Tujako Chalna hoga - 2 in Gujarati Motivational Stories by Hardik Raja books and stories PDF | તુજકો ચલના હોગા ૨

Featured Books
  • साथिया - 106

    "माही मेरे साथ चलोगी..?" अक्षत ने उसके पास आकर पूछा।" कहाँ ज...

  • तमस ज्योति - 39

    प्रकरण - ३९जब मेरे पापा का फोन आया तभी मैंने तय कर लिया था क...

  • रावी की लहरें - भाग 23

    गुबार   “पापा आ गए, पापा आ गए।" कहते हुए दिवाकर क...

  • सतरंगी तितली

    सतरंगी तितलीकार्तिक स्कूली जात रहलन। रस्ते में एक ठे प्लास्ट...

  • We Met - 2

    Call पे एक लड़का किसी से बात कर रहता Call की दूसरी तरफ से आव...

Categories
Share

તુજકો ચલના હોગા ૨

તુજકો ચલના હોગા – ૨

ગયા વખત ના લેખ માં મે શ્રી કૃષ્ણ ભગવાન એ ગીતાજી માં જે કર્મ ને પ્રાધાન્ય આપવાની પ્રેરણાત્મક વાતો કહી છે તેના વિશે લખ્યું છે. પરંતુ કર્મ કરવા માટે ઘણા લોકો રાહ જોયા રાખે છે મેં તેમાં કહ્યું તેમ કે, આમ થાય પછી તેમ કરીશું, તેવા ક્યાં ચોક્કસ સમય ની રાહ જુઓ છો ?, એવો કોઈ માણસ આખી દુનિયા માં નથી જે તમારી મદદ કરી ને તમને મુઠ્ઠી ઉચેરો માનવી બનાવી દે. તેના માટે તો તમારે જ આગળ વધવાની તૈયારી કરવી પડે. આ પેલા જેવું છે કે “સખત પરિશ્રમ નો કોઈ વિકલ્પ નથી” દરેક મનુષ્ય ઈચ્છે છે કે તે જીવન માં આગળ વધે. લોકો મોટી મોટી સફળતાઓ ના સ્વપ્નો દેખે છે. મોટી મોટી કલ્પનાઓ કરે છે મોટા ભાગના લોકો જીવન માં બાહ્ય ક્ષેત્ર માં નામ, મોટાઈ, ઉચ્ચપદ વગેરે માટે પ્રયત્ન કરતાં હોય છે. પરંતુ થોડા ઘણા જ એમના લક્ષ્ય માં સફળ થાય છે તેવું શા માટે ખબર છે? કારણ કે તે લોકો સ્વપ્ના જોવા માં ખુબ મોટી મોટી વાતો કરે છે. પોતાના સ્વપ્નાઓ બીજાને બતાવ્યા કરે છે ટૂંકમાં, સ્વપ્નાઓ જ જોયા કરે છે. પરંતુ તેને તેની પાછળ પડવું જોઈએ. સ્વપ્ના જુઓ તેમાં ના નથી, પણ સ્વપ્ના પુરા કરવા માટે પણ સમયસર જાગી જવું પડે. માત્ર વાતો કર્યે કશું થતું નથી. સફળતા માટે પરિશ્રમ જ પારસમણી છે. એટલે વાતો જ ન કરો, કામ કરી ને બતાવવામાં મોજ છે નરેન્દ્ર મોદી પણ કહે છે કે “કામ કરવાનો ક્યારેય થાક લાગતો નથી, કામ ન કર્યા નો થાક લાગે છે. કામ કરવાની તો ખુશી હોય છે, જેમ જેમ કામ કરીએ છીએ તેમ તેમ ખુશી માં વધારો થાય છે અને મંઝીલ ક્યારે આવી જાય તેની ખબર પણ પડતી નથી.”

અસફળતાઓ ના આઘાત થી નિરાશ થઈને બેસી રહેવું એ સૌથી મોટી કાયરતા છે. અસફળતાના સમયે જ મનુષ્ય ની ધીરજ, સાહસ અને લગન ની કસોટી થાય છે.જે આ કસોટી માંથી પર ઉતરે છે તે જ વાસ્તવ માં સાચો પુરુષાર્થ છે સફળતા જીવનમાં હંમેશા વિના મુશ્કેલી એ મળતી જ જાય તો એ આનંદ નો વિષય નથી. અસફળતાનો આઘાત સહન કર્યા વગર મનુષ્ય ઘડાતો નથી.

