ક્રીપ્ટ રાઈટરની શોધમાં...’ પ્રિયંકે વધુ ચોખવટ પડતા કહ્યું.
‘અત્યારે ત્યાં જ છે?’ શ્યામે ફોનને જમણેથી ડાબા કાન તરફ લેતા કહ્યું.
‘બે દિવસ પહેલા ફોન પર તે મને ફિલ્મ બનાવવા બાબતે મળવા આવે છે તેવી વાત થઈ હતી. મારા ત્રીજા મૂવીના ડીરેક્શનમાંથી હું આજે છુટો થયો, હમણાં મારા ઘરેથી ગયો.’ ધીરેધીરે પ્રિયંકે શ્યામને રાકેશ સાથે થયેલી બધી વાત જણાવ્યા બાદ એટલું બોલ્યો કે ‘મેં તેને સમજાવવા વિચાર્યું હતું પણ એ અસરકારક ન નીવડત. એટલે મેં તને ફોન કર્યો.’
‘હું આજે જ ત્યાં આવવા નીકળું છું. કાલે તું તેને ફિલ્મના બહાને મળવા બોલાવજે. હું પ્રયત્ન કરું જો એ હજુ પાછો વળે તો...’ ફોન કટ કરીને મનોમન વિચારવા લાગ્યો કે રાકેશ આટલી હદ સુધી જઈ શકે?
શક્ય છે, જો શ્યામ પ્રેમ માટે કઈ પણ કરે તો રાકેશ પણ દિલના ખૂણે રહીને વારંવાર દર્દ દેતી ઘટના હેતુ કઈ પણ કરી શકે.
₪ ₪ ₪
પ્રિયંકના મુંબઈ સ્થિત ઘરમાં મૂવીના પ્રોડ્યુસર બનીને આવેલા રાકેશ વિસ્ત્તારથી વાત કરવા આવ્યો હતો. શરૂઆત અંદરખાને સળગતી ચિનગારીથી થઈ.
‘પ્રિયંક મૂવીનો ટોપિક એકદમ જલદ હોવો જોઈએ. તેમાં સારા એવા એક્ટરો લઈને સુપરહિટ બનાવવા માટે ગમે તેટલા રૂપિયા ખરચવા પડે તો પણ મંજુર છે.’
‘જલદ, મતલબ?’ તેની પહેલી ફિલ્મ બ્લોકબસ્ટર રોમેન્ટિક, હાલમાં પૂરી કરેલી એક્શન ફિલ્મ બાદ ત્રીજી ફિલ્મનો ટોપિક ન સમજાતા પૂછયું.
‘કાસ્ટીઝમ બેઇઝ મૂવી.’
‘હમમમ...’
‘તેને જોઇને જોનાર દરેક વ્યક્તિ પોતાની જાતિને વધુ પ્રાધાન્ય આપવાં લાગે.’
‘પણ આમ કરવાથી તો ચારે તરફ અરાજકતાનો માહોલ છવાઈ જશે.’ પ્રિયંકે તેને વારવા માટે કોશિશ કરી.
‘એજ તો કરવું છે.જયારે કોઈ વ્યક્તિ પોતાની જાતિને મુખ્ય ગણશે ત્યારે તે બીજા ધર્મને તે સાવ અવગણવા લાગશે. ફિલ્મ રિલીઝના થોડા દિવસો પહેલા પબ્લીસીટી સ્ટંટ તરીકે કૈક કરીશું જેના લીધે લોકો મૂવી જોવા માટે આકર્ષાશે’
‘રાકેશભાઈ, આમ કરવું યોગ્ય ન ગણાય.’ બંનેની વાતો બીજા રૂમમાં બેસીને સાંભળ્યા બાદ રાકેશ તરફ ફૈઝલની સાથે બહાર નીકળતી વખતે શ્યામેં કહ્યું.
‘પ્રેમ અને ઝઘડામાં બધું યોગ્ય જ હોય છે. હું જે કરું છું, અને કરીશ બંને યોગ્ય જ હશે. જો તું દખલ ના કરે તો એ તારા માટે વધુ સારું રહેશે.’
