સ્વપ્નસૃષ્ટિ
[ દુનિયાદારીથી દિલની મંજિલ સુધીની કહાની ]
( પ્રકરણ – ૮ )
અર્પણ
દિલના અગાધ સાગરમાં હર પલ અને ભૂતકાળમાં વહેતી રહેલી એ ‘‘જીવન’’ ને એના સાથ બદલ... પ્રેમ અને વિશ્વાસ બદલ...
જેના કારણે મને લખવાની પ્રેરણા મળી તેમજ પ્રેમ... સુખ... દુઃખ... લાગણી... ભાવના... જીવન... મૃત્યુ... નફરત... ઈર્ષ્યા... અથવા એમ કહું કે જીવનની દરેકે પ્રકારની લાગણીઓને સમજી શકવાની અને દરેક વસ્તુને ઊંડાણ પૂર્વક નિરીક્ષણ કરવાની શક્તિ મળી.
તેમજ મારા દરેકે દરેક વાંચક મિત્રોને અર્પણ...
વિનંતી વિશેષ.....
મારા વિષે મેં મારા ગણાય લેખમાં કહ્યું જ છે બસ હવે કદાચ મારે કઈ કહેવાનું બાકી નથી. બસ એક વિનંતી કરીશ કે મારા લેખ વાંચ્યા પછી એના પર પોતાના સારા નરસા સુઝાવ જરૂર થી આપવા. અને એના માટે પણ તમારે કોઈ મુશ્કેલી ઉઠાવવાની નથી મારા બધાજ પ્રકારના કોન્ટેક્ટ ડીટેઈલ્સ હું નીચે આપી રહ્યો છું. તો જરૂરથી જણાવજો કદાચ મારા લેખનમાં થતી ભૂલો તમારા દોરેલા ધ્યાનથી હું સુધારી શકીશ એવી આશા રાખું છું કે તમે દરેક વાચક મિત્ર જેવું લાગે એવોજ પ્રતિભાવ જરૂર આપજો.
મારા માટે તમારા પ્રતિભાવ સોઉથી વધુ મહત્વ પૂર્ણ રહેશે. બને તો બૂક વાંચી અહીજ રીપ્લાય આપવો અન્ય લોકો પણ કદાચ એના માટે પ્રેરાય..
નામ ;- Sultan Singh
મોબાઈલ ;- +91 - 9904185007 [ whatsapp]
મેઈલ ;-
ફેસબુક ;- @imsultansingh
ટ્વિટર ;- @imsultansingh
લિન્ક્ડ ઇન ;- @imsultansingh
[ સરનામાની મને નથી લગતી કોઈને જરૂર જણાતી હોય અને એવું હોય તો મને મહેસાણા આવીને ફોન કરી શકો છો હું સમ્પૂર્ણ મેહસાણીઓ છું... ]
પ્રકરણ – ૮
એક અદભુત શક્તિ હતી જે વારંવાર મને આવ્યો ત્યારથીજ તારા તરફ ખેંચતી પણ મારું મન કદાચ તારા જવાબના ડરથી ઘભરાઈ જતું હોય પણ આ હદ સુધી થઇ જશે એવી મને કલ્પના માત્ર પણ ના હતી. હવે તને શું કઉ કે તારામાં તો હું મારું સર્વસ્વ તકાત હારી ચુક્યો હતો. મારી દુનિયા જાણે તારામાજ જીવતી હતી તારા બે હોઠ જયારે કઇક બોલવા આમ ખુલતા જાણે મારા અંતરમનનું ઉપવન ફૂલોના વરસાદથી ઉભરાઈ જતું હતું એક અનોખી લાગણીઓ મને વળગીને જાણે જુમી ઉઠતી હતી. મનતો એવું કરતુ જાણે બસ દિવસ અને રાત તારી સામે બેસીને તારા એ અવિરત વરસતા હાસ્ય અને રૂપના મળતા સંગમને જોતોજ રહું. તું આમ જયારે હાસ્યની ધારા વહેતી કરતી ત્યારે તારા બંને તરફના ગાલોમાં એક લાલીમાં છવાઈ જતી અને એમાં સર્જાતા એ ખંજન જોવા માટે હું તરસી જતો પણ શું કરું હવે કદાચ તું મારી ના હતી કોઈકની અમાનત થઇ ચુકી હતી પણ મારી આ અવિરત ચાહતનું શું કદાચ હુજ મોડો પડ્યો ને તને પામવામાં ?
