Love Junction Part-04 in Gujarati Love Stories by Parth J Ghelani books and stories PDF | Love Junction Part-04

Featured Books
Categories
Share

Love Junction Part-04

Love Junction

Part-04

By.Parth J. Ghelani

j. ghelani

કવર પેજ આ રાખવાનુ છે

Dedicated to

My parents and my family

Disclaimer

ALL CHARECTERS AND EVENT DEPICTED IN THIS STORY IS FICTITIOUS.

ANY SIMILARITY ANY PERSON LIVING OR DEAD IS MEARLY COINCIDENCE.

આ વાર્તા અને તેના દરેક પાત્ર કાલ્પનિક છે,તથા કોઈ પણ જીવિત અથવા મૃત વ્યક્તિ સાથે તેઓનો કોઈ સંબંધ નથી.અને અમારો મુખ્ય ઉદેશ્ય દર્શકો(વાંચકો) ને મનોરંજન પૂરું પાડવાનો છે.

આગળ જોયુ,

પ્રિયા,બ્રિજેશ ના પ્રપોઝલ નો અસ્વીકાર કરે છે.અને કેયુર પ્રિયા ના પ્રપોઝલ નો સ્વીકાર કરે છે.ત્યારબાદ પ્રેમ ને આરોહી માફ કરી દે છે અને પ્રેમ વાતવાત માં આરોહી ની સામે પોતાના પ્રેમ નો પ્રસ્તાવ રાખે છે.

હવે આગળ,

Aarohi is typing……….

જયારે,મને મારા સ્માર્ટફોન ની ડિસ્પ્લે Aarohi is typing………. પર આ બતાવતું હતું ત્યારે મારા હૃદય ના ધબકારા ની સ્પીડ તરત જ બે ગણી વધી ગઈ.મારા મન માં પણ વિચારો પર વિચારો આવવા લાગ્યા કે,મેં કઈ વધારે પડતી ઉતાવળ તો નથી કરી દીધી ને??આમ જોવા જઈએ તો આ એક પાગલપન કહેવાય પણ મેં એક વાર “ધ સિક્રેટ” નામ ની બૂક વાંચેલી તેમાં આવેલું કે “આ દુનિયા જડપી લોકો ની છે,ગતિશીલ લોકો ની છે.”અને એટલે જ હું પણ ગતિ માં આવી ગયો અને પૂછી લીધું...

ના,તમારો આભાર.આરોહી નો રિપ્લાય આવ્યો

જસ્ટ,જોકિંગ ડીઅર.મેં પણ વાત ને બદલવાના હેતુ થી સામે આવા પ્રકાર નો રિપ્લાય આપી દીધો

ઓહ્હ,તો તમને આવી રીતે જોક કરતા પણ આવડે છે.એમ ને??ઇન્ટરેસ્ટીંગ આરોહી નો રિપ્લાય આવ્યો

ગભરાઈ ગઈ???મેં હસતા હસતા પૂછ્યું

અરે,પણ હું શા માટે ગભરાવ??.મને પણ ના પડતા આવડે છે.સમજ્યા???આરોહી એ કીધું

તને,શું લાગ્યું??કે મેં તને પ્રપોઝ કરેલું એમ??મેં પૂછ્યું

યાર,તુમ્હારે ઈરાદે મુજે કુછ ઠીક નહી લગતે.આરોહી એ રિપ્લાય આપ્યો

ઓહ!!!!એવું તો શું કરી દીધું મેં???મેં પણ પૂછ્યું

જે દિવસ થી મને મળ્યા છો,તે દિવસ થી જ એવું જ કરો છો.આરોહી નો રિપ્લાય આવ્યો

ઓહ તેરી!!!!!!!!!મેં રિપ્લાય કર્યો

પરંતુ,મને મઝા આવે છે.તમારા આટલા ફ્રેન્કલી બીહેવયર થી.આરોહી નો રિપ્લાય આવ્યો

ખરેખર,કે પછી મને મસ્કા મારો છો????મેં પૂછ્યું

અરે,સાચે જ.હું લકી છુ કે મને કોઈ એક સારો મિત્ર મળ્યો કે જેની સાથે હું મારી બધી વાત શેર કરી શકું.આરોહી નો રિપ્લાય આવ્યો

ઓકે.બોલો બીજું મેં કહ્યું

તમે બોલો.આરોહી નો રિપ્લાય આવ્યો.

