હુંુ ગુજરાતી -૫
સિધ્ધાર્થ છાયા
ગોપાલી બુચ
કાનજી મકવાણા
દિપક ભટ્ટ
હર્ષ કે. પંડ્યા
ભુમિકા કેયુર શાહ
આકાંક્ષા દેસાઈ
નરેશ કે. ડૉડીયા
વ્યવસ્થીત લઘરવઘર અમદાવાદી
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as Matrubharti.
Matrubharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.
અનુક્રમણિકા
•એડિટરની અટારીએ થી... - સિધ્ધાર્થ છાયા
•કલશોર - ગોપાલી બુચ
•ર્સ્િી-પીંછ - કાનજી મકવાણા
•ગ્લોબલ મેનેજમેન્ટ - દિપક ભટ્ટ
•કૌતુક કથા - હર્ષ કે. પંડ્યા
•બોલીવુડ બઝ ! - સિધ્ધાર્થ છાયા
•ઝીંદગી ઓન ધ રોક્સ - ભુમિકા કેયુર શાહ
•ફૂડ સફારી - આકાંક્ષા દેસાઈ
•ભલે પધાર્યા - નરેશ કે. ડૉડીયા
•લઘરી વાતા - વ્યવસ્થીત લઘરવઘર અમદાવાદી
એડિટરની અટારીએ થી...
સિધ્ધાર્થ છાયા
ઈ-દ્બટ્ઠૈઙ્મ : જૈઙ્ઘઙ્ઘરટ્ઠિંર.ષ્ઠરરટ્ઠઅટ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ
એડિટરની અટારીએ થી...
નોર્મલી શિક્ષકદિવસે અથવા તો ગુરૂપૂર્ણિમાને દિવસે ફેસબુક ઉપર “ગુરુ ગોવિંદ દોનો ખડે કાકે લાગું પાય” જેવી હડપ્પન ઉક્તિ બહુ ફરતીહોય છે અને આ બન્ને પ્રસંગોએ વળી આપણા છાપાંઓ અને મેગેઝિનો પણ આ ઉક્તિનો ‘અતિવપરાશ’ કરીને દાટ વાળી નાખતી હોય છે. આમાં આ ઉક્તિનો કોષ દોષ નથી અને હોઈ પણ ન શકે પરંતુ દરેક વસ્તુનો ઑવરડોઝ એ વસ્તુની સુંદરતા છીનવી લેતી હોય છે અને એવું જ આ સરસમજાની ઉક્તિ સાથે પણ બન્યું છે એટલે આપણે એટલિસ્ટ ‘હું ગુજરાતી’નાં આ ‘શિક્ષકદિન વિશેષાંક’માં એને નહીં દોહરાવીએ.
શિક્ષક એટલે શું ? જન્મીએ એટલે તરત જ આપણી મા આપણો પહેલો શિક્ષક બની જાય છે અને એ પણ કુદરતી રીતે. એ જ આપણને એનું દૂધ પીવડાવતા શીખવે છે. જરા વધુ મોટા થઈએ એટલે આપણા પિતાશ્રી પિક્ચરમાં આવે છે અને આપણને ચાલતા શીખવે છે, અલબત્ત, એમની આંગળી પકડાવીને. આટલું ઓછું હોય તેમ આપણા વડીલો એટલે કે દાદા-દાદી અને નાના-નાની પણ આપણામાં સંસ્કારોનું સિંચન - માથામાં તેલ નાખતાં હોય એમ - વખતોવખત કરતાં રહે છે. ત્યારપછી આવે છે એક એવો સમય જ્યારે આ છદ્મ શિક્ષકો પોતાનું કામ પતાવી દે છે અને આપણને એક રિયલ ટીચર સામે ખડા કરી દે છે.
આ શિક્ષક એટલે આપણા નર્સરી ક્લાસના ટીચર, જે આપણને એકડો-બગડો કે કક્કો ઘૂંટતાં શીખવે છે અને એ જ પાયા પર આપણે ધીરેધીરે આપણી આખીયે જિંદગીનો પાયો ચણીએ છીએ. એવું કહે છે કે, ‘શિક્ષક જેટલો સારો એટલો એના વિદ્યાર્થીનો વ્યક્તિત્વ-વિકાસ સારો.’ આપણા સ્કૂલ કે કૉલેજકાળમાં આપણે કેટલાંય શિક્ષકોની નજર હેઠળથી પસાર થતાં હોઈએ ૩ છીએ, પણ આમાંથી કાયમ એક ટીચર જ આપણો ફેવરીય હોય છે અને એના નક્શેકદમ પર જ આપણે ચાલવાનું નક્કી કરતાં હોઈએ છીએ. પણ હાય યે ઝાલીમ ઝમાના !! આપણે ઇચ્છ્યું હોય કંઈક અને થાય છે કંઈક બીજું જ ! જે શિક્ષકોએ આપણામાં એક ફ્યુચર ડૉક્ટર કે એન્જિનિયર આપણી શૈક્ષણિક લાયકાતને અનુસાર જોયો હોય છે એ જ આપણે ઘણી વાર સંજોગોવશાત્ માંડમાંડ ભણતર પતાવીને કાં તો સેલ્સમાં જોડાઈ જઈએ છીએ અથવા તો કોઈ વીમા કંપનીના એજન્ટ બની જઈએ છીએ અથવા તો ઘરની બહાર જ આવેલો પપ્પાનો પ્રોવિઝન સ્ટોર સંભાળી લઈએ છીએ.
ઉપરની આ બધી જ વાતોમાં કોઈ કોમન ટીચર તમને દેખાયો ? તો ફરીથી ઉપરના તમામ મુદ્દાઓ વાંચી જાવ. ન સમજાયું ? જો કોમન ટીચર અથવા તો સુપ્રીમ ટીચર હોય તો એ છે વક્ત એટલે કે સમય. સમયથી મોટો અને શ્રેષ્ઠ ટીચર કોઈપણ નથી કે નથી થવાનો. સમય તમને શીખવાનો પૂરેપૂરો સમય પણ આપે છે અને જો તમે આ સમયમાં સમયે શીખવેલું નથી શીખતાં તો એ તમને હળવી કે ભારે લપડાક મારતાં પણ ભૂલતો નથી. ડીટ્ટો તમારા ગણિતના ટીચર, જે તમારો દાખલો વારંવાર ખોટો પડતાં તમારી હથેળી પર સટ્ટાક્... કરીને એમની લોખંડની ફૂટપટ્ટી મારતાં, યાદ હૈ ?
શીખવું એ ૨૪ કલાક અને ૩૬૫ દિવસની પ્રક્રિયા છે અને સમય એ તમને કાયમ શીખવાડતો શિક્ષક છે. આથી ભૂતકાળમાં ભલે સ્કૂલનાં ટીચર્સ કે કૉલેજના પ્રોફેસર્સનું ન માન્યું હોય અથવા તો એમની મજાકો કરવામાં જ સમય બગાડ્યો હોય પરંતુ આ ‘સમય’ નામનાં શિક્ષકને જો માન આપશો તો વારેન્યારે થઈ જશે એની ગેરંટી !!
‘હું ગુજરાતી’ના તમામ વાચકોને શિક્ષકદિનની શુભેચ્છાઓ અને કાયમની જેમ અમારી ટીમ દ્વારા તૈયાર કરાયેલો આ ‘શિક્ષકદિન વિશેષાંક’ પણ તમે વધાવી લેશો એવી ઈશ્વર પાસે કામના !!
કલશોર
ગોપાલી બુચ
ઈ-દ્બટ્ઠૈઙ્મ : ર્ખ્તટ્ઠઙ્મૈહ્વેષ્ઠરજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ
કલશોર
એક ચકો ને ચકી મૂંઝાઈ ગયાં છે
“મગર મુજકો લૌટા દો બચપનકા સાવન, વો કાગઝ કી કશ્તી, વો બારિશ કા પાની...”
દૂરદૂરથી જગજીતસિંહનો સુમધુર અવાજ કાનમાં ગુંજ્યો અને મને સવારે જોયેલું એક દૃશ્ય આંખ સામે આવીને ઊભું રહી ગયું.
દસેક વરસનો એક દીકરો પીઠ પાછળ ભરાવેલી સ્કૂલબેગ અને છાતી પાસે આગળ ભરાવેલી વૉટરબેગના ભારથી આગળની બાજુ રીતસર ઝૂકી ગયો હતો. હાય રે બચપન ! ઉપર બાલ્કનીમાંથી ‘બાય’ કરતી એની મમ્મી તરફ ઊંચું પણ જોઈ શકે એમ નહોતો એટલો બોજો એના નાજુક ખભા પર નાખવામાં આવ્યો હતો.
અને મને વિચાર આવ્યો કે આમાં ક્યા બચપન કા સાવન અને કાગઝ કી કશ્તી રહ્યાં હવે ?
બિચ્ચારું છોકરું વરસ-દોઢ વરસનું થાય એટલે એની અભ્યાસયાત્રા શરૂ થઈ જાય. ભણતર ભાર વગરનું, પણ સ્કૂલબેગનો ભાર ઊંચકીએ તો સમજાય ! પ્લેગ્રુપ, નર્સરી, જુનિયર કે.જી., સિનિયર કે.જી..... ઉફફફ...
કેટલાં પગથિયાં ચડે ત્યારે માંડ ભાઈ/બહેન ફર્સ્ટમાં આવે. અને એ પણ ઠસોઠસ ભરેલી સ્કૂલબેગ સાથે. આટલી અઘરી તો ચારધામની યાત્રા પણ નહીં હોય.
મને થાય કે ઈશ્વરે આ લોકો ગ્રેજ્યુએટ થાય એટલે એમના ચોપડે ચારધામની જાત્રાનું પુણ્ય પણ જમા કરી દેવું જોઈએ. તમને નથી લાગતું કે કૃષ્ણે સ્પેશિયલી ફોર સ્કૂલલાઇફ અવતરવું જોઈએ ? એમને જે ધીંગામસ્તી કરવા મળતા એ અત્યારના બાળકોને મળે છે ? અરે બાળસહજ સમય પણ ક્યાં છે એમની પાસે ? તો એમાં ‘કાગઝ કી કશ્તી અને બારિશ કા પાની’
કે ‘દાદીમા કી કહાની’ની વાત જ ક્યાં રહી ? આજે દાદીમાની વાર્તાનું સ્થાન ‘પોગો’એ લઈ લીધું છે. વાર્તાના ચકો અને ચકી સાવ જ ખોવાઈ ગયા છે. આમ પણ વાસ્તવિકતામાં પણ ચકો અને ચકી લુપ્ત થતા જોવા મળે છે, પણ એના જવાબદાર તો આપણે જ છીએ ને ?
