Jindgi in Gujarati Philosophy by Bansi Dave books and stories PDF | Jindgi

Featured Books
Categories
Share

Jindgi

જિંદગી

જીવન, જિંદગી, લાઈફ, આવા અનેક શબ્દો જોવા જાણવા મળે છે. પણ આ છે શું? આ જિંદગી ખુદ પોતાની જાત થી અલગ છે, કે પછી તે બંને એક જ છે? એક નજર થી જોયે તો જિંદગી અલગ લાગે છે, પરનું તે સાથે પણ છે. અને અલગ પણ છે, આપણે હમેશા એમ કહીએ છીએ, કે આ જિંદગી ક્યાં પ્રકારની છે કઈ સમજાતું નથી, ટેવ જ રીતે બધાજ પોતાની જાત સાથે સંવાદ કરતા હોય છે.

આમ જ બધા પોતાની જિંદગી સાથે સંવાદ કરતા હોય છે. જિંદગીને લઈને બધાજ વ્યક્તિ અલગ અલગ પ્રકારના અભિપ્રાય આપે છે. કોઈ ખુશ હોય છે તો કોઈ નારાઝ હોય છે, તો કોઈ અવઢવ માં હોય છે, હકીકત માં દરેક વ્યક્તિ ને સમય પ્રમાણે આવા અલગ અલગ અનુભવ થતા હોય છે, અને બધાજ આ અનુભવ થી પોતાની જિંદગી ને પ્રેમ પણ કરે છે, અને નફરત પણ કરે છે.

જિંદગી વ્યક્તિ ની સાથે એક પડછાયા ની જેમ ચાલતી હોય છે, બંને એક બીજા વગર શક્ય નથી, અને બધાજ વ્યક્તિ પોતાની જાત કે પોતાની જિંદગી સાથે સંવાદ કરતા હોય છે. અને હકીકત માં સંવાદ ખુબજ જરૂરી હોય છે. બધાજ ને પોતાની આ જિંદગી પાસ થી ઘણી આશા ઓ હોય છે, ઘણા સપના ઓ સેવ્યા હોય છે, આમ જ ઘણા દુખ ઘણા સુખ ભોગવ્યા હોય છે. આમ જોઈએ તો જિંદગી વ્યક્તિ નો અરીસો હોય છે. જોવો તો સામસામે હોય છે. અને અરીસાથી દુર જાઓ તો તે એક જ હોય છે, આવીજ રીતે જિંદગી સાથેનો બધા નો સફર ચાલ્યા કરે છે, અને બધાજ જીવન માં આમજ જીવે છે, પરંતુ કોઈએ એ વિચાર્યું છે, કે જિંદગી જીવાડે તેમ જીવવું છે, કે પછી વ્યક્તિ જિંદગીને જેમ વડે તેમ વડે છે આ જિંદગી. ખુબજ મજેદાર છે, આ જિંદગી. પરંતુ આ જિંદગી ને જીતવી પડે છે, અને તે કેમ જીતવી તે કોઈ એ વિચાર્યું છે. જિંદગી ને જીતવા માટે જુસો અને આત્મવિશ્વાસ ની આવશ્યકતા હોય છે. આ જિંદગીને જીતવા માટે સકારાત્મકતા ની ખુબજ જરૂર હોય છે. આ જીવન માં નકારાત્મકતા ની કોઈજ જગ્યા નથી હોતી. આ જીવન માં ખુબજ જાણવા જેવું માણવા જેવું હોય છે, આપણા આ જીવન માં દરેક પ્રકારની પરિસ્થિતિ આવતી હોય છે, પણ તે પરિસ્થિતિ માંથી કેમ હસતા રમતા બહાર નીકળવું તે વ્યક્તિ ના પોતાના હાથ માં હોય છે. વ્યક્તિ પોતેજ નકી કરે છે, કે તેને શાંતિ થી બેસી જવું સમય નો સામનો કરવો કે પછી નિરાશા ને વશ થવું, આમ બધુજ વ્યક્તિ ના હાથ માં હોય છે. ઈશ્વર એ બધાજ મનુષ્યને તે શક્તિ આપી જ હોય છે, કે તે પોતે તેનો સામનો કરી શકે. આમ આ જિંદગી ખુબજ સુંદર છે, જો વ્યક્તિ તેનો મિત્ર બનીને જિંદગીને માણે તો, અંતે તો નિરાશા હોય કે ખુશી હોય એક જિંદગી જ સાથે હોય છે તે કદી સાથ નથી છોડતી અને જયારે સાથ છોડે છે, ત્યારે વ્યક્તિ ને આ સૃષ્ટિ છોડવી પડે છે, તો આવી સુંદર કુદરત ની દેન ને વેડફવી તે ક્યાં સુધી શક્ય છે.

કાજલ ઓઝા વેદ જી એ તેના પુસ્તક માં જીંદગી વિષે ખુબજ સુંદર લખ્યું છે.

જિંદગી, એક વાત તો મારે માનવીજ પડશે,

તું એક વિસ્મય નું પરોઢ છે.

