THE JACKET Chapter-16 in Gujarati Adventure Stories by Ravi Rajyaguru books and stories PDF | THE JACKET CH.16

Featured Books
  • आखेट महल - 19

    उन्नीस   यह सूचना मिलते ही सारे शहर में हर्ष की लहर दौड़...

  • अपराध ही अपराध - भाग 22

    अध्याय 22   “क्या बोल रहे हैं?” “जिसक...

  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

Categories
Share

THE JACKET CH.16


આગળ પ્રકરણ – 15 વનરાજમાં આપણે જોયું કે જંગલનો રાજ વનરાજ ‘સિંહ’ સાથે મીરાં અને સાથી મિત્રોનો સામનો થાય છે. આ સિવાય થોડો રોમાન્સ પણ જોયો અને પાણીમાં ડૂબકીઓ પણ લગાવી હવે પ્રકરણ 15 માં આપણે જોયું કે અભય દૂર કઈક જોઈ રહ્યો હતો . શું ?? એ આપણને આ પ્રકરણમાં જાણવા મળશે આપને જણાવી દઈએ કે આ પ્રકરણ બે ભાગમાં છે ‘કનક્લુઝન-1’ અને ‘કનક્લુઝન-2’ . આથી વધુ જાણવા માટે રોમાંચથી ભરેલી આ એડવેન્ચરની દુનિયા “ધ જેકેટ – ધ સ્ટોરી ઓફ એડવેન્ચર ” માં હવે આગળ...

વર્તમાન દિવસ @ લીમડી બસસ્ટેશન

“ ચાલો ભાઈ લીમડી... બસ વીસ મિનિટ ઊભી રહેશે આજુ બાજુ વાળાને કહીને નીચે ઉતરજો . ચા – પાણી નાસ્તો કરી લેજો . “ , કંડકટરે બૂમ પાડતા હોય એમ કહ્યું અને સફેદ રૂમાલ ખભા પર નાખી અને પાણીનો સીંદરીથી ગૂંથેલો સીસો લઈને તેઓ નીચે ઉતાર્યા .

આ અમારી બીજી બસ હતી . પહેલી બસ તો ટેકનિકલ ખામીના કારણે ચાલી નહીં . સવારના સાડા ચાર વાગ્યાનો સમય ગુજરાત એસ ટી ના એ સુંદર મજાનાં લીમડી બસ સ્ટેશન ની એ ડિજિટલ વોચ બતાવી રહી હતી . ગરમા ગરમ ફાફડા ગાંઠીયા , ભજીયા અને સમોસાની સુગંધ કેન્ટીનમાંથી આવી રહી હતી . મારૂ નાક નસકોરાં ફુલાવી રહ્યું હતું . મસ્ત કાળા કલરનું અને અંદર મખમલનું કાપડ ધરાવતું અને રાજકોટના ભૂતખાના ચોકમાં આવેલી તિબેટીયન રેફયુજી માર્કેટમાંથી ખરીદેલું જેકેટ પહેરી હું બસમાંથી ઉતર્યો અને બે હાથ પહોળા કરીને “ આ... હા... હા... હા...” એવા અવાજ સાથે મસ્ત આળસ મરોડી અને મારી પાછળ લાલ કલરનો કચ્છી બાંધણી કલરનો સ્કાફ બાંધી રૂંછડા રૂંછડાવાળું સ્વેટર પહેરીને મીરા ઉતરી .

ફ્રેશ થવા માટે લીમડી બસ સ્ટેશનમાં જે જગ્યા તમે વિચારી રહ્યા છો . હા... એ જ ‘શૌચાલય’ બસથી થોડે દૂર હતું , અમે ફ્રેશ થયા અને મોઢું ધોઈ વાળ ઓળી અને ઠંડી કે મારૂ કામ હો એટલી ઠંડી હતી . મીરા એકદમ સુંદર લાગતી હતી , માથા પર સફેદ અક્ષરે sports લખેલી કાળી ગરમ ટોપી અને છૂટા વાળ પર આ ટોપી પહેરી હતી આથી તમે દ્રશ્યની કલ્પના કરી શકો કે મીરા કેવી લગતી હશે ? ?