ચકાચકીની વાત પરથી મને કવિશ્રી કૃષ્ણ દવેની એક રચના યાદ આવી ગઈ. દુન્યવી ચકાચોંધ વચ્ચે અટવાઈ ગયેલાં, મૂંઝાઈ ગયેલાં ચકા- ચકીના સંવેદનોને વાચા આપતું એક ગીત....
એક ચકી ને ચકો મૂંઝાઈ ગયા છે.
ચોખાને મગના બે દાણા હતાને ? હવે ચાંચમાંથી એ પણ છિનવાઈ ગયા છે.
કોમ્પ્યુટર, મોબાઇલ, ટીવી છે સોંઘાં, પણ એની રંધાય નહીં ખીચડી, ચકી ને ચકાના જીવન પર ત્રાટકી છે મોંઘવારી નામની વીજળી.
ફાઇવસ્ટાર મોલના આ ફાલેલા જંગલમાં નાનકડાં સપનાં ખોવાઈ ગયાં છે.
એક ચકી ને ચકો મૂંઝાઈ ગયા છે.
મિનરલ વૉટરથી તો સસ્તાં છે આંસુ, ને મીઠી પણ લાગશે રસોઈ, ખાંડ માટે ટળવળતી કીડીની પાસે જઈ આટલું તો સમજાવો કોઈ. લાગે છે શેરડીના આખ્ખાય વાઢને આ લુચ્ચા શિયાળવાઓ ખાઈ ગયા છે.
એક ચકી ને ચકો મૂંઝાઈ ગયા છે.
ચકી ને ચકો કહે જુઓ સાહેબ, હવે બોલાતું કેમ નથી ચીં ચીં ?
એવું તે શું છે આ કંઠમાં તે લાગે છે મારે છે ડંખ જેમ વીંછી.
એક્સ-રેમાં જોઈ અને ડૉક્ટર બોલ્યા કે ઘણાં ડૂમા ગળામાં અટવાઈ ગયા છે.
એક ચકી ને ચકો મૂંઝાઈ ગયા છે.
માઝા મૂકેલી મોંઘવારી વચ્ચે જીવનજરૂરિયાતની વસ્તુઓ પણ અપ્રાપ્ય બની છે. ભૌતિકવાદ હવે જાણે જરૂરી થઈ ગયો છે. લીલાંછમ જંગલોની જગ્યા હવે સિમેન્ટ-કૉંક્રિટના જંગલોએ લીધી છે. મોબાઇલ, કોમ્પ્યુટર, ટીવી આ બધાની વચ્ચે સતત બીઝી રહેતો માનવી જાણે આંતરિક સંવેદના ગુમાવી ચૂક્યો છે. ભૂલી ગયો છે કે ભૂખ તો ખીચડી જ ભાંગશે. માનવમનની લીલોતરી-કુમાશ સિમેન્ટના જંગલોમાં ચણાઈને રીઢી થઈ ગઈ છે.
આમ વિચારવા બેસીએ તો શું ખાલી ચકો-ચકી જ મૂંઝાયાં છે ? આ ટીવી, મોબાઇલ, વિડિયોગેમ આ બધાંની વચ્ચે બાળપણ નથી અટવાઈ ગયું ? લખોટી, ગિલ્લીદંડો, ભમરડાં, નાગોલચું જેવી રમતો ક્યાં ખોવાઈ ગઈ ? એવા ખુલ્લા મેદાનો પણ ક્યાં રહ્યાં જ્યાં જઈને આ શૈશવ બિન્દાસ ખીલી ઊઠે. જેમ ચકાચકીનું ઘર ખોવાયું છે એ જ રીતે આ ભુલકાંઓનું બાળપણ પણ ઊંચી ઈમારતો અને એ ઈમારતોનો ભાર જેટલાં જ ભણતરની વચ્ચે ભીંસાયું છે.
માત્ર બાળપણ જ શા માટે ? યુવાવસ્થા પણ એટલી જ અટપટી બનતી ગઈ છે. જિંદગીની તેજ રફ્તારમાં ટકવું દિન-પ્રતિદિન અઘરું બનતું ગયું છે. જીવનની ઝીણીઝીણી મીઠાશ માટે વલખવું પડે છે. આંસુની ખારાશને પણ સહજ ભાવે સહેવી પડે છે અને ખુલ્લી આંખે ભ્રષ્ટાચારના આખલા ઊભેઊભો મોલ ચરી જાય છે એ જોયા કરવાનું હોય છે. ‘એક સાંધો ત્યાં તેર તૂટે’ એ પરિસ્થિતિને મૂંઝવણભરી રીતે મૂલવ્યા કરવાની.
(જોકે એના જવાબદાર પણ આપણે પોતે જ છીએ.)
જે રીતે ચકી અને ચકો બોલી શકતાં નથી ને એ જ રીતે આપણો અવાજ પણ હણાઈ ગયો છે. ચકા-ચકીની મૂંઝવણ અને આપણી મૂંઝવણ વચ્ચે કોઈ ખાસ ફરક નથી. જ્યારે પોતાની રીતે ઊડવા ન મળે, ખીલવા ન મળે ત્યારે માત્ર કંઠ જ નહીં આખેઆખું જીવતર રુંધાતું લાગે. ગળામાં ડૂસકાં જાણે અટવાયા કરે ત્યારે માત્ર વીંછીના જ ડંખ નહીં પણ નીલકંઠની વેદનાનો અનુભવ પણ ચોક્કસ થાય.
યંત્રવત્ બાળપણ, યુવાની, વનાશ્રમ, વૃદ્ધાશ્રમની યાત્રા જીવી તો જવાય છે, પણ ‘યે જીના ભી કોઈ જીના હૈ લલ્લુ ?’ એ પ્રશ્ન થાય જ. જ્યાં ડગલે ને પગલે સમાધાનો જ છે, પાંખ હોવા છતાં ઊડવાની મોકળાશ નથી, સતત પડકારો અને પ્રશ્નો વચ્ચે ઝઝૂમવાનું છે અને જો જીતી જઈએ તો એ જીતને માણવાનો મોકો નથી મળતો.
ચકો અને ચકી તો માનવમનનું પ્રતિબિંબ માત્ર છે. સાચા અર્થમાં તો માણસ મૂંઝાયો છે. પોતે જ રચેલા વર્તુળમાં વધુ ને વધુ ઘેરાતો જાય છે.
વધુ મેળવી લેવાના લોભમાં વધુ બોજો ઊઠાવતો જ જાય છે. આખરે જો આ વેદના જ જીવનનો પર્યાય બનતી લાગે તો આ આખી સિસ્ટમને મૂળથી જ બદલવાની જરૂર નથી જણાતી ?
શિક્ષણ એ જીવનવિકાસનો પાયો છે ત્યારે આ પાયાને માત્ર અર્થોપાર્જન પૂરતો સીમિત ન રાખતાં એની સાથે જીવનઘડતરનું પણ ઊંડું, મજબૂત સિંચન કરીએ તો આ ચકો અને ચકી મૂંઝાવાને બદલે એક દિવસ કલરવ કરતાં કરતાં માળો ગુંથતાં જરૂર જોવા મળશે, એમાં બેમત નથી.
ર્સ્િી-પીંછ
કાનજી મકવાણા
ર્સ્િી- પીંછ
ગ્લોબલ મેનેજમેન્ટ
દિપક ભટ્ટ
ગ્લોબલ મેનેજમેન્ટ
ઇનોવેશન : દરેકના જીવનની જરૂરિયાત
આજના સમયમાં કંપનીની જો કોઈ મૂળભૂત જરૂરિયાત હોય તો એ ઇનોવેશન છે. વૈશ્વિક કંપનીઓ પોતાના વાર્ષિક પરિણામો ઇનોવેશન મારફતે મજબૂત બનાવે છે. ઇનોવેશન ફાર્મા, આઈ.ટી., એન્જિનિયરિંગ કે કોઈપણ કંપની કરી શકે છે. અમેરિકામાં થયેલા એક સર્વે પ્રમાણે ભારતમાં ઇનોવેશનનો આંક બહુ જ ઓછો છે જેની સરખામણીએ જર્મની, પોલૅન્ડ, ઇઝરાઇલ કે સાઉથ આફ્રિકા જેવા દેશોમાં આજે ઇનોવેશનને ખૂબ જ મહત્ત્વ આપવામાં આવે છે. ભારતમાં આજે પણ ઇન્ફોર્મેશન ટેકનોલોજીમાં ઇનોવેશનની ક્રાંતિ લાવનાર સામ પિત્રોડાને લોકો યાદ કરે છે. નેશનલ ઇનોવેશન કાઉન્સિલના ચેરમેન સામ પિત્રોડા જણાવે છે કે, ઇનોવેશન આજે વિશ્વના તમામ ક્ષેત્રમાં થઈ શકે છે અને તેને જાગૃત કરવાની જવાબદારી દરેક કંપનીની હોય છે.
તાજેતરમાં મરાઠવાડા ઇન્ડસ્ટ્રી એસોશિયેશને નવા ઉદ્યોગસાહસિકો માટે એક ઇનોવેશન સેલની રચના કરવામાં આવી છે. આજના ડિજિટલ યુગમાં ભારતના યુવાનો પાસે મોટા પ્રમાણમાં આઇડિયા હોય છે પરંતુ તેને યોગ્ય રિસર્ચ ન મળવાને પરિણામે તેઓ તેને અમલમાં મૂકી શકતાં નથી અને આ માટે નેશનલ ઇનોવેશન કાઉન્સિલે આ વર્ષે દરેક રાજ્યોમાં એક ઇનોવેશન સેલની સ્થાપના કરવાની મંજૂરી આપી છે.
ઇનોવેશનથી જે તે દેશના અર્થતંત્રને એક વેગ મળે છે. કંપનીમાં ઇનોવેશનને અમલમાં મૂકવાથી થતા ફાયદાઓ જોઈએ તો,
આંતરિક સિસ્ટમને સુધારે છે :
અત્યારના સમયમાં કોઈપણ કંપનીની સૌથી મોટી તકલીફ જો કોઈ હોય તો એ સિસ્ટમ ડેવલપમેન્ટની હોય છે. દરેક કંપનીની એક ઇચ્છા હોય છે કે તેનું ધ્યેય યોગ્ય સમયે પ્રાપ્ત થાય અને તે માટે તેઓ આંતરિક સિસ્ટમને સુધારવા માટેનાં પગલાંઓ લેવા માટે બહારની એજન્સીને એપ્રોચ કરતી જોવા મળે છે. કંપનીની ઇન્ટરનલ સિસ્ટમને સુધારવા માટે કર્મચારીઓ દ્વારા યોગ્ય કામનો ઉકેલ સમયસર થવો ખૂબ જ જરૂરી બને છે. ટોયોટા, વોલમાર્ટ, જનરલ મોટર્સ અને ટાટા જેવી મહાકાય કંપનીઓની સફળતાનું રહસ્ય તેમની મજબૂત આંતરિક સિસ્ટમ છે.
