Avdhav Part - 10 in Gujarati Short Stories by Nivarozin Rajkumar books and stories PDF | અવઢવ : ભાગ : ૧૦

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

અવઢવ : ભાગ : ૧૦

અવઢવ : ભાગ : ૧૦


એ પણ વિચારના ચગડોળે ચડી ગયો હતો ….આટલા દિવસની અવઢવ અને અનિશ્ચિતતામાંથી આજે મુક્તિ થશે એવું એને વાતનો ઉપાડ કરતી વખતે લાગ્યું હતું…પ્રેરણા એના એકરાર ..નિખાલસતા અને એના પરના વિશ્વાસને સમજશે ….અને આખી વાત હળવાશથી લેશે …પણ હવે એને કેવી રીતે અને શેની સાબિતી જોઈએ છે ? આટલા વર્ષે નિષ્ઠા ,વફાદારી ,લાગણી અને વિશ્વાસની સાબિતી હજૂ આપવાની બાકી છે ?

પ્રેમ હોય , નફરત હોય કે ક્ષમતા હોય….જ્યારે આપણે કશુંક સાબિત કરવા લાગી પડીએ છીએ ત્યારે સાબૂત નથી રહેવાતું…..કશુંક કોઇક ખૂણે વિખેરાતું , વલોવાતું કે તૂટ્તુ હોય છે….બહુ સુક્ષ્મ રીતે …. સાબિત કરવું પડે એ સંજોગો જ મારકણા હોય છે ….. !!

લાગણીનો સ્વભાવ કંઇક વધારે જ ચંચળ છે ….. કોઇ નવી વ્યક્તિના ઉમેરાવાથી સમીકરણો બદલાતા વાર નથી લાગતી…….!

એક ઘા નૈતિકના મન પર લાગ્યો જે હવે ઘારું બનવા જઈ રહ્યો હતો



પ્રેરણા પણ આ શાબ્દિક ઝપાઝપી પછી…..બોલતા બોલાઈ ગયું પણ પછી પોતાની જાતને કોસતી રહી … વર્ષોથી દબાવી રાખેલો ઉકળાટ બહાર આવી ગયો એટલે થોડોક ક્ષોભ એને પણ થઇ આવ્યો .છતાં દરેક સામાન્ય સ્ત્રીની જેમ ‘મને કોઈ સમજતું નથી’ એવું વિચારીને પણ પોતાના મનની વાત નૈતિક સમજે એવી અપેક્ષા પણ રાખતી ગઈ . ત્વરા એને હવે આ વયે શું નુકશાન પહોચાડી શકે એ તો એને પણ ખબર ન હતી પણ નૈતિકના જીવનમાં ત્વરા સાચે જ હોય એ કલ્પના પણ એના માટે અસહ્ય બની રહી હતી . તૃષા પાસેથી ત્વરા વિષે જે પણ સાંભળેલું હતું એ પછી એનું મન સતત પોતાની જાતની ત્વરા સાથે સરખામણીમાં લાગેલું રહેતું હતું. અને હવે અમદાવાદમાં એકલા રહેતા નૈતિક સાથે એ ક્યારથી જોડાયેલી હશે અને વધુ તો હજુ પણ આસાનીથી જોડાયેલી રહેશે એ વિચારે એ વધુને વધુ નારાજ થઇ રહી હતી …

બે સાવ અજાણ્યા જણની જેમ બેય એકબીજાની બાજુમાં સૂઈ રહ્યા…પાસા ફેરવતા રહ્યા …. સંબંધ જયારે કરવટ લે છે ત્યારે કરવત જેવા લાગે છે . ઉચાટ અને અશાંત મનો સાથે જ સવાર પડી …!!