“ મીરા , ચા કે કોફી શું ચાલશે ?? “ , મેં મીરાને મારા મોટા એવા નેણ ઉપર નીચે બે વખત કરતાં કરતાં પૂછ્યું .

“ કોફી , ( થોડી સ્માઇલ આપીને બે સેકન્ડના વિરામ બાદ ) તમારા જેવો ટેસ્ટ કરવાની ઇચ્છા છે . “ , મીરાએ મને હસતાં હસતાં કહ્યું .

“ ઓકે “ , મેં તેમની સામે મસ્ત સ્મિત આપીને જવાબ આપ્યો . મારે હજી તેમની પાસે વાર્તા સાંભળવાની બાકી હતી . હું આતુર હતો કે જંગલમાં પછી શું થયું તે જાણવા માટે .

ત્યારબાદ હું મીરા અને મારા માટે કોફી લઈને આવ્યો અને હા... થોડો નાસ્તો પણ લઈને આવ્યો કારણ કે વાર્તા સાંભળતા સાંભળતા નાસ્તો કરવાની મજા આવતી હતી . મને વાર્તા સાંભળવાની પણ બહુ મજા આવતી હતી . બસ શરૂ થયા પહેલાનો સમય પસાર કરવા બીજી વાતો કરવાનું શરૂ કર્યું . અમે બંને ‘સ્વાતંત્ર્ય સેનાનીઓ માટે’ એવું લખેલી બે વ્યક્તિની જગ્યા પર બેઠા હતા . લીમડી બસ સ્ટેશનમાં અવનવા સેડ સોંગ વાગી રહ્યા હતા . જે મજબૂરીમાં ડ્રાઈવર કંડક્ટર ના આવે ત્યાં સુધી સાંભળવા જરૂરી હતા .

“ કિંજલ... હવે અહીંથી જઈને તમે શું કરશો ?? આઈ મીન મેરેજ ?? “ , મેં સહજતાથી પૂછ્યું . મારો હેતુ તેમની અંગત જિંદગી વિશે વધુ જાણવાનો હતો .

“ હા... મેરેજ મારા મેરેજ નક્કી થઈ ગયા છે અને તેઓ અત્યારે દુબઈમાં એનિમેશન એન્જિનિયર્સને ટ્રેનીંગ આપે છે . એમને એમની પોતાની કંપની છે ‘ WHITE HORSE ANIMATION PVT. LTD.- DUBAI ’ મીરાએ પોતાના ફિયાન્સનો પરિચય આપતા કહ્યું . “

“ વાહ... ગ્રેટ... “, મનમાં એક સુંદર છોકરીના ઊંડા વિચારોમાંથી અચાનક બહાર આવતા મેં કહ્યું .

હવે હું બીજું કઈં પૂછું એ પહેલા અમદાવાદ જતી અમારી એ લાલબસનું હોર્ન વાગ્યું અને અમે બસમાં જઈને બેઠા . બસ શરૂ થઈ નોન સ્ટોપ અમદાવાદ જવા માટે .

“ ઓકે.... ચાલો... મીરા ( બે સેકંડના વિરામ બાદ )

પછી તમે છોકરીઓએ તો કપડાં પહેર્યા કે નહિઁ ?? “ , મેં મેંગો જ્યુસ પીતી મીરાંને પૂછ્યું અને મીરાંના મોં માંથી તરત જ ફૂવારો થઈ ગયો અને તરત જ ખિલખિલાટ હસવા લાગી .

“ હા.. હા.. અરે કપડાં હોય તો પહેરે ને યાર પછી તો એમનેમ એ જ કપડામાં રહેવું પડ્યું . “ , હસતાં હસતાં મીરાંએ કહ્યું .

“ પછી શું થયું ? ? “ , મેં મીરાંને પૂછ્યું અને મીરાંએ પોતાની અધૂરી વાત કરવાની શરૂ કરી .

* * * * *

આર્મી ટેન્ટ – આફ્રિકા

અભય ઉભો ઉભો દૂર કઈક જોતો હતો .

“ શું જુએ છે અભય ? ? “ , અર્જુને પૂછ્યું .