સમય અને પૈસાનો બચાવ થાય છે :
એક વખત સિસ્ટમથી કામ થશે તો બિનજરૂરી ખર્ચ ઉપર ઓટોમેટિક કાબૂ આવી જશે તેમજ સમયનો સદુપયોગ થશે. અમેરિકન ફેડરેશન ઑફ ઇન્ડસ્ટ્રીના જણાવ્યા મુજબ માત્ર અમેરિકાની સરકારી ઑફિસમાં વર્ષ ૨૦૧૩માં સિસ્ટમ અમલમાં મુકવાથી બિનજરૂરી ખર્ચ ઉપર ૬૫%નો ઘટાડો જોવા મળ્યો હતો. ભારતમાં જો યોગ્ય સિસ્ટમથી કામ થાય તો મોટા પ્રમાણમાં પૈસાની અને સમયની બચત થઈ શકે છે.
કસ્ટમર સર્વિસમાં સુધારો :
ઇનોવેશનથી ગ્રાહકોને આપવામાં આવતી સર્વિસમાં ચોક્કસપણે સુધારો કરી શકાય છે. ગ્રાહકો આજે પ્રોડક્ટને સુધારવા માટે પોતાના અલગ અલગ પ્રતિભાવો આપતા હોય છે તેમાં જો સિસ્ટમનો ઉમેરો કરવામાં આવે તો કંપનીને ખાસ ફાયદો થાય છે.
કૌતુક કથા
હર્ષ કે. પંડ્યા
ઈ-દ્બટ્ઠૈઙ્મ : દ્બટ્ઠહરટ્ઠિ૮૭જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ
કૌતુક કથા
શિક્ષકદિન અને આસ્લાન : ચલો આજ ફિર કુછ પઢેં
વિચાર કરો કે એવું હોય કે ચારેક ભાંડરડા હોય, જે વૅકેશન ગાળવા એમના ગામડે જાય. એમના માસી/મામાની બહુ મોટી હવેલી હોય જેની વાર્તાઓ-દંતકથાઓમાં વ્યક્તિ અચંબિત થઈ જાય. આ ચારેય બાળકોને રહેવા માટે રૂમ આપ્યો હોય પણ એ લોકો હવેલીને જોવા- ખોજવા નીકળે. ત્યાં એક રૂમમાં એક મોટો કબાટ હોય. એકાદ બાળક કૂતુહલવશ એ કબાટ ખોલે અને આગળને આગળ જતાં એ બીજી જ કોઈ દુનિયા જેવી કે દ્વારિકા/ઇન્દ્રપ્રસ્થમાં ખૂલે અને ભગવાન કૃષ્ણ એમને ગાઇડ કરતા જાય. હાસ્યાસ્પદ લાગે, ખરું ને ? આવો જ એક આઇડિયા જરા જુદી રીતે અમલમાં આવ્યો છે છેક ૧૯૫૪થી.
“્રૈહખ્તજ હીદૃીિ રટ્ઠીહ ંરી જટ્ઠદ્બી ુટ્ઠઅ ુંૈષ્ઠી, ઙ્ઘીટ્ઠિર્ હી.”
એક વખત એવું બન્યું કે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન લંડનના લાખો બાળકોને ઇંગ્લૅન્ડના દૂર-સુદૂર ગામડાઓમાં (કન્ટ્રિસાઇડ) સ્થળાંતરિત કરવામાં આવ્યા. સી.એસ. લૂઇસ નામના લેખકને ઉપર કહ્યો એવો એક વિચાર આવ્યો. ગ્રીક, રોમન અને ખ્રિસ્તી દંતકથાઓના ઝનૂની વાંચક એવા લૂઇસે સોળ વર્ષની ઉંમરે એક ચિત્ર જોયેલું જેમાં રોમન દંતકથાઓમાં આવતો એક ગ્રામ્ય દેવતા એવો ફૌન એક હાથે છત્રી અને એક હાથમાં પાર્સલ લઈને બરફમાં ચાલી રહ્યો છે. આ ચિત્ર એમના મનમાં ૧૯૩૯માં ફરીથી આવ્યું અને એણે નક્કી કર્યું કે ચાલો આના વિશે એક વાર્તા લખીએ.
અને ફિર દસ સાલ બીત ગયે... પહેલા ભાગને લખતા લખતા. નામ આપ્યું ‘ધ ક્રૉનિકલ્સ ઑફ નાર્નિયા - ધ લાયન, ધ વૉર્ડરોબ ઍન્ડ ધ વિચ.’ ૧૯૩૯ના સપ્ટેમ્બર મહિનામાં શુદ લૂઇસના ઑક્સફોર્ડ પરગણા ખાતેના ઘરમાં ત્રણ સ્કૂલગર્લ્સ રહેવા આવી. માર્ગારેટ, મેરી અને કેથરીન. આ પરથી લૂઇસને એક નવું જ પરિમાણ (બોલે તો ડાયમેન્શન) મળ્યું, જેમાં ચાર બાળકો પીટર, સુઝાન, લ્યુસી અને એડમંડ દૂર એમની એક માસીને ત્યાં રહેવા જાય જે એક નિવૃત્ત પ્રોફેસરના ઘરમાં દેખરેખ રાખતી હોય. અને આખી વાર્તા એ રીતે આગળ વધે છે. પણ અહીંયાં આપણે વાર્તાની વાર્તા નહીં માંડીએ. અહીંયાં વાતકરવી છે ઉપર નોંધ્યું એ વાક્ય જે બોલે છે એની - આસ્લાની. આસ્લાન એક સિંહ છે જે નાર્નિયાનો રાજા છે. જંગલના રાજા જેવો જ, પણ બ્રેવ ઍન્ડ વાઇઝ - સમજણો અને બહાદુર. બધા એની આમન્યા રાખે. લ્યુસીને એ સૌ પહેલા દેખાય છે અને એ રીતે ચારેય બાળકોને એ માર્ગદર્શન આપતો જાય છે, નાર્નિયામાં રહેલાં દૂષણો દૂર કરવા માટે. પીટર જે સૌથી મોટો હોય છે એ પૂછે છે આસ્લાનને કે અમને અહીંયાં કેમ લાવવામાં આવ્યા ? ત્યારે આસ્લાન કહે છે કે તમારી જરૂર હતી એટલે. આ એ જ ઉંમર છે જ્યારે બાળકમાં નિર્ભયતા, વિશ્વાસ, બહાદુરી જેવા ગુણોના સિંચનની જરૂર હોય છે. એક શિક્ષકની જેમ આસ્લાન દરેક બાળકને એની ક્ષમતા મુજબના ટાઇટલ આપીને નવાજે છે. પીટર ધ બ્રેવ, એડમંડ ધ જસ્ટ, લ્યુસી ધ વેલીએન્ટા (શૂરવીર), સુઝાન ધ જેન્ટલ - એમની મૂળ પ્રકૃતિ મુજબ. આસ્લાન પણ કૃષ્ણ અને ડંબલડોરની જેમ બાળકો માટે માર્ગ પણ કરે છે અને એમને ખીલવા દે છે. મુશ્કેલ પરિસ્થિતિમાં નિર્ણય લેતાં અને નિષ્ફળતાનો સ્વાદ ચાખતાં પણ કરે છે, પણ અંતે એમને કશુંક શીખવે છે. (કોને જૂની ઋષિ પરંપરા યાદ આવી ?) આમ, ગુરુનો પાઠ આસ્લાન બખૂબી ભજવે છે.
આપણે પણ ક્યારેક ને ક્યારેક જીવનમાં આસ્લાનનો અનુભવ કરતા હોઈએ છીએ. અચાનક કોઈ નાનકડી એવી સલાહ કે મદદ આપણા ૪ પ્રૉબ્લેમ્સને ચૂટકી મેં ગાયબ કરી દે છે. વાર્તામાં આસ્લાન કહે છે, ‘હું તમારી દુનિયાનું બીજું નામ ધરાવું છું; પણ તમે મને જાણી શકો એટલા માટે જ મેં તમને અહીંયાં (નાર્નિયા) બોલાવ્યા. કદાચ, અહીંયાં તમે મને જાણીને ત્યાં તમારી દુનિયામાં મને વધુ સમજી શકશો.’ આ જ વાક્ય કૃષ્ણ માટેય લાગુ નથી પડતું લાગતું ? આગળ લ્યુસી પૂછે છે, ‘અમે તને જોઈ શકશું હવે ? અમે કેમ વધુ સમય નાર્નિયામાં ન રહી શકીએ ?’ આસ્લાન કહે છે, ‘તમારે જે શીખવાનું હતું - કે જે તમને તમારી દુનિયામાં કામ લાગે - એ બધું તમે અહીંયાં નાર્નિયામાં શીખી લીધું છે. હવે જ સમય છે તમારા પાછા જવાનો. હું સદાય તમને જોયા કરીશ, તમારી આસપાસ જ હોઈશ.’
આપણા સૌના જીવનમાં પાંચમી સપ્ટેમ્બર એક વાર જ આવે છે ? કે દરરોજ - હંમેશાં આવતી રહેતી હોય છે ? “્રૈહખ્તજ હીદૃીિ રટ્ઠીહ ંરી જટ્ઠદ્બી ુંૈષ્ઠી, ઙ્ઘીટ્ઠિર્ હી.”
પાપીની કાગવાણી :
ઉર્િહખ્ત ુૈઙ્મઙ્મ હ્વી િૈખ્તરં, ુરીહ છજઙ્મટ્ઠહ ર્ષ્ઠદ્બીજ ૈહ જૈખ્તરં,
છં ંરી ર્જેહઙ્ઘર્ ક રૈજ ર્િટ્ઠિ, ર્જિર્િુજ ુૈઙ્મઙ્મ ર્હ ર્દ્બિી.
ઝ્ર.જી. ન્ીુૈજ (્રી ઝ્રરર્િહૈષ્ઠઙ્મીજર્ ક દ્ગટ્ઠહિૈટ્ઠ, ્રી ર્ન્ૈહ, ંરી ુૈંષ્ઠર ટ્ઠહઙ્ઘ ંરી ુટ્ઠઙ્ઘિર્િહ્વી)
બોલીવુડ બઝ !