પ્રેરણા દૈનિક કામોમાં લાગી તો નૈતિક આજે થોડા વધુ સ્વસ્થ લાગતા ધ્રુવ સાથે એની તબિયતની સંભાળ વિષે વાત કરતો રહ્યો . જુવાન થયેલા બાળકો પોતાના શરીર તરફ પોતે જ ધ્યાન રાખવું પડે એવી વાતો કર્યા કરી … અનુષ્કાને નૈતિકની ગેરહાજરી નથી ગમતી એનો પણ હમણાં કોઈ ઈલાજ નથી એવું એ સમજાવી શક્યો .પ્રેરણા સાથે ખપ પૂરતી વાત થઇ એટલે બાળકો સુધી આ ખટરાગ ન પહોંચ્યો . બીજા કામો અને મુલાકાતોમાં આખો દિવસ પસાર થઇ ગયો ….થોડોક ખાલી સમય મળતા આરામ કરવા એ રૂમમાં આડો પડ્યો ….એની પાછળ અંદર આવી એના કપડા પેક કરતી પ્રેરણા સામે એ જોઈ રહ્યો …કોણ વાત કરવાની પહેલ કરે એ રાહમાં ચુપકેદી વધુ સમય ચાલી . અંતે ભારેખમ મૌન તોડતા નૈતિકે કહ્યું ..
‘ હું તો કાલે જઈશ ….એકલી પડે ત્યારે બને તો એક કામ કરજે …તારી જાતને આટલા વર્ષોના મારા વર્તનનો હિસાબ આપજે ….મનમાંથી બધી જ નકામી વાતો ભૂંસી નાખજે અને ન્યાય કરજે …કાંઈ નહિ તો છેવટે તારી જાતને મારી જગ્યાએ રાખીને બેઘડી વિચારી લેજે ….કદાચ મારી લાગણી ..મારી સચ્ચાઈ તને દેખાઈ આવશે …!!’

આટલું બોલતા એની આંખોમાં ભીનાશ તરવરી આવી એણે અવળી બાજુ પડખું ફરી લીધું . …પ્રેરણાના મનમાં એક ચચરાટી થઇ ઉઠી …!!

લગ્નજીવનમાં ગેરસમજણ પ્રેમના નહિ….ખુલ્લા મને થતી વાતચીતના અભાવે …મૈત્રીના અભાવે સર્જાતી હોય છે .દરેક દંપતી સાચો અને સારો સાથી સામેવાળી વ્યક્તિ હોય તેમ ઈચ્છે છે .પોતાને ગમે તેવી રીતે સામેવાળી વ્યક્તિ વર્તે એમ ઈચ્છે છે …અને તકલીફ એ છે કે બંને એમ જ ઈચ્છે છે.

રાતે બસમાં બેસી એ અમદાવાદ જવા નીકળી ગયો ..હાથમાં રહેલા મોબાઈલ તરફ વારે વારે એની નજર રોકાઈ જતી ….ત્વરાને મેસેજ કરું કે ન કરું એવી અવઢવમાં એ ગૂંચવાયા કર્યો . પણ પ્રેરણાની તાકીદ એને અંદરખાનેથી જાણે ટોકતી હોય ….રોકતી હોય તેવું એને લાગ્યા કર્યું …. સારું થયું કે પ્રેરણાને ત્વરા અમદાવાદમાં જ છે એ કહ્યું નથી નહિ તો એ શું કહેત કે કરત એ વિચાર જ નૈતિકને વધુ ગુસ્સો અપાવવા માટે પૂરતો હતો .એ આખા રસ્તે પ્રેરણા અને ત્વરા વિષે વિચારતો રહ્યો …

તક ક્યારેય ખાલી નથી જતી એક જણ ચૂકે તો બીજો ઝડપી લે છે …સાચા સમયે તક ઝડપી ન શકવાની સજા માણસ આખી જીંદગી ભોગવ્યા કરે છે …. એ અફસોસ પર સમજદારીનું ચમકતું આવરણ ચડાવી લોકોને એ ચળકાટથી આંજી જાતને છેતર્યા કરે છે .

