Mediana Paaramparik chaherama in Gujarati Magazine by Dhaval Gokani books and stories PDF | મીડિયાના પારંપારિક ચહેરામાં આવેલું પરિવર્તન

Featured Books
Categories
Share

મીડિયાના પારંપારિક ચહેરામાં આવેલું પરિવર્તન

શું પરંપરાગત મીડિયાના એકાધિકારને પડકાર આપવા સોશિયલ મીડિયા સમક્ષ છે

પ્રાચિન કાળથી જ સૂચનાઓના આદાન પ્રદાન માટે ઘણા અને રોમાંચક અને અનોખી રીત અપનાવવામાં આવી રહી હતી. આજે તે એક વાર્તાની જેમ લાગે છે. વિતેલા દશકોમાં સંચાર ટેક્નોલોજીમાં આવેલા ચમત્કારિક પરિવર્તનનો સર્વાધિક ફાયદો સૂચના જગતને થયો છે અને મીડિયાની તેના પર નિર્ભરતા વધી ગઈ છે. સ્કોટલેન્ડના અલેક્જેંડર ગ્રેહામ બેલે વર્ષ 1876માં ટેલિફોનનો આવિષ્કાર કર્યો તો તેને માનવના પ્રગતિશીલ વિકાસની રાહમાં તેને એક ક્રાંતિકારી પગલું માનવામાં આવ્યું ટેકનીકિ વિકાસને કારણે આજે દુનિયા મુઠ્ઠીમાં સમાઈ ગઈ છે. ચીન અને અમેરિકા બાદ ભારત ત્રીજા નંબરનો ઈન્ટરનેટ વાપરતો દેશ છે. પ્રત્યેક પાંચમી આંગળી ઈન્ટરનેટના બટન પર છે. જાહેર છે કે આજે પત્રકારત્વ પૂર્ણ રીતે સૂચના ટેકનિક પર નિર્ભર છે.

ઈ-કોમ્યુનિકેશનનો સમય શરૂ થઈ ગયો છે. હવે વેબસાઈટ, ઈ-મેલ, યુટ્યૂબ, સોશિયલ સાઈટ, ટિ્વટર, બ્લોગ જેવા ઈ-કોમ્યુનિકેશન માધ્યમ પારંપારિક મીડિયાને પડકાર આપતા દેખાઈ રહ્યાં છે. આજના સમયમાં સૂચના અને મનોરંજનનો મુખ્ય સ્ત્રોત બની ગયો છે. લોકો અખબાર ઈન્ટરનેટ અને મોબાઈલ વાંચી રહ્યાં છે. સોશિયલ સાઈટનો ઉપયોગ દિવસેને દિવસે વધી રહ્યો છે. વર્તમાનમાં 2.7 બિલિયનથી વધુ વેબપેજ દરરોદ સર્ચ થાય છે. અમેરિકાનો યુવા કાગળનું છયાપેલું અખબાર નહીં પરંતુ તે અખબારની જગ્યાએ નેટ પર ગૂગલ સમાચારમાં એક જ જગ્યાએ તમામ અખબારોની હેડલાઈન જોઈ રહ્યો છે. આજે ગૂગલ સમાચારને કારણે યૂરોપ અને અમેરિકામાં અખબારોની સંખ્યા અને વર્ચસ્વ બધુ નીચે આવી રહ્યું છે.

