Trushna : Part-6 in Gujarati Fiction Stories by Bhavisha R. Gokani books and stories PDF | Trushna : Part-6

Featured Books
Categories
Share

Trushna : Part-6

નામ – ગોકાણી ભાવીષાબેન રૂપેશકુમાર

email id –

તૃષ્ણાવિષય : નવલકથા

પ્રકરણ : 6

રાજીના કહેવાથી દેવાંશે ડેન્સીને ડાયવોર્સ આપવાનો વિચાર મક્કમ બનાવી લીધો.તેણે પોતાના લોયર પાસે ડાયવોર્સ પેપર તૈયાર કરાવ્યા.અને ડેન્સીને મોકલાવ્યા.ડેન્સીએ ડાયવોર્સ આપવાના બદલામાં દેવાંશ પાસે બહુ મોટી રકમની માંગ કરી.દેવાંશે પોતાનો બીજો ફલેટ વેચી નાખ્યો અને નિકિતા તથા થોડા મિત્રો પાસેથી ઉછીના પૈસા લઇને ડેન્સીએ માંગેલી રકમ આપી દીધી અને ડાયવોર્સ આપી દીધા.થોડા જ સમયમાં તેણે રેસ્ટોરન્ટની મંજુરી પણ પોતાના નામે કરાવી લીધી.પોતે રેસ્ટોરન્ટમાં એકલો બીઝનેસ કરતો.થોડુ હવે તેને કામમાં ખેચ પડતી હતી પણ પહેલાના પ્રમાણમાં હવે તે એકદમ ખુશ રહેવા લાગ્યો હતો.સવારે ઉઠીને મોર્નીંગ વૉકમાં જવુ,ત્યાર બાદ રેડી થઇ રેસ્ટોરન્ટ જવુ,આખો દિવસ રેસ્ટોરન્ટમાં કામ,ત્યાર બાદ ઘરે આવીને તે ફ્રેશ થઇ થોડું ટી.વી. જોઇ પોતાના રૂમમાં આરામ માટે જતો રહેતો. આ તેની રેગ્યુલર દિનચર્યા હતી.રાજી પણ હવે ડેન્સી ન હતી એટલે ઘરમાં હળવાશથી રહેતી હતી.પહેલા તો સતત તેને ડેન્સીનો ડર રહેતો પણ હવે તે આરામથી રહેતી.ઘરે એકલી હોવાથી નવરાશની પળોમાં તે સતત કાંઇક નવુ જાણવા અને શીખવાનો પ્રયત્ન કર્યા કરતી.

એક દિવસ દેવાંશે રાજીને ઓચિંતુ જ પુછ્યુ , “રાજી હવે તો આખો દિવસ ઘરે તુ એકલી જ રહે છે,તને કંટાળો નહી આવતો?” રાજી , “સાહેબ અમને નોકરોને શું કંટાળો આવે,આખો દિવસ ઘરે રહી ઘરને ચોખ્ખુ રાખવુ અને તમારા માટે રસોઇ બનાવવાની હોય છે.અને જ્યારે કાંઇ કામ ન હોય ત્યારે હુ અહી રહેલી ચોપડી ફેરવતી હોઉ છું.આમ તો એ ચોપડી અહીની ભાષામાં છે એટલે કાંઇ ખબર ન પડે પણ ટાઇમ પસાર માટે જોતી હોઉ છુ.ક્યારેક ટી.વી. જોઉ છુ. દેવાંશ , “ ઓહ,એક આઇડિયા છે રાજી મારી પાસે,એક કામ કર,આજથી દરરોજ હુ રેસ્ટોરન્ટથી થોડો વહેલો આવી અને તને અંગ્રેજી શીખવું તો તને ગમશે કે નહી????”

