હું ગુજરાતી - ૪૭
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as Matrubharti.
Matrubharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.
અનુક્રમણિકા
•એડિટરની અટારીએથી - સિદ્ધાર્થ છાયા
•કલશોર - ગોપાલી બૂચ
•ર્સ્િીપીંછ - કાનજી મકવાણા
•કાફે કોર્નર - કંદર્પ પટેલ
•પ્રાઈમ ટાઈમ - હેલી વોરા
•ટેક ટોક - યશ ઠક્કર
•ફૂડ સફારી - આકાંક્ષા ઠાકોર
•મિર્ચી ક્યારો - યશવંત ઠક્કર
એડિટરની અટારીએથી....
* સિદ્ધાર્થ છાયા *
ઈ-દ્બટ્ઠૈઙ્મ : જૈઙ્ઘઙ્ઘરટ્ઠિંર.ષ્ઠરરટ્ઠઅટ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ
તકલાદી રેઝોલ્યુશન્સ
નવું વર્ષ આવવાનું હોય ત્યારે એટલેકે સમજોને લગભગ ડિસેમ્બર મહિનાના બીજા હાફમાં પોતાની કુટેવો છોડવા માટે લોકો અમુક કસમ લેતા હોય છે કે બસ નવું વર્ષ ચાલુ થાય એટલે હું ફલાણું છોડી દઈશ અને ઢીંકણું તો નહીં જ કરૂં. આ પ્રકારની કસમોને અંગ્રેજીમાં ન્યૂ યર રેઝોલ્યુશન કહે છે. સૌથી પોપ્યુલર ન્યૂ યર રેઝોલ્યુશન હોય છે દારૂ અને સિગરેટ કે પછી તમાકુ/ગુટકા છોડવાનું. ડિસેમ્બરના છેલ્લા છેલ્લા દિવસોમાં “બસ હવે તો છોડીજ દેવું છે” એવું મન બનાવી ચુકેલા લોકો એ દિવસોમાં તેમણે પહેલી તારીખથી ક્યાં કોઈ વ્યસન ચાલુ રાખવાનું છે એવું વિચારીને તેમના વ્યસનનો ડોઝ ડબલ કરી દે છે. રોજના ચાર પાંચ પેગ પીતો વ્યક્તિ દસ પેગ પીવા લાગે છે અને ચાર-પાંચ સિગરેટ ફૂંકતી કે પછી દસ બાર ગુટકા પેકેટ ગળચી નાખતી વ્યક્તિ પણ બમણા જોશથી એ બધું ખાવા-પીવા લાગે છે.
પછી આવે છે પહેલી તારીખ. ન્યૂ યર રેઝોલ્યુશનનો અર્થ જ એ છે કે જેવું નવું વર્ષ શરૂ થાય એટલેકે પહેલી તારીખ આવે કે તરતજ એ રેઝોલ્યુશનનું અમલીકરણ થઇ જવું જોઈએ. પરંતુ ગઈ રાત સુધી પોતાના વિવિધ વ્યસનો સાથે ચીપકી રહેલા આ વ્યસન વન્ડર્સથી એમ તરતજ કરવું શક્ય નથી હોતું એટલે “આજે તો ન્યૂ યરનો પહેલો દિવસ છે ને એટલે આજે તો એન્જોય કરવુંજ પડે.” એમ કહીને એ દિવસ કાઢી નાખે છે. બીજી તારીખે આમને વળી એક નવો વિચાર આવે છે “આમ તો અમેરિકામાં પાંચ તારીખ સુધી બધા એન્જોય કરતા હોયને? એટલે આપણે છઠઠીથી બંધ કરીશું, પાક્કું!”આમ ચાર દિવસની લાઈફ લાઈન આલોકો એમની મેળેજ લઇ લેતા હોય છે. છઠઠે દિવસે એલોકો ખુદ ભૂલી જતા હોય છે કે તેમણે ડિસેમ્બરમાં કોઈ રેઝોલ્યુશન લીધું હતું કે નહીં. આવું માત્ર વ્યસન બાબતે જ નહીં પરંતુ ડાયેટિંગ માટે પણ થતું હોય છે. કોઈ ખરાબ આદત છોડવી જેમાં વ્યસન ઉપરાંત અતિશય ખાવા-પીવાની આદત હોય તેના સુધી આ તકલાદી રેઝોલ્યુશન્સ મર્યાદિત નથી રહેતા. કોઈ સારી આદત પાડવા માટે પણ એ એટલુંજ ફિટ થાય છે.
જેમકે, પહેલી તારીખથી એટલીસ્ટ એક સારી બુક વાંચવાની શરૂઆત કરવાની હોય, કે પછી યુવાનીમાં રહી ગયેલી કવિતા કે ટૂંકી વાર્તા લખવાના શોખ પર ફરીથી ટ્રાય મારવાની ઈચ્છા હોય, ભાગદૌડ ભરી ઝિંદગીમાં જીવનસાથી સાથે ડિનર પતાવીને માત્ર એક કલાક ફરવા જવાની વાત હોય આ બધા રેઝોલ્યુશન્સ પણ તકલાદી નિવડતા હોય છે. આપણે કોઈનો વાંક નથી કાઢતા, પણ આ બધું તમે માનસિકરીતે કેટલા મજબૂત છો અથવાતો કેટલા મજબૂત થવાની જરૂર છે તે દર્શાવે છે. જો રેઝોલ્યુશન લેવું જ હોય અને તેને ટકાવી પણ રાખવું હોય તો જરૂરિયાત છે ખુલ્લા દિલે ‘સ્વ’ સાથે એટલેકે ખુદની સાથે ચર્ચા કરવાની. જો દારૂ, સિગરેટ, ગુટકાનું વ્યસન તમને ખરેખર ખરાબ લાગતું હોય અને તેમાંથી નીજાદ પામવાની દિલથી ઈચ્છા હોય કે પછી કવિતા કે શોર્ટ સ્ટોરીઝ લખવાનું ખરેખર મન થતું હોય અને રાત્રે પત્ની કે પતિ સાથે જમ્યા પછી રોજ એકાદો આંટો મારવાની અદમ્ય ઈચ્છા હોય તો ખુદ સાથે ચર્ચા કરો અને મનને મક્કમ બનાવો અને પછી જ અમલમાં મુકો. નહીં તો કોઈજ રેઝોલ્યુશન ન લ્યો. કારણકે રેઝોલ્યુશન જો પૂરૂં નહીં કરી શકો તો એક ગિલ્ટની લાગણી મનના એક ખૂણામાં સતત વહેતી રહેશે એ પેલા વ્યસન કરતાં પણ લાંબેગાળે વધુ ખતરનાક નીવડી શકે તેમ છે.
‘હું ગુજરાતી’ ના વાચકોને હેપ્પી ૨૦૧૬!
૦૭.૦૧.૨૦૧૬, ગુરૂવાર
અમદાવાદ
* સિદ્ધાર્થ છાયા *
કલશોર
* ગોપાલી બૂચ *
ઈ-દ્બટ્ઠૈઙ્મ : ર્ખ્તટ્ઠઙ્મૈહ્વેષ્ઠરજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ
કલશોર
રોજ રાતે સ્વપ્ન એક ફણગાય છે.
શબ્દમાંથી અર્થ છૂટા થાય છે,
વેદના શું એ હવે સમજાય છે.
કોણ એને ઝાંઝવા સીંચ્યા કરે,
રોજ રાતે સ્વપ્ન એક ફણગાય છે.
આંખ મારી એક એવો કોયડો,
જામ ખાલી છે છતાં છલકાય છે.
મારી ભીતર કેટલું વરસ્યાં તમે,
આખેઆખું અંગ લીલું થાય છે.
ચીર હરપળ કેટલા ખેંચાય છે,
કૃષ્ણને પણ ક્યાં કશુંયે થાય છે.
-શ્યામલ મુનશી
ગઝલ એટલે એક એવું સ્વરૂપ કે જે પોતાના એક જ શેરના બે મિસરામાં જીવનના ગુઢ અથવા આસાન તત્વનું નિરૂપણ કરી જાય છે. વાત કોઈ પણ હોય પણ આખી વાત જ સહજ ,સરળ પ્રતિબિંબીત થઇ જતી હોય છે.શબ્દ એની આગવી પરિભાષા સાથે ઉપસ્થિત થતો હોય છે. એક જ શબ્દના કેટલાય અર્થ પણ થતા હોય છે. શબ્દાર્થ સંજોગ પ્રમાણે બદલાતા પણ હોય છે ત્યારે એને સાચા પરિપ્રેક્ષ્યમાં લેવામાં ન આવે તો અર્થનો અનર્થ પણ થતો હોય છે પણ એ બધું તો ત્યારે જ બને જો શબ્દ અને અર્થ સ્પર્શતા હોય તો. કવિ હ્ય્દય નાજુક હોય છે. ભાવક અને ચાહક સુધી સંવેદનાથી તરબતર લાગણીઓ લઈને આવે છે એટલે જ વ્યવસાયે ડૉકટર અને હ્ય્દયથી કવિ શ્રી શ્યામલ મુન્શી બહુ જ સહજતાથી શબ્દને એના અર્થથી અલગ તારવી શકે છે.