ઝડપથી બદલાતી ટેકનોલોજીએ પત્રકારત્વનો પારંપરિક ચહેરો બદલી નાખ્યો છે. આધુનિકતા અને પ્રતિસ્પર્ધાના આ સમયમાં જ્યાં પહેલેથી સમાચારના સ્ત્રોતોના એટલા બધા માધ્યમો હાજર હતા, ત્યાં સોશિયલ મીડિયાએ બધાને પછાડતા પોતાની અદ્વિતીય ઓળખાણ બનાવી લીધી છે. સોશિયલ મીડિયા લોકોની પ્રથમ પસંદગી બની ગઈ છે. તેનો સીધો અર્થ છે લોકોનો પોતાનો અવાજ. આ અવાજ તેમના પોતાના લોકો પાસેથી નીકળીને તેને સંભળાઈ છે. ન કોઈ ચેનલ.. ન કોઈ અખબાર.. માત્ર પોતાનો ખુદનો અવાજ, તમારા સમાચારોના જ્ઞાનનો ભંડાર. જે સૂચનાઓ પરંપરાગત મીડિયાનો ભાગ બની શકતી નથી તે આજે સોશિયલ મીડિયાનો હેડલાઈન બની વાયરસ ફેલાવી રહી છે. ઈન્ટરનેટની દુનિયામાં લોકોની પાસે અસંખ્ય સોશિયલ મીડિયા પ્લેટફોર્મ છે, જ્યાં લોકો એકબીજા સાથે સરળતાથી સંપર્ક બનાવી શકે છે. પોતાની સૂચનાઓ તથા સમાચારોને આપસમાં વહેંચી શકે છે. તેમાં સૌથી વધુ પ્રચલિત ફેસબુક, ટિ્વટર અને વોટ્સએપ છે.

પ્રશ્ન એ થાય છે કે મીડિયાના આટલા સાધનો હોવા છતાં સોશિયલ મીડિયા અસ્તિત્વમાં કેમ આવ્યું ? શું પહેલાથી હાજર મીડિયાના સ્ત્રોત નિરર્થક અને અસક્ષમ થી ગયા હતા તેથી સોશિયલ મીડિયાનો જન્મ થયો? ખરેખર તો આત્મ-ચિંતન અને અવલોકન પ્રિન્ટ અને ટીવી મીડિયાએ કરવું જોઈએ જેની નિષ્પક્ષતા અને સ્વતંત્રતા પર વારંવાર દાગ લાગ્યા છે. લગભગ તે દાગને કારણે સોશિયલ મીડિયાએ જન્મ લીધો. લોકતંત્રના મહત્વપૂર્ણ અંગની હરાજી રોકવા માટે સોશિયલ મીડિયા અસ્તિત્વમાં આવ્યું હોય તેવુ લાગે છે.

એક રિપોર્ટ અનુસાર માત્ર ભારતમાં ફેસબુક અને ટિ્વટર પર સક્રિય લોકોની સંખ્યા 33 મિલિયનથી વધુ છે. આ આંકડા ચોંકાવનારા છે. વિચારો આટલા લોકો વચ્ચે સૂચનાઓની આદાનપ્રદાનની સીમા શું હશે? ભારતીય દ્રષ્ટિકોણ અનુસાર છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતમાં સોશિયલ મીડિયાએ ગેમ ચેન્જરની જેમ કામ કર્યું છે. રાજનીતિ, વ્યાપાર, શિક્ષણ અને મનોરંજનના ક્ષેત્રમાં સોશિયલ મીડિયાએ પોતાની અદ્ભુત શક્તિ દેખાડી છે.

વર્ષ 2014ની લોકસભા ચૂંટણી ભારતીય લોકો સોશિયલ મીડિયાના ઉપયોગને કારણે પણ યાદ રાકશે. નરેન્દ્ર મોદી અને ભારતીય જનતા પાર્ટીની ઐતિહાસિક જીતમાં વેબ (સોશિયલ) મીડિયાની ભૂમિકા ખૂબ મહત્વપૂર્ણ હતી. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયાના મહત્વના ઘણા મંચો પર સ્વીકૃતી આપી છે. જે મોદી લહેરની મીડિયા વાળા ન્યૂઝ ડિબેટમાં ચર્ચા કરે છે તે લહેરને આક્રમક બનાવવામાં સોશિયલ મીડિયાની મુખ્ય ભૂમિકા રહી છે.