જયારે પણ તને કામ કરતા જોતો હું તરતજ ખોવાઈ જતો તારા કપાળ પરથી નીતરતી એ પરસેવાની ધાર તારા વિશાળ ચહેરા પર રેલાતી હું જોઈ શકતો મારો રૂમાલ કાઢીને એને લુછી લેવાનું મન થતું પણ પછી હું મારી જાતને સંભાળી લેતો. તું આમ કામમાં વ્યસ્ત હોય અને તારા એ વિખરાયેલા વાળ તારા ચહેરા આડા આવી જતા હોય અને તું એમને પોતાના એક હાથની અંગળી વડે કાનની પાછળ મૂકી ને ફરી કામમાં પરોવાઈ જાય વાહ મન એક સિસ્કારી કરીને બેચેન થઇ જતું. તારી એ લહેરાતી કમરને હું જોઇને જાણે આભો બની જતો એમાય તું એ સાડીનો પલ્લું ખોસી આમ લટકમટક ચાલતી મારા મન પર જાણે કરંટ દોડી જતો અંદર સુધી જાણે દાઝી જતો પણ હું બસ કઇના કરી શકતો.
કદાચ મેં કઈ પાપ કર્યું હોય એવાય બે ચાર કિસ્સા મને હજુય યાદ આવે છે કદાચ તારાથી છુપાવી હું કોઈ ગુનો કરતો હોઉ છું એવું લાગવાથી મારે તને કહી દેવું જોઈએ એમ સમજી અહી બધુજ તને જણાવી દઉ છું. મારી આવી નઝર બદલ મને માફ કરજે પણ શું કરું તારામાં એવું શું હતું એ મને આજ સુધી સમજાયું ના હતું જેના આગળ હું કઇજ કાબુના કરી શકતો. જયારે પણ તું ઘરમાં નમીને પોતું કરતી હોય અને કામમાં વ્યસ્ત હોય ત્યારે તારા એ શરીરના ઉભારો અને ઉપસેલા આકારોમાં જાણે ખેચાઈ જતો, તારા પલ્લું ખસવાનો જાણે મારું મન વાટ જોતું એક વિચિત્ર આકર્ષણ હતું એ કદાચ સારુંના કહેવાય, પણ એ તારા બે ઉભારો વચ્ચે બનતી રેખાઓ મારા મનને તડપાવી નાખતી, મનેતો જાણે કમજોર કરી મુકતી હું મારા મનને મક્કમ કરી લેતો અને મારૂ ધ્યાન ત્યાંથી હટાવી લેતો પણ શું કરું મારા પર જાણે મારો પોતાનોજ કાબુ હવે રહ્યો ના હતો. કેટલીયે વાર હું ચોરી છુપે તારા એ યૌવનને પણ માણી લેતો તારી પરવાનગી વગરજ તારા વિષે આવા વિચિત્ર સપના પણ જોઈ લેતો કદાચ મારું મન મને આવું કરવા મઝબુર કરતુ હશે.
