કંદર્પ પટેલ
+91 9687515557
ઉત્તરાયણ : મિત્રતાનો રંગબેરંગી પતંગ
ઉત્તરાયણ એટલે મિત્રતાનો રંગ. આ રંગ ગગનની ‘બોઝિલ’ હવાઓમાં એવો તે પ્રસરી જાય છે જાણે નવવધુનો શણગાર. આ મિત્રતાનો વાયરો સમગ્ર આકાશને ‘દોસ્તી’નો અર્થ સમજાવી જાય છે. કદાચ, આકાશની કોઈ તાકાત એ ચીચીયારીઓને વાદળ ચીરીને વિશાળ ફલકના અંતિમ છેડા સુધી પહોચતા રોકી ના શકે. મિત્રતાના રંગમાં રંગાઈને પ્રેમપત્રો આકાશ સુધી પહોચીને યુવાનીના જામ છલકાવે છે. આ દિવસે ‘યંગ બ્લડ’ શાહી ઉફાન પર હોય છે, જેને કોઈ સીમા કે સરહદ રોકી નથી શકતી. જાણે દોસ્તીના રંગએ તે દિવસે આઝાદીની મહોર ફરમાવી દીધી ન હોય !
ઉત્તરાયણ એટલે,
“મિત્રતાનો રંગ, હૈયે અનેરો ઉમંગ,
પતંગને પણ છે ફીરકીનો સંગ,
હોય જ્યાં યુવા દિલોના મેળાનો પ્રસંગ,
‘મેનકાઓ’ રૂપ-લાવણ્યથી કરી દે દંગ,
‘વિશ્વામિત્રો’નું પણ થાય ધ્યાન-ભંગ,
સ્તનદોષથી પીડાય સમગ્ર અંગ-અંગ,
પ્રેમના પેચ કરે હૃદયને તંગ,
પેચની પીચ પર છે તોયે અભંગ,
આંખનું મિલન રચે દિલમાં સુરંગ,
બંધાય સંબંધની દોર જાણે લવંગ,
ત્યારે પુલકિત થઇ ઉઠે પ્રેમનો પતંગ.”
– કંદર્પ
“સવારે આકાશ ‘વ્હાઈટ’ અને ‘બ્રાઈટ’ હોય ત્યારથી માંડીને મોડી ‘નાઈટ’ સુધી, અગાસીની ‘હાઈટ’ પરથી ‘કાઈટ’ માટે ‘ફાઈટ’ કરવાની, ચીક્કી અને લાડવાને ‘બાઈટ’ કરવાની, પતંગની કિન્ના ને ‘ટાઈટ’ કરવાની, નેગેટીવને ‘રાઈટ’ કરવાની અને જિંદગીને ‘લાઈટ’ કરવાનો ઉત્સવ એટલે ઉત્તરાયણ.”
– સંજય પીઠડિયા
“જીવનમાં પતંગની જેમ આકાશમાં રહો. જો એક પતંગ કપાય તો ‘ડોન્ટ વરી’. બીજા પતંગને ચગાવીને ‘બી હેપ્પી’ રહો. છેવટે એક પતંગ તો એવો હશે જ કે જે અવિચલ ધ્રુવના તારાની માફક દુર-સુદૂર જશે અને પોતાનું સ્થાન કાયમ કરશે. એ જ રીતે જીવનમાં પણ એ પતંગની શોધમાં રહેવું, ન જાણે ક્યારે એ સ્થિરતા અને ઉંચાઈ મળી જાય..!”
– ઉમેશ હિરપરા
ઉત્તરાયણ - મારા મિત્ર માટે મારા મતે તેનું ચિત્ર.
ઉત્તરાયણ એટલે...
ઊંધિયાની લિજ્જતથી લઈને શેરડી, ચીકીનું ગળપણ,
મિત્રોના સાથ વગર ના ભાવે એવું છે આ સગપણ.
ચક્મકતા કાચ અને પાયેલ દોરીનો માંજો,
બીજાનો કાપો તો પાક્કો અને પોતાનો કપાય તો વાંધો.
અગાસીના લાઉડસ્પીકર અને દોસ્તો સાથે ડાન્સ,
આંખો-આંખોમાં થતો યુવા દીલોનો રોમાન્સ.
બીજાના પતંગ લુંટીને જતા કરવાની મજા,
રાતની મિત્ર-ગોષ્ઠી અને બીજા દિવસે હેંગઓવરની મજા,
મનગમતાને ફીરકી પકડાવી પતંગ ચગાવવાનો ઉલ્લાસ,
જોડે મળે જયારે પવનનો સાથ, પછી તો બાપ્પુ ખલ્લાસ..!”
-નૂતન અને દક્ષા.
“આરોગ્ય અને આનંદની સાથે જીવનમાં ઘણું બધું શીખવી જનારો ઉત્સવ છે ઉત્તરાયણ. નીલગગનમાં વિહરતો પતંગ જયારે કહેતો હોય કે જયારે તમે બંધાયેલા હોવ ત્યારે મુક્ત રીતે હારી-ફરી શકતા નથી. હે મિત્ર !તારી નજર આ નીલગગનમાં ફેરવ, જો મારા રંગબેરંગી ભાઈ-બહેન દોરીની મદદથી જોડાયેલા હોવા છતાં મુક્તપણે હરેફરે છે. એમ તો મને સાથે આપનારી દોરી થી અલગ થવાનું ગમતું નથી પણ દુનિયાની રસમ પ્રમાણે અલગ થવું પડે છે પરંતુ એમાં પણ કોઈનો આનંદ છે એ જોઇને મને આનંદ થાય છે. પતંગ જાણે સમજાવતો હોય કે ગમે તેટલા ઉંચે ઉડો પણ પછડાશો તો નીચે જ.