અહીં પહેલા શેરમાં છુટા થઇ જાય છે એટલે અલગ થાય છે એમ નહી પણ શબ્દમાં રહેલી સભર સંવેદના જીલાય છે અને એટલે જ વેદનાની પરિભાષા સમજાય છે ઇીટ્ઠઙ્મૈજૈંષ્ઠ હોવુ સારી વાત છે પણ એટલાં પણ નહી કે ઇીટ્ઠઙ્મૈજૈંષ્ઠ હોવાની આડમાં લાગણીઓ ‘જીંટ્ઠૈંજૈંષ્ઠ’ બની જાય. વાસ્તવિકતા અને જડતા વચ્ચે ફેર છે એ મર્મ જે હ્ય્દયને સ્પર્શે એ જ શબ્દમાં રહેલી વેદનાને ગ્રહી શકે છે. અને આખરે જીવન પરત્વેનો આશાવાદ પણ તો એ જ દર્શાવે છે કે દુખને સમજવા અનુભવવા છતાં નિરાશાવાદી ન થવું. “જયાં ચાહ ત્યાં રાહ!” આશા હ્ય્દયના ધબકારને અંતિમ શ્વાસ સુધી જીવંત રાખે છે. આશા રૂપી તત્વ જ ઝાંઝવાથી સ્વપ્નનું સિંચન કરે છે. અદભુત અભિવ્યક્તિ આ શેરમાં વ્યક્ત થઇ છે. ઘણીવાર એવું પણ બનતું હશે કે મુસાફર ઝાંઝવાના સહારે આખુ રણ પાર ઉતરી પણ જતાં હશે. જયાં સુધી સ્વપ્ન ફણગાતું રહે છે ત્યાં સુધી આપણી અંદર આપણું હોવાપણ પણ અંકુરિત થતુ રહે છે. રણમાં વિરડીનો આશાવાદ જ ભીતરનાં જળતત્વને ચૈતન્ય સ્વરૂપે ટકાવી રાખે છે.
જયાં આશાવાદ પૂરો થાય છે ત્યાં ભેંકાર પાંગરે છે એ ભેંકાર એક ખાલિપો સર્જે છે જે માનવ મનની આંખમાં આંસુ સ્વરૂપે ડોકાય છે. માણસની આંખો બહુ બોલકી હોય છે. જીભ અવળચંડી હોઇ શકે પણ આંખો નહી. જરૂરી નથી કે આંખો અને જીભ એક જ ભાષા બોલતા હોય. કયારેક જૂઠુ પણ હોય ત્યારે સત્ય આંખ થકી વહેતું હોય છે અને એટલે જ આંતરિક સંવેદનાઓને આંખો વારંવાર છલકાવી જતી હોય છે.
તો પાનખર પછી વસંત એ પણ જીવનનો એક ભાગ છે. જેટલી હકીકત ખાલી જામ આંખેથી છલકાય છે એ હોય છે એટલી જ હકીકત ભીતરમાં કોઈકના નામનો દીવો આખુ આપણું જીવન અજવાળતો હોય છે એ પણ હોય છે. કોઇકના યાદનું વહાલ ભીતર ચોમાસુ થઇ ઊગી નીકળે છે. એ પ્રેમનો પડાવ છે. જીવનની હકારાત્મકતા છે, ઊર્મિનો અવસાદ છે. ભીતર વરસવાને કોઈ મોસમની જરૂર નથી હોતી અંતરના આંગણે કુંપળ ફુટવાના ચોઘડિયા નથી હોતા. એ દિવ્ય અનુભૂતિ છે જે પ્રેમરસ સ્વરૂપે રગરગમાં ફેલાઈ જાય છે. હ્ય્દયના અંતરંગ ભાવને વ્યક્ત કરતા કવિ શ્યામલ મુન્શી ચાબખો મારવાનું પણ મુકતા નથી. છેલ્લા શેરમાં એમનું સમાજ દર્શન અને સમાજમાં ઘટતી ઘટના અંગે ઈશ્વરનાં નિષ્ક્રીય હોવા સામેનો રોય વ્યક્ત થાય છે. એક સાચો કવિ એ જ છે જે અંતરની ઊર્મિ અભિવ્યક્ત કરવાની સાથે સાથે સમાજને અરિસો ધરવાનું ચુકતો નથી. એ કવિની પહોંચ છે કે એ ઈશ્વરને દર્પણ દેખાડી શકે છે. અહીં જલન માતરીનો એક શેર યાદ આવે છે.
“ગમે ના સો કવન તો મિત્રો માફ કરજો,
ખુદા જેવા ખુદાના કયાં બધા સર્જન મજાના છે.
(જલન માતરી)
* ગોપાલી બૂચ *
ર્સ્િીપીંછ
* કાનજી મકવાણા *
ઈ-દ્બટ્ઠૈઙ્મ : દ્બટ્ઠાુટ્ઠહટ્ઠોદ્બટ્ઠિ૩૪જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ
ર્સ્િીપીંછ
* કાનજી મકવાણા *
કાફે કોર્નર
* કંદર્પ પટેલ *
ઈ-દ્બટ્ઠૈઙ્મઃ ટ્ઠીંઙ્મ.ાટ્ઠહઙ્ઘટ્ઠિ૫૫૫જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ
કાફે કોર્નર
‘જાણ’ હોવા છતાં બન્યા ‘જાણભેદુ’
સંસ્કારિતાના પ્રવાહમાં પડયું મોટું છીંડું...!
૨ દિવસ પહેલા હું જ્યારે અમદાવાદથી ‘ગુજરાત ક્વીન’ના જનરલ ડબ્બામાં પરત ફરી રહ્યો હતો ત્યારે ઘણી વાતો ‘જાણ’માં હોવા છતાં બુઘ્ધિ અને મન તેને ‘જાણભેદુ’ બનાવી ‘ઇન્ફિરિઅરીટી કોમ્પ્લેક્સ’ (લઘુતા ગ્રંથિ)થી પીડાઈને સદાયને માટે વ્યથિત રહે છે, એ બાબત પર ખુબ સારી એવી ચર્ચા થઇ. હા, જનરલ ચર્ચા જ (કારણ, ડબ્બો પણ જનરલ જ હતો ને..!). પરંતુ, ‘કોમન સેન્સ ઇસ નોટ ધેટ મચ કોમન.’ આવી જ વાતો પરથી પરદો ખુલ્યો. મારી સાથે ૩ મોટી ઉંમરના ભાઈઓ હતા, અને પોતપોતાની જગ્યાએ ખુબ સંતોષપૂર્વક રહીને જીવતા હતા. એક ‘ગુજરાત ઈલેક્ટ્રીસીટી બોર્ડ’(જી.ઈ.બી.)માં ૨૪ વર્ષથી નોકરી કરતા ભાઈ હતા. બીજા એક મલ્ટીનેશનલ કંપનીમાં લગભગ ૧૮ વર્ષથી જોબ કરતા એન્જિનેઅર હતા. અને ત્રીજા, એક ગૌરવર્ણ દાદા... એકદમ તેજસ્વી ચહેરો, એકદમ પ્રતિભાયુક્ત, સ્પષ્ટવક્તા અને અનુભવનો ખજાનો, ઈંગ્લીશ અને ગુજરાતી બંને ભાષા પર અભૂતપૂર્વ પ્રભુત્વ, જે માત્ર ૩ ચોપડી ભણેલ હતા.
ચર્ચા તો ૪ કલાક એકધારી સતત ચાલી, કે આવું કેમ?
આજે વ્યક્તિ પોતાની પાસે જે છે એ જોઈ કેમ નથી શકતો? હંમેશા કેમ બીજાને જોઇને પોતાનો જીવ બાળે છે? બાળક ઉછેર આવો થોડો હોય?તંદુરસ્તી માટે વ્યક્તિ આટલું પણ કેમ નથી કરી શકતો? દરેકની નજર પશ્ચિમ તરફ જ કેમ વળી રહી છે? શું આપણે સાચે જ પ્રગતિ કરી રહ્યા છીએ? શું વ્યક્તિનું પોતાનું કોઈ સ્વતંત્ર વ્યક્તિત્વ નથી? આત્મગૌરવ અને ઈશગૌરવ રહ્યું છે ખરૂં? શું નેતાઓ ‘ફ્રી’ શબ્દ કહીને ઇનડાઈરેક્ટલી ગુલામ બનાવી રહ્યા છે? ૨૪ કલાક વીજળી પૂરી પડવી હોય તો શું કરવું જોઈએ? બાળકમાં ‘રાષ્ટ્રપ્રેમ’ને એક સંસ્કાર તરીકે ઇન્સ્ટોલ કરવામાં નહિ આવે છતાં દેશ પ્રગતિ કરશે ખરો? આવા અનેક...પ્રશ્નો અને એના સચોટ પારદર્શક જવાબોની મુદ્દાસર અને છણાવટભરી રજૂઆત. એમાંનો એક અંશ અહી રજુ કરૂં છું. આ દરેક સવાલો પર બધા પોતાના પ્રતિભાવો આપતા હતા અને હું દરેકનું સાંભળતો હતો. આખરે મેં પણ ચર્ચામાં ઝંપલાવ્યું. પ્રશ્નોનો હાર્દ પકડયો અને સિસ્ટમને અપગ્રેડ કરવા મને જે મુદ્દો યોગ્ય લાગતો હતો તે મેં કહ્યો.
