હું ગુજરાતી - ૪૮
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as Matrubharti.
Matrubharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.
અનુક્રમણિકા
૧.એડિટરની અટારીએથી - સિદ્ધાર્થ છાયા
૨.સખૈયો - સ્નેહા પટેલ
૩.ર્સ્િીપીંછ - કાનજી મકવાણા
૪.‘ઉપ’સંહાર - અજય ઉપાધ્યાય
૫.કૌતુક કથા - હર્ષ પંડયા
૬.સંજય દ્રષ્ટિ - સંજય પિઠડીયા
૭.મસ્ત રિડ - ભૂમિકા દેસાઈ શાહ
૮.બોલીસોફી - સિદ્ધાર્થ છાયા
૯.લઘરી વાતો - વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી
એડિટરની અટારીએથી....
* સિદ્ધાર્થ છાયા *
ઈ-દ્બટ્ઠૈઙ્મ : જૈઙ્ઘઙ્ઘરટ્ઠિંર.ષ્ઠરરટ્ઠઅટ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ
તું ખરાબ + હું ખરાબ = હું સારો
રાજકારણમાં પણ મજા લઈ શકાય છે, જો એ સ્વસ્થ રાજકારણ હોય તો. પોતપોતાના પક્ષની વિચારધારાને વળગી રહીને સામેના પક્ષની વિચારધારાની સ્વચ્છ શબ્દોમાં ટીકા કરતા નેતાઓને બોલતા અને સાંભળવા પણ ખુબ ગમે. આપણા વડિલો સંસદમાં નહેરૂ-વાજપેયી અને નહેરૂ-લોહિયાની સંસદમાં ચાલતી ઉચ્ચકક્ષાની ચર્ચા વિષે ખુબ બોલતા અને વખાણ પણ કરતા. આજનો યુવાન જ્યારે આજના નેતાઓના બોલ સાંભળે છે ત્યારે એને એવો ડાઉટ તો જરૂર જતો હશે કે શું આવું ખરેખર નહેરૂ, લોહિયા કે વાજપેયી બોલ્યા હશે કે પછી આપણને આપણા વડિલો ખોટેખોટું જ કહેતા? પણ એમનું એમ વિચારવું સાવ ખોટું નથી કારણકે તેઓ રોજ ટીવી પર જે જોવે છે એવું જ માને પણ છે. આજનું રાજકારણ પણ ટેલિવિઝન ડેઈલી સોપની જેમજ નઁ બેઝ્ડ થઈ ગયું છે.
જે કોઈ ઈશ્યુથી વધુ મત મળે એ ઈશ્યુ પર પક્ષની વિચારધારા ગઈ તેલ લેવા પણ આપણે એક સાઈડ જઈને જરૂરથી ઉભું રહેવું. પરિણામે જે વચનો આપીને મત લીધા હોય એની સાથે તેમની આજની કાર્યપદ્ધતિ સાથે કોઈજ મેળ ખાતો નથી. ટેલિવિઝન ડિબેટમાં પણ મોટેભાગે ચર્ચાને બદલે કેઓસ જ દેખાતો હોય છે. મૃત્યુનો મલાજો પણ ભૂલી જવાયો છે. કાલે બોલાયેલું આજે ભૂલી જવાય છે. રાજકારણમાં સારા લોકોની જરૂર છે, પણ ખરાબ લોકો દ્વારા ચાલતું હલકી કક્ષાનું રાજકારણ જોઈને કોઈપણ સારો માણસ આ ગંદા પાણીના ખાબોચિયામાં પગ મુકવા તૈયાર નહીં જ થાય. આજે રાજકારણમાં બેસેલા ખરાબ લોકોને પણ કદાચ આ જ જોઈએ છીએ જેથી એમનો ધંધો ચાલુ રહે.
હાલમાં જે પ્રકારનું રાજકારણ, આરોપો અને પ્રતિઆરોપોથી ગ્રસ્ત છે તેનાથી કોઈનું પણ મન વિચલિત થઈ શકે છે, જેમાંથી હું પણ પોતાની જાતને અલગ કરી શકતો નથી, એટલે આજે ફક્ત આટલુંજ.
ગણતંત્ર દિવસની શુભેચ્છાઓ.
* સિદ્ધાર્થ છાયા *
સખૈયો
* સ્નેહા પટેલ *
ઈ-દ્બટ્ઠૈઙ્મ : જહીરટ્ઠરીંજ્રઅટ્ઠર્રર્.ર્ષ્ઠ.ૈહ
સખૈયા...હે સખૈયા...
કેમ છે ? અહીં તો રાતનો સમય છે. અમારા વિશ્વમાં તો તું જાણે ને - રાત પડે એટલે અંધારૂં જ થઈ જાય - માંહ્યલી કોર જાતજાતના નૃત્યો થકી અંધારૂં તાંડવ ખેલતું જ હોય છે પણ રાત પડે એટલે બહાર પણ અંધારૂ થઈ જાય છે. અત્ર - તત્ર સર્વત્ર અંધકાર. અંધારામાં સામાન્યતઃ લોકોની આંખોમાં નિંદ્રાદેવી રૂમઝુમતા પ્રવેશ કરીને પોતાનું શાસન ચાલુ કરી દે પણ ખબર નહીં કેમ રાતના અંધારામાં મને તું સતત યાદ આવ્યા કરે છે. હું સતત અંદર ઉંડી ઉતરીને તારો પ્રકાશ શોધવા મથામણ કરતી રહું છું - કોઈક વાર સફળ થાઉં છું ને કોઈક વાર નિષ્ફળ પણ જાઉં છું. પણ જ્યારે સફળ થઈ હોવું ત્યારે જાણે જન્મારો સફળ થઈ ગયો એવું જ અનુભવું છું.
આજે પણ મેં મારો એ પ્રયાસ ચાલુ કર્યોં. વિચારો બહુ વિચિત્ર હોય છે. જેટલાં દબાઈએ એટલાં જોરથી ઉથલા મારે ને મારા મગજમાં પણ આજે સવારે મેં જોયેલું એક દ્રશ્ય ઉથલો મારી ગયું.
સખા...લોકો કહે છે કે તું મંદિરમાં વાસ કરે છે, તે હેં - આ વાત સાચી કે ? અમારા ઘરની નજીક કોઈ મંદિર બન્યું હતું. બહુ દિવસથી ત્યાં ’જઉં જઉં’ કરતી હતી પણ મેળ નહતો પડતો. આજે સવારે એ કામ પૂરૂં કર્યું. વહેલી સવારના ઉઠીને ઝાકળભીના વાતાવરણમાં હું મંદિરે ગઈ હતી. આગલા દિવસના ઘોંઘાટનો થાક ઉતારીને સવારે ફ્રેશ થયેલું વાતાવરણ પણ પ્રફુલ્લિત હતું. આસોપાલવ, મોગરો, રાતરાણી જેવા વૃક્ષોના પાંદડાની ઝીણી ઝીણી મર્મર પણ સાંભળી - અનુભવી શકાતી હતી. ઠંડી ને નિર્મળ હવાનો સ્પર્શ થતાં રોમે રોમે ટેકરીઓ ઉપસી આવતી હતી - મનમાં આનંદના ઝરાં ફૂટી નીકળતાં હતાં. હું મારા સખાને મળવા જતી હતી ને !
મંદિરમાં તો તને આ લોકોએ કેદ કરીને રાખ્યો હશે એટલે મૂર્ત્િારૂપે તો તું ત્યાં મળી જ જઈશ એવો વિશ્વાસ હતો. નહીંતર તું રહ્યો મૂડી મિત્ર - લાખ કાલાવાલા કરૂં તો ય ના આવે અને ફકત આંખ મીંચીને તને વ્ચિારી લઉં તો ય તું સાક્ષાત આવીને ઉભો રહી જાય.
મંદિરનું પ્રવેશદ્વાર અદભુત હતું. આરસમાં ઝીણી ઝીણી કોતરણી અને એમાં લાલ - લીલાં - ભૂરાં રંગો પૂરેલા હતાં. લાકડાંના નકશીકામવાળા મોટાં મસ કમાડમાં પિત્તળના ચકચકીત કડાં લટકતાં હતાં. મંદિરમાં અંદરની બાજુ ચોતરફ આરસ જ આરસ - શ્વેત ધવલ આરસથી સમગ્ર વાતાવરણ નિર્મળ ને પવિત્ર લાગતું હતું. છત પર ષટકોણની ડિઝાઈનમાં કાચ જડેલાં હતાં ને એની ફરતે લાલ ભૂરાં કલરની કોતરણીવાળાં લાકડાં. બે ખૂણામાં બે તોતિંગ ઘંટ લટકતાં હતાં. સામે જ ભંડારાની પાછળ તું બિરાજમાન હતો અને આગળની બાજુ ગુલાબ,જાસૂદ,મોગરો જેવાં ફૂલોની ચાદર પર ધૂપસળીની ધૂમ્રસેરમાંથી આછી આભા દેખાઈ રહી હતી.
સખૈયા, મને એ ક્ષણે અફસોસ થયો કે હું રોજ તારા દર્શન માટે અહીં મંદિરમાં કેમ નથી આવતી ? આ વાતાવરણ કેટલું પવિત્ર , અલૌકિક છે અને શ્રધ્ધાથી મારી આંખો બંધ થઈ ગઈ અને બે હાથ જોડાઈ ગયાં. મનનો તાર તારા તાર સાથે સંધાન કરવા જ જતો હતો ને મારૂં ધ્યાન ભંગ થઈ ગયું. બાજુમાં જ એક બેન એમના હાથમાં રહેલા પરચૂરણ સિક્કાં એક એક કરીને ભંડારમાં ખડકતાં જતાં હતાં. સિક્કાં ખલાસ થઈ જતાં એમણે એમના પર્સમાંથી સો સોની થોડી નોટ કાઢી અને મંદિરના એક એક ખૂણે જ્યાં પણ મૂકી શકાય ત્યાં એ નોટ મૂકવા લાગ્યાં. એમની ભક્તિથી દિલ ગદ ગદ થઈ ગયું.
’દાનવીર કર્ણ.’
ત્યાં તો એ શેઠાણીએ એમની બાજુમાં રહેલાં ડરાઈવર જેવા માણસને મોકલીને એમની ગાડીમાંથી પૂજાપાનો મોટો થાળ મંગાવ્યો જેમાં ચુંદડી, પ્રસાદ ને સોના ચાંદીના દાગીના સુધ્ધાં હતાં. મંદિરમાં ઉપસ્થિત દરેક માણસની આંખો એ બેન પર સ્થિર થઈ ગઈ હતી. પૂજારી પણ એમના વૈભાવ, રૂઆબથી ચકાચોંધ થઈને એમના ભણી દોડી ગયો અને તારા દર્શન માટેની લાઈનમાં ઉભા રહેલા લોકોને તદ્દન અવગણીને શેઠાણીજીને ’આવો આવો’ કહીને લાઈનમાં સર્વપ્રથમ ઉભા કરી દીધાં.
