Trushna : Part-8 in Gujarati Fiction Stories by Bhavisha R. Gokani books and stories PDF | Trushna : Part-8

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

Trushna : Part-8

નામ – ગોકાણી ભાવીષાબેન રૂપેશકુમાર

email id –

તૃષ્ણા

વિષય : નવલકથા

પ્રકરણ : 8આઇ એમ સોરી,દેવાંશ ઇઝ નો મોર.....

દેવાંશ અને રાજેશ્વરી બંન્ને પ્રેમથી હળીમળીને રહેતા હતા.પ્રેમથી અને ખુશીથી દિવસો કયાં પસાર થઇ જતા તેઓને તેની કાંઇ ખબર જ ન પડતી.આમ અને આમ પંદર વર્ષ વીતી ગયા.એક દિવસ દેવાંશને રાત્રે ઓચિંત્તુ છાતીમાં જરા વધુ દુખવાનુ શરૂ થયુ.રાત્રે તેણે રાજેશ્વરીને તો કાંઇ કહ્યુ નહી અને પોતાની પાસે ઘરમાં રહેલી પેઇન કીલર ટેબ્લેટ્સ લઇ લીધી.થોડી વારમાં તેને આરામ થયો.પણ બન્યુ એવુ કે હવે દેવાંશને અવારનવાર છાતીમાં દુખવા લાગ્યુ.પણ તે અવારનવાર આ જ રીતે પેઇન કિલર ટેબ્લેટ્સ લઇ લેતો.રાજેશ્વરીને પણ તે કાંઇ ન કહેતો અને પોતે પણ કામમાં ખુબ વ્યસ્ત હોવાના કારણે હોસ્પિટલ ચેક અપ માટે ન જતો. એક રાત્રે તેને છાતીમાં અસહ્ય દુખાવો શરૂ થયો એટલે તેણે રાજી ને જગાડી અને દુખાવા ની વાત કરી,આ જોઇ રાજી ખુબ બેબાકળી બની ગઇ.તેને શું કરવુ અને શું ન કરવુ,તે કાંઇ સમજ જ ન પડી.દેવાંશે તેને ડ્રોઅરમાંથી પેઇન કિલર આપવા કહ્યુ.રાજી એ તેને ટેબ્લેટ્સ આપી અને દેવાંશને થોડી રાહત થઇ,પણ દુખાવો આ વખતે સંપુર્ણ દૂર ન થયો. દેવાંશે રાજીને હવે સુઇ જવા કહ્યુ,રાજી સુવા તો ગઇ પણ તેને ઊંઘ ન આવી,તે આખી રાત દેવાંશની ચિંતા કરતી જાગતી રહી.બીજા દિવસે સવારે જ રાજી એ દેવાંશને હોસ્પિટલ જવા કહ્યુ,પણ દેવાંશને એક કસ્ટમર સાથે અગત્યની મિટિગ હોય તેણે રાજીની વાત નકારી કાઢી.એક બે વખત દેવાંશે આ રીતે રાજીની હોસ્પિટલ જવાની વાતને ટાળી એટલે રાજીએ એક દિવસ ગુસ્સે થઇ દેવાંશને હોસ્પિટલ લઇ જ ગઇ ત્યાંના ખ્યાતનામ ડૉસ્ટર અને દેવાંશના ખાસ મિત્ર અને મુળ ગુજરાતી તેવા ડો. રાજન શાહ ના ક્લિનિકમાં તેઓ ગયા અને રાજીએ ડૉક્ટરને બધી વાત કરી. ડૉ.શાહ , “રાજેશ્વરી ભાભી,તમારે કોઇ ચિંતા કરવાની જરૂર નથી.હું દેવાંશના જરૂરી રિપોર્ટ કરી લઉ છુ અને પછી આપણે રોગનું નિદાન કરીએ. દેવાંશ , “ઓહ,રાજન એવું કાંઇ નથી જેવુ રાજેશ્વરી વિચારે છે,આ તો જસ્ટ નોર્મલ દુખાવો છે. ડો.શાહ , “દેવાંશ, ભાભીની તસલ્લી ખાતર તું ચેક અપ કરાવી લે ને.શું પ્રોબ્લેમ છે તને???”