શરૂઆત મેં કઈક આવી કરી.
“મને એવું લાગે છે કે શરૂઆત, એ ‘શરૂઆત’થી જ થવી જોઈએ. જે ભારતનું ભાવિ છે તેને જ અત્યારથી મજબૂત બનાવવાની જરૂર છે.” પછી એક ઉદાહરણ આપી મારી આ વાત વહેતી કરી.
“હું થોડા દિવસ પહેલા કોલેજ જતો હતો, ત્યારે રસ્તામાં એક મોડર્ન ‘મોમ’ પોતાના ૩-૪ વર્ષના બાળકનું સ્કુલબેગ અને હાથમાં એક ઇંગ્લીશની બુક લઈને પોતાના બંગલાની બહાર બસની રાહ જોઇને બેઠી હતી. આજે, કદાચ સ્કુલમાં એક્ઝામ હશે એવું લાગતું હતું એનું કારણ એ ‘મોમ’ના હાથમાં રહેલી બૂક હતી. શરૂઆતમાં તો એવું લાગ્યું કે ‘મોમ’ બહુ સારી રીતે ધીરે-ધીરે પોતાના બાળકને સમજાવે છે. હું ખુશ થયો. પછી, જરા નજીક જઈને જોયું, તો ખબર પડી કે ‘ડી.ઓ.જી.’-ડોગ...(૫) એકધારૂં બોલતી હતી અને પેલાને સવાર-સવારમાં શુળીએ ચડાવતી હતી. જરા ઈન્ટરેસ્ટીંગ લાગ્યું મને,હું જરા ૧૦ ફૂટના અંતરે ઉભો રહ્યો એમની પાછળ, અને નિહાળતો હતો. દાંત કચકચાવીને બોલી, “ડી.ઓ.જી.-ડોગ, આટલું ૧૦ વખત બોલી...તને આવડતું કેમ નથી?” અને એમ કહીને તરત પેલાનો હાથ પકડીને જોરથી હવામાં આગળ-પાછળ કર્યો.”
પછી મને સવાલ થયો કે, માર્કસની પાછળ માત્ર માતા-પિતા જ પડયા છે. થોડી-થોડી વારે હંમેશા યાદ અપાવ્યા કરવું કે અમે તારા માટે કેટલું કરીએ છીએ અને તને કોઈ જ ફિકર નથી. આવા શબ્દો હંમેશા બાળકના હ્ય્દય-મન-બુઘ્ધિના વિકાસને કુંઠિત કરે છે અને સર્કસમાં ઉભેલા રીંગ માસ્ટરની જેમ એ બાળકને દોડાવ્યા કરે છે. માર્કસના આધારે જ દરેક બાળકના ભવિષ્યની ફ્રેમ મઢી લેવામાં આવે છે, અને એ જ ‘દુનિયા કેટલી..?’ આવો સવાલ બાળકને પૂછવામાં આવે તો તે કહે, “આ વર્તુળ જેટલી..!” કમનસીબી..! આ દેશની..અને તેના ભવિષ્યની.
આ જ બાળક મોટો થાય ત્યારે કદાચ પોતાના કુટુંબમાંથી પ્રેમ નથી મળતો એવું માનીને(અલ્ટીમેટલી સમજીને) બીજે માત્ર ‘હવસ’નો પ્રેમ શોધવા ફાંફા મારે છે અને એ જ ચક્કરમાં ૫૦ ચક્કર ચલાવે છે અને છતાં, મમ્મી-પપ્પાને અને એ છોકરાને, ત્યારે પણ કેવી છોકરી જોઈએ...???
‘સુંદર, સુશીલ અને સંસ્કારી...’
કેમ ભાઈ..? આ ૫૦ માંથી કોઈ સુંદર, સુશીલ અને સંસ્કારી નહોતી..?
સુંદરતા એ કોઈના શરીરમાત્રની મોહતાજ નથી, જે ગમ્યું, મળ્યું અને ફેંક્યું. અને સુશીલમાં ‘શીલ’ છે ખરૂં એ છોકરામાં ? અને જો સંસ્કાર જ જોઈતા હોય તો પોતે માં-બાપે નાનપણમાં આ સંસ્કારનું સિંચન કરવું હતું ને. હા, પશ્ચિમી સંસ્કૃતિ સામે કોઈ વિરોધ નથી. તેનો પુરા સન્માન સાથે આવકાર છે. પણ, સ્વચ્છંદતા નહિ, માત્ર સ્વતંત્રતા.
સાંજનો એક જ સમય એવો હોય છે કે જયારે આખું કુટુંબ સાથે બેસીને વાતો કરી શકે. પરંતુ, આ શિક્ષણ આપવાની અને આપવાની પરિસ્થિતિ એવી થઇ કે ત્રણ પેઢી જે એકસાથે એક જ છતની નીચે રહેતી હતી એ છૂટી પડી ગઈ. જે સંસ્કારો પેઢી દર પેઢી સંક્રાંત થતા હતા એ પ્રોસેસ જ અટકી ગઈ. અને, સંસ્કાર એ કઈ ફ્રી સોફ્ટવેર નથી કે, સીધું જ બાળકની હાર્ડડીસ્કમાં ઇન્સ્ટોલ કરી દેવાય. એ તો, માત્ર જોવાથી આવે. જો હું મારા પપ્પાને પગે લાગતો હોઉં, એમના પગ દબાવી આપતો હોઉં...એ બધું આ બાળક જુએ તો તેને મનમાં એવું થાય કે મારે પણ મારા પપ્પાની સેવા કરવી જોઈએ. ઈંગ્લીશ મીડીયમ સ્કુલના ક્રેઝમાં એટલું બાળકને નીચોવી નાખવામાં આવે કે સાંજ સુધીમાં તો પપ્પા આવે અને બાળક સુઈ જાય. એટલે, પપ્પાનો ચહેરો જોયા વિના જ એ આરામ ફરમાવી લેતું હોય છે. ઉપરાંત, સવારે વહેલા સ્કુલ બસ પકડવા ઉઠે ત્યારે પપ્પા સુતા હોય અને બાળક ચાલ્યું જાય.
પિતા-પુત્રનો ભેટો જ નથી થતો તો લાગણીઓ અને પ્રેમનું શેરીંગ કઈ રીતે થવાનું? જિંદગી જીવવી એ પિતા પોતાના બાળકને કઈ રીતે શીખવવાના? ગમે તેવી મુશ્કેલીમાં પોતાનો બાપ તેની સાથે છે એ અહેસાસ જ કઈ રીતે કરાવવાનો? શું માત્ર માતાનો રોલ પોતાના બાળકની મુવીમાં જમવાનું બનાવી આપવાનો અને પિતાનો રોલ માત્ર સ્કુલ-ટ્યુશનની ફીઝ ભરવા સુધી જ સીમિત છે? વિચારોના છોડને ખાતર-પાણી અને સુર્યપ્રકાશ આપીને મોટું વટવૃક્ષ બનાવવાની વ્યવસ્થા જ ખોરવાઈ જાય એ કેમ ચાલે? બિયારણ જ નબળી કક્ષાનું વાવ્યું હોય અને પાક મબલખ મળી રહે એવી અપેક્ષા જ કઈ રીતે રાખી શકાય? પોતાની અપેક્ષાઓના પોટલાઓ હંમેશા બાળક જ પૂરૂં કરે એવી આશાઓ સેવાતી ક્યારે બંધ થશે? શું એ બાળકને તમારા થકી જન્મ મળ્યો એટલે તમે એની લાઈફને ખરીદી લીધી? બસ, પોતાના મિત્રોની સામે ૨ મિનીટ માટે વાહ-વાહી મેળવવા પોતાના બાળકની કમ્પેરીઝન કરવાનું ક્યારે બંધ કરશે? દરેક પોતાની સાથે ભગવાને આપેલું ભાથું લઈને આવ્યા છે એ સમજવાની કોશિશ ક્યારે થશે...? ‘મંત્રદઃ પિતા’ની વ્યાખ્યા પિતા પોતે ક્યારે સાર્થક કરશે?