“ કઈંક ઘર જેવુ લાગે છે યાર... “ , અભયે કહ્યું .

“ ચાલો ત્યાં જઈએ... “ , વ્રજે કહ્યું .

અમે ચાલવાનું શરૂ કર્યું હતું . આ તરફ આર્મી જવાનોએ પોતાનું કામ શરૂ કર્યું હતું અમદાવાદમાં...

અમદાવાદ

આર્મીની ઓફિસ પર એક કમાન્ડર આવ્યો . કેપ્ટનને સલામ કરી અને પોતાની પહેરેલી ટોપ માથા પરથી ઉતારી તેમની સામે ઊભો રહ્યું . કેપ્ટન સાહેબ પોતાની ઓફિસના મોટા હૉલમાં 50 ઈંચના એલ સી ડી પર સમાચાર જોઈ રહ્યા હતા. જેમાં અમારા આફ્રિકાની મુસાફરીના અકસ્માત અંગેના સમાચાર દર્શાવવામાં આવતા હતા .

“ આફ્રિકન આર્મીનો એક ટેન્ટ તે જંગલ થી દૂર આવેલ નદીના કિનારે લગાવવામાં આવ્યો છે અને લોકોનું કહેવું છે કે કોઈ બચ્યું છે પ્લેન ક્રેશમાં.... પણ હજુ સુધી નામ આવ્યા નથી કે કોણ બચ્યું છે ? ? “ , કમાન્ડરે કેપ્ટન સાહેબને કહ્યું.

“ જી... હાં... સર... ટીકીટ્સની ગણતરી પ્રમાણે છ લોકો ઓછા છે . બધી ડેડ બોડિસ મળી ગઈ છે બસ છ ડેડ બોડિસ મળી નથી . છ ડેડ બોડિસ હજુ પણ લાપતા છે સર . “, બીજા કમાન્ડરે વાત કરતાં કેપ્ટન સાહેબને કહ્યું.

“ તમામ કમાન્ડોસને તૈનાત કરવામાં આવ્યા છે . ટૂંક સમયમાં મેસેજ મળવો જોઈએ . કારણ કે મેજર સંગ્રામસિંહ આ જંગલના અનુભવી છે . “ , કર્નલે કહ્યું .

“ સંગ્રામસિંહ અત્યારે ક્યાં છે સર?? “ , કેપ્ટને પૂછ્યું .

“ કેપ્ટન... સંગ્રામસિંહ અત્યારે જંગલ પછીના ખાડીવાળા સમુદ્રબાદ આવતી ટેકરી પર લગાવેલા ટેન્ટમાં છે . ઇન્ડિયન આર્મી તરફથી સ્પેશ્યલ સંગ્રામસિંહ અને તેમની ટીમને બોલાવવામાં આવી છે. “ , કર્નલે કહ્યું.

થોડીવારમાં ત્યાં એક સોલ્જરે આવી સલામ કરી અને...

“ સર... ( સલામ કરીને )

સર , જંગલનું ચેકિંગ શરૂ થયું છે અને લગભગ પૂરું થવાની તૈયારી છે એવું કહેવામા આવી રહ્યું છે કે જંગલ સામાન્ય જંગલો કરતાં થોડુંક અલગ છે . ત્રણેય ઋતુઓનો અનુભવ થાય છે . આ સિવાય અજબ ગજબ પ્રાણીઓ છે અને એક ઘોડો પણ મળી આવ્યો છે જે તેના પર હમણાં જ કોઈએ સવારી કરી હોય એવો લાગે છે . એક સિંહ છે અને થોડા અલગ પ્રકારના પક્ષીઓ પણ છે અને હા.. પક્ષીઓ કાળા કલરના છે . ઘોડાનો ફોટો આ રહ્યો ( ફોટો કર્નલના હાથમાં આપીને ) આપણને આફ્રિકાથી સંગરમસિંહે મેઈલ કર્યો છે . બધા જ પ્રાણીઓ અને પક્ષીઓ દિવસમાં ક્યારેક જ જોવા મળે છે . પાનખર પણ અનુભવાય છે , આથી જંગલનું વાતાવરણ સામાન્ય રીતે બદલાતું રહે છે. “, સોલ્જરે જંગલ વિશે સમજાવતા કહ્યું .

