કથાકડી
લિમ્કા બૂક ઓફ રેકોર્ડ માં સ્થાન મેળવનાર અનોખો વિચાર
© COPYRIGHTS
This book is copyrighted content of the concerned author as well as Matrubharti.
Matrubharti has exclusive digital publishing rights of this book.
Any illegal copies in physical or digital format are strictly prohibited.
Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.
કથાકડી
લિમ્કા બૂક ઓફ રેકોર્ડ માં સ્થાન મેળવનાર અનોખો વિચાર
ફેસબુક પર થયેલું એક અદ્દભુત સર્જનાત્મક લેખન કાર્ય .
અલગ અલગ દેશો , પ્રદેશો , રાજ્યો અને શહેરોમાં રહેતા એકબીજાથી સાવ અજાણ્યા ,કદાચ ફેસબુક મિત્રો પણ ન હોય ,લેખકો પણ ન હોય એવા લોકો મળીને વાર્તાની એક પછી એક લખે ..ઓનલાઈન વર્કશોપ કરે , સુધારા કરે ,નિસ્વાર્થભાવે બીજાને મદદ કરે , ઉજાગરા કરે અને એમ એક નવલકથા લખતી જાય એવું અજબ કામ શબ્દાવકાશ નામની એક ટોળકીએ કરી બતાવ્યું છે .આજ સુધીમાં કથાકડીની ૫૪ કડીઓ લખાઈ ગઈ છે , હજુ કથા ચાલી રહી છે અને એ ગજબ સિદ્ધિ માટે કથાકડીને લિમ્કાબુક ઓફ રેકોર્ડમાં સ્થાન મળ્યું છે .
ફેસબુકથી લિમ્કાબુક સુધીની સોહામણી સફર એટલે કથાકડી
સાહિત્ય માટે અમે કોઈ મોટું કામ કરી રહ્યા હોય એવો દાવો અમે કરતા નથી. અમે પારંગત હોવાનો દાવો પણ કરતા નથી . આ ફક્ત સર્જનાત્મક સંતોષ માટે કરાતું મસ્તીભર્યું પણ ઉપજાઉ લેખનકાર્ય છે.
આઠ જાન્યુઆરી ૨૦૧૫ શરુ થયેલી આ કથાકડી આજે એની પ્રથમ વર્ષગાંઠ ઉજવી રહી છે ત્યારે માતૃભારતીના વિશાળ અને લોકપ્રિય ફલક પર વિશાળ વાચકગણ સમક્ષ આ પ્રકલ્પ રાખતા અમે હર્ષ અનુભવીએ છીએ .
તમે પહેલી વાર લખતા હો કે સ્થાપિત લેખક હો ..તમારું સ્વાગત છે .
આવો લખીએ ... લખવાનો પ્રયત્ન કરીએ .
- ટીમ શબ્દાવકાશ
કથા કડી
લિમ્કા બૂક ઓફ રેકોર્ડ માં સ્થાન મેળવનાર અનોખો વિચાર
લેખકો માટે નિયમો :
૧. વાર્તાને અનુરૂપ પ્લોટ અને સરળ , શુદ્ધ ભાષાવાળી કડી પસંદ કરવામાં આવશે.
૨. વાર્તાને અનુરૂપ જરૂરી ફેરફાર ટીમ કરશે. પણ લેખકના નામે જ વાર્તા પ્રગટ થશે.
૩. વાર્તા પસંદ કરવાનો સંપૂર્ણ અધિકાર ટીમનો રહેશે.
૪. વાર્તા ન પસંદ કરવાના કારણો આપવામાં નહી આવે.
૫. વાર્તા પસંદ ન થાય તો આગલી કડી લખી શકાય.
૬. પસંદ પામેલ લેખક એકથી વધુ વખત કડી લખી ન શકે
૭. દરેક કડી ૧૦૦૦ શબ્દની હોય એ અપે્રક્ષિત છે .
૮. પસંદગી અંગેના કોઈ સવાલનો જવાબ આપવામાં આવશે નહી.
૯. વાર્તાની કડી વર્ડ ફોર્મેટમાં ટાઇપ કરી મોકલવાની રહેશે.
૧૦. લેખકોએ પોતાની કડી કઅતહઅકઅદા.દ્વનલાનઇરુગમઆલ.ચદ્વમ પર મોકલવી.
