Hu Gujarati Part 7 in Gujarati Magazine by MB (Official) books and stories PDF | Hu Gujarati Part 7

Featured Books
Categories
Share

Hu Gujarati Part 7

હુંુ ગુજરાતી -૭

सत्यमेव जयते

© COPYRIGHTS


This book is copyrighted content of the concerned author as well as Matrubharti.


Matrubharti has exclusive digital publishing rights of this book.


Any illegal copies in physical or digital format are strictly prohibited.


Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.

અનુક્રમણિકા

•એડિટરની અટારીએ થી... - સિધ્ધાર્થ છાયા

•કલશોર - ગોપાલી બુચ

•ર્સ્િી-પીંછ - કાનજી મકવાણા

•ભલે પધાર્યા - મહેન્દ્ર શર્મા

•કૌતુક કથા - હર્ષ કે. પંડ્યા

•લઘરી વાતો - વ્યવસ્થીત લઘરવઘર અમદાવાદી

•બોલીવુડ બઝ ! - સિધ્ધાર્થ છાયા

•ફૂડ સફારી - આકાંક્ષા દેસાઈ

•ગ્લોબલ મેનેજમેન્ટ - દિપક ભટ્ટ

•મિર્ચી ક્યારો - યશવંત ઠક્કર

એડિટરની અટારીએ થી...

સિધ્ધાર્થ છાયા

ઈ-દ્બટ્ઠૈઙ્મ : જૈઙ્ઘઙ્ઘરટ્ઠિંર.ષ્ઠરરટ્ઠઅટ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

એડિટરની અટારીએ થી...

‘સત્યમેવ જયતે’

જ્યારે જ્યારે પણ કોઈ સરકારી કાગળ આપણા હાથમાં આવે છે ત્યારે આપણી નજર આપણા રાષ્ટ્રીય ચિન્હ એટલે કે પેલા ત્રણ સિંહોની આકૃતિ નીચે લખેલા ‘સત્યમેવ જયતે’ પર અચૂક જતી હોય છે. ઘણીવાર આ વાંચીને આપણે મનમાં એમ પણ વિચારતા હોઈએ છીએ કે શું ખરેખર સત્યનો વિજય થતો હોય છે ? કારણ કે આપણે ઘણીવાર સત્યની પડખે જ હોઈએ તો પણ આપણે જ તકલીફ ભોગવવી પડતી હોય છે અને અન્ય વ્યક્તિ દેખીતી રીતે જ અસત્યનો સાથ આપતો હોય તો પણ પૈસેટકે સુખી અને કાયમ આનંદમાં રહેતો હોય છે. આવું જોઈને આપણને આપણા વડીલોએ કહેલી એક અન્ય વાત પણ યાદ આવી જાય છે કે અસત્યથી અથવા તો ગેરકાયદે કમાયેલા પૈસાથી મળતું સુખ લાંબો સમય ચાલતું નથી હોતું. પણ જ્યારે વર્ષોના વર્ષો સુધી આપણી અને એમની આર્થિક પરિસ્થિતિમાં કોઈજ ફેર નથી પડતો ત્યારે આપણને આ વાત ઉપર પણ શંકા જતી હોય છે.

હવે આ લાંબો સમય કેટલો લાંબો રાખવો એનું કોઈએ ટાઈમટેબલ બનાવ્યું નથી એટલે આપણે ઘણીવાર અથરા થતા હોઈએ છીએ. ઉપરની કહેવતો કે વિચારો ઉપરાંત એક વિચાર કે કહેવત એ પણ છે કે ‘ઇશ્વરની ઘંટી બહુ ધીમું અને બારીક દળતી હોય છે’ એટલે સમય જાય પણ અસત્યની પડખે રહેનારનો ન્યાય અચૂક થતો હોય છે. ભલે આ ન્યાય આપણી હયાતીમાં ન થઈ શકે. હવે જુવોને આ આવનારી ‘દશેરા’ પણ આ જ ‘સત્યમેવ જયતે’નો ધીમી દળતી ઘંટીનો જ દાખલો છે ને ? રાવણનો જુલમ કેટલાંય વર્ષોથી ચાલુ હતો એને મારવા માટે ખુદ વિષ્ણુ ભગવાને એક આખેઆખો ફ્રેશ અવતાર લેવો પડ્યો અને અવતાર લીધાં પછી પણ એક સામાન્ય માનવીની જેમજ યુવાની સુધી રાહ જોઈ એટલું જ નહીં પણ તે પછી પણ ચૌદ વર્ષ બીજાં રાહ જોવી પડી અને અસત્યનાં ટ્રેડમાર્ક જેવાં રાવણને મારવા માટે એક વેલીડ રીઝન એટલે કે પોતાની પત્નીનું અપહરણ થયું પછી જ રાવણ પર ચડાઈ કરીને એને માર્યો.

વિષ્ણુનાં તમામ અવતારો તમે જુવો ત એ બધાંજ અવતારોમાં એમણે અસત્યને હરાવવા માટે જ જન્મ લીધો અને એક આખું જીવતર પૂરું કર્યું ત્યારે એ અસત્યને હરાવી કે મારી શક્યા. એટલે અસત્ય ભલેને કેટલુંય મજબુત હોય પણ છેવટે કોઈ એક સમયસીમાનાં અંતે એણે ઝૂકવું, હારવું કે મરવું જ પડે છે. દશેરાની લગોલગ ‘ગાંધી જયંતી’ પણ છે આ ફક્ત યોગાનુયાગ છે પણ કેવો ભવ્ય યોગાનુયોગ છે ? મહાત્મા ગાંધી પણ છેવટ સુધી સત્યની સાથે જ રહ્યાં હતા અને સત્ય અને અહિંસા તો એમનાં જીવનનાં મહામંત્ર બની ચુક્યા હતાં. રામ, કૃષ્ણ કે ગાંધીજી આ તમામે પોતાને માટે નહીં પણ સમાજ કે દેશ માટે સત્યનો સહારો લઈને અસત્યને પરાજય આપ્યો હતો અને એ પણ આખેઆખી જિંદગી ખપાવી દઈને, તો પછી શું આપણે આપણા ખુદને માટે કાયમ સત્યનો સાથ ન આપી શકીએ ? એના સાથ માટે થોડીક તકલીફ ન વેઠી શકીએ ? એક જરાક અમથા ધૈર્યની જરૂર છે પછી તો બસ ફતેહ છે આગે...

આપને અને આપનાં પરિવારને ‘હું ગુજરાતી’ પરિવાર તરફથી દશેરા નિમિત્તે હાર્દિક શુભકામનાઓ !!!

કલશોર

ગોપાલી બુચ

ઈ-દ્બટ્ઠૈઙ્મ : ર્ખ્તટ્ઠઙ્મૈહ્વેષ્ઠરજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

કલશોર

“અસત્ય માહેથી પ્રભુ પરમ સત્યે તું લઈ જા...”

સત્ય ! આ વખતની થીમ વિશે સાંભળીને હું જરાક વિચારે ચડી.સત્ય ?! ક્યાં શોધવું ? શું લખવું ? સત્ય વિશે કાંઈ પણ કહેવા કે લખવાપહેલાં એને શોધવું પડે, જાણવું પડે, સમજવું પડે. એટલે હું સત્યને શોધવા જતા લગભગ ગોટે ચડી ગઈ એમ કહું તો ખોટું નહીં કહેવાય. શોધવાથી સત્ય જડે ? અને જે જડ્યું છે એ સત્ય ચે એમ નક્કી કોણ કરે ? સત્યના પ્રયોગો કરવાની ગાંધીજી જેટલી સજ્જતા આપણામાં ખરી ? સત્ય સ્વીકારવા જેટલી પણ સકારાત્મકતા આપણે દાખવી શકીએ ?

આવા ઘણાં વિચારો વચ્ચે ગાંધીજીએ જ કહેલી વાત યાદ આવી ગઈ. પોતાની આત્મકથા “સત્યના પ્રયોગો”માં એમણે સ્વીકાર્યું છે કે, “સત્ય મને જડ્યું નથી, પણ હું સત્યનો શોધક છું. એ શોધવાને અર્થે જે વસ્તુ મને પ્રિયમાં પ્રિય હોય તેનો ત્યાગ કરવા હું તૈયાર છું, અને એ શોધરૂપી યજ્ઞમાં આ શરીરને પણ હોવાની મારી તૈયારી છે... આ માર્ગ જો કે ખાંડાની ધારે ચાલવા જેવો છે છતાં મને સહેલો લાગ્યો છે... સત્યના શોધકને તો રજકણથી પણ નીચે રહેવું પડે છે, સત્યનો પૂજારી તો રજકણ સુધ્ધાં તેને કચડી શકે એવો અલ્પ ન બને ત્યાં સુધી તેને સ્વતંત્ર સત્યની ઝાંખી પણ દુર્લભ છે.”

આ જાણ્યાં પછી સત્ય શોધવાની આપણી તૈયારી કેટલી ? બસ, આવું જ કાંઈક વિચારતા મને એક હિન્દી કવિતામાં જીવનની વાસ્તવિકતા મળી આવી. કદાચ સત્યની નજીકની સચ્ચાઈ !

કહ નહી સકતા સમસ્યાએ બઢી હૈં,

ઔર યા કુછ ઘટા હૈ સમ્માન !

બઢ રહી હૈ નિત નિરંતર, સભી સુવિધાએં,

કમી કુછ ભી નહીં હૈં, પ્રચુર હં ધન્‌-ધાન !

ઔર દિનચર્યા વહી હૈ, સંતુલિત પર હો રહા હૈ,

રાત્રિકા ભોજન, પ્રાતઃ કા જલપાન !

ઘટા હે ઉલ્લાસ, મન કા હાસ,

કુછ બાકી નહી આધે અધુરે કામ !

ઔર વય કુછ શેષ, બૈરાગી હૃદય ચુપચાપ તકતા,

અનમના, કુછ ક્ષીણ હોતી જીંદગી કી શામ !

(રાજીવક્રિષ્ણ સક્સેના)

કવિ શ્રી રાજીવક્રિષ્ણ સક્સેનાનું આ કાવ્ય આપણને જીવતરની લયબદ્ધ ગતિની યાત્રા કરાવે છે એમ કહેવું અતિશ્યોકતિ નહી ગણાય. જીવનના ક્રમને અને સાથે સાથે મનની આવસ્થાને માર્મિક ચિત્રણ મળ્યું છે.