“ હમ્મ... બહુત ખૂબ... યુ કેન ગો.... “ , કર્નલે કહ્યું .

“ સંગ્રામસિંહ..... હવે જવાબદારી તમારી છે બચાવી લેજો છ લોકોને... “ , કેપ્ટને ઉપર આકાશમાં જોઈને કહ્યું .

આ તરફ સંગ્રામસિંહની એન્ટ્રી થઈ ચૂકી હતી .

આર્મી ટેન્ટ – આફ્રિકા

બ્લેક ઘોડા પર ઘોડેસવારી કરી રહેલ , મસ્ત સિક્સ પેક બોડી બિલ્ડર , ગ્રીન કાચ ધરાવતા ચશ્મા પહેરેલા અને છ ફૂટ ત્રણ ઇંચ ફૂલ હાઇટ , ઇન્ડિયન આર્મીનું પેન્ટ પહેરેલું અને ઉપર એક વ્હાઇટ સ્લીવલેસ ટી – શર્ટ પહેરેલ એક કર્નલ ઘોડા પર દૂર ચક્કર મારી રહ્યા હોય એવું લાગતું હતું . અમે આ બધુ જોઈને બહુ ખુશ થયા . અમારી ખુશીનો કોઈ પાર નહોતો . થોડીવારમાં તે કર્નલ આવ્યા અને તેમણે હુકમ કરતાં કમાન્ડો અમને આવીને લઈ ગયા . અમે ઠંડીથી થર થર ધ્રુજી રહ્યાં હતા . કારણ કે અમે તો માત્ર અંડરવેર્સમાં જ હતા . આથી અમને આર્મીના જેકેટ આપવામાં આવ્યા અને તે અમે પહેરી લીધા બાદ અમે અમને મળેલ જેકેટ અને મેપ લઈને કર્નલ પાસે આવીને બેઠા હતા ત્યારબાદ તેઓ પણ આવ્યા અને પોતાનો ઘોડો બીજા કમાન્ડો ને આપ્યો અને અમારી તરફ આવી અને અમારી સામે તેમના માટે ખાસ રાખવામા આવેલી એક ખુરશી પર તેઓ બેઠા . તેમની મૂછો વાંકલડી હતી અને ગ્રીન ગોગલ્સ અને છ ફૂટ હાઇટ તેઓ ધરાવતા હતા .

“ મારૂ નામ સંગ્રામસિંહ છે અને હું અહીંયા એક કર્નલ તરીકે ભારત દેશથી આવેલું એક પ્લેન ક્રેશ થયું છે તેના માટે આવ્યો છું . તમે ?? મને તમારો પરિચય જોઈએ છે . તો.. આપશો ?? “ , સંગ્રામસિંહે તેમના કડક અવાજ સાથે પૂછ્યું.

“ સર... અમે એરપ્લેન ક્રેશની દુર્ઘટનામાંથી બચ્યા છીએ . “ , અભયે સંગ્રામસિંહને કહ્યું .

“ આપણે અંદર બેસીને વાત કરીએ અહીંયા વધારે બેસવું ખતરાથી ખાલી નથી . “ , સંગ્રામસિંહે કહ્યું .

અમે બધા સંગ્રામસિંહની સાથે ટેન્ટમાં ગયા . આર્મી ટેન્ટ ઘાંટા મહેંદી રંગનો હતો અને જાડું વોટરપ્રૂફ કાપડ ધરાવતો હતો . અંદર અમુક પુસ્તકો આમ તેમ રાખ્યા હતા . એક નક્શો અમારું ધ્યાન ખેંચતો હતો . જે મેં હાથમાં લઈને જોયો તો તે એવો જ નક્શો હતો , જે અમને જેકેટમાંથી મળ્યો હતો . મેં નક્શો લઈને કબીરને બતાવ્યો અને કબીર બધાને બતાવ્યો બધા આશ્ચર્યચકિત થઈને જોતાં જ રહી ગયા . ટેન્ટની અંદર ચા ની કીટલી લટકાવેલી હતી અને ઉત્સાહજનક ગીતો વાગતા હતા .