ઘણા લોકો મહેનત કરવાનું શરુ તો કરે છે પણ કઈ ને કઈ બહાના બતાવી તે નિષ્ક્રિય થઇ જાય છે. એટલે, બહાના ન આપો. બહાના આપશો તો સફળતા મળવાની નથી. કોઈ પણ કાળે આપણે આપણા કામ માં એકાગ્ર થઇ કામ સારી રીતે કરવાનો ઉત્સાહ રાખવાનો હોય છે. બહાના આપવાથી માણસ ને દરેક વખતે બહાના ની જ ટેવ પડી જાય છે. તેના બદલે તેવું જ વિચારી લો કે “જે પરિસ્થિતિ હોય તે પણ, આ પરિસ્થિતિ માંથી મારે સફળતા મેળવવાની છે તેમાં મને કોઈ રોકી નહિ શકે”

સતત ક્રિયાશીલ રહેવું તે જ સફળતા નો આધાર છે જે નિષ્ક્રિય છે, જે કશું નથી કરતો, હાથપગ નથી હલાવતો, આળસમાં પડ્યો રહે છે તે વાસ્તવિક અર્થ માં જીવતો કહી શકાય નહી. તો પછી એ સફળ કેવી રીતે થશે? અહિયા તો એવું કહેવામાં આવ્યું છે કે “ઊંઘ માં પણ હાથપગ હલાવતા રહો, નહીતર આ દુનિયા તમને પણ મૃત સમજી લે તેમ છે” એટલે ટૂંકમાં એમ કે પોતાને જિંદગી માં જે મેળવવાનું છે તેના પ્રત્યે જ ધ્યાન આપો, તેમાં જ સક્રિય રહો. અબ્દુલ કલામ પણ કહેતા કે, “સપના વો નહિ હૈ જો આપ નીંદ મેં દેખે, સપને વો હૈ જો આપકો નીંદ હી નહિ આને દે.”

સપના જોવા, કોઈ કામ ની યોજના બનાવવી, મોટી મોટી વાતો વિચારવી એ એક વાત છે અને એમને વાસ્તવિક જીવન માં કાર્યો દ્વારા અભિવ્યક્તિ કરવી એ બિલકુલ બીજી વાત છે. મોટા ભાગના લોકો સૌથી મોટી ભૂલ એ કરે છે કે પોતાની બધી શક્તિ ફક્ત વિચારવામાં તથા યોજના બનાવવામાં લગાડી દે છે. એમને મહેનત કરવાની ટેવ જ હોતી નથી. તે હાથપગ ના કામ થી દુર ભાગે છે. તેઓ હજાર વાતો કરશે, પરંતુ કામ બિલકુલ નહિ કરે. દુનિયા માં કામ ની જેટલી જરૂર છે. એટલી વાતચીત કરવાની કે યોજનાઓ બનાવવાની નથી. એટલે, સપના જરૂર જુઓ, અને મોટા જ સપના જુઓ કારણ કે, નિશાન ચૂક માફ નહિ માફ નીચું નિશાન. પરંતુ, સ્વપ્નું જોઈ, ધ્યેય નક્કી કરી કામે વળગી જાઓ. નેપોલિયન કહ્યા કરતો હતો,” મારી સાથે કોરી વાતો નાં કરશો, કામ કરીને દેખાડો. મને કામ ગમે છે, નક્કર, જીવતું જાગતું, મર્દાનગી નું કામ, વાતો નહિ મારે કામ જોઈએ.”

વેદો કહે છે કે “હે મનુષ્ય ! તું તારા જમણા હાથ થી પુરુષાર્થ કર, ડાબા હાથ માં સફળતા મળવી નિશ્ચિત છે “

લક્ષ્ય પૂરું કરવા માટે પોતાની બધી શક્તિઓ દ્વારા પરિશ્રમ કરવો એ જ પુરુષાર્થ કહેવાય છે. મુશ્કેલીઓ આવતા તે ગભરાતો નથી. પુરુષાર્થી પુરુષ જ આ સંસાર નાં સુખોનો ઉપભોગ કરે છે. કાયર પુરુષ તો પોતાના દુઃખ નાં રોદણા રડ્યા કરે છે. મનુષ્ય નું ભાગ્ય બદલવા ની બધી શક્તિ પુરુષાર્થ માં ભરેલી છે ગમે તેવી વિકટ સમસ્યા હોય એનાથી ડરશો નહિ. એની સામે લડવાની શક્તિ પેદા કરો. તમે જરૂર સફળ થશો. નિરાશા નાં સમય માં મનુષ્ય ને પુરુષાર્થ જ સાથ આપે છે મનુષ્ય ધીરજ રાખે તો વિકટ પરિસ્થિતિ ઓ માંથી પણ રસ્તો મળી શકે છે. પ્રગતિ માર્ગના પથિકો મુશ્કેલી ઓ દુર કરવા માટે પોતાના પુરુષાર્થ નો આશ્રય લેવાનું વધારે પસંદ કરે છે. પુરુષાર્થ જ વીરપુરુષો નો સાચો મિત્ર છે.