બસ...દોસ્ત.! જયારે આ પ્રશ્નના જવાબો જયારે તમને મળી જશે ત્યારે નિઃશંકપણે કહી શકાય કે ‘વસુધૈવ કુટુમ્બકમ’ ની ભાવના ભારતવર્ષમાં સ્થાપિત થશે. ફરીથી ભારત બીલોન્ગ્ઝ ટુ ‘જગદગુરૂ’ પહોચે તો પણ નવાઈ નહિ...! પણ શરતો ઉપર પ્રમાણે છે.
-ઃ મોચા કોફી :-
“‘રામાયણ’ એ ઉંબરાની અંદર અને ‘મહાભારત’ ઉંબરાની બહાર કઈ રીતે જીવવું એ શીખવે છે.”
* કંદર્પ પટેલ *
પ્રાઈમ ટાઈમ
* હેલી વોરા *
ઈ-દ્બટ્ઠૈઙ્મઃ ર્દૃટ્ઠિરીઙ્મૈ૧૯૮૨જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ
વિષમ વીષાણું
૨૦૧૬ નું નવું વર્ષ સર્વ વાચક મિત્રોને માટે સ્વાસ્થ્યપ્રદ રહે તેવી સૌ પ્રથમ તો સર્વેને શુભકામના. નબળું અને રોગી શરીર હોય તો આપણા નવા વર્ષના બધા ગોલની ગુગલી બોલી જાય અને બીજું એ કે દિન પ્રતિદિન મેડીકલ સુવિધાઓ જેટલી ઝડપથી વિકસી રહી છે તે જ ઝડપથી ખર્ચાળ પણ બની રહી છે. એટલે આપણું શરીર અને ખિસ્સું બંને ખખડી પડે તેવી શક્યતા ખરી. અન્ય એક મહત્વની બાબત એ છે કે નબળું સ્વસ્થ્ય આપણું મનોબળ ઢીલું પાડી શકે અને એ એક ખતરનાક બાબત છે.
સામાન્ય સ્વાસ્થ્યને સૌથી વધુ જોખમ ‘ઇન્ફેકશન’થી રહે છે. આ ઇન્ફેકશનનો ફેલાવો ખોરાક, પાણી અને હવાથી ભલે થાય પણ તેના મૂળ માં આપણી આસપાસ હજારો ની સંખ્યામાં ફરતા ટચુકડા શેતાન જીવાણુઓ છે. પ્રોટોઝુઆ, ફન્ગસ, બેક્ટેરિયા , વાયરસ જેવા અનેક પ્રકારના કિટાણુંઓ પૈકી સૌથી ખરાબ, સૌથી શાતીર, સૌથી ઝેરીલા હોય તો વાયરસ. બાકીના બીજા માંથી અમુક આપણે મદદરૂપ પણ થાય પણ આ વાયરસ તો ‘રામાયણ’ ‘મહાભારત’ ના દાનવો ના વંશજો જેવા. એમની વૃત્તિ જ નુકસાન કરવાની. કોઈનું ભલું એમનાથી થાય જ નહિ. એટલે જ એમનું નામ વિષાણું. એક વખત એમને શરીરમાં એન્ટ્રી મળે એટલે શરીરનું ઓપેરેશન કરી નાખે અને પેલા મહાભારતના જરાસંધ જેવા જીદ્દી પણ ખરા કે જેને ભીમ ચીરીને ફેંકે તોયે મારો વ્હાલો પાછો જોડાઈ જાય. એમ આ ઝેરના પડીકાઓ પણ જલ્દીથી મચક ના આપે. આપણી દશા બેસાડી દે. એઈડસ થી લઈને સ્વાઇન ફ્લુ સુધીના જાણ્યા અજાણ્યા રોગોના આ વાઇરસો એ એકસામટા હજારો માણસોનો ખાત્મો બોલાવી દીધો હોવાના દાખલા આપણી નજર સામે છે. આ વાઈરસની સામે પ્રતિકાર માટે રસીઓ સતત શોધાતી રહે છે, રીસર્ચ સતત ચાલુ જ છે. અને સફળતા પણ મળે છે જેનો ઉત્તમ દાખલો છે “શીતળા”.તમને આંકડો અતિશયોક્તિભર્યો લાગશે પરંતુ શીતળાએ તેમના એક સૈકાના યુવાની કાળમાં ચાલીસ થી પચાસ કરોડ લોકોનો ભોગ લીધેલો છે. ફક્ત એ સૈકા પહેલા અને પછીનો આંકડો તો અલગ. મહાન સિકન્દર અને તેના સૈન્યને ભોયભેગું કરવામાં આ શીતળાનો સિંહ ફાળો છે. બેબીલોનમાં રોકાણ દરમિયાન એલેકઝાન્ડર અને તેના ઘણાખરા સૈનિકો શીતળાના તાવમાં માર્યા ગયા હોવાનું ઈતિહાસમાં વાંચેલું છે. અને નેતૃત્વના અભાવે આખા સામ્રાજ્યનું અસ્તિત્વ ભુંસાઈ ગયેલું. કહે છે કે રોમની લગભગ ત્રીજા ભાગની વસ્તી શીતળામાં મરણ પામી. પરંતુ આ માનવભરખી વિકરાળ શીતળા વાઇરસને સંપૂર્ણપણે નાથવામાં મેડીકલ સાઈન્સ સફળ રહ્યું છે. બ્રાવો...
શીતળાના વાઇરસને આપણે નાથ્યો તો ગેમ ઓવર કેમ ના થઇ? તેનું કારણ છે કે વાઈરસ જેવો ચાલાક, ખંધો, પૈતરાબાજ અને બહુરૂપી સજીવ આપણી ધરતી પર બીજો એકેય નથી. અનુકુળ સંજોગો ના મળે ત્યારે મીંઢા થઈને ખૂણો પકડી લે અને કાચબાની ઢાલ જેવા કોચલામાં સંતાઈ જાય. દિવસો, મહિનાઓ અને ક્યારેક વર્ષો ના વર્ષો સુધી જાણે નિર્જીવ હોય તેમ કોઈ હવા, પાણી, ખોરાક વિના પડયા રહે અને જેવી અનુકુળતા સર્જાય એટલેકે કોઈ બકરો મળે કે તરત જાગૃત થઇને હુમલો શરૂ કરી દે. વળી, કોઈ પ્રાણી કે વનસ્પતિ શરીરનો વાઈરસ માણસમાં પ્રવેશે તો ભૂખ્યો ના મરે,ધીરે ધીરે પોતાની રચના માનવ શરીરને અનુરૂપ અથવા તો માનવ શરીરને હેરાનગતી કરવાની અનુરૂપ બનાવી લે. જેમ કે, એઈડસનો વાઈરસ ચિમ્પાન્ઝીઓ માંથી કોઈ હબસીના શરીરમાં પ્રવેશ્યો હોવાનું માનવામાં આવે છે. તેજ રીતે સ્વાઈન ફ્લુ ડુક્કર માંથી માનવજાતમાં ફેલાયો છે. બર્ડ ફ્લુ અને ઈ બોલા પણ આજ પ્રકારના ઉદાહરણો છે.
વાઈરસથી થતા કેટલાક રોગો અત્યંત ઘાતક અને જીવલેણ છે, જેમ કે સ્વાઈન ફ્લુ તેમજ ઈબોલા. ફક્ત કેટલાક દિવસોના ઇન્ફેકશનમાં આવા વાઇરસ મનુષ્ય શરીરનો ખાત્મો બોલાવી દે છે, તેમનું નિદાન થઇ ઉપચાર શરૂ થાય એટલામાં તો રામ નામ સત્ય થઇ જાય છે. અને ફેલાવો પણ બુલેટ ટ્રેન જેવો. હવા મારફતે એકસાથે સેંકડોના શરીરમાં ચેપ ફેલાવી દે. આવા અનેક વાઈરસ પૃથ્વી પર અસ્તિત્વ ધરાવે છે. જેમાંના ઘણાની આપણે હજુ પિછાણ જ નથી. આક્સ્મીક સંજોગોમાં તેઓ કયા પ્રાણી માંથી માનવ શરીરમાં ઝંપલાવી હુમલો બોલાવશે તે કહી ના શકાય. અને આવા વાઇરસો એ મારેલા માણસોનો આંકડો નાના મોટા યુદ્ઘોમાં મરેલા માણસોના આંકડાને આંટી મારી જાય તેમ છે.