‘તું એવું વિચારે છે કે લોકો એકબીજાને મારવા માટે હથિયાર ઉપાડી લે?’
‘ફૈઝલ, તું મારો મિત્ર છે કે દુશ્મન એ હું નથી સમજી શકતો. ત્રણ વર્ષ સુધી મારી સાથે રહ્યો ત્યારબાદ શ્યામ-ઝરીનને ભગાડવામાં મદદ કરી. ઝરીનના મરવાનું નાટક રચ્યું. આ બધા દ્વારા અંતે તું સૂચવવા શું માંગે છે?’
‘હું અને શ્યામ દેશમાં પડેલી કેટલીક તિરાડોને પૂરવા પ્રયત્નો કરીએ છીએ જયારે તું એ તિરાડો બનાવવા વિચારે છે. આ તો એવી વાત થઇ કે કોઈ વ્યક્તિને અંગમાં કઈ પ્રોબ્લેમ આવી ગયો તો, તારા મત મુજબ એ અંગ દુર કરી નાખવું જયારે અમારા વિચાર મુજબ તેનો ઈલાજ કરવાનો છે.’
‘હું પણ વિચારતો હતો કે રાજકારણની મદદથી સુધારા કઈ રીતે લાવી શકાય?’
‘તું જે કરવા જઈ રહ્યો છે અને ત્રણ વર્ષ પહેલા જે કર્યું હતું. એ બધાનું કારણ?’ ફૈઝલ અને રાકેશ વચ્ચે ચાલતા સંવાદમાં બાકીના બંને ચુપચાપ સાંભળતા હતા.
’૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨, યાદ છે એ દિવસ?’
‘પણ ગોધરાકાંડ ને તારી સાથે શું સંબંધ?’
‘સંબંધ છે. અયોધ્યાથી પાછા ફરતી વખતે ગોધરામાં સળગાવી દેવાયેલા ટ્રેનના ડબ્બામાં શીલ્પાફઈને બેરહેમીથી સળગાવી દેવાયા હતા. ત્યારથી લઈને પપ્પાની આંખોમાં તેની બહેન ખોઈ દેવાનો ખાલીપો ભટકતો દેખાય છે, બસ એટલે મેં નક્કી કરી લીધું કે આ ઘટના પાછળ રહેલા લોકોને હું બરાબર પાઠ ભણાવીશ.’
“એનો અર્થ એ નથી કે કેટલાક લોકોના અસામાજિક કૃત્યોને લઈને તું બે ધર્મનો લોકોને વચ્ચે દીવાલ ચણવા વિચારે. કેટલાક લોકોને શાંતિથી જીવવા જોઈએ છે નહી કે ધર્મ ધર્મ કરીને મરવા.....” ફેઝલ બોલ્યો.
“શિલ્પાફઈની ઘટના આપણા બંને પર અસર કરી ગઈ. તારામાં લોકોને અલગ કરવાની અને મારામાં લોકોને એક કરવાની. તું વિચાર કર કે બંને પર થયેલી અસરમાંથી રાજકારણ અને લોકહિતમાં કઈ છે?’
“તું ગમે તે બોલ. મને નથી લાગતું એ રાકેશના ગળે વાત ઉતરશે.” પ્રીયંક આગળ કઈ ના બોલ્યો. રાકેશ ચૂપ થઈને છીછરી ભીની આંખે બધાની વાત પર વિચારતો હતો.