અબકી બાર મોદી સરકાર.. હર હર મોદી... ઘર ઘર મોદી.. જેવા વિવાદાસ્પદ નારા પણ સોશિયલ મીડિયાનો ભાગ હતા. લોકસભાની ચૂંટણીમાં સોશિયલ મીડિયાના પ્રભાવનો અભ્યાસ કરવા પર ઘણા ચોંકાવનારા તથ્યો તથા આંકડા સામે આવ્યા છે. લોકસભા ચૂંટણીની જાહેરાત બાદ માત્ર ફેસબુક પર 29 મિલિયન લોકોએ 22 મિલિયન વખત ચૂંટણી સંબંધિત પારંપારિક ક્રિયાઓ (જેમ કે પોસ્ટ, લાઈક, શેર વગેરે) કરી. તેથી વધુ 13 મિલિયન લોકોએ 75 મિલિયન વાર માત્ર નરેન્દ્ર મોદી વિશે વાતચીત કરી. તેનાથી અંદાજ લગાવી શકાય કે 814 મિલિયન યોગ્ય મતદાતાઓ વાળો દેશ (ભારત)માં સોશિયલ મીડિયાના પ્રચારની તીવ્રતા લોકસભા ચૂંટણી દરમિયાન વ્યાપક હતી.

અન્ના હજારે અને આમ આદમી પાર્ટીના સંસ્થાપક અરવિંદ કેજરીવાલને બ્રાન્ડ બનાવવામાં સોશિયલ મીડિયાની મહત્વની ભૂમિકા રહી છે. દેશ દુનિયામાં જનૂન પેદા કરનારા અન્ના હજારેના ભ્રષ્ટાચાર વિરોધી આંદોલનની સફળતામાં સોશિયલ મીડિયાની મહત્વપૂર્ણ ભૂમિકા હતી. આ સોશિયલ મીડિયાનો કરિશ્મા હતો કે એક નાની ચિંગારીને તેણે જનાક્રોસમાં ફેરવી નાખી. ત્યારે ત્કાલિન યુપીએ સરકાર પણ દબાવમાં આવી ગઈ હતી. સરકારે પણ સોશિયલ મીડિયાની શક્તિને સ્વીકારી હતી. સોશિલય મીડિયા સામાજીક બુરાઈની વિરુદ્ધ લડાઈમાં એક મેસેન્જર તરીકે ઉતર્યું છે. લોકોનો અવાજ સરકાર સુધી પહોંચાડવામાં સોશિયલ મીડિયા સક્રિય છે. સોશિલય મીડિયાએ સામાજીક જાગૃતિ ફેલાવવામાં ખુબ સુંદક કામ કર્યું છે. સોશિયલ મીડિયા સરકાર પર દબાણ બનાવવાનું પ્રભાવકારી સાધન બની ગયું છે.

પરંપરાગત મીડિયાને પ્રભાવી માનનારૂ ટેલીવિઝનને આમ જનતા જુએ છે. તેને અભિષાપ પણ માને છે. શું આપણે ટીવી ચેનલોની વિશ્વસનિયતા પર સંકટ કહો ? ટીવી ચેનલોમાં આવ્યા બાદ જે કાંઈ ખોટુ થતું તેને લોકોની વચ્ચે લાવવાનું કામ શરૂ થયું. આવનારા દિવસોમાં સોશિયલ મીડિયા એક પ્રભાવકારી અને ભરોસામંદ તથા ત્વરિત પત્રકારત્વનું સ્થાન લેશે. પશ્ચિમી દેશોમાં આમ થવા લાગ્યું છે. સોશિયલ અને ત્યાં સુધી કે ટીવી પત્રકારત્વએ ખુબ મોટી ક્રાંતિ લાવી દીધી છે. તેણે ભદ્ર સંસ્કૃતિને તોડી પાડી છે. રાજાશાહી વિચારને બદલ્યો છે અને જમીની સ્તરે લોકતંત્ર ફેલાવ્યું છે.