આ સાંભળી રાજી ખુબ મોટેથી હસવા લાગી.તેનુ આ હાસ્ય દેવાંશને ખુબ ગમ્યુ.તે એક નજરે તેને જોઇ જ રહો. અચાનક રાજી બોલી, સાહેબ ઓ સાહેબ, ક્યાં ખોવાઇ ગયા???તમે પણ આજે ક્યાંક ડેન્સી મેડમની જેમ નશો કરીને તો નથી આવ્યા ને??? અરે સાહેબ, મને અભણને ગુજરાતી પણ નહી આવડતુ અને તમે મને અંગ્રેજી શીખવવાનુ કહો છો???” દેવાંશ , “ રાજી,મનમાં ધગશ હોય તો બધુ શીખી શકીએ આપણે.અને મને વિશ્વાસ નહી પુરી ખાતરી છે કે તુ શીખી જ જઇશ.” રાજી , “સાહેબ ભલે તમારી જેવી ઇચ્છા,તમે ઇચ્છો છો તો હુ તમારી પાસેથી અંગ્રેજી શીખવાનો પ્રયત્ન કરીશ પણ મને અંગ્રેજી શીખવતા શીખવતા ક્યાંક તમે ભુલી ન જાઓ તેનુ ધ્યાન રાખજો” આટલુ બોલી તે ફરી નિર્દોષપણે હસવા લાગી. દેવાંશ તેનું આ હાસ્ય એકીટશે જોઇ રહ્યો.તેના હ્રદયમાં રાજી પ્રત્યે એક અલગ જ લાગણીનો એહસાસ થતો હતો પણ પોતાની લાગણી તેણે જાહેર ન કરી.

દેવાંશે રાજીને શરૂઆતમાં ગુજરાતીમાં ક્ક્કો અને અક્ષરો શીખવાની શરૂઆત કરી પહેલા તો રાજીને આ બધુ શીખવામાં ખુબ જ તકલીફ પડતી હતી.ઘણી વખત તો તે આ બધુ ભણવાનુ છોડી કામ કરવામા લાગી જતી પણ દેવાંશ તેને ગુસ્સો કરી અભ્યાસ માટે બેસવા કહેતો.પાડોશમાં રહેતા વર્ષાકાકી ચાર વાગ્યે તેના ઘરે આવતા અને છ –સાત વાગ્યા સુધી રાજીને શિક્ષણ આપતા.તેના બદલે રાજી તેમના ઘરનુ નાનુ મોટુ કામ કરી આપતી.દેવાંશ સાત વાગ્યે ઘરે આવી જતો રાત્રે તેના ભાગીદાર મયંકભાઇ રેસ્ટોરન્ટ ચલાવતા હતા આથી દેવાંશ સાંજે ઘરે આવીને રાજીને શીખવાડતો હતો. થોડા સમય બાદ એક દિવસ દેવાંશે રાજીને કહ્યુ, “રાજી તુ આખો દિવસ અહી એકલી રહે છે,તને કંટાળો નહી આવતો???એક કામ કર,મારી સાથે રેસ્ટોરન્ટમાં ચાલ.તુ રેસ્ટોરન્ટ આવીશ તો તને પણ ટાઇમ પસાર થશે અને તુ મને કામકાજમાં થોડી મદદ પણ કરાવજે અને હુ પણ તને વાંચતા લખતા નવરાશના સમયમાં શીખવીશ” “પણ સાહેબ મારે ઘરનુ કામકાજ હોય છે તે કોણ કરશે?આખો દિવસ હું ઘરનું કામકાજ કરુ છું અને નવરાશની પળોમાં લખતા-વાંચતા શીખુ છુ” રાજીએ કહ્યુ દેવાંશ, “રાજી, ઘરના કામકાજની તુ ચિંતા ન કર,ઘરનુ કામકાજ આપણે બંન્ને સાથે મળીને સવાર સાંજ કરીશુ.બોલ હવે તો તને કાંઇ વાંધો નથીને આવવામાં???” દેવાંશે જવાબ આપતા રાજીએ તરત છણકો કરતા કહ્યુ, “ના રે ના સાહેબ તમે થોડા ઘરનુ કામ કરો.ઘરનું કામકાજ તો અમને નોકરોને શોભા આપે,તમને માલિકોને નહી...આમ પણ તમે મને અહીં ઘરના કામ માટે જ લઇ આવ્યા છો અને તમારાથી થોડુ કામ થાય હે સાહેબ???