સિધ્ધાર્થ છાયા
ઈ-દ્બટ્ઠૈઙ્મ : જૈઙ્ઘઙ્ઘરટ્ઠિંર.ષ્ઠરરટ્ઠઅટ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ
બોલીવુડ બઝ
આપણી હિન્દી ફિલ્મો એ આપણા સમાજનું દર્પણ છે એવું આપણને વારંવાર કહેવાય છે, હેં ને ? વેલ, બીજી બધી બાબતોમાં આ વાત યોગ્ય હોય કે ન હોય પણ શિક્ષકોની બાબતમાં કદાચ આ વાત ખરી છે. કન્ફ્યુઝ્ડ ? ચાલો એક સિમ્પલ લાઇનમાં જ સમજાવી દઉં. જેમ આપણા સમાજમાં પહેલેથી જ શિક્ષકો પ્રત્યે જેટલું માન હોવું જોઈએ એટલું નથી એવું જ આપણી ફિલ્મોમાં પણ છે. શિક્ષકો પર આમ તો આપણે ત્યાં ઘણી ફિલ્મો બની છે પણ કદાચ છૂટીછવાઈ બની છે.
૧૯૮૦ની ફિલ્મોમાં એક દૌર એવો પણ આવ્યો હતો કે જેમાં શિક્ષક જે મોટેભાગે કૉલેજનો પ્રોફેસર જ રહેતો અને એ ફક્ત અને ફક્ત કૉમેડી જ કરતો અને એ પણ ઘણી વાર નિમ્ન કક્ષાની. જીતેન્દ્રએ બનાવેલી ‘આગ ઔર શોલા’માં પ્રોફેસર બનતાં કાદર ખાને તો ફિલ્મમાં દ્વિઅર્થી સંવાદોની રમઝટ બોલાવી હતી. આવું જ કંઈક ૧૯૯૦ની શરૂઆત સુધી ચાલ્યું જેમાં અજય દેવગણની પહેલી ફિલ્મ ‘ફૂલ ઔર કાંટે’ અને અક્ષયકુમારની શરૂઆતની ફિલ્મોમાંની એક એવી ‘ખિલાડી’માં જગદીપ, અરુણા ઇરાની અને ટીનુ આનંદ આ જ પ્રકારનાં કૉમિક પ્રોફેસર્સ બન્યા હતા. પણ આ જ દાયકામાં ‘સર’ જેવી એક ફિલ્મ પણ આવી જેમાં નસીરુદ્દીન શાહ પ્રોફેસર બન્યા હતા અને એમનો રોલ મોટો અને મહત્ત્વનો હતો. એવી જ રીતે આ જ નસીરુદ્દીન શાહ સાથે શાહરૂખ ખાન પણ ૩ ‘ચમત્કાર’ ફિલ્મમાં સ્પોટ્ર્સ ટીચર જ બન્યા હતાં અને એ તો વળી હીરો હતા. ૧૯૯૦ના દાયકાની એક ઔર મસ્ત ફિલ્મ હતી ‘જો જીતા વોહી સિકંદર’ જેમાં આમ તો આમિર ખાન હીરો હતો અને સ્કૂલની વાત હતી, પણ એમના પિતા અને સ્કૂલમાં સ્પોટ્ર્સ ટીચર બનતા કુલભૂષણ ખરબંદાએ ‘જો જીતા વોહી સિકંદર’નો જે મંત્ર આપ્યો હતો એ અણમોલ હતો.
પણ આજે શિક્ષકદિને આપણે બોલીવુડના બે મહાન શિક્ષકો વિશે વાત કરીએ તો આ અવસરને યોગ્ય અંજલિ આપી શકીશું. આ બે મહાન શિક્ષકોમાંથી એક તો છે શ્રીમાન દેબરાજ સહાય. એટલે કે સંજય લીલા ભણશાલીની ‘બ્લેક’ના તરંગી શિક્ષક જેને રૂપેરી અવતાર આપ્યો હતો બોલીવુડના લિવિંગ લેજન્ડ અમિતાભ બચ્ચને. આ દેબરાજ સહાય એક બહેરી-મૂંગી છોકરી એટલે કે રાની મુખરજીને પોતાની જિંદગી એની મરજી મુજબ અને આઝાદીથી જીવતી કરે છે. હા, દેબરાજ સહાયની બહેરા-મૂંગા બાળકોને ટ્રેઇન કરવાની રીત કંઈક અજીબ જરૂર છે અને એ પણ એટલી હદ સુધી કે પોતાની વિદ્યાર્થિની પર બળપ્રયોગ કરતાં પણ અચકાતા નથી; પણ આ છોકરીની માતાને દેબરાજ પર અત્યંત આસ્થા હોય છે અને છેવેટ દેબરાજની જીત થાય છે.
બીજાં મહાન બોલીવુડી શિક્ષક છે શ્રીમાન રામશંકર નિકુંભ ! કંઈ યાદ આવ્યું ? અરે આપણા આમીર ખાન, પેલી ‘તારે ઝમીન પર’ ફિલ્મ નહોતી આવી ? બસ એ જ શિક્ષક મહાશય. એક્ચ્યુઅલી આ આમિર ખાનની (કાયદેસરની) નિર્દેશિત પ્રથમ ફિલ્મ હતી અને આ ફિલ્મે ઘણા લોકોના હૃદયને ટચ કર્યું હતું. રામશંકર નિકુંભ ક્લાસરૂમમાં વર્ષોથી ભણાવાતી બોરિંગ પ્રથાના વિરોધી હતા અને ખુલ્લામાં એટલે કે પ્રકૃતિની ગોદમાં બાળકોને ભણાવવાને મહત્ત્વ આપતાં હતાં. આમ કરતાં કરતાં નિકુંભરસરે ડાયસલેક્સીક બાળક એટલે કે દર્શિલ સફારીની જંજાળભરી જિંદગીને રંગોથી રંગી નાખી હતી. આ સર તો બાળકો જોડે બાળક જ બની જતાં અને એમની સાથે હસતાં-રમતાં અને મોજમસ્તી પણ કરતાં. હા ૪ સ્કૂલનાં અન્ય શિક્ષકો અને મેનેજમેન્ટને સમજાવતાં એમને વાર લાગી હતી પણ એ દરમિયાન પણ એમણે પોતાના ભણાવવાની સ્ટાઇલ બદલી નહોતી. આવાં જ ધૂની અને તરંગી પરંતુ અનોખા ટીચર્સ જ પહેલેથી જ વિદ્યાર્થીઓનાં ફેવરિટ રહ્યાં છે. જો ખોટું લાગતું હોય તો બસ તમારી સ્કૂલકૉલેજ ની યાદોમાં એક વાર અત્યારે જ ખોવાઈ જાવ !
જ્યારે જ્યારે હિન્દી ફિલ્મોના શિક્ષકોની વાત થશે ત્યારે દેબરાજ સહાય અને રામશંકર નિકુંભનું નામ ગર્વથી લેવાશે. અત્યારે તો નવી જાતની ફિલ્મોનું નિર્માણ થઈ રહ્યું છે અને ‘હટકે’ વિષયો પર પૂરતું ધ્યાન પણ અપાઈ રહ્યું છે ત્યારે કેમ નહીં કોઈ શિક્ષક ઉપર ફિલ્મો ન બનાવે ? આશા છે કે ભવિષ્યમાં આપણને ‘જો જીતા વોહી સિકંદર’ કે પછી ‘સર’ કે પછી ‘બ્લેક’ કે ‘તારે ઝમીન પર’ જેવી ફિલ્મો જરૂરથી જોવા મળશે.
।। રાસ્તા ।।
તેજા (કાદર ખાન) : “પ્રોફેસ્સર તુમને યહાં જો કુછ સુના ઔર દેખા વો રાઝ તુમ્હારે હોઠોં કે પરદે મેં બંધ રહેગા વરના મિટા દીયે જાઓગે !”
પ્રોફેસર સતીશ ખુરાના (રાજકુમાર) : “હમકો મિટા સકે વો ઝમાનેમેં દમ નહીં, હમસે ઝમાના ખુદ હૈ, ઝમાને સે હમ નહીં.”
૧૯૮૧માં આવેલી સ્ટુડન્ટ અને પ્રોફેસરની અનોખી વાત કહેતી ફિલ્મ ‘બુલંદી’માં એક પ્રોફેસરની ખુમારી દર્શાવતો સંવાદ.
ઝીંદગી ઓન ધ રોક્સ
ભુમિકા કેયુર શાહ
ઈ-દ્બટ્ઠૈઙ્મ : હ્વરેદ્બૈાટ્ઠજરટ્ઠર૭જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ
ઝીંદગી ઓન ધ રોક્સ
શિક્ષણનો સમાનાર્થી એટલે ? “મલાલા”
જો તમારો જન્મ પાકિસ્તાન કે અફઘાનિસ્તાનના કોઈ રૂઢીચુસ્ત કસ્બાના મુસ્લિમ પરિવારમાં થયો હોય તો ? શું હોઈ શકે તમારી જિંદગી ? ચાલો વિચારી જોઈએ.
રૂઢીચુસ્ત મુસ્લિમ દેશોમાં સ્ત્રી-શિક્ષણ અને સ્ત્રી-સ્વતંત્રતા જેવા શબ્દો પણ વર્જ્ય છે ત્યાં એક સ્ત્રી તરીકે જન્મ લઈને પોતાનું સ્વતંત્ર અસ્તિત્વ વિકસાવવું શું આપણા માટે શક્ય બની શકે ? રૂઢીચુસ્ત મુસ્લિમ દેશોમાં જ્યાં દીકરીનો જન્મ જ જાણે અભિશાપ છે ત્યાં કોઈ દીકરી દેશમાંવિશ્વમ ાં પોતાનું અને પરિવારનું નામ રોશન કરી શકે એ શક્ય છે ખરું ? જે દેશોમાં દીકરીને ફરજિયાત બરખો પહેરવાનો છે, ભણવાની સદંતર મનાઈ છે, પોતાના સપના-વિચારો-મંતવ્યો વ્યક્ત કરવાની મનાઈ છે, પિતા-ભાઈ કે પતિ વિના ઘરની બહાર સુધ્ધા નીકળવાની છૂટ નથી, ત્યાં શું કોઈ દીકરી આખું વિશ્વ મોઢામાં આંગળા નાખીને જોઈ રહે એવી બહાદુરી અને સાહસ બતાવી શકે ?