મારી,પાસે એક વિચાર છે.ગેમ રમવાનો,રમવી છે?? મે આરોહી ને કીધું

કેવી ગેમ??આરોહી એ પૂછ્યું

ટ્રુથ અને ડેર જેવી થોડા સવાલ-જવાબ વાળી ગેમ.મેં કીધું

માત્ર ટ્રુથ,અને કેવા સવાલ-જવાબ??આરોહી એ ફરી પૂછ્યું

પસંદ ના પસંદ વિષે(preferences).મેં કીધું

પસંદ ના પસંદ વિષે પૂછીને શું કરવાનો??આરોહી એ કીધું

અરે,યાર માની લે કે ક્યારેક તુ મારા થી રિસાઈ ગઈ હોય અને જો મારે તને મનાવવી હોય તો મારી પાસે તને મનાવવા માટે કઈક તો જોઈએ ને..સમજી મેરી ભોલી આરોહી?અને હાં,એ પણ ખબર પડે,કે આપણી બંને ની વચ્ચે કેટલું કોમન છે.મેં પણ કીધું

ઓહહહહ!!!!એવું,??તે બોલી

હાં,તો.મેં કીધું

પરંતુ તમે મને શા માટે મનાવો??તે ફરી બોલી

કારણ કે હું,તમારા જેવા મિત્ર ને ગુમાવવા નથી માંગતો.મેં કીધું

ઓહ્હો હો,ગુડ ઓકે.ધેન લેટ્સ સ્ટાર્ટ.આરોહી એ કીધું

એક સવાલ હું પૂછીશ તેનો જવાબ તમારે આપવાનો અને પછી એક સવાલ તમારે મને પૂછવાનો તેનો જવાબ હું આપીશ.ઓકે

ઓકે,બટ નો ચીટીંગ.આરોહી એ કીધું

સ્યોર.મેં પણ કીધું

ટેલ મી અબાઉટ યોર સેલ્ફ.મેં કીધું

મારા વિષે તો તમને ખબર જ છે.તો પછી કેમ પૂછો છો.આરોહી એ કીધું

જે મને નથી ખબર તેના વિષે જણાવો,ઓકે.મેં કીધું

શું નથી ખબર તમને મારા વિષે??આરોહી એ મને પૂછ્યું

એવું કયું મુવી છે જે તું ગમે ત્યારે જોઈ શકે છે??મેં પૂછ્યું

૩ ઈડિયટ્સ.અર્રોહી એ કીધું

ઓહ્હ,આં તો મારું પણ ફેવરીટ છે.મેં કીધું

ગુડ.હવે સવાલ પૂછવાની વારી મારી.આરોહી બોલી

પૂછો.મેં કીધું

વોટ ઇસ યોર ફેવરીટ આઈસ્ક્રીમ??આરોહી યે પૂછ્યું

યાર, આ કેવો સવાલ છે??મેં કીધું

અમારે તમારા જેમ કઈ ફિક્સ ના હોય,સમજી??મેં કીધું

અરે,જે તમને ગમે ત્યારે મળે અને તમે ખાઈ શકો.આરોહી યે કીધું

અમુલ,ફ્રોસ્ટીક.મેં કીધું

સેમ,મારી પણ ફેવરીટ કેન્ડી છે.આરોહી એ કીધું

ઓહ્હ!!ગુડ.હવે મારા તરફ થી તમારા માટે નો સવાલ છે આં,

તમને મુવી જોવાના કે પછી વાંચવાનું એમ બે વિકલ્પ માંથી એક વિકલ્પ પસંદ કરવનું કેવામાં આવે તો શું પસંદ કરશો??મેં પૂછ્યું

હું વાંચવાનું પસંદ કરીશ અને એ પણ “માતૃભારતી” પર .આરોહી એ જવાબ આપ્યો

તમે??આરોહી એ મને પૂછ્યું

મુવી જોવાનું પસંદ કરીશ.મેં કીધું

ઓકે.હવે મારો વારો સવાલ નો.આરોહી યે કીધું

અરે,હમણાં તો તમે ,મને સવાલ પૂછ્યો.મેં કીધું

એ તો તમારો ને તમારો જ સવાલ હતો,હવે મારો વારો સવાલ નો.સમજ્યા??આરોહી એ કીધું

ઓકે,મેરી માં.ખુશ અબ??મેં કીધું

હમમ.તો મારો સવાલ છે તમારા માટે,તમારા પુરા ઘર માં તમારો ફેવરીટ રૂમ કયો છે.આરોહી એ મને પૂછ્યું

ટોઇલેટ.મેં જવાબ આપ્યો

એક સાથે વધારે જ પડતા ઈમોજી ના સીમ્બોલ્સ સાથે આરોહી એ લખીને મોકલ્યું અને સાથે પૂછ્યું ટોઇલેટ??.

હાં,ટોઇલેટ.કેમ શું થયું??મેં પૂછ્યું

ના,કહહી જ નહી.બસ એમજ હસું આવી ગયું હતુ.આરોહી યે કીધું

ઓકે.વોટ્સ યોર ફેવરીટ કલર??મેં પૂછ્યું

પિંક.આરોહી યે કીધું અને પૂછ્યું તમારો??

બ્લેક.મેં કીધું

તમારી ફેવરીટ રમત કઈ છે??મેં પૂછ્યું

બેડમિન્ટન.અને તમારી ??મને પૂછ્યું

ક્રિકેટ અને બેડમિન્ટન.વ્હુસ યોર ફેવરીટ પ્લેયર??મેં પૂછ્યું

સાઈના નેહવાલ.ઈટ્સ માય ફેવરીટ.આરોહી એ કીધું.

