Doast Mane Maf Karis Ne - Part-6 in Gujarati Fiction Stories by Nilam Doshi books and stories PDF | Dost Mane Maf Karis Ne : Part-6

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

Dost Mane Maf Karis Ne : Part-6

દોસ્ત, મને માફ કરીશ ને ?

પ્રકરણ - ૬

-ઃ લેખક :-

નીલમ દોશી

E-mail : nilamhdoshi@gmail.com



© COPYRIGHTS

This book is copyrighted content of the concerned author as well as Matrubharti.

Matrubharti has exclusive digital publishing rights of this book.

Any illegal copies in physical or digital format are strictly prohibited.

Matrubharti can challenge such illegal distribution / copies / usage in court.


પ્રકરણ - ૬

અનિકેત ગયો...?

“ચાલ્યા ગયા સમયની ખરી ગઈ છે કોઈ ક્ષણ

રહી રહી તે પાંપણોમા હવે પાંગર્યા કરે

ઈતિ અને અનિકેતનું કોલેજનું આ છેલ્લું વરસ હતું. કોલેજમાં દર વરસની જેમ વાર્ષિક કાર્યક્રમની તૈયારી ચાલી રહી હતી. ઈતિને રાજા દુષ્યંતના વિરહમાં ભટકતી, પ્રતીક્ષા કરતી શકુંતલાનો ડાન્સ કરવાનો હતો. આમ પણ ભારતનાટયમમાં તે કુશળ હતી.તેનું આરંગેત્રમ કયારનું પૂરૂં થઈ ગયું હતું. હવે તે આ ડાન્સની પ્રેકટીસમાં વ્યસ્ત હતી. અનિકેતે એક નાટકમાં ભાગ લીધો હતો. શેણી વિજાણંદની નૃત્યનાટિકામાં અનિકેત વિજાણંદનું પાત્ર કરતો હતો. બંનેની પ્રેકટીસ પૂરજોશમાં ચાલી રહી હતી.

અંતે કાર્યક્રમનો દિવસ આવી પહોંચ્યો.

દુષ્યંતના વિરહમાં ભટકતી શકુંતલા આશ્રમના વૃક્ષોને, પુષ્પોને, વેલીઓને, હરણના બચ્ચાને... એમ દરેકને પૂછતી રહે છે. વિરહીણીની એ અવસ્થાને ઈતિએ એવી સુંદર રીતે વ્યકત કરી કે દરેક પ્રેક્ષકોની આંખ ભીની બન્યા સિવાય રહી નહીં.

તો વિજાણંદના પાત્રમાં ‘શેણી... શેણી ‘ કરતો વિજાણંદ હેમાળો ગાળવા નીકળે છે ત્યારે તેના અભિનયમાં જાન રેડી અનિકેતે બધાને રડાવ્યે જ છૂટકો કર્યો. વિજાણંદની વ્યથા જોઈ ઈતિના ડૂસકાં તો શમવાનું નામ નહોતાં લેતાં.

કાર્યક્રમમાં બંનેએ ઈનામ મેળવ્યા. પ્રોગ્રામ પૂરો થયા બાદ તે રાત્રે ઘેર જતી વખતે બંને મૌન હતા. કદાચ શું બોલવું તે બેમાંથી કોઈને આજે સમજાતું નહોતું. બંનેના ભાગે વિરહનો અભિનય કરવાનું કેમ આવ્યું હતું. આ શું કાળદેવતાનો કોઈ ગૂઢ સંકેત હતો ? હવે પછી આવનાર સમયની કોઈ એન્ધાણી હતી ? સમયના સંકેતો સમજવા, તેના તાણાવાણા ઉકેલવા કયાં આસાન હોય છે ?

‘અરૂપ, તે દિવસે ડાન્સમાં હું શકુંતલા બની હતી..અને અનિકેત નાટકમાં વિજાણંદ બનેલ. અને અમારા બંનેના અભિનયે બધાને રડાવ્યાં હતાં.’ એકવાર કોઈ કાર્યક્રમની વાત નીકળતા ઉત્સાહમાં આવી જી ઈતિએ અરૂપને કહેલું.