“ અરે.... બાબુલાલ.... “ , સંગરમસિંહે કોઈ બાબુલાલને બૂમ પાડી . અહમદાબાદ યે ન્યૂસ પાહુંચાયા જાય કી બચે હુએ છે પેસેંજર મીલ ચૂકે હૈ , ઔર ઇન સબ કે ઘરવાલોં કો ભી યહ ખબર પહુંચાઈ જાય કી ઇન સબ કો જલ્દ હી ભારત દેશ વાપસ સહી સલામત લાયા જા રહા હૈ . “ , સંગ્રામસિંહે બાબુલાલ નામના પ્યૂન ને ઓર્ડર આપતા કહ્યું .

“ યસ... હવે તમે મને પહેલેથી છેલ્લે સુધી આખી વાર્તા કહી સંભળાવો કે આ એક મહિનો આ જંગલમાં કેવી રીતે તમે વિતાવ્યો ?? કેવો રહ્યો તમારો અનુભવ ?? બધુ જ . “ , સંગ્રામસિંહે અમને કહ્યુ.

કબીરે અમારી જંગલની સંપૂર્ણ સફર સંગ્રામસિંહને કહી સંભળાવી અને ત્યારબાદ જંગલમાં જેકેટ મળ્યું અને તેને અમારો જીવ બચાવ્યો છે તે સમજાવ્યું અને જેકેટ બતાવ્યુ . સંગ્રામસિંહ જેકેટને ધ્યાનથી જોવા લાગ્યા .

“ આ... તો મારૂ જેકેટ છે. તમને મળ્યું આ ?? “ , સંગ્રામસિંહે અમને અવાચક થઈને પૂછ્યું .

“ હા... સર... આ અમારા માટે હેલ્પફૂલ સાબિત થયું છે . પણ તમારું જેકેટ ત્યાં જંગલમાં કેવી રીતે ?? “ , મેં સંગ્રામસિંહને પૂછ્યું .

સંગ્રામસિંહે વાત કહેવાની શરૂ કરી .

“ એક દિવસની વાત છે . હું ઘોડેસવારીનો શોખીન છું . હું આ આફ્રિકન આર્મીમાં એક ઇન્ડિયન આર્મીના સેફટી ઓફિસર તરીકે વર્ષોથી સર્વિસ કરું છું. હું સામાન્ય રીતે આ જંગલમાં ઘોડેસવારી કરવા પહેલા જતો હતો . એક વખત ઘોડેસવારી કરતી વખતે મારો સામનો થયો એક ભેડીયા સાથે અને તે મારા પર એવી રીતે આવી ચડ્યો કે આ જેકેટ મરાથી છૂટી ગયો , હું ઘોડા પરથી નીચે પડી ગયો અને મારે તરત જ ભાગવું પડ્યું અને પરિણામે મારો જીવ બચી ગયો પણ મને મારવાની ઈચ્છા ધરાવતો ભેડીયો પાણીમાં પડી ગયો અને મારી ગયો જેનો મને અફસોસ છે . આ જેકેટમાં રહેલો મેપ અમારા ટ્રેનીંગ કોચે અમને આપ્યો હતો . એક સિક્કો પણ હતો તે પણ તમને આઈ થિંક મળ્યો હશે રાઇટ ?? ખરેખર ! અદ્ભુત રીતે હું તે ભેડીયાથી બચીને ભાગ્યો હતો . જેકેટ ત્યાં જ છૂટી ગયું અને તમે આજે લઈ આવ્યા . હવે આ જેકેટ હું તમને ગિફ્ટ કરું છું આ જેકેટ હવે તમારું છે , ગિફ્ટ સમજીને રાખીલો . “ , સંગ્રામસિંહે અમને પૂરી વાત સમજાવતા કહ્યું.

