svapnshrusti Novel - 12 in Gujarati Love Stories by Sultan Singh books and stories PDF | Svpnsrusti Novel ( Chapter - 12 )

Featured Books
Categories
Share

Svpnsrusti Novel ( Chapter - 12 )

સ્વપ્નસૃષ્ટિ

[ દુનિયાદારીથી દિલની મંજિલ સુધીની કહાની ]

( પ્રકરણ – ૧૨ )

અર્પણ

દિલના અગાધ સાગરમાં હર પલ અને ભૂતકાળમાં વહેતી રહેલી એ ‘‘જીવન’’ ને એના સાથ બદલ... પ્રેમ અને વિશ્વાસ બદલ...

જેના કારણે મને લખવાની પ્રેરણા મળી તેમજ પ્રેમ... સુખ... દુઃખ... લાગણી... ભાવના... જીવન... મૃત્યુ... નફરત... ઈર્ષ્યા... અથવા એમ કહું કે જીવનની દરેકે પ્રકારની લાગણીઓને સમજી શકવાની અને દરેક વસ્તુને ઊંડાણ પૂર્વક નિરીક્ષણ કરવાની શક્તિ મળી.

તેમજ મારા દરેકે દરેક વાંચક મિત્રોને અર્પણ...

વિનંતી વિશેષ.....

મારા વિષે મેં મારા ગણાય લેખમાં કહ્યું જ છે બસ હવે કદાચ મારે કઈ કહેવાનું બાકી નથી. બસ એક વિનંતી કરીશ કે મારા લેખ વાંચ્યા પછી એના પર પોતાના સારા નરસા સુઝાવ જરૂર થી આપવા. અને એના માટે પણ તમારે કોઈ મુશ્કેલી ઉઠાવવાની નથી મારા બધાજ પ્રકારના કોન્ટેક્ટ ડીટેઈલ્સ હું નીચે આપી રહ્યો છું. તો જરૂરથી જણાવજો કદાચ મારા લેખનમાં થતી ભૂલો તમારા દોરેલા ધ્યાનથી હું સુધારી શકીશ એવી આશા રાખું છું કે તમે દરેક વાચક મિત્ર જેવું લાગે એવોજ પ્રતિભાવ જરૂર આપજો.

મારા માટે તમારા પ્રતિભાવ સોઉથી વધુ મહત્વ પૂર્ણ રહેશે. બને તો બૂક વાંચી અહીજ રીપ્લાય આપવો અન્ય લોકો પણ કદાચ એના માટે પ્રેરાય..

નામ ;- Sultan Singh

મોબાઈલ ;- +91 - 9904185007 [ whatsapp]

મેઈલ ;-

ફેસબુક ;- @imsultansingh

ટ્વિટર ;- @imsultansingh

લિન્ક્ડ ઇન ;- @imsultansingh

[ સરનામાની મને નથી લગતી કોઈને જરૂર જણાતી હોય અને એવું હોય તો મને મહેસાણા આવીને ફોન કરી શકો છો હું સમ્પૂર્ણ મેહસાણીઓ છું... ]

પ્રકરણ – ૧૨

“ સોનલ.... સોનલ.... ક્યાં ખોવાઈ છે...?” સુનીલે સામે આંખો મીચીને વિચિત્ર હાવભાવ રજુ કરતી સોનલ ને પૂછ્યું..

“ બસ એમજ રહેજે સુનીલ મારી સાથે...” અચાનક આટલું બોલી અને એની આંખો ઉગડી એ વાસ્તવિકતામાં આવી અને ફરી શરમાઈને નીચું જોઈ ગઈ હવે એ કઈ બોલવાની સ્થિતિમાં ના હતી એ બસ મલકાતી હતી. એની નઝર એના મનની વ્યથા અને ઈચ્છાઓને વ્યક્ત કરતી હતી એનું શરીર એક વિચિત્ર કંપન અનુભવી રહ્યું હતું. પ્રેમનો અને લાગણીનો સાગર ભાવનાના મોઝાઓથી ઉછાળા મારતો હતો. દિલ એને અત્યાર સુધીની સામાજિકતા બદલ પળે પળ કોશતું હતું મનની વેદનાથી દુખી હતું.