‘ મને તો સારા ઘરની છોકરીઓ આવા કોઈ આલતું ફાલતું પ્રોગ્રામમાં ભાગ લે તે જ ન ગમે. ‘

’ પણ અરૂપ, એ કંઈ કોઈ આલતું ફાલતું પ્રોગ્રામ નહોતો. અમારી કોલેજનો વાર્ષિક કાર્યક્રમ હતો. અને અનિકેતે વિજાણંદના પાત્રમાં જાન રેડી દીધો હતો. ‘

’ મને તો એવા નાટકિયા માણસો...’

વાકય પૂરૂં કરતાં પહેલાં અરૂપથી ઈતિ સામે જોવાઈ ગયું અને પછી ઈતિની આંખો સામે જોઈને કે ગમેતેમ તેણે એ વાકય પૂરૂં ન કર્યું. અને ઈતિ પણ પછી આગળ કશું ન બોલી.

અંતરમાં કોઈ ઉઝરડો પડયો કે કેમ એની જાણ પણ કદાચ ન થઈ. અરૂપને ગમે તે સાચું. એ હદે ઈતિએ અરૂપમાં પોતાની જાત ઓગાળી નાખી હતી. જોકે કયારેક થોડી ખિન્નતા તે જરૂર અનુભવતી. પણ એ સિવાય બીજી કોઈ ભાવના, રોષ તેનામાં જન્મતો નહીં. ઈતિ કદાચ વધુ પડતી સરળ હતી. આ જમાનાને અનુરૂપ તે નહોતી કે શું ?

ફરી દ્રશ્ય બદલાયું.

કોલેજના પ્રોગ્રામમાં તો તે દિવસે વિરહનો અભિનય જ કરેલ હતો. પરંતુ... હવે વાસ્તવિક જીવનમાં પણ તેનો સાચો અનુભવ કરાવવા કાળદેવતા જાણે તૈયાર થયા હતા કે શું ? સમય જેવો કઠોર કે સમય જેવો મૃદુ પણ અન્ય કોણ હોઈ શકે ? ઈતિ, અનિકેતના જીવનમાં વિધાત્રીએ એવી કોઈ ક્ષણ લખી હતી કે શું ?

કાળ જયારે કરવટ બદલે છે ત્યારે તેનો સળવળાટ ભલભલાના જીવનમાં ઉથલપાથલ મચાવી દે છે. એ સત્યથી કોઈ અજાણ નથી હોતું. અને છતાં જયાં સુધી જાતે અનુભવ ન થાય ત્યાં સુધી બેપરવા બનીને તે જીવે છે. એ વિશે લખે છે, બોલે છે..પરંતુ એ મહેસૂસ નથી કરી શકતો. અને કદાચ જીવનની મજા જ એમાં છે. નહીંતર ભવિષ્યના દુઃખની જાણકારીથી માનવી વર્તમાનની ખુશી પણ ખોઈ બેસે. કેટલાક અજ્જ્ઞાન આશીર્વાદરૂપ જ હોય છે.

ઈતિ અને અનિકેત જીવનમાં કયારેય છૂટા પડી શકે તેવી તો કલ્પના પણ કયાં હતી ? પરંતુ જેની કલ્પના ન હોય તે બને તેનું નામ જ કદાચ જિંદગી કહેવાતું હશે !

ચોમાસાના સરસ મજાના દિવસો હતાં. હમેશની માફક તે દિવસે પણ રવિવારે બંને કુટુંબ દરિયે ગયાં હતાં. આ ક્રમ મોટે ભાગે કયારેય તૂટયો નહોતો. ઈતિ, અનિકેત મૉટા થયાં હતાં. હવે દરવખતે ભીની રેતીમાં ઘર બનાવવાને બદલે કિનારાની નજીક દરિયાના પાણીમાં કે કયારેક કિનારાની ભીની રેતીમાં સાથે ચાલતાં રહેતાં. કયારેક સાથે કોઈ ગીત ગુનગુનાતા રહેતાં. તો કયારેક શૈશવની કોઈ જૂની યાદોના સ્મરણોમાં ખોવાઈ રહેતા. કદી મૌન બની અસ્ત પામતા સૂર્યને અને તેની રંગછટાને નિહાળી રહેતાં. વાતો કરવા માટે હમેશા શબ્દોની જરૂર થોડી પડતી હોય છે ? દરિયાના ઘૂઘવતાં મોજાઓ કે અસ્ત પામતાં રવિકિરણો તેમની દોસ્તીના હમેશનાં સાક્ષી બનતાં.