દેવાંશ , “ઓ.કે. તુ કહે છે અને રાજીની પણ જીદ છે તો હુ ચેક અપ માટે રેડી છુ,ચાલો.

ડો.શાહ અને દેવાંશ ચેક અપ માટે ગયા બાદમાં રાજી ખુબ ચિંતામાં હતી.તે મનોમન ભગવાનને એક જ પ્રાર્થના કરતી હતી કે દેવાંશને કોઇ ગંભીર પ્રોબ્લેમ ન થાય. એક કલાક બાદ તમામ રિપોર્ટ થઇ ગયા બાદ બન્ને પરત આવ્યા એટલે રાજી ઉત્તાવળૅ બોલી, “ડો.શું થયુ??? કાંઇ ચિંતા જેવુ તો નહી ને? શું આવ્યુ રિપોર્ટમાં એ કહો પ્લીઝ.....” ડો.શાહ , “શાંત થાઓ ભાભી,રાજેશ્વરીને પાણી આપતા ડો. શાહ બોલ્યા , “તમામ ટેસ્ટ થઇ ગયા છે,રિપોર્ટ બે દિવસ બાદ આવશે.માટે તમે બન્ને બે દિવસ બાદ આવજો,રિપોર્ટ શું કહે છે તે હુ તમને ત્યારે જણાવીશ. રાજેશ્વરી , “ઓ.કે. ડો.શાહ.થેન્ક્સ”એમ કહી બન્ને ઘર જવા પરત નીકળ્યા.

બે દિવસ બાદ:- ડો,શાહ , “ડૉન્ટ વરી દેવાંશ, આ તો જસ્ટ નોર્મલ દુખાવો છે.થોડી શરિરની જાણવણી અને દવાથી બધુ સારૂ થઇ જશે.આ વાત કરતા હતા ત્યારે રાજેશ્વરીને એવું લાગ્યુ કે ડૉ.શાહ કાંઇક છુપાવી રહ્યા છે,પણ દેવાંશના રિપોર્ટ નોર્મલ આવતા તેણે એ બાબતે વિચાર છોડી દીધો.

રાજેશ્વરી , “થેન્ક્સ ડૉ.શાહ.” ડો.શાહને મળ્યા બાદ દેવાંશ રેસ્ટોરન્ટ જવા નીકળ્યો અને રાજી ઘરે જવા નીકળી.દેવાંશ રસ્તામાં હતો ત્યાં તેને ડો.શાહનો ફોન આવ્યો,અને ડો.શાહે તેને ફરી ક્લિનિક બોલાવ્યો.દેવાંશ પણ જરા વિચારમાં પડી ગયો કે ડો.શાહ તેને ફરી એકલો કેમ બોલાવે છે??? એ વિચારમાં ને વિચારમાં દેવાંશ ફરી રાજનના ક્લિનિક રાજનને મળવા પહોચ્યો. દેવાંશ , “રાજન તે ફરી કેમ બોલાવ્યો મને અને તે પણ એકલો??શું એવી કાંઇ વાત છે કે તુ રાજી સામે મને કહેવા માંગતો નહી??? ડો.રાજન , “હા,દેવાંશ , વાત જ કાંઇક એવી છે કે હુ રાજેશ્વરી ભાભી સામે તને કહી ન શક્યો.એટલે જ મે તને એકલો ફરી મળવા બોલાવ્યો છે.મારે તને પણ આટલી ગંભીર વાત કરવી ન જોઇએ પણ હુ જાણું છુ કે તારુ કોઇ ફેમિલી મેમ્બર અહી નથી,તે બધા ભારતમાં છે એટલે તને જ કહેવાનો મે નિર્ણય લીધો છે. દેવાંશ , “અરે રાજન ડોન્ટ વરી,જે કાંઇ હોય તે તુ મને કહી શકે છે.જરા પણ મારી ચિંતા કર્યા વિના તુ મને કહે શું મેટર છે??? ડૉ.રાજન , “જો દેવાંશ તારા રિપોર્ટ ચેક કરતા એવું જાણવા મળે છે કે આ દુખાવો કાંઇ આકસ્મિક નથી,આ દુખાવો તને પહેલા પણ થયેલો છે,સાચુ ને??” દેવાંશ , “હા રાજન આ પહેલા પણ મને આ રિતે દુખાવો થયેલો છે પણ નોર્મલ દુખાવો થતો એટલે હું પણ બહુ ધ્યાન આપતો નહી અને આ દોડધામ ભરી જીંદગીને કારણે અને મારી વ્યસ્ત દિનચર્યાને કારણે હુ પણ તારી પાસે એકલો ચેક અપ માટે આવવાનુ ટાળતો રહ્યો.