સુનીલે એને ઉપાડી લીધી અને પોતાના રૂમ તરફ ડગલા માંડ્યા અને એને એ પોતાના સોફા તરફ લઇ ગયો. કદાચ સોનલ અચાનક કોઈક અલગ અનુભવમાં ખોવાઈ રહી હતી એનું મન કેટલાય સપનાઓને એક સાથે જીવી રહ્યું હતું. સોનલની આંખો હજુય સુનીલના ચહેરા પર અટકેલી હતી જાણે બસ આટલા વર્ષો બાદ એના ચહેરાને જોઇને જાણે ક્યાય સપનાની ગલીઓમાંજ વહી જતી હતી. સુનીલ પણ સોનલના ચહેરાને જોઈ રહ્યો હતો જાણે કેટલીયે વાતો એ બંને જણા એક્બીજાને આંખોથી કરી રહ્યા હતા. કેટલાય સવાલો બંનેની આંખોમાં કળતા હતા જેના કદાચ બેમાંથી કોઈના જોડે સચોટ જવાબ હાજર ના હતા. સુનીલ હજુય જાણે સોનલના મુખમંડળમાં ખોવાયેલો હતો એની આંખો જાણે એમાજ વ્યસ્ત હતી. એણે સોનલને નીચે ઉતારી અને સોનલ શરમાઈને દુર દોડી ગઈ કદાચ આ સામાજિક નઈ પણ માનશીક બંધન હશે આજે, પણ સુનીલે સોનલના નઝીક જઈને સામેના અરીસામાં પોતાના મુખને નિહાળતી સોનલના પાછળ પીઠના ભાગ પર વિખરાયેલા વાળને આગળ તરફ સરકાવ્યા અને સુનીલનો હાથ હવે એના પાછળના ખુલ્લા પીઠના ભાગ પર ફરી રહ્યો હતો. કદાચ ભૂતકાળની યાદો તાઝી થઇ જતી હોય એમ એ એની પીઠ પર પડેલા ઝખમોને જાણે શોધી રહ્યો હતો. કદાચ એ ત્યાં પડેલા ઝખમ તરફ પોતાના હાથને આગળ વધારી રહ્યો હતો પણ હવે ત્યાં કોઈ ઘાવ ના હતો કદાચ હવે એ ભાગ સ્પષ્ટ હતો ત્યાં કઇજ ના હતું. એ ભાગના ઝખમતો સમયના વેગે ભૂસાઈ ગયા હતા પણ સુનીલનો સ્પર્શ આજ પણ એટલીજ હદે સોનલને રોમાંચિત કરી રહ્યો હતો. સોનલના રોમેરોમમાં એક ગજબની વીજળીના કરંટની શક્તિ જાણે દોડી રહી હતી એ સુનીલના સ્પર્શમાં મદહોશ થઇ રહી હતી. કદાચ વધુ સમય એમજ રહ્યા હોત તો એ લોકો બધીજ રેખાઓ ઓળંગી ગયા હોત પણ સોનલ અચાનક ઉભી થઇ અને અરીશા તરફ ચાલવા માંડી.

“ શું થયું સોનલ... હવે...”

“ કઈ નઈ સુનીલ કેમ...”

“ તો પછી આમ દુર કેમ ભાગે છે...”

“ દુર ક્યાં ભાગી છું... અહીતો છું... તારા પ્રેમ મટેજતો...”

“ હું પણ એટલોજ પ્રેમ...” સુનીલ અટક્યો.