૧૨, જુલાઈ, ૧૯૯૭ના રોજ પાકિસ્તાનના સુન્ની મુસ્લિમ પરિવારમાં એક દીકરીનો જન્મ થાય છે. પાકિસ્તાનના રૂઢીચુસ્ત પરિવારો કરતા તદ્દન અલગ, આ પરિવારમાં દીકરીના જન્મને હર્ષોલ્લાસથી વધાવવામાં આવે છે. ખૂબ પ્રેમ, લાગણીઓ અને સંસ્કાર સીંચીને આ નોખા મુસ્લિમ પરિવારમાં દીકરીને ઉછેરવામાં આવે છે. વ્યવસાયે શાળાના સંસ્થાપક, શિક્ષક અને દિલથી કવિએ એવા ઝીયાઉદ્દીન યુસુફઝાઈ ખૂબ ૩ પ્રેમથી ખ્યાતનામ પશ્તુન કવિયત્રી તેમજ સાહસિક યોદ્ધા એવા મલાલાઈજીના નામ પરથી પોતાની પ્યારી દીકરીનું નામ “મલાલા” રાખે છે. ઝીયાઉદ્દીન પોતે શિક્ષણ અને એના દ્વારા બદલાવ-વિકાસના હિમાયતી હોઈ પોતાની દીકરીના શિક્ષણ અંગે પુરા સજાગ રહે છે. ઝીયાઉદ્દીન રૂઢીચુસ્ત વાતાવરણમાં રહીને પણ દીકરીને દીકરા જેવું ભણતર, સમાન વિકાસની તક, પોતાના વિચારો રજૂ કરવાની સ્વતંત્રતા અને સાચું હોય એ બધું જ બોલવા-લખવાની આઝાદી આપે છે. અને નાનીસી મલાલા માતા અને પિતાના સંસ્કારોની સાથે સત્ય અને સાહસના પાઠ ભણતી જાય છે ! સપ્ટેમ્બર ૨૦૦૯માં માંડ અગિયારેક વર્ષની મલાલા પોતાના પિતા સાથે પેશાવરના એક સ્થાનિક પત્રકાર-સંઘમાં પોતાની તેજસ્વીતાના તણખા બતાવે છે. શિક્ષણના અધિકારીની હિમાયત કરતી નાનીસી મલાલા પ્રશ્ન ઉઠાવે છે કે, “શિક્ષણ મેળવવું એ મારો મૂળભૂત હક છે. કઈ રીતે તાલિબાનો મારી પાસે આ મૂળભૂત હક છીનવી શકે ?” અને વિવિધ ન્યૂઝપેપર્સ અને ટીવી ચેનલ્સ દ્વારા મલાલાના આ તીખા પ્રશ્નને આખા પ્રાંતમાં રજૂ કરવામાં આવે છે.
૨૦૦૮ના અંતમાં બીબીસી ઉર્દૂની ટીમને એક નવતર વિચાર આવે છે, તાલિબાનોના વધતા જતા પ્રભાવ અંગે સ્થાનિક એવી પીડિત સ્કૂલગર્લ પાસે એની જ કથની બ્લોગ સ્વરૂપે લખાવવી, અલબત્ત ઓળખાણ છાની રાખીને ! ખૂબ પ્રયત્નો છતાં તાલિબાનો અંગે લખી એમનો રોષ વહોરી લેવાનું જોખમ લેવા જ્યારે કોઈ તૈયાર નથી થતું ત્યારે ઝીયાઉદ્દીન બીબીસી- ઉર્દૂની ટીમને પોતાની દીકરી મલાલા પાસે લખાવવા સૂચન કરે છે. એજ સમયે તાલિબાનોના આગેવાન મૌલાના ફઝલુલ્લાહે સમગ્ર પ્રાંતમાં ટી.વી.- રેડિયો પ્રસારણ, સ્ત્રી-શિક્ષણ તેમજ મહિલાઓના બહાર નીકળવા સુદ્ધાં પર પ્રતિબંધ લગાવી દીધો હતો ! “ગુલમકાઈ”ના પેનનેમ સાથે મલાલાએ તાલિબાનોના બેશુમાર આતંક અને નિર્દોષોની પીડાને બ્લોગ પર ડાયરી સ્વરૂપે લખવાનું શરૂ કરી દીધું. ૧૫ જુલાઈ, ૨૦૦૯થી સ્વાતની ઘાટીઓમાં ૪ કન્યા શિક્ષણને પ્રતિબંધિત જાહેર કરી દેવામાં આવે છે. તાલિબાનો દ્વારા બર્બરતાની બધી સીમાઓ પાર કરીને, ઘણી શાળાઓ સળગાવી દેવામાં આવે છે અને મિલીટરીના જવાનો, નિર્દોષ નાગરિકો તેમજ પોલીસવાળાઓને મારીને જાહેરમાં લટકાવી દેવામાં આવે છે ! રોજ-બ-રોજના તાલીબાની આતંકને મલાલા હિંમતપૂર્વક પોતાના બ્લોગ પર લખતી રહે છે.
બીબીસી બ્લોગ-ડાયરીની સફળતા સાથે જ મલાલાને ન્યૂયોર્ક ટાઈમ્સ તરફથી એક ડૉક્યુમેન્ટરી માટે પસંદ કરવામાં આવી. મલાલા બ્લોગ, ડૉક્યુમેન્ટરી, પેપર - જુદા જુદા માધ્યમો દ્વારા કન્યા-શિક્ષણને પ્રમોટ કરતી રહી અને સાથે સાથે પોતાના અભ્યાસમાં પણ સારા પરિણામો સાથે ઉત્તીર્ણ થતી રહી. રૂઢીચુસ્ત મુસ્લિમ દેશોમાં કન્યા-શિક્ષણને પ્રોત્સાહન આપવામાં નાનીસી મલાલાએ પોતાના સણસણતા શબ્દો, સત્ય કથની અને સાહસિકતાના દાખલા દ્વારા અભૂતપૂર્વ યોગદાન આપ્યું છે. ઓક્ટોબર ૨૦૧૧માં ઇન્ટરનેશનલ ચિલ્ડ્રન્સ પીસ પ્રાઈઝ માટે નોમિનેટ થનાર મલાલા, આ ઍવોર્ડ માટે નોમિનેટ થનાર પહેલી પાકિસ્તાની કન્યા બે છે. ડિસેમ્બર ૨૦૦૧માં મલાલાને પાકિસ્તાન યુથ પીસ પ્રાઈઝ એનાયત કરવામાં આવ્યો. મલાલાના કન્યા-શિક્ષણ માટે વધતા પ્રદાનના કારણે તેના માટે તાલિબાનોની ક્રૂર નજરો અને રોષ વધતા ગયા. ૨૦૧૨નાં ઉનાળામાં આખરે તાલીબાનોએ મલાલાના મોતનું રમાન જાહેર કર્યું. ૯ ઓક્ટોબર, ૨૦૧૨ના રોજ પીરક્ષા આપીને શાળાએથી ઘરે પાછી જઈ રહેલી મલાલાની સ્કૂલબસ તાલીનાની આતંકીઓ દ્વારા આંતરવામાં આવી. “તમારા બધામાંથી મલાલા કોણ છે ? મલાલા સામે નહિ આવે તો બધાને મારી નાખીશું !” એવું ભયાનક હુકુમનામું સાંભળતા જ પોતાના સહપાઠીઓને બચાવવા મલાલા હિંમતપૂર્વક સામે આવી ગઈ.
અને માથામાંથી થઈને ગળાને છેદીને તાબિલાનોની ગોળી મલાલાના જવાબદાર અને સાહસિક ખભાઓમાં ખૂંપી ગઈ. મલાલાને પેશાવરની મીલીટરી હૉસ્પિટલમાં દાખલ કરાવમાં આવી. મગજના ડાબા ૫ ભાગને ખૂબ નુકસાન થયું હોવા છતાં લડાયક મિજાજની મલાલા મોત સામે બાથ ફીડતી રહી ! પેશાવર-રાવલપિંડીથી મોતની સામે ઝઝૂમી રહેલી મલાલા આખરે બર્મિંગહામની ક્વીન એલીઝાબેથ હૉસ્પિટલ ખાતે સપનાઓ અને જિંદગી સાથે જીતી ગઈ ! ૩ જાન્યુઆરી, ૨૦૧૩માં મલાલાને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી.
અને માથામાંથી થઈને ગળાને છેદીને તાબિલાનોની ગોળી મલાલાના જવાબદાર અને સાહસિક ખભાઓમાં ખૂંપી ગઈ. મલાલાને પેશાવરની મીલીટરી હૉસ્પિટલમાં દાખલ કરાવમાં આવી. મગજના ડાબા ૫ ભાગને ખૂબ નુકસાન થયું હોવા છતાં લડાયક મિજાજની મલાલા મોત સામે બાથ ફીડતી રહી ! પેશાવર-રાવલપિંડીથી મોતની સામે ઝઝૂમી રહેલી મલાલા આખરે બર્મિંગહામની ક્વીન એલીઝાબેથ હૉસ્પિટલ ખાતે સપનાઓ અને જિંદગી સાથે જીતી ગઈ ! ૩ જાન્યુઆરી, ૨૦૧૩માં મલાલાને હૉસ્પિટલમાંથી રજા આપવામાં આવી.
મલાલા સામે થયેલા આ તાલિબાની હુમલાની સામે આખા વિશ્વમાંથી આકરા પ્રતિભાવ આવ્યા. મલાલાના સમર્થનમાં અને મલાલાએ શરુ કરેલી કન્યા-શિક્ષણની ઝેહાદમાં અસંક્ય હાત અને હૈયા જોડાઈ ગયા. ધીમે ધીમે મલાલા એક સામાન્ય પાકિસ્તાની કન્યામાંથી અપ્રતિમ સાહસ અને સકારાત્મક એજ્યુકેશન એક્ટિવીસ્ટનું વૈશ્વિક ઉદાહરણ બની ગઈ.
પાકિસ્તાન સરકાર દ્વારા રાઈટ ટુ એજ્યુકેશનના કાયદાનું સબળ નવીનીકરણ કરવામાં આવ્યું.
મલાલા અને વૈશ્વિક શિક્ષણના સમર્થનમાં વિશ્વમાં વિવિધ જગ્યાએ “આઈ એમ મલાલા” નામે પીટીશન ફાઈલ કરવામાં આવી. આ પીટીશનનો મુખ્ય સૂર એ હતો કે વિશ્વમાં કોઈ બાળક શિક્ષણથી વંચિત ના જ રહેવું જોઈએ. “આઈ એમ મલાલા” સોંગ દ્વારા આ પીટીશન અને ચળવળ વૈશ્વિત સ્તરે સફળતાના નવા પરણામો મેળવી ગઈ.