સેમ,મારી પણ ફેવરીટ પ્લેયર છે.મેં કીધું

તમને એવું નથી લાગતું કે આપણા બંને ની વચ્ચે ઘણું જ સામ્ય હોય??આરોહી યે મને પૂછ્યું

હમમમ,વાત તો તારી સાચી છે.મેં કીધું

વુ ઇસ યોર ફેવરીટ એક્ટર એન્ડ એક્ટ્રેસ??આરોહી એ મને પૂછ્યું

અક્ષય કુમાર અને નેહા શર્મા.પરંતુ તને જોઈ તે દિવસ થી મને નેહા પણ ફિક્કી લાગે છે.મેં કીધું

ઓહ્હ હો,નાઈસ ટ્રાય.મિસ્ટર.આરોહી યે કીધું

ઓહ્હ,હેલ્લો કેવી ટ્રાય??મેં પૂછ્યું

વધારે ભોળા બનવાની કોશિશ ના કરો મિસ્ટર.આરોહી યે કીધું

ઓકે.ચાલ આગળ નો સવાલ મારા તરફ થી તારા માટે આં રહ્યો,

તુ શું કરે?જો તને એક દિવસ માટે અદ્રશ્ય થવા નો મોકો મળે તો??મેં પૂછ્યું

હું,અદ્રશ્ય થઈને મારા બોય-ફ્રેન્ડ્સ ની પાછળ લાગી જાવ.આરોહી એ કીધું

કેમ??મેં પૂછ્યું

બસ,એમજ.આરોહી યે ઉદાસ થઈને કીધું

અરે,એવું ના કરાય. ખોટા શક ના કરાય.રિલેશનશિપ માં સ્પેસ આપવી જરૂરી છે.સમજી??મેં કીધું

ઓહ,એવું.તો તમે તમારી ગર્લ-ફ્રેન્ડ ને સ્પેસ આપશો એમ ને??આરોહી મને પૂછ્યું

હાં,તો.જરૂર શા માટે નહી??તેની પણ પોતાની પર્સનલ લાઈફ છે.મેં કીધું

હું,પણ જોવ છુ,કે તમે તમારી ગર્લ-ફ્રેન્ડ ને કેટલી સ્પેસ આપો છો.આરોહ એ મને કીધું

મને આરોહી ના,આવા પ્રકાર ના જવાબ થી કઈ ખબર ના પડી.એટલે મેં તેને પૂછ્યું

એટલે કેવા શું માંગો છો??મારા પર ટ્રાય મારો છો??

તમે,જેવું સમજો છો એવું હું નથી કહેતી.મતલબ કે તમે કોઈ ગર્લ-ફ્રેન્ડ બનાવશો ત્યારે હું પણ જોવ છુ,તમારી આ ફિલોસોફી નો કેટલો ઉપયોગ કરો છો.આરોહી એ કીધું

ઓકે.મેં કીધું

હવે,આ રહ્યો સવાલ તમારા માટે,

જો તમારું ઘર સળગતું હોય અને તેમાંથી તમને કોઈ એક જ વસ્તુ મળી શકે એમ હોય તો તમે કઈ વસ્તુ ને પસંદ કરશો,અને શા માટે??આરોહી એ મને પૂછ્યું

આલ્બમ્સ.મારા નાનપણ ના ફોટોસ ની આલ્બમ,કારણ કે તેમાં મારી જૂની અને મીઠી,જીન્દગી ની ખુશીઓ છુપાયેલી છે.મેં કીધું

સાચી વાત છે,કારણ કે ફોટોસ એ માત્ર ફોટો નથી હોતા પણ તે સમયે પસાર કરેલી બેસ્ટ મોમેન્ટ હોય છે,જેને આપણે તે ફોટોસ માં સ્ટોર કરેલી હોય છે.આરોહી એ કીધું

જો,તમને તમારી આજ સુધી ની લાઈફ માં પસાર કરેલા વર્ષો માંથી કોઈ એક વર્ષ ની મુલાકાત લેવાનો અવસર મળ્યો હોય તો,તમે ક્યાં વર્ષ ની મુલાકાત લેવાનું પસંદ કરશો,અને શા માટે??મેં આરોહી ને પૂછ્યું

હં,૧૯૯૬-૯૭.કારણ કે આ વર્ષે મેં ધોરણ-૦૧ માં પ્રવેશ લીધો હતો અને સ્કુલે જવા માટે હું જે નાટક કરતી તે મારી આજ્જ સુધીની બેસ્ટ મોમેન્ટ હતી.આરોહી યે કીધી

કેવા નાટક??મેં પૂછ્યું

અરે,બસ સ્કુલે ના જવા માટે મોડું કરાવતી,મતલબ કે મારા મમ્મી જયારે સ્કુલ યુનિફોર્મ પહેરાવી ર ને લંચ બોક્સ ભરવા રૂમ માં જાય ત્યાં તો મેં ફરી મારો યુનિફોર્મ કાઢી નાખ્યો હોય,અને જયારે બંને પગ ના મોઝા પહેરાવીને બુટ પહેરાવવા જાય ત્યારે હું બીજા પગ માં રહેલા મોજા ને કાઢતી હોવ છુ અને ત્યારબાદ મમ્મી ના હાથ નો માર ખાવો પડતો,અને જયારે મારે ત્યારબાદ રડતા રડતા સ્કુલે જવાનું.આજે જયારે આ બધું યાદ કરું છુ ત્યારે મઝા આવે અને વિચારું કે સાવ આવું કરતી હું અને પછી મને મારા પર જ હસું આવે.અને મારે ફરી એક વાર આં વર્ષ ની મુલાકાત લેવી છે અને ફરી એક વાર સ્કુલ ના પહેલા દિવસ ને માણવો છે.આરોહી એ કીધું