અને તે ખુબજ સુંદર વાત કહી છે, કે જીંદગી માનીએ તેટલી સેહલી પણ નથી અને વિચારીએ તેટલી આકરી પણ નથી, આપણે ઘણી વાર આપણી જિંદગી થી નફરત કરતા હોય છે, પરંતુ આપણે તે વિચાર્યું કે જિંદગી નફરત કરશે તો. આવીજ રીતે બધાજ વ્યક્તિ પોતાની માયાજાળ માં આ જીવન માં પોતાની જાતને ભૂલી જાય છે, પણ કદાચ તે પણ વિચારી શકાય કે પોતાની જિંદગી ના રચેતા આપણે ખુદ હોયે છીએ. આમ પોતાના આ જીવન ની માયાજન્જળ થી ઘણા લોકો પોતાની જિંદગી નું ગળું ઘુટી દે છે, પણ શું તે વ્યાજબી છે ખરી? આપણી આ જિંદગી ઘણા રંગો થી સજેલી બની શકે છે. જો વ્યક્તિ ધારે તો. આપણા આ જીવન માં ઘણા સંબંધો, લાગણી, આપણી ઈચ્છાઓ, આપણા સપના ઓ ઘણું જોડાયેલું હોય છે, અને તે બધાને જો વ્યક્તિ મન થી સ્વીકારીને જીવે તો કદી તેને જિંદગી થી નફરત નથી થતી. આપણા આ જીવન માં ઘણા સંબંધો મહત્વ ના હોય છે, જેમકે જીવન સાથી, મિત્ર પોતાનું બાળક, આવા ઘણા લાગણી અને હૂફ વાળા સંબંધો વ્યક્તિ ના જીવન માં જોવા મળે છે, અને વ્યક્તિ આ વર્તુળ માં પોતાનું જીવન પસાર કરે છે. તે સહજ વાત છે, પરંતુ કોઈ વ્યક્તિ તેમ કહી શકે છે, કે હા મેં મારી જિંદગીને જાણી છે, હું મારી આ જિંદગી ને ઓળખું છું, જે વ્યક્તિ પોતાની જિંદગી ને જાણે છે, તે પોતાની જાતને જાણે છે, કેમકે કદાચ આપણે કહી શકીએ કે જિંદગી અને પોતાની જાતનો સમાનર્થી શબ્દ હોઈ શકે, આવીજ રીતે વ્યક્તિને પોતાની જાતને જાણવી ખુબજ જરૂરી હોય છે, પોતાની જાતને જાણવું પોતાની જાતને પ્રેમ કરવું, પોતાની જાતને સમજવું , તે બધુજ જિંદગીને સમજવા જાણવા બરાબર હોય છે, આજના આ સમય માં વ્યક્તિ પોતાની જાતને મળે છે ખરી? ના આજના માણસો બધાજ પોતાની માયાજાળ માં ફસાયેલા પડ્યા હોય છે, પરંતુ કોઈ એ નથી જાણતું કે કોઈ પોતાની જાતને કે પોતાની જિંદગીને પામી જશે તો તેના માટે આ જિંદગી ખુબજ સરળ અને સુંદર લાગશે.પોતાના આ જીવન માં ખુબજ જરૂરી આ વસ્તુ કદાચ એટલેજ બધા વ્યક્તિ ધર્મ માં અને ભગવાન માં મને છે, મંદિર માં જઈને ધ્યાન કરે છે. ભગવાન ની સેવા કરે છે, અને સારા કામો પણ કરે છે, જયારે કોઈ વ્યક્તિ સારું કામ કરશે કોઈ ની મદદ કરશે ત્યારે તે વ્યક્તિ ખુબજ હળવાશ, અને ખુબ જ સંતોષ ની લાગણી અનુભશે, પરંતુ જયારે કોઈ ના કરવાનું કાર્ય કરશે ત્યારે વ્યક્તિ નો આત્મા તેને કોશે છે, તે વ્યક્તિ ને બેચેની થાય છે. કારણ કે તેનો આત્મા તે કામ કરવાની તેને ના પડે છે, આ જ વસ્તુ તે પોતાની જાત અને પોતાની જિંદગી ને મળવાનો એક રસ્તો, પોતાની અંતર આત્મા ને અને પોતાની જિંદગી નો મેળાપ કરશો તો આ જીવન ખુબજ સારું હળવું અને સંતોષી બનશે, પોતાની જિંદગી થી ક્યારે પણ નારાજગી નહિ મળે. હમેશા ખુશી અને સારા વિચારો મળશે, પોતાની જિંદગીને ક્યાં માર્ગે વાળવી તે વ્યક્તિ ના પોતાના હાથ માં હોય છે.

મિત્રો આ જીવન માં નિરાશા ખુબજ ખરાબ વસ્તુ છે. આ મનુષ્ય જીવન માં સારા કર્મો અને સારા વિચારો અને સકાર્ત્મ્કતા ખુબજ જરૂરી છે. આ જીવન માં પ્રેમ સફળતા અને પોતાની ઈચ્છા ઓ ની પુરતી માટે આત્મવિશ્વાસ અને જુસો તે ખુબજ જરૂરી છે. તેથી પોતાની જાતને પ્રેમ કરવું અને પોતાની જાતને પામવા ના ઘણા રસ્તાઓ છે. બસ તે રસ્તા ઉપર ચાલવાની વાર છે.

“ આ જિંદગીને જાણી છે, એટલી જ માણી છે, પણ જીવી છે આ જિંદગી”