હવે ખૂબીની વાત એ છે કે આટલા ખતરનાક આખેઆખી પ્રજાતિનો ખાત્મો બોલાવી દેતા વાઈરસ ખુબજ ટચુકડા હોય છે. ફક્ત એક કોષના તેના શરીરમાં ફક્ત એક ક્રોમોઝોમ અને નવ જનીનો હોય છે. જયારે આપણા મનુષ્યના શરીરમાં ૨૩ ક્રોમોઝોમ અને ત્રીસ હજાર જનીનો હોય છે. એક જમાનામાં ફક્ત પ્રાણીસૃષ્ટિમાં રહેતા આવા વાઇરસો આશરે ૧૨૦૦૦ વર્ષ પહેલા વિકાર પામ્યા અને મનુષ્યને પોતાનો યજમાન બનાવવામાં સમર્થ બન્યા. અને આજે સામાન્ય શરદીથી માંડીને એઇડસ કે ઇબોલા સુધીના હજારો વાઈરસો એ આપણા માનવ શરીરોને પપ્પાનું ઘર બનાવી ધામા નાખી દીધા છે. આફ્રિકામાં આવેલા ગીચ જંગલ વિસ્તારોમાં પ્રાણીઓ ને લાગેલા આ પીસાચી વાઇરસો કઈ ઘડીએ માનવ શરીરમાં પ્રવેશે તે નક્કી નહી,ઈનફેક્ટ આફ્રિકાના પછાત પ્રદેશોમાં અનેક વાઇરસો ઓલરેડી ચિત્ર વિચિત્ર રોગોથી પ્રજાને પજવી રહ્યા છે પરંતુ આદિવાસી પ્રકારના આ લોકોના બહારના વિશ્વ સાથેના સમ્પર્કને અભાવે તેમનામાંથી બચી રહ્યા છીએ. પણ ધીરે ધીરે આ પ્રદેશોનો વિકાસ થાય તેમ આવા વાઇરસો આપણા પ્રવાસે આવવાના શરૂ થશે અને આ નકટા મહેમાનો આવે તો પોતાની મરજીથી છે પરંતુ જવાનું નામ લેતા નથી.
હવે આ અસુરોને મારવાના અસ્ત્રોની વાત કરીએ તો જેમ આગળ કહ્યું તેમ દવાઓ અવિરતપણે શોધાઈ રહી છે પણ વાઈરસ બહુરૂપી આયામ ધરાવે છે. દરેક દવા સામે પ્રારંભિક રીતે નબળા પડયા બાદ ધીરે ધીરે દવા સામે ઝીંક જીલવા પોતાના ટચુકડા શરીરમાં અનુકુળ ફેરફારો કરી લે છે અને પછી હુ..હુ..હા..હા.. કરતા પાછી એન્ટ્રી મારે છે. આપણા વડીલો આપણે નારાજગી પૂર્વક કહેતા હોય છે કે હવેની પેઢી દેશી વૈદામાં માનતી નથી તો એમને નમ્રતાપૂર્વક પોતાના વાક્યમાં સુધારો કરવા અનુરોધ છે કે હવેના વાઈરસ દેશી-વિદેશી સેમાય માનતા નથી. વોર ઇઝ ઓન...
હવે આપણા પક્ષે આ વાઇરસ સામે કોઈ બખ્તર ખરૂં? તેનો જવાબ મારા કોમન-સેન્સ પ્રમાણે એવો છે કે બને તેટલી સ્વચ્છતા મદદરૂપ બની શકે,આપણે ભારતીયો જોકે એટલા બુઘ્ધિશાળી છીએ કે પોતાના ઘરને સાફ કરી ફળિયામાં ઉકરડો કરવાને સફાઈ કહીએ છીએ. જાણે ઉકરડામાં થતા જીવાણુઓ એ તેમના ઘરમાં ના પ્રવેશવાના સોગંધ લીધા હોય. રોડ પર અને સરકારી કચેરીઓમાં પાન અને ગળફા થુંકીને સ્માર્ટ ફિલ કરતાં હિન્દુસ્તાનીઓને બીજાના ગળફાના વાઈરસ પોતાને ના લાગવાની પ્રોમીસરી નોટ મળી છે કે શું? આમ સફાઈનો અર્થ સાર્વત્રિક સફાઈ છે. મારી બાજુથી ધક્કો મારીને તારી બાજુ ખસેડી દેવું તેવો નથી. અને આ વાઇરસોને હંફાવવા બીજું કઈ કામ આવે તેમ હોય તો તે છે મજબુત પ્રતિકારશક્તિ. જેવા બહુ આયામી આ વિષાણુંઓ છે તેવી જ બહુ આયામી આપણી ઈમ્યુન સીસ્ટમ છે. ધીરે ધીરે દરેક ઝેરનું મારણ તે વિકસાવી લે છે. મજબુત પ્રતિકાર શક્તિ ઝડપથી કોઈ બારાતુ ચેપને હલ્લો બોલાવવા નથી દેતી. સાત્વિક અને મજબુતી બક્ષતા આહારો અને વિચારો સાથે થોડી શરીર અને દિમાગની કસરત આપણી પ્રતિકારશક્તિને પાવરફુલ બનાવી શકે. “સો સ્ટે પોઝીટીવ સ્ટે હેલ્ધી...”
* હેલી વોરા *
ટેક ટોક
* યશ ઠક્કર *
ઈ-દ્બટ્ઠૈઙ્મઃ અટ્ઠજરષ્ઠ૮જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ
ૐ્ઝ્ર છ૯
નવ વર્ષ હર્ષ નવ
જીવન ઉત્કર્ષ નવ
હરિવંશરાય બચ્ચન સાહેબ ની કવિતા ની લાઈન સાથે વર્ષ ૨૦૧૬ નો આ પહેલો ટેક ટોક આર્ટીકલ. આમજુઓ તો આજે આપણે જે મોબાઈલ ની વાત કરવા જઈ રહ્યા છીએ તે ૨૦૧૫ ના આખરી દિવસોમાં લોન્ચ થયેલો ફોન છે લેકિન કિન્તુ પરંતુ ૨૦૧૬માં આ ફોન ચોક્કસ થી ધૂમ મચાવશે, અને હા છઙ્મી માટે આ ફોન ચોક્કસપણે ભય ની ઘંટડી વગાડી રહ્યો છે. એનું કારણ શું ? એ આગળ આર્ટીકલ માં જ જણાવીશ. ૐ્ઝ્ર છ૯ વિષે પ્રાથમિક ભૂમિકા બાંધવી હોય તો એવું કહી શકાય કે જો તમારૂં બજેટ ૩૦૦૦૦ સુધીનું હોય અને તમારે આઈફોનની મજ્જા લેવી હોય તો ૐ્ઝ્ર છ૯ તમારા માટે જ બન્યો છે સાહેબ. વર્ષ ૨૦૧૫ના છેલ્લા ભાગમાં આ ફોન વિષે અફવાઓ આવવાની શરૂ થઇ હતી અને સમયે તેના જે-તે સ્પેસીફીકેશન હતા તે જોતા આ ફોનની કિંમત ૫૦૦૦૦ સુધી આંકવામાં આવી હતી અને જયારે આ ફોન લોન્ચ થયો તે સમયે તેની કિંમત જાહેર કરતા મને તો એક સુખદ આંચકો લાગ્યો હતો. ૨૯૯૯૦ રૂપિયા ની કિંમત સાથે આ ફોન અત્યારે માત્ર અને માત્ર સ્નેપ્ડીલ ની વેબસાઈટ પર અવેલેબલ છે.
તો,ર્ ંદૃીિ ર્ ૐ્ઝ્ર એ૯....
એચટીસી એ૯ ના ખાસ આકર્ષણની વાત કરીએ તો સૌથી પહેલા તો તે સંપૂર્ણપણે મેટાલિક બોડી ધરાવે છે એટલે હાથમાં થી છટક્યો તો પણ બોડીને નુકશાન નહિ થાય અને હા પ્લાસ્ટિક નથી એટલે નોર્મલ યુઝ કરવામાં પણ સ્ક્રેચ પડવાની શક્યતાઓ નહીવત છે. આ સિવાય આમ જુઓ તો ૩૦૦૦૦ સુધીના બજેટ માં તમને લગભગ બધી જ સુવિધાઓ આ ફોનમાં હાજર મળશે. એચટીસીની કેમેરા ક્વોલીટી હોય કે પછી તેની બુમસાઉન્ડ ઈફેક્ટ હોય અને હવે તો એમાં પણ ફિંગર સ્કેનર આવી જ ગયું છે એટલે આમ જુઓ તો આઈફોન ને પુરેપુરી ટક્કર આપે છે.