“જો તું ફિલ્મ બનાવીને લોકોની વચ્ચે કોમીહુલ્લડો ઉભા કરવા જેટલા સ્વાર્થથી તું વિચારે છે એટલું તેના કારણે લોકોમાં જે ફેરફાર આવશે તેના વિષે વિચાર્યું છે? શીલ્પાફઈની માફક કેટલાય નિર્દોષ લોકો મરશે તો કેટલાય ઘવાશે, જે કોઈના ભાઈબહેન, માબાપ સબંધી જ હશે ને! પોતાનાને ખોઈ બેઠેલા લોકોની આંખોમાં ઉઠેલી આગમાં કેટલાય રાકેશનો જન્મ થશે. એ બધાંથી કોઈને કોઈ ફરી સમાજમાં અરાજકતા ફેલાવવા વિચારશે ત્યારે શાંતિનું વાતાવરણ કઈ રીતે સ્થાપિત કરીશ?” શ્યામના શબ્દો બધાની નજર સાથે રાકેશ પર આવીને અટકી ગયા. રાકેશના ચહેરા પરથી પારાવાર પસ્તાવાની લાગણી અનુભવતો હોય તેવું લાગતું હતું.
“પ્રિયંક, મૂવી તો બનશે જ.”
“હજુ પણ?”
“બસ ટોપિક થોડો અલગ હશે. મારા મૂવીથી લોકોને ફક્ત મનોરંજન જ નહી સાથોસાથ બહાર નીકળતી વખતે સંગઠનની શક્તિ અને વિવિધતામાં એકતા ફેલાવવા વિચારે એવું કૈક બનાવવું છે.”
“આ થઈને વાત.” ફૈઝલ બોલ્યો.
“આટલેથી વાત નહી પતે. મારે શ્યામને કહેવું છે કે તે મને રાજકારણમાં પણ સ્થાન પણ આપે.”
“બોલોને હું શું કરી શકું?” શ્યામને રાકેશમાં વિચારબદલો આવતા માન થવા લાગ્યું.
“આપણે બંને રાજકારણની ઓપોઝીટ પાર્ટીમાં રહીને ઈલેક્શન લડીશું. જીત તારી કે મારી નહિ, આપણા બંનેની થશે. જે રીતે તે મને સમજાવવા પ્રયત્ન કર્યા તેમ આપને સમાજમાં સુધારો લાવવા પ્રયત્નો કરીશું.”
“આ માટે હવે તું આપણે બે નહી, પણ આપણે પાંચ શબ્દ વાપરે તો સારું રહેશે.”
“કેમ પાંચ?” રાકેશને ફૈઝલની વાત સમજ ના પડી.
“હું, તું, શ્યામ, ઝરીન અને હિમતલાલ.”
“ઝરીન, આ વાતમાં?”
“હા, રાજકારણની રમતમાં એ એકો છે. તેની મદદથી આપણે સ્ત્રી જાગૃતિ અને બીજા પણ કેટલાક કામ પાર પાડી શકીશું.”
પ્રિયંકને નિર્માતાની સાથે મિટિંગનો સમય થઇ ગયો હતો. રાકેશ, શ્યામ, ફૈઝલ ત્રણેય મુંબઈની રોનક નિહાળવા પ્રિયાંકની સાથે ઘરમાંથી નીકળ્યા.
“તમારો ધક્કો વસુલ થયો.”
“હમમ.... જો તમે ન આવ્યા હોત તો કદાચ પછી હું જે ભૂલ કરવા જતો હતો એ માફીને લાયક પણ નહોત. થેંક્સ યાર.”
“દોસ્તીમે નો સોરી એન્ડ નો થેંક્સ.” બે વર્ષ પહેલા છુટા પડેલા બે મિત્રોનું આજે એક જૂના ડાયલોગ સાથે ફરી મિલન થયું.
“ઇટ્સ ઓકે.”
તેઓ પાર્કિંગમાં પહોંચ્યા. તેમની કાર પાસે કેટલાક છોકરાઓ બર્થડે સેલિબ્રેશન કોઈ અલગ પ્રકારે અને અલગ જગ્યાએ કરવા માંગતા હતા. તેમની વાત સાંભળીને રાકેશે પ્રિયંકની સામે જોઇને કહ્યું,”પ્રિયંક કઈ યાદ આવે? સ્પીરીટ કમ, સ્પીરીટ કમ”
“ત્યારથી તારામાં ચડેલા જાતીવાદના ગંદકી ભરેલા રાજકારણનું ભૂત આજે શ્યામ વડે સ્પીરીટ ગો સ્પીરીટ ગો બોલવાથી ચાલ્યું પણ ગયું.”
