Tran Hath no Prem - 7 in Gujarati Love Stories by Shailesh Vyas books and stories PDF | Trun haath no prem chapter -7

Featured Books
Categories
Share

Trun haath no prem chapter -7

પ્રકરણ – ૭

ત્રણ હાથ નો પ્રેમ

લેખકઃ

શૈલેશ વ્યાસ

Email : saileshkvyas@gmail.com

Mobile : 9825011562

ત્રણ દિવસ પછી રાજમોહન બીઝનેશ ટુર ઉપર થી પાછા આવ્યા બાદ ઈન્સ્પેકટર ગોહિલ અને કોન્સ્ટેબલ વિરજીએ તેમની ઘનિષ્ટ પૂછપરછ કરી.”

“જયારે સુદર્શનાનો કાર એક્સીડંટ થયો ત્યારે તમે કયાં હતા? ઈન્સ્પેક્ટરે પૂછયું.”

“પણ આ તમે મને શા માટે પૂછો છો? રાજમોહને આશ્ચર્ય ચકિત થઈ પૂછયું.

“જૂઓ, સવાલ હું કરીશ, તમારે જવાબ આપવાના છે.” ઈન્સ્પેકટરે તિખાશ થી કહ્યું.

“જવાબ આપવામાં કોઈ વાંધો નથી પણ આવા સવાલ કેમ પૂછો છો તે જાણવાનો તો મને હક છે” રાજમોહને વિનય થી પણ થોડા સખતાઈ ભર્યા અવાજે કહ્યુ.

એક પળ માટે ઈન્સ્પેક્ટર ઝંખવાઈ ગયા. તેઓનેજાણ હતી કે રાજમોહન ને કાયદાની બધી બારીઓની જાણ છે. અને તેમની પાસે વકીલોની ફૌજ છે. તેમણે પણ નરમાઈથી પણ અધિકાર થી જણાવ્યુ.

“જૂઓ, અમારી પૂછતાછ થી અમને ખબર પડી કે સુદર્શના સાથે કાંઈ અજૂગતુ થાય તો સૌથી વધારે ફાયદો તમને થાય છે એમ છે.”

“એટલે તમે કહેવા શું માંગો છો?” રાજમોહન ની આંખો અને ચહેરા ઉપર ગુસ્સાના ચિન્હો ઉપસી આવ્યા.

“અમને જાણ થઈ છે જગમોહના વિલ પ્રમાણે જો સુદર્શનાનું મૃત્યુ થાય તો, આ બધી ચલઅચલ સંપત્તિ તમારી થઈ જાય” ઈન્સ્પેક્ટરે આંખ ઝીણી કરતાં કહ્યું.

“એટલે તમારો કહેવાનો અર્થ શું છે?” રાજમોહન નો ગુસ્સો વધતો જતો હતો.

“જુવો, પોલીસનું કામ બધા ઉપર શક કરવાનું છે અને સુદર્શનાના મૃત્યુ થી સૌથી મોટો ફાયદો તમને થાય એમ છે એટલે અમારે તમારી પૂછતાછ કરવી પડે છે.” ઈન્સ્પેક્ટરે પોલીસની રીતભાત સમજાવી.

હવે રાજમોહન ખડખડાટ હસી પડયો. “અરે, સાહેબ આ વીલ તો છેલ્લા ૧૬ વર્ષથી બનેલુ છે. મારે એનો ફાયદો ઉઠાવવો હોત તો હું શું અત્યાર સુધી રાહ જોતો બેસી રહ્યો હોત? અને સુદર્શના તો મને જીવથી પણ વધારે વ્હાલી છે. હું તો ક્યારનો રાહ જોઉ છું કે ક્યારે તે ૨૧ વર્ષની થાય અને હું તેને તેનો અધિકાર સોંપી આ જવાબદારીમાંથી મુક્ત થાઉં”

આટલુ કહી રાજમોહને રાધાબેન તરફ જોયું. “કેમ રાધાબેન, મારી વાત સાચી છે ને?”

રાધાબેને હકારમાં માંથુ હલાવ્યુ. “હા, સાહેબ, રાજમોહને બે ત્રણ વખત મને કહ્યુ હતુ કે સુદર્શના ૨૧ વર્ષની થાય એટલે મોટી પાર્ટી ગોઠવી આ બધુ એને સોંપી એનો અધિકાર એને આપી દઉ. પછી હું માત્ર એનું માર્ગદર્શન કરીશ, નિર્ણયો એણે લેવા પડશે”

ઈન્સ્પેક્ટરે બંને સામે જોઈને કહ્યું. “ચાલો હું માની લઉ કે તમારી વાત સાચી હશે, પણ પોલીસ તરીકે મારે પુછતાછ કરવી પડે”

હળવા થયેલા રાજમોહને કહ્યુ “સાહેબ, તમે તમારૂ કામ કરો મને કોઈ વાંધો નથી, પૂછો આપને જે પૂછવાનું હોય તે?”