રાજી , “સાહેબ આજે તમને એક પ્રશ્ન પુછું?” દેવાંશ , “હા,હા, પુછને રાજી.” રાજી , “સાહેબ તમે મને જ કેમ અહી લાવ્યા?અહી તો તમને ઘણા મળી રહે તેમ છે.તો તમે અહી આવવા માટે કેમ પસંદ કરી??” દેવાંશ , “રાજી અહી રસોઇયા શોધવા ખુબ જ અઘરા છે.આપણે ગુજરાતીઓને જેવા તેવા તો ચાલે જ નહિ.તને પણ ખબર જ છે કે આપણે ગુજરાતીઓ ખાવા-પીવાના ખુબ જ શોખીન હોયે છે.રેસ્ટોરન્ટમાં પણ પાકિસ્તાની રસોઇયા માંડ મળ્યા છે.વળી ડેન્સીનુ તો કાંઇ નક્કી જ ન હોય.તેની સાથે અહીના કોઇ રસોઇયા ટકી શકે જ નહી. માટે ઘરની જવાબદારી સોંપી શકાય તેવા વિશ્વાસપાત્ર વ્યકિતની મારે ખાસ જરૂર હતી.કોઇ મળતુ જ ન હતુ.કુદરતી તે દિવસે અમે દ્વારકા આવ્યા ત્યારે અમારી સાથે મારો મિત્ર અતુલ અને તેના પત્ની વિભાબહેન પણ આવ્યા હતા.તેઓને કામ હતુ તેથી તેઓ વહેલા નીકળી ગયા હતા તેમને ટ્રેનમાં છોડવા હુ અને નિકિતા રેલ્વે સ્ટેશને આવ્યા હતા.ત્યાં તને જોઇને કુદરતી રીતે મને મનમાં એમ થયુ કે તુ એકદમ શાંત અને પ્રમાણિક છે અને સાયદ તું અમારી સાથે આવશે એટલે નિકિતા એ બધી ગોઠવણ કરી આપી.અમે એમ નક્કી કર્યુ હતુ કે તને અમદાવાદ ઘરે લઇ જાશુ અને તારુ કામકાજ અને રીતભાત ગમશે તો તને લંડન લઇ જાશુ પરંતુ તુ એક સીધીસાદી અને પ્રામાણિક સ્ત્રી છો માટે નિકિતાએ તને લંડન મોકલી આપી.બાય ધ વે હુ ઘરનુ કામકાજ શા માટે ન કરી શકુ? અત્યાર સુધી હુ જ બધુ કામકાજ કરતો હતો.વળી તુ મને રેસ્ટોરન્ટમાં મને મદદ કરાવે તો હું તને ઘરના કામકાજમાં કેમ મદદ કરાવી ન શકું???

“રેસ્ટોરન્ટમાં તો હુ મદદ કરાવીશ પણ સાહેબ ઘરે હુ બધુ કામ કરી લઇશ તમારે કાંઇ કરાવાનુ નથી.મને તો કામ કરવાની આદત જ છે.પણ તમે તો ઘરના સાહેબ છો,તમે એક નોકરના હોવા છ્તા ઘરનું કામકાજ કરો એ સારું નહી,સાહેબ.” “ઓ.કે. બાબા ઓ.કે. રાજી કાલથી તારે મારી સાથે જ આવવાનુ છે.” દેવાંશ બોલ્યો.