“ આટલો પ્રેમ કરતો હતો મને તો પછી આમ અચાનક મને છોડીને તું આમ અહી શા માટે આવ્યો તારા ગયા પછી મારી શું દશા થઇ હશે એનો એક ઘડી પણ વિચાર કર્યો ખરો...? ” સોનલના મુખ પરના હાવભાવ બદલાઈ ગયા હતા તે ફરી ભૂતકાળની એ શેરીઓમાં ડોક્યું કરી રહી હતી જાણે હમેશા સુનીલના મનમાં ઘટતી સ્વપ્નશ્રુષ્ટિમાં એને જીવી જવાની તત્પરતા તડપી રહી હતી.

“ તો શું કરતો તુજ હવે કેજે...?”

“ કેમ ? મને સમજાવી પણ શકતો હતો ને...?”

“ સમજાવું ? કઈ રીતે...?”

“ એ પણ મારે કહેવાનું..?”

“ તો શું કરવું જોઈતું હતું મારે..?”

“ કેમ તને નથી આવડતું ? હે સુનીલ... બોલને... ?”

“ જો સોનલ મારાથી થતી બધીજ કોશિશો મેં કરી પણ કદાચ એ સમયે તને સમજાવવામાં હુજ અસફળ રહ્યો હતો. પણ યાર તૂતો કહી શકતી હતી ને ?....” ભૂતકાળના વાદળો ફરી ઘેરાઈ રહ્યા હતા અને એની ઘાઢ અસર વાતાવરણમાં છવાઈ રહી હતી..

“ તે મને સમય ક્યાં આપ્યો...?”

“ સમય.... પણ કેટલો.... સમય.... સોનલ...”

“ કદાચ તું તારી જગ્યા એ તું સાચો હોઈશ...”

“ પણ શું...?”

“ મારા વિષે પણ તે વિચાર્યું હોત તો સુનીલ ? એક વાર બસ એક વાર તું મારી જગ્યાએ પોતાને વિચારીને જોઇલે તો કદાચ તને સમજાઈ પણ જશે કે મેં જે કર્યું એ સાચું હતું કે...પછી...” સોનલના વહેતા શબ્દોના સુર રોકાયા થોડાક વિચારોના વાદળો ઘેરાયા અને વિચારોમાં ખોવાઈ ગઈ.

“ જોયું તો હતું યાર, અને એટલેજતો ?”

“ એટલે તારા મને તને મને છોડવાનોજ વિચાર આપ્યો એમને ?”

“ જો સાચે કહું તો મારા મનમાં એક બંધન હતું..”

“ બંધન ? પણ... એ વળી શેનું ?”

“ એક તરફ મારો પ્રેમ હતો પણ તારી આ દુનિયાદારી અને સમાજ ના બંધનો આપણા સબંધને સ્વીકારી શકવાના હતા કદીયે ? બસ કદાચ આ વિચાર મને તારાથી દુર લઇ આવ્યો બસ તને દુખના પડે એટલીજ એક ઈચ્છા હતી. અને એટલેજ મારા દિલની વાત કહ્યા વગરજ મેં ત્યાંથી વિદાય લીધી પણ તે એટલું કહેવાનો કદી મોકોજ ના આપ્યો યાર...” સુનીલે પોતાની સ્પષ્ટતા સ્વીકારતા પક્ષ મુક્યો.

“ મને ખબર છે સુનીલ કે મારી દુનિયાદારીની વાતો તને નથી સમજાતી હોય પણ શું તને મારી મુક ભાષા પણ ના સમજાઈ ? મારી આંખો અને મારા દિલની ધડકનનો અવાજતો તને સંભળાતો હતોને કે પછી તને એપણ સમજાયું નઈ ? ” સોનલના ગળામાં ડુમો ભરાઈ રહી હતી એનો અવાજ ગંભીર બની રહ્યો હતો. ભૂતકાળની ભૂલોના કારણે આંખો અને દિલની ગહેરીઓમાં રહેલી વેદના એ રેલાતા આંશુઓમાં ભળીને વહેતી હતી.

