મૈસુર દશેરા।. દુષ્ટ પર સત્યનો વિજય। .. દક્ષીણ પશ્ચિમ ભારતના કર્ણાટક રાજ્યનો સૌથી લાંબો તહેવાર।.
અલ્યા।. કઈક નવ દિવસના પાસનું સેટિંગ કરને।. આવા વાક્યોતો આપણે સતત સાંભળતા રહીશું પણ આજે આપણે એવા શહેરની વાત કરશું જ્યાં દશમાં દિવસનું મહત્વ વધારે છે.
"મૈસુર"
મૈસુર શહેરનું નામ કેવી રીતે પડ્યું?
મૈસુર શહેરનું શાસન રાક્ષસ રાજા મહિસાષુર કરતો હતો.આ શહેરની ભાગોળે એક ટેકરી આવેલી છે તે ટેકરી પર ચામુંડેશ્વરી દેવીએ રાક્ષસનો વધ કર્યો।. આ પરથી તે ટેકરી પર મંદિર બન્યું જેને માં ચામુંડેશ્વરી મંદિર કહેવાય છે અને શહેરનું નામ "મહીસુરું" પડ્યું।આ ટેકરી પર મહિસાષુર નું મોટું પુતળું પણ ઉપસ્થિત છે। આ શહેરનું નામ અપભ્રંસ થઇને "મૈસુર" તરીકે બોલાવા લાગ્યું।
(નોંધ:- કન્નડ ભાષામાં અહીના લોકો શહેરને "મૈસુરુ" તરીકે જ ઉદગારે છે અને અંગ્રેજી માં સ્પેલિંગ પણ "MYSORE " અથવા "MYSURU " લખે છે.)
રસપ્રદ હકીકત એ છે કે કર્ણાટક રાજ્યનું નામ "કર્ણાટક " 1973 વર્ષમાં રાખવામાં આવ્યું હતું અને તે પહેલા આ રાજ્ય ને "મહીસુરું" તરીકે જ ઓળખવામાં આવતું હતું।આ મૈસુર રાજ્યમાં ચૌદમી સદીથી ભારત આઝાદ થયું ત્યાં સુધી વોડીયાર વંશજોનું રાજ્ય હતું। હવે મુદાની વાત
કરીએ તો 1610થી વોડીયાર રાજવંશના રાજાઓ "શ્રીરંગાપટ્નમ"માં (મૈસુરથી 20km દુર) દશેરાની ઉજવણી કરતા આવ્યા છે.જે સમય જતા મૈસુર પેલેસ દશેરાની ઉજવણીનું સ્થાન બની ચુક્યું છે.
આતો પૌરાણિક વાતો થઇ. "મૈસુર" નામ પડે એટલે લોકોના મનમાં ટીપું સુલતાનનો મહેલ જ યાદ આવે. પરંતુ હવે જરાક કન્ફ્યુંસન દુર કરીએ। ટીપું સુલતાનનો મહેલ એટલે "સમર પેલેસ" જે બેંગ્લોર માં આવેલો છે.
મૈસુર શહેરને મહેલોનું શહેર પણ કહેવામાં આવે છે. આ શહેરમાં વિશ્વ વિખ્યાત જગન મોહન પેલેસ, લલીતા મહેલ પેલેસ અને મૈસુર પેલેસ ખ્યાતનામ છે. આ પૈકીનું એક મશહુર આકર્ષણ એટલે મૈસુર પેલેસ।
તો ચાલો હવે થોડું ફોકસ કરીએ મૈસુર પેલેસ પર.
જગવિખ્યાત મૈસુર પેલેસનું કામકાજ વોડીયાર રાજાએ 1797 માં (ટીપું સુલતાનના મૃત્યુ ના લગભગ 100 વર્ષ બાદ) શરુ કર્યું હતું અને તે કામકાજ 15 વર્ષ ચાલ્યું। આ અત્યંત વિશાળ મહેલ અત્યારે કર્ણાટક સરકારની પ્રોપેર્ટી છે.
આખા વર્ષના દર રવિવાર ઉપરાંત નવરાત્રીના નવ દિવસ અને દશેરા દરમિયાન આ પેલેસ એક લાખ બલ્બથી પ્રકાશિત કરવામાં આવે છે.આ નજારો માણવા દેશ વિદેશ થી લાખો પર્યટકો મૈસુર આવે છે. આ નજારો આગ્રાનાં તાજમહાલ પછીનો બીજા નંબરનો સૌથી વધુ મ્હાણવાલાયક નજારો છે. આ એક લાખ બલ્બની જાળવણીમાં સરકાર લગભગ 1 કરોડ જેટલો ખર્ચ દર વર્ષે ભોગવે છે.અને એક ગણતરી મુજબ દર વર્ષે 25000 બલ્બને બદલવામાં આવે છે.
માતા ચામુંડીનું મંદિર પહાડ પર લગભગ 11km ઉંચાઈ પર સ્થિત છે જે મહેલ થી 13km દુર હોવા છતાં આ કદાવર પેલેસ મંદિર પરથી એકદમ જુદો તરી આવે છે. જયારે મહેલ બલ્બના પીળા પ્રકાશથી ઉજ્વલિત હોય ત્યારનો મંદિર પરથી નજરો જ અકલ્પનીય છે. આ દર્શન પેરિસના એફિલ ટાવરને પણ ટકકર આપે એમ કહીએ તો કઈ ખોટું નથી.
