Exam Reading Helps in Gujarati Motivational Stories by Hiren Kavad books and stories PDF | Exam Reading Helps

Featured Books
Categories
Share

Exam Reading Helps

એક્ઝામ રીડીંગ હેલ્પ્સ ?

~ હિરેન કવાડ ~

એક્ઝામ રીડીંગ હેલ્પ્સ ?

રીડીંગના દિવસો એટલે એવા દિવસો જ્યારે રીડીંગ સિવાય બધુ કરવાનુ મન થાય. રીડીંગ એટલે હુ કોઇ સ્ટોરી બુક. કવિતાઓ, કોઇ નોવેલ, કોઇની આત્મકથા કે કોઇ ન્યુઝ પેપરના આર્ટીકલ વાંચવાની વાત નથી કરતો કારણ કે બધુ વાંચવાનુ મન પણ દિવસોમા થતુ હોય છે. પણ હુ તો કોલેજ કે સ્કુલની એક્ઝામમા જે ટેક્સ્ટ બુક વાંચવાની હોય એની વાત રૂ છુ.

કોલેજ જતા હોઇએ ત્યારે એક્ઝામ તો હોય . અને એકઝામ હોય ત્યાં રેલા આવવાના . અને રેલા આવે એટલે વાંચવુ પણ પડે. બુલશીટ ટુ ધીઝ એજ્યુકેશન સીસ્ટમ કે જે ગમતા કામોથી દુર લઇ જાય. પણ એક્ઝામના રીડીંગ વખતે કેવા કેવા કિમિયા સુજે છે એનુ લીસ્ટ બનાવીએ

સવારે નવ વાગે જાગીએ અને સાડા નવે તૈયાર થઇને રીડીંગ કરવા બેસીએ પછી શરૂથાય તલાશ મૌકો કી. વાંચવાનુ રૂ થયુ હોય ત્યાંતો પાણીની તરસ પણ લાગી જાય. વાંચવાનુ તો ગમતુ ના હોય, એટલે ધ્યાન તો બીજે ક્યાંક હોય. વાટ જોવાતી હોય કે રૂમમા કોઇ ટાઇમ પાસ કરવા આવે. એવાજ ટાણે કોઇ પઢાકુ વાંચી-વાંચીને રૂમમા ફ્રેશ થવા આવે, એટલે મળી જાય વાતો કરવાનુ બહાનુ. ફરી પંદરેક મિનિટ સ્ટડી બુકમા આંખો રાખીને એને શ્વાસ રોકવા મજબુર કરવાની. બવ થયુ, કેટલુ વાંચી નાખ્યુ, મારે તો એક નંબર જવુ છે. એક નંબરના બહાને આંટો મારવાનુ બવ જુનુ બહાનુ. ફરી શ્વાસ રોકવા બેસીએ, પણ ત્યાં તો બાર વાગે એટલે જમવાનો ટાઇમ.

આવા ઘણા બહાના છે જે વાંચતી વખતે રોકતા હોય છે, બટ.. મારે જે આજે વાત કરવી છે, રીડીંગની પોઝીટીવ સાઇડની કરવી છે

સ્ટીવ જોબ્સ ની એક સ્પીચ છે. જેમા એની લાઇફની ત્રણ સ્ટોરી કહે છે. એમા તે જે કહે છે જે હુ અહિં ગુજરાતી ભાવાનુવાદ કરીને મુકુ છુ.