ઈન્સ્પેકટરે ખોંખારો ખાઈને ફરી પૂછયું. “સુદર્શના ના કાર એક્સિડંટ વખતે તમે ક્યા હતા? ”

“વેલ, તે દિવસે મારે ત્યાં બિઝનેશ ગેસ્ટ્સ ઘરે જમવા આવ્યા હતા. સાંજે ચારેક વાગ્યે હું તેમને લઈ તેમને એરપોર્ટ મૂકવા ગયો હતો. લગભગ છ વાગ્યાની ફલાઈટ હતી ફલાઈટ ઉપડી ત્યાં સુધી હું એરપોર્ટ ઉપર જ હતો તમે ચેક કરી શકો છો. એરપોર્ટ ઉપર તો CCTV હોય જ છે.” રાજમોહને પૂરા વિશ્વાસ થી કહ્યું.

કોન્સ્ટેબલ વિરજીએ ઈન્સ્પેક્ટર ના કાનમાં કહ્યુ. “સાહેબ, આ ભાઈ સાચુ કહે છે. મે પાછળથી તપાસ કરાવી હતી. તેઓ એરપોર્ટ ઉપરજ હતા.”

ઈન્સ્પેક્ટરે રાજમોહન તરફ ફરીને કહ્યું. “સુદર્શના સ્વદેશને મળવા જવાની છે એની જાણ અન્ય કોને હતી?” ઈન્સ્પેકટરે પૂછયું.

“ઘરમાં બધાને જાણ હતી. સુદર્શના ક્યારેય કોઈ થી કશું છુપાવતી નહતી. રાધાબેન અને મોહિત અને પરિક્ષિત ને તથા ઘરના નોકરો શંકર અને વિણાને એમ સૌ ને જાણ હતી.”

ઈન્સ્પેકટરે શંકાશીલ અવાજે પુછયું “તમને તો જાણ હોય તે સમજાય છે પણ નોકરો શંકર અને વિણાને પણ જાણ કરી ને જાય છે?”

આનો, જવાબ રાધાબેને આપ્યો “વિણા ને તેણે પોતાનો ડ્રેસ ઈસ્ત્રી કરવા આપ્યો હતો ત્યારે બોલી હતી કે “જલ્દી કર મારે સ્વદેશને મળવા જવાનું છે. ” ત્યારે શંકર તેના માટે લીંબુ પાણી લઈને ત્યાં ઉભો હતો. એટલે સૌ જાણતા હતા”

ઈન્સ્પેકટરને પૂછતાછ આગળ વધારતા પૂછયું. “સ્વદેશ થી છુટી પડી ને તે નિકળી તેની કોને જણ હતી. ?”

“એની જણ તો સાહેબ અમને કોઈને ય ન હતી. માત્ર સ્વદેશને જ જાણ હોઈ શકે” રાધાબેન કહ્યુ અને સ્વદેશ સામે જોયું. સ્વદેશે પણ હકારમાં માથુ હલાવ્યું.

ઈન્સ્પેક્ટરે સ્વદેશ સામે શંકાશીલ નજરે જોયું “એનો અર્થ એ થયો કે સુદર્શના ના પાછા આવવાની જાણ માત્ર તમને જ હતી.”

સ્વદેશનો ચહેરો ગુસ્સાથી તમતમી ગયો. સામાન્ય રીતે દરેક પરિસ્થિતીનો સામનો ઠંડા મગજ થી કરવા ટેવાયેલા સ્વદેશના ચહેરા અને આંખમાં ગુસ્સાનો આવેશ આવી ગયો.

આ ઈન્સ્પેકટર શું કહેવા માંગતો હતો?

