Krodh in Gujarati Magazine by Bansi Dave books and stories PDF | Krodh - ક્રોધ

Featured Books
  • ખજાનો - 86

    " હા, તેને જોઈ શકાય છે. સામાન્ય રીતે રેડ કોલંબસ મંકી માનવ જા...

  • ફરે તે ફરફરે - 41

      "આજ ફિર જીનેકી તમન્ના હૈ ,આજ ફિર મરનેકા ઇરાદા હૈ "ખબર...

  • ભાગવત રહસ્ય - 119

    ભાગવત રહસ્ય-૧૧૯   વીરભદ્ર દક્ષના યજ્ઞ સ્થાને આવ્યો છે. મોટો...

  • પ્રેમ થાય કે કરાય? ભાગ - 21

    સગાઈ"મમ્મી હું મારા મિત્રો સાથે મોલમાં જાવ છું. તારે કંઈ લાવ...

  • ખજાનો - 85

    પોતાના ભાણેજ ઇબતિહાજના ખભે હાથ મૂકી તેને પ્રકૃતિ અને માનવ વચ...

Categories
Share

Krodh - ક્રોધ

ક્રોધ

‘ક્રોધ’

આ શબ્દ અને ક્રોધ નામ ની ઉતેજના સઘળા મનુષ્ય એ અનુભવ કર્યો હશે, આપણે ઘણી વાર મહેસુસ કર્યું હશે કે ક્રોધ એટલે પોતાની જાતને સજા આપવા માટેનો રસ્તો. છતાં પણ દરેક મનુષ્ય આજ રસ્તા પર ચાલે છે, પણ એક વાત વિચારવા જેવી પણ છેને કે શું ક્રોધ કરવા વ વ્યક્તિ ને ક્રોધ કરવો ગમતો હશે? કે તેની પાછળ કઈ પરિસ્થિતિ જવાબદાર હશે તે પણ જાણવું જરૂરી છે ને?

કોઈ વ્યક્તિ ક્રોધિત થાય છે, કોના પર તે ક્રોધિત થાય છે પોતાના કોઈ વ્યક્તિ પર કે પછી રસ્તા ઉપર ચાલતા એક એવા માનવી પર કે જેની સાથે તે વ્યક્તિને કીજ સંબંધ નથી, હા તે વાત પણ બને છે ખરી કે રસ્તે ચાલતા એ વ્યક્તિ એ કોઈ એવી ક્રિયા કરી કે ક્રોધ કરવો જરૂરી બની ચુક્યો તો તે રસ્તે ચાલતા વ્યક્તિ પર ક્રોધ કરે છે, પણ આ ક્રોધ ની ક્રોધ ની પરિભાષા સુ છે? ક્રોધ ને આપણે એક ક્ષણિક પાગલપન પણ કઈશકીએ છીએ, ક્રોધ એક એવો અરીસો છે જેમાં આપણે પોતાની જાતને નથી જોઇશતા, આ બધાને આપણે ક્રોધ ની પરિભાષા સમજી શકીએ, પરંતુ ક્રોધ કરવા વાળા માણસ ની મન ની સ્થિતિ ઉપર આપણે વિચાર કર્યો છે ખરી?