ડો.રાજન , “જો દેવાંશ , આ દુખાવો કાંઇ નોર્મલ નથી કે જે તુ તારા મનથી જ ચેક અપ માટે ન આવ્યો.આજની આ દોડધામ ભરી લાઇફને કારણે જ આપણે ગંભીર રોગના ભોગ બનીએ છીએ.તુ જ્યારે પહેલી વખત આવુ બન્યુ ત્યારે મારી પાસે આવ્યો હોત તો આ રોગનો કાંઇક ઉપચાર હું શોધી શકત પણ હવે આ રોગનો કાંઇ ઇલાજ મારી પાસે નથી. દેવાંશ , “અરે તુ આમ ન બોલ , જે હોય તે તુ મને ડાઇરેક્ટ કહી દે કે મને થયું છે શું???” ડો.રાજન , “તો સાંભળ દેવાંશ , તને ફેફસાનું કેન્સર છે.અને તે પણ ફાઇનલ સ્ટેજમાં”

દેવાંશ , “આ શું વાત કરે છે તું રાજન??? એવું ન હોઇ શકે.તુ ફરી મારા રિપોર્ટ ચેક કર,કાંઇક ભુલ થતી હશે તારી.” ડો.રાજન , “દેવાંશ મારી કોઇ ભુલ થતી નહી.મે તારા રિપોર્ટ ખુદ ચેક કર્યા છે અને મારા સાથી મિત્ર અને ખ્યાતનામ ડો.વિલ્સનને પણ આ રિપોર્ટૅ બતાવ્યા છે,અને એ વાત સત્ય જ છે કે યુ આર સફરીંગ ફ્રોમ લન્ગ્સ કેન્સર.સોરી ટુ સે બટ ઇટ ઇઝ ટૃ.” દેવાંશ આ સાંભળી થોડી વાર માટે સ્તબ્ધ બની ગયો.ડૉ.રાજને તેને પાણી આપ્યુ અને પછી સમજાવ્યો કે તુ તારી આ દોડધામ ભરી લાઇફ છોડી દે.ભગવાને તને બધુ આપ્યુ છે તો તુ શું કામ પૈસા પાછળ દોડે છે?તુ જરા રાજેશ્વરી ભાભી તરફ ધ્યાન આપ,તેનુ આ દુનિયામાં તારા સિવાય કોણ છે?તારા પરિવારે તો ભાભીને સ્વિકાર કરવાની પણ ના કહી દીધી છે.ભગવાન ન કરે,પણ તારા પછી તેનુ કોણ રહેશે આ દુનિયામાં તેનો ક્યારેય વિચાર કર્યો છે તે??? અને વધુમાં તમારે કોઇ સંતાન પણ નથી કે તેના સહારે રાજેશ્વરી ભાભી આ દુનિયાનો સામનો કરી શકે.હું જાણુ છુ કે રાજેશ્વરી ભાભી ખુબ ભાવુક છે એટલે જ મે તેની સામે આ વાત ન કરી નહી તો તે તારા કરતા પણ વધુ મનથી તૂટી જાત. દેવાંશ , “થેન્ક્સ રાજન સારૂ કર્યુ કે તે રાજીને આ વાત ન કરી નહી તો તે ખુબ મનથી તૂટી જાત.આમ પણ તે મારા પ્રત્યે ખુબ ભાવુક છે.મને કાંઇ થાય તે જાણી તે ખુબ ચિંતામા પડી જાય.સારૂ થયુ તે કાંઇ ન કહ્યુ.ચાલ હવે હું નીકળુ છુ.હુ મારો બનતો પ્રયત્ન કરીશ કે મારી લાઇફને આરામ આપુ.અને તે કહ્યા મુજબ મારી લાઇફ સેટ કરીશ. દેવાંશ ડૉ.