થોડીવાર સુધી અમે બધા એકબીજાની સામે જોતાં હતા અને સંગ્રામસિંહ પોતાના જેકેટને થોડીવાર આગળ તો થોડીવાર પાછળ તો ક્યારેક અંદર અને ક્યારેક પહેરીને જોઈ રહ્યા હતા . એવું લાગતું હતું જાણે એક માં ને પોતાનો ખોવાઈ ગયેલો પુત્ર ઘણા સમય પછી પરત મળ્યો હોય આવી લાગણી તેમના ચહેરા પર સાફ છલકાઈ આવતી હતી .

“...... તો એટ્લે જ આ પ્રાણીઓ જંગલમાં જેકેટને ઓળખતા હતા અને એટ્લે જ આપણે બચી શક્યા છીએ . ખરેખર !! થેન્ક યુ સો મચ સર... યુ આર ગ્રેટ . “ , મેં સંગ્રામસિંહ સાહેબનો આભાર માનતા કહ્યું .

“ સર અમે થોડી વાર આર્મીના સાધનો જેમ કે ટેન્ક વગેરે જોઈ શકીએ ?? “ , વ્રજે સરને કહ્યું , કારણ કે વ્રજ પ્રોફેશન થી વૈજ્ઞાનિક હતો અને આથી તેને જાણવાની જિજ્ઞાસાવૃતિ તેનામાં વધુ હતી .

“ .... અને હા... સર… અમારે તો વોલીબોલ રમવું છે જો તમે હા... કહો તો... “ , અભયે સંગ્રામ સાહેબને પોતાની ઈચ્છા વ્યક્ત કરતાં કહ્યું .

“ ...... અને સર મને તમારો ઘોડો બહુ ગમે છે તો મારે ઘોડેસવારી કરવી છે જો તમે હા કહો તો... “ , કબીરે પોતાની ઈચ્છા વ્યક્ત કરતાં સંગ્રામસિંહ સાહેબને કહ્યું .

“ એક મિનિટ એક મિનિટ ભાઈ વારાફરતી વારા બધા બોલો... અને હા જેને જે કરવું હોય તે કરી શકો છો પણ યાદ રહે કમાન્ડોની નજરમાં જ કરજો એકલા એકલા કઈ જ ના કરતાં નહિતર મુસીબતમાં મુકાઇ જશો . “ , સંગ્રામસિંહે અમને બધાને કહ્યું .

ત્યારબાદ અમે બધા વોલીબોલ રમવા ગયા અને વ્રજ સર સાથે આર્મીની મિસાઈલ્સ વિશે વધુ જાણવા ઓફિસમાં ગયો . સરની ઓફિસ એક મોટો ટેન્ટ હતો . જે બ્લેક કલરનો હતો અને અંદર સરના કુટુંબીજનોના ફોટોસ હતા . વ્રજ આ બધુ જોઈ રહ્યો હતો અને તરત જ સંગ્રામસિંહ અંદર આવ્યા અને વ્રજ સાથે ઊભા રહી ગયા . વ્રજ ટેન્ટમાં રહેલા સરના ફેમિલી ફોટોસ જોઈ રહ્યો હતો . સર પણ તેમની સાથે ઊભા રહી આ જોવા લાગ્યા અને પછી વ્રજે સરની સામે જોયું પણ વ્રજથી ના રહેવાયું અને તેથી તેણે સરને પૂછ્યું .

“ સર , કેન આઈ આસ્ક યુ અ લિટલ ક્વેશ્ચન ?? “ , પોતાની સાથે તેમના જ ફેમિલી ફોટોસ જોઈ રહેલા સંગ્રામસિંહને વ્રજે પૂછ્યું .

હવે વાર્તાના આવતા એપિસોડમાં વ્રજ એવો ક્યો પ્રશ્ન પૂછશે એ જાણવું રહ્યું અને હા... જ્યારે અમદાવાદ વ્રજ અને સાથી મિત્રો જશે ત્યારે તેમનું સ્વાગત કેવી રીતે થાય છે ?? નોવેલનો અંત કેવો હશે ?? બધા જ પ્રશ્નોનાં જવાબ આપણે મળશે પણ આવતા એપિસોડમાં... ત્યાં સુધી વિચારો વ્રજ શું પૂછશે સંગ્રામસિંહને ?? ત્યાં સુધી આવજો...