કોઈપણ ફોન ને પાવરફુલ બનાવતું હોય તો એ છે તેનું પ્રોસેસર અને રેમ જયારે તેમાં રહેલ ઇન્બીલ્ટ સ્ટોરેજ તેને ખરીદવાનું એક વધુ કારણ બને છે. એચટીસી એ૯ આ બંને મુદ્દે સરળતાથી ટોચનું સ્થાન પ્રાપ્ત કરે છે. ક્વોલ્કોમ સ્નેપ ડરેગોન૬૧૭ અને ૬૪ બીટ ઓકટાકોર પ્રોસેસર આ ફોનને સુપર ફાસ્ટ બનાવે છે, જયારે ૩ જીબી રેમ તમારા મલ્ટી ટાસ્કને એકદમ મખ્ખ્નીયા સ્મુધ અનુભવ આપશે. ઇન્બીલ્ટ સ્ટોરેજ ની વાત કરીએ તો તેના માટે તમને ૩૨ જીબી મળશે અને ૨ ટીબી (ટેરા બાયટ) નો એક્ષ્ટર્નલ સ્ટોરેજ મળશે.
એચટીસી એ૯ ના કેમેરા વિષે વાત કરીએ તો અહિયા પણ એચટીસી દ્વારા ઘણો બદલાવ લાવી દેવાયો છે. ૧૩ મેગાપિક્ષલનો રીઅર કેમેરા હવે સફાયર કવર લેન્સ સાથે ઉપલબ્ધ છે અને તે ખરેખર અદભૂત કામ કરે છે. ફ્રન્ટ કેમેરા અથવા તો સેલ્ફી સ્પેશીયલ કેમેરા હવે માત્ર ૪ મેગાપિક્સલ નો જ છે પણ તે હવે અલ્ટ્રા પિક્સલ સાથે હાજર છે એટલે એમાં પણ તમને ક્લેરીટી મળશે એ વાત નક્કી છે. એચટીસી એ થોડા સમય પહેલા ફ્રન્ટ કેમેરામાં પણ એલીડી ફ્લેશ આપ્યું હતું પણ આ ફોનમાં તે મિસિંગ છે અને આમ જુઓ તો હકીકતે ફ્રન્ટ કેમેરામાં ફ્લેશ ની કોઈ જરૂર નથી હોતી.
એચટીસી એ૯ ની સૌથી ખાસ બાબત વિષે કહું તો હવે એચટીસી એ૯ પણ ફિંગર પ્રિન્ટ સ્કેનર સાથે અવેલેબલ છે એટલે ફોન હવે કદાચ ખોવાઈ જાય અથવા ચોરી થઇ જાય તો તમારા ડેટાને કઈ નુકશાન નહિ થાય એ નક્કી છે. ૫ ઇંચની સ્ક્રીનને પ્રોટેક્ટ કરવા માટે ગોરિલા ગ્લાસ પણ છે એટલે ફોન હાથ માંથી પડી જશે તો પણ ફોનને કઈ નુકશાન નહિ થાય. ૨૧૫૦ એમએચ ની બેટરી તમને લગભગ એક વર્કિંગ દિવસ સુધી તો સપોર્ટ કરશે જ અને જો કદાચ નાં થાય તો ક્વીક્ચાર્જ ૨.૦ નો ઓપ્શન ડીફોલ્ટ મળશે તથા સોફ્ટવેર અપડેટમાં ૩.૦ પણ આવશે તેની એચટીસી દ્વારા અધિકારીક રૂપે જાહેરાત કરી દેવામાં આવી છે. એનડરોઇડ ઓપરેટીંગ સીસ્ટમની વાત કરીએ તો બાય ડીફોલ્ટ તમને માર્શ્મેલોવ મળશે, જોકે એચટીસી સેન્સ ૭ લોન્ચ થઇ જવા છતાં પણ હજુ આ ફોનમાં તમને એચટીસી સેન્સ ૬ જ મળશે.
ફાયનલ કનક્લુઝન આપવાનું હોય તો જો તમારૂં બજેટ ૩૦૦૦૦ સુધી હોય તો એચટીસી એ૯ આંખ બંધ કરીને પણ લઇ લેવાય અને જો બજેટ ૧૫૦૦૦ ના આસપાસ હોય તો પછી નેક્સસ સિક્ષપી સર્વોત્તમ ઓપ્શન છે.
ટેકબીટ :- આ આર્ટીકલ લખાય છે ત્યારે જ અમારા ટેકનીકલ ભમરાએ ઇન્ટરનેટ પર ખુસપુસ કરતા ખોળી કાઢ્યું છે કે એપલ આઈફોન ૭ માં હવે માત્ર હોમ બટન જ નહિ પણ તેના આજુબાજુમાં પણ બેક્લિટ અથવા તો ઓનસ્ક્રીન બટન્સ આપવામાં આવશે.
* યશ ઠક્કર *
ફૂડ સફારી
* આકાંક્ષા ઠાકોર *
ઈ-દ્બટ્ઠૈઙ્મઃ ઙ્ઘીજટ્ઠૈ.ટ્ઠટ્ઠાટ્ઠહાજરટ્ઠ૮૭જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ
‘ગો ગોઆ’
જયારે તમે એક સાચા દિલથી કોઈ જગ્યાને જાણવા એ જગ્યાના પ્રવાસે ગયા હોવ છો, ત્યારે તમે એ સ્થળની નાનામાં નાની વાતને જાણવા માંગો છો. એ જગ્યાની સંસ્કૃતિ, ત્યાંનો ઈતિહાસ બધું જ! ટૂંકા સમયગાળામાં આ બધી વાતો ખૂબ ઊંડાણપૂર્વક જાણવાનો સૌથી સહેલો રસ્તો છે જે તે જગ્યાનું સ્પેશિઅલ ક્વીઝીન ચાખવું, કેમકે કોઈપણ જગ્યાનું ફૂડ એ જગ્યાની સંસ્કૃતિ અને પરમ્પરાને સાથે લઈને ચાલે છે, હંમેશા!
તેથી જ, તમે જયારે હિન્દુસ્તાનના સૌથી પ્રખ્યાત બીચ ડેસ્ટીનેશન પર હોવ, અને તમે પણ એક સાચા ‘ફૂડી’ હોવ, તો ગોઆ સાચા અર્થમાં તમારે માટે ધરતી પરનું સ્વર્ગ છે. ગોઅન ક્વીઝીન, ગોઆ જેટલું જ અદ્ભુત છે. અહીના ખાન-પાનમાં તમને હિન્દુ, ખ્રિસ્તી, મુસ્લિમ અને પોર્ટુગીઝ સંસ્કૃતિના સ્વાદો એકસાથે ભેગા થતા જોવા મળે છે.
ગોઅન વાનગીઓનો સ્વાદ તમારા સ્વાદેન્દ્રિયને ઝણઝણાવી દે તેવો હોય છે. મસાલાનો છૂટથી કરવામાં આવતો ઉપયોગ, અહીની વાનગીઓને એક વિશિષ્ટ સ્વાદ આપે છે. અહીના લોકો ફક્ત ખાવામાં જ નહિ, પરંતુ ખાવાનું બનાવવામાં પણ એટલો જ આનંદ પામે છે. અહી લોકો, નવી તકનીક ઉપલબ્ધ હોવા છતાં પણ, ઘણી વાનગીઓ પારંપરિક રીતે જ, એટલે કે માટીના વાસણમાં, ચૂલા પર જ બનાવે છે. તેઓ માણે છે કે પારંપરિક તકનીકથી સ્વાદમાં વધારો થાય છે. અહીની પ્રજા મુખ્યત્વે ચોખા/ભાત, કરી અને ફિશની વાનગીઓ સ્ટેપલ ફૂડ તરીકે લે છે, પરંતુ કોંકણનો ફળદ્રુપ સમુદ્રકિનારો અનેક એવી સામગ્રી પૂરી પાડે છે જે ગોઅન ક્વીઝીન માટે ખૂબ જ મહત્વની છે. ગોઅન ફૂડની સાચી ઓળખ વિવિધ કરી, ફીશ, ચોખા, કોકમ, વિવિધ સુગંધિત મસાલા, જાત-જાતના અથાણા, કોકોનટ મિલ્ક, આમલી, પામ વિનેગર અને ચટણીની વિશાળ શ્રેણી છે.
ગોઅન ક્વીઝીન શાકાહારીઓ માટે પણ એટલું જ ઉદાર છે, જેટલું તે માંસાહારીઓ માટે છે. કેટલીક જાણીતી શાકાહારી વાનગીઓમાં મશરૂમ તોન્ડક, ઉનેદ, સન્ના, બ્રેડફ્રૂટ કરી, સુશેલ અને કરાઠીઆચો કુવલ પ્રખ્યાત છે. આ ઉપરાંત વિન્ડાલૂ અને ઝાકુટીના શાકાહારી વર્ઝન પણ હવે ખૂબ સરળતાથી મળે છે. (એક આડવાતઃ ગોઅન ક્વીઝીન ચાખવા માટે અમદાવાદના આલ્ફા-વન મોલમાં આવેલી અત્તીલ રેસ્ટોરન્ટ મસ્ત જગ્યા છે) બિબીન્કા,તવસલી અને ધોનોસ એ મારા જેવા મીઠાઈના શોખીન માટે ગોઆની ભેટ છે.