“એટલે તમે આડકતરી રીતે શું કહેવા માંગો છો?” “ભાઈ” ઈન્સ્પેકટરે શાંતી થી કહ્યુ “મે પહેલા કહ્યુ ને અમારૂ કામ બધા ઉપર શક અને પૂછતાછ કરવાનું છે. એનો અર્થ એવો નથી કે અમને તમારા ઉપર કોઈ શંકા છે. “પણ અમારો અનુભવ છે કે આવી પૂછતાછમાંથી ઘણી વખત અમને સંકેત કે નિશાની મળી જતી હોય છે. એટલે ખોટુ ન લગાડશો”

ઈન્સપેક્ટરની વાત વાસ્તવીક લગાતા સ્વદેશે પોતાના મન ઉપર કાબુ મેળવી લીધો “હા, સાહેબ તે ક્યારે નિકળી તેની જાણ તો અમને બે ને જ હતી.”

ઈન્સ્પેકટરે પોતાની દાઢી ખંજવાળતા કહ્યુ. “ તો પછી પેલા ટ્રક ડ્રાઈવરને કઈ રીતે જાણ થઈ કે સુદર્શના કયા રસ્તે થી જવાની છે ?”

સદર્શને ટાપસી પુરી “મને લાગે છે કે તે લોકો, જે પણ હોય, તેઓ અમારી ઉપર નજર રાખતા હશે અને જયારે તેમને ખાત્રી થઈ કે તે કયાં રસ્તે જાય છે ત્યારે તેમણે ટ્રક ડ્રાઈવર ને જાણ કરી હશે. ”

ઈન્સ્પેકટર ઉભા થઈ ગયા “અત્યારે તો આપણી પાસે, એવો કોઈ clue નથી જેના ઉપર થી આપણે કોઈની ઉપર શંકા કરી શકીએ. કદાચ ખરેખર અકસ્માત જ હોય.....” કંઈક કહેવા જતા સ્વદેશ સામે તેમણે હાથ ઉંચો કરી તેને રોકી દીધો “જૂઓ જયાં સુધી હોઈ પુરાવા, માહિતી કે કડી ના હોય ત્યાં સુધી અમારી તપાસ અમુક અંતરે જઈને અટકી જવાની કારણ કે સંદેહ, પુરાવા કે કડી વગર પોલીસ કશું કરી ન શકે”

તેમણે પોતાના પોલીસની કેપ માથે ગોઠવતા કહ્યુ “તમને કોઈ ખાસ વસ્તુ યાદ આવે કે કોઈ માહિતી હોય તો મને જણાવજો” તેમણે કોન્સ્ટેબલ સામે ફરીને કહ્યુ “ચાલો વિરજી”

ઈન્સ્પેક્ટરના ગયા પછી રાધાબેન નો રોષ બહાર આવ્યો “આ કેવો પોલીસ ઈન્સ્પેકટર છે, સુદર્શના ઉપર હુમલો કરનાર ને ગોતવાની જગ્યાએ આવી વાત કરે છે?”

રાજમોહને તેમને સમજાવ્યા “રાધાબેન, પોલીસ પોતાના નિયમો પ્રમાણે કામ કરતી હોય છે. અત્યારે તેમની કે આપણી પાસે કોઈ આધાર નથી. જ્યાં સુધી કોઈ ચોક્કસ માહિતી ન મળે ત્યાં સુધી તેઓ આને અકસ્માત જ ગણવાના અને આપણે પણ એમજ સમજવું પડશે.”

રાધાબેને અસંતોષમાં માથુ ઘુણાવ્યું અને દિવાનખંડ થી નીકળી અંદર પોતાના રૂમમાં ચાલી ગયા.

રાજમોહને સ્વદેશનો ખભો થપથવાવ્યો એને આશ્વાસન, આપતો અને પછી પોતે પણ પોતાના ખંડમાં ગયા. પરિક્ષિત, મોહિત, શંકર અને વિણા પણ પોત પોતાના કામે લાગી ગયા.

માત્ર સ્વદેશ પોતાના વિચારોમાં મગ્ન ત્યાં ઉભો ઉભો કંઈક વિચારી રહ્યો.

---------------- * ----------------

સુદર્શનાના અકસ્માત ને લગભગ ત્રણેક મહિના જેવુ થઈ ગયુ હતું. હોસ્પિટલમાં અમુક સમય પછી તેને રજા મળી ગઈ હતી અને તેને પોતાના ઘરે રાજમોહન, રાધાબેન અને સ્વદેશ વિ. લઈ આવ્યા હતા. લગભગ પંદરેક દિવસ સુધી તેને હોસ્પીટલમાં ડોકટર અને નર્સની દેખરેખ નીચે રાખવામાં આવી હતી. સમય સમય ઉપર દવા, ઈજેંકશનો કેપેઈન કિલર વિ. ડોકટર અને નર્સની નજર નીચે આપવામાં આવતા હતા. નર્સ ડોક્ટરના આદેશ પ્રમાણે તેના હાથનો પાટો બદલતી હતી. ડોક્ટર તેના રૂઝ આવવાની પ્રક્રિયા ઉપર ખાસ ધ્યાન આપતા હતા. તેમના કહેવા પ્રમાણે રૂઝ આવવાનું કાર્ય ધાર્યા કરતા વહેલુ અને સારી રીતે થઈ રહ્યુ હતુ.