રાજનના ક્લિનિકથી સીધો જ ઘરે આવવા નીકળી ગયો.જ્યારે તે ઘરે આવ્યો ત્યારે રાજેશ્વરી તેને જોઇ ખુબ ખુશ થઇ.આમ પણ તે આજે ખુબ ખુશ હતી.દેવાંશના રિપોર્ટ નોર્મલ આવ્યા છે એ જાણી તે ખુબ ખુશ હતી. દેવાંશને આમ અચાનક ઘરે જોઇ રાજી બોલી , “જાનુ ટુડે આઇ એમ સો હેપ્પી.આજે મને જાણે દુનિયાભરની ખુશી ડૉ.રાજને આપી દીધી હોય તેવુ ફીલ થાય છે.તારા રિપોર્ટ નોર્મલ છે એ બસ,બાકી મારે કાંઇ જોઇતુ નહી.તને ખબર જ છે દેવ,તારા વિના આ દુનિયા મારા માટે શુન્ય છે.તારા વિનાની દુનિયાની કલ્પના મારા માટે શક્ય જ નથી.ઓ,દેવાંશ,લવ યુ,લવ યુ સો મચ...... દેવાંશ રાજીને આ રિતે ખુશ થતી જોતો જ રહ્યો.પણ તેને એ ખબર જ હતી કે રાજીની આ ખુશી બહુ વધુ સમય ટકી શકવાની નથી.પણ હવે રાજીને કેમ કહેવુ એ બાબતે દેવાંશ મુંજાયેલો હતો.પણ તેણે એક વાત નક્કી કરી જ લીધી હતી કે તે ક્યારેય રાજીને આ વાત કહેશે નહી.હવે તેણે કોઇ પણ ભોગે અહીનો તમામ બીઝનેશ ને વાઇન્ડ અપ કરી ભારત સ્થાઇ થવાનો વિચાર મનમાં મક્કમ કરી લીધો હતો,જેથી રાજી ત્યાં પરિવાર સાથે થોડી હળીમળી જાય અને રાજી પોતાના પરિવારને પણ મળી લે અને પોતાના ગયા બાદ રાજીને બહુ અઘરૂ ન લાગે. પણ હવે અહીથી પણ કેમ બધુ વાઇન્ડ અપ કરવું એ પણ તેના માટે એક અઘરો પ્રશ્ન હતો.દેવાંશ આ વિચારમાં ખોવાયેલો હતો ત્યારે ઓચિંતા જ રાજીએ તેને હળવો ધક્કો માર્યો અને બોલી ,”અરે ઓ દેવ ક્યાં ખોવાઇ ગયો? આટલો કેમ વિચારમગ્ન બની ગયો છે? શું મારા વિચાર માં છે કે પછી ડેન્સીના???? દેવાંશ , “અરે નહી નહી,કોઇના વિચારમાં નહી હું.તને એક વાત કહુ રાજી,હવે અહીની આ ભાગદોડભરી જીંદગીથી હુ થાકી ગયો છુ.હું એક વિચાર કરુ છું કે આપણે અહીનો બધો બીઝનેશ વાઇન્ડ અપ કરી ભારતમાં સ્થાઇ થઇ જઇએ તો કેવુ રહેશે??? રાજી ,”દેવ,આ બહુ સારો વિચાર છે,પણ અહીનો બીઝનેશ એટલો વિકસી ગયો છે કે તેને કેમ વાઇન્ડ અપ કરવો એ બાબતે તે કાંઇ વિચાર કર્યો છે? દેવાંશ , “ના આ બાબતે તો કાંઇ વિચાર કર્યો નહી પણ કાંઇક ઉપાય નીકળી જશે.મને ભગવાન પર ભરોસો છે. રાજી ,”હા દેવ મને પણ ભગવાન પર અને તારા બન્ને પર ભરોસો છે.”

