Trushna : Part-7 in Gujarati Fiction Stories by Bhavisha R. Gokani books and stories PDF | Trushna : Part-7

Featured Books
Categories
Share

Trushna : Part-7

નામ – ગોકાણી ભાવીષાબેન રૂપેશકુમાર

email id –

તૃષ્ણા

વિષય : નવલકથા

પ્રકરણ : 7

રાજીમાંથી શ્રીમતી રાજેશ્વરી દેવાંશ તરીકેની સફર

દેવ અને રાજેશ્વરી બન્ને એ લવ કપલ બની પેરીસમાં ખુબ એન્જોય કર્યુ.બન્ને સાથે હર્યા ફર્યા અને એક બીજાની નજીક આવવાનો પ્રયત્ન કર્યો.બે દિવસ બાદ બન્ને પેરિસથી ફરીને આવ્યા બાદ દેવાંશે તેને કહ્યુ, “રાજી આજે હુ ખુબ જ ખુશ છું.મને મારા જીવનની એક અનમોલ ભેટ આપી છે તે.ચાલો હું ઘરના બધાને આપણા લગ્નના સમાચાર આપી દઉ અને લગ્નમાં આવવાનુ આમંત્રણ આપી દઉ.” રાજેશ્વરી , “દેવ મને ખુબ જ ડર લાગે છે,આ બધી વાત સાંભળીને મેડમ બહુ જ ગુસ્સે થશે.આમ પણ હું તેને નોકરાણી તરિકે જરા પણ ગમી ન હતી.અને હવે તમે પરિવારને આપણા લગ્નની વાત કરશો તો મેડમના મન પર શું અસર થશે??? તેમને આપણા લગ્નનો વિચાર જરાય પણ નહી ગમે.”

દેવાંશ , “અરે મારી ભોળી રાજી,તુ નાહક ચિંતા કરે છે.તેને ગમે કે ના ગમે,તું મને ગમે છે ને ???બાકી મારી ફરજ છે તેઓને જાણ કરવાની પછી તે આવે કે ના આવે તે બાબતે તેઓ જાણે”

