સ્ત્રીને જોઇએ નાનકડો પ્રેમ
સ્ત્રીની હોજરી ખુબ જ નાની હોય છે… એને બે મીઠા પ્રેમના બોલ બોલી દો એટલે એ ખુશ … સામાન્ય સ્ત્રીને ના તો હનીમુન માટે સ્વીઝરલેન્ડના સપના છે ન તો જગતની મહારાણી બનવાના.. એ ચાહે છે કે એનો પતી એણે લીધેલી સાડી જોઇને એમ કહે કે તને આ સાડી ખુબ સરસ લાગશે…. એ તો માત્ર એ જ સાંભળવા માંગે છે કે તારા હાથનુ ભીંડીનું શાક ખુબ સરસ બને છે.. પછી જોઇલો… વગર કહે રાતે સુતા પહેલા દુધનો ગ્લાસ આવી જાય છે કે નહિ…!!!
એને એના પતિનુ માત્ર અને માત્ર અટેન્શન જોઇતુ હોય છે.. એને એક એવો સાથી જોઇતો હોય છે.. કે જે એની વાત ધ્યાનથી સાંભળે અને પોતાનો નિર્ણય પ્રેમથી સંભળાવે.. કારણ કે રાડો પાડીને કે બરાડા પાડીને જે વસ્તુ કહેવામા આવે એ કોન્ટ્રાડીક્શન જ પેદા કરશે… એને જોઇએ છે શું, ઓફીસે કે કામ પરથી આવતી વખતે એનો પતિ મુખવાસ તરીકે એક રૂપીયા વાળી પાંચ ઇક્લેર્સ ચોકલેટ લઇ આવે જે એ સુતા પહેલા ખાઇને મીઠું મોઢું કરી શકે.. જે આડકતરી રીતે અડધી તો પુરુષના મોઢાંમાં જ જવાની હોય… એને જોઇએ છે દિવસમાં એક વખતની યાદ કે શુ કરે છે ?.. બધાએ જમી લીધુ.. તુ જમી કે નહિ…????
એને જોઇએ છે થર્ડ ક્લાસ ટિકિટમાં થર્ડ ક્લાસ મુવી, જેમા એ ખુલ્લી ને હંસી શકે… એને જોઇએ છે એક એવો દોસ્ત જે એના બેફાટ હાસ્યને જોઇને સામેથી હંસી શકે… સ્ત્રીને કામ કરવાની શક્તિ ઇશ્વર નુ વરદાન છે, પુરુષ કદાચ જીમમાં જઇને કસરત કરી શકે, ડમ્બેલ્સ ઉઠાવીને બોડી બનાવી શકે પણ એ જ પુરુષને કપડા ધોવા નુ કહો, કપડા પર બ્રશ ઘસતા ઘસતા પંદર મિનિટમાં જ થાકી જશે… આજ એની કસરત અને ઘરની કપડા ધોવાની ચોકડી જ એનુ જીમ છે. પણ આંસુ એનુ સૌથી મોટુ ડીસચાર્જર છે… જ્યારે એની આંખો ભીની થાય છે.. ત્યારે એનો શ્રાપ શરૂ થાય છે… અણશક્તિનો શ્રાપ, નબળા વિચારોનો શ્રાપ, કોઇકની મીંટ માંડીને પાછા આવવાની વાટ જોવાનો શ્રાપ…. અને આ શ્રાપ કોઇ જો એ સ્ત્રી પરિણિત હોય તો એનો પતિ મીટાવી શકે…. જો કુંવારી કન્યા હોય તો એનો કોઇ સારો મિત્ર એને ગળે લગાવીને મિટાવી શકે… ભાઇ હાથ પકડીને કહી શકે “અરે વ્હાલી જલ્સા કર ને તારે શું ચિંતા હું સવ ને…”, એક ઘરની વહુને એની સાંસુ હુંફ આપી શકે “ બટા બધા સાજા વ્હાલા થઇ જશે મેં આજે મારા દિકરાને સમજાવવાનો ફૈસલો કર્યો છે..”, બસ આ જ છે.. નફરત કે દુખના શ્રાપને મીટાવવાનો જાદુઇ મંત્ર, નફરતનો ઇલાજ પ્રેમ સિવાય કોઇ છે જ નહિ… કોઇ જ નહિ… જો તમારી નજરમાં હોય તો જણાવો હું સ્વિકારી લઇશ…