આમ કરતા કરતા સમય કેમ વીતી ગયો તેની ન તો દેવાંશને ખબર પડી કે ન તો રાજીને ખબર પડી.દેવાંશ તેના બીઝનેશમાં ખુબ જ વ્યસ્ત રહેતો અને રાજેશ્વરી પોતાની લેખિકાની લાઇફમાં વ્યસ્ત રહી.આટલી વ્યસ્ત લાઇફમાં દેવાંશની તબિયત દિન પ્રતિદિન ખરાબ થતી જતી હતી,પણ દેવાંશ રાજીને આ બાબતની જાણ પણ થવા ન દેતો.જ્યારે વધુ તકલિફ જણાય ત્યારે દેવ એકલો ડૉ,શાહ પાસે જઇ ચેક અપ કરાવી લેતો.અવારનવાર તે રાજીને કહેતો કે રાજી મને નહી લાગતુ કે મારો આ અહીનો બીઝનેશ હું વાઇન્ડ અપ કરી શકું પણ મારી એક ઇચ્છા છે કે કદાચ મને કાંઇક થઇ જાય તો મારા ગયા બાદ તું ભારતમાં સ્થાઇ થઇ અને સેવા પરોપકારના કાર્યમાં આ તમામ સંપતિનો ઉપયોગ કરજે.પણ રાજી આ બાબતને ક્યારેય ગંભીરતાથી ન લેતી.કારણ કે તે દેવાંશની બિમારીથી બેખબર જ હતી.

દેવાંશના મૃત્યુના એક મહિના પહેલા રાજીને તેની બિમારીની જાણ ડૉ.શાહ દ્વારા થઇ.ડૉ.શાહે રાજેશ્વરીને સામેથી બોલાવી દેવાંશના કેન્સરની તમામ વાત કરી અને સાથે સાથે એ પણ કહ્યુ કે હવે તમે દેવાંશ સામે અજાણ જ રહેજો કે તમને મે આ વાત કરી છે.રાજીએ પણ એમ જ કર્યુ.પોતાના દિલ પર પથ્થર મૂકી તે દેવાંશ સામે હંમેશા હસતી જ રહી અને તેના છેલ્લા શ્વાસ સુધી તે તેની સાથે રહી.દેવાંશના મૃત્યુના દિવસે પણ દેવાંશે રાજેશ્વરીને કહ્યુ “રાજી હવે મારુ મૃત્યુ બહુ નજીક હોય તેમ મને એહસાસ થાય છે મારી અંતિમ ઇચ્છા એ જ છે કે મારા મૃત્યુ બાદ તુ ભારત જતી રહેજે અને આ સંપતિને સારા કામમાં ઉપયોગમાં લેજે. રાજી , “(રડતા રડતા) દેવ એકવાર તો તારે મને તારી બિમારીની વાત કરવી હતી,મને આટલી દૂર કરી દીધી તે કે તારા જીવનની આવડી મોટી તકલિફની વાત તે મને ન કરી???તુ અવાર નવાર મને ભારત જવાનુ કહેતો અને હુ બુધ્ધુ ગામડાની ગમાર નોકરાણી ક્યારેય એ ન સમજી કે તને કાંઇક તકલિફ છે.તારી આ હાલત પાછળ હું જ જવાબદાર છું. દેવાંશ , “રાજી જે થવાનુ હોય છે તે થઇને જ રહે છે,તેમા આપણે કાંઇ આગળ કે પાછળ ન કરી શકીએ.તું એ બધુ ભુલી આજનો દિવસ પ્યારથી મારી સાથે પસાર કર જેથી હું શાંતિથી આ દુનિયા છોડી શકુ.તને મારી કસમ છે જો આજે તારી આંખમાંથી એક પણ આંસુ આવ્યો છે તો. રાજી ધ્રુસકે ધ્રુસકે રડી પડી અને બોલી ,”દેવ તે મને તારા દુઃખમાં તો ભાગીદાર ન બનાવી હવે મારી લાગણીને પણ તું છુપાવવા કહે છે? હું તને દૂર નહી જવા દઉ.આપણે આ દુનિયાના સારામાં સારા ડોક્ટરને બતાવશું અને તારો ઇલાજ કરાવશું દેવાંશ , “રાજી એ રાજી,હવે બહુ મોડુ થઇ ગયુ છે અને આમ પણ ડો.શાહે નિષ્ણાંતોની સલાહ લીધી હતી અને મારા રિપોર્ટ પણ મોકલ્યા હતા પણ બધેથી એક જ જવાબ આવતો કે હવે બહુ લેઇટ થઇ ગયુ છે.કેન્સર ફાઇનલ સ્ટેજમાં છે અને હવે તેનો કોઇ ઇલાજ નથી.એટલે ખોટા પ્રયત્ન કરવાનુ રહેવા દે અને આજનો દિવસ તું મારી પ્યારી રાજી બનીને વીતાવ એટલે મને શાંતિ મળે.