દેવાંશ આટલુ કહી પોતાના ઘરે ફોન જોડયો.કામિનીબહેને ફોન ઉપાડયો, “હેલો મમ્મી હુ દેવાંશ બોલુ છુ.” “હા, બેટા બોલ હવે તો મજામાં ને? પેલી ગોરી કબુતરી ઉડી ગઇને? છુટી ગયો બેટા તુ એનાથી.બોલ શુ ચાલે છે.? “મમ્મી હું આનંદમાં છું.અને બહુ જ ખુશ છું.તુ ડેન્સીને હવે ભુલી જા.તેને યાદ કરવામાં હવે કાંઇ બાકી નહી.તું હવે તારી નવી પુત્રવધુનુ સ્વાગત કરવાની તૈયારી કર.હુ ફરીથી લગ્ન કરવા જઇ રહ્યો છુ અને ૧૦ મી માર્ચે લગ્ન ગોઠવ્યા છે.તુ અને પપ્પા બધા આવી જજો.હું નિકિતાને પણ કહી દઉ છુ.” “લગ્ન ! શું વાત કરે છે તું?ફરીથી કઇ ગોરી કબુતરીએ તને ફસાવ્યો? બેટા આ તુ શુ બકે છે” કામિનીબહેનનો પારો ચડવા લાગ્યો. “અરે મમ્મી તુ નાહક ગુસ્સો ન કર.આ વખતે કોઇ ગોરી મેડમે મને ફસાવ્યો નથી.તેનુ નામ રાજેશ્વરી છે અને તે આપણી ગુજરાતી જ છે.ઇન ફેક્ટ તું રાજેશ્વરીને ઓળખે પણ છે.અરે રાજેશ્વરી આપણા ઘરે કામ કરતી હતી તે રાજી.તેને હુ ખુબ જ પ્રેમ કરુ છુ અને હવે તેની સાથે લગ્ન કરવા માંગુ છુ.” આટલુ સાંભળતા જ કામિનીબહેનનો પિત્તો ગયો. “દેવાંશ................ બકવાસ બંધ કર.તુ હોશમાં તો છે કે નહી??? તુ એ રાજી ભિખારણ સાથે લગ્ન કરવા માંગે છે?? અને બીજુ બધુ તો ઠીક પણ એ ભીખારણ લંડન કઇ રીતે પહોંચી ગઇ? તે અને તારી બહેને બન્નેએ મળીને મને ઉલ્લુ બનાવી? અને હવે તુ એ ભિખારણ સાથે લગ્ન કરવા માંગે છે...?? કદી પણ નહિ.હુ તને એમ નહી કરવા દઉ.કંઇક દિમાગનો ઉપયોગ કર ગાંડા.તારો આ પ્રેમ બ્રેમ હું કાંઇ ન જાણુ.બીજીવાર ખાડામાં પડવાનુ રહેવા દે અને તે પણ એક ભીખારણ સાથે જેની તને કાંઇ ખબર પણ નથી.તે કોણ છે? ક્યાંથી આવે છે,તેનુ બેકગ્રાઉન્ડ શું છે તે તને કાંઇ ખબર છે??? દેવાંશ શું કહુ તને??” “મમ્મી સભ્યતાથી વાત કર.હુ રાજેશ્વરીને ખુબ જ પ્રેમ કરુ છુ તે મારો જીવ છે અને અમને કોઇ અલગ નહી કરી શકે.ડેન્સી સાથેના લગ્ન એ મારી જીંદગીની સૌથી મોટી ભુલ હતી.પરંતુ રાજેશ્વરી એ મારા જન્મોજન્મ નો પ્રેમ છે.અમારા લગ્નને કોઇ રોકી નહી શકે.ચાહે તમે આવો કે નહિ.અમે લગ્ન કરી લેશુ.” દેવાંશે ઉંચા અવાજે વાત કરી. “તો પડ ખાડામાં,પણ મારી એક વાત યાદ રાખજે.આજથી તારા અને અમારા વચ્ચેના તમામ સંબંધો પુરા... અમે તારા નામનુ નાહી નાખીશુ.જીદગીમાં પછી કયારેય અમને ફોન ફોન પણ ન કરજે અને ભુલી જજે કે અમદાવાદમાં તારુ કોઇ રહે પણ છે” કામિનીબહેને મોટે અવાજે સુચના આપીને ફોનનો ઘા કરી દીધો. દેવાંશ ફોન મુકીને થોડીવાર સુધી રડતો રહ્યો રાજેશ્વરી એ બાજુમાં આવી અને કહ્યુ,દેવ મે તને કહ્યુ હતુ ને કે તમારો ઉચ્ચ સંસ્કારી પરિવાર અને સમાજ મને નહી સ્વીકારે.મારા જેવી માટે તું શું કામ તારા મમ્મી પાપા અને સમાજથી દૂર જાય છે???હજુ પણ કહું છું કે મને ભુલી જા.તને મારાથી પણ ઘણી સારી જીવનસાથી મળી જશે.તું દુઃખી ન થા.હું તને આમ દુઃખી થતો નહી જોઇ શકુ. દેવાંશ , “રાજી હું મારા પરિવારને ખુબ પ્રેમ કરું છુ એ સાચુ પણ હુ તને પણ ખુબ જ પ્રેમ કરુ છું એ વાતમાં કોઇ શક નથી.મારા અંગત જીવનના તમામ નિર્ણય લેવાનો મને અધિકાર છે.અને આ વખતે હુ પીછે હઠ નહી કરુ.તેઓએ મને કહ્યુ કે સંબંધ પુરા તો પુરા હવે કયારેય તેમને ફોન નહિ કરું. ફોન તો શું તેમના ઘરમાં પગ પણ નહી મુકુ.ભલે જે થાય તે પણ હવે હું તારો સાથ તો ક્યારેય નહી છોડુ.તારા જેવી જીવનસંગિની મેળવવાની મારી તૃષ્ણા આજે પુર્ણ થઇ છે અને હવે હું તને છોડી દઉ એ અશક્ય છે.” ફરી રાજેશ્વરીએ એક વખત દેવાંશને લગ્નની જીદ છોડી દેવા સમજાવ્યો પણ દેવાંશ માન્યો નહી.અને થોડો ગુસ્સો કરી બોલ્યો , “રાજી હવે તુ પણ મને હેરાન ન કર.હુ તને મારી જીવંસંગિની બનાવવા ઇચ્છું છું તેમા કોઇ શંકાને સ્થાન નથી બાકી હવે જો તુ પણ મારો સાથ નહી આપે તો હું કાંઇક ન કરવાનું કરી લઇશ.ડીઅર તું તો સમજ મારા દિલની હાલત....” રાજેશ્વરી , “દેવ હું તારા મનની હાલત સમજું છું.તને હું દુઃખી થતો નહી જોઇ શકુ એટલે જ કહું છું મને તુ ભુલી................આટલુ બોલતા જ દેવાંશે પોતાના હાથથી રાજીને બોલતા અટકાવી અને કહ્યુ ,”રાજી આઇ લવ યુ સો મચ અને હું તારી સાથે લગ્ન કરીને જ રહીશ.ઘરના લોકોએ તો મારો સાથ છોડી દીધો છે,હવે તુ તો મને છોડવાનુ ન વિચાર પ્લીઝ....આટલુ બોલતા જ તે રડી પડ્યો અને રાજેશ્વરી ને ભેટી પડ્યો. રાજેશ્વરી , “ઓ.કે તને છોડવાનું નહી વિચારું બસ હવે રડવાનું બંધ કરી દે જાનુ.મારા માટે તારી ખુશી સૌથી વધુ મહ્ત્વની છે.હુ હમેશા તારી સાથે જ રહીશ.અને પ્લીઝ ક્યારેય જીવનમાં ખરાબ પગલુ ભરવાનો નિર્ણય ન લેતો.પ્લીઝ હવે શાંત થઇ જા. દેવાંશ , “ઓ.કે માય જાન,ચલ હવે હું નિક્કીને ફોન કરી લઉ.એમ કહી તેણે નિકિતાને ફોન જોડયો,“હેલ્લો નિક્કી કેમ છો?”