હું,પણ આવું જ કરતો.મેં આરોહી ને કીધું

તુ અને હું નહી પરંતુ બધા જ આવું જ કરતા હોય છે,પાગલ.આરોહી એ કીધું

જાણે તુ તો બધાને પૂછી ને આવી હોય એવી રીતે વાત કરે છે.મેં કીધું

હાં,તો.આરોહી યે કીધું

જો,તને એક દિવસ એવો મળે કે જેમાં તુ દુનિયા ના કોઈ પણ જગ્યા પર જઈ શકતો હોય તો,તુ ક્યાં જવાનું પસંદ કરીશ,અને શા માટે??આરોહી યે પૂછ્યું

અરે,પાગલ એ થોડું પૂછવાનું હોય,અમદાવાદ તને મળવા માટે.મેં કીધું

મેં જોક કરવા નથી કીધું,પાગલ.સાચું કે યાર.આરોહી યે વિન્તીપુર્વક પૂછ્યું

હં,તાજમહલ અને એકલા નહી પરંતુ મારી લાઈફ પાર્ટનર સાથે કારણ કે તેને હું પ્રેમ ના પ્રતિક ના સાનિધ્ય માં પ્રપોઝ કરી શકું.મેં કીધું

ઓહ્હો,તો તમને રોમાન્સ કરતા પણ આવડે છે??આરોહી એ કીધું

કોઈ શક,અગર શક હો તો આઝમાકર દેખલો.મેં પણ કીધું

બસ હવે,થોડું વધારે ફિલ્મી થઇ ગયું.આરોહી યે કીધું

કોઈ યાદગાર બર્થ ડે જેમાં તને તારા ફ્રેન્ડ્સ તરફ થી સરપ્રાઈઝ મળી હોય.મેં આરોહી ને પૂછ્યું

હાં,મને મારા કોલેજ ના ફ્રેન્ડ્સ તરફ થી કોલેજ ના છેલ્લા વર્ષે સરપ્રાઈઝ મળેલી.આરોહી યે કીધું

કેવી સરપ્રાઈઝ??પૂછ્યું

હું.તે દિવસે કોલેજ પર ગયેલી અને સવાર થી મને ફોન પર ,મેસેજ થી,બર્થ ડે વિશિસ મળતી હતી,અને મારા પ્રોજેક્ટ પાર્ટનર હતા તે લોકો એ પણ મને બર્થ ડે વિશિષ કરી હતી.મને મારા કોલેજ ના ગ્રુપ ના મિત્રો તરફ થી તો સરપ્રાઈઝ મળી હતી.પરંતુ મને મારા પ્રોજેક્ટ પાર્ટનર તરફ થી જે સરપ્રાઈઝ મળી તે યાદગાર રહી.આરોહી યે કીધું

કેમ??એવી તો કેવી સરપ્રાઈઝ હતી?મેં પણ ઉત્સાહિત થઈને પૂછ્યું

તે દિવસે હું સાંજના ૭:૩૦ જેટલા વાગેલા હતા ત્યારે હું મારા ઘરે બેઠેલી અને મારા ઘર નો બેલ વાગ્યો અને હું જ દરવાજો ખોલવા ગઈ પરંતુ જેવો દરવાજો ખોલ્યોં કે તરત જ મારા થી ઉપરની દિશા માં રાખીને ક્રોકર ને ફોડવામાં આવ્યું અને જેનાથી મારૂ ઘર જે થોડી જ મીનીટ પહેલા સાફ હતું તે ક્રોકર્સ માંથી નીકળેલા કાગળ થી ભરાઈ ગયું હતું અને અંદર ની રૂમ માંથી મારા મમ્મી,બહેન બધા જ બહાર આવીને પૂછવા લાગ્યા કે શું થયું??અચાનક

પછી??મેં પૂછ્યું

પછી તે લોકો સાથે કેક લઈને આવેલા તે મેં કાપી અને બધાને ખવરાવી અને તે બધા જ ફોટો મેં મારા ફોન માં મારી બહેન પાસે ક્લિક કરાવ્યા.આરોહી એ કીધું

ઓહ્હો,ગુડ.મેં કીધું

અરે,મને તે લોકો થી જરાય પણ ઉમ્મીદ ના હતી કે તે લોકો મને આવી રીતે સરપ્રાઈઝ આપશે.આરોહી એ કીધું

કેમ?મેં ફરી પૂછ્યું

કેમ કે,મેં તે લોકો ની સાથે કોલેજ ના છેલ્લા વર્ષ માં જ વાત કરવાનું શરુ કર્યુ હતું,આગળ ના ત્રણ વર્ષ સુધી તો અમે ક્યારેય બોલ્યાં પણ ના હતા.આરોહી એ કીધું