આજે પણ એવી જ એક સાંજ હતી. ઈતિ, અનિકેત મૌન બનીને ભીની રેતીમાં ચાલતાં હતાં. ત્યાં અચાનક વાતાવરણ પલટાયું. આમતેમ દોડાદોડી કરતાં વાદળાઓને જાણે આ બંને પર વહાલ વરસાવવાનું મન થઈ આવ્યું હોય તેમ પાણીથી લચી પડતાં વાદળોએ અનરાધાર વરસવાનું શરૂ કર્યું. ધરતી અને આકાશ બધી લાજ શરમ, મર્યાદાઓ નેવે મૂકીને એકમેકને ભેટી રહ્યા. મહિનાઓના વિરહ બાદ આ મિલનવેળા આવી હતી. ઈતિ અને અનિકેત પાણીથી તરબોળ થઈ ઉઠયા. ઈતિ તો આનંદની ચિચિયારી પાડી રહી. વહાલા વરસાદને આવકારવામાં ઈતિ, અનિકેત કોઈ ઉણપ ન જ દાખવે. વરસાદી ગીતો બંનેના ગળામાંથી અનાયાસે ફૂટી નીકળ્યાં હતાં. નાના બાળકની માફક બંને આમતેમ દોડીને ભીંજાતા રહ્યા. આજે એક તો દરિયાનો સંગાથ, અનિકેતનું સાન્નિધ્ય, અને ઉપરથી વહાલ વરસાવતું પાણી. ઈતિ નાના બાળકની જેમ ચહેકી ઉઠી. ઉપર તરફ જોઈ મોં ખોલી નીતરતાં જળને તે આસ્વાદી રહી.

’ અનિ, આમ પાણી પીવાની કેવી મજા આવે નહીં ? જાણે સીધો આકાશમાંથી નળ ખૂલ્યો. ફિલ્ટર કરવાની કોઈ જરૂર જ નહીં. ‘

પાણીમાં ભીંજાતી ઈતિ બોલી.

‘ ઈતિ, ચાલ, ત્યાં ભીંજાવાની વધુ મજા આવશે.’

અને અનિકેત ઈતિને કિનારા પાસેના પાણીમાં ખેંચી ગયો.

‘ ઈતિ, જલદી અંદર આવતી રહે. આ વરસાદને પણ અત્યારે જ હેરાન કરવાનું સૂઝયું. ‘

વરસાદના એક છાંટાની સાથે જ અરૂપે દોડીને ઈતિને બગીચામાંથી અંદર બોલાવી લીધી.

હજે તો ક્ષણ પહેલાં પાણીથી લથબથ ઈતિ અચાનક કોરીક્ટ્ટ...

પાત્રો ભેળસેળ થતાં હતાં કે ઈતિનું જીવન જ ભેળસેળિયું બની ગયું હતું ?

દ્રશ્યો બદલાતાં જતાં હતાં. સમય કઈ પળે કઈ સપાટી કૂદાવીને ઈતિને કયાં ખેંચી જતો હતો.