સત્ય જ તો છે. આપણી અપેક્ષા અને પૂર્ણતા વચ્ચે હંમેશાં ચોક્કસ અંતર રહી જતું હોય છે. અને એમાંથી ઉદ્‌ભવતી સમસ્યાઓ ! જેના વિષચક્રમાં સતત પિંખાઈ રહેલો માણસ, વધુને વધુ ફસાતો જ જાય છે. અભાવનું ચોક્કસ કેન્દ્રબિંદુ શોધવામાં મળતી નિષ્ફળતા એની સમજદારી અને સન્માનને પ્રશ્નમંચ પર લાવીને બેસાડી દે છે.

જીવનની પણ એક મર્યાદા હોય છે. ગજા બહારની અપેક્ષા આપણા પોતાના જીવન પાસેથી પણ રાખવી નહીં. જીવનમાં કોઈ જ ઊણપ ન હોય. બધું જ ભૌતિક સુખ સગવડોથી સમૃદ્ધ હોઈએ અને છતાં પ્રત્યેક સાંજ એક ઉદાસી લઈને આવતી હોય અને કવિ શ્રી દુષ્યંતકુમારની પંક્તિ ગણગણવાનું મન થતું હોય કે “સાંજ કે વખ્ત ઘરમેં એકેલે ન રહા કરો.”, તો એ સાંજ સિંદુરી સંધ્યાને બદલે લોહીનો જખ્મી લાલ રંગ લઈને આવતી હોય છે.

ઉંમર એની ક્ષિતિજ પર આવીને અટકી ગઈ હોય છે. જ્યારે કશું જ કરવાનું બાકી રહ્યું નથી હોતું અને પણે ધીમે પગલે જીવનના અંતિમ પડાવ તરફ આગળ ધપી રહ્યા હોઈએ છીએ. આ એક એવી અવસ્થા છે કે જ્યારે મન અને હૃદય બંને “યે જીવન હૈ, ઈસ જીવનકા યહી હૈ યહી હૈ યહી હૈ રંગરૂપ...” સ્વિકારી ચુક્યા હોય છે. એક પ્રકારનો ઠહેરાવ આવે છે. નિસ્પૃહતા આવી જાય છે. જો કે દરેક લોકોને એવું થાય એ જરૂરી નથી હોતું, ઘણા એવા પણ હોય છે જે જિંદગીના આખરી પડાવમાં પણ વિવિધ રંગોના સૌંદર્ય સાથે તાલમેલ મેળવી જ લેતા હોય છે.

પણ ઘણા એવા પણ હોય છે જે ભીડ વચ્ચે પણ એકલા હોય છે. અંદરના ખાલીપાનો શિકાર બની ચૂક્યા હોય છે. સંપૂર્ણ કોલાહલ વચ્ચે પણ સન્નાટો એમને કોરી કોરીને ખોખલાં કરી નાંખતો હોય છે. એ લોકો એક વૈરાગી અવસ્થાએ પહોંચી ગયા હોય છે. પછી એ અર્જુનના વિષાદયોગ જેવી દશા છે કે હારી-થાકીને પ્રવેશેલો સ્મશાન વૈરાગ્ય છે એ કળવું જરા મુશ્કેલ છે. સમજણથી વસ્તરતો જતો વૈરાગ્ય એ સ્થિતપ્રજ્ઞ અવસ્થાની નિશાની છે. દરેક પરિસ્થિતિમાં જલકમલવત રહેવું, એ જીવનનું સનાતન સત્ય. પણ એ માટે જાતની બહાર જઈને જાતની ભીતર જોવાની, સમજવાની દૃષ્ટિ કેળવવી પડે છે. જે વ્યક્તિ એ કેળવી જાણે છે એ જ જીવનનાં સત્યને પામી જાણે છે.

ર્સ્િી-પીંછ

કાનજી મકવાણા

ર્સ્િી- પીંછ

ભલે પધાર્યા

મહેન્દ્ર શર્મા

ભલે પધાર્યા

બાળપણનો પ્રેમ

સુદીપ અને સુષ્મા એકબીજાને ધોરણ ૪થી પ્રેમ કરતા હતા. ઘણી વખત સુદીપ ખૂબ માંદો હોય છતાં સ્કૂલ જતો કે સુષ્માને મળવાનું રહી ના જાય અને સુષ્મા ઘણી વખત માતાપિતા સાથે બહારગામ જવાનું ટાળતી કેમ કે જો એ એક દિવસ પણ સુદીપને ન મળે તો એને ચેન ના પડે.

ધોરણ ૧૦ની પરીક્ષા વખતે છેલ્લા વિષયનું પેપર બાકી હતું ને રોજની જેમ સુદીપ અને સુષ્મા પરીક્ષા કેન્દ્રવાળી સ્કૂલના પાછલા બારણે એકબીજાને ‘ગુડલક’ કહેવા મળ્યા ત્યારે જ સુદીપે ખુલાસો કર્યો કે આ વખતે પાસ નહિ થવાય કારણ કે એ ગાઈકાલના પેપરમાં ફક્ત ૨૫ માર્કસનું જ અટેન્ડ કરી શક્યો છે. સુષ્માએ સુદીપને દિલાસો આપ્યો કે વાંધો નહિ, આજનું પેપર સારું કરજે અને પછી બંને પેપર લખવા માટે છુડા પડ્યા.

પરીક્ષા પૂરી થઈ, વેકેશન પડ્યું અને રીઝલ્ટનો દિવસ આવ્યો. રીઝલ્ટના દિવસે સુદીપનો ચહેરો જોવા જેવા હતો એનો વ્યવહાર પણ સુષ્મા સાથે સારો નહોતો. એક વાર તો એણે સુષ્માને પણ કહી દીધું કે તારે શું ? તું તો પાસ થઈ જ જઈશ, અને આગળ જતી રહીશ પણ હું હતો ત્યાં ને ત્યાં જ. સુષ્માએ સુદીપની પરિસ્થિતિને સમજીને જવાબ ન આપ્યો.

પરીક્ષાના રીઝલ્ટ ચોંકાવનારા હતા, સુદીપ એક વિષયમાં ફેલ હતો અને સુષ્મા પણ એક જ વિષયમાં ફેલ ! સુદીપ ચોંક્યો અને એણે પૂછી લીધું, “અરે આ શું ? તું તો બહુ જ કોન્ફીડન્ટ હતી ને, શું થયું ?”

અને સુષ્માએ વિનમ્રતાથી જવાબ આપ્યો, “અરે ગાંડા તારી વગર નહીં પણ મારે તારી સાથે આગળ જવું છે, ચાલ હવે તૈયારી શરૂ કરીએ અને પાસ થઈએ.”

અને સુદીપને ખ્યાલ આવી ગયો કે કેમ સુષ્મા હોશિયાર હોવા છતાં ફેલ થઈ....?

કૌતુક કથા

હર્ષ કે. પંડ્યા

ઈ-દ્બટ્ઠૈઙ્મ : દ્બટ્ઠહરટ્ઠિ૮૭જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

કૌતુક કથા

“સત્ય, અર્ધસત્ય, અસત્ય :

ડૂપ્યા અલકાતા રાજ, ડૂપ્યા મલકાતા કાજ રે...”

સત્ય હંમેશા એકતરફી, એક ઝુબાની કે દિશાહીન હોતું નથી. સત્ય ભીમદેવના તીર જેવું, અર્જુનના અસ્ત્રો જેવું અને કેટ વિન્સલેટના ટાયટેનીક ફિલ્મના સીનમાં ઉતરતા ગાઉન જેવું હોય છે. વાત થઈ રહી છે શિક્ષણ અને સાહિત્યની. નર્મદે ગુજરાતી ભાષાની અંદર પહેલું દૈનિક ‘ડાંડિયો’ શરૃ કર્યું ત્યારથી લઈને ‘હું ગુજરાતી’ પખવાડીક (ફોર્ટનાઈટ મેગેઝીન) સુધીની ગુજરાતી સાહિત્યની સફરમાં કંઈ-કેટલાય ચડાવ-ઉતાર આવી ગયા છે. પણ કેટલાય સારસ્વતો, વિદ્વાનોએ હવનકુંડમાં સમિધ ઓરતા હોય એ રીતે પોતાના સર્જનકાળના શ્રેષ્ઠતમ વર્ષો આપીને ગુજરાતી ભાષાને ઉજળી રાખી છે, રાખી રહ્યા છે. આ બધામાં કેટલીક સામાન્ય કે કોમન ગણાય એવી વસ્તુઓ નજરે ચડી છે.

અત્યાર સુધીની સફર કે ટાઈમલાઈન જોવા જઈએ તો નર્મદે સુધારાવાદી સાહિત્ય સર્જ્યું, અખો અને દલપતરામ જેવા વ્યંગ/સેટાયરના કવિઓ તરીકે ગણાય, ત્યાંથી શરૂ કરીને ન્હાનાલાલ, કલાપી, રાવજી પટેલ જેવા પ્રેમી કવિઓ અને બાકી નવલકથાકારો તરીકે ગોવર્ધનરામ, મેઘાણી, મુનશી, દર્શક, બક્ષી વગેરે. આ બધામાં વિવેચન સામાન્ય ગણાતું આવ્યું છે. મર્હુમ રાષ્ટ્રપતિ ડૉ. ઝાકીર હુસૈન કહેતા કે શિક્ષણમાં રાજકારણ આવી ગયું છે પણ રાજકારણમાં શિક્ષણ નથી આવ્યું. વાત મુદ્દાની છે. મોટાભાગના સાહિત્યકારો શિક્ષણક્ષેત્રના રહી ચૂક્યા છે અથવા શિક્ષણક્ષેત્રે પ્રવૃત્ત રહ્યા છે. આને લીધે વિવેચન નામક કળા ખીલી. વિવેચન એટલે બીજું કશું નહીં, પણ કોઈ કૃતિ-સર્જનને ચૂંથીને એમાં અમૃત છે કે કેમ એ જોયા કરવાની પ્રકરિયા. વિવેચનનું મુખ્ય ધ્યેય અથવા મોટીવ સર્જનને સાક્ષીભાવે જોઈને એની સરળ રીતે સમજણ આપવાનું હોય છે. કારણ કે ઘણીવાર સર્જક જે મેસેજ પહોંચાડવા માંગતો હોય છે એ વાંચક સુધી પહોંચતો નથી અને સર્જક-સર્જનને અન્યાય થઈ જતો હોય છે, જે પણ બરાબર નથી.