ત્વરા પ્રત્યેની લાગણી સમયસર વ્યક્ત કરવાનું તો ચૂકાઈ જ ગયું પણ પ્રેરણાના મનમાંથી એ અસુરક્ષિતતાનો ભાવ સમયસર દૂર કરવાનુંય ચૂકાઈ ગયું હતું . એ હવે આ સંજોગોમાં એક સારો ..વ્હાલો અને વર્ષો પહેલા ઈચ્છેલો એક સંબંધ હાથમાંથી સરી જશે એ ડરે નૈતિકને સમજાઈ રહ્યું હતું .

દરેક વખતે મૌન રહી સાચા સમયની રાહ જોયા કરનારને એ સાચો સમય વીતી ગયાનું ભાન બહુ મોડું થતું હોય છે .

‘આજે સોમવાર છે ..નૈતિક પાછા આવશે …પણ રાતે બસમાં બેસવાથી માંડી હજુ એક પણ મેસેજ ન આવ્યો ….પણ પ્રેરકની વાત સાચી છે ..મારે સામેથી વધુ પૂછપરછ ન કરવી જોઈએ ‘ ત્વરા પણ આવા વિચારોમાં અટવાઈ રહી હતી …

વિચારોને કોઈ મૂળ નથી હોતા … એમને કોઈ ઘર નથી હોતું …એટલે આડેધડ …ઝૂંડમાં આવીને બધું ખેદાનમેદાન કરી જતા વિચારો સાથે સંઘર્ષ કરવો ખુબ અઘરો પડે છે ….

ફરી જોડાઈ ગયેલા બે જણ ફરી પાછા અંતરથી અંતર જાળવી જાણે વિખૂટા પડવા લાગ્યા હતા …એવું બંને પક્ષે અનુભવાઈ રહ્યું હતું. બંને પોતપોતાની સામાજિક જવાબદારીઓ સમજી રહ્યા હતા. ત્વરા અને નૈતિક આટલા વર્ષો એમના જીવનસાથીઓને વફાદાર રહ્યા .હવે આ નાની હલચલ એમના લગ્નજીવનના કાંગરા ન ખેરવે એ માટે બંને સતર્ક હોય તે સ્વાભાવિક હતું . પણ નૈતિકના મનમાં પ્રેરણા તરફ ફરિયાદ સાથે એક અણગમો ઉમેરાઈ ગયો હતો. એના અહં પર ,એની સુઝબુઝ પર સીધો વાર થયો હતો .

ત્વરાએ આ નવા ઉભરી આવેલા સંબંધને પારિવારિક સંબંધ બનાવી જાળવી ડહાપણ કર્યું તો સામે પ્રેરણા એક સરેરાશ સ્ત્રી સાબિત થઈને રહી ગઈ . નિખાલસ બનવું ને નિખાલસતા સહી શકવી એ બંને હિંમતવાનનું કામ છે . પ્રેરકે ખરો હિંમતવાન સાબિત થયો .અને નૈતિક એના જ જીવનમાં બનતી ઘટનાઓ તરફ સાવ પ્રેક્ષક બની રહ્યો .