અનિકેતની બહેન ઈશા લગ્ન પછી અમેરિકામાં સેટલ થઈ હતી. અને તેણે પોતાના માતા,પિતા અને ભાઈ માટે ગ્રીનકાર્ડ માટે ફાઈલ મૂકી હતી. હવે વરસો બાદ તેમની અરજીનો વારો આવ્યો હતો. અને ત્રણેને વીઝા મળી ગયા. હવે શરૂ થઈ જવાની તૈયારીઓ. એક મહિનામાં તો ત્યાં પહોંચી જવાનું હતું. અનિકેતને હવે આગળ ત્યાં ભણવાનું હતું. ત્યાં જવાની તૈયારીના કામમાં ઈતિ અને તેના કુટુંબને પણ સ્વાભાવિક રીતે જ કેટલાય કામો કરવાના આવ્યા. ઘર સમેટીને જવાનું હતું. પાછા આવવાની કોઈ ખાતરી નહોતી. પરંતુ આવવું હોય ત્યારે આવી શકાય એ ગણતરીથી ઘર વેચવાને બદલે બંધ કરીને ચાવી ઈતિને ત્યાં જ રાખવાની હતી. ઈતિના ઘરના તો ત્યાં જ હતાં. તેથી ઘરની સંભાળની કે એવી કોઈ ચિંતા નહોતી. હવે તો ઘરમાં આખો દિવસ ધમાલ રહેતી. ઈતિ અને અનિકેત બધા પેપર્સ તૈયાર કરવામાં લાગી ગયા. કશું વિચારવાનો, થાક ખાવાનો સમય જ કયાં હતો ?

આખો દિવસ અનિકેતનો અવાજ આવતો રહેતો અને ઈતિ દોડતી રહેતી.

’ઈતિ, આ કાગળો કયાં ? ડોકયુમેન્ટસનું લીસ્ટ બની ગયું ? જરા જોને, કંઈ રહી તો નથી જતું ને ? આ સર્ટીફીકેટની ઝેરોક્ષ થઈ ગઈ કે બાકી છે ? બીજું કશું રહી જશે તો ચાલશે... જોજે કોઈ કાગળ ન રહી જવો જોઈએ. નહીંતર પાછી લપ થશે. ‘

‘ ઈતિ, આજે મારી સાથે શોપીંગમાં આવવાનું છે. મને તો ત્યાં શું લઈ જવું, કેવું લઈ જવું એ કંઈ ખબર નહીં પડે. તું સાથે હોય તો સારૂં રહે. ‘

અનિકેતની મમ્મી કહેતી..અને ઈતિ તેમની સાથે ભાગતી.

‘ ઈતિ બેટા, આવું ન ચાલે તું આંટીના અને અનિકેતના બધા કામ કરે અને અંકલને ભૂલી જાય એ ન ચાલે હોં... જો તો આ શર્ટ મને સારૂં લાગશે ? આ અમેરિકાની આપણને બહું ખબર ન પડે.. ‘

ઈતિ પતંગ્િાયાની જેમ ઊંડતી રહેતી. તેને ઘડીભરની ફુરસદ કયાં હતી ? પોતે શું કરે છે તે વિચારવાનો સમય કયાં મળ્યો હતો ? બંને હવેથી છૂટા પડે છે એવો વિચાર પણ હજુ સુધી કદાચ બેમાંથી કોઈના મનને સ્પર્શ્યો નહોતો. બસ એક અભાનાવસ્થામાં કામ થતું જતું હતું. વરસોનો સાથ છૂટવાની પળ આવી છે...અને આ બધી તૈયારીઓ પોતે તેની કરી રહ્યા છે એ સભાનતા તો આવી છેક અંતિમ દિવસે..ત્યાં સુધી તો કેટકેટલા કામો..!

અનિકેતના મમ્મી, પપ્પા એક તરફ ઘર અને સામાનની પળોજણમાં પડયા હતા. તો બીજી તરફ શોપીંગ... બેંકના કામો પતાવવામાં પણ સારો એવો સમય જતો હતો. ઈતિના મમ્મી, પપ્પા પણ એમાં સાથ પૂરાવતા રહ્યાં. ઈશાદીદી માટે લઈ જવાની વસ્તુઓનું લીસ્ટ પણ લાંબુ હતું. મસાલા, અથાણા અને પાપડ..એ બધું નીતાબહેન તૈયાર કરતાં રહ્યાં. આમ બંને ઘરમાં ધમાલ ચાલી રહી હતી. સમયને પાંખો ફૂટી હતી.

જવાને આગલે દિવસે અનિકેત નીચે કંઈક કામમાં હતો. અનિકેતની બધી તૈયારીની જવાબદારી તો વગર કહ્યે... બિલકુલ સ્વાભાવિકતાથી ઈતિને ભાગે જ હતી.