પણ પછી બક્ષી કહેતા એમ વિવેચન વખત જતા મહઝ એક માસ્તરી પ્રક્રિયા બની ગયું. બીજી બાજુ શિક્ષણક્ષેત્રમાં રાજકારણનો અન્યાસે પગપેસારો ગાંધીજીના આંદોલનો સાથે થવા લાગ્યો. આપણા વિખ્યાત સાહિત્યકાર ક. મા. મુનશી પણ સરદાર પટેલના એક તબક્કે હૈદ્રાબાદના કાર્યકારી સચિવ રહી ચૂક્યા હતા. આવા અનેક કિસ્સાઓને લીધે આ બધા જાયન્ટ્‌સના પસાર થયા પછીનો યુગ વિવેચનનો શરૂ થયો. કોઈ એક કવિતાના લાઘવ, લય, રૂપકો, અલંકારો વગેરેની અતિ-ક્લિષ્ટ ભાષામાં વિવેચનાત્મક એનાલીસીસ કરતાં લેખો છપાવા લાગ્યા. અને આવું કરીને પી.એચડી. થનારાઓની સત્તાધીશો તરફની ચાપલુસીયુક્ત કુરનીશબાજીને પરિણામે આવા બધા વિવેચકોને પાઠ્યપુસ્તક મંડળમાં સ્થાન મળવા લાગ્યું. એટલે ગુજરાતભરના ગુજરાતી શીખતા બાળકોને સાહિત્ય અંગેની એકાંગી દૃષ્ટિ જ મળી. મેઘાણીના વિરાટ સર્જનમાંથી એમની ઓળખ પાઠ્યપુસ્ટકોમાં ‘ચારણકન્યા’, ‘આપા દેવાત’ કે ‘મોર બની થનગાટ કરે’ સુધી જ સીમિત રહી. કેટલાએ ‘વેવિશાળ’ નામની એમની નવલિકા વાંચી ? વિવેચકો તો મેઘાણીને ય સાહિત્યકાર ગણવા તૈયાર નથી. હજીય ગોવર્ધનરામ અને એમનો સરસ્વતીચંદ્ર એમ.એ.માં ભૂતાવળની જેમ બધાને બીવડાવતો ફરે છે. નરસિંહના ભક્તિપદો સિવાયના શ્રુંગારપદો કોઈ ભણાવવા શું, જોવા ય તૈયાર નથી. એાવી આભડછેટ જ રાખવાની હોય તો પછી વિવેચકની શું સત્તા, લાયકાત, નાલાયકાત છે કે એ પોતાને વિવેચક અને સાહિત્યનો ભાવક કહેવડાવે ? ગુજરાતી બચાવો અભિયાન એ આ જ વિવેચકોએ પેદા કરેલું શૂળ છે. તકલીફ ત્યાં છે કે શિક્ષણ સાથે જોડાયેલા રહેવાને લીધે સતત જૂથબાજી અને પંચાત/ખણખોડના ગુણો આપમેળે એમના વિવેચનમાં પણ ઉતરી આવે છે. એટલે અમુક અપવાદોને બાદ કરતાં ‘ગુ. સા. પરિષદ’માં હૉલ ઑફ ફેમ ખંડ (જો હોય તો)માં પણ મામકા-પાંડવાના હિસાબે જ નામો દેખાશે. એકબીજાના વેવાઈ હોય એટલી હદે મોટા સર્જકોને ચાપલસી કરનારાનો તોટો નથી, અને આવા જ લોકો પાછળથી વિવેચન કરી કરીને નવા સાહિત્યને ખીલવા માટે અનુકૂળ હવાને બટાટાવડાની વાસ મારતી ભાષાથી ગંધવી મૂકે છે.

એક સવાલ : તમે ક્યારેય કોઈ એવો લેખ જોયો છે જેમાં કોઈ કવિતાનું એનાલીસીસ તદ્દન સરળ ભાષામાં થયું હોય ? જો એમાં સરળતા ન હોય, તો સમજી લેવું કે એ વિવેચન જ છે. ભૂતકાળમાં, એશ્વિની ભટ્ટને ય ટેલેન્ટ હોવા છતાં પોતાની નવલકથા બીજાને નામે ચડાવવી પડી હતી. ૭૦થી વધુ નિબંધસંગ્રહો લખનાર ચંદ્રકાંત બક્ષીનું નામ નિબંધસંગ્રહોની માર્ગદર્શિકાઓમાં જોવા મળતું નથી. શું એટલા માટે કે એમણે એ બધાં કરતાં વધુ વાંચ્યું હતું ? ઉદયન ઠક્કરની સુરજમુખી કવિતામાં સુરજમુખીને પૂછવામાં આવે છે, ‘આટલા બધા સુરજમુખી ઉગે છે, તું શું વળી નવું કરે છે ?’ આવું સુરજમુખીને નહીં, દરેક નવા લેખક-કવિને પૂછાતો સવાલ છે.

સર્જન એ સત્યનો જ અંશ છે. ક્યારેક એ ઠંડક આપે છે તો ક્યારેક એ દઝાડી દે છે. પણ એનાથી એનો હોવાપણાનો અહેસાસ છીનવીને એને નાતબહાર મૂકવું એ સર્જક-સર્જન એના પોટેન્શિયલ વાંચક સાથે થતો ઘોર અન્યાય છે. સર્જનને જાકારો દેવો એટલે સત્યને અસત્યની સામે લાત મારવી. દશેરાએ એક સત્યએ બીજા અસત્યો પર વિજય મેળવ્યો હતો ત્યારે સાહિત્યના ખેરખાંઓને એટલું જ પૂછવું કે શું તમારું સત્ય બીજાના સત્યથી વધુ સફેદ છે ?

પાપીની કાગવાણી :

એક સમય એવો આવશે કે ગુ.સા. પરિષદના શમિયાણા તમાશાબીનોના અડ્ડા બનીને રહી જશે. વિવેચન કરનારને એ ખબર નથી કે કલા કઈ ખાક-એ-ઝમીન ફાડીને પ્રગટે છે. વિવેચક અભણ રહ્યે પોસાશે નહીં. એણે અભ્યાસુ રહેવનું છે. તો જ કૃતિને કદર મળશે.

લઘરી વાતો

વ્યવસ્થીત લઘરવઘર અમદાવાદી

ઈ-દ્બટ્ઠૈઙ્મ : હ્વરૈજરદ્બટ્ઠાટ્ઠહઙ્ઘૈંજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

લઘરી વાતો

‘દશેરા’ એટલે અસત્યથી સત્ય તરફ

દશેરાનાં દિવસને સત્યનો અસત્ય પર વિજય તરીકે ઉજવવામાં આવે છે, હવે આપણને બહુ જ્ઞાન નથી કે દશેરા અને ફાફડાનો શું તાલમેલ છે, પણ એક લોજીક પ્રમાણે કદાચ આ લોટને સિદ્ધો લિસોટા જેવો કરવો અને એને તળવો એ યુદ્ધ વખતે તલવાર અને ભાલા બનવાની રીત હશે કે જેમાં પથ્થર પર ઘસીને તલવાર બનાવાતી હશે અને એને ગરમ ભઠીમાં તપાવાતી હશે, બસ આ જ રીત રિવાજથી ફાફડાનો ઉદય થયો હશે. જેથી આપણે દશેરાનાં દિવસે શસ્ત્રપૂજા કરીએ છીએ અને શસ્ત્રનાં હોય તો, શસ્ત્ર જેવા જ ધાર દાર ફાફડા ઉપર પૂજા સામગ્રીની છીણ, મરચા છાંટી એને કાઢી અથવા તો ચટણીમાં ડૂબોળીને ફાફડાથી પેટપુજા કરીએ છીએ. તો પછી તમને થશે કે આ જલેબી ને દશેરા જોડે શું લેવાદેવા હશે ? ખરેખર તો જલેબી એ એક માર્ગ છે, એક પઝલ છે જે અસત્યથી સત્ય તરફનાં માર્ગનો નિર્દેશ કરે છે કે આ માર્ગ ઘણો કપરો છે, ઘણો ગુચવણ ભર્યો અને ઘણો ગોળ ગોળ છે, જેમાં ઘી જેવા લપસી પડવાના ઘણા ચાન્સ રહેલા છે. પણ તમે જો આ કપરો માર્ગ પસાર કરી લીધો તો જલેબી જેવી જ મીઠાશ તમારા જીવનમાં ભરાઈ જશે એના પ્રતિકરૂપે આપણે જલેબી આરોગીએ છીએ. આમ પેટપૂજા કર્યા પછી આપણને વાહન પૂજાની યાદ આવે છે. કહેવાય છે કે, ‘દશેરાનાં દિવસે તો તમારું ઘોડું દોડવું જ જોઈએ.’ જેથી આપણે ભલે રિઝરવ્માં બાઈક દોડાવતા હોઈએ, આ દિવસે બાઈક ચાલુ કરવું જ પડે છે, બાઈક જો ઓટોસ્ટાર્ટ હોય તો વાંધો નહિ પણ જો કિકેથી ચાલુ કરવાનું હોય તો આ દિવસે આપણને અનુભવ થશે કે અસત્યથી સત્યનાં સુધી પહોંચવાના માર્ગમાં કેટલી ‘કિકો’ મારવી પડે છે. અને ત્યારબાદ વાહનનું પૂજન કર્યા પછઈ પણ વાહનને પેહરાયેલો પુષ્પહાર ગાય અથવા તો બકરીથી એકદિવસ માટે પણ બચાવવો કેટલો અઘરો પડે છે. અને આપણને આવી બધી કઠણાઈઓ પડે છે તો રાવણને મારવામાં કેટલી મુશ્કેલીઓ પડી હશે એક તો એને દસ માથા હતા નાહીને માથું ધોઈ ને યુદ્ધ કરવા આવે ત્યાં સુધી તો સાંજ પડી જાય અને સાંજે પાછું યુદ્ધનાં કરાય. એટલે લોનનાં હપ્તાની જેમ રોજ એક એક માથું કાપવાનું રાખવું પડે ત્યારે કઈક પાપ ઓછું થયુ હશે અને આપણે પણ આપણા પાપ ઓછા કરવાનું આવા સારા દિવસે પ્રણ લેવું જોઈએ. પ્રણ તો આપડે લેતા જ હોઈએ છે પણ ફાફડા જલેબીનાં અને ઉઘનાં ભારણમાંથી આપણે આ રજામાંથી બહાર આવીએ ત્યારે બધું ભૂલી જતા હોઈએ છીએ. ઘણા તો નવરાત્રીનો ઉપવાસ જ દશેરાનાં દિવસ માટે કરતા હોય છે કે ક્યારે સત્યનો અસત્ય પર વિજય થાય અને રાત્રે ૧૨.૦૧ મીનીટે ઓસવાલ, મહેતા, લિજ્જત જેવી ફેમસ દુકાનોમાં આપણે લાઈનમાં ઉભા રહી જઈએ અને પેટપૂજા શરૂ કરી દઈએ જેથી નવ દિવસનું ભૂખ્યા રહેવાનાં પુણ્યનું ફળ આપણને મળે. આમ તેમ આ દિવસની ઉજવણી મન ફાવે એ રીતે કરો પણ એક વસ્તુ તો મનમાં ચોક્કસ હોવી જોઈએ કે ભલે સંપૂર્ણ સત્યનું તમે આચરણનાં કરી શકો પણ આવા શુભ દિવસથી અસત્યનાં આચરણમાંથી બહાર આવીને સત્ય તરફે એક ડગલું તો તમારે ભરવું જ જોઈએ. કેમકે સત્યનો હંમેશા વિજય થાય છે અને વિજયાદશમી દશેરાને એટલે જ કહેવાય છે. તો તમે પણ વિજય દીનાનાથ ચૌહાણ બનીને સત્યનાં અગ્નિપથ પર આગળ વધી અસત્યથી સત્ય તરફ જશો એવી શુભેચ્છા.