“ હું બધુજ સમજતો હતો સોનલ પણ મને એ વખતે તારી ચિંતા થઇ જતી, અને મને હર હમેશ જાણે એવુજ લાગ્યા કરતુ કે કદાચ મારી હાજરી તારા જીવનને નુકશાન પહોચાડી રહી છે, પણ સોનલ મેં એવું કદીયે વિચાર્યુજ ના હતું કે તને દુખ પડે. એટલેજ કદાચ તારા અને મારા આ સબંધોમાં મેં દુરીયો બનાવી લીધી હતી..” સુનીલની વાતો સાંભળીનેજ સોનલની આંખો ભીજાઈ ચુકી હતી એ હવે સુનીલની બાહોમાં વીંટળાઈ ગઈ અને ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી સામે સુનીલનો અવાજ પણ વેદનાથી જાણે તરબોળ થઇ ચુક્યો હતો એ હવે રડી રહ્યો હતો. “ સોનલ મારાથી બઉ મોટી ભૂલ થઇ ગઈ પણ હવે હું મારી દરેક ભૂલને સુધારી લેવા માંગું છું. મારા બધા વાયદાઓને પુરા કરવા માંગું છું, અને તારા સાથે મારા જીવનની એક એક પળ તારી સાથેજ વિતાવવા માંગું છું. સુનીલ આમજ બહોમા વળગીને જમીન સાથે નીચે ઢળી રહ્યો હતો.

“ અરે પાગલ હૂતો મશ્કરી કરી રહી હતી હવે શું તું પણ મને આમજ વાતોના વડાથી પકવી રહ્યો છે યાર કઈક આગળ પણ વિચારને...” સોનલ પોતાના ગુંટણ પર ઝુકી અને સુનીલને ઉઠાડતા એની બાહોમાં ભરી લીધો અને એને એક હળવી હગ કરી સામેની ઘડિયાળ તરફ આંગળી કરીને સમય બતાવ્યો સામેની દીવાલ પણ લટકતી ઘડિયાળમાં સમય જાણે હાંફતો હતો. કલાક કાંટો એકની આસપાસ ધ્રુજતો હતો અને મિનીટ કાંટો પણ હવે સ્તબ્ધ થઇ ચુક્યો હતો. કદાચ એક વાગીને ત્રીસ મિનીટ થઇ રહી હતી.

“ એ ઘડિયાળ તો બંધ છે સોનલ સાચો સમય તો મારા આ હાથમાં રહેલી ઘડિયાળમાં જો અત્યારે ત્રણ વાગી રહ્યા છે અને કદાચ મારા બેડ પાસેની ક્લોકમાં પણ એજ સમય છે.” બંને કદાચ થોડું થોડું હવે હસી રહ્યા હતા કદાચ આટલા વર્ષો બાદ આજે પ્રથમ વખતજ બંને જણે એક સાથે આમ આછું સ્મિત વેર્યું હતું અને એપણ ખુલ્લા મને. એક હકારાત્મકતા વાતાવરણમાં ભળી રહી હતી અને મનમાં પ્રશન્નતા પણ હતીજ અને એક અદભુત ખુશી પણ...