નવરાત્રીના પાવન દિવસોમાં પહાડ પર ટ્રેકિંગ કરી માતાજીના આશીર્વાદ લઈને પેલેસની એક ઝલક મળીજાય તો તેની લાગણી વર્ણવવી બહુ અઘરી છે. તે તો માત્ર અનુભવી જ શકાય।
આ મૈસુર પેલેસમાં નવરાત્રીના નવ દિવસ અલગ અલગ કલાકારો પરફોર્મન્સ આપે છે. સામાન્ય દિવસોમાં જયારે પ્રકાશથી જળહળીત પેલેસનો સમય માત્ર રવિવારે સાંજે 7-8 હોય છે તો નવરાત્રીના પર્વ પર દરેક દિવસે સાંજે 7-9 દરમિયાન બલ્બ ને પ્રકાશિત કરવામાં આવે છે. અને દશેરાના દિવસે સાંજે 7-10 વાગ્યા સુધી આ નજરો માણી શકાય છે.
સુવિખ્યાત સરઘસ :
વિજયાદશમી એટલેકે દશેરાના દિવસે આ શહેરમાં પરંપરાગત સરઘસ નીકળે છે. જે સ્થાનિક જમ્બો સવારી તરીકે વિખ્યાત છે.આ શોભાયાત્રા સુવિખ્યાત મૈસુર પેલેસથી શરૂ થઇ અને શહેરની ગલીઓમાંથી પસાર થાય છે. આ શોભાયાત્રાનું મુખ્ય આકર્ષણ સુશોભિત હાથીઓ છે. એક સાથે લગભગ 16 હાથીઓ આ શોભાયાત્રાની શોભા વધારે છે.
આ શોભાયાત્રાની શરૂઆત માતા ચામુંડેશ્વરીની મૂર્તિની પૂજાથી કરવામાં આવે છે. મૈસુરના તત્કાલીન રાજા અને આમંત્રિત મહેમાનો આ દૈવી મૂર્તિની પૂજા કરી તેને હાથીની ટોચ પર એક મંટપ બનાવેલ હોય છે તેના પર બિરાજમાન કરે છે. આ મંટપ 750 કિલોગ્રામ સોનાથી બનેલ છે. (જી હા.. આ મંટપમાં વપરાયેલ સોનાની કીમત આજના યુગ માં 200 કરોડ હોઈ શકે પરંતુ આ મૂર્તિના દર્શન ની કિંમત તો અમૂલ્ય છે. તેને આંકિ શકાય નહિ).
એક નજર હાથીઓ પર.. જે આ શોભાયાત્રા નું કમાન સંભાળે છે અને મૂર્તિને તેમના યથાયોગ્ય સ્થાને પહોંચાડે છે. મુખ્ય હાથી (કપ્તાન હાથી પણ કહી શકાય) તે મંટપને લઈને આગળ ચાલે છે અને પાછળ બીજા હાથીઓ ચાલે છે અને સરઘસ શરુ થાય છે . આ હાથીઓનું હકીકતમાં એક મહિના પહેલા આગમન થઇ જાય છે. આ હાથીઓને દુરના સ્થળેથી ખટારામાં અથવા નજીકમાં નાગરહોલ નેશનલ પાર્કથી ચાલતા લાવવામાં આવે છે. અને તેની સ્પેશિઅલ તાલીમ શરુ થાય છે. આ હાથી સાથે તેમના મહાવતની પણ તાલીમ હોય છે. આ દરેક વિધિ મૈસુરના રાજાઓની પરંપરાને જાળવી રાખવા માટે કરવામાં આવે છે.
આ હાથીઓના નામ પણ પોરાણિક તેમજ ઐતિહાસિક વ્યક્તિઓના નામ પરથી રાખવામાં આવે છે.1994 થી લગભગ તેર વર્ષ સુધી શાહી સવારીનું મુખ્ય કાર્ય બલરામ નામના હાથીએ સંભાળ્યું। 2007 થી અર્જુન નામના હાથી આ કાર્ય સંભાળે છે. અન્ય સાથી હાથીઓના નામ : ભરત, કાંતિ , કોકિલા, શ્રીરામ, અભિમન્યુ, વિક્રમ, સરોજીની, બીલીગીરીરંગા વગેરે છે ।..
આ સવારીમાં હાથીઓ ઉપરાંત ઘોડા, ઊંટ, સંગીત સવારી, નૃત્ય જૂથો વગેરે ભાગ લે છે જાણે પ્રજાસતાક દિવસની પરેડ જ સમજી લો. આ સરઘસ મૈસુર પેલેસથી નીકળી ને બન્નીમંટપ નામની જગ્યાએ જાય છે. અને આ બન્ની ના વૃક્ષની પૂજા કરવામાં આવે છે. મહાભારતની એક કથા અનુસાર આ બન્ની વૃક્ષનો ઉપયોગ, પાંડવો તેમના અજ્ઞાતવાસ દરમિયાન પોતાના હથિયારો છુપાવવા માટે કરતા હતા. કર્ણાટકના દરેક રાજાઓ યુદ્ધ પહેલા પરંપરાગત રીતે આ વૃક્ષની પૂજા કરતા।
તો દોસ્તો।. આજનો લેખ એ મૈસુર અને દશેરા પર સમર્પિત। જો મૈસુરમાં પ્રવાસ અર્થે જવાનું થાય તો અચૂક યાદ રાખજો કે રવિવારની સાંજ મૈસુર પેલેસ કે નામ કરવીજ પડે.
તો હો જાયે।..
"રવિવારકી શામ, મૈસુર પેલેસકે નામ "
આ આર્ટીકલના મુખ્ય પેજ પર ફોટો બલ્બથી પ્રકાશિત મૈસુર પેલેસનો છે.
મિત્રો।. તમારા અભિપ્રાય જરૂરથી આપજો।