વિપત પડે નાં વલખીએ, વલખે વિપત ન જાય,

વિપતે ઉદ્યમ કીજીયે, ઉદ્યમ વિપત ને ખાય.

ભાગ્ય બીજું કશું નથી. ગઈ કાલ નો પુરુષાર્થ જ આજ નું ભાગ્ય બને છે. તમે જે કઈ છો એ ગઈ કાલ ને લીધે જ છો. આ રીતે મનુષ્ય પોતાના પ્રબળ પુરુષાર્થ દ્વારા ભાગ્ય ને પણ બદલી શકે છે એમાં કોઈ શંકા નથી. Kbc 6 માં એક સરસ મજાની પ્રેરણાત્મક કવિતા આવી હતી તેની બે લીટી અહી લખું છું. કે, વિધિવિધાન કો પલટ દે, વો બ્રમ્હાસ્ત્ર જ્ઞાન હૈ, ઔર સિર્ફ જ્ઞાન હી આપકો આપકા હક દિલાતા હૈ. એટલે સમજદાર અને સ્માર્ટ માણસ એમ જ કહે છે કે નસીબ નું નિર્માણ માણસે જાતે જ કરવું પડે છે માણસ પોતે જ પોતાનો ભાગ્ય વિધાતા છે.

જીવન ની સફળતા અસફળતા પર આપણા વ્યવહાર ની નાની મોટી વાતોનો પણ ઘણો પ્રભાવ પડે છે જેમ કે સમય ને માન ન આપો, પ્રાયોરીટી વાઈઝ કામ ન કરો, રહેણીકરણી ની ખોટી રીત, એકાગ્રતા નો અભાવ, આવી વાતો વિઘ્ન બનીને નિષ્ફળતા ઉભી કરે છે. પરંતુ કરુણતા એ છે કે લોકો એમાં સુધારો કરતાં નથી. આદત થી મજબુર બની જાય છે. અને પોતાની સફળતાના કારણો બીજે શોધીને પોતાને છેતરવાનો પ્રયત્ન કરે છે.

ટુક માં કહું તો,” માણસે કોઈ વસ્તુ જોઈતી હોય અને જો તે એના માટે મહેનત ન કરે, પરસેવો ન પાડે તો બેઠા બેઠા એની ઈચ્છા કેવી રીતે પૂરી થશે? સફળતા મનુષ્ય નાં પરસેવાનું ફળ છે. આ વાત ક્યારેય ન ભૂલવી જોઈએ નહિ. મનુષ્ય માં દરેક પ્રકારની સફળતા મેળવવાની શક્તિઓ રહેલી છે, પરંતુ એનો ઉપયોગ મહેનત અને પુરુષાર્થ કરવામાં જ છે જે રીતે હંમેશા વહેતી નદી નું પાણી સ્વચ્છ તથા નિર્મલ રહે છે અને સરોવર નું બંધિયાર પાણી ગંદુ થઇ જાય છે, એવી રીતે મહેનતુ વ્યક્તિ ની શક્તિઓ સજીવ અને સાર્થક બને છે તથા આળસુ વ્યક્તિની શક્તિ નિર્જીવ બનીને નાશ પામે છે, નદીની જેમ હંમેશા સક્રિય રહેતી વ્યક્તિ પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરી જ લે છે.

શ્રી કૃષ્ણ ભગવાને અર્જુન ને કર્મ કરવા માટે કહેલી પ્રેરણાત્મક વાતો વિશે વાંચવા માટે “તુજ કો ચલના હોગા – ૧” વાંચી લો.

“સપને વો હોતે હૈ જીન સપનો મેં જાન હોતી હૈ,

પંખો સે કુછ નહિ હોતા, હૌસલો સે ઉડાન હોતી હૈ.”

  • હાર્દિક રાજા
  • Email –

    Mo – 95861 51261