એમના મુખ પર ઝળહળતું એ સ્મિત ચારે કોરના વાતાવરણમાં ભળીને એક અલ્લડ હાસ્યની લહેરો ફેલાવી રહ્યું હતું. હાસ્યની ગુંજ જાણે દુર દુર સુધી સંભળાઈ રહી હતી એમનું હાસ્ય વાતાવરણને ખીલવી રહ્યું હતું એક ગજબની અનુભૂતિઓ થઇ રહી હતી. આમ વર્ષો બાદ સુધી આમ સુન્ન પડેલો આ ભવ્ય મહેલ આજે એક ખીલખીલાટ કરતા બાળકની જેમ ઝૂમી રહ્યો હતો. વાદળોની ઓટમાં છુપાયેલો ચંદ્રમાં એમની ખુશીની પળો જોઇને બળી રહ્યો હતો અને વાદળો ઘેરાઈને જાણે વરસી રહ્યા હતા. વસંત સાથે પાનખર અને વર્ષા ઋતુ પણ એક સાથેજ આવિ ચડી હતી કદાચ સમય પણ ભાન ભૂલીને ગાંડો બન્યો હતો. વરસાદની આછી ઘટાઓ છવાઈ રહી હતી એક સ્વચ્છ વાતાવરણ અનુભવી શકાતું હતું ધીમી વર્ષાના કરણે વાતાવરણમાં ભીનાશ પ્રશરી ચુકી હતી. આખાય બેડરૂમમાં અંધકાર મન મુકીને વર્ષતો હતો પણ ચંદ્રનો આછો પ્રકાશ એને ઝાંખો પાડી રહ્યો હતો રૂમની લાઈટો હવે બંધ થઈ ચુકી હતી એક આછો અંધકાર બંનેના અસ્તિત્વને થોડાક ઝાંખા કરી દેતો હતો. ચંદ્ર બારીમાંથી ડોકિયા કરતો અને આમ કઈક ઝંખવા માટે તલપાપડ થઇ રહ્યો હતો વાદળો એને ઢાંકીને રોકી લેતા હતા જાણે એક પડદો બની એની સામે આવી જતા હતા. છેવટે પ્રેમના વાદળો પુરની જેમ વહેવા લાગ્યા આખીયે અગાશી જાણે પ્રીતની વર્ષામાં ઝાંખી પડી ગઈ હતી એક મનમોહક વાતાવરણ સર્જાઈ રહ્યું હતું.

વર્ષોથી તરફડતા બે પ્રેમી આજે એક બીજામાં સમાઈ જવાના હતા બંનેના જીવ એક મેકમાં સમાઈ જવા તડપતા હતા. આજ કદાચ સુનીલ અને સોનલ માટે જીવનની નવી શરૂઆત થઇ રહી હતી એમની પ્રીત અને પ્રેમના વિજોગ સાથો સાથ હતા. બંને જણ હાથમાં હાથ નાખી સહવાસની પળો માણી રહ્યા હતા બંને એકબીજાને વીંટળાઈ વળ્યા હતા પ્રેમફાગની ઋતુ જાણે જામી હતી લાગણીઓ ઊછળકૂદ કરીને ઝૂમી રહી હતી. એક મીઠી આશ બંનેના સહવાસને માણતા સિસ્કારીઓના અવાજોમાં ખોવાઈ ચુકી હતી મીઠી લાગણીની આશા એમના પુરા મહેલમાં છવાઈ રહી હતી. લાંબા ગળાથી તરફડતી પ્રીત માટેની આજે મિલન રાત હતી રાત્રીનો અંધકાર એમની અદેખાઈ કરી રહ્યો હતો ગઢ આભને પોતાનામાં સમાવી લઇ કાળો રંગ વરસાવી રહી હતી પ્રેમના મીઠા ગીતો ખુલા વાતાવરણમાં જાણે ગુંજવા લાગ્યા હતા. તારાઓનો ચળકાટ વરસતો હતો જાણે એક બીજા સામે ઝબકીને આંખો મીચકારી રહ્યા હતા. પરલોકની પણ ઈચ્છાઓને ભુલાવી દે એવું અદભુત ચિત્ર જાણે ઉપસીને ચારેકોર દોરાઈ રહ્યું હતું.