વેબસાઈટ, ઈમેલ, બ્લોગ, સોશિયલ નેટવર્કિંગ વેબસાઈટસ, જેમ કે માઈ સ્પેસ, ફેસબુક, વગેરે.. માઈક્રો બ્લોગ્સિં સાઈટ ટિ્વટર, બ્લોગ્સ, ફોરમ, ચેટ વૈકલ્પિક મીડિયાનો ભાગ છે. આ એક એવું મીડિયા છે જેણે અમીર, ગરીબ, અને મધ્યમ વર્ગના અંતરને સમાપ્ત કર્યું છે. અભિવ્યક્તિ સ્વતંત્રતાનો દાયરો હવે વધી ગયો છે. નિશ્ચિત રૂપે વૈકલ્પિક મીડિયામાં અપાર સંભાવનાઓ છે. બીજી રીતે આ સત્ય ઉજાગર કરવાની ક્ષમતા રાખે છે. વિકીલીક્સ દ્વારા કરવામાં આવેલા ખુલ્લાસા તેના ઉદાહરણો છે. આજે ધીરે ધીરે બ્લોગિંગ પ્રિન્ટ મીડિયાની સમાનાતંર ઉભુ થઈ રહ્યું છે, તે તેના ભવિષ્યની મોટી સંભાવનાઓ તેને ન્યૂ મીડિયાના રૂપમાં ચર્ચિત કરી રહ્યું છે. ન્યૂ મીડિયા અથવા બ્લોગિંગની કેટલિક વિશેષતાઓ એવી છે કે જે અન્ય માધ્યમો કરતા સારી અને વિસ્તૃત બનાવે છે. આજ ગૂગલ સમાચારને કારણે યૂરોપ અને અમેરિકામાં અખબારોની સંખ્યા અને રેવન્યૂ ભાંગી રહ્યું છે. અમેરિકી મીડિયા એકેડેમિક પ્રો. ફિલિપે અખબારોનું પતનનો ઉલ્લેખ કરતા લખ્યું કે જૌ આમ જ ચાલશે તો એપ્રિલ 2040માં અમેરિકામાં છેલ્લું અખબાર છપાશે.

અમેરિકાનું સર્વાધિક પ્રતિષ્ઠિત અખબાર વોશિંગટન પોસ્ટ વેંચાઈ ગયું, જેને આમેજન ડોટ કોમે ખરીદ્યું. ન્યૂયોર્ક ટાઈમ્સ પણ કર્જમાં ડૂબેલું છે. સાપ્તાહિત ન્યૂજવીકની પ્રિન્ટ એડિશન બંધ થઈ ગઈ છે અને તે માત્ર ઓનલાઈન વાંચી શકાય છે. પ્રશ્ન તે છે કે અખબારો વગર પત્રકારત્વનું શું થશે. અખબાર જ નહીં પરંતુ ટેલિવિઝન ન્યૂઝ દર્શકોની સંખ્યામાં પણ કમી આવી રહી છે. બસ ઈન્ટરનેટનો વ્યાપ વધી રહ્યો છે. સોશિયલ મીડિયા આપણને સૂચનાઓ ઉપલબ્ધ કરાવી રહ્યું છે.

તેમાં બે મત નથી કે મીડિયા બજારનો ભાગ છે. તેનું સંચાલન ખાનગી હાથોમાં છે. આ લોકતંત્રના ત્રણ સ્તંભની જેમ નિયમો, કાયદાઓ અને પ્રાવધાનોની જેમ પણ નથી. સંવિધાન તેને અભિવ્યક્તિને સ્વાતંત્રતા આપે છે. તો શું તેને સામાજિક જવાબદારીના દાયરામાં લાવવું જોઈએ. આ જવાબદારીનું સ્વરૂપ શું હોય, તેના પર પણ વિચાર જરૂરી છે. પ્રેસ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા હંમેશા કહેતું આવ્યું છે કે નાગરિક સમાજ પ્રત્યે મીડિયાએ જવાબદાર થવુ પડશે. જ્યારે થોડા પ્રતિબંધોનો મતલબ તેને નિયંત્રણ કરવાનું નથી, એવામાં કાઉન્સિલની ચિંતા સમાજમાં તેને ભરોસામંદ બનાવવાની છે. જેથી લોકોનો મીડિયા સાથે જોડાયેલો ભરોસો પૂરો ન થાય.