બોલીવુડ બઝ !

સિધ્ધાર્થ છાયા

ઈ-દ્બટ્ઠૈઙ્મ : જૈઙ્ઘઙ્ઘરટ્ઠિંર.ષ્ઠરરટ્ઠઅટ્ઠજ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

બોલીવુડ બઝ

‘સત્યમેવ જયતે’ બોલીવુડનો ફેવરીટ વિષય

જે દિવસથી બોલીવુડની પહેલી ફિલ્મ બની તે જ દિવસથી આ ‘સત્યમેવ જયતે’નો પ્લોટ બોલીવુડ સાથે એવો ચીપકી ગયો છે કે ઇવન ફેવિકોલને પણ કોઈવાર જલકૂકડી થઈ જવું પડે છે. આદરણીય મુરબ્બી સ્વ. શ્રી દાદાસાહેબ ફાળકેએ જે પહેલી ફિલ્મ બનાવી એ ‘રાજા હરિશ્ચંદ્ર’ ગાઈવગાડીને સત્યના વિજય ઉપરની જ કથા કરતી હતીને ? ગમેતેવી તકલીફ પડે પણ સત્યનો જ હંમેશા વિજય થાય છે, પછી ભલેને થોડીક વાર લાગે ? એવી સત્યવાદી રાજા હરિશ્ચંદ્રની પૂરેપૂરી જીવની આ ફિલ્મમાં વણી લેવામાં આવી હતી. પણ આપણા બોલીવુડીયા નિર્માતા અને નિર્દેશકો પર આ મેસેજની એવી કંઈક અસર થઈ કે આજ દિન સુધી ‘સત્યમેવ જયતે’નો જ જાપ કરતાં આવ્યાં છે.

તમને ખ્યાલ જ હશે કે એક આખી પેઢી અને એક આખો સુપરસ્ટાર આ ‘સત્યમેવ જયતે’ શબ્દની દેન છે. જે-જે લોકો ૧૯૭૦ અને ૧૯૮૦ના દાયકામાં જન્મ્યા હશે એમણે આ અસત્ય પરના સત્યના વિજયની કેટલીય ફોર્મ્યુલા ફિલ્મો જોઈ નાખી હશે. આ વિજય નામે પણ વળી પાછો અસત્યનો ખુમારીથી સામનો કરતાં એક પાત્રને જન્મ આપ્યો જેને આપમે બધાંજ અમિતાભ બચ્ચનને નામે ઓળખીએ છીએ. આખી ફિલ્મમાં અમિતાભને પડતી મુશ્કેલીઓ ઓટોમેટીકલી દર્શકોની મુશ્કેલીઓ બની જતી અને ફિલ્મના અંતે (કોઈકવાર વચ્ચે વચ્ચે પણ) વિલનને પડતો આ વિજયનો એક જ મુક્કો આપણને જોશ જગાડતો કે ‘માર, એને મારા તરફથી પણ એકાદી આપી દે...’ મોંઘવારી અને અન્યાય સામે ભારતની દરેક પેઢી પીતાસી રહી છે પણ અમિતાભનો આ ‘વિજય’ વીસ વીસ વર્ષ સુધી એટલે કે એક આખેઆખી પેઢીનો પ્રતિનિધિ બની રહ્યો.

જો કે અમિતાભ બચ્ચન શહેરીવર્ગના અસત્ય સામેના વિજયના ધ્વજ વાહક બની રહ્યાં તો એમની સાથે સાથે વિનોદ ખન્ના, શત્રુઘ્ન સિન્હા, સુનીલ દત્ત અને ધર્મેન્દ્ર પણ ગ્રામ્ય વિસ્તારોના જમીનદારો, ચૌધરીઓ અને ઠાકુરોનાં અન્યાય સામે ડાકુ બનીને હિંસક બદલો લેતાં રહ્યા. આવો એક ડાકુ આપણને મધર ઇન્ડિયામાં પણ જોવા મળ્યો. રાધા (નરગીસ)નો દીકરો બીરજુ (સનીલ દત્ત) જ્યારે એના પરિવાર પર વ્યાજખોર સુખીલાલા (કન્હૈયાલાલ)નો ત્રાસ એકદમ વધી જાય છે ત્યારે એ હથિયાર ઉપાડીને સુખીલાલનો નાશ કરે છે પણ જ્યારે એ જ બીરજુ અયોગ્ય રીતે સુખીલાલની દિકરી જેના લગ્ન થવાના હોય છે એને મંડપમાંથી ઉપાડી જવાની કોશિશ કરે છે ત્યારે આ જ બીરજુની મા રાધા એને ઠાર મારે છે. એટલે અસત્ય ગમે તેટલું આપણું હોય બોલીવુડ ક્યારેય એનો સાથ આપતું નથી એ બાબત ‘મધર ઇન્ડિયા’ એ પુરવાર કરી.

આ બંદુકનાં તડાકા ભડાકા પછી ત્રણ ખાનોનો સમય આવ્યો અને બોલીવુડ પૂરેપૂરું પ્રેમ કહાણીઓથી રંગાઈ ગયું. શરૂ શરૂમાં તો અહિયાં પણદુશ્મન તો પેલો અમિતાભનાં જમાનાનો સ્મગલર કે ક્રિમીનલ જ હતો એટલે હિરોભાઈએ પોતાની પ્રેમકહાણી પાર પાડવા ઉપરાંત આ ક્રિમીનલો સાથે પણ બે-બે હાથ કરવાનાં હતા એટલે ત્યારે પણ સત્ય અસત્ય સામે જીતતું રહ્યું. પછી વારો આવ્યો ‘સંજોગો’નું ખરાબ હોવાનો ફોર્મ્યુલા. એટલે આમ દેખીતી રીતે કોઈ જ વિલન ન હોય પણ સંજોગો કોઈ એક-બે પાત્રોને વિલન બનાવી દે, પણ અંતે તો બધું હેમનું હેમ એ ન્યાયે સંજોગો પણ માણસને અસત્યનો સાથ આપતાં કરી દેતા અને એની સામે આ પ્રેમી પંખીડાઓ બાથ ભીડવા લાગ્યા અને પોતાનાં સત્યને જીતી બતાવવા લાગ્યા.

જ્યારે બધું બરોબર ચાલશે એવું લાગ્યું ત્યારે ફિલ્મી બાપાઓ અચાનક બગડવા માંડ્યા. એક કાળ એવો આવ્યો કે વગર લેવા નકર દેવા, બધું સરસ ચાલતું હોય ત્યારે જ હિરોઈન કે હીરોના બાપ આડો થાય અને કહી દે, ‘તુમ્હારી શાદી મૈંને પહેલે સે હી ઠાકુર રંજીતસિંઘ કે બેટે/બેટી સે તય કર દી હૈ એટલે હવે આને જલ્દીથી રવાના કર.’ પછી સત્યનાં સાથી હીરો કે હિરોઈન આ બાપોની સામે ન પડે પણ છુપાઈને કે એફિડેવિટ કર્યા વગર પોતાનું નામ બદલીને આ અજગર જેવાં બાપની સાથે એનાં જ ઘરમાં રહેવા લાગહે અને એનું હૃદય પરિવર્તન કરવાની પ્રોસેસ ચાલુ કરે. છેક છેલ્લે બાપને ખ્યાલ આવે કે સાલું આ તો લોચો થઈ ગયો, આ છોકરો/ છોકરી તો પેલા રંજીતસિંગની ઔલાદ કરતાય સરસ છે અને પોતે અસત્યની સાથે છે એટલે જ્યારે થીએટરમાં લાઈટો ચાલુ થવાને પંચાવન સેકંડ જ બાકી હોય ત્યારે બોલી પડે, “...જા સીમરન જી લે અપની જિંદગી !!”

સત્ય સામે અસત્યની લડાઈ જેમ અનંત રહેવાની છે એમ એના પરથી બોલીવુડની આ ફોર્મ્યુલા પણ અનંતકાળ સુધી આપણે જોયા જ કરવાની છે, હા ઉપર આપણે ચર્ચા થઈ એનું રૂપ અલગ અલગ હશે પણ અસત્ય સામે સત્યની લડાઈ તો ચાલુ જ રહેશે અને ગેરંટીથી સત્યનો વિજય થશે જ !!

।। રાસ્તા ।।

૧૯૮૦નાં દાયકાની મધ્યમાં આચાર્ય રજનીસનો ઓરેગોનનો આશ્રમ છોડીને બોલીવુડમાં પોતાનું સ્થાન પાછું મેળવવા આવેલા વિનોદ ખન્ના સાથે નિર્દેશક રાજ સિપ્પીએ ‘સત્યમેવ જયતે’ નામની એક ફિલ્મ ૧૯૮૭માં બનવી હતી. ફિલ્મમાં તો સત્યનો વિજય થયો હતો પણ ફિલ્મ બોક્સ ઑફિસ પર ખાસ કાંઈ ઊકાળી શકી ન હતી. હા, બપ્પી લહેરી અને એસ. જાનકી દ્વારા ગવાયેલું ગીત, “દિલ મેં હો તુમ આખોં મેં તુમ, બોલો તમ્હેં કૈસે ચાહું.” ખૂબ જ લોકપ્રિય થયું હતું.

ફૂડ સફારી

આકાંક્ષા દેસાઈ

ઈ-દ્બટ્ઠૈઙ્મ : ઙ્ઘીજટ્ઠૈ.ટ્ઠટ્ઠાટ્ઠહાજરટ્ઠ૮૭જ્રખ્તદ્બટ્ઠૈઙ્મ.ર્ષ્ઠદ્બ

ફૂડ સફારી

ચાલો ચાઈનાની સફરે

ચાઈનાના પ્રેસિડેન્ટ ઇન્ડિયા અને એમાં પણ અમદાવાદની મુલાકાત લઈ જાય, ગુજરાતી ભોજન જમી જાય તો આપણે પણ એ લોકોના ખાનપાનની રીતરસમો જાણવી જોઈએ. તો આજે ‘ફૂડસફારી’માં હું આપને કરાવીશ એક એવા દેશની સફર જે આપણી ખૂબ જ નજીક છે, ભૌગોલિક રીતે પણ અને ખાવા-પીવાની રીતે પણ !