વર્ષો બાદ એકબીજાના સાથને ઝંખતી પ્રીત આજે પોતાની મર્યાદાના બંધનો તોડીને વહી જવા ઉતાવળી બની રહી હતી. બંને તરફ એક સમાન અગ્નિ ભભૂકી રહી હતી એક પ્રીતના આડે મિલનની લાગણીઓ પણ તરફડાટ કરી રહી હતી. ધડ્ક્નોના અવાજ ચારેકોર જાણે પડઘાઈ રહ્યા હતા ગર્માશ બંને તરફ થી વહેતા શ્વાશની વહેતી હવા અનુભવાઈ રહી હતી. કદાચ આટલી દુરીઓ બાદ બંને તન એક બીજામાં સમાઈ જવા માટે તરસતા હતા એક ભૂખ દિલના ખૂણે દુભાતી હતી. એક મેકની આંખોમાં જાણે એક સળગતી જવાળા વેહતી હતી બે દિલ હવે ભેગા થવા પાગલ બન્યા હતા. એકમેકની બાહોમાં સમાઈ ને ઊંડે સુધી ઉતરવા મથી રહ્યા હતા. રૂમના દરવાજા બંધ થઇ ચુક્યા હતા બીસ્તરના પડદા જાણે પડી ચુક્યા હતા બાહારનું વાતાવરણ વર્ષા બાદના ભેજથી જાણે આછું વર્તાઈ રહ્યું હતું. બેજીવ એકબીજામાં પ્રવેશી ચુક્યા હતા એક તડપ બુજાતી હતી એક ખુશીની લહેર પ્રસરી રહી હતી. એક આનંદનું મોઝું પ્રસરી રહ્યું હતું વાતાવરણમાં સિસ્કારીઓના અવાજ ગુંજી ઉઠ્યા હતા અને તન મનમાં ગજબની ભાવના કરંટ ની જેમ પુર ઝડપે વહી રહી હતી. હળવા અવાજો વાતાવરણને જીવંત બનાવી રહ્યા હતા એક ગજબની અદભુત ઉર્ઝા વહેવા લાગી હતી.

દુર ગગનમાં સ્વચ્છતા છવાઈ રહી હતી ખુલા આકાશમાં આછા વદળો જાણે ધીમી ગતિએ જાણે સરકી રહ્યા હતા. પંખીઓની ઉડાઉડ વધી રહી હતી સુરજદાદા પોતાની સવારી સાથે આવી ચુક્યા હતા ચારે કોર એક તાજગીભર્યું વાતાવરણ છવાયેલું હતું ગાઢ નિંદ્રામાં સુનીલને એવી નીંદર ગહેરાઈ હતી જાણે કોઈ વર્ષો બાદ ઊંઘમાં પડ્યો હોય. ઘડિયાળમાં આઠેકના પાર કાંટો ઝડપભેર દોડી રહ્યો હતો બારીમાંથી આવતો કોમળ તડકો છેક બિસ્તર સુધી ડોકાઈ રહ્યો હતો અને એની અસર હળવા તાપ દ્વારા અનુભવાઈ રહી હતી અને એને ઉઠાડવા માટે મથતી હતી. કેટલાય દિવસો બાદ જાણે આખાય ઘરમાં એક તાજગીનું મોઝું ફરી વળ્યું હતું શાંત અને ખુશ ખુશાલ વાતાવરણ ફેલાયેલું હતું. ખુશીઓની લહેરો આખાય ઘરમાં ઊછળ-કુદ કરી રહી હતી આજે લીલોતરીથી ઘેરાયેલો રાજમહેલ જાણે પોતાના વૈભવ અને આનંદથી તરંગથી ઝૂમી રહ્યો હતો ત્યાંજ અચાનક એક મોટો અવાઝ થયો અને સુનીલ ઝબકીને ઉઠી ગયો.

સોનલ........ સોનલ........ ઉઠતાની વેત એણે ઝોરથી બુમો પાડી જાણે એની આંખોમાં એક ગજબની વેદના ઉભરાઈ રહી હતી. એક એવો અનિશ્ચિત ભય જેનું કોઈ નામ કે નિશાન ના હતું બસ એના દિલને તોડી પાડવા એ કાફી હતો.