નિકેતા , “અરે દેવાંશ તું કેમ છે? લંડન જઇને તો અમને ભુલી જ ગયો કે શુ? ના કોઇ ફોન ના મેસેજ? ડેન્સીભાભીના જવાથી તમે બહુ ખુશ થઇ ગયા લાગો છો???ખુશીના અતિરેકમાં ક્યાંક આ બિચારી બહેનને તો ભુલી નહી ગયો ને???” દેવાંશ , “અરે....અરે.....ઓ સિસ્ટર,જરા શાંત તો થા.આટલા બધા પ્રશ્નનો મારો ચલાવી દીધો તે તો.એન્ડ બાય ધ વે, ખુશીના અતિરેકમાં નહિ હું તો પ્રેમના પ્રવાહમાં આ દુનિયા ભુલી ગયો છુ. આઇ એમ ઇન લવ નિક્કી. આઇ એમ ઇન લવ.”

નિક્કી , “વૉટ,,,,ભાઇ યુ આર ઇન લવ.વૉટ અ સરપ્રાઇઝ!!! હુ ક્યાંક સ્વપ્નમાં તો નથી ને???પેલી ડેન્સી ગઇ અને આટલી જલ્દી તું પ્રેમ માં પણ પડી ગયો.બાય ધ વે , એ તો મને કે,કોણ છે એ ખુશનસીબ???અંગ્રેજી મેડમ છે કે કોઇ બીજી??? દેવાંશ , “હા નિક્કી,એ ડેન્સી તો ગઇ હવે હમેશાને માટે મારા જીવનમાંથી.અને હવે મારી લવરને તો તુ મળીશ એટલે તુ પણ તેને નહી ઓળખે.એ ગુજરાતી પરિવાર માંથી આવે છે.અને તેનુ નામ રાજેશ્વરી છે.