આ દરમ્યાન સ્વદેશ આખો દિવસ તેની સાથે જ રહેતો હતો હોસ્પીટલમાં. મલ્ટીફેસીલીટી અને શહેરની સર્વોત્તમ હોસ્પિટલ હોવાથી દર્દીને ચા-નાસ્તો, જ્યુસ, દૂધ જમવાનુ વિ.હોસ્પિટલના ડાયેટીશીયનની સૂચના મૂજબ હોસ્પિટલમાંથી જ અપાતુ હતું. ઘરની કોઈ વાનગી આપવાની પરવાનગી ન હતી. સુદર્શન નીચે આવેલ કેંટિનમાંજ સવાર સાંજ જમી લેતો હતો.

સમયાંતરે રાજમોહન રાધાબેન પરિક્ષિત, મોહિત વિ. સૌ. ખબર પૂછવા આવી જતા હતા. પંદર દિવસ પછી ડોકટરે રૂઝની પ્રક્રિયા જોઈને કહ્યુ “સુદર્શના ઝડપથી સાજી થઈ રહી છે અને લગભગ રૂઝ પણ આવી ગઈ છે. હવે તમે ઈચ્છો ત્યારે ઘરે લઈ જઈ શકો છો માત્ર તમારે તેની કાળજી લેવી પડશે.”

“એની સાહેબ, ચિંતા ન કરશો, અમે તેના માટે દિવસ રાતની નર્સ રાખી લઈશું, જે તેને સમય સમય ઉપર દવા આપે, ડ્રેસીંગ કરે તથા કસરત વિ નું ધ્યાન રાખે” રાજમોહને કહ્યુ.

“તો પછી તમે તેને ઘરે લઈ જઈ શકો છો કૃત્રિમ હાથ માટેની એક સંસ્થા છે. તેનુ હું તમને નામ સરનામું અને ફોન નંબર આપુ છું. તમે તેમનો સંપર્ક કરશો તો તેઓ કૃત્રિમ હાથ બેસાડી દેશે.”

સુદર્શનાને ઘરે લાવ્યા બાદ તેના માટે બધીજ સગવડો ગોઠવાઈ ગઈ. રાત દિવસની નર્સ તેનુ તબીબી રીતે ધ્યાન રાખતી હતી. તેની દવા, ઈજેંકશન, પાટાપીંડી વિ. નિયમીત રીતે કરવામાં તે ખાસ ધ્યાન રાખતી હતી. દિવસમાં બે વખત ફોન કરી ડોકટરને તેનો રીપોર્ટ આપતી હતી. દર બીજે કે ત્રીજે દિવસે ડોકટર ચેક અપ માટે ઘરે આવી જતા હતા.

સુદર્શનાના ટોયલેટ, બાથરૂમ, નહાવાની વિ. જવાબદારી કામવાળા બેન વિણાને સોપવામાં આવી હતી. ભાવતા ભોજન ગોવિંદ મહારાજ સૂચના પ્રમાણે બનાવતા હતા.

સુદર્શનાની ઈચ્છા પ્રમાણે સ્વદેશ પણ આ બંગલા ઉપર જ રહેવા આવી ગયો હતો. રાજમોહન, રાધાબેને તેને બે ત્રણ મહિના સુદર્શનાની સાથે રહેવા આગ્રહ કર્યો હતો. સ્વદેશના આ નિર્ણયથી સુદર્શના અતિ પ્રસન્ન થઈ ગઈ હતી. પણ તેણે તેના મનમાં ઉદભવેલો સવાલ પૂછયો. “પણ તારા મમ્મી, પપ્પા રાજી થશે.”