એનું વર્તન જોઈને મને એ ના સમજાયું કે એ પૂજારી માટે તારૂં સ્થાન ઉંચુ હતું કે પેલા શેઠાણીનું ?
ને મારાથી તારી આ અવહેલના સહન ના થતાં હું ત્યાંથી નીકળી ગઈ.
એ અકળામણ અત્યારે રાતે મને સૂવા નહતી દેતી. સખૈયા, મંદિર - એ દર્શન માટેની જગ્યા છે કે પ્રદર્શન માટેની ? મંદિર તો સ્વચ્છ અને પવિત્ર હોય એટલું જ કાફી છે ને ! વળી સાચા દિલથી જે પણ તારા શરણમાં આવતો હોય એના કપડાં - ઘરેણાં - ગાડીને કેમ પ્રાધાન્ય અપાય છે ? હૈયાનાં અત્તરથી મઘમઘતો માનવી આમ હાંસિયામાં ખસેડાઈ જાય અને ખોટા સિક્કાં જેવા માનવીઓ વૈભવના નકલી અજવાળાથી ચળક ચળક થયા કરે..
ઉફ્ફ..સખૈયા - તારા રાજમાં આવો અન્યાય ! આ બધું તું કેમ ચલાવી લે છે ?
આંખો હવે ઘેરાઈ રહી છે. મગજ થોડું થોડું સૂન્ન થતું જાય છે. લાગે છે સજાગતાનો દોર પૂરો થવાની અણી પર છે. એક કામ કર સખૈયા - હવે તું મને સ્વપ્નમાં જ મળજે અને ત્યાં આવીને મને મારા આ સવાલનો ઉત્તર આપજે. હું રાહ જોઉં છું હાં કે..
* સ્નેહા પટેલ *
ર્સ્િીપીંછ
* કાનજી મકવાણા *
ઈ-દ્બટ્ઠૈઙ્મ : દ્બટ્ઠાુટ્ઠહટ્ઠોદ્બટ્ઠિ૩૪જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ
ર્સ્િીપીંછ
કાનજી મકવાણા
ઉપસંહાર
* અજય ઉપાધ્યાય *
ઈ-દ્બટ્ઠૈઙ્મઃ ટ્ઠોદ્ઘિંજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ
આ બોર સ્વીટ નથી...!!!
‘‘સુબહ હોતી હૈ ...શામ હોતી હૈ .....બસ જિંદગી યુહી તમામ હોતી હૈ ....” સહી પકડા બીડુ ...આમ તો આ એક ગીતની જ પંક્તિઓ છે પણ આજકી ભાગદોડવાળી જિંદગીમે આ ખુબસુરત અને માર્મિક શબ્દો ગણગણવા પડે એવા મોકા બાર બાર આવતા રહે છે .....રીમોટ હાથમાં હોય અને દીવાલ પર જડેલા ૧૦૨૦ ટ ૮૪૦ રીઝોલ્યુશનવાળા એચડી ટીવીમાં ઢગલો ચેનલ આવતી હોય છતાં પણ ....ખિસ્સામાં પૈસા પણ હોય , નજર સામે મસ્ત મજાનું મલ્ટીપ્લેક્ષ પણ હોય ને એમાં હીટ મુવી પણ જોઈ શકાતું હોય છતાં પણ ...શનિવાર પછી રવિવાર આવવાનો જ હોય , પ્લાનિંગ પણ ઘણા હોય ને એમાંથી કેટલાક એક્જ્યુકેટ પણ થઈ શકતા હોય છતાં પણ ....શહેરના મેદાનમાં લાગેલા ફનફેરની મજા લેવાઈ જવાતી હોય , આઈસ્ક્રીમ / નાસ્તાની મજા માણી લેવાતી હોય , કલાક બે-કલાક એટ્મો ને આત્મો બેય ગ્રીન ગ્રીન ને ગાર્ડન ગાર્ડન પણ થઈ જતા હોય છતાં પણ .....છતાં પણ ....છતાં પણ ......અંતે હરીફરીને એક જ રેકોર્ડ પર પીન ચોટી જતી હોય છે ....” યાર ....બહુ કંટાળો આવે છે ....કાઈ જામતું નથી ...” ..... એક્જેટલી આ જ વાક્યોના ઉચ્ચારણના બેકગ્રાઉન્ડમાં વાગતું ગીત બીજું કોઈ નહિ પણ લેખની શરૂઆતમાં લખ્યું એ જ હોવાનું ...એ જ હોવાનું અને એ જ હોવાનું .....!!!!!
રેડીયોમાં ૧૧ વાગે પૂરૂં થતું બિનાકા ગીતમાલા સાંભળીને સુવામાં , દુરદર્શનના પડદે રાતે નવ વાગતા જ પૂરો થઈ જતો છેલ્લો મનોરંજક કાર્યક્રમ જોઈને સુવામાં , ગામમાં મળતી એકાદી મીઠાઈને ખાધા પછી , દર દિવાળીએ જ મળતા નવા કપડા પહેર્યા પછીના આનંદ પછી કે પછી સાવ ટાંચા પગારોમાં પણ જીવી ગયેલા લોકોને ક્યારેક પૂછવાનો મોકો મળે તો પુછજો ને કે તમે ક્યારેય કંટાળતા ખરા ? ...મતલબ કે જિંદગીથી ક્યારેય ‘ બોર ‘ થયેલા ખરા ? મોટાભાગે જવાબ ના માં જ આવશે . પણ આજકાલ ૩૦ લાખના એન્યુઅલ પેકેજવાળાથી લઈને સાંજ પડયે ૪૦૦ની કમાણી કરતા રિક્ષાવાળાને પુછસો તો કહેશે કે “ઠીક છે , જીવાય છે પણ કંટાળો બહુ આવે છે ...” બીજાને પૂછવાનું સાહસ ન કરવું હોય તો ખુદને જ પૂછી જોજો ...માંહ્યલો ચિત્કારીને જવાબ આપશે કે ‘ હા , ભાઈ હા .....કંટાળો આવે છે , આવે છે ને આવે જ છે ...”
સાલું , બહોત વિકટ યે પ્રશ્ન હૈ ભૈયા કી સસુરા યે કંટાળા હૈ ક્યા ? યે બુડબુક બોરિંગ હોના આખિર હૈ ક્યા ? હું ને તમે ધાણીફૂટ અને ખુલ્લેઆમ બોલી કાઢતા હોઈએ છીએ કે યસ ઈટ ઈઝ બોરિંગ ...પણ ક્યારેય વિચાર કર્યો કે હાય અલ્લાહ ....આખિર આ બોર થવું એટલે શુ ? વ્હાય એન્ડ વોટનું આ ચક્કર સમજવું અઘરૂં છે કેમકે આ અન્ડરસ્ટેન્ડિંગનું નહીં પણ ફીલ્લીંગનું મેથેમેટિક્સ છે ...!!!! આગળ ટાંકેલા બધા ઉદાહરણોમાં પણ ગમતી સીરીયલ કે મુવી જોયા પછી બંધ થતા ટીવીના બ્લુસ્ક્રીનની સાથે જ એક અજીબ ખાલીપો ઘેરી વળે....મલ્ટીપ્લેક્ષના પગથીયા ઉતરતા ઉતરતા માંડે મૂવીની અસર ભુસાવા ને ઘેરી વળે કોઈક અજબ વિલન નામે સુનકારનું અટ્ટહાસ્ય ....ફનફેરના આઈસ્ક્રીમની ઠંડક ઓછી થતા વેત જ ઘેરી વળે ફરી પછી એ જ રૂટીનની ઘેરી અંધારી ગલિયા કે પુરા થવા જઈ રહેલા સન્ડેની ગમે એવી હસીન સાંજે પણ યાદ આવી જાય સોમવારની સનસનીખેજ એંધાણી..... આમાં સમજણ ગમે એટલી હોય તોય રૂટીનની આ બિહામણી યાદો ઘેરી વળે એટલે કેટલાક મોટેથી અને કેટલાક મનોમન ગણગણી જ ઉઠે .”.....જિંદગી યુહી તમામ હોતી હૈ ...” !!!
સરવાળે આટલું વાચ્યા પછી આ બોરનો ગોળ ગોળ નિષ્કર્ષ એ આવે છે કે રૂટીન લાઈફ કે છોર પે હૈ યે કંટાળા ...!!!! વાત પણ સાચી છે . જિંદગી જાણે એકસરખી થઈ ગઈ હોય એવું ફિલ થયા કરે તો સમજવું કે આ બોરિંગ બોરિંગ વાળું મ્યુઝીક વાગવાના ચાન્સીસ વધુ રહેવાના . રાત પડયે પથારીમાં પડતા જ સવારે ઉઠીને ઓફીસ , ધંધો કે ઈવન સ્કુલે કે કોલેજે જવાનું ને ત્યાં કરવાના કામો ઘેરી વળે એ અદ્રશ્ય કંટાળો એક અદ્રશ્ય ભય ....એક અદ્રશ્ય ડર !! ને આ ડર શેનો ? એ જ કે એકનું એક કામ કરવાનું ..એક ને એક લાઈફ જીવવાની ...એક ને એક નોકરી / ધંધો કે ભણતર કે ઘરકામની રીપીટેટીવ દુનિયા ...!!! આમાં જોખમ સૌથી મોટું એ છે કે આ બોર - કંટાળો ક્યારે મલ્ટીપલ થતા થતા હતાશા , ઉદાસી કે ચીડિયાપણામાં ટ્રાન્સફર થઈ જાય એની ખબર જ નથી રહેતી . એક્જેટલી મોટાભાગના ડીપ્રેશનના કિસ્સામાં ડીપ્રેસીવ મોમેન્ટ કે બનાવ કરતા વધુ ભાગ આ કંટાળી જવાની મનોવૃત્તિનો વધુ હોય છે .