“રાજેશ્વરી??? દેવાંશ આ રાજેશ્વરી કોણ છે?અને કયાંથી શોધી લાવ્યા તમે લંડનમાં ગુજરાતી મેડમ રાજેશ્વરીજીને?” સામા છેડેથી નિકિતાએ પુછ્યુ દેવાંશ , “અરે કહુ તો છુ નિક્કી,તુ તેને ઓળખે જ છે.રાજી નિક્કી રાજી, જેને આપણે દ્વારકાથી લઇ આવ્યા હતા આપણા ઘરે નોકરાણી બનાવીને અને તે જ તેને લંડન મોકલી હતી ટ્રેઇન્ડ કરીને.હું એ રાજીની જ વાત કરુ છું.આપણે તો તેને નોકરાણી બનાવી લાવ્યા હતા પણ તે ક્યારે મારા દિલની રાણી બની ગઇ તે મને ખબર જ ન રહી.” “ભાઇ ઓ ભાઇ,આ શું તમે ડેન્સી જતી રહી તેના દુઃખમાં પાગલ તો નથી થઇ ગયા ને???આ શું તમે પાગલ જેવી વાતો કરો છો???ભાઇ જરા શાંત ચિતે વિચારો,એ આપણા ઘરની નોકરાણી છે તે આપણા ઘરની પૂત્રવધુ ન બની શકે.ભાઇ પગની જુતી પગમાં જ શોભે,માથા પર નહી.થોડોક તો વિચાર કરો ભાઇ.રાજી સાથે થોડા લગ્ન કરાય.”નિકિતાએ કહ્યુ. દેવાંશ , “‘નિક્કી તુ તો આવુ ન બોલ.હમણા જ મમ્મી સાથે વાત કરી તો તેણે તો રાજીનો સ્વિકાર કરવાનો સાફ સાફ ઇન્કાર કરી દીધો અને સાથે એમ પણ કહી દીધુ કે મારો અને તેમનો સંબંધ હવે પુરો.નિક્કી રાજેશ્વરી મારો પ્રેમ છે,હુ તેના વિના રહી શકુ તેમ નહી,મમ્મી એ તો આવુ કહી દીધુ પણ હવે તું તો તેના વિશે આવુ ના બોલ.શું મને મારી ઇચ્છા મુજબ પ્રેમ કરવાનો પણ અધિકાર નથી હવે???” નિકીતા , “ઓ.કે.દેવાંશ શાંત થા.જેવી તારી મરજી.હું તને ના નહી કહું પણ એટલુ જરૂર કહીશ કે થોડો વિચાર જરૂરથી કરી લેજે.તારી પુરી જીંદગી નો સવાલ છે.પેલી ડેન્સી પણ તારો પ્રેમ હતી અને પછી તારે કેટલુ સહન કરવું પડ્યુ તે મને ખબર છે,માટે કહું છુ કે આગળ પાછળનો વિચાર કરી શાંત ચિતે તારો નિર્ણય લેજે.હું તારી સાથે જ છું એન્ડ સોરી દેવાંશ હુ આ લગ્નમાં નહી આવી શકુ.તને ખબર જ છે કે વિકાસનો સ્વભાવ પણ મમ્મી જેવો જ છે તેને પણ પસંદ નહી આવે કે હું તમારી ખુશીમાં હાજર રહું.પરંતુ મારા બેસ્ટ વિશિશ હમેશા તમારી સાથે જ છે.બેસ્ટ ઓફ લક ફોર યોર હેપી ફ્યુચર.”નિકિતાએ સામા છેડેથી કહ્યુ “ઓ.કે.નિક્કી એન્ડ થેન્કસ ફોર યોર વિશિશ” આટલુ બોલીને દેવાંશે ફોન મુકી દીધો. નક્કી કરેલા દિવસે દેવાંશ અને રાજેશ્વરીના લગ્ન થયા.લગ્નમાં ઘરના કોઇ સભ્ય હાજર રહ્યા નહી.મિત્રો અને પાડોશીની હાજરીમાં દેવાંશ અને રાજેશ્વરીએ સાદાઇથી લગ્ન કર્યા. પહેલી રાત્રે જ્યારે તેઓ મળ્યા ત્યારે દેવાંશે રાજેશ્વરીને કહ્યુ , “રાજી તું સમાજ માટે રાજેશ્વરી છો,પણ હું તો તને પ્યારથી રાજી જ કહીશ. હવે આપણે બંન્ને પતિ-પત્ની છીએ અને એકસમાન છીએ.આજ પછીથી આપણા બન્ને વચ્ચે માલિક નોકર જેવો નહી પરંતુ જીવનના હમસફર જેવો વ્યવહાર રાખજે.હવે બધા કામ આપણે હળીમળીને કરીશું,પછી તે ઘરનું કામ હોય કે આપણા રેસ્ટૉરન્ટનું.