૧૧. ટીમને પ્રાપ્ત પ્રથમ ૨૫ કડીઓમાંથી માન્ય ગણવામાં આવશે અને તેમાંથી જ સર્વ-શ્રેષ્ઠ કડીને વિજેતા જાહેર કરી વાર્તામાં કાયમી સ્થાન આપવામાં આવશે,
૧૨. આ કડી સાથે આગલી કડીના મુદ્દાઓ આપ્યા છે તેને અનુસરીને જ પછીના અઠવાડિયાની કડી લખવાની રહેશે
૧૩. જેની કડી ટીમ દ્વારા પસંદ કરવામાં આવશે તે વિજેતા લેખકને માતૃભારતી ૫૦૦ રૂનો પુરસ્કાર આપશે .
કડી : ૧
બહાર માઇનસ પાંચ ડીગ્રી જેવી ગાત્રો થીજાવી નાંખતી ઠંડી અને ઉપરથી સ્નોફોલનાં કારણે વાતાવરણ ઠંડુગાર થઇ ગયેલુ હતું તો અંદર એકબાજુ માંચેસ્ટરના વિલ્મસ્લો રોડ ઉપર પાર્સવૂડમાં એક કાઉંસીલ બ્લોકમાં ઉશ્કેરાટ ભર્યા ઉકળાટનાં કારણે વાતાવરણ ગરમ થયેલું હતું . અંહી સાંજનાં સાડાચાર વાગ્યાનો સૂર્યાસ્ત થઇ જતો હોવાથી અને સ્નોફોલનાં કારણે સ્ટ્રીટ ઉપર માનવ હીલચાલ થંભી ગઇ હતી. ઇંડીયન રેસ્ટરાંની આખી હાટડી જે રોજ ધમધમતી હોય છે આજે કર્ફયૂ ગ્રસ્ત ભાષતી હતી . એકલદોકલ અંગ્રેજ છાટકા યૂવાનો બિયરનાં ટીન હાથમાં રાખીને લાઉડ મ્યૂજીક સાથે પોતાની કન્વર્ટીબલ ઓપન કારમાં નજરે પડતા હતાં .જે સ્મશાનવત શાંત વાતાવરણને ભેંકાર બનાવતા હતાં . ત્યાંજ એક કાઉંસીલ બ્લોકમાં એક ભારેભરખમ અવાજ પડઘાતો હતો . કોર્નર સોફા ઉપર પગ લંબાવીને જોરાવરસિંહ બેઠા હતાં . અને નીચે ગાલીચા ઉપર ચાર વ્યક્તિ બેઠી હતી. જાણે કે એક જાતનો દરબાર અંહી માંચેસ્ટરમાં વિલ્મસ્લો રોડ પર પાર્સવૂડમાં ભરાયો હતો .
‘‘તારામાં કંઇ લાજ શરમ જેવું બચ્યુ છે? છ વર્ષથી અમે અંહી આવીયે છે . તને સમજાવવા આવીયે છે. શેરસપાટા કરવા નથી આવતા. તને કંઇ ભાન છે ખરૂં? ’’ જોરાવરસિંહની ભરાવદાર લાંબી મૂછોમાંથી પડઘાઇને અવાજ વધૂ તિવ્રતાથી બહાર આવતો હતો .’’
‘‘તારો બાપ બાર ગામોનો ધણી છે . એની એક હાંકલે હજારનું ટોળુ એકઠુ થઇ જાય છે . અને તુ ?? લોકોમાં હાંસીપાત્ર બનવુ છે તારે? તુ અંહી હોટલમાં ડીશો સાફ કરે છે. અને લોકો સમજે છે કે કુંવરસાહેબ અંગ્રેજોને ચાકર બનાવીને ઇંગલેન્ડમાં બિજનેસ કરે છે . કુંવરસાહેબનાં વરઘોડા માટે દશ વર્ષથી લોકો રાહ જુવે છે. અઢારમું બેસતા તો હું તારો બાપ બની ગયો હતો . અને તું પાંત્રીસીમાં પણ વાંઢો ફરે છે. ઠાકોરની ઇજ્જતની કોઇ પરવા છે કે નહી તને? હજારો એકર જમીન ને હવેલી સરકારને દાન કરી દઉં? ઠાકોર જોરાવરસિંહની વિરાસતને સાચવવાની, કૂળને આગળ ધપાવવાની તને કદી કોઇ ફીકર થઇ? દશ વરસ થયાં તુ લગ્નની વાત માટે ઠાગાઠૈયા કરે છે . કે પછી તને પણ અંહી આવીને પેલી અંગ્રેજો વાળી આદત પડી ગઇ છે? એવું કંઇ પણ સંભળાયુ તો તારા કટકા કરી નાંખીશ. મારે હવે તારી કોઇ દલીલ સાંભળવી નથી. અને કાલે જ ઇંડીયા આવવાનું છે અમારી સાથે.’’ રાજગઢનાં ઠાકોર જોરાવરસિંહને ક્રોધનાં કારણે અવાજમાં કંપન આવતુ હતું અને લાલઘૂમ ચહેરા પર આંખોમાં લોહી ઉતરી આવ્યું હતું.