સી , બોર થાવ તો બોરનેસ ( આઈ મીન કંટાળાપણા ) ને દુર કરવાના ડાહ્યા માણસોએ ઘણા નુસખા બતાવ્યા છે . ગમતું કામ કરો ને ગમતું મ્યુઝીક સાંભળો ને બગીચામાં ફરવા જાવ ને પ્રિયપાત્ર સાથે સમય પસાર કરો ને ...બ્લા...બ્લા....બ્લા....!!! પણ ભૈયા ઓર ભૈયાકી બહેનો હકીકત એ છે કે જીવન એટલું ઝંડવા થઈ ગયું છે કે તમને ખુદ માટે જ સમય મળવો મુશ્કેલ બની રહેતો હોય ત્યાં બીજા માટે કે બીજી ચીજો માટે સમય કાઢવો મુશ્કેલ બની જાય છે . તો કરવું શુ વત્સ ? આમ તો શુ છે કે કંટાળાની સંધી છુટ્ટી પાડો તો સાદો અર્થ એ નીકળે કે ગમતું હોય કે નાં હોય છતાં પણ કરવા પડતા કામો કે જીવવી પડતી જિંદગીના લમ્હો એટલે કંટાળો..!!! વાત પણ સાચી છે ને ? બધું તો આપણે ધારીએ એમ થાય એવા ખુશ નસીબો તો સકલ સંસારમાં ઘણા ઓછા હશે અને હશે તો પણ ખાલી સહેજ આંખ બંધ કરીને વિચારો તો એમ થાય તો ખરૂં જ કે મુકેશ અંબાણી કે નરેન્દ્ર મોદી કે પછી સુનીલ મિત્તલ કે પછી શાહરૂખખાન કે મહેન્દ્રસિંહ ધોની બધા જ ને ગમે એટલી ભરચક લાઈફો અને ગમતી પ્રવૃતિઓ કરતા હોવા છતાં પણ ક્યાંક ને ક્યાંક કોઈક ને કોઈક ઘડી એ સો એ સો ટકા લેખની શરૂઆતમાં લખી એ ગીતની પંક્તિઓ તો ગાવાનો મોકો આવતો જ હશે ...ને એનું રીઝન છે બબુઆ કે જિંદગીમાં કોઈ ને કોઈ પળ , હિસ્સો કે સમય એવો તો આવતો જ રહેતો હોય છે કે જ્યાં કશું જ થઈ શકતું નથી હોતું ...બધું જ હોવા છતાં કશુક ઘટે છે એવી ફીલિંગ આવતી રહે છે ....બસ એ પળ , હિસ્સો કે ઘડી એ જ તો છે કંટાળો ...!!!! યાદ છે ને દોમદોમ સાહ્યબી અને ભરચક લાઈફ જીવતી હોવા છતાં ખુદ દીપિકાએ કબુલેલું કે એ ડીપ્રેશનમાં હતી ...યાદ છે ને સુપરસ્ટારના સિંહાસન સુધી પહોચી ગયેલો વિનોદખન્ના અચાનક જ સાધુ બની ગયેલો !!!!! નામ ડીપ્રેશન હોય કે પછી બીજું કોઈ પણ મૂળમાં તો એ જ મુઓ કંટાળો ....!!!!!
સો ઓલ થિંગ ઈઝ ધેટ કે ભૈયા ...ખુશી , મજા , ઉમંગ કે આવેગ ની જેમ જ કંટાળો પણ જિંદગીનો એક અહમ હિસ્સો જ છે , યસ એને દુર કરવાના ઉપાયો અનેક છે અને એ કરવા પણ જોઈએ પણ મી લોર્ડ ધેટ ડઝન્ટ મીન્સ યુ વોન્ટ બી બોરડ ? થશો જ કેમકે ખાલીપણું , કશુક ખૂટે છે એવી ફીલિંગ પણ જીવન નો એક હિસ્સો જ છે .....!!!! સો , જયારે પણ એવું લાગે કે આવે છે કંટાળો તો સમજવું કે જીવન નો એક ફેસ છે , પળ છે , હિસ્સો છે જે બહુ જલ્દી દુર થશે ....કરવો પડશે કારણકે કંટાળો , ખાલીપણું કે ઉદાસી ના સુક્કા વેરાન રણને પાર કરવાની ક્ષમતા જેટલી વધુ કેળવી શકો એટલી ઝડપથી રણ પછી શરૂ થતી લશગ્રીન - લહલહાતી ખુશહાલ જિંદગીની વધુ ને વધુ મજા માણી શકો ....!!!! બાયધ વે હોપ કે લેખ વાંચતા ‘ બોર ‘ તો નહીં હુયે હોંગે આપ ? કી હુયે ?
* અજય ઉપાધ્યાય *
કૌતુક કથા
* હર્ષ કે. પંડયા *
ઈ-દ્બટ્ઠૈઙ્મઃ દ્બટ્ઠહૐછઇ૮૭જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ
પત્રકારત્વ અને રાડારાડ ગોસ્વામી
શીર્ષક વાંચીને જ સમજી ગયા હશો કે આપણે કોની વાત કરીએ છીએ? અખબારી પત્રકારત્વ અને ઈલેક્ટ્રોનિક એટલે કે વીજાણું પત્રકારત્વમાં દેખીતો ફરક છે. ભારત દેશમાં બેંગાલ ગેઝેટ થી શરૂ કરીને આજ સુધી આ ક્ષેત્રે ઘણી ચડતી પડતી જોઈ છે, અપમાનો-ટીકાઓ સહ્યા છે અને ચોથી જાગીરની ભૂમિકા પણ ભજવી છે. નિર્ભયા કેસ હોય કે આરૂષ્િા કેસ, લોકપાલ આંદોલન હોય કે શીના બોરા કેસ, મીડિયાની ભૂમિકા ચાવીરૂપ રહી છે. એવું કહેવાય છે કે શરૂઆતના એંગલો-ઈન્ડિયન અખબારોએ બ્રિટિશ રાજની ઊંજળી બાજુ જ માંજીને બતાવવાનું ચાલુ રાખેલું. અને ત્યાં એક અખબારે રાષ્ટ્રીયતા વિષે પણ પોતાનો અભિપ્રાય આપવાનો શરૂ કર્યો. એ અખબારનું નામ ટાઈમ્સ ઓફ ઈન્ડિયા. (એ સિવાય સ્ટેટ્સમેન પણ હતું, જે જાણ ખાતર.) આજે એ ભારતમાં સૌથી વધુ વંચાતું અંગ્રેજી અખબાર બન્યું છે. પરંતુ, ડિજિટલ ક્રાંતિને પરિણામે ઈલેક્ટ્રોનિક મીડિયાનો ય પ્રભાવ એટલો જ વધ્યો છે. આજે ટાઈમ્સ નાઉ ચેનલ પર આવતો “ન્યૂઝ અવર ડિબેટ” નામનો શો ખાસ્સો ચર્ચામાં છે. શો ના સંચાલક શ્રી અર્નબ બુમાબૂમ ગૌસ્વામી છે. ખીખીખી.
રાતના ૯ થી ૧૧ ના પ્રાઈમ ટાઈમ સમય દરમિયાન આવતો આ શો ભલભલા માણસનું બીપી વધારી દેવા સક્ષમ છે. અનેક મોટા માથાઓ અને ચમરબંધીઓના પીંછા અને પરસેવા કાઢવામાં શ્રી અર્નબ ગૌસ્વામી માહેર છે. ૯ ઓક્ટોબર, ૧૯૭૩ ના રોજ ગુવાહાટી શહેરમાં જન્મેલા શ્રી અર્નબ ગૌસ્વામી ઉજળા અને ખમતીધર પરિવારનો વારસો ધરાવે છે. એમના દાદા સ્વાતંત્ર્ય ચળવળમાં ભાગ લેનારા કોંગ્રેસી હતા, અને નાના આસામમાં વર્ષો સુધી વિરોધ પક્ષના નેતા રહ્યા હતા. પિતા કોલોનેલ મનોરંજન ગૌસ્વામી બીજેપી ઉમેદવાર તરીકે ઈ.સ. ૧૯૯૮ માં ગુવાહાટીની લોકસભા સીટ પર ચૂંટણી લડયા હતા અને હાર્યા હતા. પિતા આર્મીમાં હોવાને લીધે અર્નબનું શાળાકીય શિક્ષણ જુદા જુદા શહેરોમાં થયું. એ પછી હિન્દુ કોલેજમાંથી સમાજશાસ્ત્રનું સ્નાતક અને ઓક્સફર્ડ વિશ્વવિદ્યાલય માંથી સામાજિક નૃવંશશાસ્ત્ર (ર્જીષ્ઠૈટ્ઠઙ્મ છહંરર્િર્ર્ઙ્મખ્તઅ) માંથી અનુસ્નાતકનું શિક્ષણ પૂરૂં કર્યું.
એકાદ વર્ષ કલકત્તા (હવે કોલકાતા) ના ‘ધ ટેલિગ્રાફ’ માં નોકરી કર્યા પછી અર્નબે એન.ડી.ટી.વી. ૨૪ટ૭ માં કામ શરૂ કર્યું. ડીડી મેટ્રો ચેનલ પર ‘ન્યૂઝ ટુનાઈટ’ નામનો પ્રોગ્રામ ચલાવતા અર્નબે પછીથી એન.ડી.ટી.વી. ૨૪ટ૭ માં આજે પ્રખ્યાત એવો ‘ન્યૂઝ અવર’ પ્રોગ્રામ શરૂ કર્યો. આ કાર્યક્રમમાં કોઈ મુદ્દા પર અલગ અલગ વ્યક્તિ વિશેષોને બોલાવવામાં આવે છે અને પછી ડિબેટ શરૂ કરવામાં આવે છે. હમણાં જ સંસ્કારી સેન્સર બોર્ડના ચેરમેન શ્રીમાન પહલાજ નિહલાનીને આ ડિબેટમાં બોલાવીને ગેંગેફેંફે કરાવનાર ટાઈમ્સ નાઉ ના એડિટર-ઈન-ચીફ શ્રી અર્નબ ગૌસ્વામી બુલંદ અવાજના માલિક છે. ટ્વીટર પર એમના નામના કેટલાય ફેક આઈ.ડી. ફરે છે. ‘નેશન વોન્ટ્સ એન આન્સર, નેશન વોન્ટ્સ ટુ નો ’ એ શ્રી ગૌસ્વામીના તકીયાકલામ છે. એ સામાન્ય માણસ સમજી શકે એ ભાષામાં સીધા અને અણિયાળા પ્રશ્નો પૂછે છે. હજી સામેવાળો જવાબ આપવાનું શરૂ કરે એ પહેલા જ એ ફરીથી બીજો,ત્રીજો અને ચોથો સવાલ પણ ઝીંકી દે છે. હજી સામેવાળો જવાબ પૂરો કરે એ પહેલા જ એ કહે છે, છકીંિ ટ્ઠહજુીિૈહખ્ત દ્બઅ ૂેીજર્ૈંહ, ુી ુૈઙ્મઙ્મ જંટ્ઠિં ંરી ઙ્ઘીહ્વટ્ઠીં. પરંતુ સવાલ પે સવાલ પે સવાલ પૂરા થતાં નથી અને સમગ્ર ડિબેટ ઓપન કરી દેવામાં આવે છે. ખલ્લાસ, એકબાજુ અન્ય આમંત્રિતો પોતાનો મત રજૂ કરતાં હોય છે, બીજી તરફ જેને સવાલ પૂછાયો હોય છે એ ગોટા વાળતો હોય છે અને વિનંતી કરતો હોય છે કે અર્નબ, ઙ્મીટ્ઠજી ઙ્મીં દ્બી જીટ્ઠા, ઙ્મીં દ્બી કૈહૈજર. પરંતુ, આ જ સ્થિતિ શ્રી ગૌસ્વામી માટે હુકમનું પાનું છે. અચાનક બાજુમાં ફૂટી જતાં સૂતળી બોમ્બની જેમ એ વરસી પડે છે. સવાલ એનો એ જ હોય છે પરંતુ એમાં એમની તીક્ષ્ણ ટિપ્પણી પણ ભળે છે. ‘ત્નેજં ટ્ઠહજુીિ ંરી ૂેીજર્ૈંહ સ્િ. દ્ગૈરઙ્મટ્ઠહૈ’ ટાઈપ દલીલો થી એ સામેવાળાને ચૂપ કરાવવામાં અને બે જણાંને ભીડાવી દેવામાં શ્રી ગૌસ્વામી માહેર છે. ‘ર્જી સ્િ. છહેટ્ઠદ્બ દ્ભરીિ ૈજ જટ્ઠઐહખ્ત ંરૈજ ટ્ઠર્હ્વેં ૈહર્ંઙ્મીટ્ઠિહષ્ઠી, ર્દ્ગુ ટ્ઠહજુીિ ઇટ્ઠદૃીીહટ્ઠ ર્હર્ઙ્ઘહ. ઇટ્ઠદૃીીહટ્ઠ જરટ્ઠઙ્મઙ્મ િીજર્હઙ્ઘ ર્ં સ્િ. છહેટ્ઠદ્બ દ્ભરીિ. ઇટ્ઠદૃીીહટ્ઠ, િીજર્હઙ્ઘ ર્ં ુરટ્ઠં છહેટ્ઠદ્બ દ્ભરીિ જટ્ઠઅજ.’ આવું કરીને રોજ અલગ અલગ મુદ્દે આખી ચર્ચા ચાલે છે.
