NO WELL: Chapter - 17 in Gujarati Moral Stories by Darshan Nasit books and stories PDF | NO WELL: Chapter-17

Featured Books
  • అరె ఏమైందీ? - 24

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 10

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

  • మనసిచ్చి చూడు - 9

                         మనసిచ్చి చూడు - 09 సమీరా ఉలిక్కిపడి చూస...

  • అరె ఏమైందీ? - 23

    అరె ఏమైందీ? హాట్ హాట్ రొమాంటిక్ థ్రిల్లర్ కొట్ర శివ రామ కృష్...

  • నిరుపమ - 9

    నిరుపమ (కొన్నిరహస్యాలు ఎప్పటికీ రహస్యాలుగానే ఉండిపోతే మంచిది...

Categories
Share

NO WELL: Chapter-17

નો-વેલ

ધ સ્ટોરી ઓફ કન્ફ્યુઝ્ડ યુથ...

(પ્રકરણ - ૧૭)

દર્શન નસીત

darshannasit@gmail.com


વીતેલી ક્ષણો

ગતાંકમા આપ સૌએ જોયું કે શ્યામ નોકરીની શોધ માટે ગયો હોઈ છે ત્યારે કાકાના ઘરે રહેલી ઝરીનનો સળગતો મૃતદેહ શ્યામ જોઇને બેભાન થઈ જાય છે અને હવે આગળ...

પ્રકરણ- ૧૭

ત્રણ કલાક બાદ થીજી ગયેલું હૃદય ગતિમાન થતા શ્યામે આંખ ખોલી. તેની આજુબાજુમાં ઘરમાં રહેલા બધા સભ્યો પ્રત્યક્ષ હાજર હતા. ફૈઝલ સૌથી વધુ નજીકમાં હતો. શ્યામની આંખ સામે ઝરીનનો એ ખૂબસૂરત ચહેરો પળેપળ આવી જતો હતો અને તેના માટે તો એ માનવું મહામુશ્કેલ હતું કે ઝરીન હવે આ દુનિયામાં ન હતી.

તે વારંવાર એક શબ્દનું રટણ કરતો હતો. જાણે તેને ઝરીન સિવાય બીજો એકેય શબ્દ ના આવડતો હોય. હૃદયના ધબકારા પણ તેના સાથ વગર ધબકવા માટે શ્યામને ના પાડવા લાગ્યા. ફૈઝલનો હાથ તેના હાથને આશ્વાસન આપવા જકડાયેલો હતો. ભરતકાકા સિવાય બાકી બધાના ચહેરા પર ઝરીનના મૃત્યુનું દુખની અણસાર પણ નહોતી. પપ્પા બીલાલમામા સાથે બારી પાસે ઉભા રહીને એવી રીતે વાતો કરતા હતા કે જાણે કઈ થયું જ ના હોય.

ફૈઝલનો હાથ છોડીને તે ગેસ્ટરૂમ તરફ દોડયો. દરવાજો ખોલ્યો. બધી વસ્તુઓ હતી તેની તે જ સ્થિતિમાં પડેલી હતી સિવાય કે ઓળખી ના શકાય તેવી રીતે સંપૂર્ણ સળગી ગયેલો મૃતદેહ. રૂમ સવારે હતો તેમ ફરીથી સાફ થઇ ગયો હતો. શ્યામ ત્યાં ઝરીનની શોધ કરતો હતો. એ ઝરીનની કે જેની સાથે તેણે લગ્ન જીવનની શરૂઆતના પુરા ચાર દિવસ પણ નહોતા વિતાવ્યા.

‘મારી ઝરીન ક્યાં?’ શ્યામે પપ્પાને ઉદ્દેશીને પૂછ્યું.

‘હવે તે આ દુનિયામાં નથી રઈ.’ પપ્પા નજીક આવ્યા.

‘હજુ થોડી વાર પહેલા જ અહીં હતી.’