ક્યારેક જીંદગી તમારા માથા પર લોઢા જેવી ઇંટનો ઘા કરે છે, પણ શ્રધ્ધા અને વિશ્વાસ ના ગુમાવો. હુ કહુ છુ કે જે વસ્તુએ ખરેખર મને જીવતો રાખ્યો છે, જે વસ્તુએ ખરેખર પળે પળે મારા જીવને પણ જીવીત રાખ્યો છે બીજુ કંઇ નહિ, હુ જે કામ કરુ છુ એને પ્રેમ કરુ છુ, ચાહુ છુ. તમારે વસ્તુ શોધવાની છે જેને તમે ખરેખર પ્રેમ કરો છો. એજ તમારૂ સાચુ કામ છે, કારણ કે એજ તમારો ખરો પ્રેમ છે. તમારૂ કામ તમારી જીંદગીને નવા રંગોથી ભરી દેશે, અને તમારુ કામ તમારી જીંદગીના મોટા ભાગને આવરી લેશે. અને ખરેખર સંતોષ ત્યારેજ મેળવી શકાય જ્યારે ખુદ તમે છાતી ઠોકીને કહી શકો એટલો વિશ્વાસ હોય કે હા, હુ મહાન કામ રૂ છુ. અને મહાન કામ કરવાનો એક રસ્તો છે કે જે તમે કરો છો એને પ્રેમ કરો, એને ચાહો, એની પાછળ પાગલ થઇ જાવ. જો કામ તમને હજુ ના મળ્યુ હોય તો શોધતા રહો, ત્યાં સુધી શાંતીથી ના બેસો. કારણ કે બધી વસ્તુ હ્રદય સાથે સંકળાયેલી છે, એટલે તમને વસ્તુ મળશે એટલે ખબર પડી જશે. અને એક સારા સંબધની જેમ, જેમ જેમ વર્ષો વિતતા જશે એમ ગાઢ બનતી જશે, (મારા મતે જેમ રાતે દુધ મેળવ્યુ હોય અને જેમ રાત વિતે એમ દહિં જામતુ જાય અને સવારે તમે એમાથી માખણ કાઢી શકો એમ). તો સ્થાયી થાવ. ભુખ્યા રૂની જેમ શોધતા રહો જ્યાં સુધી તમને વસ્તુ ના મળે જેને ખરેખર તમે પ્રેમ કરો છો.”

સ્પીચ જ્યારે મે સાંભળી ત્યારે તો મને પણ ખુબ મજા આવેલી પણ પછી સવાલ થયો કે મને ગમતી વસ્તુ કઇ..? પણ, વેલ મારે મારી વાત નથી માંડવી

પણ રીડીંગ અને ઉપરની સ્પીચ ને શું લાગે વળગે. ?

રીડીંગ એવો સમય છે જ્યારે તમને ખબર પડતી હોય છે કે ખરેખર તમને શું ગમે છે, ગમતી વસ્તુ શોધવી ઘણી વાર ખુબ મુશ્કેલ હોય છે અને ક્યારેક તો આપડે જીંદગીના ટોર્નેડોમા ફસાઇ જતા હોઇએ છીએ. કોઇ ફટાકા છોકરી ના પ્રેમની વાત નથી. કે ન તો ઇક્લીપ્સના હીરો જેવા હેન્ડસમ છોકરાની. તો બધાને ગમે .

પણ રીડીંગ વખતે કદાચ તમને હીન્ટ મળી શકે કે મને શું ગમે છે. જો તમે ક્રીકેટના રસીયા હશો. તમને ક્રીકેટ ખરેખર ગમતી હશે. ક્રીકેટ તરફ તમને લગાવ હશે તો મોબાઇલમા વારા ઘડીએ સ્કોર જોવાનુ મન થશે. રીડીંગ પડતુ મુકીને પણ પહેલા ન્યુઝ પેપરની હેડલાઇન નહિ પણ છેલ્લેથી ચોથુ પાનુ જે સ્પોર્ટ્સનુ હોય છે પહેલા ખુલશે. કંટાળા ના સમયે ફરી મોબાઇલ મા અપડેટ સ્કોર જોવા માટે આંગળા તડપતા હશે.