આજે આપણે મશરૂમ વિન્ડાલૂ અને તવસલી બનાવતા શીખીશું. મશરૂમ વિન્દાલુમાં પોર્ટુગીઝ સ્વાદ માણવા મળશે, જયારે તવસલી કાકડીમાંથી બનાવવામાં આવતી મીઠાઈ છે.
મશરૂમ વિન્ડાલૂઃ
સામગ્રીઃ
વિન્ડાલૂ પેસ્ટ માટેઃ
• ૧૦-૧૧ કાશ્મીરી લાલ મરચાં
• ૨ ટેબલસ્પૂન આખા ધાણા
• ૧ ટેબલસ્પૂન જીરૂં
• ૪ લવિંગ
• ૨ ઇંચ આદુનો ટુકડો
• ૧૧-૧૨ મધ્યમ કદની લસણની કળી
• ૧ ટીસ્પૂન હળદર પાવડર
• ૩ ટેબલસ્પૂન વિનેગર
વિન્ડાલૂ માટેઃ
•, બટન મશરૂમ્સ ૨ પેકેટ, સાફ કરીને સમારેલા
• ૨ મધ્યમ કદના બટાટા, સમારેલા
• ૨ મધ્યમ કદની ડુંગળી, સમારેલી
• ૨ લીલા મરચાં, સમારેલા
• ૪ એલચી
• ૪-૫ લવિંગ
• ૧૦-૧૨ કાળા મરી
• ખ કપ તેલ
• ઘ કપ સમારેલી કોથમીરના પાંદડા
• ૨ થી ૩ કપ પાણી (જો તમે પાતળા કરી બનાવવા માંગતા હોય તો વધુ પાણી ઉમેરો)
• મીઠું સ્વાદ મુજબ
રીતઃ
વિન્ડાલૂ મસાલાની પેસ્ટ માટે જણાવેલી તમામ સામગ્રીને વિનેગર નાખીને વાટી લો.
એક પેનમાં તેલ ગરમ કરી તેમાં બટાકાને તળી લો, વધારાનું તેલ નીતારી બાજુમાં રાખો.
તે જ પેનમાં એલચી, લવિંગ અને આખા મરીને સાંતળો, તે સંતળાવા લાગે એટલે તેમાં સમારેલી ડુંગળી ઉમેરી તે પારદર્શક થાય ત્યાંસુધી સાંતળો.
હવે તેમાં તૈયાર કરેલી મસાલાની પેસ્ટ ઉમેરો અને તેને ૧૨-૧૫ મિનીટ માટે ધીમા તાપે સાંતળો, પેસ્ટ બળી ના જાય તે માટે તેને વચ્ચે વચ્ચે હલાવતા રહો.
આ પેસ્ટમાં લીલા મરચા અને મશરૂમ ઉમેરી, બરાબર મિક્સ કરો. મશરૂમને ૮-૧૦ મિનીટ માટે હલાવતા રહો.
તેમાં પાણી અને મીઠું ઉમેરી, ગ્રેવીને ૧૦-૧૨ મિનીટ માટે ખદખદવા દો.
હવે તેમાં તળેલા બટાકા ઉમેરી ૧ મિનીટ માટે ખદખદવા દો.
સમારેલી કોથમીર વડે સજાવી, ગરમાગરમ સર્વ કરો.
તવસલીઃ
સામગ્રીઃ
• ૧.૫ કપ સોજી
• ૧.૫ કપ ઓર્ગેનિક ગોળનો પાવડર/ભુક્કો
• ૪-૫ લીલી એલચી
• ખ કપ ખમણેલું તાજા નાળિયેર
• ૨ કપ ઠાંસોઠાંસ ભરેલી, ખમણેલી કાકડી, - સાદી અથવા ખીરા કાકડી (જો ખીર કાકડી વાપરો તો તેને બીજ કાઢીને ખમણવી )
• ભ ટીસ્પૂન જીરૂં પાવડર
• ૨ થી ૩ ટેબલસ્પૂન કાજુ (વૈકલ્પિક)
• ઘ ટીસ્પૂન નાળિયેરનું તેલ, પેન ને ગ્રીસ કરવા માટે.
રીતઃ
રવાને સુગંધ આવે ત્યાંસુધી શેકીને બાજુ પર રાખો. એલચીમાંથી દાણા કાઢી તેનો ભૂકો કરો.
હવે એક બાઉલમાં રવો લો, તેમાં ખમણેલી કાકડી (પાણી સાથે), ખમણેલું નારિયેળ, સમારેલા કાજુ અને ગોળનો પાવડર ઉમેરી બરાબર ભેળવી દો.
તેમાં એલચીનો ભૂકો અને જીરા પાવડર ઉમેરી બરાબર ભેળવો, જેથી એમાં કોઈ ગઠઠા ન રહે. મિશ્રણ બહુ જાડું કે બહુ પાતળું ન હોવું જોઈએ,જરૂર લાગે તો તેમાં થોડું દૂધ ઉમેરી પાતળું કરી શકાય.
હવે પ્રેશર કૂકરમાં લગભગ ૩ થી ૩.૫ કપ પાણી ગરમ કરો.
એક પેનને નારિયેળના તેલથી ગ્રીસ કરી તેમાં આ મિશ્રણ રેડો.
પેનને કૂકરમાં મૂકી, બરાબર ઢાંકી લો, કૂકરમાં વિહ્સ્લ લગાવવી નહિ.
મિશ્રણને ૩૦ થી ૪૦ મિનીટ માટે પકવવા દો, જયારે તેમાં છરી નાખતા, છરી એકદમ સાફ બહાર આવે ત્યારે તવસલી તૈયાર છે.
કૂકરમાંથી કાઢી, થોડી અથવા પૂરેપૂરી ઠંડી પડે એટલે તેના ટુકડા કરી સર્વ કરો.
* આકાંક્ષા ઠાકોર *
મિર્ચી ક્યારો
* યશવંત ઠક્કર *
ઈ-દ્બટ્ઠૈઙ્મઃ ટ્ઠજટ્ઠિઅષ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ
મિર્ચી ક્યારો
‘તમે કોણ બોલો છો?’
‘હલો...’
‘હેલો, કોણ બોલો છો?’
‘તમે કોણ બોલો છો?’
‘તમે કોણ બોલો છો એ કહોને.’
‘તમે કહો તો કશો વાંધો છે?’
‘વાંધો કશો નથી. પણ ફોન તમે કર્યો છે તો તમારે કહેવું જોઈએને કે તમે કોણ બોલો છો.’
‘ચાલો, હું કહી દઉં કે હું કોણ બોલું છું. એમાં શું ફેર પડવાનો છે ભલા માણસ..’
‘ફેર ભલે ન પડે પણ તમે ફોન કર્યો છે એટલે તમારી ફરજ છે.’
‘શાની ફરજ?’
‘કહેવાની ફરજ. બીજી શાની?’
‘શું કહેવાની?’
‘એ કહેવાની કે તમે કોણ બોલો છો?’
‘એ તો મેં પહેલા જ કહ્યું કે તમે કોણ બોલો છો.’
‘એમ નહીં.’
‘એમ નહીં તો કેમ?’
‘તમારે તમારૂં નામ કહેવાની ફરજ છે?’
‘ફરજ તો આપણી ઘણી હોય છે પણ બધી ફરજનું પાલન આપણે કરીએ છીએ ખરા?’
‘બીજી બધી વાત કર્યા વગર તમે તમારૂં નામ કહોને.’
‘નામ તો કહીશ પણ પહેલાં તમે મારા સવાલનો જવાબ આપો.’
‘ક્યા સવાલનો?’
‘બહુ ભુલકણા લાગો છો. મેં હમણાં જ તમને પૂછ્યું કે આપણે આપણી બધી ફરજનું પાલન કરીએ છીએ ખરા? જવાબ આપો.’
‘મારે તમારા સવાલનો જવાબ શા માટે આપવો જોઈએ?’
‘તો પછી મારે તમારા સવાલનો જવાબ શા માટે આપવો જોઈએ?’
‘ક્યા સવાલનો?’
‘કેમ? તમે મને સવાલ નહોતો કર્યો કે તમે કોણ બોલો છો? બહુ ભુલકણા લાગો છો.’
‘અરે ભાઈ! એ તો તમે ફોન કરીને મને પૂછતા હતા કે તમે કોણ બોલો છો. એટલે મેં તમને પૂછ્યું કે તમે કોણ બોલ છો. આટલી સાદીસીધી વાતનો તમે ગૂંચવાડો કેમ કરો છો?’
‘ગૂંચવાડો હું નથી કરતો. તમે કરો છો.’
‘હું ગૂંચવાડો કરૂં છું?’
‘ગૂંચવાડો તો તમે જ કરો છોને? મેં તમને પૂછ્યું કે કોણ બોલો છો તો તમારે કહેવાય નહી કે તમે કોણ બોલો છો?”