‘તેની દફન વિધિ કરી નાખી છે.’ દફન શબ્દ સંભાળતાની સાથે તેની આંખો પર પાણીનું પાતળું કફન લાગી ગયું અને અંતે કફન ઊડી જતા તે છલકાઈને ગાલ ભીના થઈ ગયા.

‘અંતે તો મારી નાખીને મારી ઝરીનને. તેની સાથેના મારા લગ્ન તમને મંજૂર ના હતા, એટલે તો અમે જયારે તમારી સાથે ઘરેથી સબંધ તોડી નાખ્યા પછી પણ શા માટે અમારી પાછળ પડી ગયા?’ લગ્ન પછી તે બીજીવાર પપ્પાની સામે મન ફાવે તેમ બોલવા લાગ્યો.

‘પણ...’

‘આજ સુધી તમારી નજરમાં તો ફક્ત રાકેશ જ મુખ્ય હતો. તમે ક્યારેય મારી ખુશીઓ શેમાં છે એ પૂછ્યું? હમેશાં રાકેશ તને કેમ છે? કઇ આર્થીક મદદની જરૂર છે ? એવા સવાલ કોઈ દિવસ મને પૂછ્યા? આનંદી સાથે તમને લવમેરેજની છૂટ આપી કેમ તે હિંદુ છે એટલે?’ કોઈ એક પણ શબ્દ બોલવા જાય એ પહેલા શ્યામે બોલવાનું શરૂ રાખ્યું.

‘હા, છૂટ આપી. સમાજમાં પ્રતિષ્ઠા મુખ્ય છે. જયારે તે ઝરીનની સાથે લગ્ન કર્યા ત્યારથી ગામમાં બધા પાસેથી એક જ વાત સાંભળવા મળે કે શ્યામ, પરધર્મની છોકરી સાથે ભાગી ગયો.’

‘ધર્મના નામે ધતિંગ કેવા માંડ્યા છે, અમે અમારી રીતે ખુશ રહેવા માંગતા હતા.’ હવે ઝરીનના પ્રેમની અસર શ્યામને અનહદ ગુસ્સા તરફ ખેંચતી જતી હતી. પપ્પાનો હાથ શ્યામ પર ઉપડી ગયો હોત પણ તેમણે પરીસ્થિતિ ધ્યાનમાં રાખી ગુસ્સો દબાવવા કોશિશ કરી.

રાકેશ, ભરતકાકાની બાજુમાં શાંતિથી સાંભળતો હતો જેમ કે તેને ઝરીનના મૃત્યુના અનુસંધાનમાં કઇ ખબર ના હોઈ. બિલાલમામાના થોડાથોડા ધ્રુજતા હોઠ પરથી તે કઈક બોલવા માંગતા હોઈ તેવું લાગતા શ્યામે પૂછ્યું. ’બોલો તમારે કઇ કેવાનું બાકી રહી ગયું હોય તો?’

‘શું બોલવાનું?’

‘ઝરીનને મારવામાં તમને કેટલો ફાયદો અને તમારો હાથ કેટલો?.’

‘હશે જ ને. જે વ્યક્તિ ૩૦૦ કિલોમીટર દૂર રહીને મારી નાખો, મારી નાખો એ શબ્દનું રટણ કરતો હોય અને સામે આવે ત્યારે તેને જિંદગી કઇ રીતે બક્ષે?’ ફૈઝલ માટે ઝરીન સગી બહેન કરતા પણ વધું હતી. તેથી તે રહી ના શકતા બોલી ગયો.

‘એટલે તું એમ બોલે છે કે અમેં મારી નાખી?’

‘કદાચ, પોતાની ભાણકીને ઘરની વહું બનાવવા માટે તમે ઘણા પ્રયત્નો કર્યા. તેના પણ સપના હતા. તમે તેને પણ તેની સાથે બાળી નાખ્યા.’ શ્યામને ઝરીનની મામા વિષે દરેક વાતો યાદ આવી જે તેણે પોતાનું દર્દ બાંટવા માટે છુપીછુપીને ફોનમાં તો કેટલીક કોલેજમાં કરી હતી.