દેવાંશે સ્પષ્ટાપુર્વક કહ્યુ એટલે રાજીએ પણ હા પાડી દીધી.બીજા દિવસથી રાજી પણ દેવાંશ સાથે રેસ્ટોરન્ટમાં જવા લાગી.રાજી રેસ્ટોરન્ટમાં પણ ખુબ લગન અને દિલથી દેવાંશને હેલ્પ કરાવા લાગી અને નવરાશના સમયમાં દેવાંશ તેને શિક્ષણ આપતો. રાજીને હવે વાંચતા લખતા આવડી ગયુ હતુ એટલે દેવાંશ તેના માટે પુસ્તકો લઇ આવ્યો અને રાજીને વાંચવા આપતા કહ્યુ, “રાજી આ ગુજરાતી ભાષાના પુસ્તકો છે તુ હવે વાંચનની પ્રેકટિસ કર.ગુજરાતી વાંચન આવડી ગયા બાદ હુ તને હિન્દી તથા અંગ્રેજી ભાષા શીખવીશ” રાજીમાં અભ્યાસ પ્રત્યે ખુબ કાળજી હતી માટે તે ફટાફટ ગુજરાતીના પુસ્તકો વાંચવા લાગી.થોડા સમય બાદ દેવાંશે તેને એક લેપટોપ લઇ આપ્યુ અને સાથે સાથે રાજીને અંગ્રેજી અને હિન્દી ભાષા પણ શીખવવા લાગ્યો.રાજીને ગુજરાતી તો આવડી જ ગયુ હતુ માટે તે ઝડપથી હિન્દી અને અંગ્રેજી બંન્ને ભાષાઓ લખતા વાંચતા શીખી ગઇ હતી.ત્યાર બાદ હવે દેવાંશ તેને અંગ્રેજી ભાષામાં કેમ વાતચીત કરવી તે શીખવવાનું શરૂ કરી દીધુ હતુ.દેવાંશ અને રાજી ઘર અને રેસ્ટોરન્ટમાં મિત્ર બની રહેતા હતા.દેવાંશ રાજીને બધી નાની મોટી વાત કરતો અને તેનો ખ્યાલ પણ રાખતો.રાજી લંડન આવી ત્યારથી તેણે માત્ર દેવાંશનું ઘર અને રેસ્ટોરન્ટ જ જોયા હતા.માટે દેવાંશ હવે તેને વીકેન્ડમાં ફરવા પણ લઇ જતો. ધીમે ધીમે રાજીને હવે અંગ્રેજી બોલતા પણ કડકડાટ આવતી ગયુ હતુ એટલે તેને હવે લંડનમાં ક્યાંય મુશ્કેલી પડતી ન હતી.દેવાંશે હવે તેને કાર ચલાવતા પણ શીખવાડી દીધી.રાજીને દેવાંશ ગમવા લાગ્યો હતો અને દેવાંશ પણ મનોમન રાજીને ચાહવા લાગ્યો હતો.પણ પોતાના પ્યારનો ઇઝહાર કરવામાં તેને સંકોચ થતો હતો.બંન્ને આખો દિવસ સાથે જ રહેતા હતા.દેવાંશ કોઇ કામસર બહાર જાય તો રાજીને એક એક મિનિટ એક એક વર્ષ જેવી લાગતી હતી. રાજીને ત્રણેય ભાષા આવડી ગઇ હતી તેથી તે હવે ત્રણેય ભાષાના વધારે માં વધારે પુસ્તકો વાંચવા લાગી હતી અને તેની પાસે લેપટોપ તો હતુ જ તેથી તેમાંથી તે ફ્રેન્ચ અને ઉર્દુ ભાષા પણ શીખવા લાગી હતી.દેવાંશને પણ ફ્રેંન્ચ અને ઉર્દુ બંન્ને ભાષા આવડતી જ હતી તેથી તે પણ તેની મદદ કરતો હતો.

દેવાંશ મનોમન રાજીને ખુબ જ પ્રેમ કરવા લાગ્યો.રાજીને પણ દેવાંશ ગમતો હતો પરંતુ તે પોતાનુ સ્થાન જાણતી હતી.તેથી તે દેવાંશ પ્રત્યેના પ્રેમમાં ધ્યાન આપતી ન હતી અને દેવાંશ પ્રત્યેની પોતાની લાગણી દબાવી રાખતી હતી.દેવાંશ તો રાજી સાથે લગ્ન કરવો માંગતો હતો પરંતુ તે પણ પ્રેમનો એકરાર કરવામાં ડરતો હતો.રાજીને કેમ કહેવુ તે તેને સમજાતુ ન હતુ. એકવાર રેસ્ટોરન્ટ માટે માલની ખરીદીમાંથી લકી ડ્રોમાં પેરિસ સફરની બે ટિકિટ દેવાંશને મળી.આથી દેવાંશ ખુશ થઇ ગયો.ઘરે આવી તેણે રાજીને પેરિસની ટિકિટ બતાવી અને રાજીને પોતાની સાથે આવવા કહ્યુ.રાજી પણ આ જાણી મનોમન ખુબ જ ખુશ થઇ પણ તે પોતાનું સ્થાન જાણતી હોવાથી તેણે આવવાની ના કહી.સામે દેવાંશ પણ ખુબ જ જીદ્દી હતો તેણે રાજીને મનાવી જ લીધી અને બન્ને પેરિસ ફરવા ગયા.