પરંતુ, અર્નબ પોતે એના આ સ્વભાવ અને રવૈયાને, પોતાની ટીકાઓને હળવાશથી લે છે. મુંબઈ પ્રેસ ક્લબની જાહેર ચર્ચા દરમિયાન પોતાના પર થયેલી મજાકને ય એ વધુ પોટંટ(સમર્થ) બનાવી હસી શકે છે. આ એના વખાણ નથી. પરંતુ એ સ્પષ્ટ કહે છે, ‘અમે લોકો લોઅર પરેલના ન્યૂઝરૂમમાં બેસીને કામ કરીએ છીએ. આપણે ત્યાં મોટાભાગની ન્યૂઝ ચેનલ્સના કેન્દ્રો દિલ્હીમાં છે. એને લીધે કોઈ પણ પત્રકાર આ વ્યક્તિ સત્તા પર આવશે તો શું થશે અને આ વ્યક્તિ સત્તા પરથી જશે તો શું થશે ટાઈપના પત્રકારત્વમાં જાણે અજાણે જોતરાઈ જાય છે. પરંતુ, હું એનાથી પ્રભાવિત થવાને બદલે સ્વતંત્ર રીતે કામ કરતો રહું છું. આપણે ત્યાં જાણતા કોઈ એક રાજકીય ચહેરાથી ગજબ રીતે પ્રભાવિત થઈ જાય છે. મારા માટે મિ. મોદી એક રસપ્રદ રાજકીય કેરેક્ટરથી વિશેષ કશું જ નથી. અમને મિસ્ટર મોદીએ નહોતું કહ્યું કે મુઝફ્ફરનગરમાં રમખાણોની સ્ટોરી કરો, અમને એમણે નહોતું કહ્યું કે આઝમ ખાન વેનિસમાં સરકારી પૈસે ઘૂમી રહ્યા છે એ કવર કરો. એટ્લે સ્વતંત્ર વિચાર ધરાવતા પત્રકારોને એટલું જ કહીશ કે, ચિંતા ન કરો. તમારૂં કામ સ્વતંત્ર રહીને કરો. આગામી ૧૦ વર્ષ ન્યૂઝ ચેનલ્સ માટે સારા જ છે.’
મિસ્ટર અર્નબ ગૌસ્વામી, કોમન મેનના પ્રશ્નો સીધા સીધા પૂછવા માટે આપનો આભાર.
* હર્ષ કે. પંડયા *
સંજય દ્રષ્ટિ
* સંજય પીઠડીયા *
ઈ-દ્બટ્ઠૈઙ્મઃ જટ્ઠહદ્ઘટ્ઠઅિૈંરટ્ઠઙ્ઘૈટ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ
કાર્ટૂન - કળા કે ક’કળા’ટ?
આપણો સમાજ ધીમે ધીમે વધુ ને વધુ અસહિષ્ણુ બનતો જાય છે. લાગણી દુભાઈ જવાનું બહુ સામાન્ય બની ગયું છે અને લાગણી દુભાવાના નામે રાજકીય અને ધાર્મિક રોટલા શેકવાનું વલણ જોર પકડતું જાય છે. થોડાં સમય પહેલાં થયેલો ‘પીકે’નો વિવાદ, પછી પૅરીસનો હુમલો. હાલમાં કીકુ શારદા (એજ જે ‘કોમેડી નાઈટ્સ વીથ કપિલ’માં ‘પલક’નો રોલ કરે છે)ને બાબા રામ રહીમની નકલ ઉતારવા બદ્દલ જબરો વિરોધ જોવા મળ્યો. આને અનુસંધાન થાય એવા અને કીકુ વિરૂદ્ધની ફરિયાદનો વિરોધ કરવા બે કાર્ટૂન, પ્રસિદ્ધ કાર્ટૂનિસ્ટોએ દોર્યા. કાર્ટૂન અર્થાત કટાક્ષચિત્ર એ વ્યંગની અભિવ્યક્તિની સબળ કળા છે. જે વાત કહેવા માટે સો-બસ્સો શબ્દોની જરૂર પડે તે વાત એક અવ્વલ દરજ્જાનું કાર્ટૂન આસાનીથી કહી જાય છે. માટે જ એક ક્વોટ એવું છે કે ‘કાર્ટૂન એ અભણ લોકો માટેનો અગ્રલેખ (તંત્રીલેખ) છે.’ પણ કાર્ટૂન એ એક જોખમી કળા છે, અને જો એ રાજકીય કે ધાર્મિક કાર્ટૂન હોય તો જોખમ બેવડાય જાય છે! જ્યારે ‘કાર્ટૂન નેટવર્ક’ જોતાં ત્યારે એ ખબર નહોતી કે કાર્ટૂનની પોતાની એક દુનિયા છે, જો કે એ કાર્ટૂન ‘મૂવીંગ’ હતાં. પણ આજે મારે જે વાત કરવી છે એ કાર્ટૂન મૂવીંગ ન હોવા છતાં કેટલાક ઘેલાઓને કારણે એ ‘રીમૂવ’ કરવા પડયા હતાં.
વિશ્વના કાર્ટૂનિસ્ટોમાં બ્રિટિશ કાર્ટૂનિસ્ટ ‘ડેવિડ લો’નું નામ ખૂબ જ આદરથી લેવાય છે. આપણા દેશમાં પણ શંકર, બાળ ઠાકરે, આર.કે.લક્ષ્મણ જેવા કાર્ટૂનિસ્ટોની શૈલી પર ડેવિડ લોનો ઘણો પ્રભાવ રહેલો છે. ન્યૂઝિલેન્ડમાં જન્મેલા ડેવિડ લોએ સન ૧૯૧૦માં કાર્ટૂન દોરવાનું શરૂ કર્યું. પોતાના કાર્ટૂનમાં એ ભલભલા સત્તાધીશોની ખબર લઈ નાખતાં. ૧૯૨૭ થી ૧૯૫૦ સુધી તેઓ ‘ઈવનીંગ સ્ટાન્ડર્ડ’ માટે કામ કરતા જેમાં એમણે ઘણાં નવાં અને જોખમી ચિત્રો દોર્યા. મુસોલીની અને હિટલર વિશેના એમના કાર્ટૂન ખૂબ જ ફેમસ થયા. એમનું એક કાર્ટૂન જે ‘હિટલર’ અને સોવિયેટના લીડર ‘સ્ટાલીન’ના સંબંધો દર્શાવતું એ લોકોમાં ખૂબ જ પ્રચલિત થયું હતું. એ સિવાય હિટલર અભેદ્ય છે અને પોતાના કામ ‘શેતાનો’ પાસે કરાવે છે એવું પણ એક કાર્ટૂનમાં દોરાયેલું. બીજા વિશ્વયુદ્ધ દરમિયાન તેમનાં કાર્ટૂનથી હિટલરને ઝાળ લાગી ગઈ હતી. ‘આ માણસના મોઢે ડૂચો મારો અથવા એને ખતમ કરી નાખો’ એવી ‘અંજલિ’ હિટલરે ડેવિડ લો ને આપી હોવાનું કહેવાય છે.
વર્ષો પહેલાં એક ડેનિશ અખબારે મહંમદ પયગંબરનું કાર્ટૂન છાપ્યું હતું જેના કારણે વિશ્વભરના મુસ્લિમ લોકોમાં ખૂબ જ આક્રોશ જામ્યો હતો. એ કાર્ટૂનમાં પયગંબરના માથે એક બોમ્બ દર્શાવવામાં આવ્યો હતો. એનો એક અર્થ એ સમયે લોકોએ એવો કરેલો કે મુસ્લિમોના દિમાગમાં હંમેશા બોમ્બ-બ્લાસ્ટ કરવાના વિચારો જ ચકરાતા હોય છે. આ કાર્ટૂનનો જેટલો વિરોધ થયો હતો એવો અને એટલો વિરોધ બીજા કોઈ કાર્ટૂન માટે થયો હોય એવું જાણમાં નથી આવ્યું. આખી દુનિયાના મુસ્લિમોએ બોલકો વિરોધ કર્યો હતો અને વાત દેશો વચ્ચેના આંતરરાષ્ટ્રીય સંબંધો વણસી જવા સુધી પહોંચી ગઈ હતી. આ એ જ ડેનિશ અખબાર છે જેણે - ગાંધીને નિગ્રો તરીકે એક હાથમાં બિયરની બોટલ સાથે માંસ પકડતું કાર્ટૂન બનાવ્યું હતું. પણ આપણે ત્યાંથી કોઈ બ્રાહ્મણ કે વાણિયાએ એનો વિરોધ કર્યો હોય એવી જાણ નથી. ‘(રાજ્યના કે ધર્મના) સત્તાધીશોને છંછેડતા કાર્ટૂન’ એ ફ્રાન્સમાં જૂના કાળથી ચાલી આવતી એક પ્રથા છે. ફ્રેન્ચ કાર્ટૂનિસ્ટ ચાર્લ્સ ફિલિપોન અને ખ્યાતનામ કાર્ટૂનિસ્ટ ઓનોરે દોમીયે - બંનેએ મળીને ‘લ સિલ્હૌટ’ નામનું એક અખબાર સન ૧૮૨૯માં શરૂ કર્યું. આ અખબાર ‘વ્યંગચિત્રો’ અને ‘શિલાચિત્રો’ માટે જાણીતું હતું પણ બે વર્ષથી વધુ ચાલ્યું નહીં (કે ચાલવા દીધું નહીં). ૧૮૩૦માં ફરી બંનેએ મળીને ‘લ કરિકેચર’ નામનું કાર્ટૂન સાપ્તાહિક શરૂ કર્યુ જેમાં એ વખતના રાજા લુઈ ફિલિપને દર્શાવતું કાર્ટૂન ખૂબ જ પ્રચલિત થયું. ‘લ કરિકેચર’ને પણ ફ્રાન્સના સત્તાધીશોએ બંધ કરાવ્યું પણ ફિલિપોને હાર ન માની. એણે ‘લ શારિવારિ’ નામનું અખબાર પ્રસિદ્ધ કરવાનું શરૂ કર્યું.