જે લોકો થી ઉમ્મીદ ના હોય હોય તેના પાસે થી જ આપણને ઉમ્મીદ થી પણ બમણું મળે છે.મેં કીધું

હમમમ.હવે મારી વારી સવાલ ની અને આ રહ્યો મારો સવાલ,

ભૂતકાળ માં એવી કોઈ ઘટના બની છે જેનાથી તને તારી લાઈફ માં કંઇક નવું શીખવા મળ્યું હોય??આરોહી એ મને પૂછ્યું

હાં,એવી તો આજ સુધી ઘણી ઘટના બની છે મારા સાથે.પરંતુ એક એવી ઘટના મારા સાથે બની જેનાથી મને ઘણું બધું શીખવા મળ્યું.મેં કીધું

કઈ ઘટના અને શું શીખવા મળ્યું??આરોહી એ પૂછ્યું

ક્યારેય કોઈ છોકરી પર વધારે પડતો ભરોસો નહી રાખવાનો.મેં કીધું

અરે,કેમ એવું તો શું થયું??આરોહી એ પૂછ્યું

અરે,એ બહુજ લાંબી કહાની છે.મેં કીધું

મારા પાસે પુરતો સમય છે,તારી આ દુ:ખભરી કહાની સાંભળવા માટે.આરોહી એ કીધું

તો તારે સાંભળવી જ છે??મેં ફરી એક વાર પૂછ્યું

હાં,કીધું તો ખરી યાર.આરોહી બોલી

તો સાંભળ,આ કહાની છે મારા કોલેજ ના સમય ની,જયારે હું કોલેજ ના ત્રીજા વર્ષ માં હતો,હું સેમ-૬ ની પરીક્ષા પૂરી કરીને ઘરે જતો હતો ત્યારે મારી નઝર મારા ઘર ની સામે ના ઘર ની ગેલેરી પર જઈને અટકી ગઈ.

કેમ??કોઈ ફટાકડી હતી ત્યાં??આરોહી એ પૂછ્યું

હાં તો,અને મેં ચાલતા ચાલતા તેના તરફ જોયું તો મને ખબર પડી કે તે પણ મારી સામે જોઈ રહી છે.તેને જોતા જોતા જ હું મારી સોસાયટી ના ગેટ માં પ્રવેશી ગયો.અને ઘરે પહોંચ્યો.

પછી શું થયું??તેના વિચારો માં ખોવાઈ ગયો??આરોહી એ ઉત્સાહ થી પૂછ્યું

ના રે ના એવું તો માત્ર તને જોઈને જ થયેલું.મેં આરોહી ને કીધું

બસ હવે આ થોડું વધારે માખણ લાગી ગયું હોય ને એવું લાગે છે,તુ તારી જૂની કહાની શરુ કર.આરોહી એ મને કીધું

હાં તો સાંભળ,હું તે ઘટના ને તે જ દિવસે ભૂલી ગયો.પરંતુ મારી દરરોજ ની આદત મુજબ મારે સાંજે રેડીયો સાંભળવા જોઈએ અને સારી રીતે ફ્રીકવન્સી કેચ-અપ થાય તે હેતુ થી હું મારા ઘર ની ગેલેરી માં દરરોજ જ બેસતો.અને તે દિવસ પછી તે પણ દરરોજ સાંજે તેની ગેલેરી માં આવીને બેસવા લાગી.

ઓહો,પછી આગળ શું થયું??આરોહી યે પૂછ્યું

પછી,શું આ તો દરરોજ નો નિત્યક્રમ બની ગયો અને સામેથી જોરદાર રિસ્પોન્સ આપે એટલે મને એમ થયું કે તેને મારા માં ઇન્ટરેસ છે.એટલે હવે તો મેં પણ સામે જોરદાર જ રિસ્પોન્સ આપવાનું શરુ કરી દીધું.પછી તો અમારા વચ્ચે સિગ્નલ ભાષા પણ શરુ થઇ ગઈ.

એ કેવી ભાષા??અને કેવા સિગ્નલ??આરોહી એ પૂછ્યું

ઈશારો,વાળી ભાષા.અમને દિવસે તો કોઈ તકલીફ ના પડે અમારી આંખો તો વાત જ કરી જ લે પરંતુ રાત્રે અમે અમારું કરંટ લોકેશન બતાવવા માટે તુમ માં રાખેલી લાઈટ્સ નો ઉપયોગ કરતા.

કેવી રીતે??આરોહી એ પૂછ્યું

અરે મતલબ ગેલેરી માં હોય તો ત્યારે તો કઈ તકલીફ ના હોય પરંતુ જો તે રૂમ માં જાય તો મને ના ખબર હોય કે તે કઈ રૂમ માં છે,તેથી તે જે રૂમ માં હોય તે રૂમ ની લાઈટ્સ ઓન કરી દે અને મને તેનું લોકેશન મળી જાય.અને હું એ લોકેશન ને ફોલો કર્યા કરું જ્યાં સુધી તે અંદર હોય ત્યાં સુધી.સમજી કે નહી??