“હવે આ ભૂત પાછુ ના વળગે એ ધ્યાન રાખજે.” ગાડીમાં બેસતા સમયે ચારેય એકબીજા તરફ જોઇને હળવું હસી પડ્યા.
₪ ₪ ₪
વર્તમાન
૨૦ જુન, ૨૦૧૩
‘પછી શું થયું?’ વાત અધુરી લગતા મેં પૂછ્યું.
‘અંતમાં અમે બંને ભાઈઓએ એકબીજાની સાથે મળીને સેવેલા સપનાઓને પુરા કરવા માટે રાકેશની ઈચ્છા મુજબ અલગ અલગ પાર્ટીમાંથી ઉભા રહીને લડત શરુ કરી. ઘરેથી ભાગ્યને ચા મહિના બાદ પપ્પાએ મારી પ્રેમિકાને ઘરની વહુ તરીકે અપનાવી લીધી અને તેના ઘરેથી મને જમાઈ તરીકે... આટલું થયા પછી પણ થોડા દિવસો સુધી બન્ને કુટુંબના વ્યવહાર અજુગતા રહ્યા, જે સ્વાભાવિક હતું. વિચારોમાં કૈક નવો આવતો સુધારો લોકોના મનમાં બેસાડવો અઘરો પડે છે.’
હું બસમાં બેઠેલી સ્ત્રી માટે જે અનુમાન કરતો હતો, પણ પછી જાણેલી કથાવસ્તુ પરથી અનુમાનનો પ્રવાહ વંકાયો. મારી સામે બંને ભીમથી કોઈ એક હતો એ ફાઈનલ હતું.
‘શ્યામભાઈ, તમારી આ જીવનકથા આધારિત બૂક લખવા માટે પ્રયત્નો કરીશ કે મારા વડે લખાયેલું લખાણ તમે જે સુધારો લાવવા વિચારો છો એ તરફનું બની રહે અને સ્ટોરી કહેવા બદલ આપનો હ્ર્દ્યપુર્વક આભાર.’ મેં કહ્યું.
‘પ્રજાજનોને મદદ કરવી એ તો રાજકારણીઓનો ધર્મ છે. મારા મત મુજબ દરેક વ્યક્તિ પાસે કહેવા માટે કોઈ સ્ટોરી હોય છે. તારી શું સ્ટોરી છે?’
‘આ ઉમરમાં મારી તો શું સ્ટોરી હોવાની ?’ સમગ્ર કથામાં વર્ણવાયેલા ખુબસુરત ચહેરાની સાથે રહેનાર નાયકને જણાવ્યું.
‘દરેકની આંખ બોલી પણ શકે છે અને સાંભળી પણ...’ મારી આખો તેમની અખો સાથે વાત કરતી હોઈ તેમ તેમણે કહ્યું.
‘હજુ મારી સ્ટોરીમાં વળાંક નથી આવ્યા. જયારે વળાંક આવશે ત્યારે હું ચોક્કસપણે કહીશ કે સાત દિવસમાં પ્રેમ કઈ રીતે પામવો અથવા એન્જીનીયરીંગ કરતા વિદ્યાર્થીઓની જીંદગી શું હોઈ છે?’
‘બંને સારા ટોપિક છે. હું જરૂરથી વાચીશ, અને સ્ટોરી માટે ઓલ ધી બેસ્ટ.’
‘થેંક યુ...’ તેના ફોનમાં રીંગ વાગી. ફોન પર વાત કર્તાની સાથે ચહેરા પરના હાવભાવ બદલાયા.
‘હવે જઈશું ?’ તેમને ઉતાવળ હોઈ તેમ કહ્યું.
‘હમમમ..’ અમારે જવાનો અને ટ્રેનને આવવાનો સમય થઈ ગયો હતો.
# સમાપ્ત #
દર્શન નસીત
darshannasit@gmail.com