મે ૨૦૧૨માં આંબેડકર અને નહેરૂના એક કાર્ટૂન વિશે વિવાદ થયેલો. આંબેડકર અને નહેરૂ આ બંને મહાનુભાવો જ્યારે જીવતા હતા ત્યારે ૧૯૪૯માં કાર્ટૂનિસ્ટ શંકરે એક કાર્ટૂન બનાવ્યું હતું. કાર્ટૂનમાં આંબેડકર એક ગોકળગાય પર બેસેલા છે (ગોકળગાયનું નામ છે - સંવિધાન) અને નેહરૂ એમને પાછળથી ચાબુક ફટકારે છે. તે વખતે બંનેમાંથી એકે પણ આ કાર્ટૂન વિશે કોઈ વાંધો ઉઠાવ્યો ન હતો. ૬૩ વર્ષ પછી આ કાર્ટૂનને એન.સી.ઈ.આર.ટી.ના પાઠ્યપુસ્તકમાં સમાવવા અંગે વિવાદ થયો. વિરોધ પણ કેવો - દલિત નેતાઓએ કરેલા હોબાળાને કારણે સંસદ ખોરવી નાખવામાં આવી, તત્કાલીન માનવ સંસાધન મંત્રી કપિલ સિબ્બલે માફી માંગવી પડી, પાઠ્યપુસ્તકમાંથી કાર્ટૂન હટાવી દેવાના આદેશો છૂટ્યા, કાર્ટૂન ધરાવતાં પાઠ્યપુસ્તકોના વિતરણ પર પ્રતિબંધ લાદવામાં આવ્યો, પાઠ્યપુસ્તક તૈયાર કરનાર શિક્ષકોએ રાજીનામા આપવા પડયા, વીફરેલા દલિતોએ તોડફોડ કરી.....આને કહેવાય ‘ચા કરતાં કીટલી ગરમ’! ૧૯૭૫-૭૭ની કટોકટી વખતે કાર્ટૂનો વધુ વેધક બન્યા હતાં. કટોકટી પછીના સમયમાં બાબુ જગજીવનરામ, ચરણસિંહ અને મોરારજી દેસાઈના ચિત્રો વાઢી નાખે એવા તીક્ષ્ણ હતાં. એ વખતના નેતા રાજનારાયણને તો જોકરની જેમ જ ચીતરવામાં આવ્યા હતાં. ઈંદિરા ગાંધીએ લાદેલી કટોકટીનાં સૌથી યાદગાર કાર્ટૂનોમાંનું એક ‘અબુ અબ્રાહમે’ બનાવ્યું હતું. આ કાર્ટૂનમાં અબુએ બાથટબમાં નહાતા રાષ્ટ્રપતિને એ જ અવસ્થામાં કટોકટીના વટહુકમ પર સહી કરતા બતાવ્યા હતા. અને કાગળિયું ધરનારને બાથટબમાં બેઠા બેઠા કહેતા હતાં, ‘હવે બીજા કોઈ વટહુકમ પર સહી કરાવવાની હોય તો એમને કહેજો થોડી રાહ જુએ’. કટોકટી બાદ ઈન્દિરા ગાંધી ચિકમંગલુરમાંથી ચૂંટણી જીત્યા ત્યારે તેમને ઉંદરડી તરીકે ચિત્રિત કરતું કાર્ટૂન બહુ પ્રખ્યાત થયેલું. શિવસેનાના વડા (હવે સદ્ગત) બાળ ઠાકરેનો કાર્ટૂનક્ષેત્રમાં અનન્ય ફાળો રહ્યો છે. કાર્ટૂનકળાની રીતે જોઈએ તો, તેમનાં ઘણાં કાર્ટૂનમાં મુખ્યત્વે શાબ્દિક રમૂજનું જ ચિત્રાંકન રહેતું. ૧૯૬૭માં જ્યારે ઈંદિરા ગાંધી કેન્દ્રિય સ્થાને હતા ત્યારે કોંગ્રેસની એક-એક કરીને નવ રાજ્યોમાંથી હકાલપટ્ટી થયેલી. એ વખતે બાળ ઠાકરેએ દોરેલું કાર્ટૂન આજે પણ પ્રચલિત છે. એમણે ઈંદિરાનો ચહેરો બનાવ્યો, એનું લાંબુ નાક બનાવ્યું અને એની પર નવ નેતાઓને બેસાડયા. કાર્ટૂનનું મરાઠીમાં શિર્ષક હતુંઃ નાકી નઉ આલે! એમનું વ્યંગચિત્ર સાપ્તાહિક ‘માર્મિક’ મરાઠી પ્રજા માટે માનવંતુ બન્યું હતું. જેમ આર.કે.લક્ષ્મણનો ‘આમ આદમી’ હતો એમ બાળ ઠાકરેના ‘કાકાજી’ હતા. ‘માર્મિક’ દ્વારા અને બીજા કાર્ટૂનો દ્વારા બાળ ઠાકરે હંમેશા ‘મરાઠી માણસ’ને પોતાના હક વિશે લડવા પ્રેરિત કરતાં.
વર્ષો પહેલાં મદ્રાસી સાપ્તાહિક ‘આનંદ વિકટન’માં છપાયેલું કાર્ટૂન પણ સ્ફોટક બન્યું હતું. તેમાં વિધાનસભ્યોને ખિસ્સાકાતરૂં ડાકુ જેવા દર્શાવવામાં આવ્યાં હતાં. આ કાર્ટૂનને કારણે રાજકારણમાં ખડભડાટ મચી ગયેલો અને તામિલનાડુની વિધાનસભાના સ્પીકરે એ સાપ્તાહિકના તંત્રી એસ. બાલાસુબ્રમણ્યમને ત્રણ મહિનાની સખત કેદની સજા ફટકારી દીધી, પણ પછી છાપાવાળાઓએ કરેલી કાગારોળને કારણે એમની આ સજા તરત જ રદ્દ કરવામાં આવે હતી. અણ્ણા હજારેના આંદોલન દરમ્યાન કાર્ટૂનિસ્ટ અસીમ ત્રિવેદીએ હિન્દુસ્તાનના સત્તાવાર પ્રતીકો-ચિહ્નોની પેરડી પેશ કરી. કાર્ટૂનમાં મૂળ પ્રતીકોને બદલે ભ્રષ્ટાચારીઓને બીજા પ્રતીકો દ્વારા લોક સમક્ષ રજૂ કર્યા. પછી શું? મુંબઈના એક ભાઈએ ફરિયાદ નોંધાવી અને અસીમ સામે કેસ થયો. સપ્ટેમ્બર ૨૦૧૨માં પોલીસે અસીમની ધરપકડ કરી અને એક અઠવાડિયા સુધી પોલીસ કસ્ટડીમાં રાખ્યો. એ કાર્ટૂનમાં અસીમે ભારતની રાષ્ટ્રીય મુદ્રામાં સિંહને બદલે વરૂ બતાવ્યા હતા (નરી વાસ્તવિકતા આપણા ભ્રષ્ટ નેતાઓની??). થોડા સમય પહેલાં ઈન્ટરનેટ પર મમતા બેનરજી અને તેના રેલ્વે મંત્રીઓ - મુકુલ રોય અને દિનેશ ત્રિવેદી અંગેનું એક કાર્ટૂન અપલોડ કરવામાં આવેલું. એ જોઈને દીદી ઊંકળ્યા અને તેમણે કાર્ટૂન નેટ પર અપલોડ કરનાર પ્રોફેસર અંબિકેશ મહાપાત્રા સામે સાયબર ક્રાઈમનો કેસ ઠોકી દીધો. મમતામેડમનું કહેવું હતું કે આ વ્યંગચિત્ર તેમનાં ચારિત્ર્યનું હનન કરે છે. આમ પણ દીદી પોતાના કાર્ટૂનો વિશેના ગુસ્સાને લઈને વખણાય (!!) જ છે. એમના ચિત્રો સામે તો હસવું એ જોખમી છે!
સદ્ગત કાર્ટૂનિસ્ટ શિવ પંડયાના કાર્ટૂનોમાં ભારોભાર કરૂણતા રહેતી. એમણે ભારતીય ભિખારણ પર કરેલ એક કાર્ટૂન મોન્ટ્રિયલમાં પણ ઘણી પ્રશંસા પામેલું. આ કાર્ટૂનમાં એક સગર્ભા ભિખારણ હાથમાં ભીખનું હાંડલું લઈને ઊંભી છે. તેના પેટમાંના બાળકે આકાર લઈ લીધો છે - એ બાળકે પૃથ્વી પર હજી પગ નથી મૂક્યો, પણ ભિખારણના હાથમાં છે એવું જ ભીખનું નાનું હાંડલું એ ગર્ભસ્થ બાળકના હાથમાંય છે. આજે જો શિવ પંડયા હયાત હોત તો શક્ય છે કે તેમના પર ભારત ભિખારીઓનો દેશ છે એવો અપપ્રચાર કરવા બદલ તેમજ રાષ્ટ્રની છાપ વિશ્વમાં બગાડવા બદલ કેસ થઈ જાત! મેઘાણીનું નામ પડે એટલે આપણને એમના વીરરસના કાવ્યો અને સૌરાષ્ટ્રના ખૂણે ખૂણેથી શોધી લાવેલા કિસ્સાઓ યાદ આવે. પણ આઝાદી પહેલાં ગુજરાતમાં મેઘાણી વિશેનો એક કાર્ટૂનકેસ ચર્ચાનો વિષય બન્યો હતો. ભાવનગરમાં કોમી હુલ્લડ થયું ત્યારે મેઘાણીએ ‘મુખડા ક્યા દેખો દર્પનમેં’ એવું શિર્ષક ધરાવતું એક કાર્ટૂન દોર્યું જેમાં ‘એક મસ્જિદની સામે બે-ત્રણ લાશ પડી છે અને પોલીસ પોતાની ટોપી સરખી કરે છે.’ પોલીસ નિષ્ક્રિય છે એવું દર્શાવતા આ કાર્ટૂનને કારણે મેઘાણી પર કેસ થયો, પણ છેલ્લે એ નિર્દોષ સાબિત થયા!