સ્વદેશે જણાવ્યુ “મમ્મી પપ્પાએ રાજીખૂશીથી પરવાનગી આપી છે એટલે તું ચિંતા ના કરીશ”

સુદર્શનાએ ધીરે ધીરે પોતાના કપાયેલા હાથની વાસ્તવિકતા સ્વીકારી લીધી હતી. તે ધીમે ધીમે પોતાના દરેક કામ જાતે એક હાથે કરવાનો આગ્રહ રાખવા લાગી હતી. શરૂઆતમાં તેને ખૂબ જ શારિરિક અને માનસિક તકલીફ પડતી હતી પણ ધીરે ધીરે તેણે પોતાની જાતને એક હાથે કાર્ય કરવાની ટેવ અને તાલીમ આપવા માંડી હતી. હવે તે પોતાના નાના મોટા કામો જાતે જ કરી લેવા લાગી હતી. અમુક જ કામમાં તેને અન્ય કોઈની મદદ લેવી પડતી હતી.

સ્વદેશે રોજ સાંજે તેને લઈને ગાડીમાં એક એડધો પોણો કલાકનું ચક્કર મરાવતો હતો. જેથી તેનુ માનસ પ્રફુલ્લીત થઈ જાય. શરૂઆતમાં નર્સ ને પણ સાથે રાખતા હતા કે કદાચ કોઈ જરૂર પડે તો, પણ પછી ધીમે ધીમે નર્સને સાથે લઈ જવાનું બંધ કરી દીધું.

સુદર્શનાના હાથમાં હવે પુરેપુરી રૂઝ આવી ગઈ હતી અને ડોક્ટરે તેને ધીરે ધીરે બહાર ખાવાપીવાની છુટ પણ આપી દીધેલ. શરૂઆતમાં અઠવાડિઆમાં એક વાર સ્વદેશ તેને કોફી પીવા કે સીનેમાં જોવા લઈ જતો હતો.

સ્વદેશે એક દિવસ ડોકટરને પૂછયું. “સાહેબ, આને કુત્રિમ હાથ ક્યારે લગાડી શકાય?”

ડોકટરે જવાબ આપ્યો. “હવે ગમે ત્યારે, કારણ કે રૂઝ પૂરેપુરી આવી ગઈ છે. મે જે ફોન નંબર આપેલ છે ત્યાં ફોન કરી તેમને બોલાવી લ્યો. તેઓ સુદર્શનાને તપાસીને તમને કહી દેશે.”

સ્વદેશે ફોન કરતા, કૃત્રિમ હાથ બનાવતી સંસ્થાના પ્રતિનીધીઓ બંગલા ઉપર આવ્યા અને સુદર્શનાના હાથ નું પુરેપુરી પરિક્ષણ કરીને પોતાનો અભિપ્રાય આપ્યો “હવે દર્દીને કુત્રિમ હાથ બેસાડી શકાય તેમ છે. કૃત્રિમ હાથ અત્યારે બે પ્રકારાના અમારી પાસે હોય છે. જેમાં એક પોલીફાઈબર નો નિર્જીવ દેખાવ પૂરતો હોય છે તથા બીજો Bionic હોય છે જે વિવિધ કાર્ય કરી શકતો હોય છે.”

“તમારા મતે કયો હાથ લગાવવો જોઈએ” સ્વદેશે તેમનો અભિપ્રાય પૂછયો.

“અમારો અંગત મત એવો છે કે શરૂઆતમાં પોલી ફાઈબર જેવા પદાર્થ વાળો સાચા હાથ જેવા આકારવાળો લગાવવો જોઈએ અને એક વખત શારીરીક અને માનસિક રીતે સંયોજન થઈ જાય પછી Bionic હાથ લગાવવો જોઈએ.”

સૌ એ એકબીજાનો અભિપ્રાય લઈ પોલીફાઈબર નો કૃત્રિમ હાથ સુદર્શનાને કપાયેલા હાથ ઉપર જોડી દેવાયો. ધીરે ધીરે સુદર્શનાને આ હાથ સાથે રહેવાની અને ઉપયોગ ની ફાવટ આવી ગઈ.

એક દિવસ સાંજે ડાઈનીંગ ટેબલ ઉપર ચા-નાસ્તો કરતા કરતા સુદર્શનાએ સ્વદેશને કહ્યુ. “આ પોલીસ શું કરી રહી છે?” લગભગ ત્રણ મહિના ઉપર થવા આવ્યા છતા તેઓ મારા ઉપર હુમલો કરનાર વિશે કશી ભાળ નથી મેળવી શક્યા?

“આ તો પોલીસ છે, જે કેસમાં એમને કસ ન લાગે કે વધુ પડતી મહેનત કરવી પડે એવા કેસમાં તેઓ બહુ ઉંડા નથી ઉતરતા પૂછો તો કહેશે કે અમારી પાસે બીજા ઘણા કેસ છે સમય અને ધ્યાન આપવા માટે. આપણા કેસમાં તેમની પાસે કોઈ માહિતી કે આધાર નથી.”