રાજી , “ઓ.કે. આઇ વીલ ટ્રાય.એમ કહી તે દેવને ભેટી ખુબ જ રડી.દેવ તેને આશ્વાસન આપતો રહ્યો અને રાજી રડતી જ રહી,રડતી જ રહી.

થોડી જ ક્ષણોમાં અચાનક દેવનો શ્વાસ રુંધાવા લાગ્યો અને ઓચિંતા જ તે નિસ્તેજ બની પડી ગયો.રાજી બેબાકળી બની ગઇ.તે જોર જોરથી બૂમો પાડવા લાગી.તેની બૂમો સાંભળી તેના પડોશી દોડી આવ્યા.બાજુમા રહેતા જ મુળ ગુજરાતી એવા શર્મા અંકલે ડો.રાજનને બોલાવ્યા,ડો.રાજન ઘરે તાત્કાલિક પહોચી ગયા.આવીને ચેક અપ કરતા તે રાજી સામે જોઇ માત્ર એટલુ જ બોલી શક્યા ,”ભાભી આઇ એમ સોરી.......................દેવાંશ ઇઝ નો મોર.........................” રાજી પર જાણે આભ તૂટી પડ્યુ,હમણા પોતાની સાથે વાતો કરતો દેવ ઓચિંતા જ તેને છોડી જતો રહ્યો આ વાત તેને માનવામાં જ ન આવી.તે અવાચક બની દેવને જોતી રહી,શર્મા અંકલના પત્ની નીશાબહેને રાજીને પાણી આપ્યુ પણ રાજીને તો બસ ડો.શાહના શબ્દો સંભળાતા હતા દેવાંશ ઇઝ નો મોર........દેવાંશ ઇઝ નો મોર.................દેવાંશ ઇઝ નો મોર........... ડો.રાજને નિકિતાને ફોન કર્યો ત્યારે તે અને વિકાસ પણ હોસ્પિટલમાં હતા છતા તેણે આ દુઃખદ વાત કરી.નિકિતા આ સાંભળી ખુબ દુઃખી થઇ ગઇ અને તે ફોનમાં જ ધૃસકે ધૃસકે રડી પડી.રાજેશ્વરી સાથે વાત કરવા નિકિતાએ કહ્યુ પણ તે વાત કરવાના હોંશમાં જ ન હતી.ડૉ.રાજને દેવાંશના મોબાઇલ ફોનમાંથી અતુલભાઇના નંબર મેળવી તેને વાત કરી.અતુલભાઇને પણ આ વાત માનવામાં ન આવી,