નીચે ગાલીચા પર બેઠેલા ચારે માંથી એકેયની મજાલ નહોતી કે વચ્ચે કંઇપણ બોલીને મર્યાદા ભંગ કરે . જોરાવરસિંહને થોડા શાંત પડતાં જોઇને આશૂતોષની માતા ગાયત્રીબા અને ફોઇબા જાણેકે સખત તીખા મરચા ખાધા પછી ઠંડુ પાણી આપતા હોય એ રીતે આશૂતોષને બેટા..બચુ કહીને સમજાવવા લાગ્યા.
’’ તારા બાપૂ કહે છે એ બરાબર જ છે . એ તારા ભલા માટે કહે છે ને ? એમણે તારી ચિંતા છે . તારા સારા માટે તો એ ગુસ્સો કરે છે ને? અને બેટા અમારે તો હવે જેટલા નીકળી ગયા છે એટલા વર્ષ તો કાઢવાનાં છે નહી . દરેક મા-બાપ જેમ અમને પણ અરમાન તો હોયને કે દીકરાનાં હાથ પીળા કરાવીયે. અમારા કૂળદિપકને ખોળામાં રમાડીયે. પછી જ આંખો મિંચાય અમારી. હવે જીદ છોડી દે બેટા . આજ સૂધી તારી બા-સાબએ તારી પાસે કાંઇ નથી માંગ્યુ.’’ અશ્રૂભીની આંખો સાથે ગાયત્રીબા ગળગળા અવાજ સાથે જાણે આજીજી કરી રહયા હતાં .
આશૂતોષ અદબ વાળીને નતમસ્તકે શરણાર્થી બની ગયો હોય એ રીતે બેઠો હતો . આજ સૂધી બાપ સામે ઉંચા અવાજે તો શું પણ આંખોમાં આંખ નાંખી વાત કરવાની હિમ્મત આશૂતોષમાં નહોતી આવી . ધીમાં સ્વરે બોલ્યો ’’ મારો પાસપોર્ટ લોકરમાંથી લઇને આવું .’’ કહેતો ઉભો થયો અને ઓવરકોટ પહેરતો બહાર નીકળ્યો . આમતો ઠંડીનાં કારણે ઉચ્છવાસમાં ગરમ કાર્બન ડાયોકસાઇડ નીકળતો જ હોય છે પણ આજે ઠાકોર જોરાવરસિંસ બાપૂનાં લાલઘૂમ ક્રોધિત ચહેરાનાં કારણે આશૂતોષનાં પાકટ મૂખમાંથી હાડકા ઓગળીને ગરમ વરાળો બહાર આવતી હતી.. મોબાઇલથી જ કેબ બૂક કરાવી અને પાંચ મિનિટમાં કેબ બહાર ગેટ પાસે આવીને ઉભી થઇ ગઇ .
નિર્દેશાનુસાર ટેક્ષી ચિતામહીલ પહોંચીને ઉભી રહી .ઓવરકોટનાં પોકેટમાંથી પાંચ પાઉંડની નોટ ડ્રાઇવરને આપી અને વધેલા પેની લીધા વગર એ ઉતાવળા પગે રોડ ક્રોસ કરીને સામે સડકે આવેલા બિલ્ડીંગમાં એંટર થઇ ગયો . અંહી ઇંગલેન્ડમાં એના સૂખદુખનો સાથીદાર બની ગયેલો પાકિસ્તાની મિત્ર ડોકટર બાશીત રહેતો હતો. છ ફૂટ લાંબો, હંમેશા હસતો રહેતો ગૌરવર્ણી આશૂતોષનો ચહેરો આમ અચાનક ઉતરેલો અને નિષ્તેજ જોઇને બાશીતને ધ્રાસ્કો પડ્યો . ’’ કયા હુઆ ભાઇ? સબ ખેરિયત તો હૈ ના?’’