‘અમે જયારે ઘરે આવ્યા ત્યારે તે રૂમની અંદર હતી.’ મામાએ બચાવ કરતા કહ્યું.

‘તમે અમદાવાદ બંનેને મારવા માટે આવ્યા હતા ને!’ ફૈઝલે કહ્યું.

‘તને પણ એટલે જ મોકલ્યો હતો. એ વાતનો ઉલ્લેખ તું કેમ ક્યાય નથી કરતો? મેં જે કઈ વિચાર્યું એ બધું તારા માટે જ. ચલાલાથી અહી પહોંચ્યા ત્યાં સુધીમાં તે અમને દરેક વખતે ઝરીન અને શ્યામની દરેક હલચલથી વાકેફ કર્યા. બંને શું કરે છે? કઈ જગ્યાએ છે? કોઈની સહાય છે કે નહિ અને બસમાં આવતી વખતે તારા છેલ્લા ફોનથી અમને કહ્યું કે શક્ય એટલી ઝડપ કરો. જેથી તું તારી સાથે નિકાહ ના કરનારને મારીને બધો આક્ષેપ અમારા ઉપર નાખી શકે.’ મામાએ ઝરીનને મારવા માટેના કાવતરાની વાત ખોલી.

ઝરીનના મૃત્યુની શકભરી નજર ફૈઝલ પર પહોચી કે ફોનમાં રીંગ વાગવાની શરૂ થઇ. કાકા ખુરશી પર નિશબ્દ બેસીને રહીને ઝઘડો જોઈ રહ્યા હતા.

‘હા, સર. બધું કામ પતિ ગયું છે અમદાવાદમાં બસ હવે થોડુ કામ બાકી છે.’ રાકેશે ફોન રીસીવ કર્યો. થોડીવાર સામેથી વાત સંભાળવા અટકીને તેને સામેની તરફ જણાવ્યું કે ઝરીન હવે દુનિયામાં નથી.

‘રાકેશ, તું તો નથી ને?’ ફૈઝલે ઊંચા અવાજે પૂછ્યું.

‘શુ, હું નથી ને?’

‘ઝરીનના મૃત્યુ માટે જવાબદાર.’ શ્યામે રાકેશ તરફ નજર ફેરવી.

રાકેશે નકારમાં માથું ધુણાવતા કહ્યું ‘હું શુ કામ મારું?’

‘તને જ ખટકે છે. બે અલગ ધર્મના વ્યક્તિઓ સાથે હોઈ અને બીજું એ કે ઝરીનના મૃત્યુ સમયે સૌથી પેલો તું જ એની નજીક હતો.’ ફૈઝલે બે વરસ પહેલા વિદ્યાનગરની ઘટનાઓને વર્તમાન સાથે જોડી.

બધાની સાથે ભરતકાકાની નજર હવે રાકેશ પર આવતાની સાથે તેઓં બોલ્યા. ‘તને યાદ હોય તો મેં તને પહેલેથી ચેતવ્યો હતો કે તું જી.એસ.બને તો કોઈ સારા રાજકારણીની માફક વર્તજે પણ આ ફૈઝલ પાસેથી હું શું સાંભળું છું.’

‘પણ મને જે ના પસંદ હોય તે હું કઇ રીતે ચલાવી લઉં? અને જીતવા માટે તો ગમે તે કરવું પડે. જયારે શિલ્પાફઇને જાતીવાદના લીધે બેરહેમીથી થયેલું મૃત્યુ જોયું ત્યારથી મને બે ધર્મો વચ્ચે ચોખ્ખી ભેદરેખા દેખાય ગઈ. દરેક રક્ષાબંધનના દિવસે તમારી આંખમાં ફઈના ન હોવાનું દર્દ જોયું છે. રાજરમત રમવા જિંદગીને પણ દાવ પર મુકવી પડે, મે તો ફક્ત એકવાર કોમવાદ ઉભો કરાવ્યો.’ રાકેશ રાજકારણીઓની ભાષા હવે બરોબર શીખી ગયો હતો.