જો તમને ખરેખર રીડીંગમા રસ હશે તો તમને બીજી કઇ સુજશે નહિ, તમે એમા પુરેપુરા ઇન્વોલ્વ્ડ થઇ જશો. અને સમયનુ ભાન તમને નહિ રહે. પણ જો…… તમને રીડીંગ કરતી વખતે એમ થાય કે Data compressionના ત્રણ ચેપ્ટર પતે એટલે માંજી મુવી જોઇ નાખવુ છે, ડી.વી.ડી પ્રીંટ આવી ગઇ છે, તો પતી ગયુ. રીડીંગ તમને નથી ગમતુ કમીટ કરી દો. કારણ કે તમે મુવીને વધારે પ્રાયોરીટી આપી છે. મોસ્ટ ઓફ, આપણે જ્યારે કંટાળ્યા હોય ત્યારે ક્યાં જતા હોઇએ, જ્યાં આપણને આરામ મળતો હોય અને ખરેખર આપણને ગમતુ હોય, એવી રીતે જેને મુવી જોવા ગમતા હોય એનો આરામ ઓટલો મુવી છે. હવે પ્રશ્ન પણ થાય કે મુવી જોતા જોતા આખી જીંદગી થોડી જાય, એમા ખાવા ના રોટલાના પૈસા ના નીકળે, પણ જો ખરેખર તમે મુવીના દિવાના હશો તો તમે એનો અલ્ટરનેટીવ પણ શોધી કાઢશો, આજકાલ મુવી રીવ્યુવર પણ સારા રૂપીયા કમાય છે, ટાઇટેનીક જેવી મહામુવી ફરીવાર રીલીઝ થવાની હતી ત્યારે ઘણા મુવી રીવ્યુવરો અને ખગોળવિજ્ઞાનીઓએ બતાવ્યુ કે તમારી મુવીમા ભુલો છે, જ્યારે ખરેખરમા ટાઇટેનીક ડુબ્યુ ત્યારે વખતેનુ આકાશમંડળ જે તમે મુવીમા દેખાડ્યુ છે પ્રમાણે નહોતુ, અને બીજી ઘણી ભુલો કાઢી અને ભુલો ટાઇટેનીકના રીરીલીઝમા સુધારવામા આવી, ભુલો શોધવાવાળાને કરોડો ચુકવવામા આવ્યા. તો મુવી જોવામા પણ કરીઅર છે ખરુ.

જો રીડીંગ કરતી વખતે ફ્રેશ થવામા તમારા મોઢામાથી હમણા રીલીઝ થયેલ કોઇ મુવીનુ સોંગ્સ પણ નીકળી જાય તો એનો મતલબ કે તમને ગાયકીમા રસ છે, યુ કેન બી નેક્સ્ટ લતા મંગેશકર.. બવ ઉપર ચડાવ્યા..? અચ્છા ચલો શ્રેયા ઘોશાલ બસ…? ના ના બન્ને માથી એકેયે નહિ બનવાનુ કારણ કે સ્પીચમા સ્ટીવ જોબ્સ કહે છે કે પારકી જીંદગી તમે ક્યાં સુધી જીવશો..? ઉધાર માંગેલી જીંદગી જીવવાની બંધ કરો અને પોતાની જીંદગી જીવવાની શરુ કરો. એટલે જો આપણે ચુન્નુ હોઇએ તો ચુન્નુ બનીને ગાવુ અને મુન્ની હોઇએ તો મુન્ની બનીને ગાવુ…… કારણ કે હુ, હુ છુ બીજુ કોઇ નહિ.

જો રીડીંગ કરતી વખતે તમારા મનમા જાવામા બનાવતા પ્રોજેક્ટમા આવતી એરરની યાદ આવે અને તમારુ મન ત્યાંથી હટતુ ના હોય તો બુકને સાઇડમા મુકીને લેપટોપ ખોલો અને એરર પહેલા સોલ્વ કરો અને પહેલા જે તમારુ દિલ કહે છે કરો. કારણ કે ઓશો કહ્યુ હતુ કે જ્યારે તમને જે ઇચ્છા જાગે પહેલા પુરી કરી લો અને પછી બીજુ કામ કરો, પોતાની જાત ને પામવાનો એનાથી સરળ બીજો કોઇ રસ્તો નથી.

જો તમે વાંચતા હોવ અને તમારૂ નવુ લાવેલુ ગીટાર તમને બુમો પાડી પાડીને બોલાવતુ હોય તો પછી વાર ના લગાડવાની હોય કારણ કે ગીટા છે જે તમારી લાઇફ વધારે બ્યુટીફુલ બનાવી શકે એમ છે, કારણ કે જે વસ્તુ તમારો સ્ટ્રેસ દુર કરી શકે વસ્તુ તમને કોઇ પણ પડતી ક્ષણે સંભાળી શકે, એટલે બુક પર આવેલો ગુસ્સો તમે તમારા ગીટાર પર તમારી આંગળી ફેરવીને દર્દનુ અને ખુશીનુ સંગિત ચારેતરફ રેલાવી દો.