૧૨ જુલાઈ, ૨૦૧૩ના દિવસે પોતાના ૧૬મા જન્મદિવસે મલાલાએ યુ.એન.માં વૈશ્વિક શિક્ષણ અને શિક્ષણના મહત્ત્વ અંગે પોતાના મંતવ્યો રજૂ કર્યા. અને યુ.એન. દ્વારા મલાલાના શિક્ષણ જગતમાં અભૂતપૂર્વ યોગદાન માટે ૧૨, જુલાઈના દિવસે “મલાલા ડે” ઘોષિત કરવામાં આવ્યો.
૫, સપ્ટેમ્બરના રોજ આપણે ટીચર્સ ડે ઉજવીએ છે, આ અવસરે મારી આ નાનકડી શબ્દાંજલિ છે. શિક્ષણની કસકમાં સળગેલી, મહેકેલી અને ચહેકેલી મલાલાની સાહસિકતાની સુવાસ માટે !
ફૂડ સફારી
આકાંક્ષા દેસાઈ
ઈ-દ્બટ્ઠૈઙ્મ : ઙ્ઘીજટ્ઠૈ.ટ્ઠટ્ઠાટ્ઠહાજરટ્ઠ૮૭જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ
ફૂડ સફારી
એક-બે દાયકાઓ પહેલા, આપણામાંના મોટા ભાગના માટે ઇટાલિયન ફૂડ એટલે પાઈનેપલ અને ચીઝ સાથે બેક કરેલી મેક્રોની અથવા સ્પાઘેટ્ટી હતી. ઇટાલિયન ફૂડે હેવ સમગ્ર વિશ્વમાં લોકપ્રિયતા મેળવી છે, અને સાથે સાથે ફ્યુઝન વાનગીઓ માટે એક લોકપ્રિય વિકલ્પ છે. આજકાલ ઘણા લોકો પાસ્તા અથવા રીસોટોને પોતાની ડીનર માટે પસંદ કરે છે. (વ્યક્તિગત રીતે, યોર્સ ટ્રુલી ઇટાલિયન ખોરાક પ્રેમી છે, કારણ કે તેમાં ચીઝનો પુષ્કળ વપરાશ હોય છે...)
ઇટાલિયન ફૂડમાં, સામગ્રીની સંખ્યામાં એ ગુણવત્તા અને સ્વાદ જેવી મહત્ત્વપૂર્ણ નથી, હજુ પણ આધુનિક ઇટાલિયન ફૂડની મુખ્ય સામગ્રી મકાઈ, બેલ પેપર્સ, ટામેટાં, પાસ્તા અને ચીઝ છે. ચીઝ ઉપરાંત, વાઈન અને કોફી ઇટાલિયન ફૂડની મહત્ત્વની સામગ્રી છે. ઓલિવ ઓઈલ આવું જ એક અભિન્ન અંગ છે. ઓલિવ ઓઈલથી થતા અન્ય લાભને લીધે હવે તેનો વપરાશ સમગ્ર વિશ્વમાં વધ્યો છે.
પાસ્તા અનેક ઇટાલિયન મેઈન કોર્સ પૈકી સૌથી લોકપ્રિય છે. સામાન્ય રીતે ઉપલબ્ધ પાસ્તામાં ફ્યુસીલી, સ્પાઘેટ્ટી, પેને અને લાઝાન્યા શીટ્સ સમાવેશ થાય છે. પાસ્તા સામાન્ય રીતે રેડ, વ્હાઈટ, ગ્રીન અથવા મિક્સ સોસ સાથે પીરસવામાં આવે છે. રેવીઓલીમાં પાસ્તા શીટ્સની અંદર પાલક કે અન્ય ભાજીનાં પૂરણને ભરવામાં આવે છે, જે એક લોકપ્રિય વિકલ્પ છે.
રિસોટ્ટો, એ ચોખામાંથી બનાવવામાં આવતી અન્ય એક લોકપ્રિય ઇટાલિયન વાનગી છે. રિસોટ્ટોને તેમાં વાપરવામાં આવતી સામગ્રી ઉપરથી ઘણીબધી અલગ અલગ રીતે પીરસી શકાય છે. રિસોટ્ટો સાથે પીરસવામાં આવતા સૂપને તૈયાર કરવા માટે વેજીટેબલ્સ, ફીશ, સીફૂડ, મીટ વગેરેનો ૩ ઉપયોગ થાય છે. વાઈન અને વિવિધ ફ્રુટ જ્યુસનો ઉપયોગ કરીને પણ રિસોટ્ટો બનાવી શકાય છે. ચોખાની વાનગી એ રિસોટ્ટોનું હાર્દ છે, પછી તમે તેમાં સ્વાદ માટે કંઈપણ ઉમેરો.
ઇટાલિયન ફૂડમાં તેમજ ડીઝાર્ત પણ પુષ્કળ પ્રમાણમાં હોય છે. તીરામીસુ આવું જ એક ડીઝાર્ત છે. (જેનો શાબ્દિક અર્થ થાય છે ઁૈષ્ઠા દ્બી ે, આટલી સરસ વાનગીને કોણ નાપસંદ કરે ?) આ કૉફીમાંથી બનતું એક લેયર્ડ ડીઝાર્ત છે, જેમાં ક્રીમનો પુષ્કળ પ્રમાણમાં ઉપયોગ થાય છે !! અન્ય લોકપ્રિય ડીઝાર્ત છે “ય્ીઙ્મટ્ઠર્ં” જે આઈસ્ક્રીમની ઇટાલિયન આવૃત્તિ છે. આજ-કાલ ’પન્ના-કોટા’ તરીકે ઓળખાતું ડીઝાર્ત પણ ફેમસ થઈ રહ્યું છે. પન્ના-કોટા ક્રીમ અને દૂધને ઉકાળીને સેટ થાય ત્યાં સુધી ઠંડુ પડવા દઈને પીરસવામાં આવે છે.
બ્રુસ્કેટા વિશ ટોમેટો ઍન્ડ બેઝીલ
સામગ્રી :
૪ બ્રેડ સ્લાઈસ
૩ મોટા ટમેટાં
લસણ ૩-૪ કળી
૧/૪ ઝૂટી બેઝીલના પાન (જુઓ ટીપ)
૩૦૦ મિલી વિનેગર
૧૫૨ મિલી એસ્ટ્રા વર્જિન ઓલિવ ઓઈલ (જુઓ ટીપ)
૧ ચમચી મીઠું
૧/૨ ચમતી તાજા ખાંડેલા કાળા મરી
રેડ ચીલી ફ્લેક્સ (ઓપ્શનલ)
ચીઝ જરૂર મુજબ
ટીપ :
• બેઝીલ ના મળે તો લગભગ ૧૫-૨૦ જેવા તુલસીના પાન વાપરી શકાય.
• એક્સ્ટ્રા વર્જિન ઓલિવ ઓઈલને બદલે સાદું ઓલીવ ઓઈલ અથવા કોઈપણ સ્વાદ વિહીન તેલ વાપરી શકાય
રીત :
• બ્રેડને શેકો અને ચાર ટુકડાઓમાં દરેક સ્લાઈસ કાપો.
• એક કટીંગ બોર્ડ પર ટમેટાંને ડાઈસ કરો અને લસણને છૂંટો. બેઝીલની ઝૂડીને હાથથી ચીરો, જેથી તેના સ્વાદ ઉભરીને આવે.
• એક બાઉલમાં ટમેટાં, લસણ અને બેઝીલ લો. તેમાં વિનેગર, ઓલીવ ઓઈલ, મીઠું, મરી અને ચીલી ફ્લેક્સ ઉમેરો.
• થોડું ટોસ કરો અને તે ૨૦ મિનિટ માટે બાજુ પર રાખો.
• બ્રુસ્કેટાના આ મિક્સરને બધુ એક વખત ટોસ કરો અને દરેક બ્રેડ ટોસ્ટ પર એક મોટી ચમકી મૂકો.
• ઉપરથી થોડું ચીઝ ભભરાવીને સર્વ કરો.
ચીઝી રીસ્સોટો
સામગ્રી :
૩ ંહ્વજ ઓલિવ ઓઈલ
૮ કપ વેજીટેબલ સ્ટોક
૨ કપ અર્બોરીઓ રાઈશ (જુઓ ટીપ)
મીઠું અને મરી સ્વાદ અનુસાર
૨/૩ કપ તાજું ખમણેલું પાર્મેસિયન અથવા કોઈપણ ચીઝ
ટીપ :
• અર્બોરીઓ રાઈસની જગ્યાએ કોઈપણ નાના ચોખા લઈ શકાય છે.
રીત :
• એક મોટા પેનમાં ઓલિવ ઓઈલ ગરમ કરી અને ચોખા ઉમેરો. સતત હલાવતા રહો અને ચોખાને ૩થી ૪ મિનિટ માટે રંધાવા દો.
• લગભગ ૧/૨ કપ જેટલો વેજીટેબલ સ્ટોક ઉમેરો અને હલાવતા રહો. જ્યારે મોટાભાગનું પાણી શોષાઈ જાય ત્યારે બીજો ૧/૨ કપ વેજીટેબલ સ્ટોક ઉમેરો. આમ ધીરે ધીરે કરીને, ચોખા તૈયાર ના થઈ જાય - લગભગ ૨૦ મિનિટ સુધી - ત્યાં સુધી, વેજીટબલ સ્ટૉક ઉમેરતા રહો.
• ગૅસ પરતી ઉતારી દો અને ચીઝ ઉમેરો. ચીઝ પીગળી ન જાય ત્યાં સુધી હલાવતા રહો. સ્વાદ મુજબ મીઠું અને મરી ઉમેરો.
• ગરમાગરમ સર્વ કરો.
વેનિલા પન્ના કોટા
સામગ્રી :
૧ કપ ફ્રેશ ફુલ ફેટ ક્રીમ
૧ કપ ફુલ ક્રીમ દૂધ
૧/૨ કપ ખાંડ
૨ ંહ્વજ વેનીલા એસેન્સ
૨ ંહ્વજ અગર અગર (અથવા ૧ ંજ જિલેટીન)
૨-૩ ંહ્વજ પાણી
રીત :
• મોલ્ડસને હલકા તેલથી ગ્રીઝ કરી તેમને ઠંડા પાણીમાં તરતા મૂકી રાખો.
• જીલેટીન અથવા અગર અગરને ૨ ટેબલસ્પૂન ગરમ પાણીમાં મિક્સ કરીને બાજુ પર રહેવા દો.
• એક થીક બોટમ પેનમાં દૂધ અને ક્રીમને ભેગા કરીને મિશ્રણને ધીમા તાપે ઉકળવા દો.
• આ મિશ્રણમાં ખાંડ ઉમેરો અને તેમાં વેનીલા એસેન્સ નાખીને ખાંડ ઓગળે નહિ ત્યાં સુધી બરાબર હલાવો.
• વેનીલા ક્રીમના મિશ્રણને ગૅસ પરથી ઉતારીને એક બાઉલમાં ગાળી લો.