બાશીતે ગેટમાંથી અંદર જતા પહેલા જ પૂછી લીધું .
’’ તેરે તો અમ્મી અબ્બુ આયે હે ના? તો તૂજે તો બેહદ ખૂશ હોના ચાહીયે‘‘
બાશીતને વધૂ બોલવાની તક આપ્યા વગર જ આશૂતોષ બોલ્યો .
’’ દેખો બાશીત, મેરે પાસ વક્ત બહોત કમ હે, ઔર મૂજે કુછ રાસ્તા નિકાલ દે ભાઇ‘‘
બાશીત આશૂતોષને સોફા પર બેસાડતા જઇને બોલ્યો..’’ હર બાતો કા હલ હે ભાઇ. ઔર ઇંશાઅલ્લાહ જરૂર તેરા મશ્લા હલ હો જાયેગા.‘‘
’’ દેખ બાશીત તેરે કો તો માલૂમ હી હે વો ચાર સાલ સે યહાં લગાતાર હર સાલ આતે હે. ઔર વો બસ એક હી જીદ લે કે આતે હે કી મેરી શાદી કરવાની હે’’ નિરાશ વદને આશૂતોષ બોલ્યો.
’’ અરે, યે તો ખૂશી કી બાત હે. તૂ ઇતના માયૂશ કયૂં હો રહા હે ? ’’ ઉત્સાહ ભર્યા અવાજે બાશીતે કહયું .
‘‘મે શાદી નહિ કર શકતા હું મેરે ભાઇ‘‘
આશૂતોષનો અવાજ એકદમ ગળગળો થઇ ગયો.
’’ કયું? કોઇ ચક્કર હે? કોઇ ઔર લડકી પસંદ હે? યા ફીર હિંદૂસ્તાની પસંદ ના હો તો.પાકિસ્તાની યા કોઇ ગોરી મેમ સે કરવાદું?’’ બાશીતની ઉત્તેજના સાથે મસ્તી વધી રહી હતી .
’’ અરે નહી યાર, મૂજે કોઇ લડકી સે હી શાદી નહી કરની હે.’’ ધડાકો કરતો હોય એ રીતના આશૂતોષ બોલી ગયો .
’’ મતલબ..તુ તો...છુપા રૂસ્તમ નીકલા.તો તુ વો હે?? હાય અલ્લાહ, મરદ કી.શકલમે ઔરત સે મેરી દોસ્તી થી??’’ બાશીત મોટેથી હસવા લાગ્યો...
આશૂતોષ ઉતાવળ્યા અવાજે ખૂલાશા ભર્યા સ્વરે બોલવા લાગ્યો..
’’ અબે ચૂપ કર યાર..ના તો મે ગે હું ના મેરા કીસી સે ભી કોઇ ચક્કર હે. મે કીસી ભી લડકી સે શાદી કરકે ઉસકી જિંદગી નહી બીગાડ શકતા હું . શુરૂઆતી દૌરમે અપને સાથમે જબ કોલગર્લ કે પાસ ગયે થે તબ પતા ચલા. ઔર તબસે મૈને હર કીસમ કા ઇલાજ કરવાયા હે . ઔર ઇસી હી વજહસે મે ઇંડીયા નહી જાતા હું .કી મૂજે શાદી નહી કરની હે. કયૂં કી હર એક હકીમને કેહ દીયા હે કે મૂજે ઇરેકટાઇલ ડીશફંકન હે. આઇ એમ અનએબલ ટુ પર્ફોમ એની કાંઇડ ઓફ સેકસુઅલ એકટ ...’’
-- ઇરફાન સાથિયા
આગલી કડી માટેના મુદ્દાઓ :
૧ ...આશુતોષને ગામડે આવવું પડે. બાશીતની સલાહ
૨ ... માન્ચેસ્ટર કરતા ભારતની આરામદાયક જીવનશૈલી ગમવી
૩ ... ભારતમાં રહી પડે ..લોકપ્રિય બને .રાજકારણમાં ઝંપલાવે
૪ ... લગ્ન માટે માગાં આવે . પિતાજીના ડર અને પ્રભાવથી મંજુરી આપે
૫ ... ૨૦ વર્ષની દેખાવડી મીના સાથે લગ્ન
૬ ... પ્રથમ રાતે આશુતોષ એક શરત મુકે ...