દેવાંશના પડોશી સ્ત્રીઓ રાજેશ્વરીને બીજા રૂમમાં લઇ ગયા.અને ડૉ.રાજન અને બીજા તમામ પુરૂષોએ દેવની અંતિમવિધી માટે તૈયારી કરવા લાગી ગયા.આ બાજુ રાજેશ્વરી અવાચક જેવી બની બેઠી હતી,ન દુઃખ કે ન રૂદન,તેવા કોઇ ભાવ તેના ચહેરા પર ન હતા.બધી સ્ત્રીઓએ તેને ઘણી સમજાવી પણ બધુ વ્યર્થ,,, દેવાંશની અંતિમયાત્રા નીકળતી વખતે રાજેશ્વરીને અંતિમ દર્શન માટે બહાર લાવ્યા.ત્યારે પણ તે એક નજરે દેવને જોતી હતી.બીજા કોઇ ભાવ તેના ચહેરા પર ન હતા.

જેવી અંતિમયાત્રા નીકળવાનો સમય થયો અને દેવના મ્રુતદેહને લઇ જવા માટે ડો.રાજન અને બીજા પુરૂષો આગળ આવ્યા કે તરત જ રાજી રડી પડી અને તે બધાને દેવને ન લઇ જાવા આજીજી કરવા લાગી.બીજી સ્ત્રીઓએ રાજીને પકડી કાબુમાં રાખી.બીચારી રાજી છટપટીયા ભરતી દેવની અંતિમયાત્રાને જોતી રહી અને દેવને ન લઇ જવા બૂમો પાડવા લાગી. શર્મા અંકલ અને નીશા બહેન રાજી સાથે જ ત્યાં રોકાયા.આમ પણ બન્ને એકલા જ રહેતા હતા,બે-ત્રણ દિવસ શર્મા અંકલ અને નીશા બહેન તેની સાથે રહ્યા.હવે રાજેશ્વરી સ્વસ્થ હતી અને ભારતથી અતુલભાઇ નો પરિવાર ત્યાં આવી ગયા હતા.નિકિતા અને વિકાસ ના પૂત્રને હ્રદયમાં વાલ્વની પ્રોબ્લેમના કારણે ઓપરેશન હોવાથી તે આવી શક્યા ન હતા. અતુલભાઇ અને તેનો પરિવાર તથા પડોશીઓ સાથે રહી દેવની તમામ ક્રિયા પતાવી.ત્યાર બાદ અતુલભાઇ પણ પરિવાર સાથે ભારત જતા રહ્યા.હવે રાજી એકલી પડી ગઇ હતી.તેણે હવે દેવાંશની આખરી ઇચ્છા પુર્ણ કરવાને જ પોતાનુ લક્ષ્ય માની કામ કરવાનુ શરૂ કરી દીધુ. રાજીને બસ એ જ ચિંતા હતી કે તેનો લેખિકા તરીકેનો બહુ મોટા પ્રમાણમાં ચાહકો હતા.ઓચિંતી તે અહીંથી જતી રહેશે તો કોઇ તેને જવા પણ નહી દે.તેથી તેણે ચુપચાપ દેવનો બીઝનેશ વાઇન્ડ અપ કરવાનુ શરૂ કરી દીધુ.અને રેસ્ટોરન્ટ તથા લંડનમાં દેવને નામે તમામ સંપતિ તેણે બહુ ચર્ચા કર્યા વિના વેચવાનુ શરૂ કરી દીધુ.બધુ વાઇન્ડ અપ થઇ ગયા બાદ તે ચુપચાપ જ ભારત નીકળી જવા ઇચ્છતી હતી પણ આટલી મોટી હસ્તી હોવાથી તેની આ વાત બહુ છાની ન રહી શકી.તેના પડોશીઓ અને નજીકના અંગત લોકોએ રાજેશ્વરીને ખુબ મનાવી પણ રાજી હવે ભારત જવા માટે મક્કમ જ હતી.તેથી તેણે તમામે તેની આ ઇચ્છાને માન આપી ભારત જવાના નિર્ણયને દુઃખદ રીતે સ્વિકાર કર્યો.

વધુ આવતા અંકે.................