Life is Celebration in Gujarati Motivational Stories by Poojan N Jani Preet (RJ) books and stories PDF | Life is Celebration

Featured Books
Categories
Share

Life is Celebration

લેખક વિશે :-

પૂજન નીલેશભાઈ જાની ભુજ કચ્છના વતની છે. હાલમાં તેઓ વડોદરાની પ્રતિષ્ઠિત M.S.UNIVERSITY અ એન્જીનીયરીંગ નાં ૨ જા વર્ષમાં અભ્યાસ કરે છે. ધોરણ ૧૨ નાં વેકેશન થી જ કાઈક નવું કરવાની અદમ્ય ઈચ્છા તો હતી જ, જે જન્મભુમી અખબાર જૂથના કચ્છ વિભાગના દૈનિક કચ્છમિત્ર નાં સહકાર થી સાકાર થઇ. દોઢ વર્ષમાં આશરે ૧૫ જેટલા લેખો પ્રસિદ્ધ કરી આગળ વધવા પ્રોત્સાહન આપ્યું, એ માટે કચ્છમિત્ર નો અંત:કરણ પૂર્વક આભાર માનું છું.

આમ તો, એન્જીનીયરીંગ અને સાહિત્ય સમંદર નાં બે કિનારા છે, પણ આ બંનેના સુભગ સમન્વય થી જ સાહિત્ય જગતમાં પા-પા પગલી માંડી રહ્યો છું. વાંચવાનો, ફિલ્મોનો ગંદો શોખ અને નવું જાણવાની ઇચ્છાએ આ શોખ ને પંખો મળી છે.

અત્યાર સુધીની માતૃભારતી ની યાત્રાએ, મિત્રો, સગસબંધી તથા જાહેરજીવનમાં એક અણધાર્યો વળાંક જોવા મળ્યો છે. આ યાત્રામાં જોડાવા બદલ આભાર.

આ સાથે આભાર મારી સૌથી ખાસ મિત્ર અને મારી બહેન ભાવ્યાનો જે ક્યારેય મારા લેખો નથી વાંચતી પણ હંમેશા ટાઈપીંગ અને ભાસશુધ્ધી માં સાથે રહે છે.

Facebook : n. jani

jawanizindabadonlinearticleseries

Email :

Whatsapp : 7874595245

લાઈફ ઇઝ સેલીબ્રશન

તરછોડ્યો જ્યારે આપે, હસવાનું મન થયું,
બોલાવ્યો જ્યારે આપે, રડવાનું મન થયું

ખોળામાં જ્યારે આપનાં માથું મુકી દીધું,
સોગંદ તમારાં, ત્યાં ને ત્યાં મરવાનું મન થયું

દિલને મળ્યું જે દર્દ, તે ઓછું પડ્યું હશે !,
નહીંતર ફરી કાં આપને મળવાનું મન થયું ?

દીઠી જ્યાં મસ્ત ઝૂલ્ફ ને ચકચૂર આંખડી,
તૈબાને ઘોળી, પ્યાલીઓ ભરવાનું મન થયું.

ડૂબ્યો નથી ‘અમર’ ને ડૂબાડ્યો છે કોઈએ,
નહીંતર કાં એની લાશને, તરવાનું મન થયું ?