બે દિવસની સફર હતી.દેવાંશે મનોમન પોતાના પ્રેમનો એકરાર કરવાનુ નક્કી કરી જ લીધુ હતુ.બન્ને હોટેલમાં અલગ અલગ રૂમમાં ઉતર્યા હતા.આ બાજુ દેવાંશને રાજી વિના અને રાજીને દેવાંશ વિના એક પળ પણ ગમતુ ન હતુ.પણ કમને તેઓ બન્ને અલગ અલગ રહ્યા હતા.ફ્રેશ થઇ બન્ને પેરિસમાં એફિલ ટાવર જોવા ગયા એફિલ ટાવરનો નજારો જોઇ રાજી આશ્ચર્યચકિત બની ગઇ.ઉપરથી આખુ શહેર દેખાતુ હતુ.આ જોઇ રાજી દંગ રહી ગઇ.નીચે ઉતરીને બન્ને સીન નદીમાં બોટીંગ માટે ગયા.

બોટીંગ કરતા કરતા દેવાંશે રાજીને કહ્યુ, “રાજી કેવુ લાગ્યુ પેરિસ શહેર?”

રાજી , “ સાહેબ ખુબ જ નિરાળુ શહેર છે.અદભૂત સૌંદર્ય છે આ શહેરનું”

દેવાંશે છણકો કરતા કહ્યુ , “કેમ રાજી હજુ તો તારે આવવું પણ ન હતુ.તને ક્યાં મારી સાથે આવવું ગમતું હતુ???” રાજી , “ના સાહેબ , એવું કાંઇ નહી.આ તો હુ રહી નોકર અને તમે રહ્યા સાહેબ ,એટલે થોડો સંકોચ થતો હતો.” દેવાંશ , “ઓ.કે. રાજી હુ સાહેબ અને તું નોકર છે......રાઇટ??? રાજી , “ યસ સર , યુ આર રાઇટ.” દેવાંશ , “ઇફ યુ આર અ સરવન્ટ,ધેન યુ હેવ ટુ ડુ વોટેવર આઇ ઓર્ડર યુ......રાઇટ??? રાજી , “હા સર , 100‰ રાઇટ” દેવાંશ , “ઓ.કે તો હુ એક ઓર્ડર કરું એ તારે માનવો જ પડશે નહી તો સાહેબ નારાજ થઇ જશે.” રાજી , “અરે સર તમે એકવાર ઓર્ડર કરો.તમારો ઓર્ડર ન માનું તો સજા મંજુર છે મને.” દેવાંશ , “ઠીક છે , તો ઓર્ડર એ છે કે તારે મને મારા નામથી જ મીન્સ દેવાંશ કહીને જ હવેથી બોલાવવાનો.” રાજી , “અરે સર , આવો ઓર્ડર??? આ ઓર્ડર હું કેમ માની શકું???” દેવાંશ , “નો,નો,નો યુ આર નોટ ઓબે માય ઓર્ડર......નો સર,નો સાહેબ,ઓન્લી એન્ડ જસ્ટ ઓન્લી દેવાંશ.....” રાજી , “ પ્લીઝ સર.....હું એક નોકરાણી છું અને તમે સાહેબ.મારી ઔકાત નહી કે હું તમને નામથી બોલાવી શકું.” દેવાંશ , “ અરે રાજી,તું શું કામ તારી જાતને નોકરાણી જ માને છે.જરા તું વિચાર તને તારી સ્ટાઇલ અને રિતભાત પરથી એવું લાગે છે કે તું નોકરાણી છે???. દેવાંશે હિંમત કરી રાજીનો હાથ પકડીને કહ્યુ , “રાજી હું તને નોકરાણી નહી,મારા દિલની રાણી બનાવવા સુધી વિચારી ચુક્યો છું.આઇ લવ યું રાજી..આઇ કાન્ટ લીવ વીધાઉટ યુ.” આ સાંભળી રાજી હેબતાઇ જ ગઇ.અને તેણે દેવાંશને કહ્યુ,”સર જે પોશીબલ છે જ નહી તેવા સ્વપ્ન શું કામ જોવો છો????તમે ક્યાં અને હું ક્યાં???તમને ખબર જ હશે કે હું એક વિધ્વા છું.મારે ચાર સંતાનો છે અને તમે મારા જેવી સ્ત્રીને તમારી જીવંસંગિની બનાવવા માંગો છો?તમને મારા જીવનની બહુ થોડી જ ખબર છે.