પણ નૈતિકના ગયા પછી પ્રેરણા ખાસી અજંપ રહી ..અંતે એણે તૃષાને ફોન લગાવી આખો ઘટનાક્રમ કહી સંભળાવ્યો .આટઆટલા વર્ષ પછી પોતાની મજાકને ગંભીર સ્વરૂપ આપી હિજરાયા કરતી પ્રેરણાને સાંભળી તૃષાને પ્રેરણાની રીતસર દયા તો આવી સાથે ગુસ્સો પણ આવી ગયો . એણે નૈતિક અને પ્રેરણાનો સુખી સંસાર જોયો હતો .પણ પોતાની એક નિર્દોષ જેવી લાગતી મજાકનાં કારણે બહારથી હસતો ખીલતો લાગતો એક પરિવાર વારે વારે ધારણાઓ અને વહેમોમાં સપડાતો રહ્યો હતો એ જાણી એણે પોતાની જાતને પણ ખુબ ટપારી લીધી …એને ખુબ જ અફસોસ થયો …પણ કોઈક કોઈકને કોઈક કાળે થોડું વધુ ગમ્યું હોય તે વાત આટલો મોટો ખટરાગ પેદા કરી શકે એ એના માનવામાં આવતું ન હતું એટલે એણે મનમાં આવી ફરિયાદ અને શંકા રાખીને જીવી રહેલી પ્રેરણાને એણે ઘણો ઠપકો આપ્યો .અને આવી રીતે નિખાલસતાથી ત્વરા સાથેની નવી દોસ્તીનો એકરાર કરનારા નૈતિકના અહં પર વાર કરવા બદલ ખુબ ખીજાઈ લીધું. તૃષા બરાબર સમજી હતી કે પ્રેરણાના આવા સ્વભાવ છતાં નૈતિકે છૂપાવ્યા વગર વાત કરી એ એની પ્રમાણિકતા હતી . અને આવી રીતે વાતને વળાંક આપ્યો એ પ્રેરણાની અસુરક્ષિતતાની લાગણી અને અપરિપક્વતા હતી. હવે બગડેલી બાજી સુધારવાનું કામ પ્રેરણાનું જ છે એમ એણે સ્પષ્ટ કરી દીધું .. …પણ તૃષાના મનમાં પણ ત્વરા સાથે વાત કરવાનું , એના વિષે જાણવાનું જાગી ઉઠ્યું ….જૂની દોસ્ત હતી … નૈતિક પાસેથી એની માહિતી લઈશ એવું મનોમન નક્કી કરતી એ વિદાય થઇ .

તૃષાનો ઠપકો સાંભળી આટલા વર્ષો ખુબ નજીક રહેલા નૈતિકને એક ઝાટકે દૂર કર્યા પછી પ્રેરણા હવે દુઃખી દુઃખી થઇ ગઈ.પોતાની ભૂલ હવે એને સમજવા લાગી હતી પણ એ કબૂલ કેવી રીતે કરવી એ સમજાતું ન હતું . હવે શું કરી શકાય એ બધી શક્યતાઓ વિષે વિચારી શકવું મૂંઝાયેલી પ્રેરણા માટે લગભગ અશક્ય હતું . ધ્રુવની બીમારીની ચિંતામાંથી બહાર આવેલી પ્રેરણા હવે આ નવી ચિંતામાં ડૂબી રહી હતી.

વ્રુક્ષો જેમ પાંદડા અને ડાળખાં ખેરવે છે તેમ કેટલાક સંબંધો સૂકાઈને ખરી ….સરી જાય છે …..વ્રુક્ષોનું તો કહી પણ શકાય કે કદાચ ઉગશે ….ફોરશે ….કોળશે …પણ માવજતના અભાવે સરી ..ખરી કે સૂકાઈ ગયેલા સંબંધોનું એવું કહી શકાય ?

બોલાતા શબ્દો ભલે અદ્રશ્ય હોય પણ એમની ધાર બહુ અણીયાળી હોય છે …. લાગણીના ચાબખા પર ફરિયાદ લપેટી એણે સંવેદનશીલ નૈતિકને તો ઘાયલ કરી જ નાખ્યો હતો પણ સાથે સાથે પોતે પણ ઘાયલ થઇ રહી હતી … અને ભૂલ એ થઇ હતી કે આ વખતે લાગણી ઓછી પણ ફરિયાદ વધુ ધારદાર દેખાઈ આવી હતી .બંને વચ્ચેની ગેરસમજ અને અવિશ્વાસ હવે સાવ ઉઘાડા પડી ગયા હતા . હવે એ બેઉ વચ્ચે પડેલી ખાઈને કેવી રીતે ભરવી એ એક મોટો પડકાર હતો .