જ્યારે શાર્લી એબ્દુમાં વાતાવરણ ગમગીન બન્યું હતું ત્યારે એક ડેનિશ અખબારે ફરી પાછું પયગંબર મોહમ્મદનું કાર્ટૂન છાપ્યું હતું. એ સિવાય આતંકીઓના કારતૂસ સામે કલાકારની પીંછી કેટલી બળવાન છે એ દર્શાવવા દુનિયાભરના કાર્ટૂનિસ્ટોએ પોતપોતાની શૈલીમાં શ્રધ્ધાંજલી આપી હતી. એક વાત તો ખરી કે અભિવ્યક્તિની સ્વતંત્રતા અને વ્યંગની પવિત્રતા હંમેશાં જળવાવી જોઈએ. વ્યંગ્યનો ઉદ્દેશ પોતાની વાત વેધક રીતે પહોંચાડવાનો હોવો જોઈએ, કોઈનું અપમાન કરવાનો નહીં. કાર્ટૂન કોઈ નેતાને હીણા ચીતરવા માટે, તેને અપમાનિત કરવાના આશયથી નહીં, પણ સમાજના હિતનો મુદ્દો હળવાશથી કહેવાનો, સાંપ્રત પરિસ્થિતિ અંગે ધ્યાન દોરવાનો અથવા સમાજની વેદનાને હાસ્યના ઢોળ સાથે રજૂ કરીને ઉજાગર કરવાનો હોવો જોઈએ. આર.કે.લક્ષ્મણ એ ભારતના એક મોટા દરજ્જાના કાર્ટૂનિસ્ટ હતાં અને એમના વ્યંગ વેધક હતાં પણ કોઈને વેતરી નાખવાના હેતુવાળા નહોતા. એમના ‘આમ આદમી’ને લઈને દોરાયેલાં વ્યંગચિત્રો આજે પણ લોકોના મનમાં અંકિત થયેલાં છે.
પડઘોઃ
ફિલ્મ ‘વ્હોટ્સ યોર રાશિ?’માં મેષ રાશિની કન્યા અંજલિ અને જોવા આવેલા યુવક વચ્ચેનો સંવાદઃ
“યોર ફેવરિટ સ્ટાર?”
“ટોમ”
“આહ! ટોમ ક્રુઝ!”
“નો, નો, ટોમ એન્ડ જેરી!!”
* સંજય પીઠડીયા *
મસ્ત રિડ
* ભૂમિકા દેસાઈ શાહ *
ઈ-દ્બટ્ઠૈઙ્મઃ હ્વરેદ્બૈાટ્ઠજરટ્ઠર૭જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ
અમૃતા એન્ડ ઈમરોઝઃ ઈન ધ ટાઈમ્સ ઓફ લવ એન્ડ લોન્જીન્ગ્સ
“પ્યાર કા પહેલા ખત લિખનેમેં વક્ત તો લગતા હે.. નયે પરીન્દોકો ઉડનેમેં વક્ત તો લગતા હે..”-સાંજની ચા સાથે પ્રેમભરી ગઝલથી માહોલ બની રહ્યો હતો અને...
“મોમ, આ કયા જમાનાનાં ગીતો સાંભળે છે? પ્યારકા પહેલા ખત એન્ડ ઓલ? વક્ત લાગે એવું આજના ફાસ્ટ જમાનામાં કઈ નાં ચાલે! આ ફેસબુક-વોટ્સએપ-આઈએમનાં જમાનામાં આ ખત વળી કોણ લખવાનું? એ શું વાળી ટાઈમ વેસ્ટ કરવાનો એવા બધામાં? એના કરતા- ફોન ઉઠાવો અને એક મેસેજ કરી દો- આઈ લવ યુ! સામે ડબલ ટીક માર્ક આવી જાય એટલે સમઝી જવાનું કે મેસેજ વાંચી ગયો છે. નાં- હોય તો બ્લોક કરી દેશે અને હા-હોય તો સામે આઈ લવ યુ ટુ-આવી જશે. સિમ્પલ!”-હાથમાં મોબાઈલ લઈને સ્પીડમાં કૈક ટાઈપ કરતા કરતા તમારા હેન્ડસમ ટીનેજર દીકરા-પ્રેમએ કહ્યું.
“અચ્છા, તો તે આજ સુધી કેટલી છોકરીઓને આઈ લવ યુ કીધું? અને કેટલાના સામે લવ યુ ટુ-ન રીપ્લાય આવ્યા?”-તમે દીકરાની મસ્તી કરતા પૂછ્યું.
“મોમ, હજુ સુધી આઈ લવ યુ- કહેવાનું મન થાય એવી છોકરી નજરે નથી ચઢી. નહિ તો હું કઈ આમ બાબા-આદમનાં જમાનાની જેમ લેટર લખીને જવાબની રાહ નાં જોઉં. અરે એનો જવાબ આવે એ પહેલા તો બીજી ૨-૩ છોકરીઓ ગમી જાય અને એકાદ સાથે તો સેટિંગ બી થઈ ગયું હોય! પાછુ આપણે પ્રેમ-લાગણી અને સમય લઈને , કવિતાઓ કરીને, એને ફરી લેટર લખીએ એ પહેલા-એકશે પરણી ગઈ હોય અને ભલું હોય તો એકાદ ટેણીયુ આપણને મામા કહેતું થઈ ગયું હોય! સો મચ ટાઈમ કન્ઝ્યુંમીંગ મોમ! તમે લોકો આવો સ્લો-મોશન પ્રેમ કઈ રીતે કરી શકતા? અહી તો સ્લો ઈન્ટરનેટમાં પણ હાર્ટએટેક આવી જાય છે!”-વાત કરતા કરતા સેલ્ફી લઈને સેન્ડ કરતા કરતા દીકરા એ કહ્યું.
“સન્ની, લે તારી ચા.”-તમે હમણાં જ ઉકાળવા મુકેલી ચા-કે જેમાં હજુ રંગ પણ નથી ચઢ્યો તે દીકરાને ધરી.
“મોમ, આને ચા થોડી કહેવાય? કેમ મઝાક કરે છે? થોડી ધીમા તાપે ઉકળે પછી એમાં રંગ અને સ્વાદ આવે.. આમ ચા-ખાંડને દૂધ નાખીને હલાવીને આપી દે-એટલે કઈ ચા થોડી કેહવાય?”-મોબાઈલને ફોર અ ચેન્જ આરામ આપીને, તમારી સામે બેઠક જમાવતા પ્રેમએ કહ્યું.
“હીયર યુ ગો માય સન! સમય.. જેમ ચાને ધીમા તાપે ઉકાળીએ ત્યારે એમાં સ્વાદ-રંગ-મીઠાશ આવે એવું જ પ્રેમનું છે! આ તમારા ૈંન્ેં, ્્રૂન્ ર્ૐહીઅ અને ૈં ર્ઙ્મદૃી ર્એ ર્ંર્ જર્રહટ્ઠ- નાં ક્વિક મેસેજીસમાં એ તપીશ અને સ્વાદ નથી, છે તો માત્ર - ઉતાવળ અને દેખાડો! તમને તો પ્રેમ પણ ઘડીના છઠ્ઠા ભાગમાં થઈ જાય અને બ્રેક અપ પણ વેરી નેકસ્ટ મુમેન્ટ થઈ જાય! પ્રેમ પત્ર લખવા અને વાંચવામાં જે મઝા અને સમર્પણ છે એ તમારી આખી પેઢી મિસ કરી રહી છે. અને હા ટાઈપ કરેલા સેન્ટેડ ફોરવર્ડ ક્વોટ્સ વાળા લવ લેટર્સ નહિ, પણ પોતાની લાગણીઓ કોરીને, પોતાના શબ્દોમાં પોતાના હાથે લખેલા પ્રેમ પત્રો! જેમાં સામેના પત્રને ઈમ્પ્રેસ કરવાનો દેખાડો નથી પણ માત્ર પોતાની લાગણીઓ-વિચારો-ભાવ રજુ કરવાના છે. ગાંડા-ઘેલા-તરંગી-ધૂની જેવા વિચારો હોય લખી શકો! પોતે જેવા છે એવા જ એ કાગળ પર ઉતારી જવું-એટલે પ્રેમ પત્ર. અને પોતાની જાતને આખે આખી કાગળમાં લપેટીને પ્રિય પાત્રને મોકલી દઈએ એ પછી પોસ્ટમેનનાં આવવાની રોજેરોજ રાહ જોવી-એ પણ એક મૌજ હોય! આજે તો એનો જવાબ આવશે જ એ વિચારથી પણ આખો દિવસ મહેકી ઉઠતો.. અને જે દિવસે પત્ર આવે- એ દિવસે તો સાતમાં આસમાનની પણ ઉપર ઉડી જવાતું! કેમકે પત્ર નહિ- પત્રમાં સાક્ષાત “એ” આવ્યા હોય! એના હેન્ડરાઈટિંગનાં વળાંકો અને એના શબ્દોની સાદગીને જોઈ જોઈને કેટલાય દિવસો જીવી જવાતું.- એ પ્રેમ-સમર્પણ અને કમીટમેન્ટ કદાચ તમારી પેઢી નહિ સમઝી શકે બેટા.”-તમે એક લહેકાથી કયું.
“સાઉન્ડસ રસપ્રદ મોમ! મને પણ આ અનુભવ કરવો છે. જો હું કોઈ દિવસ કોઈના પ્રેમમાં પડીશ તો ચોક્કસ એને તું કહે છે એમ મારા હાથે પ્રેમ પત્રો લખીસ. પણ એ માટે પ્રેમ પત્ર એટલે શું, કઈ રીતે લખાય-એ પણ તો ખબર હોવી જોઈએ ને? ગુગલ પર સર્ચ કરૂં?”-પ્રેમે પ્રેમથી પ્રશ્ન કર્યો.