તને જયારે મલમ લગાવવા બેઠેલો અને તું ક્યાય ખોવાઈ ગઈ હતી શું કહું મારો હાથ છેક કમર સુધી સરકી ગયો હતો. એ સમયે મારી સામેની તારી એ ખુલ્લી પીઠ મને એટલો પીગળાવી ગઈ અને એમાય તું આમ રોમાંચિત થઇ ગઈ મારા હાથને હું ના રોકી શક્યો એ તારા પીઠથી સરકીને તારી કમર સુધી આવી ગયેલો. અને કદાચ હું મારી મર્યાદા પણ ભૂલી જાત અને મારા હાથ તારા શરીર પર વધુ સરકે એ પહેલાજ મેં તને જગાડી દીધેલી. અને જયારે તું આમ મારા રૂમમાંથી નીચે ઉતરતી ત્યારે પણ તારાએ ઉછળતા એ ઉપાંગોને જોઇને જાણે ખીલી જતો કદાચ આ મારી અંદરની વિજાતીય અથવા વિકૃત સંવેદનાઓ મારી પાસે આવું વિચારાવડાવતી હોય પણ જે હોય એ યોગ્ય તો નથીજ પણ તને કહેવું મને જાણે ઉચિત લાગ્યું મને માફ કરજે તારા વિશેના આવા અનૈતિક વિચારો બદલ. પણ જેવો હું તને આજે બતાવું છું એવો હું પેલા ના હતો કદાચ આજ સુધી મેં આવા વિચારો કોઈના માટે કર્યાજ ના હતા તું પ્રથમ વ્યક્તિ છે જેના વિષે હું આટલું બધું વિચારી રહ્યો હતો.
કેટલાય સપના હતા તારાથી મારા, તારા ચહેરા પર હું હમેશા સ્મિત રેલાતુજ જોવા માંગતો અને હમેશા વિચારેલું કે એ સ્મિત મારા જીવતે જીવ ભૂસાવા નઈ દઉ પણ કદાચ મારા સપના મેં પોતેજ તોડી નાખ્યા. તને મેળવવામાં હુજ મોડો પડ્યો હતો. તારા મુખ પર ઉપસતી એક પણ ચિંતાની રેખા મારા મનને તડપાવી દેતી હતી બારેમાસ તને હસતા જોવાના મારા ઓરતા મને બેચેન કરી મુકતા હતા પણ સાથો સાથ તારી મર્યાદાના બંધનો મને રોકી લેતા હતા. ક્યાંક મારી હરકત તારા મુખ પર ચિંતાના વાદળોના રેલાવી દે અને હું મારીજ જાતને માફ ના કરી શકું એજ ડરથી ચુપ થઇ જતો હતો. હૂતો બસ તને પેલાની જેમજ હસતા રમતા, ખેલતા કુદતા તારા એ નિર્દોષ બાળપણને અને એ મસ્ત મીઠાસને માણવા માંગતો હતો. તારા એ દિલના વિશાળ મહાસાગરમાં ડૂબવા ના મળે પણ એક વાર એના કિનારે બેસી મારા બંને ઉગાડા પગે એના કિનારે આવતા મોઝાના સ્પર્શને માણવો હતો. એના કિનારા પર લહેરાતા મોઝાઓના વિસ્તારમાં ગાંડાની જેમ અળોટવું હતું બસ મારે તારા અહેસાસમાં જીવવું હતું. એક પાગલ વ્યક્તિની જેમ બસ તારી સામે બેસી જવું હતું તને જોયે રાખું અને અંદરો અંદર હસતો રઉ એવીજ મારી તમન્નાઓ હતી. પણ કદાચ તને શોધવામાં, સમજાવવામાં અને તને પામવામાજ મને વખત લાગી ગયો હું મોડો પડી ગયો ને ?
યાદ હશે તને કદાચ જ્યારેતું મારા રૂમમાં ઉપર મને ચા આપવા આવતી તું મને ચા પીવા માટે બોલાવતી પણ હું એને જાણી જોઈને અવગણી દેતો કે જેથી તું તારા એ મધુર અવાજમાં ફરી એક રણકો કરે. તને શું ખબર કે તારો એ મીઠો સાદ સંભાળવાજ તો આવું કરતો પણ પછી તું ક્યાંક ગુસ્સે ના થઇ જાય એમ વિચારી તરતજ દોડી આવતો કારણ કે તું ખીજાય કે તું ગુસ્સે થઇ જાય એતો મારાથી કેમ સહેવાય. જયારે હું અને અંકલ જમવા બેસતા અને તું જમવાનું પરોસતી ત્યારે તારા વાળની લટ તારા એ નિર્દોષ ચહેરા પર એક નાના બાળકની જેમ ઊછળકૂદ કરતી અને તું કોઈ મીઠો છણકો કરતી હોય એમ એને તુરંત કાનની પાછળ સરકાવી દેતી હતી. તારી આ અદા પણ મને દીવાનો કરી જતી મારા ચહેરા પર એક ખુશીની લહેર છવાઈ જતી. તારો એ ટૂંકો સાથ પણ મને જાણે મારા કેટલાય જન્મોની ભૂખ ભાગી જતી હોય એવું લાગતું હતું.