યસ નો ડાઉટ સ્ત્રીને સેન્સ હોય છે, પણ એની સેન્સની પરવાહ કરવી એ પણ પુરુષની જીમ્મેદારી છે… પુરુષ ની વાત તો અમુક હદ સુધી એવી હોય છે…. કે.. “ખાટલામાં કબ્બડી કબ્બડી ત્યા સુધી બોલે જ્યા સુધી એ કબ્બ્ડી બોલવામાં સારૂ ફીલ કરે… પણ સ્ત્રી ની પ્લેઝરસ ફીલીંગ્સનું શું… એને તો હજુ એક ઓર લેપને પાર કરવી છે….. આવુ થાય ત્યારે પુરુષ પાંગળો બની જાય… જેણે એની પુરી ફરજ બજાવી નથી… બસ આ એકતરફી ખાટલા કબ્બડી જેમા રોમાંચ પણ એકતરફો જ છે… એક સેન્સીટીવ સ્ત્રી ને જોઇએ છે… એના પતીની કઠણ આંગળીઓ એના વાળમાં ફરતી હોય એનો અહેસાસ… એની ગરદન પાસે ગરમાહટ…. એના કાન પાસે અચાનક કોઇ દાતકસી… વેસ્ટ કંટ્રીમા એક સ્ત્રી લેખીકા ઇ. એલ. જેમ્સે એક નોવેલ લખી, “ફીફ્ટી શેડ્સ ઓફ ગ્રે” જે સ્ત્રીઓમાં ખુબ વંચાણી કારણ કે એમા એઉ લખાણ હતુ કે જે પોતાના જીવનમાં પણ ચાહતી હતી… એ જ નોવેલનો કેરેક્ટર ક્રિષ્ટીન ગ્રે મીસ. સ્ટીલ એની ગર્લ ફ્રેન્ડને ખુશ રાખવા જે નવા નવા કિમિયા વાપરે છે.. એનુ રોચક, માદક અને ઉત્તેજીત વર્ણન છે… અને સ્ત્રી બસ આવો નાનો અમથો પ્રેમ જ ચાહે છે…
“એક સ્ત્રી શુ બોલે છે..?” મુજે કોઇ નહિ ચાહિએ અગર તુ સુબહ મે ગાલો પર એક પપ્પી દે દે ઔર સોને સે પહલે મેરે સીર પર ચુમ લે..”. ડેડીકેટેડ ટુ ઇચ વિમેન્સ…
લેખક વિશે
હિરેન કવાડ એન્જીનીયર, ફીલોસોફર, રાઇટર, એક્ટર, ફીલ્મ એન્ડ પ્લે સ્ક્રીપ્ટ રાઇટર છે. પણ એમના મતે તે એક એન્ટરટેઇનરથી વધુ કંઇ જ નથી. હાલ એ ફુલ ટાઇમ આર્ટ્સ એન્ડ લીટરેચર સાથે સંકળાયેલ છે. એમને નાટકો જોવા ખુબ જ ગમે છે. એક્ટીંગ અને રાઇટીંગ પ્રત્યે એ ખુબ જ પેશનેટ છે. શોર્ટ સ્ટોરીઝ એ એમની પહેલી ગર્લફ્રેન્ડ છે. એ સિવાય એ મ્યુઝીક પણ જાણે છે. ક્લાસીકલ મ્યુઝીકના એ જબરા શૌખીન છે.
એમણે એમનુ એન્જીનીયરીંગ અમદાવાદની એક પ્રતિષ્ઠીત કોલેજમાંથી કર્યુ અને એન્જીનીયરીંગ પુરૂ કર્યાના બે વર્ષ પછી પોતાનો બધો જ સમય લીટરેચર અને આર્ટસમાં આપવાનુ નક્કિ કર્યુ. હાલ એ ‘એન્જીનીયરીંગ ગર્લ’, શોર્ટ સ્ટોરીઝ અને નાટકો પર કામ કરી રહ્યા છે.
આ સ્ટોરીઝના રીવ્યુઝ અને ફીડબેક આપવાનુ ભુલતા નહિ.
Facebook :
Twitter :