અમદાવાદ આવીને સીધો નૈતિક ઓફીસે જવા નીકળી ગયો .વારે વારે એની અવશ નજર ફોન તરફ ફરી વળતી .પણ પ્રેરણા કે ત્વરાને મેસેજ કે ફોન ન જ કર્યો ……એકબીજા તરફથી મેસેજ કે કોલની અપેક્ષામાં આખો દિવસ વીતી ગયો. દિવસને અંતે એક ખટકો નૈતિક, પ્રેરણા અને ત્વરાના ત્રણેયના મનમાં વ્યાપી ગયો … !!

પણ તોય રાતે એ જ છૂપાવેલી અપેક્ષા સાથે બંને ઓનલાઈન થયા અને થોડા ખચકાટ પછી અવશપણે “hi આવી ગયા?” ….”આવી ગયો” જેવી સામાન્ય વાતોથી ચેટીંગ શરુ થયું .

અંતે ત્વરાએ જ્યારે ફરી એક વાર પ્રેરણા સાથે વાત કરવાની ઈચ્છા જાહેર કરી એ બાબતે વધુ પુછપરછ કરતા નૈતિકે આ જ સાચો સમય છે એમ વિચારી મન મક્કમ કરી આટલા દિવસ મન ખોલીને ન કહેલી વાતો ત્વરાને કહી દીધી …સાથે સાથે પોતે દિલગીર અને નિસહાય હોવાનું પણ જણાવી દીધું. પ્રેરણાને સમજાવી શકવી એના માટે હવે ખુબ અઘરું હતું અને એની જાણ બહાર જ એ ત્વરા સાથે વાત કરી શકશે એ પણ એણે તૃષાની મસ્તી અને પ્રેરણાની મનોસ્થિતિ સમજાવી લખ્યા કર્યું …

ત્વરા એક આઘાત સાથે આ બધું વાંચતી રહી … બધું વાંચી-સમજી એક સ્પષ્ટ સવાલ એણે નૈતિકને પૂછી લીધો …
‘ તૃષાની એક નાનકડી મસ્તીથી પ્રેરણા મારા વિરુદ્ધ આટલું નબળું વિચારે છે એ જ મારા માટે દુઃખદ વાત છે … તમે આટલા વર્ષમાં એના મનનું સમાધાન નથી કરી શક્યા એ તો સાવ ન માની શકાય તેવી વાત નથી ? આટલા બધા વર્ષો એકબીજા સાથે કોઈ સંપર્ક ન હોવા છતાં તમે એવું તો શું કરતા હતા કે પ્રેરણા આ વાતને વિસારે પાડી જ ન શકી ? ‘

‘ખબર નથી ત્વરા , પણ સાચું કહું છું ..જ્યારે જ્યારે તારો ઉલ્લેખ થતો ત્યારે ત્યારે હું મનના દરવાજાને સજ્જડ તાળા મારી જાણે એક બચાવના મોડમાં આવી જતો એ સંબંધબચાવ મોડ હતો , લાગણીબચાવ મોડ હતો કે જાતબચાવના મોડ હતો એ તો મને પણ ખબર નથી …… :( આજે ચોખ્ખું કહી દઉં …મને તારી તરફ એક ખાસ લાગણી હતી અને છે …. અને એ હું પ્રેરણાને કેવી રીતે કહી શકું ? અને મારે મારી પત્ની પાસે કાંઈ જ ખોટું નહોતું બોલવું એટલે હું ચુપ રહી જતો …. ઉપરાંત મને હંમેશા એવું લાગ્યા કરતું કે આટલા વર્ષમાં કોઈ ફરજ નથી ચૂક્યો છતાં પ્રેરણા મારા પર શક કરતી હોય તો હું કેટલો વામણો માણસ ગણાઉં કે મારે રોજ ઉઠીને સાબિતીઓ આપ્યા કરવી પડે ? બસ, મારો અંહ , જીદ, નારાજગી અને તારા તરફનો અનુરાગ મને કશું બોલવા ન દેતા .બસ , મારી એ ચુપ્પીના મનમાન્યા અર્થો કાઢી પ્રેરણા દુઃખી થતી ગઈ અને મને દુઃખી કરતી ગઈ.’
ફટાફટ આટલું લખી નૈતિક શાંત થઇ ગયો.