ક્રોધ કરનાર વ્યક્તિ અંદર થી ખુબજ એકલો નિરાશ હોય છે, ક્રોધ કરનાર વ્યક્તિ અંદર ખુબજ નબળો હોય છે, પોતાની જિંદગી ના અમુક બનાવો માણસ ના મન માં ઘર કરી મુકે છે, કે તે તેમાંથી બાર નથી આવીશકતો અને તે માણસ તે વ્યક્તિ પોતાની એ પરિસ્થિતિ થી તંગ આવીને ચીડચીડો બની બેઠો હોય છે, તે ખુદ તે પરિસ્થિતિ માંથી બાર નીકળવા એછે છે, પરંતુ તે એ જ વિચારવામાં તેમજ અંદર ઉતરતો જાય છે, અને પોતાના એ મનમાં એટલી નાકારાત્મ્કતા ને જન્મ આપે છે કે તે હારી જાય છે, અને અંતે વાત વાત ક્રોધ ઉત્પન થાય છે, ક્રોધ કરનાર વ્યક્તિ અંદર થી ખુબજ લાગણીશીલ પણ હોય છે, તેજ વાત નું સીધુ સાધુ ઉદાહરણ જોઈએ તો આપણે સૌ એ મુન્નાભાઈ અમ બી બી એસ મુવી જોયુજ હશે, તેમાં એક સફાઈ કામદાર બતાવે છે કે તે કામદાર પોતા કરે છે અને બધા તેમાં બગલા કરે છે તો તે ક્રોધ એ ભરાય છે, ત્યારે તેમાં મુન્નાભાઈ હોય તે પેલા કામદારને ગળેથી લગાડી લેછે, અને તે સફાઈ કામદાર એટલો મન થી પીગળી જાય છે કે તેની આંખ ભીની થાય જાય છે અને કહે છે “ રુલાયેગા ક્યાં” તો એ એક વાત પર થી આપણે વિચારી શકીએ કે તે કામદાર રોજ ની આજ પરિસ્થિતિ થી કેટલો તંગ આવી ગયો હશે કે તે ક્રોધવશ અને ચીડચીડ સ્વભાવ વાળો બની બેઠો, અને તે કામદાર ની લાગણી ની પરાકાષ્ટા જોજો મિત્રો કે કોઈ એ તેને પ્રેમ થી ગળે લગાવ્યો તો તે માણસ રળી પડ્યો, મિત્રો તે માણસ કેટલો એકલો હશે, અને જો તેની અંદર ક્રુરતા ભરી હોત તો તે ત્યારે પણ ક્રોધેવશ થઇ શકેત ને કે જયારે તેને પ્રેમથી ગળે લગાડ્યો, અને કોઈ માણસ ક્રૂર કે અપરાધી બને છે તેની પાછળ તેની પરિસ્થીતી અને તેનું બાળપણ જવાબદાર હોય છે,

ઘણા માતાપિતાની તેવી ફરિયાદ હોય છે કે મારું બાળક ખુબજ ક્રોધ કરે છે, તો તે માતાપિતાની પહેલી ફરજ માં તે આવે છે કે તે બાળક ની માનસિક સ્થિતિ શું છે? તે બાળક ને તેની શાળા માં કઈ તકલીફ છે, કે પછી તેને કોઈ હેરાન કરે છે, કે પછી તે બાળક એકલું થય ચુક્યું છે, કે તે બાળક ના માતાપિતા તેની માટે સમય નથી ફાળવી શકતા, તે બાળક ક્યાં કારણ થી પીડાય છે તે જાણવું જરૂરી બને છે, મિત્રો જો તમને કોઈ નાનું બાળક હોય અને ક્રોધ કરતુ હોય તો તમે સામે ક્રોધ કરવાની જગ્યા તે જાણજો કે ક્રોધ કરવા પાછળ નું કારણ શુછે? મારી વિનંતી છે એટલી,

આજના આ સમય પ્રમાણે બધા લોકો પોતાની માયાજાળ માં એટલા વ્યસ્ત બની ચુક્યા છે કે તેને આ વાત પણ વિચાર કરવા માટે સમય નથી, બધા જ આ વાત થી પીડાતા હશે, પણ આ પીડા માંથી બાર નીકળવું જોઈએ, નહીતર જીવન માં ક્રોધ સિવાય અને એકલતા સિવાય કશુજ નથી બચતું, કારણ કર તમે પોતે જે માણસ પર ક્રોધ કરો છો તે માણસ ની હાલત તો તમારાથી પણ ખરાબ હશે તો તે સામે ક્રોધ જ કરશે અને અંતે થશે શું સંબંધ માં તિરાડ પડશે અને તે સંબંધ નો અંત આવી જશે, તો આ અવસ્થા માંથી બહાર નીકળવું ખુબજ જરૂરી બની ગયું છે,