જો તમે વાંચતા હોવ અને તમારો ફ્રેન્ડ કે તમારી ફ્રેન્ડ કંટાળો આવતો હોય એટલે ફ્રેશ થવા કોઇ સોંગ વગાડે અને જો તમે એના સુર પર બે ઘડી જુમી ઉઠો અને તમારા પગ પર કાબુ ના રહે તો તમે કદાચ ડાન્સીંગમા પણ રસ ધરાવો છો. એટલે કદાચ તમે પ્રભુદેવા કે પછી મૃણાલીની સારાભાઇ સામે કમ્પીટ કરી શકો એવી કલા ધરાવો છો, એટલે પગમા ઘુંઘરુ બાંધીને જુમી ઉઠો, પણ કલામા ડુબવા માટે નેપોલીયન કહે એમ બર્નીંગ ડીઝાયર જોઇએ

વાંચવાના કંટાળા સમયે ફ્રેન્ડસ સાથે રૂમમા ટાઇમ પાસ કરતી વખતે તમે કોઇ ફ્રેન્ડની મજાક ઉડાવવા ન્યુઝ રીડીંગના ઢાળમા એના વિષે સમાચાર વાંચવા લાગો અને તમારા ફ્રેન્ડનુ ઇન્ટરવ્યુ લેવા માંગો તો, ઇન્ડીયાના બેસ્ટ ઇન્ટરવ્યુવર અને જેમની સામે મોદી જેવા મોદીના કપાળે પણ પરસેવો વળી જાય, પાણી માંગવુ પડે, આટલુજ નહિ, ત્યાં સુધીનુ કહેવુ પડે કે ભાઇ કેમેરો બંધ કરદોસ્તાના બના રહેતો એવા કરન થાપર જે ઇન્ડીયાના બેસ્ટ ઇન્ટરવ્યુવરો માના એક છે, એના વશંજો કદાચ તમે હોઇ શકો. એટલે તમે તમારી ફીલ્ડ જે એક્ચ્યુઅલી તમારી ફીલ્ડ છે નહિ છોડી એમા પણ આગળ વધી શકો. શર્ત બસ ઇતની હૈ, યુ હેવ ટુ બી ઇન લવ વીથ ધેટ વર્ક.

તો આટલુ બધુ લખ્યુ માત્ર એટલા માટે જ કે રીડીંગ ટાઇમ ખરેખર એક ફ્રેન્ડ બનીને આવે છે, ભલે કંટાળા જનક હોય પણ કંટાળો તમને બતાવી શકે કે ખરેખર તમને રસ શેનામા છે, જો તમે ગમતા કામને મેળવી લો તો કોન્ગ્રેચ્યુલેશનગો અહેડ વીથ ઇટસ્ટે ફુલીશ સ્ટે હંગ્રી. પણ જો રીડીંગ ટાઇમમા પણ ના મળે તો જેમ સ્ટીવ જોબ્સ કહે છે એમ…. ડોન્ટ સેટલ…. કીપ લુકીંગ અન્ટીલ યુ ફાઇન્ડ ઇટ ડુ વોટ યુ લવ, લવ વોટ યુ ડુ.

લેખક વિશે

હિરેન કવાડ એન્જીનીયર, ફીલોસોફર, રાઇટર, એક્ટર, ફીલ્મ એન્ડ પ્લે સ્ક્રીપ્ટ રાઇટર છે. પણ એમના મતે તે એક એન્ટરટેઇનરથી વધુ કંઇ જ નથી. હાલ એ ફુલ ટાઇમ આર્ટ્સ એન્ડ લીટરેચર સાથે સંકળાયેલ છે. એમને નાટકો જોવા ખુબ જ ગમે છે. એક્ટીંગ અને રાઇટીંગ પ્રત્યે એ ખુબ જ પેશનેટ છે. શોર્ટ સ્ટોરીઝ એ એમની પહેલી ગર્લફ્રેન્ડ છે. એ સિવાય એ મ્યુઝીક પણ જાણે છે. ક્લાસીકલ મ્યુઝીકના એ જબરા શૌખીન છે.

એમણે એમનુ એન્જીનીયરીંગ અમદાવાદની એક પ્રતિષ્ઠીત કોલેજમાંથી કર્યુ અને એન્જીનીયરીંગ પુરૂ કર્યાના બે વર્ષ પછી પોતાનો બધો જ સમય લીટરેચર અને આર્ટસમાં આપવાનુ નક્કિ કર્યુ. હાલ એ ‘એન્જીનીયરીંગ ગર્લ’, શોર્ટ સ્ટોરીઝ અને નાટકો પર કામ કરી રહ્યા છે.

આ સ્ટોરીઝના રીવ્યુઝ અને ફીડબેક આપવાનુ ભુલતા નહિ.

Facebook :

Twitter :