ડૉ. ઉમાકાંત પટેલ કહે છે,
પડી રહેશો તો ફાટી જશો,
ઉંચે ઉડશો તો ગગન ચુમશો,
અભિમાન કરશો તો કપાઈ જશો,
સંપથી રહેશો તો આકાશે મઢાશો.”
-દેવરાજ ઠાકોર
“પતંગ જયારે કાઈ જાય ત્યારે દુઃખ થાય છે પરંતુ એ જ જયારે બીજો પકડે છે ત્યારે એ ખુશ થાય છે. એમ જીવનમાં હમેશા તડકી-છાયડી રહે જ છે. મિત્રતામાં પણ એવું જ છે. જયારે જીવનમાં સફળતાનો દોર કાપીને નિષ્ફળતા હાથ લાગે ત્યારે મિત્રો જ એ દોર ઝાલી રાખે છે. આવી રીતે હમેશા હસતા-હસાવતા રહેવું એ જ સાચું નવનીત હોઈ શકે.”
-ભૂમિકા કથીરિયા
“હવા છે મસ્ત, પતંગ ઉડે છે મસ્ત,
જીવન પણ છે મસ્ત જો જીવશો મસ્ત.
પતંગ ચગે, કપાય અને ફરી ચગે, એ જ તો એની છે મજા,
તકલીફમાં પણ હસતા રહેવું એ જ તો છે જીવનની મજા,
ચીકી, લાડુ અને શેરડીની જરૂરી છે મીઠાશ,
સારું જીવવું હોય તો વાણીમાં રાખજો થોડી મીઠાશ.
પતંગ તો ઉડશે જ ઉંચો જો એમાં હશે મન,
જીવનમાં પણ લક્ષ્ય પામશો જો સ્થિર હશે મન.”
-દિપેશ પટેલ
“બહારથી આવીને ગાડી પાર્ક કરી અને સરસ મજાની સુગંધ આવી ઉત્તરાયણ પર બનતા ‘પાક’ની. આ સુગંધે દરેક ટેન્શનને દુર ભગાવી દીધું. અને એ દિવસો યાદ આવી ગયા જયારે અઠવાડિયા પહેલા ઉત્તરાયણની તૈયારીઓ શરુ કરી દેતા અને મન ભરીને આખો ઉત્સવ માણતા ને ઉત્સાહને કાયમ ટકાવી રાખતા. પરંતુ, આજે દોડધામભરી લાઈફમાં ૨ દિવસ બાકી હોવા છતાં એ ઉત્સાહ ટકતો નથી. આ મોટા થયા એમ ભાવ ઘટતો ગયો કે પછી આપણે જ આપણામાં ખોવાઈ ગયા ?”
-કિંજલ ખુંટ
“મકરસંક્રાંતિમાં જેમ આપણી પતંગ અનંત આકાશમાં વિહરે છે તે મનના અનંત વિચારો તરફ ઈશારો કરે છે.”
-હર્ષિત બારાઈ
“દિલના પતંગને પ્રેમની દોરીથી બાંધજો,
બને તેટલા દુર ગગનમાં ઉદાવજો,
નફરત સાથે પેચ લડાવીને કાપજો,
આવી છે ઉત્તરાયણ મિત્રો,
જૂની યાદોને ભુલાવી નાવી યાદ બનાવજો.”
-પિયુષ કાજાવદરા
“ઉત્તરાયણ એટલે, આનંદ, પતંગ અને ભોજનનો સુભગ સમન્વય. આ તહેવાર છે આકાશના હૈયાને ચીરવાનો, નીલા રંગને રંગબેરંગી બનાવવાનો, સૌન્દર્યને છટાદાર વૃક્ષોની માફક સોળે કળાએ ખીલેલું જોવાનો, એકસાથે અગાસી પરથી ખુશીઓની ચિચિયારીઓ પાડવાનો, નવા ગીતો સાંભળવાનો તહેવાર છે. રાત્રે આકાશમાં ઉડતા ટુક્કલ આકાશના અસંખ્ય તારાઓને પાર કરી જાય તો પણ નવાઈ નહિ. આનંદ સાથે લાગણીઓનો પ્રવાહ એટલે ઉત્તરાયણ.
જિંદગી મારી પણ હતી સુરતી માંઝા જેવી...
સ્વાર્થી લોકો વધતા ગયા અને ગાંઠો વધતી ગઈ.”
-વિવેક નાયક
“See, truly speaking, whatever you are going to read, is possible because of our respectable pedagogue –K T Patel. Special words of gratitude for him to elevate us to show some special creativity and sharing his thoughts, vision, knowledge with us incessantly.
We are Kites….!
Aren’t we? Absolutely. As we know, sky has no limit same way no one can anticipate hoe far this world going to survive. So, we- kite surviving ourselves in this endless sky with the colorful threads of breathing. Obviously our thread handler is GOD. We are just puppet of drama. All these are fixed with the very next moment of your born analogous with the pre-task which we performing with the kites to put in cruel world. There are just thread-handlers who are helping survive us for 24*7. Whatever may be situation, have faith on your faith-handlers. “
-ધવલ ભરોડીયા
ટહુકો:-
પતંગ એટલે જોબનવંતી-માદક-રૂડી-રૂપાળી-કુવારી કન્યા .
પવન એટલે રખડું-તોફાની-મરજીનો માલિક એવો વીંઝાતો ઝંઝાવાતી પવન.
પતંગ અને પવનની સગાઇ એટલે ઉત્તરાયણ.