ચાઈનીઝ ખાન-પાન પણ આપણી જેમ જ ૫૦૦૦ વર્ષોના ગાળામાં વિસ્તરેલો ઇતિહાસ ધરાવે છે, પરંતુ તેનું સૌ પ્રથમ વાર ડોક્યુમેન્ટેશન છેક ઈ.સ. પૂર્વે ૫મી સદીમાં થયેલું જોવા મળે છે અને ‘હાન’, ‘તાંગ’, ‘સોંગ’, ‘યુઆન’, ‘મિંગ’ અને ‘ક્વિંગ’ રાજવંશો જેવા અનેક રાજવંશીય સમયગાળામાં સંપૂર્ણ વિકાસ થયો છે. ચાઇનાનાં વિશાળ સાંસ્કૃતિક અને પ્રાદેશિક વૈવિધ્યની અસર આ ક્વીઝીનની વિવિધ વેજીટેરિયન અને નોન-વેજીટેરિયન ડીશીઝમાં ખૂબ સારી રીતે જોવા મળે છે. આ વિવિધતાને કારણે પ્રચલિત થયેલી ચાઇનીઝ ક્વીઝીનની ‘ફોર સ્કૂલ’ અને ‘એઈટ સ્કૂલ્સ’ની તરીકે ઓળખાતી રીતરસમો, આજે મોડર્ન વર્લ્ડમાં ‘ક્લીન્ઝીંગ’ અને ‘બેલેન્સ્ડ’ ડાયટ તરીકે પ્રચલિત થઈ છે. તાજેતરમાં મળી આવેલી એક પ્રાચીન કૂકબુક (હા, એ વખતે પણ રેસિપી જોવાની જરૂર પડતી હતી)માં લગભગ ૨૦૦ જેટલા શાકભાજીની અને ૧૦૦ જેટલા મીટનું લીસ્ટ જોવા મળ્યું છે. આમ, આખા શાહી અને ધાર્મિક ફેરફારમાં આ ક્વીઝીનની મુખ્ય ફિલોસોફી એ રહી કે ખાનપાન બેલેન્સ્ડ અને હાર્મોનીથી ભરેલું હોવું જોઈએ.

ફીિઅ કીુ ઝ્રરૈહીજી ઙ્ઘૈીજરીજ ટ્ઠિી ઙ્ઘીી-કિૈીઙ્ઘ ટ્ઠહઙ્ઘ ટ્ઠિી કટ્ઠિ રીટ્ઠઙ્મંરૈીિ ંરટ્ઠહ ર્દ્બજંર્ ંરીિ ર્જીેંર છજૈટ્ઠહ ષ્ઠેૈજૈહી. ્‌રી ેજીર્ ક િૈષ્ઠી ટ્ઠહઙ્ઘ ુરીટ્ઠં ૈહ ર્હર્ઙ્ઘઙ્મીજ ૈજ ટ્ઠ ીકિીષ્ઠં ર્ષ્ઠદ્બહ્વૈહટ્ઠર્ૈંહર્ ક ષ્ઠટ્ઠર્હ્વિરઅઙ્ઘટ્ઠિીં ીહીખ્તિઅ ટ્ઠહઙ્ઘ ંરી ુરીટ્ઠં ટ્ઠૈઙ્ઘજ ર્ં જર્ઙ્મુ ર્ઙ્ઘુહ ઙ્ઘૈખ્તીજર્ૈંહ ર્કિ જેજંટ્ઠૈહીઙ્ઘ ીહીખ્તિઅ િીઙ્મીટ્ઠજી. ્‌રી ેજીર્ ક ર્જઅ ટ્ઠજ ટ્ઠ િૈદ્બટ્ઠિઅ દૃીખ્તીંટ્ઠહ્વઙ્મી ર્િીંૈહ ૈજ ર્ષ્ઠહજૈઙ્ઘીિીઙ્ઘર્ હીર્ ક ંરી રીટ્ઠઙ્મંરૈીજં કીટ્ઠેંિીજર્ ક ંરૈજ ષ્ઠેૈજૈહી.

ચાઇનીઝ લોકો તેમના લાંબા જીવનકાળનો અને ઉત્તમ જીવનશૈલીનો શ્રેય તેમના રાંધણકલાની ફિલોસોફી અને સ્ટાઇલને આપે છે. જીવન ઉત્તમ ગુણવત્તા, ખોરાક જૂથો સંવાદિત શુદ્ધિકરણની સદી કેટલાક નોંધપાત્ર આહાર લાભ ઓફર કરે છે. ચાઇનીઝ વાનગીઓ એક બેલેન્સ્ડ ખોરાક પુરવાર થાય છે એનું મહત્ત્વનું કારણ એ છે કે મોટા ભાગની ચાઇનીઝ ડીશીઝમાં બાફેલી સામગ્રીનો ઉપયોગ થાય છે અને તેથી તેમાં લીપીડ તત્ત્વનું પ્રમાણ ખૂબ જ ઓછું હોય છે. ઘણી ઓછી ચાઇનીઝ વાનગીઓ તળેલી હોય છે અને પરિણામે અન્ય સાઉથ એશિયન ક્વીઝીન્સ કરતાં ઘણી ઘણી તંદુરસ્ત છે. પરંતુ સમય જતાં, ‘ચાઇનીઝ ફૂડ’ શબ્દ તદ્દન ખોટી રીતે ઓળખાતો થયો છે. આજે થાઈ, મલય અને સિંગાપોરની વાનગીઓને પણ આપણે ચાઇનીઝ ક્વીઝીન તરીકે ઓળખીએ છીએ. દરેક દેશમાં ચાઇનીઝ વાનગીના પોતાના અર્થઘટન છે. પરંતુ આ પૈકી ફક્ત અમેરિકન ચાઇનીઝ અને ઇન્ડો ચાઇનીઝ ક્વીઝીન્સ જ એવા છેજે મૂળ ચાઇનીઝની ખરાબ નકલ તરીકેની છાપમાંથી બહાર આવીને પોતાની એક અલગ જ ઓળખાણ ઊભી કરીને આ સુંદર અને બેલેન્સ્ડ ક્વીઝીનના મૂલમંત્રને પોતાની આદરાંજલિ ખૂબ સારી રીતે આપી શકે છે.

પશ્ચિમી દેશોમાં ચાઇનીઝ ફૂડ હંમેશાથી અત્યંત લોકપ્રિય રહ્યું છે. આ પૈકી અમુક વાનગીઓ જે હંમેશાથી દુનિયાની ફેવરીટ ફૂડના લીસ્ટમાં રહેલી છે એ છે :

ચાઉમીન :

હાથેથી ખેંચીને બનાવેલા નૂડલ્સ અને પસંદીદા શાકભાજી જેવા કે બોક ચોય અને બામ્બૂ શૂટનું અનોખું મિલન એટલે ચાઉમીન. ચાઉમીનને ક્રિસ્પી અથવા સોફ્ટ પીરસવામાં આવે છે. કોઈક વાર તેમાં હોટ સોસ કે ચીલી સોસ ઉમેરવામાં આવે છે. મારી દૃષ્ટિએ ચાઉમીન એ એક અલ્ટીમેટ કમ્ફર્ટ ફૂડ છે. (અત્યંત લોકપ્રિય એવી મેગી પણ ચાઉમીનનો જ એક પ્રકાર છે.)

શાઓલોન્ગ્બાઓ :

આ એક પ્રકારના સૂપ ડમ્પલિંગ છે જે એક અદ્‌ભુત ફિંગર ફૂડ છે. બન્સને વરાળથી પકવીને તેમને સૂપ, વિવિધ પ્રકારની ગ્રેવી જેમ કે ગાર્લિક વિનેગર સોસ કે શેઝવાન ડીપ સાથે પીરસવામાં આવે છે.

વેજીટેબલ નૂડલ્સ સૂપ

સામગ્રી :

૨ ચમચી એક્સ્ટ્રા વર્જિન ઓલિવ તેલ ૧ કપ સમારેલી સેલરિ

૧ મધ્યમ ગાજર, સમારેલું (લગભગ ૩/૪ કપ) ૧ કળી છુંદેલું લસણ

૧/૪ મધ્યમ ડુંગળી (લગભગ ૧/૨ કપ) ૧/૩ કપ નૂડલ્સ

૪ કપ વેજીટેબલ બ્રોથ કે સ્ટોક

એક નાની મુઠ્ઠી કોથમીરના પાન અથવા બેઝીલના પાન,

સમારેલા (લગભગ ૨ ચમચી)

૧/૨ લીંબુનો રસ (લગભગ ૧ ટેબલસ્પૂન) કાળા મરી સ્વાદ મુજબ

રીત :

•એક સોસ્પેનમાં મધ્યમ તાપે ઓલિવ ઓઇલ ગરમ કરો. તેમાં તમામ શાકભાજી, ડુંગળી અને લસણ નાખો.

•મીઠું નાખી લગભગ ૬ મિનિટ સુધી અથવા શાકભાજીનરમ થાય ત્યાં સુધી તેને પકવો.

•તેમાં નૂડલ્સ ઉમેરીને, લગભગ ૨ મિનિટ સુધી ટોસ્ટ (ગોલ્ડન કલરના) થવા દો.

•હવે તેમાં બ્રોથ અથવા સ્ટોક નાખી તેમાં ઉભરો આવવા દો.

•ત્યારબાદ પેનને ઢાંકી નૂડલ્સ બરાબર નરમ ના થઈ જાય ત્યાં સુધી તેને પકવવા દો.

•સૂપમાં કોથમીર કે બેઝીલના પાન, લીંબુનો રસ અને કાળા મરી નાખી, ગરમાગરમ સર્વ કરો.

બુદ્ધ’ઝ ડીલાઇટ

સામગ્રી :

૨ ટીસ્પૂન તલનું તેલ ૧ ટીસ્પૂન ખાંડ

૧/૨ ટીસ્પૂન મીઠું

૧/૪ ટીસ્પૂન ખાંડેલા સફેદ મરી

૮ મોટા મશરૂમ

૨ પેક પકવેલા થ્રેડ નૂડલ્સ

૧.૫ ટેબલસ્પૂન વનસ્પતિ તેલ

૧ ઇંચ ટુકડામાં સમારેલી ૩ લીલી ડુંગળી ૧ નાની કળી લસણ

૧ ટીસ્પૂન છીણેલું તાજું આદુ ૧ મધ્યમ ગાજર

૧/૨ કપ સમારેલા શિંગોડા

૧/૨ કપ તૈયાર બામ્બૂ શૂટ્‌સ, સમારેલા ૧ કેન નિતારેલી બેબી કોર્ન

૧ કપ વટાણા

૧ કપ કોબીજ

૧ કપ ટોફુ (અથવા પનીર) ૧ ઇંચના ટુકડામાં કાપેલું ૨ ટેબલસ્પૂન સોયા સોસ

૨/૩ કપ વેજીટેબલ બ્રોથ

રીત :

•હાઈ હીટ પર વોક અથવા મોટા ઊંડા પેનમાં વનસ્પતિ તેલગરમ કરો.