......અમર પાલનપુરી (સંભવત)
જીવન એટલે શું એ સવાલ તમને હું પૂછું તો તમે એક જ જવાબ આપશો કે ભાઈ જલસા એટલે જીવન. ક્યાં કઈ સાથે લઇ જવું છે 'કલ કિસને દેખા હે' એવી ફિલોસોફી બતાવનાર કેટલા મળશેએ અંદાજો પણ લગાવી શકાય કેમ બધા એવું જ બોલે છે આનાથી આગળ જઈએ તો ગમે તેને પૂછો કેમ શાંતિને તો મળતો જવાબ હમેશ હકાર જ આવશે..... તો પછી આટલું ડિપ્રેસન દુનિયામાં ક્યાથી આવ્યું એ મુદાની વાત છે. લોકો કઈ વાતમાં ખોટા એ વિચારવું રહયું......
લાઈફને સેલિબ્રેટ તો મને તમને બધાને કરવી હોય. હમેશા ખુશી હોય કોઈ વરી નહીં. કોઈ ઉપાધી નહી ના કોઈ ઝંઝટ બસ એન્જોય અને એન્જોય.... પણ આ શક્ય છે ખરું? એટલી બધી easy છે આ મુસાફરી કે જેમાં કોઈ બાધા ન હોય. જવાબ છે પણ term and conditions રૂપે પેલું સ્ટાર સાઈડ ઉપર હશે જેને scroll કરી નીચેની શરતો વાંચવી પડશે તો કઈ મેળ પડે એમ છે પણ આપણે નીચે સુધી જવામાં ક્યાં રસ છે. અમને તરત વાનગી રેડી જોઈએ સ્ટેપ ન જોઈએ...
આપણ વડીલ મૂર્ધન્ય લોકોએ વારંવાર કહેતા હોય છેે આ ભવસાગર તરવો એ નાની વાત નથી કેટ કેટલું સહન કરવું પડે છે ઝેર તો પીધા જાણી જાણી જેવી સ્થિતિ છે અહીં તો મરી મરી જીવવું પડે છે સાહેબ...... આવી પરિસ્થિતિ તો આવે એની નાં નહીં પણ ખાટલે મોટી ખોટ એ છે કે જો આવી પરિસ્થિતિમાં કોઈ જુવનીયો મજાથી રહે,ક્યાંક થોડી મસ્તી કરે તો તેને બેજવાબદારનું સ્ટેટ્સ આપી દેવાય છે અને ઘણી વખત તેને અવગણી દેવાય છે એટલે ફરજીયાત પેલાને ગંભીર હોવાનો ડોળ કરવો પડે છે અને અહીંથી જ આપણે life શું છે એ કેમ જીવાય એ ભૂલી જીઇએ છીયે અને પછી પાછું ખુશ રહેવાનો ડોળ કરીને જાતને છેતરી દઈએ છીએ..
જીવનને એટલું કોમપ્લીકેટેટ બનવી દઈએ છીએ કે પછી આપણે પોતાની ખુશી માટે બીજા પર આધાર રાખવો પડે છે. મારા પતિને શું ગમશે, પત્ની કેમ રાજી રહેશે.. મારી ગર્લ friend માટે શું કરું તો આજે એ રાજી રહેશે ...આજે આ ટોપ પહેરું તો પેલો મારી સામે જોશે અને આવું કેટલું બધું કરીયે છીયે કે જેનાથી બીજા રાજી થાય આ રાજી કરવામાં પણ કોઈ વાંધો નથી જો આપણે નિસ્વાર્થ ભાવે કામ કરીયે પણ આપણે તો કઈ મળે તો કરવા વાળા છીયે અને પછી life કોઈ કાળે જીવવા જેવી નથી રહેતી. બીજાને પોતાની ચાવી આપવાથી આપણે ફાઇનલી દુઃખ જ મળે છે કેમ કે કોઈ પણ વ્યક્તિ બીજાને સંપૂર્ણ સમજી શકે એટલી કાબેલ નથી.
રવિશંકર મહારાજએ એક વાર એવું કહેલું કે જયારે કૃષ્ણના પગમાં પારધનું તિર વાગે છે ત્યારે પારધી પૂછે છે "ભગવાન કઈ સંદેશો અપવાનનો હોય તો કહો હું પહોંચાડી દઈશ" ત્યારે કૃષ્ણએ કહ્યું "હવે હું થાક્યો અવતરીને એટલે સંદેશો ગીતામાં જ આપી દીધો છે" '