“પણ એ તો તપાસ ચાલુ રાખે તો મળે ને?” સુદર્શના રડુંરડું થઈ ગઈ “કોઈએ મારા ઉપર હુમલો કરાવ્યો અને મારો એક હાથ જતો રહ્યો અને પોલીસ નિરાંતે બેઠી છે.”

“પોલીસ હવે આને અકસ્માતનો જ કેસ માને છે. સ્વદેશે પોલીસની વિચારધારા જણાવી. સુદર્શનાએ પોતાનો જમણો હાથ સ્વદેશ ના હાથ ઉપર મુકી કહ્યું “પણ હું માનું છું કે આ હુમલો હતો અને મારો હાથ જેના લીધે ગુમાવ્યો છે તેને હું સજા આપવા માંગુ છું પછી ભલે પોલીસ આપણી સાથે હોય કે ના હોય”

“પણ આપણે શું કરી શકીયે” સ્વદેશે પૂછયુ. “આપણે આપણી રીતે ઘણુ કરી શકીયે” સુદર્શનાએ જીદ થી કહ્યુ. તેની આંખમાં અંગારા આવી ગયા. હોઠો દ્રઢ રીતે બીડાઈ ગયા “જેમણે આપણા ચાર હાથના પ્રેમને કાપીને ત્રણ હાથનો પ્રેમ બનાવી દીધો છે. તેને મારે સજા જરૂર આપવી છે.”

સુદર્શનાની આંખોમાં ફરી કુમાશ આવી ગઈ. “જયારે જયારે ફિલ્મમાં કે ટીવી ઉપર કોઈને પોતાના પતિ કે પ્રેમીને આલિંગન આપતું દ્રશ્ય જોઉ છું ત્યારે મારૂ હૃદય ચિરાઈ જાય છે કે હું તને હવે આવી રીતે વળગી નથી શકતી અને આના માટે જે જવાબદાર છે તેને મારે સજા આપવી છે.”

“તો તુ શું કરવા ઈચ્છે છે?” સ્વદેશે પૂછયુ. “આપણી પાસે માત્ર એક કડી છે. “રફિક” આપણે તેને મળવુ જોઈએ અને તપાસ કરવી જોઈએ.”

“પણ રીફીક આપણ ને શા માટે મદદ કરે?”

“શરૂઆત તો કયાંકથી કરવી જ પડશે ને?”

“તો આજે આપણે રફિકના ઘરે જઈએ. રાત્રે જમી કરીને”

“કયાં જવાનો પ્રોગ્રામ થઈ રહ્યો છે?” એક અવાજે તેમને ચમકાવી દીધા. નજર ફેરવીને જોયુ તો રાધાબેન રસોડામાંથી દિવાનખંડમાં આવી રહેયા હતા. તેમના હાથમાં તાજા બનાવેલ ઢોકળા ની પ્લેટસ હતી.

સ્વદેશે સુદર્શનાની સામે જોઈ આંખોથી જ ના નો ઈશારો કરી દીધો, કે આ વાત ની જાણ હમણાં કોઈને કરવાની નથી.

સુદર્શના એ ઢોકળાની ડીશ રાધાબેનના હાથમાંથી લેતા કહ્યુ. “એ તો સ્વદેશ રાતના શોમાં પીક્ચર જોવાનો પ્રોગ્રામ કરતો હતો. ”

“એ, તો બહુ સારૂ, જઈ આવો, તારૂ મન પણ પ્રસન્ન થઈ જશે, કેટલા વાગે જવાના “નવ વાગ્યાનો શો છે એટલે અમે આઠ વાગે નિકળી જઈશું.”

“સારૂં તો હું એ પ્રમાણે રસોઈ તૈયાર કરાવુ છું” કહેતા રાધાબેન ફરી રસોડામાં ગયા.

રાત્રે જમીને બંને જણા તૈયાર થવા લગ્યા. સ્વદેશે થોડી વસ્તુઓ ભેગી કરી. સુદર્શના આશ્ચર્યથી જોઈ હતી. “આ શા માટે?” તેણે પૂછયું સ્વદેશ એક નાનું બંધ કરાય તેવુ ચાકુ, પ્લાસ્ટીકની ઉપરના ગજવામાં સમાય તેવી નાની ટોર્ચ, વિ. પોતાના ગજવામાં સેરવી રહ્યો હતો. તેણે રાધાબેન વાળને કલર કરતી વખતે વાપરતા એવા-પ્લાસ્ટીકના પાતળા ગ્લાવઝ પણ સાથે લીધા. અને સુદર્શનાના સવાલનો જવાબ આપ્યો. “કદાચ કામ લાગે, આપણે અજાણી જગ્યાએ અજાણ્યા માણસને ત્યાં જઈએ છીએ. એટલે સાવચેતી માટે.”

શિયાળાની રાત હતી એટલે બંને એ ગરમ કપડા પહેર્યા હતા. બંને એ જેકેટ અને જીન્સ પહેર્યા હતા અને માથે ગરમ ટોપી અને મફલર વિટાળ્યા હતા. ઠંડક સામે રાહત મળે તે માટે અને કદાચ કયાંય મોઠું ઢાંકવુ પડે તો તે માટે ની અગમચેતી માટે.

“અમે નિકળીયે છીએ રાધાબેન” સ્વદેશે બુમ મારી”

“રાધામાસી તો અત્યારે ચાલવા ગયા હશે” સુદર્શનાએ કહ્યુ રાધાબેનનો સાંજે સાત/આઠ વાગ્યાની આસપાસ અડધો પોણો કલાક ચાલવા જવાનો નિત્યક્રમ હતો. ગરમી હોય કે શિયાળો તે ચાલવા જવાના જ. ભારે વરસાદ ન હોય તો છત્રી લઈને પણ ધીમા વરસાદમાં ચાલવા જવાના જ. એકવાર ભીનામાં લપસી પડયા હતા છતાં ચાલવાનુ ચાલુ જ રાખેલ. તે હસતા હસતા કહેતા “મારે મારી દીકરી સુદર્શનાની જેમ શરીરને વ્યવસ્થિત રાખવું પડે નહિતર કોઈ સુદર્શનાને ટોણો મારે કે તારા માસી આવા પોટલા જેવા?” બંને જણા સ્વદેશની મોટર સાઈકલ ઉપર રફીકના ઘરની નજદીક પહોંચ્યા. શિયાળાની શિત રાત્રીને લીધે અવર જવર રસ્તા ઉપર નહિવત હતી. રફિકના ઘરથી દૂર બીજી સ્ટ્રીટ ઉપર મોટર સાઈકલ ઉભી રાખી અને ખૂણામાં અંધારામાં પાર્ક કરી. રસ્તા ઉપરની સ્ટ્રીટ લાઈટો મોટાભાગની બંધ હતી. એકાદ જ સ્ટ્રીટલાઈટ ઝાખુ કે મંદ અંજવાળું પાથરી રહી હતી.

રફિક નું ઘર આ સ્ટ્રીટ છોડીને પછી આવતી સ્ટ્રીટમાં છેલ્લુ મકાન હતુ. જૂનું પુરાણુ ખંડેર જેવુ મકાન હતુ. તેના ઘરની સ્ટ્રીટ ઉપર કોઈ જ સ્ટ્રીટ લાઈટ ચાલુ ન હતી. આગલી સ્ટ્રીટમાં ચાલુ એક માત્ર સ્ટ્રીટ લાઈટનું મંદ અજવાળુ આ સ્ટ્રીટ ના અંધકાર ને માંડ માંડ ભેદી રહ્યુ હતું.

રફિકના ઘર પાસે પહોંચી ને જોયુ તો ઝાંપો સહેજ ખૂલ્લો હતો. બહાર તો અંધકાર હતો. પણ અંદર પણ તદ્દન શાંતિ અને અંધકાર હતો.

એક અંદરની આત્મસ્ફુરણા થી સ્વદેશે પોતાના બંને હાથમાં પ્લાસ્ટીકના હાથમોજા પહેરી લીધા અને એક હાથમોજુ સુદર્શનાના જમણા હાથે પહેલાવ્યુ. સુદર્શના એ પ્રશ્નાર્થ આંખે તેની સામું જોયુ. “મને કંઈક બરાબર નથી લાગતું અંદર કોઈ હીલચાલ નથી” સ્વદેશે કહ્યુ.

બંને જણા ધીમા પગલે દરવાજા પાસે આવ્યા, બારણુ અડકાવેલુ હતુ. પણ સહેજ સ્પર્શ કરતા જ અંદર ની બાજુ ખુલી ગયું. અંદર અંધરકાર અને વિચિત્ર શાંતિ હતી. “રફિક અમારે તારી સાથે વાત કરવી છે.” પણ કોઈ જવાબ સામે થી ન મળ્યો. “ઘરમાં કોઈ નથી લાગતું “સ્વદેશ બબડયો અને ફરી સહેજ મોટા અવાજ બોલ્યો “રફિક,” પણ જવાબમાં એજ શાંતિ. સ્વદેશે ટોર્ચ દબાવી ચાલુ કરી. ટોર્ચ ના પ્રકાશમાં જોયુ તો તેમના બંને તરફ પીઠ કરીને સોફાની એક ખુરશી ઉપર રફિક બેઠેલો હતો. બાજુના ટેબલ ઉપર એક દારૂની બોટલ અને અડધો પીધેલ ગ્લાસ હતો સાથે એક ડીશમાં સીંગ અને ચવાણાનું બાઈટીંગ હતુ. તે ટીવી સામે બેઠેલો હતો. એવુ લાગતુ હતુ કે ટીવી જોતા જોતા જ તે ઉંધી ગયો હતો. ટીવી ઉપર ઝરઝરીયા હતા એટલે અજવાળુ ન હોતુ આવતુ પણ કાર્યક્રમ પતી ગયો હશે.

“રફિક” અમારે તારી જોડે વાત કરવી છે. “તે આગળ વધ્યો અને ટોર્ચનો પ્રકાશ તેણે રફિકના ચહેરા ઉપર નાખ્યો. સુદર્શના તેની સાથે જ હતી.”

એક ક્ષણ માટે બંને સ્તબ્ધ અને જડ થઈ ગયા. સુદર્શનાના ગળામાંથી એક હળવી ચીસ નીકળી ગઈ. બંનેના ચહેરા ચહેરા ઉપર ગભરાટ અને ભય છવાઈ ગયા. સુદર્શના એ સ્વદેશનો હાથ જોર થી જકડી લીધો.

“ઓ માય ગોડ” સ્વદેશના મોઢામાંથી ભય મિશ્રિત સ્વર નિકળ્યો. તેણો ટોર્ચનો પ્રકાશ ફરી રફિકના ચહેરા ઉપર નાખ્યો.

“રફિકનુ માંથુ ઉંધી ગયો હોય તેમ એક બાજુ ઢળી પડયુ હતું. તેના લમણા માંથી લોહીની ધાર નિકળી તેના એક બાજૂના ચહેરા ને રક્તરંજીત કરી દીધો હતો. એવુ લાગતુ હતુ કે તેના માથા ઉપર કોઈએ ભારે પદાર્થની પ્રહાર કર્યો હોય કારણકે પ્રહારની જગ્યાએ ખોપરીનો ભાગ થોડો તૂટેલો કે અંદર બેઠેલો દેખાતો હતો. લોહી લગભગ સૂકાઈ ગયુ હતુ. એટલે પ્રહારને થોડો સમય થયો હશે. બંને ને સમજતા વાર ન લાગી કે રફિક ઉપર પ્રાણ ધાતક હુમલો થયો હતો. અને તે મૃત્યુ પામ્યો હતો. “આ તો આનુ પણ ખૂન થઈ ગયુ લાગે છે.” “સુદર્શના એ ધ્રુજતા અવાજે કહ્યુ.”

“સૌ પ્રથમ આપણે અહીંથી બહાર નિકળી જવુ પડશે. સારૂ છે કે આપણે ગ્લાવ્ઝ પહેરેલા છે અને મોબાઈલ સાથે નથી લાવ્યા. નહીતર ફિંગરપ્રિંટ કે મોબાઈલના લોકેશન ઉપર થી આપણા ઉપર તવાઈ આવત. “થેંક ગોડ””

સ્વદેશે સુદર્શનાનો હાથ પકડી એને બહાર લઈ આવ્યો. બહાર નો દરવાજો હતો તેમજ તેણે અટકાવી દીધો.

ચારે બાજુ જોતા જોતા તેઓ પોતાની મોટર સાયકલ ઉપર પહોંચ્યા અને સ્ટાર્ટ કરી ઘર તરફ મોટર સાઈકલ મારી મુકી.

બંને ના મનમાં એક જ સવાલ ઘૂમરાતો હતો. “રફિકનું ખૂન કોણે કર્યુ હશે?” સુદર્શના ના અકસ્માત સાથે આ ખૂન ને શું કોઈ સિધો સંબંધ હતો? ”.

અત્યારે બંને માંથી કોઈ પાસે આ સવાલોના જવાબ ન હતા.