તારી એ પ્રથમ વખતની ચા કદાચ મારી પ્રથમ ચા હશે કારણ કે હું કદીયે ચા નહતો પીતો પણ તારા આગ્રહને નકારી ના શક્યો અને મારા શબ્દો પણ મારો સાથ છોડી ચુક્યા હતા. એ ચા જાણે સીધી મારા દિલના એ મધસાગરમાં એક ભરતીની જેમ ખાબકી અને એનો નશો મને મદિરાની જેમ પાગલ બનાવી ગયો. પછીતો એ જાણે જરૂરી બની ગઈ એક સમય પાણીના મળે તો ચલાવી લેવાય પણ તારા હાથની ચા તો જોઈએજ. તને જોવા માટે મારે કોઈપણ બહાનાની જરૂર ના પડતી હું ગમે ત્યારે તને જોતો અને તારામાં ખોવાઈ જતો. તારા એ મુખમંડળને જોઈ રહેવામાંય મને જાણે એક અલગજ આનંદ અનુભવાતો હતો એને ભલે પ્રેમનો કહું કે ભાવનાઓનો એ કદાચ એટલો કામણગારો હતો કેમ કરીને કહું જાણે એક જંગ છેડાઈ જતી જયારે પણ તને હું જોતો. મારા દિલની સેના જાણે તારા રૂપમાં હારી જવા માટેય સદંતર તૈયાર રહેતી હતી તારી હાજરી પ્રાણવાયુંના જેમ મને તડપાવી દેતી હતી.
તને ખબર છે એક સવાલ થઇ આવે છે એટલા શ્રીમંત છે મારા પિતા પણ જાણે તારા વગર મારું જીવન એક લાચાર અને ગરીબ જેવુ છે જાણે મારી અરબોની સમ્પતિ પણ તારી એક પળની ખુશી ખરીદવા સમર્થ નથી તો પછી તુજ કે એ સંપતિ મારા શું કામની ? તુજ કે મારી એ અઢળક સંપતી તને તારી ખુશીઓ આપી શકે ખરા ? મારા માટે તને લાવી આપે ખરા ? મારા માટે તારા વતી મને બોલાવ્યા કરે ખરા ? મારા મતે દુનિયામાં ધનાઢ્ય હોવુજ જરૂરી નથી મારા માટે તો વિજય મારા કરતા વધુ ધનાઢ્ય છે અને વધુ નશીબદાર પણ. કારણ કે એની પાસે તું છે સોનલ એક અનમોલ રતન જેવી છે તું પણ એના જેટલો નશીબદાર નથી કદાચ એટલેજ તને મેળવી ના શક્યો પણ શું કરું કિસ્મતના ખેલ છે બધા બીજું શું...?
ખબર છે આજે મને એક વિચાર આવ્યો હતો કે મારી તમામ સંપતી અને મારા પિતાએ મારા માટે એકત્ર કરેલી બધીજ ધન દોલત પણ વિજયને સોપી દઈને, પણ તને માંગી લઉં કદાચ આનાથી વિજયને તો પત્નીઓ મળી રહેશે પણ મને મારી સોનલતો નઈજ મળેને ?. પણ પછી અચાનક મને મારા મને રોકી લીધો તું મારા માટે અનમોલ છે એટલેજ તને ખરીદી તારા મોલ ઓછા કરવા નથી માંગતો. અને ખબર છે એક પ્રેમમાં મળતી વસ્તુ અને એક ખરીદેલી વસ્તુમાં ઘણો ફરક હોય છે. હું તને ચાહતો હતો એટલેજ કદાચ તારા મોલમાં કોઈ જાતનો ઘટાડો કે વધારો થાય એ મને પસંદ ના હતું મારેતો તું બસ જેમ છે એમજ હમેશા માટે જોઈતી હતીને ? મારે તારી પાસેથી બધુજ જોઈતું હતું અને એવું પણ સમાજ કે કઈજ નઈ. કદાચ મારી આ રીત તને ના પસંદ પડે અને તું રિસાઈ જાય કે ગુસ્સે થઇ જાય તો મારે શું કરવાનું બસ કદાચ એટલેજ હું મારા મનને સમજાવી લેતો હતો. કદાચ મારો આ વિચાર તને ના ગમે તો આવું વિચારવા બદ્દલ મને માફ કરી દેજે.