‘તે આ વાત મારાથી છુપાવી? આપણે લોકો દ્વારા ચુંટાઈ આવીએ છીએ એટલે આપણું પહેલુ કામ પ્રજાધર્મ નિભાવવાનું છે અને પછી સ્વધર્મ.’

‘બધું જ બરાબર ચાલતું હોત જો ફૈઝલ એકવાર નાપાસ ના થયો હોત. તેના નાપાસ થવાના લીધે બન્ને એકસાથે જ જી.એસ.તરીકે ઉમેદવારમાં જગ્યા મળી પણ તેને સ્ટુડંટના સપોર્ટના લીધે તેની જીત પાક્કી વર્તાતી હતી. જેને હારમાં પરિણામવા માટે મારે રાજકારણનો નાનકડો દાવ રમવો પડયો.’ રાકેશભાઈના મોમાંથી આવા શબ્દો સાંભળીને તેને ભાઈ કહેવા માટે પણ નફરત થવા લાગી એવા વ્યક્તિ માટે કે જે પોતાના સ્વાર્થ માટે બીજાને કોઈપણ હદ સુધી બદનામ કરવા તૈયાર થઈ જાય. આઠ વર્ષ પૂર્વે ફઇની સાથે ઘટેલી ઘટનાએ સિક્કાની બે બાજુ માફક શ્યામ પર કોમવાદ દૂર કરવાની અને રાકેશ પર જાતિવાદ પ્રત્યે કટ્ટરતા ઉભો કરવાની અસર થઇ.

‘પણ તારે વિચારવું તો જોઈતું હતું કે એ તારા નાના ભાઈની પત્ની છે. હું જયારે અહીં આવતો હતો ત્યારે મેં તને ઘરમાંથી ગભરાટ અને ઉતાવળ સાથે બહાર નીકળતો જોયો ત્યારે લાગ્યું કે ઝરીનને તે ક્યાંક કઈ ના નાખ્યું હોય. હું ઝડપભેર ઘરમાં પ્રવેશ્યો. રૂમમાં કોઈ સળગતું હતું તે કોણ છે એ જોવા જાઉં ત્યાં તું ફરી આવી ગયો.’ ફૈઝલે રાકેશ દોષી હોય તેમ કહેવા લાગ્યો.

‘હું કાકાના ઘરે આવ્યો હતો. ઝરીન સાથે વાત કરીને સમજાવવા કે તે શ્યામને છોડી દે. પોતાની આગળની જિંદગી શાંતિથી જીવે પણ હું આવ્યો ત્યારે મારી સામે ઝરીનનું શરીર સળગતું હતું. મેં ભૂલથી ત્યાં પડેલી બોટલ ઉપાડી અને હાથમાંથી છટકી જતા હલનચલન વગર સળગતા શરીરે વધુ આગ પકડી. મારા પર ખોટો આરોપ ના આવે તેથી હું ગાડી લઈને ભાગ્યો પણ અધરસ્તે મને બોટલ પર આંગળીના નિશાન આવી ગયા હોવાનો વિચાર આવતા ઘરે પાછો આવ્યો. ત્યારે રૂમમાંથી ફૈઝલ રડતી લાલ આંખ લઈને બહાર આવ્યો. અમે બંનેએ દુખદ વાત બતાવવા શ્યામને ફોન કર્યો. અને પછી બધા ભેગા થઇ ગયા.’ રાકેશના અવાજમાં અદાલતમાં આરોપી પોતાને નિર્દોષ ઠરાવવા વ્યર્થ પ્રયત્ન કરતો હોય તેમ બચાવ માટે બોલવા લાગ્યો.