મોડી સાંજે ઉપરના રૂમમાં અનિકેતની બેગ ઈતિ છેલ્લીવાર સરખી ગોઠવી રહી હતી.. ત્યારે તેની ધૂંધળી બનેલી આંખોને બેગમાં કંઈ સ્પષ્ટ દેખાતું નહોતું.

“ આંખમા તો પાણી આવે ને જાય

નથી ભીતર ભીનાશ થતી ઓછી. “

ઈતિ બેગમાં અનિકેતના કપડાં ઉપર નીચે કરી રહી હતી.પોતે શું કરી રહી હતી તે આજે તેને સમજાતું નહોતું. કદાચ આજે જ તેને ભાન આવ્યું હતું કે અનિકેત તેનાથી દૂર..ખૂબ દૂર જાય છે. અત્યાર સુધી અનિકેતના કામની ધમાલમાં ડૂબેલ ઈતિને ભાન હતું જ નહીં... કે પોતે આ તૈયારીઓ કરે છે..તે અનિકેતના જવાની છે ! અચાનક જાણે આકાશમાં વીજળીનો ચમકાર થાય અને સઘળુ ઝળાહળા થઈ જાય, ન દેખાયેલ દ્રશ્યો દેખાઈ જાય તેમ ઈતિ એક ક્ષણમાં ભાનમાં આવી હતી. શું આજ સુધી દોડીદોડીને તે અનિકેતના જવાની..તેની વિદાયની તૈયારીઓ કરી રહી હતી ? ખરેખર આ સત્ય હતું ? અનિકેત તેનાથી દૂર...ખૂબ દૂર જી રહ્યો છે ? તેની પાંપણે અનાયાસે બે બુંદ ચળકી રહ્યા. ત્યાં અનિકેત ઉપર આવ્યો,

’ઈતિ, શું કરે છે તું ? ‘

ઈતિએ જવાબ ન આપ્યો. તેણે જલદી જલદી આંખો લૂછી. અને કામમાં મશગૂલ હોય તેમ બેગમાં કપડાં સરખા ગોઠવવા લાગી. અનિકેત ઈતિની આંખોમાં જોઈ રહ્યો. શું દેખાતું હતું ઈતિની વિશાળ,પાણીદાર આંખોમાં ?

‘ઈતિ, ‘

અનિકેતનો અવાજ જાણે સાતમા પાતાળમાંથી આવતો હતો.

મૌન ઈતિ અનિકેત સામે જોઈ રહી. શું બોલવું તે અનિકેતને પણ કયાં સમજાતું હતું ?

“ આંખ મીંચીને આ કોણ મંથર મંથર ઉઘડે ?

જન્મજન્માંતરના થર એક પછી એક ઉઘડે.”

‘ ઈતિ તેં શું શું ભર્યું છે..મને તો કંઈ ખબર નથી..’

જે બોલવું હતું તેને માટે શબ્દો કયાં હતા ?

’ બધું લીસ્ટ બનાવીને અહીં ઉપરના ખાનામાં રાખ્યું છે.’

હવે ? હવે શું બોલવું ?

‘ મારા પેપર્સ તો એકે ભૂલાયા નથીને ? ‘

‘ આ ફોલ્ડરમાં તારા બધા પેપર્સ છે. ‘

ફરી પાછુ મૌન.

કેવાં નિરર્થક સવાલ, જવાબ થતા હતાં તેની સમજણ તો બંનેને પડી હતી. પરંતુ...

થોડી મૌન ક્ષણો પસાર થઈ રહી. કાળદેવતા બંનેને સ્નેહભરી નજરે નીરખી રહ્યા. કદાચ તે પણ આ પળની મૌન મહેકથી...

’ ઈતિ...’ અને મૌન.

’ અનિ...’ .......અને મૌન.

એક ક્ષણ... એક ક્ષણ... અને ઈતિ, અનિકેતને વળગી રહી. બંને એક્બીજાને આલિંગી રહ્યા.અનિકેતનો હાથ ઈતિના માથા પર હળવેથી ફરી રહ્યો હતો. દિવ્યતાની આ પરમ ક્ષણમાં ભંગ ન થાય તેમ ધીમેથી, જરાયે અવાજ કર્યા સિવાય કાળદેવતા ત્યાંથી સરકી રહ્યા. સમાધિની આ પરમ ધન્ય ક્ષણમાં ખલેલ પહોંચાડવાનું તેને પણ યોગ્ય નહોતું લાગતું.