ત્વરા પણ આવા સીધા એકરારથી હવે શું લખવું એ સમજી ન શકી. પણ મનની ખુબ અંદર એને આ ગમ્યું ખરું પણ પ્રેરણાની જાણ બહાર નૈતિક સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ એટલે પ્રેરણાને મન શું હશે એ સમજાતા એ સાવ થાકી ગઈ . એણે ટાઈપ કર્યું :
‘તો હવે તમે તમારા પરિવારથી છૂપાવીને મારી સાથે સંબંધ રાખી રહ્યા છો … અને હવે આ સંબંધને શું નામ આપશો ? ‘

અકળાયેલા નૈતિકે જવાબમાં લખી નાખ્યું : ‘ નામ વગરનો સંબંધ… :( ‘

આ સાંભળતા જ શાંત ત્વરા એકદમ ઉકળી ઉઠી …. નૈતિકની પ્રેરક સાથે પોતાના આખા કુટુંબ સાથે ઓળખાણ કરાવી અને એક સ્વસ્થ સંબંધ બાંધવા એણે કરેલા પ્રયત્નો પર નૈતિકે રીતસર અપમાનજનક રીતે પાણી ફેરવી દીધું હતું …. એક બહુ મોટો દરજ્જો એણે નૈતિકને આપી દીધો હતો અને આજે એ જ નૈતિક એમના નિર્દોષ સંબંધોને એક નામ પણ આપવા તૈયાર નથી એ જાણી એ રીતસર છટપટી ઉઠી . એણે ગુસ્સામાં ટાઈપ કરવા માંડ્યું :

‘આજે હું તમારી સાથે આટલી બિન્દાસ વાત કરું છું એનું કારણ એ છે કે મારું મન સાફ છે અને મારા પતિને આ બધું ખબર છે અને તમારી સાથે મારે કોઈ આડો સંબંધ નથી….એક તંદુરસ્ત દોસ્તી …જે આ ઉંમરે શોભે એ જ છે……પણ તમને તો એ કબૂલતા પણ આટલો વખત લાગે છે કે આપણે દોસ્ત છીએ ..!!!.. :/ તમે એક નામ ન આપી શકો ? આપણે એટલા ખરાબ છીએ ? નામ વગરનો સંબંધ ? :(રોમાન્સ કરવાનો સમય તો ક્યારનો જતો ન રહ્યો?… જુવાન બાળકોના આપણે માતાપિતા છીએ ..હવે એકબીજાને મીત્રદાવે સાચવી લેવાનો સમય આવ્યો છે…એક હુંફ એથી વધુ શું ?.ધ્રુવની બીમારીની ચિંતા વખતે હું યાદ આવી એ યોગાનુયોગ હતો કે બીજું કોઈ ન હતું એ એક માત્ર કારણ હતું ?…સાથે રહીને નહી દૂર રહી દોસ્તી નિભાવીને સાથે રહેવાનો સમય છે….આથી વિશેષ કશું નથી…..એમાં પણ ડરવાનું ?…..જૂઓ ..એવું નથી કે હું તમારી દોસ્તી વગર મરી જઈશ … :( . પણ એક સરસ …તંદુરસ્ત સંબંધ હોય તો એ ખરાબ કહેવાય ?…..મારો ભગવાન સાક્ષી છે …હું મારા સંસારમાં ખુબ ખુશ છું અને તમારા માટે દિલથી દૂઆ છે કે તમે કાયમ ખુશ રહો …પ્રેરણા સાથે જ રહો..ખુબ ખુશ રહો ….!!

આટલું લખ્યા પછી જાણે શ્વાસ લેતી હોય તેમ ત્વરા અટકી ગઈ …



ક્રમશ :