•તેમાં મશરૂમ, લીલી ડુંગળી, લસણ અને આદુ ઉમેરો અને ૧ મિનિટ માટે સ્ટર ફ્રાય કરો.

•ગાજર, શિંગોડા, બામ્બૂ શૂટ્‌સ, બેબી કોર્ન, વટાણા અને કોબી ઉમેરો અને ૨ મિનિટ માટે સ્ટર ફ્રાય કરો.

•વેજીટેબલ બ્રોથમાં સોયા સોસ, તલનું તેલ, ખાંડ, મીઠું અનેમરી નાખી તેનો સોસ તૈયાર કરો.

•સોસને સ્ટર ફ્રાયમાં ઉમેરી, ઢાંકી, પાંચ મિનિટ સુધીપકવવા દો.

•તેમાં નૂડલ્સ અને ટોફુ ઉમેરી સાચીવને બરાબર હલાવો.

•તાપ ધીમો કરી, બધો જ સોસ શોષાઈ જાય ત્યાં સુધી,લગભગ ૧૫ મિનિટ સુધી પકવવા દો.

•ત્યારબાદ તેને તરત જ ફ્રાઇડ રાઇસ જોડે સર્વ કરો.

ગ્લોબલ મેનેજમેન્ટ

દિપક ભટ્ટ

ગ્લોબલ મેનેજમેન્ટ

સફળતાનું હોમવર્ક એટલે ટીમવર્ક

મિત્રો, જોઈ તમને એક લીડર તરીકે નવી નોકરી મળી છે તો સૌ પ્રથમ તમને અભિનંદન. કદાચ તમે એક નવી ટીમને વેલકમ કરવા માટે જ અહીં ાવ્યા છો તેવું લાગે છે. હવે મને એક વાત કહો, કે શું અહિયાં તમારી ટીમ પહેલેથી જ અસ્તિત્વમાં છે કે તેને બનાવવા માટ તમને જવાબદારી સોંપવામાં આવી છે. જો ટીમ પહેલેથી જ અસ્તિત્વમાં હોય તો તમે હવે આગામી દિવસોમાં શું કરશો તે વિશે થોડું જાણીએ. જો તમે એક સફળ નેતા બનવા માંગો છો તો સૌ પ્રથમ તમાર ટીમના સભ્યોને જીતાવડા પડશે. આજના લેખમાં આપને ઉત્તમ કક્ષાના પરફોર્મન્સ માટે તમારી ટીમની વ્યવસ્થા કેવી રીતે કરવી તે અંગેની થોડી માહિતી જાણવા મળશે. આ માહિતી નૉલેજ મૅનેજમેન્ટના વ્યવસાયીઓ અને પ્રૉજેક્ટ મૅનેજરોને ધ્યાનમાં રાખીને લખવામાં આવી છે.

૧. માત્ર સમય નહિ પરંતુ પરિણામો અને ઉત્પાદકતા ઉપર ધ્યાન આપો :

જ્યારે તમે નૉલેજ વર્કરોને મૅનેજ કરો છો ત્યારે તમારે કામ દરમિયાન ઘડિયાળના કાંટા ઉપર ધ્યાન કેન્દ્રિત કરવાને બદલે ગ્રાહકોને ઉચ્ચ ગુણવત્તાવાળી સેવા કેવી રીતે આપવી તે અગત્યનો મુદ્દો હોવો જોઈએ અને આ માટે તમારા ટીમ મેમ્બરનો કામ અંગેનો ધ્યેય સ્પષ્ટ અને સુયોજિત હોવો જોઈએ. જ્યારે ટીમને જરૂર પડે ત્યારે મહત્વનાં કામ માટે પૂરતાં સાધનો અને સવલતો પૂરી પાડો.

૨. વ્યક્તિની કાર્યક્ષમતાને અનુરૂપ કામ આપો :

જ્યારે પણ કંપનીની ખાનગી મિટિંગ હોય ત્યારે યોગ્ય લોકોનો જ સમાવેશ કરવો. તમારા કામની સફળતાનો આધાર એ તમારી ટીમની નિયુક્તિ ઉપર આધાર રાખે છે. કર્મચારીની યોગ્ય પ્રતિભાને ઓળખો અને તેને જાતે કામ કરવાનો યોગ્ય સમયે મોકો આપો. જો તેમની પ્રતિભા ખરેખર સારી હશે તો તેની ભૂમિકા કંપનીની પ્રગતિમાં મોટો ફાળો આપી શકે છે. માત્ર નોકરી કરવાની આશાએ કોઈને નિમણૂક આપશો નહિ. યાદ રાખો, કર્મચારીની આવડત એ કંપનીના શ્રેષ્ઠ પરિણામોમાં પરિવર્તન પામે છે, તેના માટે હાર્ડવર્ક કરવાની જરૂર નથી.

૩. ટીમને ગમતા પ્રોજેક્ટ સાથે સાંકળો :

ભારતની ઘણી કોર્પોરેટ કંપનીઓમાં જ્યારે કોઈ કામ હોતું નથી ત્યારે કર્મચારીઓને જે તે પ્રોજેક્ટમાં લગાવી દેવામાં આવે છે અને તે પછી તેનું પરફોર્મન્સ સારું ન આવે એટલે તેમને ટર્મિનેશન લેટર આપવામાં આવે છે. તમારા કર્મચારીઓની આવડત વિશે બને તેટલી વધુ માહિતી માંગો જેમ કે તેને શું ગમે છે, તે કયાં પ્રકારનું કામ કરે તો સંતોષ થાય છે. કંપનીનું પરિણામ સારું આવે છે ત્યારે તે શું વિચારે છે, તેની કામ અંગેની વૃત્તિ કેવી છે વગેરે. આમ કરવાથી કર્મચારીઓની કામ પ્રત્યેની રુચિ-અરુચિ જાણવા મળશે અને એક ટીમલીડર તરીકે તમને દોરવણી કરતાં ફાવશે.

૪. તમારી સૌથી મોટી તક ઉપર તમારા શ્રેષ્ઠ ટીમ મેમ્બરને મુકો :

તાજેતરમાં ઈન્ફોસીસના ભૂતપૂર્વ ચૅરમેન નારાયણમૂર્તિને ફરીથી કંપનીના બૉર્ડ ઉપર લાવવામાં આવ્યા તેનું મુખ્ય કારણ છે તેમણે ઊભી કરેલી તકોને કંપનીના વરિષ્ઠ અધિકારીઓ નિભાવવામાં નિષ્ફળ ગયા. ધીરુભાઈ અંબાણીએ રિલાયન્સની સ્થાપના કરી ત્યારે તેમણે અગાઉથી જ નક્કી કરીને રાખેલું હતું કે કયા કામ માટે કઈ વ્યક્તિ યોગ્ય છે. તમારી પાસે રહેલી તકોની તમારે યોગ્ય વ્યક્તિ દ્વારા રજૂઆત કરવી જોઈએ તો જ તમારી ટીમ સફળ થશે.

૫.આક્રમક અને વાસ્તવિક ધ્યેય વચ્ચે સંતુલન સાધો :

માર્કેટિંગના નિષ્ણાતો એમ કહે છે કે જ્યાં સુધી તમે તમારા ધ્યેય અંગે સ્પષ્ટ નહિ હોય ત્યાં સુધી તમારાથી કોઈ પણ પ્રોડક્ટનું વેચાણ શક્ય નહિ બને. ગ્રાહક સમક્ષ આક્રમક બનવાથી વસ્તુનું વેચાણ નથી થતું પરંતુ તેને યોગ્ય માહિતી આપીને વાસ્તવિકતા સમજાવવાથી થાય છે. કર્મચારીઓમાં આક્રમક અને વાસ્તવિક ધ્યેયનું નિયમીતિપણે મૂલ્યાંકન કરો. કામને માત્ર પૂરું કરવાના હેતુથી જો કરવામાં આવે તો તમે વાસ્તવિકતાને ક્યારેય પણ પ્રાપ્ત કરી શકશો નહિ. ઓછામાં ઓછા માસિક અને ત્રિમાસિક ધોરણે તમારા ધ્યેયનું મૂલ્યાંકન કરવાનું હિતાવહ છે.

૬.તમારી ટીમ ઉપર વિશ્વાસ રાખો :

નૉલેજ દ્વારા મોટેભાગે સર્જનાત્મક ઉકેલો અને નિર્ણયશક્તિ માટે કામ કરતાં હોય છે. તેઓ પ્રભાવ પ્રાપ્ત કરવા માટે પોતાની માનસિકતાને જાળવી રાખે છે અને સર્જનાત્મકતાને પ્રોત્સાહન આપે છે જે આગળ જતાં કંપનીનું હકારાત્મક વાતાવરણ બનાવવા માટે મદદરૂપ થાય છે. તમે તમારા કર્મચારીઓ પાસેથી કંઈ શ્રેષ્ઠ વસ્તુઓ કરાવી શકો છો તે અંગે માહિતગાર કરો. ગણી વખત કર્મચારી ઉપર વિશ્વાસ સંપાદન કરવામાં મોટા ભાગના લીડરો નિષ્ફળ સાબિત થાય છે અને તેનું મુખ્ય કારણ ઉપરી અધિકારીઓનો પોતાનો કર્મચારીમાં રહેલો વિશ્વાસનો અભાવ હોય છે.

૭. કર્મચારીઓનો દોષ ટાળો :

આજે કોઈ પણ બીઝનેસ અથવા એન્ટરપ્રાઈઝમાં જો સફળ થવું હોય તો તમારા કરમચારીઓના દોષને ભૂલી જાઓ. વ્યક્તિને ભવિષ્યમાં કોઈ પણ ભૂલ અંગે નિયંત્રિત કરવા માટે તેમને તમારી કામ અંગેની અપેક્ષાઓ અને તેમની ભૂલોને ખાનગીમાં જણાવો. ઘણી મોટી મલ્ટીનેશનલ કંપનીઓમાં કર્મચારીઓને જાહેરમાં ખખડાવતાં મોટા મોટા અધિકારીઓને મેં જોયા છે અને પછી આ અધિકારી પાછળથી એ કર્મચારીની ખાનગીમાં માફી માંગે છે જેથી તેમની આબરૂ ન જાય.