‘પણ મારે શા માટે કહેવું જોઈએ?ફોન તમે કર્યો છે તો તમારે કહેવું જોઈએને?’
‘મહાશય, તમને નથી લાગતું કે આપણે એકબીજા પર દોષારોપણ કરવામાં આપણો કિંમતી વખત વેડફી રહ્યા છીએ?’
‘એ તો તમારે વિચારવું જોઈએને?’
‘કેમ એવું? માત્ર મારે જ વિચારવાનું? તમારે કેમ નહીં વિચારવાનું?’
‘કારણ કે ફોન તમે કર્યો છે.’
‘ફોન મેં કર્યો છે એટલે માત્ર મારે જ વિચારવાનું. તમારે નહીં વિચારવાનું?’
‘મારે વળી શું વિચારવાનું?’
‘ફરી ભૂલી ગયા? એ વિચારવાનું કે કે આપણે એકબીજા પર દોષારોપણ કરવામાં આપણો કિંમતી વખત વેડફી રહ્યા છીએ.’
‘મારો તો સમય વેડફાઈ રહ્યો છે પણ તમારા તો પૈસા વેડફાઈ રહ્યા છે. એનો વિચાર કરોને.’
‘હું વગર વિચાર્યે કશું કરતો જ નથી. પૈસા વેડફવા માટે તો મેં ફોન કર્યો છે.’
‘પૈસા વધારાના લાગે છે?’
‘હા, પૈસા પણ વધારાના છે અને વખત પણ વધારાનો છે.’
‘હું સમજ્યો નહીં.’
‘હું સમજાવું. એક મહિના પહેલાં મેં મારા મોબાઇલમાં રિચાર્જ કરાવ્યું ત્યારે મને જે ટૉક્ ટાઇમ મળ્યો હતો એ ટૉક્ ટાઈમ વાપરી નાખવાનો આજે છેલ્લો દિવસ છે. બોલો મારી પાસે વધારાનો વખત છે કે નહીં?’
‘તમારો વધારાનો ટૉક્ ટાઈમ વાપરી નાખવા માટે તમને હું જ મળ્યો?’
‘હા. તમારા જેવા સજ્જ્ન મને મળ્યા એ બદલ હું મારી જાતને નસીબદાર સમજુ છું.’
‘હું સજ્જન?’
‘તમે સજ્જન ન હોત તો અત્યાર સુધી મારી સાથે આટલી વાત કરી હોત? એ પણ શાંતિથી. મિત્ર, મેં તમને ત્રાસ આપ્યો છે એ બદલ હું તમારી ક્ષમા માંગુ છું.’
‘ક્ષમા માંગવાની કોઈ જરૂર નથી ભાઈ. મને જરાય ત્રાસ નથી થયો. તમારો ફોન આવવાથી ઊલટાનું મને બહુ જ સારૂં લાગ્યું છે.’
‘બહુ જ વિચિત્ર વાત કરો છો. મેં તમને ફાલતુ ફોન કર્યો છતાંય તમને સારૂં લાગ્યું?’
‘હા ભાઈ. ફાલતુ તો ફાલતુ. તમે ફોન તો કર્યોને? મને ફાલતુ ફોન કરનાર પણ આ દુનિયામાં કોઈ નહોતું. તમે એક મળ્યા. એ મારાં નસીબને?’
‘આ ભરી દુનિયામાં તમે સાવ એકલા લાગો છો?’
‘સાવ કહેતાં સાવ એકલો છું ભાઈ.’
‘સ્વજનો બધાં ક્યાં ગયાં?’
‘બધાં જુદાં થઈ ગયાં છે. કોઈ મરીને તો કોઈ જીવતાં રહીને. બસ હવે તો સુખદુઃખનો સાથી આ ખૂણામાં પડેલો ફોન છે. એને જોઈ જોઈને જીવન વિતાવું છું. ઘણા દિવસે એ રણક્યો એટલે મેં હોંશે હોંશે ઉપાડયો. તમારી સાથે આટલી વાત થઈ તો લાગ્યું કે દુનિયામાં કોઈ તો વાત કરનારૂં છે.’
‘ફોન સાથે બહુ માયા લાગે છે?’
‘કેમ ન હોય? આખી જિંદગી ફોન સાથે પનારો પાડયો છે.’
‘સમજાયું નહીં.’
‘સમજાવું છું. હું એસટી ખાતામાં ઇન્ક્વાયરીનો ફોન ઉપાડવાની નોકરી કરતો હતો. નિવૃત્ત થઈ ગયો છું. સતત રણકતા ફોન સામે બેસનારો હવે સાવ મૂંગાં ફોન સામે બેસી રહું છું.’
‘ઇન્કવાયરીના ફોન ઉપાડવાની નોકરી! એકદમ કંટાળાજનક અને ત્રાસ આપનારી નહોતી લાગતી?’
‘પહેલાં લાગતી હતી. બસના ટાઈમ પૂછી પૂછીને લોકો મારો દમ કાઢી નાખતા હોય એવું લાગતું હતું. કેટલાંક તો બસના ટાઈમના બદલે બીજી જાતજાતની ઇન્ક્વાયરી કરતા હતા. સલમાનખાનના લગ્ન ક્યારે થશે? પેટ્રોલના ભાવ ઘટ્યા છે? ચૂંટણીનું પરિણામ કેવું આવશે? ડુંગળી ખાધા વગર જીવી ન શકાય? જાણે હું બધું જ જાણીને જ બેઠો હોઉં. શરૂઆતમાં ગુસ્સો પણ આવતો હતો. પણ પછી એવા વિચિત્ર લોકો સામે હું પણ વિચિત્ર થવા લાગ્યો એટલે ગુસ્સો ઓછો થઈ ગયો.’
‘તમને એ અનુભવ આજે મારા જેવા વિચિત્ર માણસ સાથે વાતો કરવામાં કામ લાગ્યો. કહેવાય છે ને કે શીખેલું ક્યારેય નકામું નથી જતું. અરે હા મિત્ર, એક ચેતવણી આપી દઉં છું કે મારો ટૉક્ ટાઈમ ખલાસ થશે તો આપણી વાત ગમે ત્યારે અટકી પડશે.’
‘હું તો ઈચ્છું કે ટૉક્ ટાઈમ ખલાસ જ ન થાય. પણ મને લાગે છે કે તમારે ટૉક્ ટાઈમ ખલાસ જ કરવો હોય તો કોઈ સગાવહાલાં સાથે વાત કરવી જોઈએ.’
‘હું પણ આ દુનીયામાં તમારી જેમ જ એકલો છું મિત્ર. મારાં સગાંવહાલાં છે તે ન હોવા બરાબર છે. તેઓ મારી વાત સાંભળવા તૈયાર નથી અને હું મૌન રહી શકતો નથી. હું મારી આજસુધીની જિંદગીમાં બોલ બોલ કરતો હતો. હવે મૌન કેવી રીતે રહી શકું?’
‘ તમે શા માટે બોલ બોલ કરતા હતા?’
‘કારણ કે હું એક વક્તા હતો. કોઈ પણ વિષય પર હું વક્તવ્ય આપી શકતો હતો. મારૂં કામ જ વક્તવ્યો આપવાનું અને વાર્તાલાપ કરવાનું હતું. માર્કેટમાં બીજા નવા લોકો આવ્યા એટલે મને કામ નથી મળતું. હવે મને કોઈ બોલાવતું નથી અને હું બોલ્યા વગર રહી શકતો નથી. એટલે તમારી સાથે વાર્તાલાપ કર્યો એ રીતે અજાણ્યા લોકો સાથે વાર્તાલાપ કરવાનો પ્રયાસ કરૂં છું.’
‘તો તો મારી જેમ બીજા મિત્રો પણ બનાવ્યા હશે?’
‘બધા તમારી જેવા નથી હોતા. સહેજ વાતચીત થાય એટલી વારમાં તો અકળાઈ જાય છે. કોઈની પાસે સમય જ નથી કે કોઈ મતલબ વગરની વાત કરે. બહુ ગુસ્સે થઈ જાય છે. તમને નથી લાગતું લોકોમાં અસહિષ્ણુતા વધી ગઈ હોય? અરે! મિત્ર, લાગે છે કે મારો ટૉક્ ટાઈમ ખલાસ થવા આવ્યો છે. આપણો સંપર્ક ગમે ત્યારે તૂટી શકે છે. પણ તમે ચિંતા ન કરશો. હું ફરી રિચાર્જ કરાવીશ. ફરી ટૉક્ ટાઈમ મેળવીશ અને ફરી તમારી સાથે વાતચીત કરીશ.’
‘હું રાહ જોઈશ. હલો હલો તમારૂં નામ શું? તમે કોણ બોલો છો? હલો હલો હલો...’
* યશવંત ઠક્કર *