અને હા જો યાદ આવ્યું મારો સેલફોન પણ મેં મારી જાતેજ તારા પાસે મુકેલો અને જાણી જોઈ ભૂલી ગયેલો. મારા મનમાં હતું કદાચ મારી ના કહી શકાતી વાતો તું એના દ્વારા સમજી શકે પણ વાત જાણે મારા વિચાર્યા કરતા બિલકુલ અલગજ રીતે બની ગઈ અને મારો સેલફોન વિજયના હાથમાં આવી ગયો. મારી આવી વિચિત્ર ભૂલો અને હરકતો બદલ મને માફ કરજે પણ હું શું કરું મારા મનમાં ઉદભવેલો પ્રેમ અને લાગણીને કાબુ કરવી મારા બસમાં ના હતી કદાચ એટલેજ આવી ઘટનાઓ ઘટતી હશે.
એ દિવસે જયારે હું મારા પપ્પાને મળવા જયપુરના એરપોર્ટ પર ગયેલો અને મને આવવામાં મોડું થયું એવું કદાચ તને લાગ્યું હશે પણ તને ના ખબર પડી હોય એમ હું ત્યારે પણ ઘરેજ હતો. હું ક્યાય બહાર ગયોજ ના હતો પણ ઘરની છત પર બેસીને હું મારા પપ્પા સાથેજ સેલફોન પર વાત કરી રહ્યો હતો. તને ખબર છે પપ્પા સાથે પણ મેં બસ કલાક કે બે કલાક તારા વિશેજ વાતો કરી મારી આટલી વ્યગ્રતા જોઈ મમ્મી એ પણ મને તારી સાથે આવવાનો આગ્રહ કરેલો પણ છેવટે હમેશની જેમ મને મારા પપ્પાએ મંજુરી આપી દીધી. મારા બીજા સેલફોનનો કદાચ તને અંદાઝ ના હોય પણ મારી પાસે એક સિમ્પલ સેલફોન પણ હોયજ છે અને જયારે મારા એ સેલફોનની છાનબીન પછી વિજય તારા પર જેમ ચીલ્લાયો હતો ત્યારે પણ હું ત્યાજ હતો. મને કઈક શક તો ગયેલો પણ હું નીચેના આવ્યો અને ત્યાજ છુપાઈને બધું જોવા લાગ્યો હતો. એને તારી સાથે જે વ્યવહાર કર્યો મને જરાયના ગમ્યો પણ હું કઈ બોલવાની જગ્યાએ ત્યાજ ઉભો રહ્યો મેં બધું મારી નઝરો સમક્ષ જોઈ રહ્યો હતો. કારણ મારો ડર ના હતો પણ બસ તારા જીવનમાં વધુ સમસ્યાના પડે કદાચ મારી તારા પ્રત્યેની એ ચિંતાજ મને રોકી લેતી હતી. કદાચ મારી અંદરની કશ્મકશ એની સાબિતી હતી કે મારા દિલની એ સમયની વાત મારે કોને કહેવી અને કોને નઈ કદાચ હું એજ ના સમજી શકતો બસ એ સમયે પણ જાણે તું એકજ મારી હતી.