આટલી વાતચિત પુરી કરી રાજી બોટીંગ છોડી એકલી જ હોટેલ તરફ નીકળી ગઇ. દેવાંશ પણ થોડો દુઃખી થયો પણ તેણે રાજીને પોતાની બનાવવાનો વિચાર કરી જ લીધો અને તે પણ તેની પાછળ હોટેલ તરફ જવા નીકળ્યો.

હોટેલ પહોંચી સીધો તે રાજીના રૂમમાં ગયો.ત્યાં રાજી ની નજીક જઇ તેણે રાજીને કહ્યુ, “રાજી પ્રેમમાં ઉંચ કે નીચ ન જોવાય્.પ્રેમ ક્યારેય નાત,જાત,ધર્મ જોઇ કરવામાં આવતો નથી.પ્રેમ તો બે દિલ વચ્ચે હોય છે.બે આત્માઓના મિલનનું નામ જ પ્રેમ છે.હુ તને પ્રેમ કરુ છું એ સત્ય હકિકત છે.તુ હા કહે તો ઠીક છે નહી તો આજીવન હવે મારા જીવનમાં કોઇ નહી આવે.” રાજી , “ એ બધુ સાચુ છે પણ તમારા પરિવાર અને તમારો સમાજ મને નહી સ્વીકારે સાહેબ,તમારા માટે કદાચ હુ તમારી જીવંસંગીની બનવા લાયક હોઉ પણ આ સમાજ મને તમારી જીવનસંગીની ના રૂપમાં ક્યારેય નહી સ્વીકારે સાહેબ.” દેવાંશ , “રાજી મારા પરિવારે તો મારો અને ડેન્સી નો પણ સ્વીકાર કર્યો જ ન હતો.અને રહી વાત સમાજની તો,સમાજની ચિંતા કરવા કરતા તું તારી અને મારી લાઇફ નો વિચાર કર ને.......સમાજમાં તો થોડો સમય ટીકા ટિપ્પણ થશે પછી કોઇ ને યાદ પણ નહી હોય કે આ દેવાંશ અને રાજી કોણ છે.... રાજી , “પણ સાહેબ..........” દેવાંશ , “એક મિનિટ રાજી,તુ બીજા બધાની ચિંતા કરતા પહેલા મને એક વાતનો જવાબ આપ કે તારા દિલમાં શું છે?તુ મને પ્રેમ કરે છે કે નહી???” રાજી કાંઇ બોલી શકી નહી બસ નીચુ જોઇ શરમાઇ ગઇ.અને દેવાંશને તેનો જવાબ મળી ગયો.તેણે રાજીની નજીક જઇ તેનો હાથ પકડી અને કહ્યુ , “ રાજી મને તારો જવાબ મળી ગયો છે.હવે મને બીજા કોઇ ની ચિંતા નથી.આજે ૧૦ ફેબ્રુઆરી છે,૧૦ માર્ચે આપણે બન્ને અહી સાદાઇથી લગ્ન કરીશું.......ઇઝ ઇટ ઓ.કે માય રાજી.??? ઉફફફફ , એક વાત તો ભુલાઇ જ ગઇ આજથી તું રાજી નહી મારી રાજેશ્વરી છે.માય લવ,માય લાઇફ અને માય બેટરહાલ્ફ ડીઅર રાજેશ્વરી....એમ કહી તે રાજેશ્વરીને ભેટી પડ્યો અને રાજેશ્વરી પણ તેને ભેટી રડી પડી અને બોલી ઉઠી દેવાંશ આઇ લવ યુ ટુ....લવ યુ સો મચ....આજથી આ રાજેશ્વરી તારી.......

વધુ આવતા અંકે........