“બેટા, ગુગલ પાસે બધા સવાલોન જવાબ હોય. પણ કેટલાક જવાબ અપને જાતે જ શોધવાના. જો હું તને એક મસ્ત બુક આપું- એ વાંચીશ એટલે તને સમઝાશે કે હાથે લખેલા પ્રેમપત્રમાં શું ખાસ હોય છે!”-તમે ઉભા થઈને સામેની બુકશેલ્ફમાંથી એક બુક કાઢીને પ્રેમને ધરી.
“અહા, ૈંહ ંરી ંટ્ઠૈદ્બીજર્ ક ર્ન્દૃી ટ્ઠહઙ્ઘ ર્ન્હખ્તૈહખ્ત - છદ્બિેંટ્ઠ ટ્ઠહઙ્ઘ ૈંદ્બર્િડ, ટાઈટલ જ રોમેન્ટિક છે!”-બુકને હાથમાં લઈને એના પાના ઉથલાવતા પ્રેમે કહ્યું.
“માત્ર ટાઈટલ નહિ, આ બંને શખ્શિયત- અમૃતા-ઈમરોઝ પ્રેમની મિસાલ છે. આમ જોવા જઈએ તો અમુતા એક પરિણીત સ્ત્રી, એક માતા, લેખિકા અને ઘણું બધું- ઈમરોઝ સાથે એને કોઈ સંબંધ નહિ! અને છતાં આમ જોવા જઈએ તો અમૃતા એટલે ઈમરોઝનું સર્વસ્વ. એકબીજાને સમાંતર જીવી ગયેલા અમૃતા અને ઈમરોઝે - વખતે વખતે એકબીજાને લખેલા પ્રેમ પત્રોનું આ બુકમાં સંકલન છે. અહી ઈમરોઝ અમૃતનો “ઈમી”-“ઈમ્મા“--“જીતી” બની જાય છે તો અમૃતા બની જાય છે ઈમરોઝ ની “ઝોરબી”-“રેશમા
”-“અમી”-“આશી”-“માજા” અને બીજું ઘણું બધું! માત્ર લાગણીઓ-શબ્દો-પત્રો અને કાલ્પનિક દુનિયામાં જ એકબીજાના થઈને જીવી ગયેલા અમૃતા અને ઈમરોઝ પાચા વાત થી કહે પણ કે-
“તુને દેખી હે વો પેશાની વોહ રૂખસાર વોહ હોઠ,
ઝીંદગી જિનકે તસ્સવ્વુંર મેં લુટા દિ હમને!” ..”-તમે અમૃતાના શબ્દોથી સમાપન કર્યું!
“જસ્ટ અમેઝિંગ! ટેલ મી મોર અબાઉટ ધીસ બુક મોમ!”-પ્રેમે આગ્રહ કર્યો.
“સ્વીટહાર્ટ, આ બુક વાંચવાની-અનુભવવાની અને જીવવાની જે મઝા છે એ એના બુક રીવ્યુમાં નહિ આવે!”-તમે હસીને પતાવ્યું..
***
સાચે જ અમૃતા અને ઈમરોઝનાં પ્રેમ પત્રોથી અંકાયેલું આ પુસ્તક અપ્રતિમ છે. એનો બુક રીવ્યુ હોઈ જ નાં શકે! તમે કઈ રીતે પ્રેમનો રીવ્યુ લખી શકો? એને તો અનુભવવો-જીવવો-માણવો જ રહ્યો.
એમ જ આ બુકને વાંચવી-અનુભવવી અને જીવવી એટલે શબ્દે-શબ્દે પ્રેમને અડવું અને ઉગાડવું!
* ભૂમિકા દેસાઈ શાહ *
બોલિસોફી
* સિદ્ધાર્થ છાયા *
ઈ-દ્બટ્ઠૈઙ્મઃ જૈઙ્ઘઙ્ઘરટ્ઠિંર.ષ્ઠરરટ્ઠઅટ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ
‘૩ ઈડિયટ્સ’ - સફળતા જખ મારીને તમારો પીછો કરે એવો મંત્ર
“ગમતાનો કરીએ ગુલાલ” આવું એક ગુજરાતી કાવ્ય છે અને આપણે બધા સ્કૂલમાં ભણતા ત્યારે આ કાવ્ય આપણને ભણાવવામાં આવતું. કદાચ એ વર્ષના અંતે એના પર બે-પાંચ માર્કનો સવાલ પણ કરવામાં આવ્યો હશે અને આપણે અપેક્ષિત કે ગાઈડમાંથી ગોખેલો જવાબ પણ લખી લીધો હશે. પણ શું ખરેખર ભણવાની બાબતે આપણને ગમતા વિષયનો ગુલાલ કરવા મળે છે? કદાચ ના. આપણું ભણતર ટકાવારી ડરીવન છે, એટલે જેમ દિકરીને ગાય દોરે ત્યાં જાય એમ આપણા ટકા આપણને દોરે તેમ આપણે જઈએ છીએ. પહેલા ક્લાસમાં, સ્કૂલમાં, કોલેજમાં અથવાતો યુનિવર્સીટીમાં સૌથી વધુ ટકા મળે એની રેસમાં લાગી જઈએ છીએ અને જો એ પોસિબલ ન બને તો જેટલા ટકા ભેગા કરી શક્યા હોય એના પ્રમાણે આર્ટસ, કોમર્સ કે પછી સાયન્સ લઈને ગ્રેજ્યુએટ થઈ જવાનું અને પછી નોકરી કરી લેવાની.
આપણી આ ‘ટકાખોરી’ની સિસ્ટમ પર અદભુત ઘા કર્યો હતો ૨૦૦૯માં આવેલી ફિલ્મ ૩ ઈડિયટ્સે. રાજકુમાર હિરાણીના ડાયરેક્શનમાં આમિર ખાન, આર માધવન, શર્મન જોશી, બમન ઈરાની હિરાની જેમ ઝળક્યા હતા. રાજકુમાર હિરાણીની આદત મુજબ આ ફિલ્મમાં પણ એક જબરો મેસેજ હસતાં હસાવતાં કહી દેવામાં આવ્યો હતો. ફિલ્મ જ્યારે આવી ત્યારે ઘણા માતા-પિતાઓને તેમજ ભણતા છોકરા-છોકરીઓને ભાન થયું હતું કે તેઓ ટકા પાછળ ખોટા દોડે છે અને ખરેખરતો આપણને જે ગમતું હોય એ વિષય પર વધુ ધ્યાન આપીને એમાં આપણી કાબેલિયત બતાવવી જોઈએ. આ જ ફિલ્મમાં કાબેલિયત પર એક મસ્ત ડાયલોગ હતો જેનો સાર આ પ્રમાણે હતો કે પોતાની કાબેલિયતને ઘસીને ચમકાવો, સફળતા તો પછી જખ મારીને પાછળ આવશે. કેટલી મોટી વાત? પણ કેટલી સરળતાથી કહી દેવાઈ. ક્યારેક સવાલ આવે કે ચાર રસ્તે વર્ષોથી એકના એક ઝાડ નીચે બેસીને મોચીનું કામ કરતો વ્યક્તિ તો નાનપણથી એના કાર્યમાં કાબેલિયત દેખાડી ચુક્યો છે તો પછી એ સફળ કેમ ન બન્યો?
ખરી કાબેલિયત યંત્રવત કામ કરીને નહીં પરંતુ એમાં પેશન અને એને અપડેટ કરતા રહેવાથી નિખરે છે અને પછીજ સફળતા તમારા કદમ ચૂમવા માટે સામેથી ચાલીને આવે છે. પેશન અને અપડેટ કરવાની ઈચ્છા ત્યારેજ આવે જ્યારે તમે તમારી કરિયર જાતે નક્કી કરી હોય નહીં કે કોઈ મજબૂરીથી. પેલા મોચીને ખબર નહીં કદાચ તેના પિતાનો ધંધોજ આગળ વધારવો પડતો હશે તો પછી એમાં એને ક્યાંથી કોઈ પેશન દેખાઈ આવે? હા જો નવરાશના પળમાં એ નવી ડિઝાઈનના ચપ્પલ કે બૂટ બનાવીને ત્યાં આવતા એક-બે ગ્રાહકને દેખાડે અને પછી જો એ વાત આગળ ફેલાય તો કદાચ એને સફળતા મળે એવું બની શકે. આથી કાબેલિયત માત્રથી કશું નથી થતું, પરંતુ એને સતત વળગી રહીને, એને પ્રેમ કરીને, એને અપડેટ કરીને સફળતા મળી શકે છે.
દરેક માતા-પિતા પોતાના સંતાનને કેમ વધુને વધુ ભણવાનું કહેતા હોય છે? આનું કારણ એકજ છે કે તેનું ભવિષ્ય એટલીસ્ટ આર્થ્િાકરીતે સુરક્ષિત થઈ જાય. હવે આ આર્થ્િાક સુરક્ષા મોટા દરજ્જાના વ્યવસાયથી જ આવે એવું આપણા માતા-પિતા માનતા હોય છે. એટલે પછી ડોક્ટર, ઈન્જિનીયર કે પછી એમ બી એ તરફની રેટ રેસ ચાલુ થઈ જતી હોય છે અને આ વ્યવસાયના ઉંચા માપદંડ સાથે પોતાની જાતને મેચ ન કરી શકનારા નિરાશ થઈને પછી જે હાથમાં આવ્યો એ વ્યવસાય કરવા લાગે છે. પરિણામે જેને આઉટપૂટ કહેવાય એ નેચરલી ઓછું થઈ જાય છે એટલે સરવાળેતો દેશને પણ નુકસાન જ છે. રોજ સવારે ઊંઠવાનું ઓફિસ જવાનું અને સાંજે આવીને સુઈ જવાનું આવો એક ક્રમ બની જતો હોય છે. પણ હવે જમાનો બદલાયો છે. હવે લોકોને કલા અને કલાકારોને વખાણવાનું ગમવા લાગ્યું છે. માત્ર ગમવાનું જ નહીં પરંતુ તેની પાછળ લખલૂટ ખર્ચો કરવાનું પણ હવે તેમને પોસાવા માંડયું છે.