હાં,સમજી ગઈ તારી સિગ્નલ વાળી ભાષા,પછી શું થયું?? એ બોલ જલ્દી.આરોહી બોલી

હું પણ તેને મારા લોકેશન ની માહિતી આ ભાષા થી જ મોકલતો અને આવું લગભગ આગળ ના ૬(છ) મહિના સુધી ચાલ્યું,ત્યારબાદ મેં નક્કી કર્યું કે હવે એકવાર તેને મળીને તેની સાથે ફેસ ટુ ફેસ વાત કરું.અને તેથી જ આગળ ની રાત્રે મેં તને ઈશારા થી કઈ દીધું કે તુ ઘર ની નીચે આવ અને હું પણ આવું છુ.

તો પછી,શું તે નીચે આવી??આરોહી એ મને પૂછ્યું

અરે,હું બોલાવું અને તે ના આવે એવું બને જ નહી.તે આગળ ની દસ જ મીનીટ માં નીચે આવી ને તેના ગેટ પાસે આવીને ઉભી રહી ને હું જ્યાં ઉભો હતો તે બાજુ જોયું અને મેં ઈશારા થી તેણે તેની સોસાયટી ના ગેટ તરફ ચાલવા માટે કીધું અને હું મારી સોસાયટી ના ગેટ તરફ ચાલતો થયો.અમારી સોસાયટી ના ગેટ થી પાંચ જ મીનીટ ના અંતરે એક જગ્યા છે,ત્યાં લગભગ રાત્રે વાહન તો હોય જ નહી અને માણસો પણ એક થી બે જ હોય એટલે અમે તે જગ્યા પર જઈને એક બાકડા પર બેઠા.

અને પછી તેણે તારો રેપ કર્યો??આરોહી એ મઝાક ના હેતુ થી કીધું

અરે,પાગલ તુ ખરેખર મોટી નોટ છે.કઈ પણ બોલ્યાં કરે છે.મેં કીધું

ઓકે,બાબા આઈમ સોરી.તુ કન્ટીન્યુ કર.આરોહી એ મને કીધું

આગળની ૧૦:૦૦ મીનીટ સુધી તો અમે બંને એમજ બેઠા રહ્યા,કોઈ કઈ બોલે નહી પરંતુ પછી મારા થી આ ચુપકીદી વાળું વાતાવારણ સહન ના થયુ એટલે મેં જ વાત કરવાની શરુઆત કરી અને બોલ્યો,

હાય,મારું નામ પ્રેમ છે.અને તમારું??મેં તેને પૂછ્યું

અક્ષરા,મારું નામ અક્ષરા છે.તે બોલી

જેટલી સુંદર તુ દેખાય છે એટલો જ સરસ તારો અવાજ છે પણ .મેં પણ કહી દીધું પછી

ઓહ્હ,થેંક્યુ.તે બોલી

શું કરો છો તમે??મેં પૂછ્યું

S.Y. B.Com.તેણે કીધું અને મને પૂછ્યું તમે??

Second Year B.E. મેં તેને કીધું

તો,બોલો શા માટે મને અહીં બોલાવી છે??તેને મને પૂછ્યું

બસ,એમજ મને લાગ્યું કે હવે આપણે લોકો એ ફેસ ટુ ફેસ વાત કરી લેવી જોઈએ.મેં કીધુ

પછી,શું થયું??આરોહી એ પાછુ પૂછ્યું

અરે,યાર થોડી ધીરજ રાખ.મેં આરોહી ને કીધું

ઓકે,ચાલ બોલ.આરોહી એ કીધું

પછી અમે એકબીજાની વાતો કરતા રહ્યા,એકબીજાની પસંદ ના પસંદ વિષે વાતો કરી અને પછી આગળ ની મુલાકાત નો સમય અને તારીખ નક્કી કરીને છુટા પડ્યા.મેં આરોહી ને કીધું

યાર,આ સ્ટોરી થોડી ફિલ્મી જેવી છે,પણ મને સાંભળવા માં મઝા આવી આગળ બોલ.આરોહી એ ફરી એક વાર પૂછ્યું

પછી,તો શું તેની પસંદ મારી પસંદ બની ગઈ અને મારી પસંદ તેની પસંદ.મને જે કલર પસંદ હતો તે કલર ના કપડા તે પહેરે અને હું પણ તેની પસંદ ના કલર ના કપડા પહેરું.પરંતુ એક વાર તો એટલું ક્ન્ફ્યુજ્ન વધી ગયું ને કે મને શું કરવું તે કઈ ખબર જ ના પડી.મેં કીધું

કેવું કન્ફ્યુજન??આરોહી એ મને પૂછ્યું

અરે,એક વાર સવારે હું નાહવા માટે જતો ત્યારે મેં ચેક કર્યું તો મારી શેમ્પુ ની બોટલ ખાલી થઇ ચુકી હતી અને બીજા ખાના માં જોયું કે કોઈ શેમ્પુ નું પાઉચ મળી જાય અને પાઉચ મળ્યા પણ ખરી પરંતુ એક બ્લેક કલર નું અને એક પિંક કલર નું .