• આ મિશ્રણમાં પલાળેલા અગર-અગર કે જિલેટિન મિશ્રણ ને ઓગાળીને નાખો અને જલ્દીથી સરખું હલાવો.
• આ મિશ્રણને તૈયાર કરેલા મોલ્ડ્સમાં નાખો અને રૂમ ટેમ્પરેચર પર ઠરવા દો.
• મોલ્ડ્સને ક્લિન્ગ રેપથી ઢાંકીને ફ્રીજમાં લગભગ ૫થી ૬ કલાક રહેવા દો.
• પન્ના કોટાને મોલ્ડ્સમાંથી સાચવીને કાઢી સ્ટ્રોબેરી સોસ કે ફ્રેશ ફ્રૂટ્સ જોડે સર્વ કરો.
ભલે પધાર્યા
નરેશ કે. ડૉડીયા
ભલે પધાર્યા
સંબંધ અને સંવેદના
સંબંધ અને સંવેદના એટલે કે ટુ-વ્હીલરના બે અલગ અલગ પૈડાં. એમ જિંદગીની ગાડીને હાલકડોલક થાય નહીં માટે આ બંને પૈડાં વચ્ચે સમતોલન જાળવવું અત્યંત જરૂરી છે. જો સ્વસ્થતા અને સમજદારીના સમતોલ ભારથી બેલેન્સ જાળવી જાણો તો જિંદગીને સરળતાથી પાર કરાવે છે. અને જો તેનું યોગ્ય પ્રમાણ ન જાળવો તો ચાલુ સફરમાં તમને દગો આપી બેસે છે, પછી ભલે માર્ગ સરળ લાગતો હોય.
આ બેલેન્સ જાળવવું એ પણ એક કલા છે.ક્યારેય પણ લાગણીઓનો અતિરેક કે પ્રદર્શન ના કરો. નહીં તો એની સાચી ગરિમા જાળવી નહીં શકો, કારણ કે સંબંધની શરૂઆતથી એક વાત ખાસ નોંધમાં રાખવા જેવી છે કે ક્યારે અને કયા સમયે કોઈ પણ પાત્રને તમારી જરૂર છે. આ પ્રક્રિયા સંબંધમાં એકબીજાને સમજવામાં ચાવીરૂપ બને છે. ધીરે ધીરે સંબંધો આગળ વધે છે. આ પ્રક્રિયા ઘણી ધીમી - તમારી સહનશીલતાની પરખ કરનારી છે. જ્યારે આ પ્રક્રિયામાં પસાર થઈને વિશ્વાસના પાયા ઉપર સંબંધ અતૂટ રહે એ પ્રતીતિ આપમેળે થઈ જાય છે અને વિશ્વાસ ક્યારે સંપૂર્ણ લાગે છે.
પહેલું એ કે મનની વાત મનમાં છુપાવી રાખો નહીં. સામેના પાત્રને આ તમારી વાત જરા પણ અકળામણ ના લાગે એ રીતે રજૂ કરો. અને જ્યારે વિશઅવાસનું બંધન જ્યાં મજબૂ છે, જ્યાં આ મનની વાત ૩ બેધડક કહી શકો પણ જ્યાં વિશ્વાસનો જરા સરખો અભાવ જણાશે, તો ધીમે ધીમે અરસિકતાની રાસાયણિક પ્રક્રિયા સંબંધોમાં દુરત્વ પેદા કરે છે. અને વિશ્વાસ તથા ભરોસાની કમી એટલે કે જાણે ઊકળતા મીઠા દૂધમાં ચમચી ખટાશ જે દૂધ અને પાણીને અલગ કરે છે. અને જ્યારે આ વાત સમજાય છે ત્યારે ઘણું મોડું થઈ જતું હોય છે. સંબંધોનો નાજુક છોડ સંબંધો બાંધ્યા સાથે ખીલી ઊઠતો નથી. એ છોડ આંબાની કલમની જેમ તમારા વર્ષ અને ધીરજની કસોટી કરે છે. તેને હંમેશાં લાગણીનું ખાતર અને ધીરજનું પાણી આપી માવજતથી ઉછેરવો પડે છે અને જ્યારે આ છોડ વિકસીને ઝાડ બની જાય ત્યારે સંબંધોની મીઠાશનાં ફળો ઊગવા માંડે છે... અને એની મીઠાશ આજીવન માણવા મળશે.
જે તમારી અંગત વ્યક્તિ છે એની સાથે અત્યંત સંવેદનાપૂર્વક વર્તવું. ‘જે તમારું છે તેને પ્રેમ આપવામાં અને પ્રેમ માગવામાં કદીયે કચાશ ના રાખશો.’ હક આપો છો તો તમે એની પાસેથી વણમાગે લેવાનો અધિકાર પણ ધરાવો છો. પ્રેમ એ તો આરાધના છે, તેમાં ડૂબી જાઓ તો જ તેની મહત્તા સમજી શકો. આ સંબંધોની ચરમસીમા સુધી પહોંચવા કેટલીક મુસિબતો અને વિકટ રાહમાંથી પસાર થવું પડે છે. ઘણા સંબંધોમાં અધવચ્ચે અંત આવવાનું એક કારણ એ છે કે... આ વિકટ રાહમાંથી કોઈ પણ એક પાત્રની ધીરજનું ખૂટી જવું.
જે તમારી અંગત વ્યક્તિ છે એની સાથે અત્યંત સંવેદનાપૂર્વક વર્તવું. ‘જે તમારું છે તેને પ્રેમ આપવામાં અને પ્રેમ માગવામાં કદીયે કચાશ ના રાખશો.’ હક આપો છો તો તમે એની પાસેથી વણમાગે લેવાનો અધિકાર પણ ધરાવો છો. પ્રેમ એ તો આરાધના છે, તેમાં ડૂબી જાઓ તો જ તેની મહત્તા સમજી શકો. આ સંબંધોની ચરમસીમા સુધી પહોંચવા કેટલીક મુસિબતો અને વિકટ રાહમાંથી પસાર થવું પડે છે. ઘણા સંબંધોમાં અધવચ્ચે અંત આવવાનું એક કારણ એ છે કે... આ વિકટ રાહમાંથી કોઈ પણ એક પાત્રની ધીરજનું ખૂટી જવું.
સંબંધોમાં ધીરજ એટલે શું ? એક દાખલો આપું છું : કોઈ બે વ્યક્તિ હોય, એ મિત્રો હોય કે બે સખીઓ હોય કે પ્રેમી હોય. મોટાભાગે એવું બને છે જ્યારે બે પાત્રો નજીક આવે છે, એમના સ્વભાવ એક સરખા હોતા નથી. જેમ જેમ સંબંધો આગળ વધે છે, એ દરમિયાન ઘણી એવી ઘટનાઓ બને છે... નાનીમોટી લડાઈઓ, અબોલા... ક્યારેક ત્રીજી વ્યક્તિની વાતને માનીને સામેની વ્યક્તિનું મૂલ્યાંકન કરી એના વિશે ત્રીજી વ્યક્તિએ કહ્યું એ સાચું માનીને એ વ્યક્તિ સાથે સંબંધની સરહદ નક્કી કરી નાખીએ છીએ. જ્યારે હકીકતની જાણ થાય છે ત્યારે ખબર પડે છે કે ત્રીજી ૪ વ્યક્તિએ જે વાત કરી હતી એ તો તદ્દન પાયાવિહોણી હતી. ધીરજ એ જ વ્યક્તિ રાખી શકે છે જે કાચા કાનના ન હોય.
નાનીમોટી લડાઈ-ઝઘડા, રીસાવું... આવી નાનીનાની ઘટનાઓ તમારા સંબંધોનું મૂલ્યાંકન કરતું એક પરિબળ છે કારણ કે તો જ ખબર પડે કે સામેના પાત્રને આપના માટે કેટલો લગાવ છે. આ અબોલા અને ઝઘડાઓ ક્ષણભંગુર હોય છે, કારણ કે બંને પાત્રોને ખબર છે કે આપણે એકબીજા વગર ચાલવાનું નથી. એક, બે કે ચાર-પાંચ દિવસના અબોલા પછી પણ જાણે કાંઈ ન બન્યું હોય એ રીતે ફરી મૂળ સ્થિતિમાં આવી જાય છે... અને બે વ્યક્તિ વચ્ચેના સ્ટ્રૉંગ બૉન્ડિંગનું સાચું પ્રમાણ છે.
હવે ઉપરની વાતોથી થોડી અલગ વાત લખું છું. લાગણી અને સંવેદનાનો અતિરેક થતો રોકવો બહુ જરૂરી બને છે, કારણ કે દરેક જગ્યાએ લાગણીનો ધોધ પાત્રની ક્ષમતા ચકાસ્યા વિના વહાવી દેવાય નહીં. ‘જેમ અતિવરસાદ લીલો દુકાળ ભેટમાં ધરે છે’, એ રીતે જરૂરી નથી કે આપણે જેટલા સંવેદનશીલ હોઈએ તો એટલા જ આપણી આસપાસના લોકો પણ એટલા જ સંવેદનશીલ હોય ! અને આવા વખતે પથ્થર સાથે માથું અફળાયાનો આઘાત લાગે છે. આવા અનુભવો પછી મન બ્રેક મારવી જરૂરી બને છે. જ્યારે પણ લાગે કે તમારા વર્તન અને પ્રેમને સાથે સામેનું પાત્ર ગેરસમજ કરે છે તો તેને એ જ વખતે રોકવો જરૂરી બની જાય છે. જો આમાં કોઈ પ્રકારની ઢીલાશ રાખશો તો, એક એવો વખત આવશે કે તમે કાદવમાં ફસાયાનો ચોક્કસ અનુભવ થયો, અને શીખ લેશો કે, ‘ભલે તમે કિનારે ઊભા છો પણ કોઈ પથ્થર ફેંકે તો તમે તેના ઉડતા છાંટાથી બચી શકો નહીં.’ પરિણામે કાદવથી તમારે અનાયાસે ખરડાવું પડે છે.
જીવનમાં અમુક સંબંધો જરૂરિયાત મુજબના બંધાતા હોય છે, જેમ કે ખેતરમાં નાના-નાના વીરડા કરીને છોડવાંઓને જીવતદાન અપાય છે. આનું મહત્ત્વ જરાય ઓછું ના આંકી શકાય કારણ કે રોજબરોજના જીવનમાં ૫ આવા સંબંધોનું આગવું મહત્ત્વ હોય છે. બસ, આવી જગ્યાએ પેલો લાગણીવાળો ધોધ ના ચાલે. અહીં તો મીઠાશનો છંટકાવ બસ છે. ‘આવા સંબંધો એક હાથ લે અને એક હાથ દે જેવા હોય છે.’ જેમ કે એક બૉસ સાથેના એક કર્મચારીના સંબંધો. જ્યાં કામના બદલે મહેનતાણું મળે છે અને એ મહેનતાણું એટલે બંને બાજુ સમતોલતાનું-મીઠાશનું બેલેન્સ જળવાયેલું છે. માટે મીઠાશ જરૂરી છે, નહીં કે સંવેદના કે લાગણીનો અતિરેક કરવો.