ઈતિ,અનિકેતનો કદાચ આ પહેલો અને... છેલ્લો...(?) સ્પર્શ ...!

શું એ હતું સ્પર્શમાં ? શબ્દોમાં એ સમર્થતા કયાં ?

આ ભાવસમાધિનો ન જાણે કયારે ભંગ થાત ? કદાચ...

પરંતુ ત્યાં અનિકેતની મમ્મીનો નીચેથી અવાજ આવ્યો,

’ અનિ, કેટલી વાર ? નીચે આવો છો ને ? સમય થવા આવ્યો.

ઈતિના ગળામાં ડૂસકુ થીજી ગયું.

“અનિકેત...”

“ઈતિ...”

મૌન... શબ્દો પોતાની નિરર્થકતા સમજીને કયાંય અદ્રશ્ય...

મોડી રાત્રે બધા એરપોર્ટ પર ભેગાં થયાં હતાં. સુલભાબહેન અને નીતાબહેન ભેટી પડયા હતા. તેમને પણ છૂટા પડવાનું આકરૂં લાગતું હતું. વરસોનો સંગાથ આજે છૂટતો હતો. સ્વાભાવિક રીતે જ બધા ભાવુક બની ગયાં હતાં. બંને ઘરના ૠણાનુબંધ આજે પૂરા થતાં હતા કે શું ? ઈતિ અને અનિકેતના પપ્પા સ્વસ્થતા જાળવી સંપર્કમાં રહેવાની વાતો કરતાં હતાં.

ઈતિ, અનિકેત મૌન રહીને એક તરફ ઉભા હતા.

“છૂટા પડતી વખતે બોલવાનું શું ?

હૈયાને શબ્દોમાં તોલવાનું શું ?“

આજે બંને પાસે કોઈ શબ્દો નહોતા. બંનેની આંખોમાં શ્રાવણ ઉતરી આવ્યો હતો.

દૂર આકાશમાં ચમકતાં તારા સામે ઈતિ એકીટશે જોઈ રહી હતી. એકમેક સામે નજર મિલાવવાનું બંને ટાળતાં હતાં. અને છતાં એકમેક સિવાય કોઈને જોતા પણ કયાં હતાં ?

અંતે સુલભાબહેન બોલ્યા,’ ઈતિ, તારા વિના અમને તો બહું સૂનુ લાગશે. મારો અનિકેત તો ઈતિ વિના સાવ એકલો થઈ જવાનો. ઈતિ, તારા વિના એનું ધ્યાન કોણ રાખશે ? કે તારા વિના એની મસ્તી કોણ કરશે ? નીતાબહેન, અમારી ઈતિનું ધ્યાન રાખજો હોં. એ ફકત તમારી જ દીકરી નથી. પહેલાં એ અમારી છે. હું તો જલદીથી તેને પણ ત્યાં બોલાવી લેવાની છું. તમે જોજોને...’

નીતાબહેન પણ મૂંગામૂંગા માથુ હલાવી આંસુ ખાળી રહ્યાં.

અનિકેતને વળાવી ઈતિ ઘેર આવી ત્યારે શું કરવું તે તેને સમજાતું નહોતું... દૂર દૂર ઉડતા પ્લેનને તે નીરખી રહી... નીરખી રહી... જે તેના અનિને તેનાથી દૂર... સાત સાગર પાર લઈને ઊંડી રહ્યું હતું... ઊંડી રહ્યું હતું. અને ઈતિ બેબસ હતી... બિલકુલ બેબસ...!

ઈતિની નજર અનાયાસે બારીમાંથી ડોકાતા આસમાન પર પડી.પણ.... કયાંય દૂર સુધી અનિકેતના પ્લેનનું નામોનિશાન ન દેખાયું.

હા, તેને બદલે અરૂપની ચમકતી હોન્ડાસીટી જરૂર દેખાઈ.