“ શું થયું સુનીલ...” હાથમાં કોફીનો મગ લઈને રસોડા માંથી અચાનક દોડી આવતા સોનલના મુખ પર જાણે શૂન્યવકાશ જેવા ખાલી હાવભાવ છવાયેલા દેખાતા હતા. ટેબલ પર કોફીનો મગ મુકતાજ એની પાસે બેસીને એના ચહેરાને પોતાના હાથ વડે શેહલાવતા પોતાની બાહોમાં ભરી લીધો. સુનીલનો ચહેરો એ સમયે જોવા જેવો હતો એક વિચિત્ર ડર એના ચહેરા પર છવાયેલો હતો કેમ અને કયા કારણોસર એ કદાચ સમજવું મુશ્કેલ હતું.

“ સોનલ તું ક્યાય ના જઈશ બસ... બસ મારી સાથે... મારી પાસેજ... રહે... હવે ના જતી...” તુટક સ્વરે સોનલની બાહોમાં વીંટળાતા સુનીલે એના દિલની વેદનામાં ડોકિયું કરતા કહ્યું. એની આંખોમાં વેદના વહેતી હતી જાણે કોઈક ખતરનાક સપનામાં એ ખોવાયેલો અચાનકજ ઉભો થઈને બરાડ્યો હતો.

“ પણ હૂતો અહીજ છું... જોને સુનીલ... ”

“ પણ મને લાગ્યું કે... તું...”

“ કદાચ તે કોઈ સ્વપન જોયું હોય મને એવું લાગે છે. ચલ છોડ એ બધું અને લે આ પાણી અને હાથ મો ધોઈને ફ્રેશ થઇ જા, જો તારા માટે રોઝની જેમજ કોફી હાજર છે..” હાથમાં પાણીનો ગ્લાસ આપતા ટેબલપર મુકેલા કોફીના મગ તરફ ઈશારો કર્યો. એક ત્રાંસી નઝર નાખી એજ પેલાનો ઉમંગ અને મસ્તી એના ચહેરા પર છવાઈ ગઈ એને હળવું સ્મિત આપ્યું અને રસોડામાં સમાઈ જવા પાછી વળી.

“ બેસને....” સોનલના હાવભાવ જોઇને સુનીલે એને હાથ પકડી રીત સર પોતાની તરફ ખેંચી લીધી.

“ પણ..” અચાનક હાથ ખેચાતા સોનલને આશ્ચર્ય થયું એ બસ આટલુજ બોલી શકી.

“ મારે કઈ નથી સંભાળવું...”

“ ઓહ અચ્છા...” સોનલે નેણ ઉછાળતા કહ્યું.

“ હા આજે તો બસ નો કામ... સમજી..”

“ તો...”

“ અહી બેસ...”

“ શું પ્લાન છે...”

“ પ્રેમ... બસ પ્રેમ...”

“ જાને લુચ્ચા...”

“ વાતતો સંભાળ... સોનલ...”

“ બોલતો કેમ નથી પણ... જો આ તારી વાતોમાંને વાતોમાં કોફી પણ ઠંડી થઇ ગઈ છે. તે હજુતો મોઢું પણ નથી ધોયું સામેના અરીસામાં જોતો ખરો એક દમ જોકર જેવો લાગે છે...” આટલું કહીને એક હળવી થાપટ ખભા પર મારતા એ ખડખડાટ હસી પડી. એના ચહેરા પરનું હાસ્ય એક અનેરો આનંદ સુનીલના દિલમાં જગાવતું હતું એ બસ એમાજ ખોવાઈ જવા માંગતો અથવા કદાચ ખોવાઈનેજ એના પ્રેમમાં પડ્યો હતો.

લેખક ;- સુલતાન સિંહ

સુચન આવકાર્ય ;- ૯૯૦૪૧૮૫૦૦૭ [ whatsapp ]