દરેક સંબંધની એક આગવી ગરિમા હોય છે. આ ગરિમાને જાળવી અને સમજીને સમાજના દાયરામાં રહીને જીવવામાં આવે તો એવા સંબંધો મહેંકી ઊઠે છે. પછી તે ગમે તે સ્વરૂપે હોય. ‘સાચી સમજ સાથેના સંબંધો કે વેદનાઓ તમને ઊંચી જગ્યા ઉપર પહોંચાડી શકે છે, અને તેનાથી વિરુદ્ધ રીતની સંવેદનાનો અતિરેક જીવનમાં ખાનાખરાબી સર્જે છે.’ તમારી સંવેદના કોઈના માટે ગૂંગળામણ ન બની જાય તેનો ખ્યાલરાખજો. પ્રેમને બાંધી રાખવાનો પ્રયત્ન કરશો તો એ સરકી જશે. પ્રેમને એટલો મુક્ત ના રાખો કે હવામાં ઓગળી જાય અને એટલો બંધનમાં પણ ના રાખો કે એનો શ્વાસ ગૂંગળાઈ જાય અને બંધ કૂવાની જેમ સંબંધોની મીઠાશ ગંદકીમાં ફેરવાઈ જાય.
માટે દરેક સંબંધ શંકાથી પર રાખો, અસત્ય અને જૂઠ ઉપરની સંબંધોની ઈમારત ક્યારેય ભરોસાપાત્ર નહીં રહે. ‘સમયની આંધીમાં પત્તાના મહેલ જેમ વિખેરાઈ જશે અને એક પણ પત્તા પણ હાથ નહીં લાગે.’
કોઈની પણ સાથે મિત્રતા બાંધો તો સ્વચ્છ મને સચ્ચાઈ સાથે બાંધો. સંબંધોમાં જૂઠ, અસત્ય અને ખોટું બોલવાની શરૂઆત શંકાથી થાય છે. પોતાની વ્યક્તિને ખરાબ ન લાગે એ માટે માણસ ખોટું બોલવાનું શરૂ કરે છે અને પછી આ જૂઠ એક આદત બની જાય છે. માટે યાદ રાખો, સામેના માણસને હંમેશાં સત્ય કહેવાની અને સત્ય સાંભળવાની આદત પાડો. જૂઠના પાયા પર રચાયેલી પ્રેમની ઈમારત બહુ ઝડપથી કડડભૂસ થઈ તૂટી પડે છે.
એક બીજી વાત અહીં કહેવા માગું છું... સંબંધોમાં હંમેશાં તાજગી, ઝરણા જેવું ખળખળતું અને થોડી મસ્તીમજાનું પ્રમાણ હોવું પણ જરૂરી છે. એસધારી સંબંધની ગાડી બે પૈડાં પર અવિરત ચાલતી હોય ત્યારે એને પણ આરામની જરૂર પડે છે. એટલે એમાં થોડી મસ્તીભરી મોકળાશનું ઇંધણ અને તાજગીના ઝરણાના પાણીની સાફસફાઈની જરૂર પડે છે અને સ્મિતનાં હળવા પોતાં વડે સાફ કરીને સંબંધની ગાડીને ચમકાવીને અને સફર જારી રાખો.
“સમજ સમજથી સમજને સમજો,
સમજને સમજવું એ પણ સમજ છે.’’
લઘરી વાતો
વ્યવસ્થીત લઘરવઘર અમદાવાદી
ઈ-દ્બટ્ઠૈઙ્મ : હ્વરૈજરદ્બટ્ઠાટ્ઠહઙ્ઘૈંજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ
લઘરી વાતો
એક દિવસનો શિક્ષક
શિક્ષકદિન આવે એટલે એનું સાચું સેલિબ્રેશન સ્કૂલ, કૉલેજોમાં થતું હોય છે, જ્યાં નાના વિદ્યાર્થીઓને એક દિવસ માટે સ્કૂલમાં ટીચર કે પ્રિન્સિપાલ બનવાનો મોકો મળે છે. અને પોતાના જ સાથી વિદ્યાર્થીઓને તે ભણાવી શકે પણ આવી ઇવેન્ટમાં પાર્ટીસિપેટ કરવા માટે તમારે થોડા ઘણા હોશિયાર અને પઢાકું હોવું જરૂરી છે, ભલે તમે એવા ભણેશરી નાં હો તો પણ જો ટીચર બનવું હોય તો એવો ડોળ કે ખોટો દેખાડો તો તમારે કરવો જ પડે છે. રોજ ચતી પહેરીને સ્કૂલ જતા હો પણ એક દિવસ માટે તમને પેન્ટ અને કોઈકની માંગેલી ટાઈ પહેરવાનો મોકો મળે જ છે. ઘણી વાર એક દિવસ માટે બનેલા શિક્ષકને ભણાવા કરતા વધારે પોતાની ટાઈ ખુલી જશે તો બાંધી કોણ આપશે એ વાતનું વધુ ટેન્શન હોય છે. ઘણા વિદ્યાર્થીઓ તો એ.સી.પી. પ્દ્યુમનનો માંગેલો કોટ પણ પહેરીને શિક્ષક બનતા હોય છે. કોટની અંદરથી હાથ બહાર કાઢવા અને ચોક પકડવા પણ એક માણસ રાખવો પડે એવી સ્થિતિમાં એક દિવસના શિક્ષક બનતા હોય છે. મોટા ભાગના, વિદ્યાર્થીઓ એવું ઇચ્છતા હોય છે કે એમનો જાનીદુશ્મન વિદ્યાર્થી શિક્ષકદિવસ નિમિત્તે શિક્ષક બને જેથી તેઓ તે વિદ્યાર્થીને ચોક મારી શકે. દરેક શિક્ષકને પહેલો સબક એ શીખવા મળે છે કે જો તમે સારા શિક્ષક બનવું હોય તો ચોક વાપરતા પહેલા ચોક ખાતા શીકો. શિક્ષક બનેલો વિદ્યાર્થી સામાન્ય શિક્ષક ૪૫ મિનિટ સુધી એક લેક્ચર ચલાવતો હોય પણ એક દિન માટે ગોખીને બનેલો નાનો શિક્ષક મોટા ભાગનો કોર્સ ૩૦ મિનિટમાં પૂરો કરી દેતો હોય છે. ક્લાસ શાંત રાખવામાં બાકીની ૧૫ મિનિટનો સમય વ્યતિત કરતો હોય છે. ટીચર આવે એટલે બધા ઉભા થઈને ગુડમોર્નિંગ ટીચર એવું કહેતા હોય છે, ત્યારે ૩ એક દિવસ માટે બનેલા શિક્ષકને આવું સન્માન મળે ત્યારે એનું શિક્ષક તરીકેનું એક દિવસનું જીવન સાર્થક થયેલું લાગતું હોય છે અને જે પટાવાળો રોજ તમને સ્કૂલ ગેટમાં પ્રવેશતી વખતે સાઈકલ પાર્કિંગમાં કાયદા બતાવતો હોય તેને તમે પાણી લેવા પણ મોકલી શકો છો. ઘણા વિદ્યાર્થીઓ તો આવા શિક્ષકના લેક્ચરમાં પણ શિક્ષકને કે.બી.સી.માં અમિતાભ બચ્ચન કરતા પણ અઘરા સવાલો પૂછતા હોય છે. ડસ્ટર લઈને બોર્ડ પર લખેલું ભુસતી વખતે એક દીનના શિક્ષકને પાછળ બેઠેલા વિદ્યાર્થીઓ એવા ગ્રહણ કરે કે ના કરે પણ શિક્ષકને પ્લેન કે કાગળના ડૂચા નહિ વાગે તેનું વધારે ટેન્શન હોય છે. બીજી બાજુ મગજમાં એવો વિચાર પણ હોય છે કે સાલું ખરેખર આગળ જતા શિક્ષક તરીકેની નોકરી હાથ લાગી જાય તો આજે હાથમાં “ડસ્ટર” છે અને જો કાયમ માટે શિક્ષક બન્યો તો “ડસ્ટર કાર” ફેરવતો પણ થઈ જઈશ. શિક્ષક તરીકેનો એક બીજો ફાયદો એ થાય છે કે જે સ્ટાફરૂમમાં તમે હંમેશા પરવાનગી લઈને જતા હતા ત્યાં વગર પરવાનગીએ એક દિવસ માટે જવા મળે છે, અને પ્રિન્સિપલ બનેલા વિદ્યાર્થીને આખો દિવસ એ જ વિચાર આવ્યા કરતો હોય છે કે સાલું પ્રિન્સિપલ બનીને કરવાનું શું ? ખાલી ચેમ્બરમાં બેસી રહેવાનું અને કોણે ફી નથી ભરી એનું ધ્યાન રાખવું ? પણ તેને પ્રિન્સિપાલનો સાચો મહિમા ત્યારે સમજાય છે જ્યારે તે કોઈ ક્લાસમાં જાય છે. બધા સાથી વિદ્યાર્થીઓ શિસ્તબદ્ધ રીતે તેનું સ્વાગત કરે છે અને તેમના ચહેરા પર પ્રિન્સિપાલ આવ્યાનો એક ડર જોવામ ળે છે. બસ આ ડર જ છે જેની આગળ કોઈ જીત નથી. જો તમે એક દિવસ માટે પણ પ્રિન્સિપલ બન્યા હો અને કોઈ વિદ્યાર્થીને કોઈ સજા નાં કરી તો તમારું જીવન વ્યર્થ છે. શિક્ષક જેમ ભણવાનું કામ કરે છે એમ પ્રિન્સિપાલનો મેઈન પ્રિન્સિપલ વિદ્યાર્થીઓને સજા ફટકારવાનો હોય છે. તમે શિક્ષક એક દિવસ માટે બનો કે કાયમ માટે અથવા તો તમે શિક્ષક ના પણ બનો, પણ જ્ઞાનનો ફેલાવો કરતા રહો અને અજ્ઞાનનાં અંધકારને થોડો પણ દૂર કરી શકો તો તમારામાં એક શિક્ષક જીવંત છે તેવું માનવું. “હેપી શિક્ષકદિન”