મને વિશ્વાસ હતો કે તું બધું છુપાવવાની દરેક અથાક કોશિશ કરીશ અને મારો એ વિશ્વાસ પણ સંપૂર્ણ પ્રકારે સચોજ હતો કેમ સાચુંને ? તે તો ભલે મારાથી બધીજ વાતો છુપાવી પણ મારે કેમ કરીને છુપાવી એના માટે દિલ અને મન વચ્ચે એક ગજબની જંગ જામી જતી હતી. કદાચ તારી વાતો માટે તારે એમાં અંગતતા છુપાવવી પડતી હોય હું તારી એ વાતોને સમજી શકતો હતો પણ મારા મનને આ બધું કેમ કરીને સમજાવવું યાર તુજ કે શું આ બધું આશાન છે ? પણ સાચું કેજે એ દિવસે વિજયે તારી સાથે જે કઈ પણ કર્યું એનું એક માત્ર કારણ હુજ હતો ને ? તને ખબર છે તારા નાના મોટા દરેક જખ્મોની મને બધીજ ખબર હતી પણ હું એટલે અજાણ હતો કારણ મારે બસ તારા મુખેથી બધું સંભાળવું હતું પણ તું કદાચ ના બતાવી શકી. મેં તો ત્યારે પણ તને પૂછવાની કોશિશ કરેલી પણ તારો એ પ્રથમ સ્પર્શ હતો જે મારા દિલમાં ભળી ગયો અને બધું માંરા દિલના ખૂણાઓમાં છપાઈ ગયું. હું મારા અરમાનોને જાણે પ્રથમ વખત દાબતા શીખ્યો કારણ માત્ર તારી ગરિમા જાળવવાની મારી એ ઈચ્છા અને તારા સર્વસ્વના ના દુખાવાની મારી લાગણીઓ મને રોકી લેતી હતી. પણ કદાચ તને પણ તારી બધીજ વાતો છુપાવવામાં તારી દુનિયાદારીની વાતો તને રોકી લેતી હતી અને મારા પ્રેમને પણ તારી સામાજિકતા સમજવામાં અસફળ હતી.
તું ભલે આમ દોડીને નીચે ગઈ પણ મને ખબર હતી અને વિશ્વાસ પણ હતોજ કે તારું મન અંદરો અંદર તડપી રહ્યું છે. મને ખબર હતી કે તું ફરી મને જમવાના કે બીજા કોઈ બહાને તું મળવાનીજ હતી અને તું જમવાનું આપવાના બહાને ફરી આવી કદાચ એટલેજ હું મલમ લઈને તારા ઈન્તજારમાં બેઠો હતો. મને તો ઊંડે સુધી એવો વિશ્વાસ હતો કે તું ફરી આવિનેય તારા દિલની વાત જરૂર કરીશ પણ કદાચ મને લાગ્યું જાણે હજુય કઇક ખૂટતું હશે તારામાં. અને જાણે ઉપરવાળાએ મારા દિલની મનોકામના સાંભળી લીધી જયારે હું તારી પીઠ પર મલમ લગાડવાના બહાને તારો એ અહેસાસ માણ્યો મારા અવા વિચારો બદલ કદાચ તને કઈ ખોટું લાગેતો મને માફ કરજે. પણ સાચી વાત કઉ તો તું એ દિવસે પણ જાણે મારા સ્પર્શમાં ખોવાઈને બધું ભૂલી ગયેલી હુય કદાચ આગળ વધવાની કોશિશ કરત પણ ખબર છે તારી આમ તન મનની શરણાગતી સ્વીકારવા છતાય તારી દુનિયાદારી મારા મનમાં ખૂંચતી રહી. એટલેજ એ દીવસ પણ વાત કઈ ખાસ આગળના વધી શકી મારે તને જગાડવી પડી અને કદાચ તારા મારા પ્રત્યેનો વિશ્વાસ ના તૂટે એની મેં કાળજી લઇ લીધી. ખરેખર એ મારો સારો હોવાનો દેખાવ ના હતો પણ બસ તારા પ્રત્યેનો પ્રેમ હતો. હૂતો આમ પણ તને શારીરિક કરતા માનસીક અને ભાવનાત્મક પ્રેમ વધુ કરતો હતો મારો ધ્યેય તને ખુશ અને હસતા જોવાનો હતો.
[ વધુ આવતા અંકે ... ]
લેખક ;- સુલતાન સિંહ
સુચન આવકાર્ય ;- ૯૯૦૪૧૮૫૦૦૭ [ whatsapp ]