પછી,શું કર્યું તે??આરોહી એ પૂછ્યું

મેં પણ વિચાર્યું કે,આગળ જતા અમે બંને એક જ છીએ.એટલે કે બે આત્મા એક શરિર અને એમ વિચારીને મેં બંને પાઉચ ને કાતર થી કટ કર્યા અને બંને ને મિક્સ કરીને મારા વાળ ને શેમ્પુ કર્યા.

ખરેખર,યાર મારા થી મોટી નોટ તો તુ છે.કઈ પણ કર્યા કરે.આરોહી એ કીધું

ઓકે,એવું રાખ.અને આગળ સાંભળ આનાથી પણ વિશિષ્ટ પરાક્રમ પણ કર્યું છે.મેં કીધું

શું,કર્યું એવું તો તે??આરોહી એ ઉત્સાહ થી પૂછ્યું

આગળ ના ૧ મહિના માં ફ્રેન્ડશીપ ડે આવ્યો અને તે દિવસે તે મારા ઘર પર પણ આવી કારણ કે તે મારી બહેન ની બેસ્ટ ફ્રેન્ડ પણ બની ચુકી હતી. તેમ છતાં, હું તેને વિશ્ કરવાનું પણ ભૂલી ગયો.

તે ઘરે આવી તો તેને વિશ્ કરવી જોઈએ ને??આરોહી એ મને કીધું

તારી વાત સાચી છે,પરંતુ એ જયારે મારા ઘરે આવે ત્યારે અમે બંને એકબીજાને ઓળખતા જ ના હોય એવી રીતે વર્તન કરતા.કોઈ ને પણ અમારી ખબર ના હતી.ત્યારબાદ થોડા સમય બાદ મારી બહેન ને ખબર પડી ગઈ કે અમારા બંને વચ્ચે કંઇક તો છે,એટલે તેને મને પૂછ્યું અને મેં તેને બધી જ હકીકત જણાવી.

પછી??આરોહી એ ફરી પૂછ્યું

પછી,આગળ ના એક મહિના માં રક્ષાબંધન આવ્યું અને તે દિવસે તે મારા ઘરે આવી એટલે મેં તેને મઝાક ના મૂડ માં કીધું કે મને રાખડી બાંધવી છે??

તો શું કીધું તેણે??આરોહી એ ફરી પૂછ્યું

હાથ આગળ કર એટલે બાંધુ,અને મેં એમ વિચારીને હાથ આગળ કર્યો કે તે મને નહી બાંધે અને તે પણ ચેક કરવા માંગતી હતી કે તે રાખડી બાંધવા હાથ આગળ કરે છે કે નહી.અને અમે બંને અમારા ઈગો ને ન્યાય આપવા ગયા અને રાખડી મારા ઘર ના સભ્યો વચ્ચે બંધાઈ ગઈ.

તો,અહીંયા તમારી સ્ટોરી પૂરી થઇ ગઈ એમ ને??પરંતુ પાગલ આવા નાટકો કરવા ના જવાય.આરોહી એ મને કીધું

ના,અહીંયા આ સ્ટોરી પૂરી નથી થઈ,આગલા દિવસે રાત્રે અમે ફરી અમારી જગ્યા પર મળ્યા અને તેણે મને કીધું કે ફ્રેન્ડશીપ ડે ના દિવસે બેલ્ટ,ફ્રેન્ડશીપ બેલ્ટ બાંધેલો નહી ને એટલે કાલે રાખડી બાંધી દીધી તને ફ્રેન્ડશીપ બેલ્ટ સમજીને,મિત્ર તરિકે.

થેંક,ગોડ.હું ધીરે થી બોલ્યો

તુ,ગભરાઈ ગયેલો ને??અક્ષરા બોલી

હાસ્તો.મેં તેણે કીધું

અને થોડો સમય વાત કરીને બંને છુટા પડ્યા.આવુ લગભગ આગળ ના બે મહીંના ચાલ્યું અને એક દિવસ ફરી અમે મળ્યા ત્યારે મેં તેને વાતવાત માં કીધું,

આઈ લવ યુ,અક્ષરા

તે આં સાંભળીને એકદમ ચોકી ઉઠી કારણ કે તેને મારા તરફ થી આવા અચાનક પ્રપોઝ ની જરાય ઉમ્મીદ ન હતી,અને મારા તરફ એક પણ શબ્દ બોલ્યાં વગર આગળ ની બે મીનીટ સુધી જોતી રહી.એટલે મે તેનો ખભો પકડીને હલાવી ત્યારે તે પોતાના વિચારો માંથી બહાર આવી,અને બોલી,

શું??

આઈ લવ યુ.મેં ફરી કીધું

યાર,આ થોડું જલ્દી થતું હોય એવું નથી લાગતું તને??અક્ષરા એ મને પૂછ્યું

શું,જલ્દી એક વર્ષ પૂરું થવા આવ્યું છે.મેં કીધું

પરંતુ,હું હજી તૈયાર નથી.તેણે કીધું

કેમ??મેં પૂછ્યું

અરે,મેં તને ક્યારેય એ નઝર થી જોયો જ નથી.હું તને એક સારો મિત્ર જ ગણું છુ.અક્ષરા બોલી

પરંતુ,તે મને શ માટે એ નઝર થી ના જોયો?તેનું કોઈ કારણ છે?મેં પૂછ્યું

કારણ કે,મારે ઓલરેડી એક બોયફ્રેન્ડ છે.અક્ષરા એ મને કીધું

તુ,ખોટું બોલે છો ને??મેં પૂછ્યું

ના,મારે છે જ અને એ પણ છેલ્લા ૨ વર્ષ થી.અક્ષરા બોલી

કોલેજ માં??મેં પૂછ્યું

હાં,કોલેજ ના પહેલા વર્ષ થી જ મારે એક બોય ફ્રેન્ડ છે.