માણસે પોતાનો ઉધ્ધાર જાતે કરી લેવો કોઈ કોઈનો ઉધ્ધાર નથી કરી શકતું' જો સ્વયં કાનો આમ કહી દેતો હોય તો હવે આપણે કોની પરવાનગીની જરૂર છે. બીજાનો વિચાર કરવો એ બાબત સારી પણ બીજાનો જ વિચાર કરવો એ બાબત ખોટી કેમ કે એમાં કોઈનું ભલું નહીં થવાનું. તળાવમાં લિલ બાઝી હોયને હાથ ફેરવો તો પાણી ચોખ્ખું થાય પણ જો હાથ લઇ લઈએ તો? આ બાબત વિચારી જોજો
લાઈફને સેલેબ્રેટ કરવા આપણે પોતાના માટે જીવવું પડશે લવ વિથ યોર સેલ્ફ ભલે દુનિયા સ્વાર્થી કે કપટી કહે પણ તમને તો તમારી જાતને એવી રીતે લેવાની કે જાણે તમે કોઈ વિશિષ્ટ વ્યક્તિ છો ,તમે જ છો કે જે તમને ખુશ કરી શકે છે. જાત સાથે પ્રેમ એટલે સૌથી મોટી પ્રામાણિકતા. જો પોતાની જાતને વફાદાર હશો તો કોઈ દિવસ તમે ખોટા માર્ગ પર નહીં ચડો કેમ કે દરેકમાં ઈશ્વર તત્ત્વ છે જે હંમેશા ક્યાંક તો પોતનો ભાગ ભજવે જ છે.
પોતાની જાત સાથેનો પ્રેમ એટલે શું? એ પણ સમજવું એટલું જ અગત્યનું છે કેમ કે પોતની જાત જોડે પ્રેમ એટલે કઈ દર્પણ સામે આખો દિવસ ઉભા રહી જોંયા કરવું અને લાડા લાડીની માફક તૈયાર થવુંએ નહીં હો.આ પ્રેમ એવો હોય છે જેમાં તમને લોકો પાગલ કહેશે અરે સ્વાર્થી પણ કહી દે તો પણ નવાઈ તો નહીં જ કેમ કે તમને બીજા કોઈની લાઇફથી કનેકશન હશે જ નહીં જોબ્સ પણ કહી ગયા કે "તમારી જોડે સમય ઓછો છે માટે જ બીજાની જિંદગી જીવવામાં સમય ન વેડફી કાઢો". પોતાની જાત સાથે વિતાવેલી એક એક સેકન્ડનો સરવાળો થશે અને એક દિવસ તમે ઇતિહાસ બનાવી દેશો આ વાત નક્કી છે.
આ સામે એક વાત એ પણ છે કે જે વડીલો બહુ બોલતા હોય છે કે પોતાની માટે તો પશુ પણ જીવી બતાવે બીજા માટે જીવે તે માણસ બાકી તમારા અને પશુમાં શું ફરક?ત્યારે એક વાત કહેવાનું મન થાય કે જયારે જીવન મોજથી જીવવું હોય,જીવન એક ઉત્સવની માફક જીવવું હોય તો આ વાત શક્ય નથી કેમ કે કોઈ પોતાની જીંદગીમાં અન્યની હાજરી સ્વીકારી નથી શકતા સિવાય કે પેલાની ટેવ પૂછી પૂછીને જીવવાની હોય તો અલગ વાત છે અને એને માણસ જાતમાં સમવવો એમાં પણ શંકા ઉપન્ન થાય એ અલગથી.....
એવા પણ લોકો મળે કે જે પોતાની શરૂઆત તો કરે સરસ પોતા માટે જીવે પણ ખરા અને જગતને સારું એવું આપી પણ જાય ખરા જેથી દુનિયા યાદ રાખે પણ પછી અમુક રૂપિયા કમાઈ પોતાની લીલા સંકેલી લે અને નિવૃત્ત થઇ જાય. આ વ્યક્તિ માટે રૂપિયા એક લિમિટ બાંધી દે છે જેથી આગળ વધવાની લાયકાત હોવા છતા ત્યાં જ રહી જાય છે. આપણે આવા લોકોમાં આવીયે તો કાંઈ ગુનો નથી પણ રૂપિયા હંમેશા બીજા નંબરની જરૂરીયાત હોવા જોઈએ અને કામ હંમેશા પ્રથમ.. અને તો જ લાઇફ ખરા અર્થમાં મોજથી પસાર થશે.
જો કૃષ્ણે મામા કંસને મારી મથુરનું રાજ લીધું હોત તો સોનની દ્વારકા બની જ ન હોત. તો કદાચ આજે તે પૂજાત પણ નહીં.... "
તમે તમારા જીવનને સાચી રીતે જીવી
રહ્યા હશો તો તમારી જોડે ઘણી કથા
કહેવા માટે" -દોસ્તોયેત્સ્કી

  • Poojan n. jani