૮. ટીમ મેમ્બરને દરેક કામના જવાબો આપો નહિ - તેમને વિચારવા દો :

યાદ રાખો તમે નેતા છો, મૅનેજર નથી. તમારા વિચારો ઉપર માત્ર તમારો એકાધિકાર નથી. જો તમારા કર્મચારીઓ તમને પૂછ્યા વગર કોઈ કામ કરે છે અને તેનું પરિણામ યોગ્ય આવતું નથી તો તમારે એ વિચારવું જોઈએ કે તમે તેને યોગ્ય રીતે માહિતગાર કરેલા નથી. તમારા કર્મચારીઓ યોગ્ય રીતે પોતાના નિર્ણયો લે તેવો વ્યૂહ તમારે અપનાવવો જોઈએ. તેઓ જે માહિતી તમને રજૂ કરે છે અને જે પરિસ્થિતિ વિશે જાણકારી આપે છે તેના વિશે તમે શું વિચારો શો તેની અગત્યતા ખૂબ જ રહેલી હોય છે. તમારા કર્મચારીઓના મંતવ્યો દરેક બાબતે લો, તમે જાતે નિર્ણય ન લો.

૯. કર્મચારીને કામની બાબતમાં માહિતગાર કરો :

કંપનીના એક જવાબદાર અધિકારી તરીકે તમારી પહેલી ફરજ એ છે કે તમારા કર્મચારીને કામ અંગેની દરેક બાબતની જાણકારી આપવી. તમામ સ્ટાફ મેમ્બરને કામ કરવાની પદ્ધતિમાં કે કોઈ એક નવા આઇડિયાને વાસ્તવિક રૂપ આપવામાં તમારે મદદરૂપ થવું જોઈએ. આમ કરવાથી તેની દરરોજની કામ કરવાની પદ્ધતિમાં ક્રિયેટીવિટી આવશે અને તેમના વિચારોને પ્રોત્સાહન મળશે. જ્યારે પણ શક્ય હોય ત્યારે કોઈ નવો પ્રોજેક્ટ હાથમાં લો ત્યારે તેમને લુપમાં રાખો જેથી કરીને તમારી ગેરહાજરીમાં પણ તેઓ તમારા આ કામને કરવામાં મદદરૂપ બનશે. જો તમે તેઓના તર્ક સાથે સહમત ન હો તો તમે તેની સાથે અસંમતિ વ્યક્ત કરી શકો છો.

મિર્ચી ક્યારો

યશવંત ઠક્કર

મિર્ચી ક્યારો

અસત્ય પર સત્યનો વિજય

‘સત્યમેવ જયતે’ - આ વિધાન આપણાથી અજાણ્યું નથી. જ્ઞાનીજનો અવારનવાર સત્યનો મહિમા આપણને સમજાવતા હોય છે. ધાર્મિક અને સાંપ્રદાયિક વડાઓ તો સત્યનો મહિમા ન ગાય એવું તો બને જ નહિ. રાજકીય નેતાઓ પણ પોતે સત્યના પક્ષે હોવાની દલીલો કરતા હોય છે. સામાજિક પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલા લોકો પણ પોતે સત્યને ખાતર પોતાના જીવ જોખમમાં મૂકવાની તૈયારી રાખતા હોવાની ખુમારી રાખતા હોય છે. સાહિત્ય, સંગીત, કળા વગેરે સાથે જે લોકોએ પનારો પાડ્યો છે એ લોકો પણ પોતે સત્યને ખાતર સતત ઉજાગર હોવાનું જણાવતા હોય છે. વેપાર-વાણિજ્યના ક્ષેત્રમાં તો અસત્યની જ બોલબાલા હોય એવી એકંદરે માન્યતા છે. પરંતુ, એ ક્ષેત્રમાં રોકાયેલા લોકો પણ સત્યને તડકે મૂકવાની વાત જાહેરમાં કરતા નથી. સરવાળે, કોઈ પણ પ્રવૃત્તિ સાથે જોડાયેલા લોકો, પોતાને સત્ય પ્રિય હોવાનું અને સત્યનો હંમેશાં જય થતો હોવાનું જાહેર કરતા હોય છે.

પરંતુ સત્યનું આચરણ સરળ નથી. સત્યનો મહિમા તો સહુ કોઈ ગાય છે પરંતુ ખરી કસોટીના સમયે સત્યને પોતાના જ આચરણમાં મૂકવાની વેળા આવે છે ત્યારે ભલભલાના મુખમાં ‘નરો વા કુંજરો વા’ જેવાં વિધાનો પોતાનું સ્થાન મેળવી લે છે. ઉપરાંત એક દલીલ ક્યારેય જૂની નથી થતી કે : ‘દરેકને પોતપોતાનું સત્ય હોય છે.’ આ પોતપોતાનું સત્ય એટલે શું ? પોતાને અનુકૂળ આવે એવું પોતપોતાનું માની લીધેલું સત્ય ? સત્યના નામે સમાજમાં મોટાભાગે આવા જ ખેલ ખેલાતા હોય છે. પરિણામે સત્ય વિશે ગૂંચવણો અપાર છે અને એ ગૂંચવણો ઉકેલવાના જાણકારો પણ અપાર છે ! અને, સત્ય તો હાથતાળી આપતું જ રહે છે ! એકંદરે તારણ એવું નીકળે છે કે - સત્યના આંચળો ઓઢેલા અસત્યનો જ જય થાય છે. વારંવાર છેતરાયા પછી લોકોને તો હવે ભ્રષ્ટાચાર વિરુદ્ધ થતાં આંદોલનોમાં પણ વિશ્વાસ નથી રહ્યો. ‘સત્યની રક્ષા કરવાના’ બહાના હેઠળ ભળતા જ ઇરાદા માટે આંદોલનો થાય છે; એવું પ્રજાને લાગવા માંડ્યું છે ! સત્યની વાતો કરનારા કેટલાક નેતાઓ, કલાકારો, ધર્મગુરુઓનું અસલ સ્વરૂપ જુદું જ હોવાના અનુભવો પ્રજાને થયા છે. એકંદરે વાતાવરણ એટલી હદે કલુષિત થઈ ગયું છે કે, સત્યની વાત કરનાર પર ભરોસો રાખતાં લોકો ડરે છે.

આવા સંજોગોમાં સત્યની વાત કરતા હોઈએ ત્યારે ગાંધીજીના આશરે ગયા વગર છૂટકો નથી. ‘સત્યના પ્રયોગો’ની પ્રસ્તાવનામાં ગાંધીજી લખે છે : ‘મારે મન સત્ય જ સર્વોપરી છે અને તેમાં અગણિત વસ્તુઓનો સમાવેશ થઈ જાય છે. આ સત્ય તે સ્થૂલ-વાચાનું-સત્ય નહીં. આ તો જેમ વાચાનું તેમ વિચારનું પણ ખરું. આ સત્ય તે આપણે કલ્પેલું સત્ય જ નહીં, પણ સ્વતંત્ર ચિરસ્થાયી સત્ય; એટલે કે પરમેશ્વર જ.’ ગાંધીજીની આ વાત માનીએ તો, પોતપોતાના સ્વાર્થ માટે આવેશમાં આવીને સત્ય માટે કરાતા હાકલા-પડકારા તો પાણીના પરપોટા સમાન છે. સ્વતંત્ર ચિરસ્થાયી સત્ય તો એનાથી જુદું જ છે.

‘સત્યના પ્રયોગો’ની પ્રસ્તાવનામાં આગળ જતાં તેઓ જણાવે છે કેઃ ‘પરમેશ્વરની વ્યાખ્યાઓ અગણિત છે, કેમ કે તેની વિભૂતિઓ પણ અગણિત છે. એ વિભૂતિઓ મને આશ્ચર્યચકિત કરે છે. એ મને ક્ષણવાર મુગ્ધ પણ કરે છે. પણ હું પૂજારી તો સત્યરૂપી પરમેશ્વરનો જ છું. એ એક જ સત્ય છે અને બીજું બધું મિથ્યા છે. એ સત્ય મને જડ્યું નથી, પણ એનો હું શોધક છું. એ શોધવાને અર્થે જે વસ્તુ મને પ્રિય હોય તેનો ત્યાગ કરવા હું તૈયાર છું, અને એ શોધરૂપી યજ્ઞમાં આ શરીરને પણ હોમવાની મારી તૈયારી છે અને શક્તિ છે એવો મને વિશ્વાસ છે. પણ એ સત્યનો હું સાક્ષાત્કાર ન કરું ત્યાં લગી મારો અંતરાત્મા જેને સત્ય ગણે છે તે કાલ્પનિક સત્યને મારો આધાર ગણી, મારી દીવાદાંડી ગણી, તેને આશ્રયે મારું જીવન હું વ્યતિત કરું છું.’ આમ સત્યના આ પૂજારીએ પણ પોતાને સત્ય જડ્યું હોવાનો દાવો કરવાના બદલે પોતે સત્યના શોધક હોવાનું માન્યું હતું. સત્યને ઓળખવા માટે પોતાના અંતરાત્માને અનુસરવાનું એમને પણ યોગ્ય લાગ્યું હતું.

આપણે બધાં પણ આપણું સત્ય નક્કી કરતા હોઈએ છીએ. પરંતુ ગાંધીજીએ જે વિવેક અને ધીરજ રાખ્યાં એવા વિવેક અને ધીરજ આપણે રાખી શકીએ છીએ ખરા ? અને સત્યને ખાતર પ્રિયમાં પ્રિય વસ્તુનો ત્યાગ કરવાની આપણી તૈયારી હોય છે ખરી ?