અત્યારે જો આ લેખ કોઈ સ્કુલ કે કોલેજમાં ભણતો કે ભણતી વિદ્યાર્થી/વિદ્યાર્થીની વાંચતો કે વાંચતી હોય તો એમને એક રિક્વેસ્ટ છે. જો તેમને પણ તેમનું ભવિષ્ય સુધારવું હોય તો એક દિવસ શાંતિથી પોતાની જાતને માત્ર એક કલાક આપો અને વિચારો કે શું તેમનામાં કોઈ કલા છુપાઈને પડી છે? આના માટે માત્ર તમારે તમારા ભૂતકાળમાં એક સફર કરી લેવાની જ જરૂર છે. મને ખાતરી છે કે એવું શક્ય છે કે ક્યાંક એક ખૂણે તમને તમારી ગમતી કળા જેવીકે, ચિત્રકારી, ગાયન, વક્તૃત્વશક્તિ, લેખન કે ઈવન કમ્પ્યુટર પર કોઈ અનોખું કામ કરવાની ટેવ નજરે ચડી જશે જે તમને ખુબ ગમતી હતી પણ ભણતરના બોજ તળે તમે એને ન્યાય નહોતા આપી શક્યા. આપણે એમ નથી કહેતા કે ભણતર પૂરૂં થઈ જાય એટલે તરતજ એને ન્યાય આપીને તેને જ વ્યવસાય બનાવી લેવો. પરંતુ જ્યારે કોઈ ટેમ્પરરી, જી હા ટેમ્પરરી વ્યવસાય શરૂ કરો ત્યારે. કારણકે જો તમે નક્કી કરી લીધું હોય કે તમારે તમારી કલાને જ તમારૂં પેશન બનાવીને તેમાંથી જ અર્થોપાર્જન કરવું છે તો તમારો પહેલો વ્યવસાય તમારા એ પેશનનો ખર્ચો પૂરો પાડવા માટેનો ટેમ્પરરી વ્યવસાયજ બની રહેશે.
તમને ગમતી કલાના ક્ષેત્રમાં કોઈ અનુભવી વ્યક્તિ હોય, સફળ હોય કે ન હોય, તેની સલાહ લો અને આ સલાહ લેતી વખતે, આંખ, કાન અને દિલ ખુલ્લું રાખો કારણકે તો જ એ સફળ કેમ છે અથવાતો કેમ નથી તેનો તમને ખ્યાલ આવી જશે. સલાહ લેતા લેતા તમારી કલાને અપડેટ તેમજ અપગ્રેડ કરતા રહો. ધીરેધીરે તમે એને જ જીવવા લાગશો અને એ તમારૂં પેશન બની જશે, બસ પછી સફળતા જખ મારીને તમારી પાસે આવશે અને પૂછશે કે, “બોલ બોલ કેટલા પૈસા જોઈએ છીએ?” પણ આ થવું એટલું સરળ પણ નથી. આ ડગર બહોત કઠીન હૈ. ઉપરાંત તમે જે કરી રહ્યા છો એ ખોટું છે અને એનાથી તમારો દી’ વળવાનો નથી એવી સલાહ ખુદ તમારા પોતાના મિત્રો, કુટુંબીજનો અને સગા-વહાલા આપશે. પણ રાહ ભટકતા નહીં. જ્યાં સુધી તમારૂં પેશન તમને તમારા પેલા ટેમ્પરરી જોબ કરતાં વધુ કમાણી કરતા ન કરી દે ત્યાંસુધી તેને મુખ્ય વ્યવસાય તરીકે ન અપનાવો. સતત ત્રણ થી છ મહિના જો તમારા પેશન થકી તમે તમારા વ્યવસાય કરતા વધુ કમાણી કરવા લાગો ત્યારે પેલો ટેમ્પરરી વ્યવસાય છોડી દો અને પછી જુવો કમાલ!
આ બધું હું ૩ ઈડિયટ્સ જોવાને લીધે નહીં પરંતુ મારા અનુભવે જ કહી રહ્યો છું એટલે બી બિન્દાસ અને ઝુકાવી દો ફતેહ છે જ આગે!
૨૧.૦૧.૨૦૧૬, ગુરૂવાર
અમદાવાદ.
* સિદ્ધાર્થ છાયા *
લઘરી વાતો
* વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી *
ઈ-દ્બટ્ઠૈઙ્મઃ હ્વરૈજરદ્બટ્ઠાટ્ઠહઙ્ઘૈંજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ
જબ તક હૈ ‘જાન’
આવું મુવી નું ટાયટલ વાંચીને જરા પણ ઘબરાશો નહી આ કોઈ પણ મુવી વિશે નુ પિષ્ટપિંજણ કરતો લેખ નથી આ લેખ છે લગ્ન પ્રસંગે નીકળતી “ જાન” એટલેકે વરઘોડા વિશે છે.
અહી ભલભલાની જાન(જીવ) નીકળી જાય એવા વરઘોડા નીકળે છે. આ જાનમાં સૌથી બોર થતુ પ્રાણી હોય તો એ હોય છે વરરાજા જેને ઘોડા પર માળીયે બેસાડયો હોય એવીરીતે અથવા તો કારમાં પુરી રાખ્યો હોય એવી અવસ્થામાં જોવા મળે છે. અહી ભાતભાતના જાનૈયાઓ હોય છે જેના વિશેની વિસ્તૃત માહીતી નીચે મુજબ છે.
(૧) નાચતા ના આવડતુ હોય એવા જાનૈયા
આવા જાનૈયા મોટા ભાગે મહાપરાણે જાનમાં આવ્યા હોય છે અને તેમને નાચતા આવડતુ હોતુ નથી અથવા તો તેમના મોભાને કારણે તેઓ રોડ ઉપર નાચવામાં શરમ અનુભવતા હોય છે. આવા જાનૈયાઓ મોટા ભાગે નાચવાથી બચવા માટે બીજા જાનૈયાઓ માટે ના પાણીના પાઉચ ની વ્યવસ્થા કરતા હોય છે અથવા તો રોડ ટ્રાફીક નિયમન ની કામગીરી સંભાળતા જોવા મળે છે. જેથી કોઈ ને એમના પર શક ના થાય કે આમને નાચતા નથી આવડતુ.
(૨) વધારે પડતુ નાચતા જાનૈયા
ઘણા જાનૈયા ને વધારે પડતુ નાચતા આવડતુ હોય છે આવા જાનૈયાઓ ને તો જાનમાં નાચવા માટે જ બોલાવવામાં આવેલ હોય છે. એમા પણ “ નાગીન ડાન્સ” કરીને પોતાના નવા કપડા બગાડતા જાનૈયાઓ ની ડીમાન્ડ ઘણી વધારે જોવા મળે છે. આ જાનૈયા તો મ્યુઝિક બંધ થૈઈ જાય તો ટ્રાફીક ના અવાજ પર પણ નાચી લેતા હોય છે. આ લોકો અતિ ઉત્સાહીત હોય છે વારંવાર વરરાજા ને નાચવા બોલાવી લેતા હોય છે વરરાજા આવા જાનૈયાઓથી કંટાળેલો જોવા મળે છે. ઘણી વાર તો હસ્તમેળાપ નો સમય સુધી બહાર આવા જાનૈયાઓ ના અતિ ઉત્સાહ ના કારણે મુહર્ત પણ ચેન્જ થતા જોવા મળે છે.
(૩) પંચાત પબ્લીક
આ પબ્લીક જાનમાં એકબીજાની ઘોરખોદવામાં વ્યસ્ત હોય છે બેય કુટુંબ ને મેળ ખાશે કે કેમ ?, છોકરો સારૂં કમાય છે કે કેમ ? છોકરી સરખું ઘરનું કામ કાજ કરે છે કે કેમ? વગેરે આ લોકો ની ચર્ચા નાં મહત્વ નાં મુદા હોય છે તદઉપરાંત “આપણામા તો આવુ આપવા લેવાનુ હોય જ નહી” આ પંચાત પબ્લીકનો ફેવરેટ ડાયલોગ હોય છે. જે થોડી ઓછી પંચાત હોય એ સેટીગ ગોઠવવામાં પડી છે આપડા પેલા ફલાણા ભાઈ ના બાબા માટે ફલાણી બહેન ની દીકરી કેવી રહેશે ? આપણ ને તો ખોટો દેખાડો ફાવે જ નહી કોને શું આપ્યું આટલો વ્યવહાર ઓછો કેહવાય કે વધારે કેહવાય વગેરે વગેરે પંચાત કરતા જાનમાં આગળ ધપતી પંચાત પબ્લીક એ જાન નુ અહમ અંગ હોય છે.
(૪) ફેકુ પબ્લીક
આ પબ્લીક નુ મુખ્ય ઉદેશ વટ પાડી દેવાનો હોય છે તેમની પાસે રૂપિયા ઈન્વેસ્ટમેન્ટ સિવાય ની કોઈ વાત જ ના હોય. શેર બજાર માં કેમ કડાકો થયો , અરવિંદ કેજરીવાલે અને નરેન્દ્ર મોદી એ શું કરવું જોઈએ , ગ્લોબલ લેવલ પર તેલ નો ભાવ કેમ નીચે આવ્યો , વૈશ્વિક મંદી ક્યારે આવશે વગેરે વગેરે પણ એક્સપર્ટ ઓપિનિયન આપતા માલુમ પડે છે. આ લોકો એમને પોતાના કપડાથી માડીને દરેક જાનૈયા ના કપડાના ભાવ અંગેની અથઃ થી ઈતિ માહીતી ધરાવતા હોય છે તદઉપરાંત પ્રોપર્ટી માં ઈન્ટરેસ્ટ રાખતી ફેકુ પબ્લીક ફટાકડા ફોડવા માટે પણ ‘પ્રાઈમ લોકેશન’ શોધતી જોવા મળે છે. આ ફેકુ પબ્લીક ને પ્લેટ ના ભાવથી માડીને છોકરીવાળાએ શુ ખર્ચો કર્યો હશે અને એમણે કેટલા ફંકશન અત્યાર સુધી જોયેલા છે અને કેટલા મોટા માણસો ને ઓળખે છે વગેરે વગેરે સિવાય કોઈ વાત હોતી નથી.
(૫) આજુબાજુથી પસાર થતી પબ્લીક
આ પબ્લીક ટ્રાફીક સમસ્યાથી પીડાતી હોય છે, એ ક્યારે આ લોકો ખસે અને હુ આગળ વધુ તેવુ વિચારતી હોય છે આ પબ્લીક ને જાન મા બહુ રસ નથી હોતો પણ એ રસ તો હોય છે કે “વરરાજા’’ કેવો દેખાય છે. દરેક પસાર થતા લોકો વરરાજાની કાર આગળ કે ઘોડા આગળ ધીમા પડી જતા હોય છે આમ આ બધુ ચાલતુ જ રહેશે પણ ક્યા સુધી ચાલશે ? પોતે આવી જાન જોડી લગ્ન કરવા ગયેલા લોકો જ્યારે ટ્રાફિક માં ફસાય ત્યારે અવશ્ય આવું બોલતા જ હોય છે. આવા વરઘોડા બેન કરી દેવા જોઈએ આના કારણે જ ખોટો ટ્રાફિક થાય છે.
તો હવે જ્યારે પણ જાન માં જાઓ ત્યારે અવશ્ય આવા લોકો શોધજો.
* વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી *