Stri jetali aghari aetli j saheli in Gujarati Short Stories by Naresh k Dodiya books and stories PDF | સ્ત્રી જેટલી અધરી એટલી જ સહેલી.

Featured Books
Categories
Share

સ્ત્રી જેટલી અધરી એટલી જ સહેલી.

સ્ત્રી જેટલી અધરી એટલી જ સહેલી.

પ્રેમ દીવાની બની સૌનાં મુખે ચર્ચાતી રહું છું
એ જ રીતે કૃષ્ણની સાથે સતત જોડાતી રહું છું-
નરેશ કે.ડૉડીયા
દ્રશ્ય-૧
રશીદા જામનગરનાં પોશ વિસ્તાર એવા પાર્ક કોલોનીનાં પાંચ સાત ધરનાં ઠામ વાસણ,કચરા પોતાનું કામ પતાવીને ઢળતી સાંજે એનાં ધર તરફ ચાલીને નીકળે છે..એનાં રહેણાંક વિસ્તારમાં આખો દિવસ પાનને ગલ્લે ટોળટપ્પા મારીને સમય પસાર કરતો એનો દારૂડીયો અને વર્લિ મટકા રમતો પતિ રાહ જોતો હોય છે…જેવી રશીદા ધરે પહોચે અઠવાડીયાનાં સાતમાંથી પાંચ દિવસ પચાશ રૂપિયાની માંગણી કરે છે…ઘરની રસોઇ બનાવવાની તૈયારી કરતી રશીદા સાથે એનાં પતિનો ઝઘડો શરૂ થાય છે…રોજની જેમ એનાં ચાર બાળકો એની માતા જમવાનું બનાવે એની રાહ જોતા જોતા આ કાયમીના ઝઘડાનાં મુક સાક્ષી બનીને જોયા કરે છે…કોઇક વખત એનાં પતિને રશીદા પૈસા આપીને એનાં પતિને ધરની બહાર રવાના કરી દે છે..કોઇક વખત ના આપે તો ઝઘડા ચરમસિમાએ પહોચે અને એનો પતિ રશીદા પર હાથ સુધ્ધા ઉગામી લે છે…છતાં પણ એની નજર સામેનાં ચાર બાળકોની નિર્દોષ આંખોને જોઇને આ બાળકોની ખાતર કોઇ પણ સ્ત્રી જે માહોલમાં ન રહી શકે એવા માહોલમાં મુંગામોઢે રહે છે…આ પણ એક સ્ત્રી જ છે….જે એનાં પતિનો અવાજ ધરની બહાર ના જાય એ માટે પૈસા આપીને મારા સુધ્ધા સહન કરી લે છે.
દ્રશ્ય-૨
મારા ધરની બાજુમાં એક ધનાઢય માણસ રહે છે.જેની પત્ની એકદમ મોર્ડન છે..અને પતિ મોટી ફેકટરીનો માલિક છે.પૈસાની કોઇ કમી નથી.બે સુંદર મજાના બાળકો છે..આજુબાજુ રહેતા તમામ લોકોને જાણ છે કે આ ભાઇની પત્નીનો સ્વભાવ બહુ જ કજીયાખોર છે..સાંંજે પતિ ધરે આવે છે..એ લોકો પણ રશીદા અને પતિની જેમ ઝઘડે છે….અને એ પણ અઠવાડીયામાં ચાર કે પાંચ દિવસ…ત્યારે આજુબાજુનાં તમામ લોકોને સંભળાય એવા બરાડા પાડતી અને બેફામ ગાળો બોલતી એની પત્નીનો અવાજ ચોક્ખો સંભળાય છે..એના પતિનો અવાજ પડછંદ છે….મોટે ભાગે એનો અવાજ કાને પડે ત્યારે એટલું જ સંભળાય છે…બસ કર તારૂં બોલવાનું આવી ભાષા તને શોભે છે…આજુબાજુનાં લોકોનો તો જરા વિચાર કર..જ્યારે પતિ આવી કાકલુદી કરે છે…ત્યારે ઉલટાની એની પત્ની વધારે ઉંચા અવાજે ઝઘડો શરૂ કરે છે…એ સ્ત્રીને આવું વર્તન કરતી જોઇને એક વખતે મારી પત્ની વર્ષાનાં મુખેથી શબ્દ નીકળી પડ્યા,”આવી નઘરોળ બાઇને હાલતીની કરી દેવી જોઇએ.”(અસલ કાઠીયાવાડી લહેકામાં)
આ પણ એક સ્ત્રી છે…જે બરોડાની યુનિવર્સિટીનીમાં સ્નાતક થયેલી છે…
દ્રશ્ય-૩
સ્નેહાળ પતિ પત્ની છે…ઘરરખ્ખુ અને સુંદર પત્ની છે..એની પત્નીને આધુનિક ગેજેટ ગમે છે.કલામાં રસ છે.વાંચનથી લેખન સુધી નાની પ્રવૃતિ કરવી ગમે છે.ટૂંકમાં….જ્યારે પતિ પોતાના કામધંધા અર્થે ઘરે ના હોય ત્યારે એ સ્ત્રી પોતાની મનગમતી બધી પ્રવૃતિ કરે છે અને એનો પતિ પોતાની પત્નીની દરેક પ્રાઇવસીનો આદર કરે છે.મોબાઇલથી લઇને એના કપડા સુધીની પત્નીની દરેક વસ્તુમાં અંગત રસ લઇને એને જે જોઇએ એ અપાવી દે છે.મોબાઇલ અને ઇલેકટ્રોનિકસ ગેજેટની શોખીન પત્ની જ્યારે એના પતિ ધરે આવે છે.ત્યારે બધું એક બાજુ મૂકીને એનાં પતિને અને બાળકોને પૂરો સમય આપે છે.એ સ્ત્રીને જાણ છે કે મારા પતિની હાજરીમાં હું કોઇ પણ મનગમતી પ્રવૃતિ કરું તો પણ એનો પતિને ટોકવાનો નથી છતાં પણ એક પત્ની તરીકેની પોતાની ફરજ સમજીને એનાં પતિની ભાવનાંનો આદર કરે છે અને વધુને વધું સમય એનાં જીવનસાથીને આપે છે.આ પણ એક સ્ત્રી જ છે….એ પણ ગુજરાત યુનિવર્સિટીની સ્નાતક છે..
દ્રશ્ય-૪
મારી દુકાનમાં કામ કરતો એક કોળી મજુર છે…જેની પાસે ટુ વ્હિલર છે..એનાં બે સંતાનો છે અને એની પત્ની રસોઇઆ સાથે કામ કરે છે..આ મજુર પોતે ભણેલો નથી પણ એનાં સંતાનોને સારી સ્કુલમાં ભણાવે છે…અઠવાડીયાનાં છ દિવસ મજુરી કરતો માણસ એનાં ધરમાં એકદમ સુખી છે…કારણકે એ રોજની છસો થી હજાર રૂપિયા વચ્ચેની મજુરી કમાઇ છે..અને એની પત્નીને મહિને પાંચ હજાર પગાર છે…દર રવિવારે એનાં બે સંતાનો સાથે એની પત્નીને લઇને અમે જ્યાં રહીએ છીએ એ વિસ્તારમાં ચાઇનિઝ કે પંજાબી ખાવા આવે છે..એ મજુરને કહેવું છે કે મારી પત્ની સાત ચોપડી ભણેલી છે એટલે એ જેમ કહે છે એમ હું કરૂ છુ….મોટે ભાગે કોળી મજુર હોય એને રોજ સાંજે દેશી દારૂની કોથળીની આદત હોય છે…આ મજુરની પત્નીને કારણે એને દારૂ પીવાનું છોડી દીધું છે..આ પણ એક સ્ત્રી છે જે સાત ધોરણ ભણેલી છે…
ઉપરની ચારે ધટનાઓનું તાત્પર્ય એટલુ જ છે કે સ્ત્રીને લોકો જેટલી અધરી માને છે એટલી જ સહેલી છે અને જ્યારે એને સહેલી માનો છો ત્યારે એ ના સમજાય એવી અધરી પણ બની શકે છે…વિસ્તૃત જાણકારી માટે હવે આગળ વાંચો..
દોસ્તો….સ્ત્રી સન્માન એટલે શુ..હું કેટલું સ્ત્રીઓનું સન્માન આપું છુ..એ હું સારા સારા શબ્દોમાં લખીને પોસ્ટમાં લખુ અને સ્ત્રીને જાણે મસકા મારતો હોંઉ એવું લખું ત્યારે એનો મતલબ એ નથી થતો કે હું જેવું લખું છું એવું સ્ત્રીઓને સન્માન આપું છુ…..હું સ્ત્રીઓને કેટલું અને કેવાં પ્રકારનું સન્માન આપું છું એ મારી પત્ની અને અહીંયા ઘણી મારી સ્ત્રી મિત્રો જ જાણે છે કે હું એ બધાને કેટલું સન્માન આપું છુ…
મારા માટે સ્ત્રીનું સન્માન એટલે હું જેને ચાહું એ વ્યકિતને મારી સાથે ગમેતેમ વર્તવાની છુટ આપું છુ…..
અત્યારનાં ડિઝીટલ યુગમાં આપણે ભલે માનીએ કે સ્ત્રીઓ ધણી આગળ નીકળી ગઇ છે..હકીકતમાં એવું નથી..છ આકડામાં પગાર કમાતી સ્ત્રી પણ પુરુષો દ્રારા થતા ડોમેસ્ટીક વાયોલન્સનો ભોગ બને છે અને બીજી તરફ સ્વછંદી અને પોતે કમાઇ છે એનાં કરતાં એનો પતિ ઓછું કમાઇ છે એવો અભિગમ ધરાવનારી સ્ત્રીઓ પણ મેં જોઇ છે.જે એનાં પતિને નીચો દેખાડવાનો એક પણ મોકો છોડતી નથી..
સ્ત્રી અને પુરુષની રચનાં સર્જનહારે એવી કરી છે કે બંને કદી સમોવડીયા ના ગણી શકાય…પુરુષને મજબૂત ઉંચો અને કદાવર અને કોઇ પણ પ્રકારની મહેનત કરી શકે એ રીતે સર્જન કર્યું છે.સ્ત્રીની પુરુષની સરખામણીમાં કોમળ અને અને અમુક ફિલ્ડમાં પુરુષો જે મહેનત કરી શકે એટલી સક્ષમ નથી બનાવી..
જેમ જંગલમાં ટેરીટરી હોય….એમ આ માનવિય દુનિયામાં પણ ટેરીટરી બનાવી છે…ઘણા પુરુષો નથી ઇચ્છતાં કે મારી ટેરીટરીમાં સ્ત્રીઓ પ્રવેશ કરે..પણ હવે પુરુષો અમુક ખ્યાલોને બદલવા પડશે….હવે એની ટેરીટરીમાં સ્ત્રીઓને પ્રવેશની છુટ જ નહી એની ટેરીટરીનો અમુક હિસ્સો સ્ત્રીઓને ફાળવવો પડશે…
કારણકે આજે સ્ત્રીઓનું વિશ્વ માત્ર ઘર,બાળકો અને પતિ પૂરતું સિમિત રહ્યું નથી રહ્યું.ફેસબુક અને સોશિયલ નેટવર્કિંગ દ્રારા એ ધરે બેઠા દુનિયાને પોતે શું છે દેખાડવાં સક્ષમ બની છે.
કવિયિત્રી અને લેખિકા રેખા પટેલ લખે છે કે,” પહેલા હંમેશા એકજ વાક્ય સાંભળવા મળતું હતું કે “દરેક સફળ પુરુષની પાછળ એક સ્ત્રી હોય છે” પરંતુ આજે સમીકરણ બદલાઈ ગયું છે“
આજે દરેક સફળ પુરુષની સાથે એક સ્ત્રી હોય છે”. પોતાની કારર્કીદી એટલે કે કરિયરને મહત્વ આપતી સ્ત્રીઓ માટે આજની વુમન બનવું ખરેખર ચેલેન્જીગ હોય છે પુરુષો માત્ર ઘરની બહારની દુનિયામાં જીત મેળવવા ઝઝુમતા જોવા મળે છે. જ્યારે એ જ સ્ત્રીને ઘર અને બહારના બંને મોરચા બાખૂબીથી સભાળવા પડે છે. ત્યારે જ તે પોતાની કઈક અલગ પહેચાન બનાવવામાં સફળ થતી હોય છે પછી તે અમેરિકા હોય કે ભારત કે પછી દુનિયાના ગમે તે દેશનો ગમે તે ખૂણો હોય,પણ સ્ત્રીઓને સોપાયેલા કામ દરેક જગ્યાએ એક સરખા જ હોય છે પતિ, ઘર અને બાળકો. સ્ત્રી આ બધામાંથી સમય કાઢી પોતાની અલગ પહેચાન બનાવવા ઝઝૂમે છે ત્યારે તમારે તેને બીરદાવવી જ રહી.મોટે ભાગે જેને હાઉસ વાઇફ કહીએ છીએ એ આ બધા જવાબદારી ભર્યા કામમાંથી પણ સમયનો સદુપયોગ કરીને પોતાનાં નિજાનંદ માટે અથવા કેરિયર લક્ષી કોઇ કામમાં સફળ થાય છે ત્યારે આ સ્ત્રીને સલામ કરવી જ પડે.”
છ હજાર વર્ષ પૂર્વે ઉપનિષદોમાં લખ્યું છે કે,સ્ત્રી તું જ્યાં સુધી તારા પતિની બનીશ નહીં ત્યા સુધી તારા પતિની તું પત્ની બની શકશે નહી.જ્યારે આધુનિક વિજ્ઞાન પણ આ જ વાત કહે છે,દરેક પુરુષ સ્ત્રીમાં પોતાની માતા જેવો કેરીંગ ભાવ શોધે છે અને દરેક સ્ત્રી પુરુષમાં પોતાના પિતા જેવું વાત્સલ્ય અને એક પ્રકારની પૈત્રુજનક હુંફ શોધે છે,જ્યાં સ્ત્રી પોતાને સંપૂર્ણ સુરક્ષિત રહી શકે.
રજનીશ કહે છે કે,સ્ત્રી એ મૂળભૂતપણે માતા છે અને પિતા એ ઉપજાવી કાઢેલી સંસ્થા છે,એ પ્રાકૃતિક નથી,જ્યારે સ્ત્રીનું માતાપણું અવિનાશી અને કુદરતી છે.નવા જ્ન્મતા બાળકને શરૂઆતી દોરમાં ફરજિયાતપણે માતાના શરીરની ઉષ્મા જરૂરી છે.
લેખિકા અને કવિયિત્રી રેખા પટેલ કહે છે કે Rekha Patel,”પુરુષો માટે સ્ત્રીઓનું સૌંદર્ય જેટલુ દ્રશ્યપ્રિય છે એટલુ જ એનાં પુરુષ અહમને નીચા દેખાડી શકવાં શક્તિમાન છે..કદાચ એટલે જ પુરુષો સ્ત્રીઓને રીઝવવાં એનાં બાહ્ય સૌંદર્યની પ્રશંસા કરતો જોવા મળે છે…ખરેખર તો સ્ત્રીઓને એવા પુરુષો ગમે છે જે એના સૌંદર્ય કરતાં એનાં આત્મિય સૌંદર્યને સમજી શકે તેના અંતરમન સુધી પહોચી શકે .આજની વુમનને કોઈ તેના રૂપના નહિ પણ ગુણ ના વખાણ કરે તેની શક્તિઓને બિરદાવે તે વધુ પસંદ હોય છે.
આવા જ એક બીજા કવિયિત્રી અને લેખિકા પારુંલબેન ખખ્ખર કહે છે એમ,” એક વાત કહું ? તમે માનો છો એટલી અઘરી નથી હોતી સ્ત્રીઓ.! મનથી બાળક જેવી, જરાક બુદ્ધુ ,વધુ પડતી લાગણીશીલ, ઉતાવળી, ગર્વિષ્ટ અને જીદ્દી હોવાથી ઉખાણા જેવી લાગે. પણ હકીકતે એ કાચના વાસણ જેવી છે જરાક સંભાળથી સાચવો તો વારી-ઓવારી જાય તમારા પર..”
પારુલબેનની આ વાતને સંપૂર્ણપણે સ્વીકારૂં છુ.કારણકે હું એવી ધણી સ્ત્રીને જાણું છુ..જે ચાલીસી વટાવી ચુકી છે…મોટી પોસ્ટ ઉપર જોબ કરે છે.સ્નાતક થયેલી ધરરખ્ખુ ગૃહિણી છે…બસ તમે એને સાંભળૉ.એની દરેક બાબતોનો જીણવટથી અભિપ્રાય આપો.એની નાની ક્રિયાઓ હોય કે એનાં દ્રારા થયેલાં કોઇ પણ કાર્ય હોય એને તમે બિરદાવો..સ્ત્રી જ્યારે એ વાત જ્યારે સમજી શકે કે સામેનાં પુરુષને મારા સૌંદર્ય સિવાઇ મારી બુધ્ધિ અને મારી આવડતને પીછાણે છે ત્યારે એ સ્ત્રીને એ પુરુષ માટે માન ઉપજે છે..
મોટે ભાગ સ્ત્રીની સ્ત્રીઓને એની વાતને પુરુષ ઉપરછલ્લી લે એ જરા પણ ગમતું નથી.સ્ત્રીને વાતનો તમે ફકત અને હા કે ના માં પણ જવાબ આપો તો એને ગમતું નથી.માટે જ્યારે પણ સ્ત્રીની વાતો સાંભળતા હો ત્યારે એની સાથે તાદાત્મય સાધવું જરૂરી છે..
સ્ત્રીઓની છઠી ઇન્દ્રીય બહું સતેજ હોય છે.જો તમારી એ નજીકની મિત્ર હોય તો તમે એની સાથે લાગણીમાં જરા પણ કચાશ દર્શાવતો એ તુંરત જ અકળાય જશે…કારણકે સ્ત્રીઓનાં મોટા ભાગના નિર્ણય અને વર્તન સાથે લાગણીને જોડે છે.
પારૂલબેન કહે છે કે થોડી બુધ્ધુ અને ઉતાવળી હોય છે..મહદઅંશે આ વાત સાચી છે.સ્ત્રીને જ્યારે પણ એનાં નજીકનાં પુરુષ સાથે નાનો મોટો ઝઘડૉ કે બોલાચાલી થાય ત્યારે ઉતાવળમાં પુરુષને ના સંભાળાવાનું પણ સંભળાવી દે છે…આ ઉતાવળમાં ભરેલા પગલાનું એને પાછળથી સમજાય છે ત્યારે એ જ મનોમન પસ્તાય છે અને પુરુષને લાગણીભાવે પછી પુછે પણ ખરી કે,”તને ખોટું તો નથી લાગ્યુને?”
મોટા ભાગની સ્ત્રીઓ થોડી ગર્વીષ્ઠ અને જીદી હોય એવું પણ નથી.છતાં પણ સ્ત્રીઓ પોતાનો ગર્વ અને જીદીપણું બધા લોકોને એ દેખાડી શકતી નથી.જો તમે એની નજીકની વ્યકિત હો તો આ જીદીપણા અને ગર્વીષ્ઠ છે એનો અનૂભવ ચોક્કસ થશે.કારણકે સ્ત્રીઓ પોતાનું અસલ સ્વરૂપ અને એની આત્મિય લાગણી એને જે નજીક સમજે છે એની સાથે જ એ શેર કરી શકે છે..અને એ જ સ્ત્રી બીજાનો ગુસ્સો પોતાના જેને આત્મિય ગણતી હોય એના પર ઠાલવી પણ શકે છે..ગુસ્સે થયેલી સ્ત્રી મોટે ભાગે પુરુષ કન્ટ્રોલ કરી શકતો નથી.તેથી જ પુરુષ અને સ્ત્રી વચ્ચે જ્યારે આ પ્રકારની પરિસ્થિતી ઉભી થાય છે ત્યારે બંનેનાં સંબંધમાં કટુતા આવી જાય છે..
છતાં પણ સ્ત્રીઓ વિનાં દુનિયાને ચાલ્યું નથી તો આપણે ક્યાંથી ચાલવાનું..મને પહેલીથી સ્ત્રી અને સરદારજી વિશેનાં જોકસ શેર કરવાનું ગમતું નથી.ભાગ્યેજ એકાદ બે વાર પત્ની કે સ્ત્રી કે સરદારજી વિશેની જોકસ શેર કરી હશે..
મને સ્ત્રીઓ ઉપર લખવું ગમે છે,કારણકે મને ભગવાનનું આ અનેરૂં માનવિય સર્જન ગમે છે..જે કવિ છે,લેખક છે,ચિત્રકાર છે,કલાકાર છે,પ્રેમી છે,કુદરત અને સૌંદર્યનો આશકત છે.તેઓના મનમાં સ્ત્રીનું સ્થાન મન સુધી જ સિમિત નથી.એના શરીરના અણુઓમાં,હ્રદયમા અને આંખોની પલકોમાં સમાયેલુ હોય છે.આવા લોકો માટે સ્ત્રી ફકત ભોગવવાની જ વસ્તું નથી.તેઓ માટે સ્ત્રી એક સૌંદર્ય છે,કલાનો હાર્દ છે,એમની અંદરની શકિતને ઉજાગર કરનારૂં એક પ્રોત્સાહક પરિબળ છે.
સ્ત્રીના હૃદય સુધી પહોંચવા પુરુષે અર્ધનારેશ્વરની ભાવના કેળવવી જોઇએ. સ્ત્રીને સમજવા માટે પુરુષે પોતે પુરુષ હોવાનો ગર્વ છોડવો પડે છે..ઇશ્વરે બનાવેલી એક માનવિય રચના એવી છે જેને તમે બધી રીતે જીતી શકો છો,છેતરી શકો છો,એને લલચાવી શકો છો,લાગણીના નામે ભોળવી શકો છો…પણ જ્યારે તમારે એને ચાહવી હોય તો પહેલા એના શરીરથી શરૂઆત કરશો તો ફકત સ્ત્રીનું શરીર જ મળશે….એની અંદર જે પ્રેમની દેવી વસે છે એ તમને નહી મળી શકે….
મે હમેશાં સ્ત્રી હોય કે પુરુષ હોય કદી મિત્રતા જેન્ડર બેઇઝ નથી રાખી.જે સ્ત્રીને પેમ્પરીગ કરી શકું છું તો એને કડક શબ્દોમાં પુરુષ મિત્રની જેમ એની ભૂલ હોય તો ભાન પણ કરાવું છુ.
ટુંકમાં સ્ત્રીને સ્ત્રી તરીકે અથવા નારી જાતિ તરીકે મુલ્યાંકન કરવાને બદલે એ પણ આપણા જેવું જ માનવિય ઇશ્વર સર્જન છે એમ સમજીને એક સ્ત્રી નહી પણ જેના વિનાં ભવિષ્યમાં દુનિયામાં માણસો જાતિનો વંશવેલો આગળ વધવો અશક્ય છે એવું મહાન ઇશ્વરીય સર્જન સમજીને એનો ઇશ્વર દ્રારા મળેવેલી માનવિય ભેટ તરીકે હમેશાં આદર કરો..
અસ્તુ
અંશ મારા એકલાનો ક્યાં રહ્યો છે મારા જ દિલમાં
રોજ ટુકડામા બધાને માટે હું બંટાતી રહું છું-
નરેશ કે.ડૉડીયા