રાજેશ્વરી , “હા,દેવ,મને એ ગમશે કે તુ મને રાજી કહે.અને હું તુ કહે એમ જ કરીશ.મારી પુરી લાઇફ તારા માટે જ છે.મારી આખી જીંદગી મે તારા નામ પર લખી દીધી છે.આઇ લવ યુ સો મચ જાનુ.યુ આર ધ બેસ્ટ.એમ વાત કરતા કરતા બન્ને એક બીજામાં ખોવાઇ ગયા. રોજ સવારે બંન્ને સાથે મળીને ઘરનુ કામકાજ કરીને રેસ્ટોરન્ટ જાય.જયાં રાજેશ્વરી સાફ સફાઇ દીવો આરતી કરીને દેવાંશને મદદ કરાવે.અને ફુરસત ના સમયમાં રાજેશ્વરી વાંચન કરતી. દેવાંશે હવે તેને હિસાબ કિતાબનુ કામકાજ પણ સમજાવવા માંડયુ હતુ.ધીમે ધીમે બન્ને વધુ એકબીજાની નજીક આવતા ગયા. નવરાશના સમયે રાજેશ્વરી પુસ્તકો વાંચે.એક દિવસ રાજેશ્વરી ઘરે ફ્રી હતી.તેને પોતાની જ એક મૌલીક શૈલીમાં લખવાનું વિચાર્યુ.આથી તેણે દેવાંશને કહ્યુ, “દેવ હુ લેખક બનવા માંગુ છુ.તમે મને મદદ કરશો?મારા મનમાં ઘણા વિચારો છે તેને હું કાગળ પર લઇ આવવા માંગુ છુ. મને આ ક્ષેત્ર વિશે કાંઇ ખાસ ખબર નથી.” દેવાંશ , “રાજી અરે એમાં પુછવાનુ હોઇ કાંઇ?હું મારી રીતે બધી તપાસ કરી લઉ છુ.તુ તારી રિતે લખવાનું શરૂ કરી દે.હું મારી બનતી કોશિષ કરીશ.” રાજી , “થેન્ક્યુ સો મચ દેવ.મે ઘણા પુસ્તકો વાંચ્યા છે.પુસ્તકો વાંચતા વાંચતા મને એવો વિચાર આવ્યો કે આપણા સમાજની ઘણી સમસ્યાઓ છે જે લોકો સમક્ષ લાવવાની ખુબ જ જરૂર છે.અને લેખક બની એ સમસ્યાઓ મારે લોકો અને સમાજ સમક્ષ રજૂ કરવી છે અને લોકોને આ બધી સમસ્યાઓ માંથી બહાર લાવવાનો એક નાનો પ્રયત્ન કરવો છે.”