બે કલાક પહેલા ઝરીનના સળગતા દેહમાંથી નીકળતા ધુમાડાની સાથે તેને બધાની પાસે ઘણા પ્રશ્નો મૂકી દીધા હતા અને સબંધોના સમીકરણોને ઉકેલવા માટે બદલાવ પણ આપતી ગઈ. રાકેશ પર હવે બધાને શક બંધાઈ ગયો હતો કારણ કે સૌથી પહેલો તે ઘરમાં આવ્યો હતો અને તેને ભાગતા ફૈઝલે જોયો હતો.

ફક્ત એક મેસેજના લીધે પુરેપૂરું રહસ્ય સૌની સામે હાજર થયું જયારે સંજનાએ શ્યામને એક મેસેજ ફોરવર્ડ કર્યો. ફોનમાં મેસેજટોન વાગતા તેણે મૂંગે મોઢે મેસેજ વાંચવાનું શરુ કર્યું.’ હાય. આઈ એમ ઝરીન. શ્યામને બે કલાક પછી આ મેસેજ ફોરવર્ડ કરજે કે હું મારી સાથે હમેશા જે ડાયરી રાખતી તેમાં શ્યામ માટે એક સમાચાર છે.’ તે હજુ પહેલો મેસેજ પૂરો થયો કે બીજો આવ્યો’ બંનેને કેમ છે? સેટ થઈ ગયા?’ શ્યામે આગળ મેસેજ વાચ્યા વગર ફોનને ડાબી બાજુએ રહેલા સોફા પર ફેકીને કબાટમાંથી ઘર છોડતી વખતે સાથે લીધેલી બેગ કાઢી એક પછી એક કપડા ફેંદવા લાગ્યો.

બેગના તળીયેથી કાળા રંગના પુઠાવાળી ડાયરી મળી. પહેલા પેઈજ પર ઝરીનનો ક્યુટ સ્માઈલ આપતો ફોટો ચોટાડેલો હતો અને સાથોસાથ લખ્યું હતું કે. ‘PAST IS BEST PLACE FOR VISIT NOT TO STAY’. શ્યામે પન્ના પલટાવવાનું શરુ કર્યું, બાળપણથી તેની સાથે થયેલી બધી ઘટનાઓનું ટૂંકાણમાં લેખનકાર્ય કરેલું તો કોઈ જગ્યા એ ઘટના સાથે સંકળાયેલી માહિતી કે ફોટોનો સંગ્રહ.

ફૈઝલ પાછળ આવીને બોલ્યો.’ શું થયું?’

ડાયરીને ઉચી કરીને બતાવતા કહ્યું. ‘ઝરીન આપણને કઈક કહેવા માંગે છે.’ તેમની નજર છેલ્લા પાના પર ઝરીનના અક્ષરોમાં લખાયેલું લખાણ પર પડી. જેના ઉપર આંસુઓના નિશાનથી પેનની રેલાયેલી શાહી અલગ તરી આવતી હતી. શ્યામે શબ્દેશબ્દ વાંચવાનું શરૂ કર્યું.

‘નોટ વેલ, નોટ વેલ, નો વેલ’

જમાનેવાલો કી કિતની હે હમ પે મહેરબાનીયા હરકદમ,

જન્મ લેતે હી ધર્મકી સભી લકીરે ખીચકર દે દેતે હે ગમ.

જિન્દા રહને કે સાથ હર સાંસકી વજહ બન ગયે થે તુમ,

તુમ્હે ખુશ દેખને કે લિયે દુનિયા આજ છોડ રહે હે હમ.

મારા હૈયામાં એવા કેટલાય આંસુ હતા જેને શ્યામ, તે આંખો સુધી પહોચવા નથી દીધા.