તો,મારા સાથે આ બધું શ હતું??માત્ર રમત??મેં થોડું ઉદાસ થઈને પૂછ્યું

ના.એ બોલી

શું ના??જે હોય તે પરંતુ હું આ દુનિયાના બધા જ છોકરા ઓ તરફ થી દુનિયા ની તમામ છોકરી ઓ ને એક જ રીક્વેસ્ટ કરવા માંગું છુ કે,લાઈન આપવી હોય તો પૂરી આપોને,આ મઝા લઈને નીકળી જવાની આદત છોડી દો.તમને નથી ખબર હોતી કે અમે છોકરા ઓ કેટલા સેન્ટી થઇ જઈએ થોડા દિવસો માં.મેં અક્ષરા ને વિન્તી કરી ને કીધું અને ત્યાંથી નીકળી ગયો.અને આજ સુધી તેની સાથે ફરીવાર વાત નથી કરી.

પછી,તેણે ક્યારેય મળવાની કોશિશ કરી??આરોહી એ પૂછ્યું

હાં,તે ઘરે આવતી ત્યારે મારી સાથે વાત કરવાની કોશિશ કરતી પરંતુ હું તેને ઇગ્નોર કરતો અને મારી રૂમ માં જઈને બેસી જતો.અને આપણા ટીચર થી શીખવા મળેલી વાત કે કોઈ પણ ઇમ્પોર્ટન્ટ વસ્તુ નું હમેંશા બેકઅપ રાખવું જોઈએ તે વાત યાદ આવી ત્યારે મને ખબર પડી કે આ છોકરી ઓ બોય-ફ્રેન્ડને પણ બેક-અપ માં રાખે છે.કે એક જાય તો બીજો તો છે જ.બસ ત્યાર થી જ છોકરી ઓ પર ભરોસો મને રહ્યો જ નથી.

અરે,એવું ના હોય પ્રેમ.બધી છોકરીઓ થોડી સરખી હોય.આરોહી એ મને કીધું

ના,એમ નથી કહેતો પરંતુ જો તેને ફ્રેન્ડ તરીકે જ રહેવું હોય તો પેલા જ બધી વાત કરી દેવી જોઈએ,અને કોઈ પણ ટીનેજર છોકરો કે છોકરી એટલા પાગલ ના જ હોય કે તે સામે વાળા ની નઝર થી ઓળખી ના શકે.કે સામે વાળો ફ્રેન્ડ્સ ની નઝર થી જોવે છે કે પછી...મેં આરોહી ને કીધું

તો,શું તુ હવે કોઈ છોકરી પર વિશ્વાસ નહી કરે??આરોહી એ મને પૂછ્યું

ના,કરીશ ને.પરંતુ એવી છોકરી પર જે શરૂઆત થી જ બધી વાત સાચી કહેશે તેના પર.મેં આરોહી ને કીધું

પ્રેમ,મારે તને એક વાત કહેવી છે,જે વાત મેં આજ સુધી મારા કોઈ ફ્રેન્ડ્સ ને પણ નથી કીધી.આરોહી એ કીધું

બોલ કઈ વાત છે??મેં આરોહી ને કીધુ

To Be Continue…..

તો,મિત્રો શું લાગે છે તમને??આરોહી કઈ વાત પ્રેમ ને કરવા માંગે છે??શું પ્રેમ આરોહી ની આ વાત સાંભળીને તેની સાથે આગળ વાત કરશે??મિત્રો સવાલો તો ઘણાય છે પરંતુ તે બધા જ સવાલો ના જવાબ મેળળવા માટે વાંચતા રહો Love Junction.........

મારા પ્યારા વાંચક મિત્રો ,જો તમને મારુ અને તમારુ એવુ આ Love Junction... ખરેખર મઝા કરાવતું હોય,તો તેને વાંચીને તેના પર મને તમારા સારા કે ખરાબ પ્રતિભાવ આપવાનું ચુકતા નહી.

મિત્રો તમને અહીં દરેક સ્ટોરી ના અંત માં એક સવાલ પૂછવામાં આવશે જેનો જવાબ તમારે આપવાનો છે,અને આ રહ્યો આજ નો સવાલ,

સવાલ :શું પ્રેમ હવે બીજી કોઈ છોકરી પર વિશ્વાસ કરી શકશે?

A)yes

B)No

તમે આ સવાલ નો જવાબ અને તમારા ફીડબેક,matrubharti app પર પણ આપી શકો છો તથા,

facebook.com/parth j ghelani ,

,

,

instagram.com/parth_ghelani95

પર મોકલી શકો છો....