આપણે સહુ એ પણ જાણીએ છીએ કે, સત્યનો માર્ગ તો ખાંડાની ધારે ચાલવા જેવો છે. ખુદ ગાંધીજી પણ એવું જ માનતા હતા. પરંતુ આ ખાંડાની ધાર જેવો માર્ગ એમને કેવો લાગ્યો હતો ! એમણે જણાવ્યું છે કે ઃ ‘આ માર્ગ જોકે ખાંડાની ધારે ચાલવા જેવો છે. છતાં મને સહેલામાં સહેલો લાગ્યો છે.’ ફેર ત્યાં પડે છે ! તકલીફ આપનારો હોવા છતાં, સત્યનો માર્ગ ગાંધીજીને સહેલો લાગતો હતો. પરંતુ આપણને શું લાગે છે ? આપણને એવું લાગે છે કે, ‘સત્યને વળગી રહેવામાં ડહાપણ નથી. દુનિયામાં તો અસત્યની જ બોલબાલા છે. રાજા હરિશ્ચંદ્રનો અવતાર થવામાં મજા નથી. જે લોકો સત્યનું પાલન કરે છે એવા જેવો લોકોને તો જીવનમાં ડગલે ને પગલે દુઃખોનો સામનો કરવો પડે છે. જ્યારે વ્યવહારિક બનીને અસત્યનો માર્ગ અપનાવનારને ભાગે તો ઘીકેળાં જ હોય છે. છેવટે સત્યનો જય થતો હોય તો પણ એ પહેલાં કેટકેટલી કસોટીનો સામનો કરવો પડે છે ! એ શું કામનું ? વળી, સંઘર્ષોથી ભરેલી જિંદગીમાં લેવાદેવા વગરની મુસીબતો શા માટે ભોગવવી ?’ આમ, અસત્યનો સામનો કરવાના બદલે પહેલેથી જ આપણે હથિયાર હેઠાં મૂકી દઈએ છીએ. સત્યનો પ્રકાશ ફેલાય ત્યાં સુધી રાહ જોવાની આપણામાં ધીરજ નથી. આપણામાં એક માન્યતા ઘર કરી ગઈ છે કે, ‘સત્યના સહારે જીવન જીવી જ ન શકાય. અને, કોઈ એવું કરવા જોય તો આજના જમાનામાં એના જેવો કોઈ મૂર્ખ નહિ.’

આવા વાતાવરણમાં સત્યનું આચરણ કરનારે કેટકેટલો ત્યાગ કરવો પડે ! કોઈ ઉદ્યોગપતિએ કોઈને પણ લાંચ આપ્યા વગર જ પોતાનો ઉદ્યોગ ચલાવવો પડે. એવું કરવાથી જે નુકસાન ભોગવવાનું આવે તે ભોગવવું પડે. વેપારીનો ધર્મ જ ધંધો કરવાનો છે એટલે એ ગ્રાહક પાસેથી વાજબી નફો લઈ શકે. વાજબી નફો કેટલો હોય એનો વિવેક પણ એણે રાખવો પડે. પરંતુ હલકી ગુણવત્તા ધરાવતી ચીજ ગ્રાહકને પધરાવવાની પ્રવૃત્તિથી એણે દૂર રહેવું પડે. ગ્રાહકે ઉધાર લીધું હોય તો એણે સમયસર ચૂકવણું કરવું પડે. નેતાજીએ માત્ર ને માત્ર પોતાના કાર્યોને આધારે જ મત માંગવા પડે. પછી ભલે ચૂંટણીમાં હારી જવાય. સંત-સ્વામીઓએ માત્ર ઉપદેશ આપીને સંતોષ ન મનાય. પોતાના જીવનમાં પણ એ ઉપદેશનું આચરણ કરવું પડે. સામાજિક સંબંધો માત્ર વ્યવહાર સાચવીને નહિ પણ ખરા હૃદયથી નિભાવવા પડે. આવા તો અનેક ઉદાહરણો આપી શકાય. એવું કોઈપણ ક્ષેત્ર નહિ હોય કે જેમાં સત્યનું આચરણ સહેલાઈથી થાય. સત્યનું આચરણ કરવા જતાં તાત્કાલિક થતા ફાયદા મોટાભાગે ગુમાવવા જ પડે. જેને માટે આપણી તૈયારી હોતી નથી.

તો શું આ રીતે જ વ્યવહારિકતાના નામે અસત્યને આશરે જીવી નાખવાનું ? એ નહિ જોવાનું કે, અસત્ય ભલે શરૂઆતમાં સત્યથી આગળ દોડતું હોય પણ છેક સુધી આગળ રહી શકતું નથી. એ ક્યારેક તો હાંફી જતું હોય છે અને મક્કમ દોડ દોડતું સત્ય છેવટે આગળ નીકળી જતું હોય છે. વધારે તકલીફ લેવાની જરૂર નથી. સમાજમાં બનતા બનાવોનો અભ્યાસ કરવાથી ખ્યાલ આવશે કે, જે લોકોએ અસત્યનું આચરણ કરીને સંપત્તિ, સત્તા, પ્રસિદ્ધિ મેળવી હોય છે એ લોકો એને ક્યારેય નિરાંતથી ભોગવી નથી શકતા. એવા લોકો હંમેશા પોતાની જાતને અસુરક્ષિત અનુભવતા હોવાથી સતત માનસિક તાણ અનુભવતા હોય છે. બહારથી ખુશખુશાલ હોવાનો ઢોંગ કરતા હોય પરંતુ અંદરથી ખોખલા થઈ ચૂકેલા હોય છે. પછી ભલે એ ઉદ્યોગપતિ હોય, રાજનેતા હોય, પ્રસિદ્ધ સાહિત્યકાર હોય, કલાકાર હોય, સામાન્ય ક્લાર્ક હોય, કારીગર હોય કે પછી કોઈ સ્મગલર કે ગુંડો હોય. અસત્ય અંદરખાનેથી એમને પીડા આપતું જ હોય છે. જ્યારે સત્ય ભલે બહારથી પીડા આપતું દેખાય પણ અંદરથી એક પ્રકારની શીતળતા આપતું હોય છે. એ શીતળતાનાં પ્રતાપે સત્યના આશરે જીવતો માણસ સાચુકલી નિરાંત અનુભવતો હોય છે. એટલે જ ગાંધીજીને સત્યનો માર્ગ સહેલામાં સહેલો લાગ્યો હતો.

અસત્યનું આચરણ કરનાર રાવણ સમાન વિદ્વાન પણ છેવટે તો સત્યનું આચરણ કરનાર રામની સામે પરાજય પામ્યો એ કથા તો આપણે જાણીએ જ છીએ. વર્તમાન સમાજમાંથી પણ એવાં અનેક ઉદાહરણો મળી આવશે કે, અસત્યનું આચરણ કરનાર છેવટે તો પોતાનું જ અહિત કરે છે. આપણી આસપાસના લોકોનું જીવન જરાક ઝીણવટથી જોઈશું તો ખ્યાલ આવશે કે, જેણે અસત્યના માર્ગે દોટ મૂકી છે એણે કેવો અઘરો માર્ગ અપનાવ્યો છે ! એક પછી એક એમ અસત્યના પડાવ એને પાર કરવા પડે છે. છતાંય જેની મનમાં ઊંડે ઊંડે જેની ઝંખના હોય છે એ શાંતિ અને આનંદ પ્રાપ્ત થતાં નથી. સત્તા, શક્તિ, પ્રસિદ્ધિ વગેરે હોય છે પણ આભાસી હોય છે. પછી તો એ એટલો મજબૂર થઈ જાય છે કે, અસત્યના આ માર્ગેથી પાછા વળવું હોય તો પણ વળી નથી શકતો.

જ્યારે સત્યને આશરે જીવનારો માણસ જ્યારે જુઓ ત્યારે ફૂલ સમાન હળવો હોય છે. પછી ભલે એ રાજા હોય કે રંક હોય. શહેરનો હોય કે ગામડાનો હોય, ભણેલો હોય કે અભણ હોય. એને એટલો ભરોસો હોય છે કે : ‘મેં કશું ખોટું કર્યું નથી એટલે સરવાળે મારું અહિત થવાનું નથી.’ આવા લોકો મુસીબતોનો સામનો સત્યના સહારે કરતા હોવાથી તકલીફો ભોગવીને પણ સાચી નિરાંત અનુભવતા હોય છે.

અરે ! બીજાની વાત જવા દો. આપણે આપણી પોતાની જ દિનચર્યા વિશે સામાન્ય અભ્યાસ કરીશું તો ખ્યાલ આવશે કે જ્યારે આપણે આપણા અંતરાત્માની અવગણના કરીને કશું ખોટું કામ કર્યું હોય છે ત્યારે આપણા મનને બેચેની જેવું થતું હોય છે. આપણને આપણી ભૂલ થતી હોવાની ખબર હોવા છતાં વાતાવરણના પ્રભાવ હેઠળ આવી જઈને એ ભૂલને સુધારતા નથી. પરિણામે હાથે કરીને ખોટના સોદા કરતા રહીએ છીએ. પરંતુ જ્યારે જ્યારે આપણએ આપણી ભૂલને સુધારી લેતા હોઈએ છીએ ત્યારે ત્યારે માનસિક હળવાશ અનુભવીએ છીએ. પછી તો ગમે તેવી મોટી મુસીબતોનો પણ ડર લાગતો નથી. આમ જુઓ તો સાવ સીધી વાત ને આમ જુઓ તો જ્ઞાનીજનો પાસે જઈને શીખવી પડે એવી અઘરી વાત ! કહેવાનો મતલબ એ નથી કે, રોજિંદા જીવનમાં વેવલા કે વેદિયા થઈને જીવવું. પરંતુ જે પ્રકારનું આચરણ આપણને યોગ્ય ન લાગતું હોય એવા આચરણથી પહેલેથી જ દૂર રહેવાની નીતિ અપનાવવા જેવી છે. શરૂઆતમાં એ સહેલું ન લાગે પણ સતત પ્રયાસો કરવા જેવા છે. આવા પ્રયાસોને પરિણામે સમય જતાં એક મહાવરો થઈ જાય છે કે જેને લીધે આપણે સ્વાભાવિક રીતે જ અસત્યના આચરણથી દૂર રહેવું અઘરું ન લાગે. પછી તો બીજાં લોકો પણ આપણી પાસેથી અસત્યના આચરણની અપેક્ષા ન રાખે. સરવાળે આપણે જ નિરાંત !

આમ, સત્યનું આચરણ બીજાંના ભલા માટે નહિ પરંતુ આપણા પોતાના ભલા માટે પણ જરૂરી છે. એ માનસિક તંદુરસ્તી આપનારું છે. માનસિક તંદુરસ્તીની અસર શારીરિક તંદુરસ્તી પર પણ થાય છે. ડગલે ને પગલે લોભ અને લાલચ આપણી જ રાહ જોઈને ઊભાં હોય, ક્યારેક તો સામેથી જ ચાંદલો કરવા આવતાં હોય એવા વાતાવરણમાં સત્યનું આચરણ આપણા રક્ષક તરીકેની ભૂમિકા ભજવે છે. હા, ગાંધીજીની જેમ સત્યના શોધક તરીકેનો જ ભાવ રાખવા જેવો છે. જેથી પોતાની જાતને મિથ્યાભિમાનથી બચાવી શકાય.

‘સત્યમેવ જયતે’ સૂત્રને બોલવા ખાતર ન બોલીએ, જીવનમાં પણ ઉતારીએ. પરિણામે સત્યના વિજયનો પરમ આનંદ આપણે પણ અનુભવી શકીએ.