જ્યાં સુધી મમ્મી-પપ્પા હતા ત્યાં સુધી બધું બરોબર હતું, પણ તેમના ગયા પછી મામાના ઘરે હું તેમના રૂઢીચુસ્તતાવાળા વાતાવરણ લીધે એકલી પડી ગઈ. મારા જીવનમાં તારા આવ્યા પછીની દરેક મુલાકાત મને ફરીથી જીંદગી જીવવા માટે પ્રેરણા આપતી. તારી સાથે અમદાવાદ આવી ત્યારે મને લાગ્યું હવે હું મુક્ત પંખી છું એવું કે જેને ઉડવા માટે ખુલ્લું આસમાન મળી ગયું છે પણ એવું ના બન્યું. તારી સાથે થયેલા પપ્પાના ઝઘડાએ મને સુચવ્યું કે આપના લગ્નને લીધે તારે ઘરથી સંબંધ તોડવો પડ્યો. ફૈઝલભાઈએ આપણને મારવા માટે મામાની પ્લાનિંગની વાત કરી ત્યારબાદ રાકેશભાઈની સાથે મારે ઘરના ફોનમાં વાત થઈ કે મામા અને તારા પપ્પા આવે છે. બધા પાસેથી એક વાત સંભળાતી હતી કે જો હું શ્યામને નહિ છોડું તો તેઓ બંનેને મારી નાખશે. ઘરે બેસવા માટે આવેલા વ્યક્તિના ચહેરાના હાવભાવ પણ મને મારી નાખે એવા તિક્ષ્ણ હોય. મારી પાસે જીવવા માટે તારા સિવાય કોઈ ટેકો ન હતો પણ તારી પાસે તો હતા જે હવે મારી સાથે લગ્ન પછી નથી. સંજના હંમેશા સાચું કહેતી હતી કે પ્રેમીને પામવો એ પ્રેમ નથી પણ પ્રેમી જ્યાં હોય ત્યાં ખુશ રહે તે પ્રેમ છે. હું તો તારી સાથે ખુશ હતી પણ મારા કારણે હું તને વધુ દુખી કરવા નથી માગતી એટલે હું તને છોડીને જાવ છું, પણ તારી પાસે એક પ્રશ્ન મુકુ છું કે મને મારવાવાળું કોણ? હું, જેણે પોતાની જાતને સળગાવી નાખી કે પછી આ દુનિયા જેણે ધર્મના બંધનોએ વ્યક્તિ વ્યક્તિની વચ્ચે રાખ્યા અને જીંદગી જીવવા માટે લડત ઉભી કરી? શું તું તારા ધ્યેયમાંથી સહેજ પણ ડગ્યા વગર લોકોમાં એકતા જોવાના આપણા સપનાને પૂરું કરીશ?

આઈ એમ સોરી.

અને જે ધર્મના નામે વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે તિરાડો છે એ સારું નથી... નો વેલ... નો વેલ...”

છેલ્લું વાક્ય વાંચીને શ્યામે ફરી પહેલા પેઈજ પરના ખૂબસૂરતીના સ્વરૂપના પ્રતિબિંબને એવી સ્પર્શ કર્યો જાણે તે તેની નજર સામે હાજર હોય. આ લખાણ સાંભળીને ઘરમાં બધાને એમ જ લાગતું હતું કે ઝરીને સુસાઇડ કરેલું છે જે હકીકતમાં સમાજના નિયમોના ઝેરના કડવા ઘૂંટ ભરેલું બેરહેમીથી થયેલું ખૂન હતું.

ઝરીનની સુસાઇડ નોટથી બધાની સામે ઝરીનના મૃત્યુ માટે જવાબદાર સમાજની વિચારસરણીઓ આવી, તેમાં શ્યામ કઈ રીતે સુધારો લાવશે? પ્રેમ અને રાજકારણની આ સ્પર્ધામાં કોણ જીતશે?

વધુ આવતા અંકે...

દર્શન નસીત

darshannasit@gmail.com