“હા જાનુ,હું તારી સાથે જ છું.તુ બીજી કોઇ ફિકર કર્યા વિના આજથી જ લખવાનું શરૂ કરી દે.તારા મનમાં આવો સારો વિચાર આવ્યો જ છે તેનો મતલબ એવો છે કે ભગવાન પણ તારી સાથે છે,અને તારા હાથે સારા કામ કરાવવા ઇચ્છે છે.”દેવાંશે કહ્યુ. રાજીને દેવાંશનો સાથ મળતા તે ખુબ જ ખુશ થઇ ગઇ.તેણે સમયનો મહ્તમ ઉપયોગ કરી પોતાના વિચારો કાગળ પર ટપકાવવાનુ શરૂ કરી દીધુ.દેવાંશે પણ પોતાના ફ્રેન્ડસ કે જેઓ આ વ્યવસાયમાં સંકળાયેલા હતા તેની મદદથી રાજી માટે હેલ્પ કરવાનું શરૂ કરી દીધુ.થોડા પ્રયત્નો અને સંઘર્ષથી રાજેશ્વરીની અંગ્રેજી ન્યુઝ પેપરમાં પોતાની એક સ્ટોરીના અંક આવવાનુ શરૂ થયુ.રાજેશ્વરીની પ્રથમ નૉવેલ ન્યુઝ પેપરમાં પ્રકાશિત થઇ જેનું ટાઇટલ “ડૉટર,ધ ગ્રેટ ગિફ્ટ બાય ગોડ”હતુ જેમાં તેણે દીકરી કે જે ભગવાન ની એક અનમોલ ભેટ છે અને સમાજમાં તેનુ સ્થાન શું છે તેનુ અદભૂત નિરૂપણ કર્યુ હતુ.જે ખુબ જ પ્રસિધ્ધ બની અને આગળ જતા તે એક નૉવેલ તરિકે પ્રસિધ્ધ થઇ અને તે નૉવેલ અલગ અલગ ભાષાઓમાં અનુવાદિત પણ કરવામાં આવી. રાજેશ્વરીની પ્રથમ નવલકથા આકર્ષક અને સત્યથી નજીક હતી.આમ તે પ્રથમ નૉવેલથી જ ખુબ જ પ્રસિધ્ધ બની ગઇ તેમાંથી મળેલ રકમમાંથી તેણે દેવાંશને તેના તમામ કર્જ ચુકવી દેવા કહ્યુ અને તેને સંપુર્ણ કર્જમાંથી મુક્ત કરી દીધો.અને રેસ્ટોરન્ટમાં પણ ભાગીદારી છોડાવી પોતાના નામે કરી લીધી.હવે રાત્રે પણ રેસ્ટોરન્ટ ચલાવવાની જવાબદારી દેવાંશને માથે આવે એટલે તેણે તેના બાળપણના મિત્ર અતુલભાઇને લંડન બોલાવી લીધા. અતુલભાઇ રાત્રે રેસ્ટોરન્ટ ચલાવતા અને દિવસે રેસ્ટોરન્ટના પાસે જ એક દુકાન રાખી લીધી.પછી રાજેશ્વરીએ બીજી નોવેલ “હેરમા” લખી જેમાં તેણે પોતાની માતાની આપવીતી નવલકથા રૂપે રજુ કરી હતી જે પણ ખુબ જ પ્રસિધ્ધ બની તેમાંથી મળેલા પૈસાથી દેવાંશે ફલેટ પણ પાછો ખરીદી લીધો.હવે રેસ્ટોરન્ટનો બિઝનેશ પણ ખુબ જ વધવા લાગ્યો હતો.રાજેશ્વરી તેની બે નવલકથા દ્વારા દેશ વિદેશમાં ખ્યાતનામ લેખિકાના રૂપમાં પ્રસિધ્ધ થવા લાગી.પણ તેણે પોતાની ઇમેજ તેના વાંચક મિત્રોથી છુપાવી રાખી હતી એટલે કે તેના વાંચક મિત્રો તેને તેની નવલકથા દ્વારા જ ઓળખતા હતા,બાકી રાજેશ્વરી હકિકતમાં કોણ છે,તે બાબતે બધા અંજાન હતા. રાજેશ્વરીએ ત્યાર બાદ ઘણી બધી બુકો લખી જે બધી ખુબ જ પ્રસિધ્ધ બની.દેવાંશ અને અતુલભાઇએ રેસ્ટોરન્ટ પણ ખુબ જ વિશાળ બનાવી લીધુ.અતુલભાઇ દસ વર્ષ લંડન રહી ભારત જતા રહ્યા પછી દેવાંશ પર ખુબ વધુ જવાબદારી આવી ગઇ હતી. રેસ્ટોરન્ટની તમામ જવાબદારી તેના શિરે આવી હતી ઉપરાંત રાજેશ્વરીને પણ તેના લેખનકાર્યમાં મદદ કરવાની જવાબદારી હતી.આથી તેણે મોડી રાત પછી રેસ્ટોરન્ટ બંધ કરવાનુ શરૂ કરી દીધુ.અને વહેલી સવારે જાગી તે રાજીને તેના લેખનમાં મદદ કરતો.બન્ને એકબીજાના પૂરક બની જીવન પસાર કરતા હતા.પણ કહેવાય છે ને કે ક્યારેક અત્યંત ખુશહાલ જીવન હોય તો આપણી જ ખુદની નજર લાગતી હોય છે,રાજેશ્વરીના જીવનમાં પણ કાંઇક એવુ જ બન્યુ.એવું તે શું બન્યુ તેના જીવનમાં,તે આપણે આવતા અંકમાં વાંચશું.................

વધુ આવતા અંકે............... .