જીવન માં ક્રોધ અને વિચલિત મન તે બધું દુર થશે તોજ શાંતિ આવશે અને શાંતિ હશે તો વ્યક્તિ ના જીવન માં સંબંધ હશે પ્રેમ હશે, બીજા કોઈ વ્યક્તિને સમજી શકવાની ક્ષમતા પણ હશે,

રામકૃષ્ણજી કહે છે કે કામ ક્રોધ અને તમોગુણ ના ખરાબ પ્રભાવથી સત્વગુણ આપણી રક્ષા કરે છે, ગીતાનાજી માં ભગવાન શ્રી કૃષ્ણ એ કહ્યું છે કે મનુષ્ય માં સત્વ, રજસ, અને તમોગુણ સ્થિત હોય છે, તેથી સત્વ નો વિકાસ કરવા માટે રજો અને તમોગુણ ને દબાવી દેવા જોઈએ, આમ મનુષ્ય યોગ દ્વારા પોતાના ક્રોધ પર કાબુ મેળવી શકે છે, પોતાના માટે થોડો સમય ફાળવીને યોગ, ધ્યાન, પ્રાણાયામ, પણ ધ્યાન આપીને થોડું મન શાંત કરી શકાય મન શાંત હશે તો, આપણી પોતાની તકલીફો પર વિચાર કરીને, તેમાંથી મુક્તિ મેળવાના અને ક્રોધ થી દુર થવાના ઉપાય પણ મળશે,

ભગવાન શ્રી કૃષ્ણ એ ખુબજ સુંદર માર્ગ આપ્યો છે ક્રોધ પર વિજય મેળવા માટેનો, જેને વાંગ્મય તપ કહે છે અર્થાત વાણી નું તપ, અને તે ક્ર્પ્ધ પર વિજય મેળવવા માટે ખુબજ સહાયક છે, વ્યક્તિ એ ઘરમાં કે બહાર તેની અપ્રિય વાતો થી દુર રહેવું જોયે, અને હમેશા સત્ય, હિતકર, અને આનંદમય, વાણી નો ઉપયોગ કરવો જોયે, અને સાંભળવાનું વધુ રાખવું જોયે અને બોલવાનું ઓછું રાખવું જોયે, કારણ કે સામે વાળા વ્યક્તિ કોઈ એવી પણ વાત કહીશકે છે જે આપણા ફાયદામાં હોય અથવાતો આપણ ને ખ્યાલ પણ ના હોય તેથી એકાગ્રતાથી સામે વાળા વ્યક્તિને સાંભળવું જરૂરી છે, અને જો ક્રોધ આવે તો ક્રોધ કરવાની જગ્યા એ તે જગ્યા થી ક્યાય દુર ચાલ્યું જવું.

મિત્રો આપણે આપણી જાતને જોવી જોયે કે પછી તેના પર વિચાર કરીને આપણી પોતાની ભૂલ શુછે, તે પર થોડો વિચાર કરવો જોયે તે જરૂરી નથી લાગતું, મિત્રો જીવન માં આપણી પણ ક્યાંક ભૂલ હોય શકે છે, આપણા પોતાના દ્વારા પણ કોઈ આપણા જેવી પરિસ્થિતિ બની હોય છે, મિત્રો ભૂતકાળ બધાના જીવન માં હોય છે, કોઈનો સારો તો કોઈનો ખરાબ પણ તેને જકડી રાખીને વર્તમાન અને ભવિષ્ય ગુમાવીએ તે ક્યાં સુધી વ્યાજબી છે, મિત્રો આ હું એટલે કહું છું કે મેં મારા જીવન માં ક્રોધ ના કરણે અને ભૂતકાળ ના કારણે મારો વર્તમાન બગડ્યો છે, તો મિત્રો મહેરબાની કરીને તમે આ ક્રોધ થી બચજો અને બીજાને પણ બચાવજો.